Sunday, September 18, 2016

૧૯૪૯નાં ગીતો : ચર્ચાની એરણે - લતા મંગેશકરનાં સૉલો ગીતો : ૧



૧૯૪૯નાં જાણીતાં અને ઓછાં જાણીતાં ગીતોની ચર્ચાને એરણે આપણે સ્ત્રી સૉલો ગીતોમાં અન્ય સ્ત્રી ગાયિકાઓનાં સૉલો ગીતોને આ પહેલાં સાંભળી ચૂક્યાં છીએ.
૧૯૪૯નાં લતા મંગેશકરનાં સૉલો ગીતોની યાદી તૈયાર કરતાં મનમાં મિશ્ર ભાવો ઊઠ્યા હતા - કેટલાંક ગીતો એવાં છે કે જેમણે હિંદી ફિલ્મી ગીતોની મારી સમજ અને રસને કેળવવામાં ભાગ ભજવ્યો છે એ શ્રેણીમાં આવતાં હતાં. બીજાં ગીતો એવાં છે કે જે જો ઇન્ટરનેટ ન વિકસ્યું હોત તો કદાચ ક્યારે પણ સાંભળ્યાં નહોત. વચ્ચે એવાં પણ થોડાં ગીતો છે જે એ ફિલ્મોમાં મુકાયાં છે જે ફિલ્મો અમે અમારા કૉલેજકાળમાં ફરીથી જોઈ.આ ગીતો એ ફિલ્મોમાં સાંભળ્યા સિવાય પાછાં ફરી રેડિયો કે રેકોર્ડ પર ભાગ્યે જ સાંભળ્યાં હશે.
આમ જે બીજા અને ત્રીજા પ્રકારમાં ગણી શકાય તેવાં ગીતો અહીં ફરીથી સાંભળવા મળે છે તે ખુશી સાથે ત્રણ સળંગ પૉસ્ટમાં વહેંચીને ગોઠવ્યાં છે. બાકીનો હિસાબ તો સાવ સીધો જ છે કે જે પહેલા પ્રકારનાં ગીતો છે તેને મારી પસંદના સૌથી વધારે ગમેલાં ગીતોની ચર્ચાનાં તારણ સમી પૉસ્ટમાં સમાવી લીધાં છે.
આ ભી જા આનેવાલે - આઈયે -  શૌકત દહેલવી (ઉર્ફ નાશાદ) - નક્શબ જારાચવી

કોઈ મેરે દિલમેં ખુશી બનકર આયા - અંદાઝ - નૌશાદ - મજરૂહ સુલ્તાનપુરી

જુદાઈકી ખબર અગર હોતી - આંસૂ - હુસ્નલાલ ભગતરામ - ક઼્મર જલાલાબાદી 
જો દિલમેં ખુશી બનકે આયે - બડી બહન - હુસ્નલાલ ભગતરામ - રાજેન્દ્ર કૃષ્ણ

પરદેસી મુસાફિર કિસે કરતા ઈશારે - બાલમ - હુસ્નલાલ ભગતરામ - ક઼મર જલાલાબાદી 

જો કરકે ગયે બરબ઼ાદ હમેં - બાંસરિયા - હુસ્નલાલ ભગતરામ - મુલ્કરાજ ભાકરી 

બિછડે હુએ પરદેસી, એક બાર તો આના તૂ - બરસાત - શંકર જયકિશન - હસરત જયપુરી

હમ દર્દ લિયે બૈઠે બેદર્દ ઝમાના -બિધાતા (રજૂ ન થએલી ફ્લ્મ) રામ ગાંગુલી - ?
શંકર-જયકિશને ઘણાં ગીતો અન્ય કશેથી પ્રેરણા લઈને બનાવ્યાં હતા. મોટા ભાગનાં આ પ્રકારનાં ગીતોમાં તેમનો મૌલિક સ્પર્શ પણ એટલો જ રહેતો. આ ગીત એમની પ્રેરણાદાયક ગીતોમાં પહેલું  હોવાનું શ્રેય પોતાને ફાળે નોંધાવી શકે.!


બસા લો અપની નિગાહોંમેં પ્યાર થોડા સા - બાઝાર - શ્યામ સુંદર - ક઼મર જલાલાબાદી 
હૌસલે દિલ કે મિલે, પ્યાર કે અરમાન ગયે - ભેદી બંગલા - પી રમાકાન્ત - એહસાન રીઝ્વી 
દિલ તોડનેવાલે ...ક્યા તૂને કિયા હૈ બરબાદ હમેં કરકે - ભોલી - પંડિત ગોવીંદરામ - ઈશ્વર ચંદ્ર કપૂર

૧૯૪૯નાં લતા મંગેશકરનાં સૉલો ગીતોની સફર હજૂ આગળ પણ ચાલૂ જ છે.......


No comments: