Thursday, March 27, 2014

ગુણવત્તા સંચાલન વિષેના લેખ અને બ્લૉગ્સનો બ્લૉગોત્સવ - માર્ચ, ૨૦૧૪

ગુણવત્તા સંચાલન વિષેના લેખ અને બ્લૉગ્સના બ્લૉગોત્સવનાં માર્ચ, ૨૦૧૪ સંસ્કરણમાં આપનું હાર્દિક સ્વાગત છે.

આ મહિનાનાં આ સંસ્કરણ માટે વિગતે ચર્ચા કરવા માટે આપણે બિન સંવદિતા / બિન અનુપાલનનો વિષય પસંદ કરેલ છે.ગુણવત્તા વ્યવસાય કે કાર્યક્ષેત્ર માટે આ આમ તો બહુ જ વપરાતા શબ્દો છે. આ બંને બાબત વિષેના અભિગમ (કે દૃષ્ટિકોણ)ને કારણે આ વ્યવસાય તેમ જ કાર્યક્ષેત્રને એક અનોખી દિશા મળતી રહી છે, તેમજ તેને કારણે ગુણવત્તા કાર્યપધ્ધતિઓને પણ અલગ અલગ સ્તર મળતાં જોવા મળે છે. સામાન્યતઃ ગુણવત્તા વ્યાવસાયીઓ માટે આ બંનેના અર્થમાં બહુ ફરક નથી રહેતો. પરંતુ આ બંને શબ્દોનો બહુ જ જીણવટપૂર્વક અભ્યાસ કરાય, તો રોજબરોજના વપરાશ કે વ્યાવહારીક સ્તરે નહીં, પણ બંને શબ્દનાં હાર્દ અને તેમાં રહેલી ભાવનામાં સુક્ષ્મ તફાવત જરૂર જોઇ શકાશે.

આપણે આ મંચ પર શબ્દો અર્થની સંશોધાત્મક ચર્ચા તો નહીં કરી શકીએ, એટલે બિન-સંવાદિતા તેમ જ બિન અનુપાલન અને તેમનાં વિરોધાર્થી ગણી શકાય તેવા અનુક્રમે સંવાદિતા અને અનુપાલન વિષે કેટલાક રસપ્રદ અને માહિતિપ્રદ લેખો હવે પછીના મહિનાઓમાં અલગ અલગ સંસ્કરણોમાં જોશું. આ પ્રકારની તાત્વિક ચર્ચા પછીનાં સંસ્કરણોમાં આપણે તેમને ગુણવત્તા વ્યવસાય અને કાર્યક્ષેત્રના સંદર્ભમાં પણ અલગથી જોશું.

આ મહિને આપણે આપણું ધ્યાન બિન સંવાદિતા પર કેન્દ્રીત કરીશું.ધર્મ, લિંગ વૈવિધ્ય, માનસશાસ્ત્ર કે સામાજીક શાસ્ત્ર કે ઇતિહાસ જેવા અલગ અલગ અભ્યાસના સંદર્ભમાં બિન સંવાદિતાના અર્થના જુદા જુદા રૂપરંગ જોવા મળશે. આપણે આપણી ચર્ચા બિનસંવાદિતાના બહુ જ સર્વપ્રચલિત અર્થમાં કરીશું.સહુથી પહેલાં તો આપણે શબ્દકોશ તરફ નજર કરીએ.
  • ગુજરાતી લેક્ષીકોન પર Nonconformityનો ગુજરાતી અનુવાદ " પ્રસ્થાપિત ધર્મસંઘ(ચર્ચ)ના સિદ્ધાંતો કે આચારથી જુદો પડનાર, પ્રસ્થાપિત ધર્મસંઘના સિદ્ધાંતો કે આચારનો વિરોધ કરનાર, પ્રચલિત સિદ્ધાંતથી જુદો પડનાર " એમ આપેલો છે. અહીં અર્થનો ભાર તેના સહુથી વધારે જુના કહી શકાય તેવા પ્રચલિત એવા ધર્મના સંદર્ભનો અર્થ જોવા મળે છે. 
ગુગલ ટ્રાંસલેટ પર તેનો હિંદીમાં અનુવાદ જોઇએ તો "અવજ્ઞા" પણ એક અર્થ જોવા મળે છે.
ફરીથી ગુજરાતી લેક્ષીકોન પર 'અવજ્ઞા'ના સમાનાર્થી પ્રયોગોની શોધ કરતાં " અવગણના, તિરસ્કાર, માનભંગ, અપમાન, આજ્ઞાંકિતપણાનો અભાવ" જેવા પ્રયોગો નજરે ચડે છે.ગુજરાતી શબ્દકોશ ઉપરાંત અંગ્રેજી ભાષામાં પણ નીચે પ્રમાણે
          સમાનાર્થી
denial | disaffection | disagreement | disapprobation | disapproval | discordance | disobedience | dissent s| eccentricity s| exception | heresyta| | | heterodoxytar | iconoclasmta | insubordination| lawlessnessar| | negationta| | nonacceptance s| | noncompliance | objection | opposition | originality | recalcitrance| | recusancy | rejectionar | strangeness |r| unconventionality | uniqueness | unorthodoxy | unruliness | vetor | violation | contumaciousness | |mutinousness | nonagreementar | nonconsent |tar| recusancear
         અને વિરોધાર્થી
acceptance | agreement | allowance | approval |concurrence | endorsement | harmony |normality | obedience |observance | orthodoxy | peace | permission |ratification | sanction | usualness 
                                          શબ્દો જોવા મળે છે.
  • ક્રીસ ગ્યુલ્લેબૌએ તો તેમના, બહુ જ અનોખા, બ્લૉગનું શીર્ષક જ The art of Non-conformity રાખેલ છે.
પરંપરાગત માન્યતાઓ સામેની લડાઇમાં આપણે જીવન, આપણું કામ અને સફરની ત્રણ બીનપરંપરાગત વ્યૂહરચનાઓ પર ધ્યાન કેન્દ્રીત કરીએ છીએ. 'અવજ્ઞા'ની મારી વ્યાખ્યા છે - વિચારો કે માન્યતાઓમાં રૂઢીચુસ્તતા ન હોવી કે સ્વીકૃત પ્રણાલિકાઓ, દૃષ્ટિકોણો કે મંતવ્યોની સ્વિકૃતિમાટે ઇનકાર.
તેમના બ્લૉગ પર Non-conformity વિભાગમાંના બે લેખ ધ્યાન ખેંચે છેઃ
ભૂતકાળ વધારે સારો નહોતો, એને બદલે વર્તમાન પસંદ કરીએ \The Past wasn’t Better, Choose the Present Instead“તે સમયે લાગે તેના કરતાં પાછળ ફરીને જોતી વખતે ભૂતકાળ વધારે સારો જ લાગે છે. અને ભવિષ્યમાં દેખાય તેના કરતાં વર્તમાન કદાપિ વધારે સારો નથી દેખાતો. - પીટર બેન્શ્લી
કેદમાં \ In Limbo- બે પડની વચ્ચે ફસાઇ પડવું એ હંમેશાં કઠીન પરિસ્થિતિ છે. આગળ ઉજ્જવળ ભવિષ્ય છે ! તેનું સ્પષ્ટ ચિત્ર દેખાય છે, પરંતુ નજદીકનાં અંતરે હાથવેંત નથી જણાતું.બીજા શબ્દોમાં કહીએ તો, જેટલું કલ્પ્યું હતું તેના કરતાં થોડું ઓછું સ્વીકારી લેવું. પણ એમ શા માટે કરવું પડે?

શક્યતાઓ તો એ જ છે કે, ખરા અર્થમાં એક જ વિકલ્પ છે: કામ કરતાં રહેવું. ટીક ટૉક. એક એક કરીને એક પછી એક કામ નીપટાવતાં જવું.
બે ડગલાં આગળ, એક કદમ પાછળ.....
તર્કસંગત નિર્ણય  લેવાની દૄષ્ટિએ સંવાદિતા અને બિન સંવાદીતા વચ્ચે બહુ પાતળી ભેદરેખા છે. ભેદ કદાચ બહુ સ્પષ્ટ દેખાતો તો હોય તો પણ મોટા ભાગનાં લોકોને જાણ હોય છે તેના કરતાં આ તફાવત ઘણો જટિલ છે. કેમ? કારણ કે સંવાદિતા કે બિન સંવાદીતાની ચોક્કસ માપણી તો વ્યક્તિની તે વિષયની ખરી સમજ પર જ આધારીત છે. 
