Monday, November 25, 2013

ગુણવત્તા સંચાલન વિષેના લેખ અને બ્લૉગ્સનો બ્લૉગૉત્સવ - નવેમ્બર, ૨૦૧૩

ગુણવત્તા સંચાલન વિષેના લેખ અને બ્લૉગ્સના બ્લૉગૉત્સવનાંનવેમ્બર, ૨૦૧૩સંસ્કરણમાં આપનું હાર્દિક સ્વાગત છે.
આજનાં આ સંસ્કરણમાં આપણને ગુણવત્તા અને સામાજીક જવાબદારી વચ્ચેના સંબંધોને લગતા રસપ્રદ બ્લૉગ્સની મુલાકાત લેવાનો મોકો મળ્યો છે.
સલાહ્કાર સેવાઓના પૂર્વનિયામક રાજ સપ્રુ, BSR Insight પરના લેખ Sutainability: What’s Quality Got to Do With It?માં જણાવે છે કે 'કૉર્પોરેટ સામાજીક જવાબદારી(CSR)'નો એક કૉર્પોરેટ કાર્યક્ષેત્ર તરીકેનો ઉદય, 'ગુણવત્તા' કરતાં તો લગભગ ત્રણ ગણા સમય બાદ થયો છે, એટલે CSR પણ એક સંચાલન કાર્યભારથી આગળ વધીને નિયામક મંડળની બેઠકોના મહત્વના વિષયથી લઈને સંકલિત મૂલ્યો તરીકે પહોંચવામાં 'ગુણવત્તા'ને જ અનુસરશે એમ કહી શકાય.  ઘણાં લોકોનું એમ પણ કહેવું છે કે CSRનું કૉર્પોરેટ કક્ષાએ ટકાઉપણું /sustainability કાર્યભારમાંથી અલગ થતું જવું એ CSRનાં મૂલ્યોમાં સંકલન થવાની સિધ્ધિનું માપ કહી શકાય. આ સંદર્ભે 'ગુણવત્તા'એ પસાર કરેલી સફરમાંથી ઘણું શીખી શકાય તેમ છે.
BSRના American Society of Quality સાથેના સહયોગમાં પ્રકાશીત થયેલા તાજેતરના અહેવાલ CSR and Quality: A Powerful and Untapped Connectionમાં CSR અને 'ગુણવત્તા'નાં જોડાણનો, તેમ જ વધારે ઘનીષ્ઠ કક્ષાએ સાથે કામ કરી શકવાની તકોનો, તલસ્પર્શી અભ્યાસ કરાયો છે.
સામાજીકપણે જવાબદાર સંસ્થાઓનું ઘડતર / Building Socially Responsible Organizations:  ASQના સામાજીક જવાબદારી પહેલ હેઠળ નવી વેબસાઈટ - http://www.thesro.org/ - વિકસાવાઇ છે.  તેનું ધ્યેયયસૂત્ર છે -"ગુણવતાના વધારે વ્યાપક ઉપયોગ અને અસર દ્વારા વિશ્વની વિવિધ જરૂરિયાતોને પહોંચી વળવું."
સમગ્ર વિશ્વમાં, ગ્રાહકો પણ વ્યાપારઉદ્યોગનાં ઉત્તરદાયીત્વ અને સામાજીક જવાબદારી વિષે વધારે ને વધારે અપેક્ષા રાખતાં અનુભવાયાં છે.  સામાજીક રીતે વધારે જવાબદારી નીભાવવા માટે લોકોએતેમ જ સંસ્થાઓએ, સામાજીક, સાંસ્કૃતિક, આર્થિક અને પર્યાવર્ણીય મુદાઓ વિષે વધારે નૈતિક અને સંવેદનશીલ સ્તરે વર્તવું પડશે.
આ ઉભરતી માંગને પહોંચી વળવા માટે 'ગુણવત્તા'ના ભાથામાં પૂરતાં સાધનો છે તેમ કહી શકાય. સામાજીકપણે જવાબદાર રીતરસમોને પધ્ધતિસરના અભિગમમાં આવરી લઈને વિશ્વની વિવિધ માંગોને પહોંચી વળવા માટે TheSROએ એક સહયોગાત્મક કાર્યમંચ છે.
ગુણવત્તા અને સામાજીક જવાબદારી વચ્ચેના સંબંધને વધારે વિગતમાં અહીં જોઇ શકાશે.
એક સંસ્થા તરીકે, Business for Social Responsibilityનું ધ્યેય સૂત્ર વ્યાપાર-ઉદ્યોગ સાથે મળીને ન્યાયી અને ટકાઉ વિશ્વ ઘડવાનું છે. તેમની કલ્પના એવાં વિશ્વની છે જ્યાં પૃથ્વીનાં કુદરતી સંસાધનોની મર્યાદામાં દરેક વ્યક્તિ સમૃધ્ધ અને સન્માનીય જીવન જીવે.
BSRના પરિવર્તનના સિધ્ધાંત અનુસાર જ્યારે વ્યાપાર, સમાજ અને સરકારનાં દરેક પાસાંનાં આગવાં કૌશલ્યો અને સાધનો એ ધ્યેય સાથે એકરૂપ થશે, ત્યારે એ ન્યાયપૂર્ણ અને ટકાઉ વિશ્વ પરિણમશે. વ્યાપાર- ઉદ્યોગની ભૂમિકા, આપણાં કુદરતી સંસાધનોની મર્યાદામાં, લોકો સાથે ઉચિતપણે પેશ આવી, વ્યક્તિની જરૂરિયાતો અને આકાંક્ષાઓને પૂરી કરે તે રીતે ઉત્પાદનો અને સેવાઓ પેદા કરવાની અને પહોંચાડવાની, તેમ જ બજારનાં અને નીતિવિષયક માળખાંને ટકાઉ ભવિષ્ય ઘડવા પ્રેરવાની છે.
મેસૅચ્યુસૅટ્સ યુનિવર્સિટીનું Lowell Centre for Sustainable Production, તેમના પ્રકલ્પો અને સહયોગીઓ દ્વારા પર્યાવરણવાદ તેમ જ વ્યાવસાયિક સ્વાસ્થ્ય અને સલામતીની નવી વ્યાખ્યા ઘડવાના લાંબા ગાળાના પડકારોને ઝીલવાની સાથે સાથે આ પરિકલ્પનાઓ, ઉત્પાદન અને વપરાશની નવી પધ્ધતિઓ કારીગરો માટે સ્વાસ્થ્યપ્રદ, પર્યાવરણની દ્રષ્ટિએ સક્ષમ, આર્થિક રીતે પોષણક્ષમ અને સામાજીક પણે જવાબદાર રહી શકે છે તેમ પણ કરી બતાવે છે.
હવે આપણે ગુણવત્તાનાં તકનીકી પાસાંઓ તરફ ફરીશું.
October 2013 issue of IRCA’નાં ઑક્ટોબર ૨૦૧૩ના INformના અંકમાંજાપાનમાં તાજેતરમાં ભરાયેલાં અધિવેશન દરમ્યાનISO 9001 માનકનાં નવાં સંસ્કરણ વિશે સાવ અણકલ્પ્યા અભિગમને રજૂ કરતાં વ્યક્તવ્યો છે અને માનકો વિશેનાં આપણાં જ્ઞાનની પરીક્ષા કરતી અનન્ય કસોટી જોવા મળશે.
તેના તકનીકી વિભાગમાં રિચર્ડ ગ્રીન ભવિષ્યનાં સંચાલન તંત્ર માનકો માટે સંક્રાંતિ પ્રશિક્ષણ માટેના સર્વસામાન્ય અભિગમને રજૂ કરે છે.
આંતરીક ઑડીટને ગુણવત્તા સુધારનાં સમૃદ્ધ સાધન તરીકે વિકસાવવાના વિષય પર ગૉટ્ટ્ફ્રીડ ગીરીત્ઝર તેમનાં Quality Digestપરનાં નિયમિત કૉલમમાં આંતરીક ઑડીટને કાર્યદક્ષતા સુધારણા સાધન તરીકે વાપરવાની ભલામણ કરે છે. વિધિપૂરઃસર પ્રશિક્ષિત 'આંતરીક ઑડીટર' બીજાંઓને સહ-ઑડીટર તરીકે પ્રશિક્ષિત કરે છે. તેમના માટે આંતરીક ઑડીટર તરીકે પ્રશિક્ષણ અને અનુભવ મેળવતાં રહેવું જરૂરી બની રહે છે. આંતરીક ઑડીટ થાય તે પહેલાં, સંચાલન તંત્રનાં માનકોના, પોતાના વિભાગને લાગુ પડતા. નિયમોનો તેમણે અભ્યાસ કરતાં રહેવું જોઈએ.
ISO 9001માં એવી ૫૧ વસ્તુઓ શોધી છે જે ગ્રાહકના સંતોષના નિયમન માટે હોવી જોઇએ કે અમલ કરાયેલી હોવી જોઇએ. આ પૈકી ૩૪ (૬૬%) તો પ્રક્રિયાઓ કે કાર્યપદ્ધતિઓ છે. કેટલાક કિસ્સાઓમાં ગુણવત્તાનાં આયામો બહુ જ સ્પષ્ટપણે દેખાઇ આવે છે, જેમ કે પ્રતિબદ્ધતા / commitment (5.1),ગ્રાહક કેન્દ્રીતા / customer focus (5.2)કાર્યક્ષમતા /competence, જાગરૂકતા /awareness (6.2.2),અનુરેખણીયતા / traceability (7.5.3)અને સાતત્ય / continuity (8.5.1). તે ઉપરાંત નિયમન /control(૬), આલેખન અને વિકાસ / design and development (૬), ગુણવત્તા /quality (૩) અને સમીક્ષા / review (૩) જેવા ચાવીરૂપ શબ્દપ્રયોગો પણ આ સંદર્ભમાં વપરાયા છે.
ISO 9001ના અમલીકરણમાં સહુથી વધારે ટાળવી જોઇએ તેવી ભૂલો / The Most Common Mistakes with ISO 9001 to Avoid, ISO 9001ના આલેખન અને અમલીકરણને બહુ જ પાયાની બાબતો વડે ફરીથી ચકાસી જાય છે. એ રીતે ગુણવત્તા સંચાલન તંત્રને સંસ્થાનાં સમગ્ર વ્યૂહાત્મક પરીપ્રેક્ષ્યમાં લાવી શકાય છે.
"EPCI પ્રકલ્પમાં સતત સુધારણા માટે THE PDCA CYCLEનો ઉપયોગ"/ APPLY THE PDCA CYCLE FOR CONTINUOUS IMPROVEMENT ON EPCI PROJECTમાં આલેખીય ચિત્રણની મદદથી પ્રકલ્પ સંચાલનનાં ક્ષેત્રમાં સતત સુધારણાને લાગુ કરવાના વિચારને સમજાવાયો છે.
The No Crisis Blogપર Jørgen Winther તેમના લેખ – ક્યાં સુધી સતત? PDCA ઘટનાક્રમ”/ How Long is “Continuous”? – On PDCAને સાંસ્કૃતિક ટેવના તેના ઉચિત પરિપ્રેક્ષ્યમાં મૂકી આપે છે. તેમનુ કહેવું છે કે સતત સુધારણાને પરાણે કરવી પડતી એક પરિયોજનાની દૃષ્ટિએ જોવાને બદલે દરરોજ કરવાની એક સ્વાભાવિક પ્રવૃત્તિ તરીકે જોવી જોઇએ.
અને હવે ફરીથી આપણે ગુણવત્તા પર વિહંગાલોકન કક્ષાના લેખો તરફ નજર કરીએ.
ગ્રેગ ગુડવીને ગુણવત્તા સંચાલન તંત્રની સંસ્કૃતિનાં ઘડતર સમયે જેના જવાબ આપવા જોઇએ એવા ત્રણ પ્રશ્નો રજૂ કર્યા છે, કારણકે કામગીરીની ઉત્કૃષ્ટતાનો ઉદાહરણીય ઢાચો બેસાડવા અને સંસ્થાનાં ચાવીરૂપ લોકો, પ્રક્રિયાઓ અને ટેક્નોલોજીનો યોગ્ય ઉપયોગ થઇ શકે તે માટે સમગ્ર સંસ્થાના સહિયારા પ્રયાસની જરૂર રહે છે.
એ ત્રણ સવાલો છે:
૧. સંસ્થામાં ગુણવતા નેતૃત્વ વિકસાવાઇ રહ્યું છે ખરું?
ઉત્તમ ગુણવત્તા સંચાલન કરતા રહેવા, અને નવીનીકરણ તેમ જ સતત સુધારણાનું વા્તાવરણ  બનાવ્યે રાખવા, માટે કૉર્પોરેટ કક્ષાનું માળખું હોવું જરૂરી છે, અને તે સાથે સ્થાનીય કક્ષાના અગ્રણીઓ પોતાના નિર્ણયો લઇ શકે તેટલી મોકળાશ પણ રાખવી જોઇએ.
૨. કોર્પોરેટ અને સ્થાનીય ગુણવત્તા સંચાલનનો યોગ્ય ગુણોત્તર શું હોવો જોઇએ?
સહુથી વધારે અસરકારક માર્ગ તો બંનેની વચ્ચેનો માર્ગ જ છે. સંસ્થાનાં ધ્યેયની પૂર્તિ સાથે જોડાયેલ હોય તેવી પ્રક્રિયાઓનાં પ્રમાણિત ધોરણ સ્થાપિત કરવાં જોઇએ. સતત સુધારણા અને સ્થાનીય નિયમનને ઉચિત કક્ષાએ લાગુ કરવાની દૃષ્ટિએ છોડી મૂકવાં જોઇએ. આમ , સમગ્ર કક્ષાની અસરકારકતાને મહત્તમ સ્તર સુધી લઇ જવાનું શક્ય બની રહેશે.
૩. ગુણવતા સંસ્કૃતિનાં ઘડતરમાં ટેક્નોલોજીનો શું ફાળો હોઇ શકે છે?
ટેક્નોલોજીની મદદથી ચડિયાતી કક્ષાનું આંકડાઓનું એકત્રીકરણ અને તેનાં વિશ્લેષણને સ્થાપિત કર્યા પછીથી પ્રત્યાયનમાં સુધારા થતા રહે અને ગુણવત્તાની આસપાસ સહકાર બની રહે તે પ્રકારનાં સંકલિત નિરાકરણો માટે ટેક્નોલોજી મહત્વનો ફાળો આપી શકે.
કૉટ્ટર ઇન્ટરનેશનલના શૌન સ્પીઅરમનને લ્યુવીસ કૅરૉલનું આ કથન બહુ જ પસંદ છે - ક્યાં જવું છે તે જો ખબર ન હોય, તો કોઇ પણ રસ્તો ત્યાં પહોચાડી દેશે. Your Company Vision: If It's Complicated, It Shouldn't Be, એ લેખમાં તો આગળ વધીને જણાવે છે કે દૂરંદેશીપણું આગળના માર્ગને સ્પષ્ટ કરવા માટે છે. અસરકારક દૂરંદેશીપણું સંસ્થાને ઝડપથી અને ચોકસાઇથી આગળ વધવામાં મદદરૂપ થાય તેવી અજવાળી લાક્ષણિકતા ધરાવે છે. સાદી ભાષામાં કહીએ તો તે જરા પણ જટિલ નથી.
Cultural Offeringપર કુર્ત જે. હાર્ડન તેમના લેખ, They don't care about you,માં કાર્યસ્થળ પર કર્મચારીઓને શીખવાડાતાં સહુથી મુશ્કેલ સેવાઓ અંગેના સિધ્ધાંતની  વાત કરે છે - તેઓને તમારી જરા પણ તમા નથી.
જો કે આમ હોવું એ સમાજમાટે કોઇ દુઃખદ વિવરણ નથી, તે તો સીધોસાદો વાણિજ્યક હિસાબ છે. આ તો મૂળભૂત માનસીકતા છે, જે માન્યામાં ન આવે તેટલી હદે મુક્તિ પ્રદાન કરનાર પરવડી શકે છે. આ સમજણથી સજ્જ થી, જો તેનો અમલ કરવામાં આવે તો, આપણી સમસ્યાઓ ઘટી શકે તેમ છે, આપણું ભારણ તો એથી પણ વધારે ઘટી શકે તેમ છે, કારણકે હવે આપણે આપણી સેવાઓ પ્રત્યે વધારે એકાગ્ર બની રહેશું. 
જો આ પાઠ શીખી લેવાય તો સફળતાના દરવાજા ખુલી જઈ શકે છે.
ફૉર્બ્સ પર Caroline Ceniza-Levine, તેમના લેખ, What Is The Better Metric: Feelings Or Numbers?.,માં ઍલ્બર્ટ આઈનસ્ટાઇનનાં આ કથનને ટાંકે છે - બધી મહત્વની બાબતોનો હિસાબ નથી હોતો, અને જે બધાંનો હિસાબ હોય છે તે તમામ મહત્વનાં નથી હોતાં. અને પછી ઉમેરે છે કે આઇનસ્ટાઈન સાવ સાચા છે. દરેક બાબત માટે કોઇ એક કોષ્ટક લાગુ ન પડી શકે. એ માટે તો આંકડાઓની ચોપાટ માંડવી પડે અને બાજી સમજવી પડે. બધી જ વાતને આંકડાઓમાં ઢાળી પણ નથી શકાતી, ન ઢાળી શકાવી જોઇએ.
વિશ્વ ગુણવત્તા માસ, ૨૦૧૩,માટેના સુઝાવો : નવેમ્બર ૨૦૧૩માં ચોથો વિશ્વ ગુણવતા માસ ઉજવાઈ રહ્યો છે. એ સમયે તેની વિશ્વ, અને જેમનાં જ્ઞાન, અનુભવ અને જોમને કારણે, જે કોઇ માંગે તેને સારી ગુણવત્તા ઉપલબ્ધ થઈ  રહી છે તેવા ગુણવત્તા વ્યાવસાયિકો, પરના પ્રભાવની સમીક્ષા કરાશે. આ કાર્યક્રમ વિષે વધારે માહિતી મેળવવા  www.worldqualitymonth.orgની મુલાકાત જરૂરથી લેજો.
આઇસોર 9001 અને અન્ય હાસ્ય દસ્તાવેજો - ગુણવતા એ ઘણો કઠોર વ્ય્વસાય છે એમ સ્વીકારીએ, તો કોઇ કોઇ વાર તેને લગતા તણાવમાંથી છૂટકારો પણ મળવો જોઇએ. ઑકસબ્રીજનાં વિના મૂલ્ય હાસ્ય દસ્તાવેજો આવે સમયે બહુ કામ આવી શકે છે.
EYESORE 9001 સહુથી પહેલી વાર ૨૦૦૪માં પ્રકાશીત થયેલ. તે પછીથી તે ૨૫૦,૦૦૦થી પણ વધારે વાર ડાઉનલૉડ કરી ચૂકાયેલ છે. તે બહુ જ પ્રસન્નચિતકારક છે અને માત્ર ISO 9001 માનક જ પર નહીં પણ તેને ઘડનારાં મશીન પર પણ તેમાં વેધક કટાક્ષ કરવામાં આવેલ છે. ISO 9001:2008 માટે સંવર્ધિત કરાયા પછી પણ તે અહીંથી વિના મૂલ્ય ડાઉનલૉડ કરી શકાય છે.
DUMBAS9100, તે જ રીતે, અવકાશ ઉદ્યોગનાં માનક AS9100ની વક્રોક્તિને સહારે, ઉડ્ડયન, અવકાશ અને સુરક્ષા ઉદ્યોગોને ઠેબે ચડાવે છે. તેમાં વપરાયેલી ભાષા થોડી પુખ્ત વયની હોઇ,પ્રબુદ્ધ વાંચકો તેને અહીથી ડાઉનલૉડ કરી શકશે.
હવે આપણે ASQ Videosની નિયમિત મુલાકાત લઈએ. સહુ પહેલાં 2013 World Quality Month,  અને તેની સાથે "World Quality Month" શબ્દ વાળા વીડીયો જોઈશું
 ASQ TV Episode 10: Teamwork : કોઇ પણ ટીમ સફળતાપૂર્વક શી રીતે કામ કરી શકે, પ્તાનાં ધ્યેય સિદ્ધ કરી શકે અને પરિણામો હાંસિલ કરી શકે તે અહીં જોઇ શકાય છે.
આ સંસ્કરણમાં આપણે  ASQ's Influential Voicesના જોહ્‍ન ઝ્રીમિયાકની મુલાકાત કરીશું.
 “ડેનીયલ જોહ્‍ન ઝ્રીમીયાક સરે, બ્રીટીશ કોલંબીયા, કેનેડાના રહેવાસી છે. છેલ્લે એકસેનચ્યરમાં એકત્રીકરણ અગ્રણી તરીકે કાર્યરત એવા ઝ્રીમીયાક બે દાયકાથી વધારે સમયથી ગુણવતા ક્ષેત્રે સક્રિય છે. ASQમાં તેઓ ક્વૉલિટી પ્રેસના લેખક અને સમીક્ષક, ફીનાન્સ અને ગવર્નન્સ - ક્વૉલિટી મૅનેજેમૅન્ટ ડીવીઝન - ટેક્નીકલ સમિતિના અગ્રણી સભ્ય છે. તેઓ AQualitEvolution બ્લૉગ પર પણ સક્રિય છે.
ગુણવત્તાના સંદર્ભમાં મને જેટલા સવાલ થાય છે તેટલા જ જવાબ પણ મળી રહે છે. એ વિનિમય દ્વારા હું સમાનાર્થી વિચારધારાવાળાં લોકોનો સમુદાયની રચના કરી આપણા વ્યવસાયની પ્રસ્તુતિ પ્રસ્થાપિત કરવા અને ટકાવી રાખવા, તેમ જ આપણા આદર્શોની ખોજ કરતાં કરતાં મોટી ખોજની શોધનાં સ્વરૂપે સેવા કરવા માગું છું."
૨૧મી સદીમાંના ગુણવતા વ્યવસાયના વિકાસમાં ભાગીદાર તરીકેના અનુભવો અભિપ્રાયોને વાચા આપવાનો A QualitEvolutionનો આશય છે. કૉર્પોરેટ ઔદ્યોગીકી આંકડાશાસ્ત્રી તરીકેની શરૂઆતથી માંડીને આજે આપણો વ્યવસાય આધુનિક અસ્તિતવની માંગ અને અપેક્ષાઓને આવરીને અનુકુલન સુધીની કક્ષાએ પહોંચી ચૂકેલ છે.
A QualitEvolution નાં કાર્યક્ષેત્રમાં ગુણવત્તા, વ્યાપાર પરિવર્તન, સંચાલન વિજ્ઞાન અને એવી બધી બાબતોને દૂર દૂર સુધી આવરી લીધેલ છે..
હંમેશની જેમ આ સંસ્કરણની સમાપ્તિ, જોહ્‍ન હંટરના Management Improvement Carnival # 201ની મુલાકાતથી કરીશું.
આ બ્લૉગોત્સવ દરેક સંસ્કરણમાં ગુણવતા વિષયનાં બધાં જ પાસાંને ન્યાય કરી ન શકે તે તો સ્વાભાવિક ગણી શકાય. અને તેથી જ તેને વધારે સમૃધ્ધ અને પ્રસ્તુત કરવા માટે આપનાં સુચનો અને ટીપ્પણીઓ આવકાર્ય છે............

No comments: