Sunday, June 30, 2013

હિંદી ચિત્રપટ સંગીતના સુવર્ણ યુગથી સંકળાયેલાં બ્લૉગવિશ્વનો બ્લૉગૉત્સવ -૬ /૨૦૧૩

હિંદી ચિત્રપટ સંગીતના સુવર્ણ યુગથી સંકળાયેલાં બ્લૉગવિશ્વના, ' ૬/૨૦૧૩' બ્લૉગૉત્સવ સંસ્કરણમાં આપનું સ્વાગત છે.
આજનાં આ સંસ્કરણની શરૂઆત આપણે મોહમ્મદ રફીએ ગાયેલાં ગીતોને અલગ અલગ રીતે યાદ કરતા લેખો દ્વારા કરીશું –
  •   વિજય બવડેકર દ્વારા પ્રસ્તુત રફીકી ભક્તિરસધારા
  •    'અતુલ'સ સૉન્ગ અ ડૅ' તેની યાદદાસ્તની ગર્તામાં ભુલાયેલાં ગીતો ને રજૂ કરતા રહેવાની પરંપરાને આગળ ધપાવતાં nahmના મહેમાન લેખમાં સબક (૧૯૫૦) - સંગીતકારઃ એ આર કુરેશી, ગીતકારઃ ડી એન મધોક - ફિલ્મનું રફીના અવાજનું એક માત્ર ગીત આ જા આ જા ઓ જાને વાલે રજુ કર્યું છે. બહુ સામાન્ય જણાતું ગીત છે, પણ છે બહુ જ ખાસ. 
  •   Inde Bollywood et cie પણ એવું જ એક છૂપાઇ ગયેલું ગીત જો દિલકી બાત હોતી હૈ - બાઝ (૧૯૫૩), સંગીતકાર - ઓ પી નય્યર) લઇ આવેલ છે. 'બાઝ' એ ગુરૂ દત્તની કલાકાર અને નિર્દેશક તરીકે પહેલી ફિલ્મ હતી. ૧૬મી સદીમાં, પોર્ચુગીઝ તાબા હેઠળના મલાબાર કિનારાની પૃષ્ઠભૂમાં  દરિયાઇ જોખમ ખેડતા જવાનની વાત ને 'બાઝ'માં વણી લેવામાં આવી છે.
  •    Mohammed Rafi 25 A to Z letters songs actors moviesમાં, શરદ દેસાઇએ એક આગવી રીતથી મોહમ્મદ રફીનાં ગીતોની યાદી બનાવી છે. અંગ્રેજી વર્ણમાળાના ૨૫ અલગ અલગ અક્ષરોથી શરૂ થતાં અલગ અલગ ફિલ્મોમાં અલગ અલગ કલાકારો પર ફિલ્માવાયેલાં ગીતો તેમેણે આ યાદીમાં આવરી લીધાં છે.તેઓ એ ‘X’થી શરૂ  થતાં ગીત માટે આપણી મદદ પણ માગી છે. તમને એવું કોઇ ગીત મળી આવશે?

ફિલ્મ ગીતની સીધી વાત ન હોય, પણ હિંદી ફિલ્મના સુવર્ણકાળની એક બહુ જ મહત્વની અદાકારા નુતનની ફિલ્મની રેકર્ડ્સનાં  કવરને બહુ જ મહેનતથી શોધીને  રજૂ કરેલ છે, તેથી Let’s talk about Bollywoodના લેખ Nutan film postersની આપણે અહીં ખાસ નોંધ લઇએ છીએ.
આપણા આ મચ પર આપણે પહેલી વાર જેમની મુલાકાત લઇ રહ્યાં છીએ તે Maitri Manthan मैत्री मंथन પણ એક બહુ જ અનોખા વિષયને RAJ KUMARમાં રજૂ કરી રહેલ છે. આ નામથી જેમણે, ૧૯૫૦ના દાયકામાં, પોતાની રજત પડદાની કારકીર્દી શરૂ કેરેલ હોય, તેવાં પાંચ 'રાજ કુમાર'ની અહીં ઓળખ થશે.
બ્લૉગૉત્સવના સંસ્કરણમાં પ્રથમ મુલાકાતની હેટ ટ્રીક પૂરી કરવા આપણે હવે HINDI FILM SINGER - WINE PAIRINGS, An Oenophile's Primer સાથે પરિચય કરીએ. શિર્ષક જોતાંવેંત જ અંદાજ આવી ગયોને કે આ લેખમાં પાર્શ્વગાયકની સાથે એક બહુ જ યોગ્ય અને એટલા જ પરિચિત વાઇનની જોડી બનાવવાનો એક અલગ જ અંદાજ છે. વાઇન ભલે ન ચાખ્યો હોય, પણ જો આપણે તે ગાયકને સાંભળેલ હશે,તો તે વાઇનના અનુભવને સમજી જવાશે. અને જો ગાયકને ન સાંભળેલ હોય, તો તો વાઇનની પ્યાલી એક હાથમાં લઇને તે ગાયકનાં ગીતને યુટ્યુબ પર પસંદ કરીને... બસ.... માણો.
ત્રણ "પહેલી" મુલાકાતોથી જ શરૂ થયેલો આપણો "ત્રણ"સાથેનો સંબંધ SoYની ત્રીજી વર્ષગાંઠની મદદથી સુગઠીત તો બને જ છે,  પરંતુ સાથે સાથે, આ વર્ષગાંઠની ઉજવણીના Songs of Yore completes three years લેખમાં ત્રણ અલગ અલગ સમયકાળનાં ગાયકોની ત્રિપુટીવાળાં ત્રણ અદભૂત ગીતોથી એ ગાંઠનું જોર પણ ત્રેવડાય છે.
Conversations Over Chaiનાં લેખિકા તરીકે આપણે જેમનાથી પરિચિત છીએ તેવાં અનુરાધા વરીયરના લેખ Multiple Version Songs (11): Similar songs in Hindi and Malayalam, અને હીંદી ફિલ્મ સંગીત વિષેના બ્લૉગ જગતમાં બહુ જ માનથી સ્વિકૃત એવા અરૂણકુમાર દેશમુખના લેખMultiple Version Songs (12): Similar songs in Hindi and Kannada વડે  Multiple Versions Songs શ્રેણી  ઉત્તરોત્તર નવી ઊંચાઇઓ પાર કરી રહેલ છે.
આ વર્ષે જૂન મહિનાની શરૂઆતથી જ આપણ વર્ષા ઋતુનાં વિવિધ સ્વરૂપોની સાક્ષી બની રહ્યા છીએ. હાથમાં છત્રી, અને કબાટમાંથી તાજો જ કાઢેલો રેઇનકૉટ ચડાવીને,   My Favourites: Rain Songsવડે  તો Conversations Over Chai આપણને આપણા આ સુવર્ણકાળની ચોમાસાની ઋતુની સફરમાં લઇ ગયાં હતાં જ. ક્યાંક ભીનાં થયેલાં કપડાં , ક્યાંક ભીના થયેલા વાળ પર પાણીની છાલકોની મજા હજુ તો માણી જ રહ્યાં હતાં, તેટલી વારમાં તો સમયયાનમાં કુદકો મરાવડાવીને આપણને My Favourites: Rain Songs-2  વડે સાંપ્રત વર્ષા ઋતુની મજા પણ કરવા મળી રહે છે. અને હવે જ્યારે વરસાદમાં થોડાં કે ઘણાં પલળ્યાં જ છીએ તો ચાલો,   Dusted Off નાં ૧૦ પ્રિય વર્ષા ગીતોની મજાTen of my favourite monsoon songs વડે માણી જ લઇએ.
ઋતુની જેમ જ આપણે આ સંસ્કરણમાં, સમયની માંગ અનુસાર, કેટલીક ફિલ્મ જગતન વ્યક્તિઓને યાદ કરતા લેખોની પણ મુલાકાત લઇશું.
સહુ પ્રથમ તો વધતી જતી વયન તકાજાએ જેમને માંદગીને બીછાને પટકી દીધા હતા એવા મહાન ગાયક મન્નાડેને યાદ કરતો લેખ, The Legends: Manna Dey,  જોઇએ. તેમની નાદુરસ્ત તબિયતના સમાચાર જાણીને તેમનાં સ્વાસ્થ્ય માટેની, તેમના ચાહકોની બુલંદ બનેલી પ્રાર્થનાઓનાં બળથી તેઓની તબિયત સુધારા પર આવી ગઇ છે.
તે ઉપરાંત આપણી પાસે જન્મદિવસોને યાદ કરાવતા બે લેખો પણ છે - Dusted Offનો Ten of my favourite Shyama songs  અને Dance On The Footpathનો Happy Birthday, Padmini!. નૃત્યકલાકાર સ્ટાર પદ્મિની વિષે તો યુ ટ્યુબ પર આ Padmini162  ચેનલ પણ છે.
ગયા મહિનાનાં સંસ્કરણમાં આપણે  Dance On The Footpathના Azurieપરના લેખ વિશે વાત કરી હતી, તે લેખ પરની "કૉમેન્ટ્સ" - Songs Of Yores on Azurie , Anandaswarup Gadde - માં અઝુરી વિશે કેટલીક વધારે, ખુબ જ રસપ્રદ માહિતિ પણ મુકાઇ છે.

બસ, આ સાથે પ્રસ્તુત સંસ્કરણ પુરૂં કરીએ. આશા કરું છું કે આપણે પણ આ સંસ્કરણ પસંદ પડ્યું હશે. હવે ફરીનાં સંસ્કરઅનાં આપને મળાવાનું થાય, તે પહેલાં આપના અભિપ્રાય અને સુચનો માટે ઇંતઝાર રહેશે.....

No comments: