Friday, August 30, 2013

હિંદી ચિત્રપટ સંગીતના સુવર્ણ યુગથી સંકળાયેલાં બ્લૉગવિશ્વનો બ્લૉગૉત્સવ - ૮ /૨૦૧૩

હિંદી ચિત્રપટ સંગીતના સુવર્ણ યુગથી સંકળાયેલાં બ્લૉગવિશ્વના, ' /૨૦૧૩' બ્લૉગૉત્સવ સંસ્કરણમાં આપનું સ્વાગત છે.
આ મહિનાનાં આ સંસ્કરણમાં હિંદી ફિલ્મમાં નૃત્યગીતો વિશે બહુ રસપ્રદ ફાલ આપણને જોવા મળશે. 
Dances on Footpathભારતની સ્વતંત્રતા પ્રાપ્તિના આ મહિનાને Ten Favorite Songs and/or Dances from The Year 1947  વડે યાદ કરે છે.
તે ઉપરાંત પોતાના બ્લૉગનાં મૂળ વિષયને સાર્થક કરે તેમ રાજકુમારીના અવાજમાં ગવાયેલ એકલ નૃત્યો , બે એક સુંદર યુગલ ગીતો, અરધાપરધા મુજરા અને શેરી નાટક જેવા, ૧૯૪૦ અને ૫૦ના દાયકાનાં નત્ય ગીતોને પણ, ‘Dances on Footpath  Five Favorite Dances to the Voice of Rajkumariમાં પ્રસ્તુત કરે છે.
Minai's Cinema Nritya Gharana,   તેમના Vyjayanthimala's Devadasi Dance in Piya Milan (Choreographed by V.S. Muthuswami Pillai) લેખમાં દેવદાસીની નૃત્ય શૈલીનાં આજા કહું કાના અને ભરતનાટ્યમ શૈલીનાં ચિત્તુર રાણી પદ્મિનીનાં, વૈજયંતીમાલા દ્વારા અભિનીત, વંશપરંપરાગત નૃત્ય જેમની સંસ્કૃતિ છે તેવા વી. એસ. મુથ્થુસ્વામી પિલ્લૈ દ્વારા નિર્દેશીત એવાં બે નૃત્યોની ચર્ચા કરે છે, અને આપણાં જેવાં બહુ શાસ્ત્રીય બાબતો ન સમજનારને પણ નૃત્ય ગીતોનો આનંદ માણવામાટેની સમજ તો પાડી જ રહે છે.
નૃત્ય વિશેની આપણી સફરમાં આપણે બહુ ઘણા સમયથી જેમાં ઇંઇ ઉમેરાયું નથી જણાતું એવા બ્લૉગ A Blog Of My Favourite Vintage Bollywood Stuff’ પર Some of my favourite song-dance combinationsમાં, હિંદી ફિલ્મ સંગીતના ઇતિહાસના 'પ્રાચિન કાળ' - ૧૯૫૦ પહેલાનાં દાયકાઓનાં- નૃત્યગીતોને માણી શકીશું.
મધુલિકા લિડ્ડલ, તેમના "ડસ્ટેડ ઑફ" પર વિષયોની વિવિધતા પર તો ક્યારેય ધૂળ એકઠી થવા નથી દેતાં. ગાયક-પાત્ર ગીતમાં "હું છું"ની  શબ્દબાંધણીમાં પોતાનાં નામને વણી લે તે વિષય પર, તેમના લેખ Ten of my favourite “I am -” songsમાં  મજેદાર ગીતોની સાથે સાથે 'કૉમેન્ટ્સ'માં પણ બીજાં ઘણાં ગીતોની મોજ કરાવે છે. 
'ડસ્ટેફ ઑફ' આ મહિનાના "લવ ઇન બોમ્બે"ના ફિલ્મ-રીવ્યુમાં, બે-ત્રણ કારણો સર ધ્યાન ખેચે છે - એક તો એ કે ફિલ્મ રજૂ થઇ ૨૦૧૩માં પણ તે બનાવાઇ હતી ૧૯૭૧માં અને ૧૯૭૪માં રજૂ થવાની હતી. પરંતુ તેના નાયક - નિર્માતા જોય મુખર્જીની તે સમયની નાણાંભીડને કારણે ફિલ્મ શીતાગારમાં જતી રહી હતી. બીજું એ કે આટલાં વર્ષો, જોય મુખ્રજી તેની બરાબર મરમ્મત કરાવતા રહ્યા અને આખરે જ્યારે તે પ્રસિધ્ધિને આરે હતી ત્યારે જોય મુખર્જીની આ દુનિયાના પડદા પરથી વિદાય થઇ ચૂકી હતી. અને ત્રીજું એ કે ફિલ્મમાં શંકર - જયકિશનનાં સ્વરબધ્ધ કરેલાં ગીતો છે. જોય મુખર્જીનાં 'લવ ઇન ટોકિયો'નાં બેગહ્દ સફળ ગીતોને પગલે શંકર-જ્યકિશન આ ફિલ્મને ન્યાય આપવાના હતા.આ છે એ ગીતો
શિલ્પી બોઝના તેમના પિતા, તરૂણ બોઝ,ની યાદને તાજી કરાવતા બ્લૉગ ‘Tarun Bose and The World of Cinema’ પર  આ વખતે ૧૯૬૫ની "ઊંચે લોગ"ની વાત રજૂ કરાઇ છે. મને તો ઊંચે લોગની યાદ સાથે મારા કૉલેજ કાળનાં પહેલાં વર્ષના વલ્લભ વિદ્યાનગર (આણંદ, ગુજરાત)ના દિવસો યાદ આવી જાય છે. દર બીજે કે ત્રીજે અઠવાડીયે આણંદનાં થીયેટરોમાં જે કોઇ નવી ફિલ્મ રજૂ થઇ હોય તેને શનિવારના રાતના શૉમાં જોવા માટે, આઠ-આનાનાં ભાડાંની સાઇકલની ડબલ સવારીએ, અમે હૉસ્ટેલના મિત્રો નીકળી પડતા. ઊંચે લોગ જોવામાં રસ તો અશોક કુમાર અને રાજ કુમારની અદાકારીની ટક્કરને કારણે જ હતો, પણ ફિલ્મ જોયા પછી તરૂણ બોઝની અદાકારી અને ચિત્રગુપ્તનાં ગીતો એ પણ અમાર્યં દિલ જીતી લીધાનું સ્મરણ એટલું જ તાજું છે. એ લાજવાબ ગીતો છેઃ જાગ દિલ-એ-દિવાના ( મોહમ્મદ રફી); આજા રે, મેરે પ્યારકે રાહી, રાહ નિહારૂં બડી દેરસે (મહેન્દ્ર કપૂર, લતા મંગેશકર); હાય રે તેરે ચંચલ નૈનવા, કુછ બાત કરે રૂક જાયે (લતા મંગેશકર) અને કૈસી તૂને રીત રચી ભગવાન, પાપ કરે પાપી ભરે પુણ્યવાન (મન્ના ડે, આશા ભોસલે).
Coolone160ના Sadhana- an elegant and timeless actress  લેખમાં સાધનાની અદાકારીનાં વૈવિધ્યને ઉજાગર થતું જોવા મળે છે.
આજની આ સફરમાં આપણે બે બ્લૉગની પહેલી મુલાકાતનો લહાવો પણ માણીશું.
મુક્તાર શેખના My Vision of the Songsપરથી આપણે આ વખતે રુદાલી ફિલ્મનાં, ગુલ્ઝારે લખેલ, ભૂપેન હઝારીકાએ સવ્રબધ્ધ કરેલ, આશા ભોસલેના અવાજમાં ગવાયેલ SAMAY O DHEERE CHALOની મજા માણીશું. હવે પછીનાં સંસ્કરણોમાં આપણે અહીથી ઘણી રસપ્રદ સામગ્રી મળતી રહેશે.
બહુ સમય થી ભલે તાજી સામગ્રી ઉમેરાઇ ન હોય પણ A lovely Mohammed Rafi - Suraiya duet from Sanam (1951) and My favourite Rafi songsનાં રૂપમાં A Blog Of My Favourite Vintage Bollywood Stuff’ની મુલાકાત તો મનને તર કરી જ દે છે.
૨૦મી ઑગસ્ટ અવિનાશા વ્યાસની પુણ્યયતિથિ હતી. તે નિમિત્તે ગુજરાતીમાં અવિનાશ વ્યાસનાં હિંદી ફિલ્મ ગીતો  અને Songs of Yoreપર મહેમાન લેખના સ્વરૂપે, અંગ્રેજીમાંForgotten Composers Unforgettable Melodies (8): Avinash Vyas  લેખ કર્યા. SoY પર તો, ત્યાંનાં બહુશ્રુત સક્રિય વાચકોએ કૉમેન્ટ્સમાં પણ અવિનાશ વ્યાસનાં બીજાં અનેક યાદગાર હિંદી ગીતોને યાદ કર્યાં છે.
Songs of Yore પર ૧૯૫૩નાં શ્રેષ્ઠ ગીતો પરના શીર્ષ લેખ પર તો વાંચકોની બહુજ વિશદ, રસપ્રદ અને માહિતિસભર ચર્ચાઓ થઇ રહ્યા પછી હવે, SoYના સર્જક શ્રી'એકે'ની વિચક્ષણ સમાપનની મજા માણવાનો પ્રારંભ, Best songs of 1953: Wrap Up 1 લેખથી થઇ ચૂક્યો છે. જો કે આપણે તો એ સમીક્ષાને સર્વગ્રાહી સ્વરૂપે એક જ સંસ્કરણમાં, આ મંચ પર માણીશું.

હિંદી ફિલ્મના સુવર્ણ યુગનાં ગીતો પર તો અનેક વિધ ચર્ચાઓ થતી જ હશે.... તમે પણ એ ચર્ચાઓને ખોળી, અને આ મંચ પર રજૂ કરવામાં મદદ કરશો ને?........

No comments: