Friday, January 31, 2014

હિંદી ચિત્રપટ સંગીતના સુવર્ણ યુગથી સંકળાયેલાં બ્લૉગવિશ્વનો બ્લૉગૉત્સવ - ૧/૨૦૧૪

હિંદી ચિત્રપટ સંગીતના સુવર્ણ યુગથી સંકળાયેલાં બ્લૉગવિશ્વ -  '૧ /૨૦૧૪' બ્લૉગૉત્સવ સંસ્કરણમાં આપનું સ્વાગત છે.
૨૦૧૪ની સાલના પહેલા જ દિવસે Songs of YoreAnil Biswas: The Maestro and My Father  લેખ મૂક્યો. લેખ અનિલ બિશ્વાસનાં પૂત્રી, શીખા બિશ્વાસ વોહરાએ લખ્યો છે, એટલે તેમાં અનિલ બિશ્વાસની કારકીર્દીનાં વિવિધ પાસાંઓ  કે તેમનાં ગીતો સાથે  એક પૂત્રીનાં દિલમાંથી ઉઠતી લાગણીઓ અને યાદો વણાયેલી હોય તે તો અપેક્ષિત હોય, પણ લેખિકાએ જે સલુકાઇથી સંતુલન જાળવ્યું છે તે સરાહનીય છે.
અનિલ બિશ્વાસની જન્મ શતાબ્દીનાં વર્ષમાં તેમના વિષે થયેલા અન્ય લેખોની પણ આ મોકો મળ્યે અહીં નોંધ લઈએ:

આજની પેઢી, કે આપણે આ બ્લૉગોત્સવમાં જે સમયકાળની સામાન્યત: વાત કરતાં હોઇએ છીએ તે સમયકાળની પેઢીને કદાચ ઓછો રસ પડે.  એ દૃષ્ટિએ વર્ષના બીજા લેખ તરીકે  Songs of Yore પર રજૂ થયેલો લેખ - KC Dey: The divine singer with inner vision -  આપણને અતિપુરાણા સમયનાં કદાચ જણાય. પરંતુ લેખની રજૂઆત અને ગીતોની પસંદગી,  ફિલ્મ સંગીતના સુવર્ણકાળનાં ગીતોને સમજવા અને માણવા માટે આ પ્રકારના લેખ બહુ જ મદદરૂપ થઈ પડશે. વળી, એ દૃષ્ટિએ ન જોઇએ તો પણ કે સી ડેના કંઠની જૂદી જૂદી ખુબીઓને માણીએ તો પણ બસ થઈ રહેશે.
વર્ષની શરૂઆતને  SoY  હજૂ વધારે યાદગાર બનાવવાનું ચાલુ જ રાખી રહેલ છે. શાસ્ત્રીય રાગ પર આધારીત ગીતોની શ્રેણીના લેખક, સુબોધ અગ્રવાલ, તેમની આગવી શૈલી અને પસંદને Film songs based on classical ragas (7) – In the royal presence of Darbariમાં અનોખા અંદાજમાં અદા કરે છે અને તેમાં પણ રાગ દરબારી પરનાં ગીતો સાંભળવાની મજા મળે છે. એટલે આપણને શાસ્ત્રીય રાગરાગીણીમાં સમજ ન પડતી  હોય તો પણ આ લેખ, અને તેમાં રજૂ થયેલાં ગીતો,ને માણવામાં ક્યાંય ઉણપ નથી વર્તાતી. 
પોતાના ગુંચવણભર્યા, વિરોધાભાસી, બંડખોર, ખાટા-મીઠા, સુખી-દુઃખી સમયને યાદ કરનાર તેમજ જીવનની સંધ્યાની શરૂઆત કે પછી બાળપણ અને 'ગંભીર' 'જવાબદારી'થી લદાયેલ પ્રૌઢત્વના કોઇ પણ સમય પર ઉભેલ દરેક વ્યક્તિ માટે આ ગીતો છે...આપણે શું અનુભવ્યું કે અનુભવી રહ્યાં છીએ કે અનુભવીશું  - Conversations Over Chaiની પસંદનાં ગીતો My Favourites: Songs of Innocence માં સાંભળીએ.
૨૦૧૪નાં વર્ષની શરૂઆતથી જ સુવર્ણકાળના સિતારાઓનું વિલિન  થવાનું ચાલુ જ રહ્યું. લગ્ન કર્યા બાદ પાંચ વર્ષ પછી સિને જગતમાં પ્રવેશ કર્યો, પહેલી ફિલ્મ આવી ત્યારે એક બાળકીનાં માતા હોવા છતાં, બંગાળી સિને જગત પર સિક્કો જમાવીને રહેલાં સુચિત્રા સેન પોતાની બીજી ઇનિંગ્સની અંગત જીંદગીમાં  લાઈટ અને કૅમેરાની પ્રસિદ્ધિથી દૂર રહ્યાં. એમની આ દુનિયાથી ફાની વિદાય એટલી જ ગર્વિષ્ઠ રહી.
તેમની વિદાયને અખબારો અને ટીવીનાં માધ્યમો પર અનેક અંજલિઓ અપાઈ, જે પૈકી કેટલીક અંજલિઓ Remembering Suchitra Sen લેખમાં લાવી મૂકી છે.
Cineplotએ ૧૯૫૫નો લેખ - Suchitra Sen – Dreamy-eyed Bengali star who makes her debut on the Hindi Screen in “Devdas”-  યાદ કરીને તેમની દેવદાસની ભૂમિકાથી હિંદી સિને જગતમાંનાં પદાર્પણના ભૂતકાળને વર્તમાનમાં ખડો કરી દીધો છે.
Dusted Off સુચિત્રા સેનની આસિત સેન દ્વારા નિર્દેશીત બંગાળી ફિલ્મ Deep JweleJaaiને યાદ કરી છે. પછીથી આ ફિલ્મનું વહીદા રહેમાનને એ જ ભૂમિકામાં લઈને 'ખામોશી'ના દેહાવતારમાં હિંદી પરદે ચિત્રીકરણ થયું હતુ.
બ્લૉગોત્સવના આ સંસ્કરણના સમયગાળામાં લગ્ન સાથે સીધો જ નાતો હોય તેવાં ગીતો રજૂ કરતો Dusted Off નો લેખ - Ten of my favourite filmi wedding songs-, અને ખોવાયા - મળ્યાની અનેકવિધ દાસ્તાનોને There you are!: The ‘lost and found’ trope in Hindi cinemaમાં રજૂ કરતો લેખ પણ વર્ષની શરૂઆતને રસપ્રદ બનાવી રહે છે.
કેવો સંયોગ થયો છે કે આ લેખને કારણે આપણને તેની જ પંગતમાં બેસે તેવો બીજો લેખ -Dead As A Dodo (Hopefully!) -  પણ માણવા મળ્યો છે. આ લેખનો વિષય વિલિન થઈ જાય એવું ઇચ્છતાં, કે  વિલિન થઇ ચૂકેલ કે, વિલિન જ રહે તેવા શબ્દાલંકારને કેન્દ્રમાં રાખતાં ગીતોને યાદ કરવાનો છે.
એક વર્ષ જૂના , પરંતુ, જાન્યુઆરી માસ માટે પ્રસ્તુત એવા The Cinema Corridorના લેખ - One day I discovered Suraiya -ની પણ આજે મુલાકાત લઇએ.
ફિલ્મ સંગીતના રસિયાઓ જેનાથી અપરિચિત ન જ હોય , પરંતુ પોતાના જીવનના અભિન્ન અંગ તરીકે તેનો પરિચય BhooliBisriSunahariYaadeinની યાદોના સ્વરૂપે કરાવતો આ લેખ - VividhBharati – An indispensable part of my life - આપણા બ્લૉગોત્સવને એક નવું પરિમાણ આપે છે.
વિવિધ ભારતીની ઇ-મુલાકાત લેતાં ત્યાં આપણને एकवृत्तचित्र :सुरोंकासुनहरासफ़रविविधभारती   જેવી દસ્તાવેજી ફિલ્મો આપણે વિવિધ ભારતી સાથે ગાળેલા સમયની સફર કરાવે છે.
અને હવે મોહમ્મદ રફીને યાદ કરતા કેટલાક લેખો જોઇએઃ
  • ડૉ. સૌવિક ચેટર્જી મોહમ્મદ રફી અને ગુરૂ દત્તનાં એક અદ્‍ભુત સંયોજનની ચર્ચા Magic combination of Guru Dutt and Mohammad Rafi  માં કરે છે.
ગુરૂદત્તના રફી સાથેનાં સંયોજનની બહુ જ આગવી બાબત એ રહી છે કે ઓ પી નય્યર કે શંકર જયકિશન કે એસ ડી બર્મન કે રવિ, સંગીતકાર કોઇ પણ હોય, આ સંયોજનમાંથી નિષ્કર્ષ પામેલાં ગીતોમાં એક અનોખી તાત્વિક વિચારધારા વણાયેલી જ જોવા મળે છે. મોહમ્મદ રફીનો અવાજ પણ એ સદાબહાર ધુનો અને મંત્રમુગ્ધ કરી દેતા શબ્દોને એક સમયાતીત ભાવથી ભરી દેતો હતો.
  • Profoundness of Rafi Sahab’s tonal pattern cannot be measured by human competencesમાં બી. કોશીએ અનેક ઉદાહરણો વડે એ સમયના અગ્રણી પુરૂષ પાર્શ્વગાયકોના અવાજના સુરની સીમાઓનું વિગતે વિષ્લેષણ કર્યું છે.
  • મોહમ્મદ રફીના અવાજ અને સૂરની વિશાળ સરહદોની ચર્ચા હંમેશાં વાતવરણમાં ગરમાવો લાવી દેતી હોય છે.. સંન્થનક્રીષ્ણન શ્રીનિવાસનના Rafiji’s Voice Range લેખમાં રફીના અવાજની સરહદો માટે વ્યક્ત થતો અભિભાવ અનેક દાખલાઓ અને દલીલોથી પુષ્ટિ પણ કરાયો છે.
  • મોહમ્મદ રફીની ૩૩મી પૂણ્યતિથિ સમયે ખાસ ધ્વનિત કરાયેલી સુધા મલ્હોત્રાની મુલાકાત- AISE THEY RAFI SAHAB ALL ROUNDER-નું શીર્ષક જ બધું કહી જાય છે.

Thursday, January 30, 2014

ગાંધીજીની હત્યા - દસ્તાવેજી ફિલ્મ

આ દસ્તાવેજી ફિલ્મ જોવા માટે  અહીં આપેલ વિડીયોક્લીપ પર ક્લિક કરો:


સૌજન્યઃ   Knowledge Center  દ્વારા યુટ્યુબ પર મૂકેલ વિડીયોક્લીપ

Tuesday, January 28, 2014

ગુણવત્તા સંચાલન વિષેના લેખ અને બ્લૉગ્સનો બ્લૉગોત્સવ - જાન્યુઆરી, ૨૦૧૪



ગુણવત્તા સંચાલન વિષેના લેખ અને બ્લૉગ્સના બ્લૉગોત્સવનાંજાન્યુઆરી, ૨૦૧૪ સંસ્કરણમાં આપનું હાર્દિક સ્વાગત છે.

આ બ્લૉગોત્સવનાં પહેલાં વર્ષમાં આપણે વધારેમાં વધારે વિવિધતા મળે તે રીતે બ્લૉગ્સ કે લેખો જોતાં હતાં. મોટા ભાગના લેખો ગુણવત્તાની તકનીકી બાજૂઓને રજૂ કરતા હતા, પરંતુ તે સાથે ગુણવતા વ્યવસાય કે વિષય ઉપરાંત વિચારધારા તરફ પણ દિશાનિર્દેશ કરતા લેખ કે બ્લૉગ પણ આપણે આવરી લેતાં હતાં. શરૂઆતના થોડા સમય બાદ આપણે ગુણવટા ક્ષેત્રે ખાસ પ્રદાન કરી રહેલ રાષ્ટ્રીય કે આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ, ASQ વિડીયો, ASQ Influential Voice અને જ્હૉન હન્ટરના Management Improvement Carnivals જેવા નિયમિત વિભાગો પણ ઉમેર્યા હતા.

વર્ષ ૨૦૧૪ માટે આપણે કોઇ એક ચોક્કસ વિષય વિષેના જ લેખો કે બ્લૉગ્સ કે સાઈટ્સને પણ આવરી લેવાનું વિચાર્યું છે.

આ માસના આ બ્લૉગોત્સવ સંસ્કરણમાં આપણે "ગુણવત્તાની પડતર-કિંમત (Cost of Quality) વિષયને વિગતે જોઇશું.
               ગુણવત્તાનાં ખર્ચ(CoQ)નાં મૂળ ઘટકો - અહીં દર્શાવેલ ચિત્રમાં ગુણવત્તા ખર્ચના ચાર મુખ્ય વર્ગ અને તેમનાં ઉદાહરણો દર્શાવ્યાં છે.

 

આ ચાર વર્ગ આ મુજબ છે -

Ø નિવારણના ખર્ચા
Ø મુલવણીના ખર્ચા
Ø આંતરીક નિષ્ફળતાઓના ખર્ચા
Ø બાહ્ય નિષ્ફળતાઓના ખર્ચા
સહુથી ઉચ્ચ સ્તરે, ગુણવત્તાની પડતર કિંમતનાં સમીકરણમાં બે શબ્દસમૂહ જોવા મળે છે: સારી ગુણવત્તાની પડતર કિંમત (CoGQ) અને નબળી ગુણવત્તાની પડતર કિંમત (CoPQ. આને નીચેનાં સમીકરણ વડે સમજી શકાશે :
CoQ = CoGQ + CoPQ 
ગુણવત્તાની પડતર કિંમત આ ખર્ચાઓનો સરવાળો છે :
§ જરૂરીયાતો સાથેની બીનસમાનુરૂપતા નિવારવામાટેનાં રોકાણ.
§ પેદાશ કે સેવાની જરૂરીયાતો સાથેની સમાનુરૂપતાની મુલવણી
§ જરૂરીયાતોને પહોંચી ન વળવું.
§ Cost of Quality વિહંગાલોકન - Handbook for Quality Management (2000, QA Publishing, LLC)માંથી ટુંકાવીને - લેખકઃ Thomas Pyzdek - અહીં અન્ય આ લેખોની જોડાણ સાંકળો પણ જોવા મળશે:
o Goal of Quality Cost System
o Strategy for Reducing Quality Costs
o Management of Quality Costs
o Cost of Quality Examples
o Use of Quality Costs
o Benefits of Quality Cost Reduction
  • Using Cost of Quality to Improve Business Results -CRC Industriesએ ગુણવત્તાના ખર્ચ પર સુધારણાના પ્રયત્નો કેન્દ્રીત કર્યા પછી નીષ્ફળતા પાછળના ખર્ચને વેચાણની ટકાવારીના સંદર્ભમાં સારો એવો ઘટાડો કર્યો છે, જેને પરિણામે લાખો રૂપિયાની બચત શક્ય બની છે. 
  • Cost of Quality: Why More Organizations Do Not Use It Effectively- જે સંસ્થાઓમાં ગુણવત્તાના ખર્ચાઓ પર નજર નથી રાખવામાં આવતી તેના માટે ગુણવત્તા વ્યવસ્થાપકો સંચાલન મંડળના ગુણવત્તા નિયમન માટેના ટેકાનો અભાવ,COQ પર નજર રાખવા માટે જરૂરી સમય અને તેની પાછળનો ખર્ચ,આધાર-માહિતી આંકડા પર નજર રાખવા માટે જરૂરી આવડતનો અભાવ અને ખર્ચાઓના મૂળભૂત આધાર-માહિતી આંકડાની કમીને કારણભૂત ગણાવે છે. 
  • The Tip of the Iceberg- નબળી ગુણવત્તાનાં ખર્ચ પર ધ્યાન કેન્દ્રીત કરતી Six Sigma પહેલને કારણે વ્યવસ્થા મંડળ વધારે સારો ગ્રાહક સંતોષ અને નફો રળી લઇ શકે છે. 
  • Cost of Quality (COQ): Which Collection System Should Be Used?- આ લેખ વિવિધ ઉપલબ્ધ COQ તંત્રવ્યવસ્થાઓ અને તેમના ફાયદાઓ અને ગેરફાયદાઓની ચર્ચા કરે છે. 
  • Cost of Quality CoQ –સંજીવ ધવન@ TQM School
  • Total Cost of Quality for the Total Picture- CoQ મૉડેલ, જે આર્થિક સમાનરૂપતા મૉડેલ તરીકે પણ ઓળખાય છે, વડે આપણને ગુણવત્તાનાં સક્રિયાત્મક સંચાલન સાથે વધતા જતા ખર્ચાઓની સામે ગુણવત્તાના સુધારની સાથે ઘટતા જતા ખર્ચાઓને સરખાવી બતાવે છે. 
  • The Tip of Iceberg –લેખક - જોસેફ દફૉ - ગુણવત્તાના હિસાબ રાખતી વખતે સામાન્યતઃ છૂપાયેલી રહેતા નબળી ગુણવત્તાના ખર્ચાઓને ન ભૂલશો. 
  • Influence of Quality Costs on Achieving the Quality Goals - પ્રાવીદીક પ્રીદાર્ગ 
  • Cost of Quality as Driver of Continuous Improvement – રૉજર ઇ ઑલ્સન 
  • Triarchy Press - Audit Your Cost of Quality - એન્ડ્ર્યુ કૅરી – વ્યય, ફરીથી કરવા પડતાં કામ અને બીનજરૂરી ખર્ચાઓની માર્ગદર્શક રૂપરેખા 
  • A Review of Research on Cost of Quality Models and Best Practices –આદ્રીઆ શીફ્ફૌએરોવા, વીન્સ થોમ્સન – આ લેખ ગુણવત્તા પડતર ખર્ચ નક્કી કરવા માટેના વિવિધ અભિગમોનાં પ્રકાશીત સાહિત્યની મોજણીને રજૂ કરે છે અને તેમની સફળતા વિષે રજૂઆત પૂરી પાડીને ગુણવત્તા પડતર કિંમત (CoQ)ની અલગ અલગ પદ્ધતિઓને વધારે સારી રીતે સમજવામાં મદદ કરે છે. 
  • Slideshare ગુણવત્તાની પડતર કિંમતના સંદર્ભે ૫૦,૩૯૪ પરિણામો બતાવે છે. 
o Presentation from 2011 Quality Conference of the Carolinas - રજૂઆતકર્તા - માર્ક લક્લૅર
હવે આપણે આપણી સ્થાપિત થઇ ચૂકેલ પ્રથા પ્રમાણે અન્ય લેખો જોઇએ.

'ઉદ્દેશ દ્વારા સંચાલન' ઉત્કૃષ્ટતાને રૂંધે છે? \ Does Management By Objectives Stifle Excellence? - John Dyer, President, JD&A -- Process Innovation Company
આડેધડ નક્કી કરેલાં લક્ષ્ય મોટે પાયે સુધારણા કરી શકવાની ક્ષમતાને અવરોધી શકે કે પછી સાવ બીનજરૂરી સુધારણા પ્રવાહો તરફ વાળી નાખી શકે છે.
તંત્ર વ્યવસ્થા ક્યારે હાવી બને.. અથવા ક્યારે ન બને? \ When Systems Rule…And When They Don’t - Mathew E, May @ EditInnovation
હું વિચારું છું કે તંત્ર વ્યવસ્થા કેટલી હદ સુધી વણસી શકે, અને કોઇ નિષ્ઠાવાન વ્યક્તિ એ વણસેલી તંત્ર વ્યવસ્થા સામે કેટલું ટકી શકે...તેમાં પણ જો કાર્યમંચ સમથળ ન હોય ત્યારે. ખાસ તો જ્યારે આપણે જે તંત્ર વ્યવસ્થાની સામે પડ્યા હોઇએ તેની બહારની તંત્રવ્યવસ્થા, જે આપણને જેની સામે લડી રહ્યાં હોઈએ તેનાં મૂળ સુધી લઈ જાય, જે લોકો તેના ઘડવૈયા હોય તે આપણને શરૂઆત ક્યાંથી કરવી તે સમજાવવા માગતા હોય.
તંત્રવ્યવસ્થાની અંદર રહીને તો કંઈ પણ કરવું અશક્ય છે ! (એટલે જ કદાચ તંત્રવ્યવસ્થાનાં કોઇ પણ પરિવર્તનો ત્યારે જ શક્ય બને છે જ્યારે નેતૃત્વ હાથ બદલો કરે.)
તંત્ર વ્યવસ્થામાં ફેરફાર કરવો એટલું કપરૂં કામ છે? જ્યારે નિષ્ઠાવાન વ્યક્તિને નબળી તંત્ર વ્યવસ્થામાં મૂકીએ ત્યારે, તંત્ર વ્યવસ્થા આપોઆપ જ જીતી જાય?
હું તો એમ નથી માનતો. સારી તંત્ર વ્યવસ્થા વધારે ગતિશીલ હોવી જોઇએ, વધારે વપરાશકારકેન્દ્રી હોવી જોઇએ… બહારની વ્યક્તિ જ પરિવર્તન લાવી શકે તેમ ન હોવું જોઇએ.
તંત્ર વ્યવસ્થાની અંદર જ વ્યવસ્થામાં નવું શીખવાનું અને સુધારા કરવાનું આવરી લેવાયેલું હોવું જરૂરી છે.પારદર્શીતા દ્વારા વિશ્વાસ પેદા થતો રહેવો જોઇએ.
તો પછી, સામાન્ય રીતે, એવું કેમ નથી થતું હોતું?
તંત્ર વ્યવસ્થા - અને તંત્રોન્મુખ વિચારસરણી -એ આજના યુગમાં વ્યાપાર ઉદ્યોગમાં નવપરીવર્તન માટેની પ્રબળ સંસ્કૃતિ લાવવા મથી રહેલ લોકો માટે બહુ જ મહત્વ ધરાવે છે.પ્રચલિત મુદ્રીત વ્યાપાર સાહિત્યનો ઝોક પણ દેખીતી રીતે સંસ્કૃતિ તરફ વધારે છે.ખ ું માનું છું કે આ વાત આડે પાટે ચડાવી દેનારી છે.મારા મત પ્રમાણે પ્રબળ સંસ્કૃતિનાં ઘડતર માટે તે જેના પર આધાર રાખે છે તે - એટલે કે , તંત્ર વ્યવસ્થા - ઉઅપર ધ્યાન કેન્દ્રીત કરવું જોઇએ.
સમયાંતરે બહેતર નિર્ણયો લેવાતા રહે \ Making Better Decisions over Time - Phil Rosenzweig @ Strategy+Business
હેતુપૂર્વક પાડેલી આદત કામગીરીમાં નાટકીય સુધાર લાવી શકે છે, પરંતુ તેની મર્યાદા જાણવી એ તેનાં મહત્વને સમજવા જેટલું જ જરૂરી છે.
હવે, આપણે ગુણવત્તાનાં ક્ષેત્રે મહત્વનું પ્રદાન કરી રહેલ રાષ્ટ્રીય સંસ્થા તરફ આપણું સુકાન વાળીએ.
બ્લૉગોત્સવનાં આ સંસ્કરણમાં આપણે ઇન્ડીયન મર્ચન્ટ ચૅમ્બરના રામકૃષ્ણ બજાત રાષ્ટ્રીય ગુણવત્તા પારિતોષિકની વાત કરીશું. પારિતોષિકની પ્રક્રિયા દરમ્યાન વિવિધ સ્તરના પારિતોષિક મેળવનારાઓએ તેમની સફળ કામગીરી તેમજ ગુણવત્તા અંગેની વ્યૂહરચનાની માહિતી અન્ય ભારતીય સંસ્થાઓ જોડે વહેંચવી પડે છે. IMC RBNQA Trust દ્વારા IMC Juran Quality Medal વડે બહુ જ જાણીતા ગુણવત્તા ગુરૂ ડૉ. જે એમ જુરાનના સુસ્થાપિત માપદંડોના આધારે મૂલ્યાંકન થયેલી તેમની અંગત કામગીરી બીરદાવવામાં આવે છે.
અને હવે નજર કરીએ ASQ TVનાં વૃતાંત Risk Management and Quality પર.
સંસ્થાઓ જોખમ વ્યવસ્થાપનને ત્રણ સામાન્ય દૃષ્ટિએ જૂએ છે. Strategic and Enterprise Risk Practice, RIMSના નિયામક, કૅરોલ ફૉક્ષ સંસ્થાઓ જોખમ વ્યવસ્થાપન વિષે શું વિચારે છે, જોખમ વ્યવસ્થાપન શી રીતે યથાર્થક્ષમમ વિકસે છે ને કંપનીનાં જોખમ વ્યવસ્થાપન કામમાં ગુણવત્તા સમુદાય શા માતે જરૂરી બની રહે છે તેની ચર્ચા કરે છે.
આ મહિનાના આપણા ASQ’s Influential Voice છે - સીઝર ડ્યાઝ ગ્વેવારા
સીઝર ડ્યાઝ ગ્વેવારા ASQના યુકેડોરના રાષ્ટ્રિય પરિષદ-સભ્ય છે. તેઓ ત્યાં જ રહે છે અને તેમનો બ્લૉગ ચલાવે છે. પ્રકલ્પ વિશ્લેષણ, ગુણવતા તંત્રવ્યવસ્થા અને ગુણવત્તા સંચાલન્માં તેઓ બહોળો અનુભવ ધરાવે છે. તેમનો બ્લૉગ Calidad y Actitud અંગ્રેજી તેમ જ સ્પેનિશમાં વાંચી શકાય છે.
સીઝર ડ્યાઝ ગ્વેવારાના ગુણવત્તા સંસ્કાર એક જ વાક્યમાં નીખરી રહે છેઃ ગુણવત્તા સમય એ એવો સમય છે જ્યારે આપણે કે કંઇ કરી રહ્યાં હોઇએ તેનો આનંદ માણી રહ્યાં હોઇએ, જેને પરિણામે આપણે અન્ય લોકો સાથે ગુણવત્તા સભર સેવાઓ વડે સમૃદ્ધ થયેલ વર્તણૂકોથી પેશ આવતાં રહીએ.
બ્લૉગોત્સવનાં આ સંસ્કરણના અંતમાં આપણે સંચાલન સુધારણા કાર્નીવલના પ્રણેતા જ્હૉન હન્ટર વતી છેલ્લાં ત્રણ વર્ષથી તન્મય વોરા (@ QAspire.com)નાં યજમાનપણાં હેઠળ પ્રકાશીત થતા ‘સંચાલન સુધારણા વાર્ષિક કાર્નીવલ – ૨૦૧૩’ \ Management Improvement Carnival – 2013 Editionની મુલાકાત લઇએ. આ વર્ષે તન્મય વોરાએ ત્રણ બ્લૉગ પૈકી તેમને સહુથી વધારે પસંદ પડેલી, એ દરેક બ્લૉગની ત્રણ પૉસ્ટનો આસ્વાદ કરાવ્યો છે.
Jesse Lyn Stoner’s Blog
 Why Good Teams Make Bad Decisions
The 12 Skills of Brilliant Team Members
The Six Benchmarks of High Performance Teams
James Lawther’s SquawkPoint Blog
The Simple Reason People Won’t do as You Ask
Is Your Boss Really That Stupid?
How to Sink a Ship
Jamie Flinchbaugh
Executives can’t do it alone, and must be masters of developing people
The difference between tension and stress
Integrity…don’t leave home without it
વધારાના લાભ પેટે, તેમના ભૂતકાળના લેખોની પણ મુલાકાત માણીએ:
  1. People Focus – 2010 Management Improvement Carnival
  2. Annual Management Improvement Carnival: Edition 1 (2011) 
  3. Annual Management Improvement Carnival: Edition 2 (2011) 
  4. Management Improvement Carnival: 2012 Edition
ગયાં વર્ષ દરમ્યાન આપ સહુ મિત્રોએ આ બ્લૉગોત્સવને ટેકો આપીને તેને ઉત્સાહ સીંચ્યો છે. ૨૦૧૪ના વર્ષ દરમ્યાન પણ આપના એવા જ ઉત્સાહવર્ધક, સક્રિય, સાથની અપેક્ષા છે.........

Friday, January 3, 2014

સર્જનાત્મક સાહીત્યનો અનુવાદ – ૧ | NET-ગુર્જરી

અનુવાદના કેટલાક સીદ્ધાંતો*
–    જુગલકીશોર
કાવ્ય અને ઈશ્વરની માફક અનુવાદ પણ એક એવો વીષય છે કે જેને વ્યાખ્યામાં બાંધવો એ ખુબ કપરું કાર્ય છે. એનું સ્વરુપ સમજાવવા માટે અનુવાદ વીષે ઘણું કહી શકાય ખરું પણ જ્યાં એને વ્યાખ્યામાં બાંધવા જઈએ છીએ ત્યાં મુંઝવણ ઉભી થાય એવું એનું સ્વરુપ છે.
અનુવાદને અંગ્રેજી શબ્દ ‘ Translation’ ના અર્થમાં જ આપણે લઈએ છીએ. એટલે, એ અનુવાદ કેવો હોવો જોઈએ ? એમ સવાલ પુછીએ ત્યારે મુળ કૃતીના થયેલા  ભાષા બદલાની સાથે નવી કૃતી (અનુદીત કૃતી)નું માપ આપણે કાઢવા માંગતા હોઈએ છીએ. મુળ કૃતી કરતાં આ અનુદીત કૃતી કેવી છે ? એ તપાસવા માટે પણ અનુવાદના સીદ્ધાંતો આપણી સમક્ષ હોવા જોઈએ.
        જોકે ઉપર કહ્યું તેમ કાવ્યની માફક અનુવાદના પણ સીદ્ધાંતો બાંધવા એ પાણીને મુઠીમાં પકડી રાખવા જેવું કાર્ય છે….  પરંતુ સગવડ ખાતર આપણે કેટલાક સીદ્ધાંતો તારવી શકીએ તેમ છીએ; અને એ સીદ્ધાંતોને ધ્યાનમાં લઈને અનુવાદને કાંઈક વધુ સફળતાથી ઓળખી શકીએ તેમ છીએ.
        આ રીતે અનુવાદના કેટલાક સીદ્ધાંતો આ પ્રમાણે આપી શકાય :
1)      A translation must give the words of the original.
આ પ્રથમ સીદ્ધાંત શબ્દશ: અનુવાદની તરફેણ કરે છે. પણ શબ્દશ: અનુવાદનો અર્થ ‘શબ્દનો કોષગત અર્થ’ એવો થતો દેખાય છે. એમાં શબ્દના અર્થને વળગી રહેવાનું છે. પરીણામે મુળ કૃતીના શબ્દને વફાદાર રહેવાથી કૃતીનો વીચાર-કથ્ય-પાછળ રહી જાય છે અને એને ન્યાય મળતો નથી. જોકે અનુવાદ – શુદ્ધ અનુવાદનો એક મહત્ત્વનો મુદ્દો એ છે કે અનુવાદ ‘અર્થ’નો હોવો જોઈએ. આ અર્થ શબ્દનો, વાક્યનો અને સમગ્ર કૃતીનો ‘ટોટલ’ અર્થ હોય. આ દૃષ્ટીએ શબ્દશ: અનુવાદમાં દરેક શબ્દને ન્યાય મળે છે. પરંતુ આ સીદ્ધાંતને જડતાથી વળગી શકાય નહીં. કૃતીના મુળ વીચારને વફાદાર રહ્યા પછી જ શબ્દના અર્થને લઈ શકાય. નહી તો આવો અનુવાદ કૃત્રીમ બની જવાનો પુરો સંભવ છે.
2)   A translation must give the ideas of the original.
ઉપરના સીદ્ધાંતની બીજી બાજુનો આ સીદ્ધાંત પ્રથમ સીદ્ધાંતની એક શક્ય મર્યાદાને સુધારી આપે છે. શબ્દશ: અનુવાદની ખાત્રીમાંથી આ સીદ્ધાંત દૂર રહે છે અને મુળ કૃતીના વીચાર – કથ્ય –ને ન્યાય આપે છે.
પરંતુ આ સીદ્ધાંતની પણ એક મર્યાદા છે. એમાં કથ્ય તરફ લક્ષ આપવા જતાં બીજી ઘણી મુશ્કેલીઓ ઉભી થવાનો સંભવ છે. કથ્યને ન્યાય આપવા જતાં શબ્દના અર્થને, વાક્યરચનાને, શૈલીને અને પરીણામે લક્ષભાષાના સ્ટ્રક્ચરને પણ અન્યાય થવાનો સંભવ રહે છે. ઘણા લોકો ‘મુક્ત અનુવાદ’, ‘ભાવાનુવાદ’ વગેરે જેવાં નામો આપીને તથા મુળ કૃતીના વીચારતત્વને મહત્ત્વ અપાતું હોવાથી સંતોષ માનીને આવા અનુવાદને આવકારે છે. પરંતુ ઉપરકહ્યા ભયને ધયાનમાં રાખીએ તો આ સીદ્ધાંતની પણ મર્યાદા સમજાય છે.
3)   A translation should read like the original work.
આ સીદ્ધાંત પ્રમાણે અનુવાદ પાસેથી એવી અપેક્ષા રખાય છે કે અનુવાદ મુળ કૃતીને પુરી રીતે વફાદાર રહે. આગળ જોયું તે પ્રમાણે અનુવાદ ત્રણેય અર્થોનો હોય : શબ્દના અર્થનો, વાક્યના અર્થનો અને સમગ્ર કૃતીના ટોટલ અર્થનો. હવે આ સીદ્ધાંત પ્રમાણે મુળ કૃતીનું યથાતથ દર્શન લક્ષકૃતીમાં થવું જોઈએ. મુળ કૃતીના શબ્દાર્થ, વાક્યાર્થ, કથ્યાર્થ, એની વાક્યરચના, શૈલી વગેરે બધું જ લક્ષકૃતીમાં દર્શાવવું જોઈએ. આવો ધ્વની જો એમાંથી નીકળતો હોય તો એનો અર્થ એવો થયો કે આ જાતનો અનુવાદ એ તરજુમીયો અનુવાદ કહેવાય. મુળ કૃતીની શૈલી, એ ભાષાની ખુબીઓનો આપણને પરીચય થાય એ ખરું પણ એમાં લક્ષભાષા વંચાતી હોય એવું લાગે નહીં. ‘‘The man who has done this work is a very good man.’’નો અનુવાદ ‘‘એ માણસ કે જેણે આ કામ કર્યુ છે, તે ઘણો સારો માણસ છે.’’ એ રીતે કરીએ તો એમાં મુળ ભાષાનો આપણને પરીચય થાય છે એ ખરું પરંતુ એમાં લક્ષભાષાને અન્યાય થાય છે. મુળ લક્ષભાષાની બાની એમાં જોવા મળતી નથી. છતાં જરૂર કહી શકાય કે અનુવાદ તો થયો જ છે.
4)   A translation should read like a translation.
ત્રીજા સીદ્ધાંતની ખામી આ સીદ્ધાંતથી ટાળી શકાય છે. આ સીદ્ધાંત એક રીતે વ્યાપક અર્થ બતાવે છે. અનુવાદની મહત્તા એમાં જ છે કે એનાથી મુળ કૃતી તથા મુળ ભાષાના જેટલું જ મહત્ત્વ લક્ષકૃતીને અને લક્ષભાષાને મળે છે. બધી ભાષાનું સ્થાન બરાબર રીતે આ સીદ્ધાંત પ્રમાણેના અનુવાદમાં જળવાઈ રહે છે અને મહત્ત્વનું બને છે. ઉપરના ઉદાહરણને જ જોઈએ તો ‘‘The man who has done this work, is a very good man.’’નો અનુવાદ ગુજરાતી ભાષામાં આ પ્રમાણે કરી શકાય – ‘‘જેણે આ કામ કર્યું છે તે માણસ ઘણો સારો છે.’’ આ અનુવાદમાં વાક્યરચનાને બદલવી પડી છે પણ લક્ષભાષાનું સ્થાન જળવાયું છે. લક્ષભાષાની લઢણ સચવાઈ શકી છે. પરીણામે એ અનુવાદીયું ન બની રહેતાં વધુ સરળ અને સબળ બની શક્યું છે.
5)   The translation should retreat the style of the original.
આ સીદ્ધાંત પ્રમાણે જોઈએ તો મુળ કૃતીની છાયા અનુવાદમાં વરતાતી હોવી જોઈએ. આ છાયાને શૈલીની છાયા કહી છે. મુળ કૃતીની રીત – શૈલી – લક્ષકૃતીમાં ઉતરવી જોઈએ. શૈલીના વીશાળ અર્થમાં જોઈએ તો શૈલી એ પકડી ન શકાય, કૃતીથી અલગ પાડી ન શકાય તેવી વસ્તુ છે. એ દૃષ્ટીએ જોતાં મુળ કૃતીનાં વ્યક્તિત્વમાં જ એ વણાયેલી હોવાથી આપોઆપ લક્ષકૃતીમાં પણ એ થોડાઘણા અંશે ઉતરવાની જ. પરંતુ શૈલીને પુરેપુરી ઉતારવી કઠણ તો ખરી જ. અનુવાદની શક્તીની એ કસોટી છે. મુળ કૃતીનું વ્યક્તીત્વ લક્ષકૃતીમાં કેટલા પ્રમાણમાં સચવાયું છે તેનો આધાર શૈલીને વફાદાર રહેવા પર છે.
પરંતુ આ શૈલી, તે કૃતીની ભાષાગત (વાક્યરચના આદી) શૈલી નહીં. એ તો આપોઆપ થોડાઘણા અંશે લક્ષકૃતીમાં ઉતરશે. પરંતુ ભાષાગત – વ્યાકરણગત ‘રીત’ (style) તો બદલવી જ જશે.
6)   The translation should possess the style of the translation.
મુળલેખકની વ્યક્તીતા કૃતીમાં એકરૂપ (ઓતપ્રોત) હોય છે. મુળલેખકની style લક્ષકૃતીમાં, આ દૃષ્ટીએ, જરૂર ઊતરી આવે. પરંતુ મુળ લેખકની વાક્યરચનાની રીત, એની વીચાર રજુ કરવાની આગવી મૌલીકતા વગેરે લક્ષકૃતીમાં પણ ઉતારવાં એ અનુવાદકની કક્ષા ઉપર આધાર રાખે છે. મુળ લેખકનાં એ બધાં વીશેષ તત્વો અનુવાદમાં પણ હોય (અથવા અનુવાદક એને પામી શકે) તો મુળ લેખકની શૈલી એ ઉતારી શકે પણ ઘણી વાર એવું બને છે કે અનુવાદકની ‘રીત’ જ્યારે જુદી પડે છે ત્યારે અજાણતાં જ એની પોતાની style એ અનુવાદમાં ઉમેરી બેસે છે. ગાંધીજીનાં લખાણોમાં જોવા મળતી સાદાઈ, સચોટતા, સંક્ષેપ વગેરે તત્વોને જુદા જુદા અનુવાદકો જુદી જુદી રીતે રજુ કરશે. અનુવાદક એને પામી નહીં શક્યો હોય તો એ તત્વો ઉતરી નહીં શકે.
આ સીદ્ધાંત પ્રમાણે તો એ તત્વો અનુવાદમાં પણ (અનુદીતકૃતી) આવવાં જોઈએ અને મુળલેખકનું વ્યક્તીત્વ બરાબર સચવાવું જોઈએ.
આમ સમગ્ર રીતે જોતાં અનુવાદના સીદ્ધાંતોને સીદ્ધાંત તરીકે ગણીએ છતાં દરેકમાં મર્યાદા જોવા મળે છે. અને છતાં દરેક સીદ્ધાંતની એક વીશીષ્ટતા પણ છે.
આમાનાં કોઈ એક સીદ્ધાંતને પકડીને અનુવાદ થઈ જ ન શકે – બધા સીદ્ધાંતોને ધ્યાનમાં લઈને વધુમાં વધુ મુળ કૃતીને ન્યાય આપનારો અનુવાદ જ શ્રેષ્ઠ ઠરે છે.            (અપુર્ણ)


સાભાર સૌજન્યઃ સર્જનાત્મક સાહીત્યનો અનુવાદ – ૧ | NET-ગુર્જરી