Friday, February 28, 2014

હિંદી ચિત્રપટ સંગીતના સુવર્ણ યુગથી સંકળાયેલાં બ્લૉગવિશ્વનો બ્લૉગૉત્સવ - ૨/૨૦૧૪


હિંદી ચિત્રપટ સંગીતના સુવર્ણ યુગથી સંકળાયેલાં બ્લૉગવિશ્વ -  ' ૨ /૨૦૧૪' બ્લૉગૉત્સવ સંસ્કરણમાં આપનું સ્વાગત છે.

આ મહિનાનાં બ્લૉગોત્સવ સંસ્કરણની શરૂઆત આપણે Conversations Over Chai પર મુકેશ પરની સળંગ ત્રણ પૉસ્ટથી કરીશું.
  • The Legends: Mukeshમાં મુકેશે રાજ કપુર સિવાય અન્ય અદાકારો માટે ગાયેલાં ગીતો પૈકી પોતાણિ પસંદગીનાં એકલ ગીતો રજૂ કરાયાં છે.રાજ કપુર ઉપરાંત પણ મુકેશ કેટલા સફળ પાર્શ્વગાયક હતા તેની સાક્ષી આ ગીતો પૂરાવે છે.
  • The Legends: Mukesh - Part 2- માં પસંદ બહુ બદલતી રહે તેથી 'હાલ પૂરતાં' પસંદ એવાં મુકેશનાં અન્ય પાર્શ્વગાયકો સાથેનાં યુગલ ગીતોની વૈવિધ્યસભર રજૂઆત સાંભળવા મળે છે.
  • My Favourites: Mukesh Sings For Raj Kapoorમાં રાજ કપુર પર ફિલ્માવાયેલાં - તેનાં અદાકાર અને ગાયક,તેનો દેહ તેનો આત્મા, તેનો ચહેરો તેનો અવાજ - સ્વરૂપ ગીતોમાંથી ચુંટેલાં ગીતોની યાદ તાજી થાય છે.
આ ત્રણ લેખોને કારણે, આપણે જે બ્લૉગ્સની નિયમિત મુલાકાત લઇએ છીએ, તેમના પર મુકેશ વિષે થયેલા આ પહેલાંના લેખો પર નજર કરવાનો વિચાર આવ્યો: 
  • Songs of Yore પણ મુકેશ પર ત્રણ પૉસ્ટ થયેલ છે:
My favourite happy songs of Mukesh માં મુકેશની છાપેલાં કાટલાં જેવી, કરૂણ ગીતોના ગાયકની છબીથી અલગ ભાત પાડતાં રજૂ કરતાં ગીત રજૂ થયાં છે.
Mukesh’s best happy duets માં રજૂ થયેલાં યુગલ ગીતો "ચુલબલાં ગીતો યુગલ ગીતમાં હજૂ વધારે ચુલબુલાં બને છે, તેમાં પણ જ્યારે પુરૂષ પાર્શ્વગાયકની સ્વાભાવિક પસંદ ધીમાં, લાગણીશીલ, દીલ ભરી દેતાં ગીતો ગાવાની હોય" એ પ્રકલ્પનાને પુરવાર કરે છે.
Mukesh and his romance with ‘Dil’- મુકેશ અને 'દિલ'ને એક બહુ ખાસ સંબંધ છે. તેમનાં શારીરીક દિલ વિશાળતા અને માનસીક દિલની રોમાંચકતાની દૄષ્ટિએ જ નહીં -'દિલ'ની ભાવના સાક્ષાત કરતાં ગીતોના દિલથી ઉઠતા ભાવ દ્વારા એ સંબંધની ખુબી અહીં રજૂ થઈ છે.
૨૦૧૪ના પહેલા જ દિવસથી શરૂ કરેલ  કેડી પર Songs of Yore  હજૂ એટલી જ રસપ્રદ પોસ્ટ પીરસે છે :
Door Papiha Bola: Suraiya by Anil Biswasમાં અનિલ બિશ્વાસનાં નિદર્શનમાં સુરૈયાનાં ગીતોની લ્હાણ તો છે જ, પરંતુ સાથે સાથે એ યુગનાં બે બહુ જ નામી કલાકારોનાં જોડાણની બહુ જ આગવી રજૂઆત પણ અહીં છે. સુરૈયાનાં નૌશાદ, ગુલામ મોહમ્મદ કે હુશ્નલાલ ભગતરામ જેવા સંગીતકારોમાટેનાં ગીતો કે અનિલ બિશ્વાસનાં લતા મંગેશકર કે મીના કપુર જેવાં સ્ત્રી પાર્શ્વગાયકોસાથેનાં ગીતોની સરખામણીમાં સુરૈયા - અનિલ બિશ્વાસનૂ સહયોગદાન જરા પણ ઓછું મહત્વનું નહોતું એ વાત અહીં સુનિશ્વિત બને છે. 
Songs of Atariya- બેગમ અખ્તરની જન્મશતાબ્દીનાં વર્ષમાં તેમને  યાદાંજલિ આપવાની સાથે અટારી જેવા અનોખા વિષયને આવરી લેતાં ગીતો અહીં રજૂ થયાં છે.
સુરૈયા પણ અલગ અલગ બ્લૉગ્સ પર બહુ મહત્વપૂર્ણ પૉસ્ટ ભૂતકાળમાં થઇ છે. તે પૈકી કેટલીક પૉસ્ટની મુલાકાત કરીએ :
  • Nivedita Ramakrishnanએ ઇન્ડીયા અબ્રૉડ માટે માર્ચ ૨૦૦૪માં સુરૈયાનાં અવસાન પ્રસંગે One day I discovered Suraiya લેખ કર્યો હતો.  Cinema Corridor પર તેઓએ એ લેખ સુરૈયાની નવમી અવસાન તિથિની યાદમાં રજૂ કર્યો છે.
  •  Cineplot પર Suraiya (1929-2004)પર કરાયેલી એક ટુંકી નોંધ છે, જેમાં તેમનાં અલગ અલગ સંગીતકાર સાથેનાં ગીતોને યાદ કર્યાં છે.
  • indiavideodotorg100 years of Bollywoodનાં ૯૫મા વૃતાંતમાં સુરૈયા - તલત મહમુદની યાદને ફિલ્મ Waris (1954)ને યાદ કરી તાજી કરી છે.
  • Anmol Fankar’ના  Suraiya on LP Recordsમાં યાદ કરાયેલ સુરૈયાની રેકર્ડ્સ આ શ્રેણીના લેખકના ૧૯૭૦-૯૦ના દાયકાના આ બધી રેકર્ડ્સ ખરીદવાના શોખને યાદ કરાવી આપે છે. તેમની પાસે પણ આ રેકર્ડ્સ છે, જે તેમણે તેમના મિત્રોની સાથે અનેક વાર સાંભળી અને માણી છે.
Happy Birthday, Cuckoo Moray!માં Dances on Footpath ૧૯૫૦ના દાયકાની બહુ જ પ્રસિધ્ધ નૃત્યકલાકાર કકુના જન્મદિવસ નિમિત્તે તેનાં નૃત્ય ગીતોને,  યાદ કરે છે. આ તેમની આ વિષય પરની ત્રીજી પૉસ્ટ છે. ૨૦૧૧માં પણ તેમણે આટલી જ રસાળ અને ૨૦૧૩માં મીર્ઝા સાહિબાનનાં ગીતોમાં તેમના અછડતા ઉલ્લેખવાળી પૉસ્ટ કરી છે.
Conversations Over Chai હિંદી ફિલ્મોના સુવર્ણકાળની તેમની એક બહુ જ પસંદ, નમણી, અને અદાકારીમાં પણ નીવડેલ એવી સાધનાની દસ ભૂમિકાઓને The Divas: Sadhanaમાં એટલી જ નમણાશ અને સુંદરતાથી રજૂ કરે છે.

અહીં આગળ વાત કરી છે તે Songs of Yoreપરના સુરૈયા-અનિલ બિશ્વાસ પરના લેખની ચર્ચામાં બહુ જ નવો વળાંક મળે તેવાં વાચક - હિંદી સાહિત્ય જગતના ખ્યાતનામ કવિ અને ફિલ્મોમાં આગવી કેડી કોતરનારા ગીતકાર, પંડિત નરેન્દ્ર શર્માનાં પુત્રી લાવણ્ય શાહ - જોડાયાં. તેમણે હિંદી ફિલ્મ ગીતોમાં સીમા ચિહ્ન સ્વરૂપ ગીત - જ્યોતિ કલશ છલકે - પર એક પુત્રીની યાદ તાજી કરતો લેખ  કર્યો છે. મૂળ લેખ પરની ચર્ચામાં આપણને પંડિત નરેન્દ્ર શર્મા વિષે એક સરસ લેખ -Life and Career of Pandit Narendra Sharma- ની લિંક પણ મળેલ છે.

વેલેન્ટાઇન દિવસને સામાન્ય રીતે કે કારણોથી યાદ કરાતો હોય છે તેવાં કારણોથી નહીં જ એવી ભારપૂર્વકની ચોખવટવાળા બે લેખ પ્રેમના રોમાંચની (આગવી) રજૂઆત કરે છે: 
  • Dusted Offના લેખ Songs of romantic love – in ten moodsમાં પ્રેમીની યાદમાં જ ગવાતાં કે બે પ્રેમી પંખીડાં બાગ બગીચામાં પ્રેમનો એકરાર કરતાં હોય એવાં જ ગીતો   માત્ર નહીં, પણ   અલગ અલગ સ્વરૂપ, શૈલી, ઢાળ અને રંગને રજૂ કરતાં ગીતોની વાત છે. અહીં માતાના કે પિતાના કે દેશમાટેના કે ઇશ્વર પ્રત્યેનાં પ્રેમની વાત નથી કરી.બધાં જ ગીતો ૧૯૭૦ના દાયકા પહેલાંનાં છે, જેમાં બે પ્રેમીઓના રોમાંસનાં અલગ અલગ રૂપ ની રજૂઆત છે.
  • તો વળી Conversations over Chai કેટલાંક સુંદર ગીતો વડે રોમાંસને જીવંત રાખે છે. જો "પ્રેમ" હોય તો તે  My Favourites : Love Songsમાં રજૂઆત પામેલાં ગીતોની જેમ આપણને રોમાંસની તાજગીથી તરબોળ કરી મૂકે એવો હોવો જોઇએ.
આ મહિનાનાં આ સંસ્કરણમાં મોહમ્મદ રફીની યાદ  તાજી રાખવા આપણે 
                                                                                                         ની મુલાકાત લઇશું.
Meri Awaz Suno (www.mohdrafi.com)  પરના ડૉ.સૌવિક ચેટર્જી, તેમના લેખRafi and Madanmohan combination created artistic songs, માં મોહમ્મદ રફી અને મદન મોહનની જોડીએ રજૂ કરેલી યાદગાર ગઝલોને યાદ કરે છે..

હિંદી ફિલ્મોના સુવર્ણકાળનાં ગીતોની આ સફરને હજૂ વધારે યાદગાર બનાવવામાં આપ સહુના સંગાથની અપેક્ષા સહ....

No comments: