Thursday, April 30, 2015

હિંદી ચિત્રપટ સંગીતના સુવર્ણ યુગથી સંકળાયેલાં બ્લૉગવિશ્વનો બ્લૉગૉત્સવ - ૪_૨૦૧૫

હિંદી ચિત્રપટ સંગીતના સુવર્ણ યુગથી સંકળાયેલાં બ્લૉગવિશ્વ - ૪_૨૦૧૫ બ્લૉગૉત્સવ સંસ્કરણ’માં આપનું સ્વાગત છે.

પહેલી એપ્રિલ હોય અને SoY તેને લાયક કંઇક નવું જ વિચારી ન લાવે તેમ તો બને જ નહીં ! આ વખતે લખાયેલા લેખ Some thoughts on taxonomic-mathematical analysis of Hindi films and songsની દાઢમાં ભલે કાંકરાનો નાદ સંભળાતો હોય, પણ એમાં રજૂ કરેલા મૂળ વિચારો - Duet Balance Index (DBI) - ‘Duets that are really solos’, Popularity-Quality Index (PQI) - Popularity versus quality and Mathematical Analysis of Bollywood Triangles and Other Films presented therein - પર વિચાર તો કરવા જેવો જ છે.

હળવી વાતને ગંભીરતાપૂર્વક વિચારી લીધા બાદ, હવે આપણે જે બ્લૉગ્સની નિયમિત મુલાકાત લેતાં રહ્યાં છીએ અને ત્યાં જોવા મળતા વિષયોની સાથેના અન્ય લેખો તરફ આપણું સુકાન ફેરવીએ :

Shamshad Begum songs by Naushadએ SoYની શમશાદ બેગમને તેમના ૯૬મી જન્મતિથિની -(14 April 1919 – 23 April 2013) - અંજલિ છે. શમશાદ બેગમનો હિંદી ફિલ્મ સંગીત જગતને પરિચય કરાવવાનું શ્રેય જરૂર ગુલામ હૈદરને ફાળે જાય, પણ શમશાદ બેગમે એ સમયના લગભગ દરેક મુખ્ય સંગીતકારો માટે અનેક યાદગાર ગીતો ગાયાં હતાં. નૌશાદે જ્યારે શાહજહાન (૧૯૪૬)માટે પહેલી વાર તેમની પાસે ગીતો ગવડાવ્યાં ત્યારે શમશાદ બેગમ તો તેમની કારકીર્દીની ઘણી ઊંચાઈઓ સર કરી ચૂક્યાં હતાં. ૧૯૫૦ના દાયકામાં નામ કરવાવાળા સી રામચંદ્ર, એસ ડી બર્મન, ગુલામ મોહમ્મદ જેવા સંગીતકારો સાથે પણ તેમની ગાયકી એટલી જ ખીલતી રહી. ઓ પી નય્યર સાથે તો તેમણે સાવ જ અનોખી કેડી પણ કંડારી. નૌશાદ અને શમશાદ બેગમનાં સંયોજનમાં વિવિધ મૂડનાં સ્વર અને સૂરની અવનવી ઊંચાઇઓ પામતાં એવાં ૬૦ જેટલાં ગીતો નોંધાયેલ છે. પણ હિંદી ફિલ્મ સંગીતની એક ખાસ વક્રતા એ કે નૌશાદે તેમને લતા મંગેશકરની અને ઓ પી નય્યરે આશા ભોસલેની તરફેણમાં શમશાદ બેગમને પાછળની હરોળમાં જગ્યા આપી.

SoY શમશાદ બેગમની બીજી મૃત્યુતિથિની યાદમાં તેમનાં સી રામચંદ્રનાં સંગીતમાં ગવાયેલાં ગીતોને Shamshad Begum songs by C Ramchandraમાં યાદ કરે છે. તેઓ કંઇક અંશે રંજથી નોંધે છે કે લતા મંગેશકરનાં સી રામચંદ્રનાં સંગીત જગતમાં છવાઈ ગયાં તે પહેલાં ૧૯૪૦ના અંતના સમયમાં, શમશાદ બેગમ સહુથી મહત્ત્વનાં ગાયક રહ્યાં હતાં. એ સમયગાળો સી રામચંદ્રની સર્જનકળાનો પણ ચડતો સિતારો હતો. આ બેલડીનાં આ સમયનાં ગીતો હિંદી ફિલ્મ સંગીતનાં મહાન, આહ્‍લાદક અને સદાબહાર ગીતોમાં કાયમ સ્થાન પામતાં રહ્યાં છે.
આપણા બ્લૉગોત્સવના ૪ /૨૦૧૩ અંકમાં આપણે શમશાદ બેગમ પરના લેખો કરી રહ્યા હતા. તેવામાં જ તેમનો અંતકાલ પણ થયો હતો. આજે હજૂ બીજા કેટલાક લેખનો તેમાં ઉમેરો કરીએ:

રઝા અલી આબીદીએ બીબીસી પર લીધેલા ઇન્ટરવ્યૂને Naushad on Shamshad Begumમાં યાદ કરાયો છે.

શમશાદ બેગમના એક અન્ય ઇન્ટરવ્યૂના બે ભાગમાં વહેંચાયેલ વિડીયો ક્લિપ્સનો પહેલો ભાગ અને બીજો ભાગ પણ સાંભળીશું.
Asha Parekh-A charming and talented actressમાં આશા પારેખની કારકીર્દીના અલગ અલગ સમયનાં ગીતોને યાદ કરાયાં છે, તો Unknown Facts About Asha Parekhમાં કેટલીક 'અજાણ' વાતોને રજૂ કરાઇ છે.

Words by Anna Morcom on Pakeezah (with accompanying videos from Tommydan)માં 'પાકીઝા'નાં મુખ્ય ગીતોને Illicit Worlds of Indian Dance શીર્ષસ્થ પુસ્તકમાંની રજૂઆતના સંદર્ભમાં મીના કુમારીની ૪૩મી પૂણ્યતિથિના ઉપલક્ષમાં રજૂ કરાયાં છે.

My favourite Meena Kumari songsમાં યાદ કરાયેલાં ગીતો પૈકી આ બે ગીતની અહીં ખાસ નોંધ લ ઇશું:
(શ્રીમતી) બેલા બોઝ (સેનગુપ્તા)ના ૧૫ એપ્રિલ ૨૦૧૫ના ૭૪મા જન્મદિવસે તેમની કારકીર્દી અને વર્તમાનની યાદને Uff Ye Beqaraar Dil Kahan Luta Na Poochhiyeમાં તાજી કરાઈ છે. લેખને અંતે મૂકેલાં ગીતોમાંથી આપણે આ ગીતોની નોંધ લઇશું:
એક વાર રજૂ થયા બાદ ક્યારે પણ ન જોવા મળેલ, અને કદાચ કાયમ માટે ભૂલાઇ ચુકેલાં મનાતાં, હેલનની ફિલ્મોનાં ગીતો, The Lost Films of Helenમાંના વિડીયો સ્લાઈડશૉમાં યાદ કરાયાં છે.

Tune, Composer, Language - It’s All the Sameમાં એ ને એ સંગીતકારોએ, એ જ ભાષાનાં ગીતોમાં, ૧૯૪૦-૫૦ના એક જ સમયગાળામાં ફરીથી વાપરી હોય તેવી ધૂનને અલગ અલગ પ્રકારનાં વર્ગીકરણમાં ગ્રંથસ્થ કરેલ છે.

Double delight with Fusion - વાદ્ય સંગીતના સંદર્ભમાં કરાતા વિલયન (Fusion)ના અર્થને બદલે તેનો આ પૉસ્ટના સંદર્ભમાં અર્થ સાવ જ અલગ ગણી શકાય. અહીં આ શબ્દનો પ્રયોગ બે સાવ અલગ ગાયન શૈલીને એક ગીતમાં પ્રયોજવા માટે કરેલ છે. ૧૯૫૦થી ૨૦૧૦ સુધીનાં આવાં ૧૨‘Fusion’ગીતોને પૉસ્ટમાં મૂકેલ પ્લૅયર -‘Fusion’ songs (from 1950s to 2010) - માં સમાવી લેવામાં આવ્યાં છે.

આ મહિને આપણા મિત્ર સમીર ધોળકિયાએ આ ગીતોને યાદ કર્યાં છેઃ
        અને હરીહરનના સ્વરમાં આ એક બહુ અનોખી રચના
સરકી જાયે પલ
કાળ તણું જાણે કે એ તો વરસે ઝરમર જલ
નહીં વર્ષામાં પૂર નહીં ગ્રીષ્મ મહીં શોષાય
કોઈના સંગની..સંગની એને કશી અસર નવ થાય
ઝાલો ત્યાં તો છટકે એવી નાજુક ને ચંચલ
                                                                    (આલ્બમ : આંખે કંકુના સૂરજ આથમ્યા)

શ્રી નરેશ માંકડે , અનિલ બિશ્વાસે સંગીતબદ્ધ કરેલ મન્નાડે, મીના કપૂર અને સાથીઓના સ્વરમાં ગવાયેલ અંગુલીમાલ (૧૯૬૦)નાં 'બુધ્ધમ શરણમ ગચ્છામિ'ના શબ્દપ્રયોગવાળાં ગીતની સાથે એ જ શબ્દપ્રયોગ સાથે જયદેવે સંગીતબદ્ધ કરેલ, અંજલિ (૧૯૫૭)નાં મોહમ્મદ રફીના સ્વરમાં ફિલ્માયેલ, આ ગીતનાં પુરોગામી સમાન ગીતને યાદ કરેલ છે.

અંતમાં, આપણા બ્લૉગોત્સવની પરંપરા મુજબ મોહમ્મદ રફી પરના કેટલાક ખાસ લેખો કે તેમનાં બહુ જ અનોખાં ગીતોને યાદ કરીએ -
એપ્રિલ ૨૦૧૫માં વેબ ગુર્જરીની 'ફિલ્મ ગીતની સફર'માં –
સચીન દેવ બર્મન અને મોહમ્મદ રફી : દેવ આનંદ માટે ગવાયેલાં સોલો ગીતો…. (૧)
કુંદનલાલ સાયગલ: અબ ઉસકી યાદ સતાયે ક્યૂં
સંગીત લહરી
અનિલ બિશ્વાસે સ્વરબદ્ધ કરેલાં, લતા મંગેશકરના સ્વરમાં ગવાયેલાં, ગીતો : ૩ :
                                                                                                                                 પ્રકાશિત થયેલ છે.
આપણા બ્લૉગોત્સવનાં એપ્રિલ મહિનાનાં સંસ્કરણના અંત માટે 'એપ્રિલ ફૂલ' ("ફિલ્મની વાત કરવાની છે !")ની યાદ આવી જ જાય, અને તેની સાથે યાદ આવે મોહમ્મદ રફી - શંકર જયકિશન ટ્રેડ માર્ક સમુ, કંઇ કેટલાંય વાયોલિનનાં સહુથી લાંબાં એવાં પ્રીલ્યુડવાળું ગીત
આ ગલે લગ જા, મેરે સપને, મેરે અપને, મેરે પાસ આ
આપણા બ્લૉગોત્સવને વધારે સમૃદ્ધ અને રસપ્રદ બનાવવા માટે આપનાં સુચનો આવકાર્ય છે........

Tuesday, April 28, 2015

ગુણવત્તા સંચાલન વિષેના લેખ અને બ્લૉગ્સનો બ્લૉગોત્સવ - એપ્રિલ ૨૦૧૫

ગુણવત્તા સંચાલન વિષેના લેખ અને બ્લૉગ્સના બ્લૉગોત્સવનાં એપ્રિલ ૨૦૧૫ સંસ્કરણમાં આપનું હાર્દિક સ્વાગત છે.

આ મહિનાનાં સંસ્કરણ માટે, પ્રક્રિયા સુધારણાના ઊડા ખૂણા ખાંચરાઓ પર નજર કરવાના ઈરાદાથી, “Improving measures of measurement of process \ પ્રક્રિયાની માપણીનાં માપની સુધારણા” વિષેના લેખની શોધખોળ કરવાનું વિચારેલ. જો કે પરિણામો થોડાં આમ થોડાં તેમ કહી શકાય તેવાં રહ્યાં છે. ખેર, અહીં જે કંઇ વધારે મળવાની આશા છે તેની પૂર્તિ કરવા આપણે આવતા થોડા મહિનાઓમાં આ શોધખોળને થોડી વધુ ચોક્કસ દિશામાં આગળ વધારીશું.

આ મહિનાનાં આ સંસ્કરણનાં પ્રથમ ચરણમાં, “Improving measures of measurement of process \ પ્રક્રિયાની માપણીનાં માપની સુધારણા” વિષય પરની શોધખોળના કેટલાક લેખો પર નજર કરી લઇએ.

Following a measurement journey - સુધારણા પરિયોજનાના સંદર્ભમાં માપણીને લગતી પ્રવૃત્તિઓને સફર તરીકે જોવી ફાયદાકરક બની રહે છે... Measurement Journey
Source: Lloyd, R. Quality Health Care: a guide to developing and using indicators. Jones & Bartlett Publishers 2004

Measures -પરિવર્તન કરવા માટે અને તેની ચકાસણી કરતા રહેવા માટે માપણીનું ખાસ્સું મહત્ત્વ છે; પોતે જે પરિવર્તનો કરે છે તે ખરેખર સુધારણા ભણી લઇ જઇ રહ્યાં છે કે કેમ તેની ખબર ટીમને માપણી માટેનાં માપ દ્વારા પડી શકે છે. સુધારણાને લગતી માપણીઓ માટે સંતુલિત માપની પસંદગી જ કરવી જોઇએ. રન ચાર્ટ પર આ માપનાં પરિણામોનો ચોક્કસ સમયાંતરે આલેખ તૈયાર કરવાથી સાવ સીધી સાદી રીતે જ ખબર પડી રહે કે આપણે જે કંઈ ફેરફારો કરી રહ્યાં છીએ તેનાથી સુધારા થાય છે કે નહીં. આ વિષે વધારે માહિતી માટે જૂઓ : How to Improve: Establishing Measures.

Types of Measures - માળખાંકીય માપ: સાધન-સરંજામ અને સવલતોને લગતાં માપ; પરિણામોને લગતાં માપ - અંતિમ પેદાશ, ફળાદેશ વગેરેને લગતાં માપ; પ્રક્રિયાને લગતાં માપ - તંત્ર કેમ કામ કરી રહ્યું છે તેને લગતાં માપ; સંતુલન માપ - તંત્રને એકેથી વધારે દૃષ્ટિકોણથી જોતાં માપ.

આરોગ્ય સંભાળની ગુણવત્તાની માપણી: ગુણવત્તા માપની ઝાંખી \Measuring Healthcare Quality: An Overview of Quality Measures સંક્ષિપ્તમાં ગુણવત્તાનાં જૂદાં જૂદાં માપ ક્યાં હોઇ શકે, ગુણવત્તામાટેનાં માપ કેમ બનાવવાં, ગુણવત્તા.. માટેની આંકડાકીય માહિતી ક્યાં ક્યાંથી મળી શકે, ગુણવત્તા માપનો શી રીતે ઉપયોગ કરવો અને ગુણવત્તા માપણીમાં હવે પછી શું જેવી બાબતો વિષે ચર્ચા કરે છે.

સીમાચિહ્ન સ્વરૂપ માપદંડકીય માપણીની મદદથી સમયાંતરે કામગીરીમાં સુધારણા \ Using benchmarking measurement to improve performance over time - સીમાચિહ્ન સ્વરૂપ માપદંડકીય બાહ્ય પ્રવૃત્તિઓમાં ભાગ લેવો...એ સીમાચિહ્ન સ્વરૂપ માપદંડ થકી મળતી આંકડાકીય માહિતી એ જ અંતિમ લક્ષ્ય નથી. અંતિમ લક્ષ્ય તો સમયાંતરે સુધારણાની શરૂઆત કર્યા બાદ તેને ટકાવી રાખવાનું છે.

આ લેખમાં દરેક પાનાં પર બાજૂમાં મૂકાયેલાં અવતરણો માર્મિક પણ ચોક્કસ પણે લેખના સંદેશને બળ પૂરે છે. આપણે પણ અહીં તેમની નોંધ લ ઇશું :
ગુણવત્તા કદી પણ અકસ્માત નથી હોતી; એ તો બુધ્ધિપૂર્વક કરાયેલા પ્રયાસોનું પરિણામ જ હોય છે.” – જોહ્ન રસ્કિન

લક્ષ્ય તો આંકડાને માહિતીમાં અને પછીથી માહિતીને હૈયાઉકલતભરી જાણકારીમાં પરિવર્તિત કરવાનું છે.” – કાર્લી ફ્યોરીના

આપણને જે ખબર નથી તે આપણને તકલીફમાં નથી મૂકી દેતું. આપણને જેના વિષે પાક્કી ખાત્રી હોય છે તે વિષે જ ખરેખર તો ખબર નથી હોતી.” – માર્ક ટ્વૈન

આંકડા ખૂદ નથી બોલતા - તેમને સંદર્ભની, અને સંશયાત્મક મૂલ્યાંકનની, જરૂર પડતી હોય છે. -એલન વિલકૉક્ષ

આંકડાઓ જેને ચળાવી શકે તે વ્યક્તિને ચતુર સુજાણ જાણવી.” – જ્યોર્જ બર્નાર્ડ શૉ

તમે જે કંઈ કરી રહ્યાં છો તેના વિષે. કે તેને કેમ વધારે સારૂં કેમ કરી શકાય તે વિષે, આંકડાઓ કંઇ કહી શકે તેમ નથી એમ જો તમે માનતાં હો તો, ક્યાં તો તમે ખોટાં છો અને ક્યાં તો તમને વધારે રસપ્રદ કામની જરૂર છે.” – શ્ટીફન સેન્ન

મુશ્કેલીઓની વચ્ચે જ તક છૂપાયેલી હોય છે.” – આલ્બર્ટ આઇનસ્ટાઈન
આ વિષય પરની આપણી શોધખોળ હજૂ થોડા હપ્તાઓ સુધી ચાલુ રાખીશું.

આ મહિને બીજા ભાગમાં આપણે Influential Voices Blogroll Alumniના બ્લૉગ, Suresh Lulla's Blogની મુલાકાત લઇશું. અહીં મૂકાયેલી પહેલાંની કેટલીક પૉસ્ટ જોવાથી આ બ્લૉગની પ્રવૃત્તિઓનો અંદાજ આવશે.–
Managing for Quality

Problem Solving in 4 Steps – 2

Problem Solving in 4 Steps

Who Pays for Bad Quality? Is there a Solution?

Supplier Solutions. MADE IN INDIA
અને હવે આપણે આપણા નિયમિત વિભાગો તરફ વળીએઃ

ASQ CEO, Bill Troy આપણી સમક્ષ ‘A Leader’s Roadmap to a Culture of Quality: Building on Forbes Insights-ASQ Leadership Research’ મંથન અર્થે રજૂ કરે છે. Creating a Customer-Centered Culture: Leadership in Quality, Innovation and Speed પુસ્તકના લેખક રૉય લૉટન સફળ કામગીરીનાં ખૂટતાં, પણ જરૂરી એવાં નિશ્ચિત ઘટકોની રજૂઆત આ શ્રેણીમાં કરવાના છે. ગયા મહિને, રજૂ થયેલા પહેલા ભાગમાં મુદ્દા #૧ - ગુણવત્તા સંસ્કૃતિનાં ઘડતર માટે દરેક કર્મચારીએ કોઇ પણ વ્યૂહ રચનાનાં ચાર મહત્ત્વનાં પાસાંને તો ધ્યાનમાં લેવાં જ જોઇએ -ની વિગતે છણાવટ કરાયેલ છે. (પૃષ્ઠ 8: Boeing’s Ken Shead). હવે બીજા ભાગમાં, સાંસ્કૃતિક રૂપાંતરના માર્ગ પર ગ્રાહકની અપેક્ષાને બહુ ઝીણવટથી સમજો એ મુદ્દા (#૨)ને કેમ સફળતાથી સિધ્ધ કરવો તેની વાત છે.

આ ઉપરાંત બીલ ટ્રોય Encourage The Next Generation of STEM Professionals ને પણ અલગથી ચર્ચામાં આવરી લે છે. Julia McIntosh, ASQ communications તેમના March Roundup: What To Do About STEM Education?’માં આ ચર્ચા પરના ASQ Influential Voices બ્લૉગ્ગર્સના અભિપ્રાયોને સંકલિત સ્વરૂપે રજૂ કરે છે.

આ માસનું ASQ TVવૃતાંત છે : Quality and Forensics - પ્રસ્તુત વૃતાંતમાં અદાલતી કાર્યવાહી સંબંધીત તબીબી સમુદાયના સંદર્ભમાં ગુણવત્તાની ભૂમિકાની વિષે તેમ જ બાંધકામના એક વિવાદનાં નીરાકરણમાં ફૉરેન્સીક તકનીકોનો શી રીતે ઉપયોગ કરાયો હતો તે વિષે જાણીશું. Correction Action Request કેમ શરૂ કરવી એ વિષે (પણ) જાણવાની સાથે સાથે એક બહુખ્યાત ટેલીવિક્ષન શૉ, CSI,ના એક સ્ટાર સાથે પણ વાત કરીશું.

સંલગ્ન વિડીયોસ્:
Forensic Technique Reveal Conclusive Evidence

The How and Why of Auditing
o Corrective Action Request
આ મહિનાનાં ASQ’s Influential Voice છે – ચૅડ વૉલ્ટર્સchad waltersચૅડ વૉલ્ટર્સ લીન બ્લિટ્ઝ કન્સલ્ટીંગ, ઑગસ્ટા, જ્યોર્જિયામાં લીન કન્સલટન્ટ તરીકે કાર્યરત છે. Lean Blitz Consulting બ્લૉગ પર તેઓ ખેલકૂદ સાથે સંકળાયેલી સંસ્થાઓમાં લીન તકનીકો અને સિદ્ધાંતોના ઉપયોગ વિષે લખે છે. છેલ્લાં આઠથી પણ વધારે વર્ષોથી તેઓ લીન અને સતત સુધારણા સાથે સક્રિયપણે સંકળાયેલા છે. તેઓ ASQ દ્વારા પ્રમાણિત સિક્ષ સીગ્મા બ્લૅક બેલ્ટ છે. ટ્રાઇ-સ્ટેટ યુનિવર્સિટી, અંગોલામાંથી કેમીકલ એન્જીનીયરીંગની સ્નાતક પદવી અને ઈન્ડિયાના યુનિવર્સિટીની કેલી સ્કૂલ ઑવ બીઝનેસમાંથી એમબીએની અનુસ્નાતક પદવી તેઓ ધરાવે છે.

તેમના બ્લૉગ પર, ASQ Influential Voice તરીકેના તેમના વિગતે લખાયેલાં મંતવ્યો ઉપરાંત તેમના પસંદગીના વિષય - ખેલકૂદની સુધારણામાં ગુણવત્તા સિધ્ધાંતોના ઉપયોગ -ને આવરી લેતા કેટલાક લેખ પર પણ અચૂક નજર કરીશું :
§ Presentation on the Designated Hitter and Root Cause Analysis

§ Should the Buffalo Bills Play Sunday Despite The Driving Ban?

§ Did Eric Hosmer’s First Base Slide Cost The Royals?

§ LinkedIn Post: Business Strategy and Clothes Dryers
સુધારણાની સફરમાં આપણે જે નવી કેડીને અનુસરવાનું શરૂ કરેલ છે તેને હજૂ વધારે અથપૂર્ણ કરવા માટે આપનાં સૂચનો અને ટિપ્પ્ણીઓ આવકાર્ય છે.

Saturday, April 25, 2015

અનિલ બિશ્વાસે સ્વરબદ્ધ કરેલાં, લતા મંગેશકરના સ્વરમાં ગવાયેલાં, ગીતો : ૩ :

: ૩ :  'આરઝૂ', 'બેકસૂર', 'લાજવાબ' – વર્ષ ૧૯૫૦
રજૂઆત - અશોક વૈષ્ણવ

૧૯૫૦નાં વર્ષમાં અનિલ બિશ્વાસનાં સંગીતબદ્ધ ત્રણ ફિલ્મો રજૂ થઇઃ
          આરઝૂ (દિલીપ કુમાર - કામિની કૌશલ), બેકસૂર (અજીત, મધુબાલા) અને લાજવાબ (સોહન, રેહાના).
 
આ ત્રણ ફિલ્મોનાં કુલ ૨૮ ગીતોમાં લતા મંગેશકરનાં ૧૨ સોલો ગીતો, પુરુષ સહગાયક સાથેનાં બે યુગલ અને એક સમુહ ગીત તેમ જ સ્ત્રી સહગાયક સાથેનાં ત્રણ સમૂહ ગીતો હતાં.
આરઝૂ (૧૯૫૦)
કહાં તક ઉઠાયે હમ ગમ, જાયેં અબ કે યા કે મર જાયેં - ગીતકાર : જાન નિસ્સાર અખ્તર
પ્રિયતમથી અલગ પડવાની પીડાને વાચા આપતું આ ગીત લતા મંગેશકરનાં ટોચનાં ગીતોમાં સ્થાન મેળવતું રહ્યું છે.
 ઉન્હેં ખો કર ઉન્હીં કી.. ઉન્હેં હમ જો દિલ સે - ગીતકાર : મજરૂહ સુલ્તાનપુરી
લય અને સૂરની દૃષ્ટિએ થોડાં મુશ્કેલ ગીતને પણ લતા મંગેશકર પૂરેપૂરો ન્યાય આપી રહેલ છે.
સુન રે સાજન સુન. મેરા નરમ કરેહવા ડોલ ગયા - ગીતકાર : પ્રેમ ધવન
લોકગીતના ઢાળમાં સજ્જ ગીત તેની સાદગીથી મનને ભાવવિભોર કરી મૂકે છે
 જાના ના દિલ સે દૂર , આંખોસે દૂર જા કે - ગીતકાર : મજરૂહ સુલ્તાનપુરી
પ્રિયતમને દૂર ન થવાની અરજમાં આગ્રહની સાથે ગીતની મીઠાશ ભળે છે,
આ વિડીયો ક્લિપમાં આ ચાર ગીત એક સાથે આવરી લેવાયાં છે.


 આયી બહાર, આયી બહાર, આયી બહાર જીયા મોરા ડોલે મોરા જીયા ડોલે રે - સમુહ ગીત - ગીતકાર : પ્રેમ ધવન
વાતાવરણમાં બહારનાં આગમન સાથે જે ખુશહાલી પ્રસરી ઊઠે તેનો આનંદ સખીઓની સાથે માણવાની મજા જ કંઇક ઑર હોય છે.


બેકસૂર (૧૯૫૦)
ઓ ગોરે ગોરે ચાંદ સે મુખ પર કાલી કાલી આંખે હૈ - ગીતકાર : આરઝૂ લખનવી
નૃત્યમય લયનું ગીત

  હૂએ નૈના ચાર મૈં ક્યા કરૂં - ગીતકાર : એહસાન રીઝવી
પ્રેમના ઇઝહારની ફૂટતી સરવાણીઓ

 આયી ભોર સુહાની આયી જાગી આશા - ગીતકાર : આરઝૂ લખનવી


 મનમેં નાચે મનકી ઉમંગે,બનમેં નાચે મોર – ગીતકાર : એહસાન રીઝવી


  હુશ્નકે તીર ચલાના તુમ ઈતના ન હમ પે સિતમ ઢાના અને અખિયાં ગુલાબી જૈસે મદકી હૈ એમ લતા મંગેશકર અને મોહમ્મદ રફીનાં બાકીનાં બે યુગલગીતો હંસરાજ બહલે સ્વરબદ્ધ કર્યાં હતાં.

લાજવાબ (૧૯૫૦)
ઈક મેરા દિલ એક ઉનકા દિલ, દો પ્રેમ ગગનકે તારે - ગીતકાર : ડૉ. સફદર 'આહ'


 આયે થે ધડકન લેકર દિલમેં,ચલે લેકર જાન ચલે
 

 
ઈસ હંસતી ગાતી દુનિયામેં હાય કૌન મેરા સહારા - ગીતકાર : પ્રેમધવન


દ્વાર તિહારે આયી હૂં,બુઝતી હુઇ એક જ્યોતકો - ગીતકાર : પ્રેમધવન
સુષુપ્ત થઇ ગયેલી આશાઓને પ્રજ્વલિત કરવાના પ્રયત્નોના ભાવને વ્યક્ત કરતા શબ્દોને અનુરૂપ ઓરકેસ્ટ્રેશન

 ડીંગુ નાચે રે ગોરી નાચે ડીંગુ - અનિલ બિશ્વાસ સાથે સમૂહ ગીત - ગીતકાર : શેખર
લોક ગીતના ઢાળનો બહુ જ અસરકારક ઉપયોગ કરીને સમૂહ આનંદ વ્યકત કરતું ગીત


હાય હાય હાય દો દિનકી બહાર હૈ દો દિનકા પ્યાર હૈ - અનિલ બિશ્વાસ સાથે સમૂહ ગીત - ગીતકાર : પ્રેમધવન
સમૂહ ગીતમાં અનિલ બિશ્વાસના સ્વરનો ઉપયોગ તો સંગીતના સૂર તરીકે કરાયો છે તેમ કહી શકાય

દિલ ના હાથોંસે નીકલ જાયે, ઓ વૈ દેખો દેખો - બીનાપાની મુખર્જી સાથે - ગીતકાર : શેખર
મુખડા અને અંતરાની તર્જમાં થતા રહેતા ફેરફારો, રુબાબ જેવાં વાદ્યોના પ્રયોગોની મદદથી અફઘાન સંગીતની છાંટ પર આધારીત જણાતું ગીત

 
સુંદરી ઓ સુંદરી હાય દો દિનોંકી ઝીંદગી - બીનાપાની મુખર્જી સાથે - ગીતકાર : પ્રેમધવન
આ ગીત ઇન્ટરનેટ પર મળી શક્યું નથી.


 

Wednesday, April 15, 2015

કચ્છમાં મહિલા સશક્તિકરણ : ગઈ કાલ, આજ અને આવતી કાલ | શ્રી કાંતિપ્રસાદ અંતાણી સ્મૃતિ વ્યાખ્યાનમાળા - પહેલું વ્યાખ્યાન


ઈન્સ્ટિટ્યુટ ઑફ યુથ ડેવલેપમેન્ટ, ભુજ (કચ્છ- ગુજરાત) દ્વારા કચ્છના જાણીતા સ્વાતંત્ર્યસેનાની અને જિલ્લા પંચાયતના પ્રથમ પ્રમુખ આદરણીય શ્રી કાન્તિપ્રસાદ અંતાણીની સ્મૃતિમાં શ્રી કાંતિપ્રસાદ અંતાણી સ્મૃતિ વ્યાખ્યાનમાળા શરૂ કરાઇ છે.

આ વ્યાખ્યાનમાળાનું પહેલું વ્યાખ્યાન ૧૧ એપ્રિલ, ૨૦૧૫ના રોજ, કચ્છ જિલ્લા પંચાયતના વર્તમાન પ્રમુખ શ્રી ત્રિકમભાઈ છાંગાની અધ્યક્ષતામાં ભુજ ખાતે યોજાઇ ગયું.
આજના સમયમાં બહુ જ પ્રસ્તુત છે એવા આ વ્યાખ્યાનના વિષય  "કચ્છમાં મહિલા સશક્તિકરણ : ગઈ કાલ, આજ અને આવતી કાલ"નાં વક્તા હતાં  કચ્છમાં મહિલા ઉત્કર્ષ અને સશક્તિકરણ માટે પાયાનાં સ્તરે બહુ આયામી કામ કરનાર સુશ્રી સુષ્માબહેન આયંગર.


આ કાર્યક્રમનો સંક્ષિપ્ત અહેવાલ અહીં રજૂ કરેલ છે –