પરંપરાગત ધર્મો છુંદણાંનો વિરોધ ઉપરછલ્લી વિચારસરણીની દૃષ્ટિથી કરે છે - પછી સપાટી પર ભલે કંઇ પણ હોય !
માનવીય મનને બહુ સહેલાઇથી યોજનાબદ્ધ કરી શકાય છે, અને એક વાર તેનાં પ્રબુદ્ધ મનને શું કરવું તેનાં સુચન કરી દેવામાં આવે તો તે પછી માનવ વર્તણૂક મહદ્‍ અંશે સ્વાયત્ત બની રહે છે. મૂળભૂત રીતે, લોકો તેમની આસપાસના વિચારો, વાતાવરણ કે વર્તણૂકોને અનુરૂપ બની રહેતાં હોય છે, કમ સે કમ ટકી રહેવા માટે કે બંધબેસતાં થઇ રહેવા પૂરતાં. જો કોઇ વ્યક્તિ તેનાં મનની વિચારશક્તિ અને તેમની પોતાની વર્તણૂક પર કાબુ ન કરે તો લોકો બીજાં જે કંઈ કરતાં હોયે તેનું અનુસરણ કરવાથી સંતોષ માની લે છે, પછી ભલે કંઇ સ્વ-નાશ પણ પરિણમે.
કોઇ ચોક્કસ ક્રમમાં નહીં પણ આપણે આપણી આસપાસ સ્વનાશનાં ઢાંચાનું જે વિશ્વ ખડું કરીએ છીએ તેમાં બિન સંવાદિતા આચરવા માટે પાંચ મહત્વના માર્ગ નીચે વર્ણવેલ છેઃ
નાણાંકીય બિન સંવાદિતા – માનવ જાત ભ્રષ્ટ અને ફુગાવાજન્ય નાણાંકીય વ્યવસ્થાની ગુલામ બની રહેલ છે. આ સ્થિતિની સામે સંતુલન જાળવવા માટે, રૂપિયા પૈસા કે ધીરાણ વ્યવસ્થાનો ટેકો લીધા સિવાય જીવવાનો કોઇ પણ યત્ન, ધરાર બિન સંવાદિતાનું જ કામ કહી શકાય.
ભૌતિકવાદી અને મનોરંજન પ્રેરીત જીવનશૈલીનો ત્યાગ – આજના જમાનામાં પોતાની જરૂરીયાતો બાબતે બહુ જ વાસ્તવવાદી થવું અને "વસ્તુઓ'નો શક્ય તેટલો ઉપભોગ કરવાથી પણ બિન -રૂઢીવાદી અનુયાયી તરીકે અલગ તરી રહી શકાય છે.
આરોગ્ય વિદ્રોહ - ખાવા પીવા પર નિયમન, ગમે તેવી કસરતો ખોળી કાઢવી અને જ્યારે શક્ય હોય ત્યારે સાજા નરવા રહેવાના વૈકલ્પિક, બિન-ઔષધીય ઉપાયો અજમાવવા માત્રથી આરોગ્ય વિદ્રોહી બની જવું શક્ય છે.
પુનઃ શિક્ષણ – આપણું ભવિષ્ય આજના યુવાની ગુણવત્તામાં નજરે ચડે છે - કમનસીબે, વર્તમાન યુવા યુગનાં ગુણવત્તાપૂર્ણ ઘડતરમાટે હાલમાં ઉપયોગમાં લેવાતાં ઘણાં પગલાં ઉણાં પડતાં જણાય છે.આપણાં બાળકોને ભવિષ્ય માટેનાં એક નવાં જ દર્શન તરફ વાળવા માટે શિક્ષણના નવા નવા પ્રયોગો થતા રહે તે બહુ જ પ્રેરણાદાયી બિન સંવાદીતા બની રહી શકે છે.
અનુભવ-આધારીત આધ્યાત્મિકતા – પ્રચલિત માન્યતાઓથી ચાતરીને ચાલનાર આજની વ્યક્તિ, માનવતાના પવિત્ર હિસ્સાઓ સાથે જોડાણ સાધવામાં મદદરૂપ થાય તેવી સૂઝ વડે, સીધા અનુભવો તરફ દોરી જતા વ્યવહારો અને માન્યતાઓને ખોળતી રહે છે, જે આજની ભાગદોડમાં ધક્કે ચડી ગયેલ જણાય છે.કોઇ પણ ધર્મ કે ફિલસૂફી વડે આંતરીક શાંતિને ખોળી કાઢવી તે દુનિયાને સામુહીક ભયના ઓથારની ઝેરી અસરોમાંથી મુકત કરવા માટે મહત્વની બની રહે છે.
આ વિષય પર લખાયેલ આ પહેલા કે આટલા જ કે છેલ્લા શબ્દો નથી તે એ તો નિર્વિવાદ વાત છે ! અહીં રજૂ કારાયેલ સામગ્રીથી વધારે રસદાયક અને માહિતીપ્રદ સામ ગ્રી પણ હશે જે આ વિષયની હજૂ વધારે સર્વગ્રાહી સમજ પૂરી પાડી શકે. બિન સંવાદિતા વિષે આપણે શું શું નથી જાણતાં તે બાબતે જેટલું વધારે જાણતાં જશું તેમ તેમ એ જ્ઞાન અને અનુભવોને બિનસંવાદિતાના રચનાત્મક, સકારાત્મક અને ઉત્પાદક પ્રયોગોનાં આવરણો આપણી સામે ખુલતાં રહેશે, જેના વડે વર્તમાન અને ભાવિ જરૂરીયાતો માટે જરૂરી એવી સતત સુધારણા શકય બની શકે.
આપણે હવે આપણા નિયમિત વિભાગો તરફ વળીએ,
આ માસનાં સંસ્કરણમાં આપણે એક ગુણવત્તાનાં ક્ષેત્ર સાથે સંકળાયેલ, અને ભારતમાં મીકેનીકલ એન્જીનીયરીંગમાં ઇમ્પૅક્ટ ટેસ્ટીંગ સાથે સંકળાયેલ વ્યાવસાયિકોને જેની સાથે નિયમિતપણે કામ પડતું રહી શકે છે તેવી, સંસ્થા National Institute of Science and Technologyનો અહીં પરિચય કરીશું.
National Institute of Science and Technology [NIST]એ અમેરિકાની સહુથી જુની ભૌતિક વિજ્ઞાન ક્ષેત્રની પ્રયોગશાળાઓમાંની એક સંસ્થા છે.અમેરિકન ઉદ્યોગોની ઇંગ્લેંડ, જર્મની, અને અન્ય આર્થીક હરીફ રાષ્ટ્રોનાં માપણી અંગેનાં આંતરમાળખાંકીય ક્ષમતાની સામે ઔદ્યોગિક સરસાઇમાં તે સમયની મસ મોટી અડચણ દૂર કરવાનનો તેનો મૂળ આશય હતો. આજે,NISTની માપણીઓ એક માનવા વાળમાં હજારો સમાઇ જેવાં સૂક્ષ્મ સાધનોને લગતી નૅનોટેક્નોલોજીથી માંડીને ધરતીકંપ-પ્રતિરોધક બહુમાળી મકાનો કે હાથીકાય જેટ વિમાનો કે વૈશ્વિક પ્રત્યાયન માળખાંઓ જેવી સહુથી મોટી અને જટીલ માનવ સર્જીત રચનાઓને આવરી રહેલ છે.NIST વેબ સાઈટનિ વિગતે પરિચય કરવા માટે સંશોધન વિષયો, પરિયોજનાઓ, ઉત્પાદન અને સેવાઓની કક્કાવારી મુજબની A-Z subject indexની મદદ લઇ શકાય છે.
ASQ TVનું આ માસનું વૃતાંત છે Culture of Quality:
ગુણવત્તાનું બહુ જ મહત્વનું ચાલક બળ સંસ્કૃતિ છે. ગુણવત્તા સમુદાયમાં ગુણવત્તા સંસ્કૃતિનું ઘડતર અને તેને ટકાવી રાખવાની ચર્ચાઓ વ્યાપકપણે થતી જ રહે છે. આ વૃતાંતમાં ગુણવત્તા સંસ્કૃતિ સંસ્થાની કામગીરીમાં કઇ રીતે યોગદાન આપી શકે છે તેની વાત છે. વળી એમ પણ જોવા મળશે જે ગુણવત્તા અગ્રણીઓ સંસ્થાની સંસ્કૃતિને પોતાના હાથોમાં લેવા માટે શું શું કરી શકે છે. તે ઉપરાંત, આ વૃતાંતમાં ગુણવત્તા એન્જીનીયર્સ અને તેમનાં મહાનાયક મોભાની પણ ચર્ચા કરાઇ છે.
આની સાથે સંલગ્ન વીડિયો - Driving Culture of Quality - તેમાં વધુ રસપ્રદ માહિતી ઉમેરે છે.
અલગ અલગ સંસ્થાઓ માટે ગુણવત્તાની સંસ્કૃતિ અલગ અલગ અર્થ સારે છે. ગુણવત્તા સંસ્કૃતિ પોતાની સંસ્થામાં શું અર્થ ધરાવે છે તે જાણવું એ સુધારણાની સફરનું પહેલું સોપાન છે.
આ માસના ASQ’s Influential Voice છે - John Hunter
આ બ્લોગોત્સવનાં વાંચકો જોહ્ન હંટરના બ્લૉગ પર નિયમિતપણ સંકલિત થતા અને આપણા બ્લૉગોત્સવના પણ અંતના નિયમિત છડીદાર એવા the Management Improvement Carnivalથી તો પરિચિત છે જ.
જોહ્ન હંટર ઓનલાઇન ગુણવત્તા માહિતી સંચાલનના ક્ષેત્રે કાર્યરત રહેલ છે. સેક્રેટરી ઑફ ડીફેન્સ અને વ્હાઈટ હાઉસ મિલીટરી અકાદમીનાં કાર્યાલયોમાં તેમણે ગુણવત્તા સુધારણા પધ્ધતિ અને સૉફ્ટ્વેરના વિકાસ બાબતે કામ કરેલું છે. તેઓ Curious Cat Management Blogના સર્જક છે.
જોહ્ન હંટર તેમના બ્લૉગ પર, તેમનાં બ્લૉગનાં શિર્ષકને અનુરૂપ, સંચાલન સુધારણા વિષે લખે છે. તેમના વિષયોમાં ડેમીંગ, લીન વિચારસરણી, નવીનીકરણ, ગ્રાહક કેન્દી અભિગમ,સતત સુધારણા, સીક્ષ સીગ્મા જેવા વૈવિધ્યપુર્ણ વિષયો જોવા મળે છે. શરૂઆતમાં આ બ્લોગ પર તેઓ નિવેશ, આર્થીક આંકડા, વિજ્ઞાન, એન્જીનીયરીંગ અને સફર જેવા વિષયો પર પણ લખતા હતા. પણ પછીથી તેમણે ત્રણ અલગ બ્લૉગ્સ - Curious Cat Investment and Economics Blog, Curious Cat Science and Engineering Blog, Curious Cat Travel Photos blog - બનાવી લીધા છે.
આ મહિને આપણે તેમની પૉસ્ટ Poor Results Should be Addressed by Improving the System Not Blaming Individualsની મુલાકાત લઇશું.
“મારા અનુભવના આધાર પર સુધારણાને લગતી સમસ્યાઓ અને સંભાવનાઓનું વર્ગીકરણ કરાય તો ૯૪% (મૅનેજમૅન્ટની જવાબદારી છે તેવી)તંત્ર વ્યવસ્થાને લગતી અને ૬ % ખાસ પ્રકારની , એ મુજબનું વર્ગીકરણ જોવા મળે તેમ માનું છું.” - W. Edwards Demingનાં પુસ્તક Out of the Crisis નું પાન ૩૧૫
આપ સહુનાં, બિન-સંવાદિતાની સકારાત્મક રચનાત્મકતા સભર, મૂલ્યવાન સૂચનોની અપેક્ષા સહ...

No comments: