Saturday, March 26, 2011

ઉઠાંતરી કે 'સર્જનાત્મક' ઉઠાંતરી કે 'પ્રેરણાદયીત સર્જન'

હિંદિ ફિલ્મ્ના 'સુવર્ણયુગ'ના લગભગ દરેક સંગીતકાર ઉપ્રોક્ત, થોડા યા વધારે, 'આક્ષેપ'માંથી બાકી નથી રહ્યા. આ કારણથી કે તે સિવાય, તેમની લગભગ દરેક લોકપ્રચલીત કે (સંગીતની દ્રષ્ટીએ) મહત્વની સંગીતરચનાઓ આ વિવાદમાં ચર્ચિત રહી છે.
ભુતકાળમાં આ બાબતે વિષદ સ્વરુપે હિંદિ ફિલ્મ્ના વિદ્વાન ઇતિહાસકારો કે વિવેચકોદ્વારા ધણું જ લખી ચુકાયું છે.
આજે YouTube પર મુકાયેલ એક વિડિયોક્લીપ -'Songs_in_Raag_Bhairavi_with_Lata_ji_and_Shankar_Jaikishen’ - સાંભળ્યા બાદ તેમાં મારો ઉમેરો કરવાની લાલચ રોકી નથી શકતો!
આ ક્લીપ માં તે સમયના આરબ સંગીત જગતના ખ્યાતનામ [પરંતુ ભારતમાં ખાસ જાણીતા ન હોય તેવા]આસમાન (૧૯૧૮-૧૯૪૪)ની રચના બખુબી મુક્યા બાદ તેના પર, તેમ જ આપણા ભૈરવી રાગ પર પણ 'આધારીત' ફિલ્મ 'આવારા'નું "ઘર આયા મેરા પરદેશી" (૧૯૫૧)સાંભળવા મળે છે. તે પછી આવે છે શંકર-જયકિશનની ભૈરવી આધારીત બેનમુન રચનાઓ - "કિસીને અપના બનાકે મુજકો મુસ્કરાના શિખા દિયા" - પતીતા (૧૯૫૩); "મૈં પિયા તેરી, તુ માને ના માને" - બસંત બહાર (૧૯૫૩);"દીલ અપના ઔર પ્રીત પરાઇ" - દીલ અપના ઔર પ્રીત પરાઇ (૧૯૬૦); "ખુશીયોંકે ચાંદ મુસ્કરાયેરે' - મયુરપંખ (૧૯૫૪).
આ સાંભળ્યા પછીથી આ રચનાઓઅંગેના વિવાદમાં પડવું કોને ગમે?

No comments: