Thursday, October 25, 2012

વ્યાવહારીક કુશળતાના ૮ કસબ / The 8 Know- How Skills


1.    Position and Reposition/ ઉચિત સ્થાન પર, ફરી ફરીને, ગોઠવણી કરતાં રહેવું - જટિલ વૈશ્વિક વલણો પારખી, વ્યવસાયને તેની સામે આક્રમકતાથી ગોઠવી શકવું.

2.    Pinpointing External Change/ ચોક્કસપણે, બાહ્ય ફેરફારોને પારખવા - ગ્રાહકની જરૂરિયાતો અને અપેક્ષાઓની પૂર્તતા કરતા અને તેમાંથી નફો રળી આપતા વ્યવસાયના કેન્દ્રસ્થ વિચારની યથાર્થ પરિકલ્પના કરવી.

3.    Leading the Social System/ સામાજીક વ્યવસ્થાની દોરવણી કરવી - યોગ્ય વર્તણૂંક અને યોગ્ય માહિતિથી સજ્જ લોકોને એકઠા કરી, વધારે સાચા અને વધારે ઝડપી નિર્ણયો લેવા અને વ્યાવસાયિક પરિણામો સિધ્ધ કરવાં.

4.    Judging the People/ લોકોની પરખ કરવી - લોકોને તેમનાં કાર્યો, નિર્ણયો અને વર્તણૂંકના અધાર પર મૂલ્યાકિંત કરવાં અને તેમને અપરક્રામ્ય જવાબદારીઓસાથે સાંકળવાં.

5.    Moulding the Team/ સંઘનું ઘડતર કરવું - અતિ કાબેલ અને ગર્વિષ્ઠ સંચાલકો કોઇપણ પ્રકારના ભેદભાવ વિના હળીમળીને કામ કરે તેવું વાતાવરણ પેદા કરવું.

6.    Setting Goals/ ધ્યેય નક્કી કરવાં - વ્યવસાય આદર્શ રીતે શું થઇ શકે અને વાસ્તવિક રીતે શું સિધ્ધ કરી શકે તેને સંતુલિત કરતાં ધ્યેય પ્રસ્થાપિત કરવાં.

7.    Setting Leadership Priorities/ નેતૃત્વ પ્રાથમિકતાઓ પ્રસ્થાપિત કરવી - સુસ્પષ્ટ અભિનવ પ્રાથમિકતાઓ નક્કી કરવી,ધ્યેયસિધ્ધિનો માર્ગ સુનિશ્ચિત કરવો અને તે માટે જરૂરી સાધનો,કાર્યવાહીઓ અને શક્તિનો સમન્વય કરવો.

8.    Dealing with Forces beyond the Market/ બજારની કાબુ બહારનાં પરીબળોનો સામનો કરવો - તમારા વ્યવસાયને અસર કરે, પણ તમારો જેમના પર કાબુ નથી, તેવાં પરીબળોની સામે પાણી પહેલાં પાળ બાંધવી અને તેમની સાથે અસરકારકતાથી કામ લેવું.
  • સૌજન્યઃ "વ્યવહાર-કૌશલ્ય - કામ પાર પાડતા લોકોને કામ ન પાર પાડી શકનાર લોકોથી અલગ પાડતા ૮ કસબ - લેખકઃ રામ ચરણ, અને સાથે,ગૅરી વિલિગા /
    Know-How”: The 8 Skills That Separate People Who Perform From Those Who Don’t – Ram Charan with Geri Williga
Post a Comment