Saturday, August 30, 2014

હિંદી ફિલ્મ સંગીતનાં અનોખાં ભાઇ-બહેન : અનિલ બિશ્વાસનાં સંગીત નિર્દેશન હેઠળ પારૂલ ઘોષનાં ગીતો

અનિલ બિશ્વાસ જન્મ શતાબ્દી વર્ષમાં - પારૂલ ઘોષનો સ્વર, અનિલદાનાં સંગીતમાં
clip_image001પારૂલ ઘોષનો જન્મ સંગીતપ્રેમી માતાની કૂખે, અનિલ બિશ્વાસના જન્મ પછી બે વર્ષે, ૧૯૧૬માં, થયો હતો. અનિલ બિશ્વાસે જે રીતે ફિલ્મ સંગીત પર એક અમીટ છાપ છોડી, એ દૃષ્ટિએ એમ કહી શકાય કે બંને ભાઇ બહેનને સંગીતના સંસ્કાર તો ગળથૂથીમાંથી જ મળ્યા હતા. વિખ્યાત વાંસળીવાદક પન્નાલાલ ઘોષ સાથે લગ્ન થવાને કારણે સંગીત સાથેનો તેમનો નાતો લગ્ન પછી પણ ચાલુ રહ્યો.
કલકત્તાનાં ન્યુ થીયેટર્સ દ્વારા તેમનો ફિલ્મ જગતમાં પ્રવેશ થયો. 'ધુપ છાંવ (૧૯૩૫)નાં રાયચંદ (આર સી) બોરાલનાં સંગીતમાં ફિલ્મ સંગીતનાં પહેલાં રેકોર્ડ થયેલાં પાર્શ્વગીત - મૈં ખુશ હોના ચાહૂં - તેમણે સુપ્રોભા સરકાર અને હરિમતી દુઆ સાથે ગાયું હતું. આટલાં જોરદાર આગમનના પ્રમાણમાં તેમની શરૂઆતની કારકીર્દી કંઇક અંશે ધીમી રહી એમ કહી શકાય. અનિલ બિશ્વાસનો સાથ થયા પછી તેઓ મુખ્ય ધારાનાં ગાયિકા તરીકે પ્રસ્થાપિત થઇ ગયાં. લતા મંગેશકર સિવાયની પાર્શ્વગાયિકાઓમાં પારૂલ ઘોષે અનિલ બિશ્વાસનાં સહુથી વધારે ગીતો ગાયાં છે. ફિલ્મ 'આંદોલન' (૧૯૫૧)માં મન્ના ડે અને સુધા મલ્હોત્રા સાથેનું ગીત 'વંદે માતરમ' તેનું આખરી ગીત ગણાય છે.
૧૩ ઑગસ્ટ ૧૯૭૭ના રોજ લાંબી બિમારી બાદ તેમનું મુંબઇ માં નિધન થયું.
અનિલ બિશ્વાસનાં સંગીતમાં પારૂલ ઘોષે ગાયેલાં ગીતો વડે તેમને આપણી અંજલિ સમર્પિત કરીએ.
૧. તુમકો મુબારક હો ઊંચે મહલ યે, હમકો હૈ પ્યારી હમારી ગલિયાં - બસંત (૧૯૪૨) - ગીતકાર : પી એલ સંતોષી
clip_image003
'બસંત'ના પ્રોડ્યુસર નેશનલ સ્ટુડિયો સાથેના કરારની ગુંચને કારણે, ફિલ્મના સંગીતકાર તરીકે ચોપડે પન્નાલાલ ઘોષનું નામ ચડેલ છે.
૨. ઉમ્મીદ ઉનસે ક્યા થી ઔર કર વો ક્યા રહેં હૈ - બસંત (૧૯૪૨) - ગીતકાર : પી એલ સંતોષી
'આયે થે ઇશ્ક બનકર, અશ્ક બનકર ચલે ગયે વો' જેવા બહુ જ અર્થપૂર્ણ, કાવ્યમય, શબ્દો એ સમયનાં ગીતોની આગવી ઓળખ હતી.
૩. પપીહા રે મોરે પિયા સે કહિયો જા - કિસ્મત (૧૯૪૩) - ગીતકાર : પ્રદીપ
કાયદાની દૃષ્ટિએ અનિલ બિશ્વાસ - પારૂલ ઘોષનાં સહકાર્યનું પહેલું ચરણ 'કિસ્મત' ગણી શકાય. જો કે આ એક ગીત સિવાયનાં આ ફિલ્મનાં બધાં જ ગીત અમીરબાઇ કર્ણાટકીએ ગાયેલ છે. એ સમયે એક જ થિયેટરમાં સળંગ ત્રણ વર્ષ સુધી ચાલવાનો રેકર્ડ પણ 'કિસ્મત'ને અંકે છે, જે પછીથી લગભગ ૩૦ વર્ષ બાદ 'શોલે'એ તોડ્યો હતો.
૪. મૈં ઉનકી બન જાઉં રે - હમારી બાત (૧૯૪૩) - ગીતકાર : પંડિત નરેન્દ્ર શર્મા
આ ફિલ્મમાં સુરૈયાએ પોતાનાં ગીતો ગાયાં હતાં, તેથી પારૂલ ઘોષનો સ્વર પરદા પર દેવિકા રાણીએ અભિનિત કર્યો હશે.
અય બાદ-એ-સબા ઇઠલાતી તો ન આ - હમારી બાત (૧૯૪૩) - ગીતકાર : પંડિત નરેન્દ્ર શર્મા
નરેન્દ્ર શર્માની ખ્યાતિ હિંદી ભાષાના કવિ તરીકેની રહી છે, પણ આ ગીતમાં તેમની ઉર્દુ પરની ફાવટ કંઇ કમ હોય તેમ જણાતું નથી.
૬. હમસે ક્યા પૂછતે હો દર્દ કહાં હોતા હૈ - લેડી ડૉક્ટર (૧૯૪૪) – ગીતકાર :વલી સાહેબ
ગીતની રજૂઆતમાં કેવી તાજગી અનુભવાય છે !
૭. મોરે આંગનમેં છીડકી ચાંદની, ઘર આ જા સનમ - જ્વાર ભાટા (૧૯૪૪) - ગીતકાર : પંડિત નરેન્દ્ર શર્મા
સાજનને ઘર આવવાનાં ઇજનને કેટ કેટલાં કારણોથી સજાવેલ છે..
૮. ભૂલ જાના ચાહતી હું,ભૂલ પાતી નહીં - જ્વાર ભાટા (૧૯૪૪) - ગીતકાર : પંડિત નરેન્દ્ર શર્મા
પોતાના પ્રિતમને ન ભૂલી શકવાની વ્યથા પારૂલ ઘોષ કેટલી લાગણીથી રજૂ કરી શક્યાં છે...
૯. જિસને બનાયી બાંસુરી ગીત ઉસીકે ગાયે જા - મિલન (૧૯૪૬) - ગીતકાર : આરઝૂ લખનવી
જેટલું માધુર્ય અનિલ બિશ્વાસનાં સંગીતના સૂરમાં છે તેટલો જ ભાવ પારૂલ ઘોષના સ્વરમાં પણ છલકે છે.
૧૦. મૈં કિસકી લાજ નિભાઉં - મિલન (૧૯૪૬) - ગીતકાર : આરઝૂ લખનવી
'મિલન'નાં ગીતો ભાઇ-બહેનનાં સહકાર્યની ચરમ સીમા સ્પર્શતાં જણાય છે.
૧૧. સુહાની બેરિયાં બીતી જાય - મિલન (૧૯૪૬) - ગીતકાર : પી એલ સંતોષી
clip_image005

વેગુ પર પ્રકાશીત કર્યા તારીખઃ ૩૦ ઑગસ્ટ, ૨૦૧૪

No comments: