Wednesday, September 18, 2013

ચાલો આજે એક નવો પ્રયોગ કરીએ

 વૅબ પર લટાર મારતાં મારતાં "હસતાં હસતાં પેટ દુઃખી જાય તેવી પાંચ વેબસાઈટ' જેવું આકર્ષક શીર્ષક વાંચીએ એટલે એ લેખ તો વાંચવાનું મન થાય તે તો સ્વાભાવિક છે.

 આ લેખમાં The Onion (જે આમ તો રડાવે), STAGGERING BEAUTY, 9GAG, ODDEE અને COLLEGE HUMOR જેવી પાંચ સાઈટનો 'ઉત્તમ અને સાફ' હાસ્યના સ્ત્રોત તરીકે રજૂ કરે છે.

આવતા થોડા સમયમાં એક એક પછી કરીને આ સાઈટ્સનો પરિચય કરવાનો નવો પ્રયોગ કરીએ.

અરે! આટલું વાંચીને પણ હસવું આવી ગયું?

આ પ્રયોગને અંતે હસવાનું કેટલું મળશે તે તો નીવડ્યે જ વખાણ, પણ મને  (સાવ) ફુર્શતના સમયનો એક વધુ ઉપયોગ કરવાનો નુસ્ખો મળી ગયો તે તો નક્કી.

અને આ પ્રયોગનાં પરિણામો તમને કેટલું હ્સાવશે, કેટલું હસવામાં કાઢી નખાવ્શે, કે કેટલું રડાવશે, તે અ-નક્કી જરૂર છે!
Post a Comment