Thursday, January 19, 2017

૧૯૪૯નાં ગીતો : ચર્ચાની એરણે : યુગલ ગીતો - સ્ત્રી - સ્ત્રી યુગલ ગીતો



હિંદી ફિલ્મોમાં સ્ત્રી-સ્ત્રી યુગલ ગીતોમાટેની સીચ્યુએશન્સ મર્યાદિત જ હોય તે સમજી શકાય તેમ છે. એ સંજોગોમાં સ્ત્રી-સ્ત્રી યુગલ ગીતો ક્યાં તો બે સખીઓના સંવાદ કે બે નૃત્યાંગનાઓનાં નૃત્ય પૂરતાં જ મર્યાદિત જોવા મળવાં જોઈએ. આ જ પ્રકારનાં યુગલ ગીતોમાં પણ જે વૈવિધ્ય જોવા મળતું રહ્યું છે એ માટે હિંદી ફિલ્મોના દિગ્દર્શકો અને સંગીત નિર્દેશકોની સર્જનાત્મકતાને દાદ દેવી રહી. એવાં કેટલાંય સ્ત્રી-સ્ત્રી યુગલ ગીતો છે જે સૉલો ગીતોની બરાબરી કરી શકે તે બરનાં રહ્યાં છે. ૧૯૪૯નું વર્ષ પણ આ બાબતોએ અપવાદ નથી રહ્યું.
ગીતોની યાદી બનાવવામાં સરળતા રહે એ માટે કરીને આપણે એક સ્ત્રી ગાયકને મુખ્ય પાત્ર ગણીને તેમની સાથે અન્ય સ્ત્રી ગાયકોની જોડીનાં યુગલ ગીતોને એક સાથે વર્ગીકૃત કરેલ છે.
લતા મંગેશકર +
આહાહા, આહાહા, આઓ ચલે ચલે વહાં, બોલો ચલે ચલે કહાં - આઈયે - મુબારક બેગમ સાથે - શૌકત હૈદરી - નખ્શાબ જરાચવી
ડર ના મોહબ્બત કર લે - અંદાઝ - શમશાદ બેગમ સાથે - નૌશાદ - મજરૂહ સુલ્તાનપુરી
ચુપ ચુપ ખડે હો જરૂર કોઈ બાત હૈ - બડી બહેન - પ્રેમલતા સાથે હુસ્નલાલ ભગતરામ - ક઼મર જલાલાબાદી   
દુનિયાવાલો મુઝે બતાઓ ક્યા હૈ સચ્ચા પ્યાર બાલમ - સુરૈયા સાથે હુસ્નલાલ ભગતરામ ક઼મર જલાલાબાદી
આ ગીતનું પુરુષ-પુરુષ યુગલ ગીત વર્ઝન પણ છે જે મોહમ્મદ રફી અને એસ ડી બાતિશના સ્વરોમાં છે 
પરદેસી મુસાફીર, કિસે કરતા ઈશારે - બાલમ - સુરૈયા સાથે - હુસ્નલાલ ભગતરામ - ક઼મર જલાલાબાદી
જરા સુન લો હમ અપને પ્યાર કા અફસાના કહતે હૈ - બાઝાર - રાજકુમારી સાથે - શ્યામ સુંદર - ક઼મર જલાલાબાદી
આગરે કો ઘાઘરો મંગવા દે રાજા લાડલી - આશાલતા સાથે - અનિલ બિશ્વાસ નઝીમ પાનીપતી 
છોટા સા મંદિર બનાઉં જય જય પ્રેમ દેવતા લાડલી - મીના કપુર સાથે - અનિલ બિશ્વાસ - ચંદ્રશેખર પાંડેય 
હમ જાની રે હમ જાની રે - સાંવરિયા - ગીતા રોય સાથે - સી. રામચંદ્ર પી એલ સંતોષી
ચલો ઘુંઘટમેં ગુઈયાં છુપાકે ગજબ તોરે નૈના - સિપાહીયા - ગીતા રોય સાથે સી રામચંદ્ર રામુર્તિ ચતુર્વેદી 
મેરે આંગનમેં ચાંદની ચમકે ચમાચમ - ઉષાહરણ - રાજકુમારી સાથે સરસ્વતી દેવી - રામમુર્તી ચતુર્વેદી 

શમશાદ બેગમ +
આ જાવો ફિર મેરી બીગડી કો બનાને - દાદા - પ્રેમલતા સાથે - શૌકત હૈદરી - મજરૂહ સુલ્તાનપુરી 
મેરી પ્યારી પતંગ ચલી બાદલ કે સંગ દિલ્લગી - ઉમા દેવી સાથે નૌશાદ - શકીલ બદાયુની 
છક છક ચલે હમારી રેલ, યે હૈ આગે યે પાની કા મેલ નાચ ગીતા રોય સાથે હુસ્નલાલ ભગતરામ - મુલ્કરાજ ભાકરી
પ્યારકે જહાંકી નિરાલી સરકાર હૈ - પતંગા - લતા મંગેશકર સાથે - સી રામચંદ્ર - રાજેન્દ્ર કૃષ્ણ 

ગીતા રોય +
હસરત ભરી નઝર કો ...ઓ પરદેસીયા, ઓ રસીયા દિલ કી બસ્તી ઝોહરા જાન સાથે - ગુલામ મોહમ્મદ - કુમાર બારાબંક્વી
બાદલ ગિર આયે - કરવટ - આશા ભોસલે સાથે - હંસરાજ બહલ - વી એન મધોક
ખેલોગે કૌન સા ખેલ મેરે લાલ - તારા - પ્રેમલતા સાથે - વિનોદ - અઝીઝ કશ્મીરી 
મિઠાઈ કી દુકાન દિલ્લી કે બાઝાર - તારા - ગાંધારી સાથે - વિનોદ - અઝીઝ કશ્મીરી

જોહરાબાઇ અંબાલેવાલી  +
હૈ કહાની પ્રીત કી ઇતવાર સે ઇતવાર દૌલત લલિતા દેઉલકર સાથે હનુમાન પ્રસાદ - ક઼મર જલાલાબાદી 
છૂન છૂન ઘુંધરીયા બાજે, યે રાત ફિરના ના આયેગી, જવાની બીત જાયેગી - રાજકુમારી સાથે - મહલ - ખેમચંદ પ્રકાશ નખ્શાબ જારાચવી
સુરૈયા  +
અયે દર્દ-એ-મોહબ્બત તુને મુઝે બદનામ કરકે છોડા - સિંગાર - સુરીંદર કૌર સાથે ખુર્શીદ અન્વર - ડી એન મધોક 
હમીદા બાનુ +
આવો સખી હમ ગાયે તરાના - ઝેવરાત - શાંતા કુંવર સાથે - હંસરાજ બહલ - હબીબ સરહદી 

હવે પછીના અંકમાં આપણે પુરુષ-પુરુષ યુગલ ગીતો સાંભળીશું.

No comments: