Tuesday, January 31, 2017

હિંદી ચિત્રપટ સંગીતના સુવર્ણ યુગથી સંકળાયેલાં બ્લૉગવિશ્વનો બ્લૉગૉત્સવ - ૧_૨૦૧૭



હિંદી ચિત્રપટ સંગીતના સુવર્ણ યુગથી સંકળાયેલાં બ્લૉગવિશ્વ -  _૨૦૧૭ બ્લૉગૉત્સવ સંસ્કરણમાં આપનું સ્વાગત છે.
હંમેશની જેમ આપણે શરૂઆત અંજલિ લેખોથી કરીશું.
Which Was the True Voice of Pancham? - ૨૩ વર્ષ પહેલાં પંચમ (આર ડી બર્મન) સંગીતની દુનિયામાંથી પંચમ સ્વરનો ધ્વનિ શાંત કરીને જતા રહ્યા. છેલ્લાં થોડાં વર્ષોથી તેમની સંગીત કારકીર્દીમાં જે ઉતાર આવ્યો હતો તેમાં ભરતી આવવાના અણસાર દેખાતા હતા એ જ વખતે આરડીએ માયા સંકેલી નાખી.પીયુષ શર્મા તેમણે પોતાના જ સ્વરમાં ગાયેલ તેમનાં જ ગીતોના તેમના વિવિધ સ્વરોને યાદ કરે છે. પહેલાં માત્ર સંગીતના એક સૂર તરીકે તેમણે પોતાનો સ્વર મૂકવાનું ચાલુ કર્યું જે ધીમે ધીમે એક આગવી પહેચાન અતરીકે સંગીત ચાહકોનાં દિલમાં જગ્યા બનાવી ગયો.તેમણે બંગાળી ગીતો માટે એક ખાસ સ્વર વાપરાવાનું નક્કી કર્યું હશે એમ પણ જણાય છે, જેમકે  મોને પોરે રૂબી રોય (હિંદીમાં: મેરી ભીગી ભીગી સી - અનામિકા) અને જેતે જેતે પાથો  હોલો દેરી (હિંદીમાં: તેરે બીના જિંદગીસે કોઈ શીક઼વા નહીં - આંધી).
ઓમ પુરીએ ૬૬ જ વર્ષની ઉમરે આ જગતની આખરી વિધાય લઇ લીધી. મુદ્રિત, ટીવી અને ડીજિટલ  જાહેર પ્રચાર માધ્યમોમાં તમને વ્યાપક પ્રમાણમાં અંજલિઓ આપવામાં આવી. એ પૈકી ત્રણ અંજલિઓની આપણે મુલાકાત કરીશું -  

  • Om Puri – The Luminance of a Natural Actor  - અમિતાવ નાગ - અભિનયની ચાર દશકની કારકીર્દી પર ઓમ પુરીએ ૬ જાન્યુઆરી, ૨૦૧૭ના રોજ પરદો પાડી દીધો. '૭૦ અને '૮૦ની સંમાંતર હીદી ફિલ્મોના એક મહત્ત્વના પ્રતિનિધિ તરીકે ઓમ પુરીની ઓળખને તે પછીથીની તેમની આંતરરારાષ્ટ્રીય ફિલ્મો અને ટેલીવીઝન પરની વૈવિય સભર ભૂમિકાઓએ વધારે સમૃધ્ધ કરી.
  • The original choice for Ahuja’s role in ‘Jaane Bhi Do Yaaro’ was... not Om Puri - બીલ્ડર આહુજાની ભૂમિકા પંકજ કપૂર કરવાના હતા, પણ તેમને તર્નેજાનાં પાત્રમાં ખસેડ્યા પછીથી ઓમ પુરીએ એ પાત્રને પર્દા પર જીવંત કરી હળવી ભૂમિકાઓ ભજવવાના શ્રીગણેશ કર્યા.
  • Everyman, comedian, sutradhaar: a tribute to Om Puri - ઓમ પુરીની કારકીર્દીનું શ્રેષ્ઠ કામ આજથી ૨૫થી ૩૫ વર્ષ પહેલાં થઇ ગયું હતું એમ વિચાર કરવામાં પણ કંઈક ખોટું થઈ રહ્યું છે એવું અનુભવાય. જૂદી જૂદી કોઈ પણ ભૂમિકામાં ઓમ પૂરી આપણામાંના એક જ અનુભવાતા એઅહ્યા. જાને ભી દો યારોંના આહુજાની ભાષામાં કહી તો, 'યે ફિલ્મ્સ આપ અકેલેકી નહીં હૈ. હમ સબ શૅરહોલ્ડર હૈં'.

નક્શ લાયલપુરીની વિદાયની પણ નોંધ લેવાઈ.


From Hindi film music to raga-based symphonies, the remarkable journey of Anthony Gonsalves  -૧૮મી જાન્યુઆરીએ બહુખ્યાત સંગીતનિયોજક અન્થની ગોન્સાલ્વીઝની પાંચમી મૃત્યુ તિથિના સંદર્ભે નરેશ ફર્નાન્ડીસ અંજલિ આપતાં પાશ્ચાત્ય શાસ્ત્રીય સંગીત અને ગોવાની સંસ્કૃતિનાં મિલનમાં તેમની આગવી ભૂમિકાને યાદ કરે છે.
Geeta Bali’s Personality Had the Energy of Shammi Kapoor’s Dance  - મેઘા માથુરે લખેલ ગીતા બાલીને આ અંજલી ધ ક્વિન્ટ પર ૨૧ જાન્યુઆરી, ૨૦૧૬ના રોજ પ્રકાશિત થયેલ, જેમાં ગીતા બાલીની પ્રતિભાને ફરીથી સજીવન કરાઈ છે.
Kamal Amrohi made only four films. Fortunately for us, one of them was ‘Pakeezah’  - કમાલ અમરોહીની જન્મ તિથિ નિમિત્તે વિનોદ મહેતાએ લખેલ મીના કુમારીની જીવનકથામાંથી 'પાકીઝા'નાં નિર્માણ દરમ્યાન આવી પડેલી મુશ્કેલીઓનો ચિતાર રજૂ કરતો અંશ અહીં વાંચવા મળે છે.
જાન્યુઆરી, ૨૦૧૭ના 'વિસરતી યાદો, સદા યાદ રહેતાં  ગીતો'ના અંકમાં 'દિલીપ ધોળકિયા: ગાયકીનો અનોખો અંદાજ'ની રજૂઆતની સાથે ૨૯-૧-૨૦૧૭નાની પૉસ્ટમાં 'દિલીપ ધોળકિયા - કિસ્મતે યારી ન આપેલ કાબેલ સંગીતકાર'ને સાંકળી લીધેલ છે.
હવે અન્ય વિષયો પરની પૉસ્ટ્સની મુલાકાત લઈએ:
Noor Jehan with R.D. Burman & Asha Bhosle - આશા ભોસલેનું કહેવું છે કે નુરજહાંએ ગાયેલું બદનામ મોહબ્બત કૌન કરે (દોસ્ત, ૧૯૪૪, સજ્જાદ હુસૈન) તેમને બહુ જ પસંદ છે.

Bharat Bhushan, Meena Kumari at premiere of Baiju Bawra (1952)

ડાબેથી - ભારત ભૂષણ, મીના કુમારી, મીના કુમારીની બહેન માધુરી જેમનાં લગ્ન મહેમૂદ સાથે થયેલ અને ફિલ્મમાં તાનસેનની ભૂમિકા જેમણે ભજવી હતી તે સુરેન્દ્ર

 When Cinema Matched Music Beat by Beat: Nadiya Kinare in Abhimaan  - 'અભિમાન'માં નદીયા કિનારે ગીર આયી કંગના માટે સૌથી મોટો પડકાર હતો ગામઠી વાતાવરણમાં ફિલ્મનાં પાત્રની ગાયકીની શાસ્ત્રીય સંગીતની સજ્જતાને અક્ષુણ્ણપણે રજૂ કરવાનો.એસ ડી બર્મનનું સંગીત, મજરૂહ સુલ્તાનપુરીના શબ્દો, લતા મંગેશકરનો સ્વર, જયા ભાદુરી અને અમિતાભનો અભિનય અને એ બધાંને સંકળી લેતું હૃષિકેશ મુખર્જીનું દિગ્દર્શન એ બધાં પરિબળોએ એ પડકાર બહુ સફળતાથી ઝીલી બતાવ્યો.આનંદ દેસાઈ અને અંતરા નંદા મોંડલ ગીતનું સૂક્ષ્માવલોકન બહુ જ રસપ્રદ શૈલીમાં કરે છે.

A snowy winter is the perfect excuse to get cuddly in Hindi film songs  - મનીશ ગાયકવાડ કડકડતી ઠંડીને ઉજાગર કરતાં ગીતોના પ્રકારને આલેખે છે.
સુબોધ અગ્રવાલ તેમની શ્રેણી Songs based on classical ragas માં એક વધુ મણકો - Film Songs Based on Classical Ragas (10) – Bihag and its family  -  ઉમેરે છે.
My Favourites: ‘Kaun Aaya?’ Songs  - હિંદી ફિલ્મોનાં ગીતોમાં જેના જવાબ લગભગ બધાંને ખબર હોય એવા પૂછવા ખાતર પૂછાયા સવાલો એક ખાસ પસંદવાળો પ્રકાર રહ્યો છે.આવો એક સવાલ છે 'કૌન આયા? (કોણ આવ્યું?). મોટા ભાગે જવાબમાં ક્યાં તો પોતાનાં દિલનો(ની) ચોર કે એવો જ કોઈ પ્રકાર હોય!પણ ગીતમાં સવાલ પૂછ્યા વિના તો શેનું ચાલે?  પ્રસ્તુત લેખમાં જાણીતા સવાલનાં થોડાં ઓછાં જાણીતાં ગીતોને યાદ કરાયાં છે, જેમકે -
Dhoondhta Hoon Jinko Raaton Ko Khayalon Main Mein - શિવ કુમાર (પાઠક)નું પદાર્પણ ૧૯૬૫ની ફિલ્મ 'પૂનમ કી રાત'થી થયું. લેખનાં શીર્ષકમાં જે ગીતનો ઉલ્લેખ છે  એ ગીત ઢુંઢતા હું જિનકો
Flashback 50 Years - પીયૂષ શર્મા સંગીત રચના, શ્રોતાઓની પસંદ અને નવા સંગીતકારોનાં પદાર્પણના પ્રવાહો વચ્ચે ૫૦ વર્ષ પહેલાંનાં ૧૯૬૬નાં ગીતોને યાદ કરે છે.૧૯૬૬માં શંકર જયકિશન, ઓ પી નય્યર અને ઉષા ખન્નાની સાત સાત ફિલ્મો રજૂ થઇ.મદમોહન, રવી અને હેમંતકુમારની ત્રણ ત્રણ ફિલ્મો અને લક્ષ્મીકાંત પ્યારેલાલની ૧૦ ફિલ્મો રજૂ થઈ. આર ડી બર્મનની આગવી છાપ મૂકી ગયેલ 'તીસરી મંઝિલ' પણ આ વર્ષે રજૂ થઈ હતી. તે ઉપરાંત એકલ દોકલ ફિલ્મોમાં નોંધપાત્ર સંગીત આપનારા સંગીતકારો આ વર્ષમાં પણ હતા.
(Part I): Shankar Jaikishan Hits of 1966સંગીતની દૃષ્ટિએ નોંધપાત્ર ફિલ્મો - તીસરી કસમ, ગબન અને અનારકલી.
(Part II): OP Nayyar Hits of 1966સંગીતની દૃષ્ટિએ નોંધપાત્ર ફિલ્મો - બહારેં ફિર ભી આયેગી, સાવન કી ઘટા, યે રાત ફિર ના આયેગી 
(Part III): Madan Mohan Hits of 1966સંગીતની દૃષ્ટિએ નોંધપાત્ર ફિલ્મો - મેરા સાયા, નીંદ હમારી ખ્વાબ તુમ્હારે, દુલ્હન એક રાત કી
Ten of my favourite non-romantic male-female duets  જેમાં કોઈ પ્રકારનાં રોમાંસ - રાધા કૃષ્ણ જેવા પ્રેમની પણ વાત કરતાં હોય તેવાં ભજન – ગીત પણ નથી. ગીતને પરદા પર રજૂ કરતાં અભિનેતાઓ પણ પુખ્ત ઉમરનાં હોવાં જોઈએ. ઉદાહરણ તરીકે - સાંવલે સલોને આયે દિન બહાર કે (એક હી રાસ્તા, ૧૯૫૬)
Do actors have what it takes to stop lip-synching and start singing their own film songs?  - ઘણાં અભિનેતાઓએ ફિલ્મોમાં ગાવાની સંન્નિષ્ઠ કોશીશ કરી છે.બહુ ઓછી જાણીતી થયેલી ફિલ્મ 'રાજા કાકા (૧૯૭૩)માં પ્રેમનાથે શાસ્ત્રીય ધુન પર આધારિત ડગર ચલત દેખો બહુ જ લગાવથી ગાયું હતું, પણ કમનસીબે તેની બહુ નોંધ ન લેવાઈ.
Odd(itie)s and Ends, Joys of Fusion, and Blogging Restlessness માં લેખક અવનવા વિષયોને રજૂ કરએ છે, જેમાંથી ભવિષ્યના અન્ય લેખો માટેની દિશા પણ મળી શકે છે.
Cinema classical: When Parveen Sultana trumped Kishore Kumar in ‘Hamein Tumse Pyar Kitna’ - મનીશ ગાયકવાડ ભારતીય શાસ્ત્રીય સંગીતનાં ગણ્ય કલાકારોના હિંદી ફિલ્મ સંગીત સાથેના સંબંધોની નવી શ્રેણીની શરૂઆત પરવીન સુલ્તાનાનાં 'કુદરત' માટે ગાયેલ હમેં તુમ સે પ્યાર કિતના યે હમ નહીં જાનતે થી કરી છે. 'કુદરત'નું ગીત ભૈરવી રાગ પર અધારીત છે. એ વર્ષના ફિલ્મફેર ઍવૉર્ડ માટે કિશોર કુમારને પરવીન સુલ્તાના એમ બન્ને વર્ઝન વિચારણામાં લેવાયાં હતાં, પણ ઍવોર્ડ પરવીન સુલ્તાનાવાળાં વર્ઝનને મળ્યો હતો.નૌશાદે પરવીન સુલ્તાનાનો પરિચય હિંદી ફિલ્મ ગીતોના ચાહકોને 'પાકીઝા'(૧૯૭૨)ની બેકગ્રાઉન્ડમાં વાગતી ઠુમરી કૌન ગલી ગયો શામ વડે કરાવ્યો હતો.
My Favourites: Songs of Promises છે બધાં પ્રેમીઓ વચ્ચે વચનોની આપલેનાં ગીતો, પણ 'આપકી કસમ' કે તૂટી ચૂકેલ કસમનાં નહીં. આ ગીતો છે સાચાં વચનોનાં, સાથેનાં ભવિષ્યનાં, એકના જીવન સાથેના સંઘર્ષમાં સાથનાં, આશાઓઅરમાનોનાં, એકબીજાના વિશ્વાસને છેહ ન દેવાનાં વચનોનાં, જેમકે -
Picture the song: Guns and snogs in ‘Mile Mile Do Badan’ from ‘Black Mail’ - રસાકસીનાં દૃશ્યોની વચ્ચે એક રોમાન્ટીક ગીત મૂકી દેવાનો વિચાર આવે પણ વિજય આનંદને અને તેનો સફળતાથી અમલ પણ તે જ કરી બતાવે.…..
'૧૯૪૯નાં ગીતો : ચર્ચાની એરણે' શ્રેણીમાં આપણે ૧૯૪૯નાં પુરુષ સૉલો ગીતો, લતા મંગેશકર સિવાયનાં અન્ય સ્ત્રી પાર્શ્વગાયિકાઓનાં સૉલો ગીતો અને લતા મંગેશકરનાં સૉલો ગીતો સાંભળી ચૂક્યાં છીએ. એ પછીથી આપણે ૧૯૪૯નાં યુગલ ગીતોને ચર્ચાની એરણે સાંભળી રહ્યાં છીએ. અત્યાર સુધી આપણે મોહમ્મદ રફીનાં લતા મંગેશકર, શમશાદ બેગમ અને સુરૈયા સાથેનાં યુગલ ગીતો સાંભળ્યા પછીથી મોહમ્મદ રફીનાં અન્ય ગાયિકાઓ સાથેનાં, મુકેશનાં સ્ત્રી ગાયકો સાથેનાં અને શમશાદ બેગમનાં અન્ય પુરુષ ગાયકો સાથેનાં યુગલ ગીતો સાંભળી ચૂક્યાં છીએ. આ મહિને આપણે આ સફરમાં માત્ર સ્ત્રી-સ્ત્રી યુગલ ગીતોનો પડાવ જ પાર કરી શક્યાં
અને હવે મુલાકાત કરીએ અન્ય પ્રકાશનો પરની નિયમિત કોલમોની :
જન્મભૂમિ પ્રવાસીની રવિવારની 'મધુવન' પૂર્તિમાં શ્રીકાંત ગૌતમની 'રાગરંગ'  કોલમના જાન્યુઆરી ૨૦૧૭ના લેખો:
'ગુજરાત સમાચાર'માં દર શુક્ર્વારે પ્રકાશિત થતી કોલમ 'સિને મેજિક'માં અજિત પોપટના લેખોમાં જાન્યુઆરી ૨૦૧૭ માં હિંદી ફિલ્મ સંગીતના પિતામહ અનિલ બિશ્વાસ પરના લેખોની શ્રેણી આગળ વધે છે:
જાન્યુઆરી ૨૦૧૭માં વેબ ગુર્જરીની 'ફિલ્મ ગીતની સફર'માં
પ્રકાશિત થયેલ છે.
તે ઉપરાંત ભગવાન થાવરાણીની શ્રેણી 'હૈ સબસે મધુર વો ગીત'માં શૈલેન્દ્ર , શંકર જયકિશન અને શિવરંજિની નો રસાસ્વાદ માણવા મળશે.
આજના અંકની સમાપ્તિ કરતી વખતે મોહમ્મદ રફી પરની એક લઘુ ફિલ્મ - Part 1| Part 2 | Part 3. - પર નજર કરીએ.
હિંદી ફિલ્મોનાં વીન્ટેજ અને સુવર્ણ યુગનાં ગીતોને લગતા લેખોના નવા નવ સ્ત્રોત વિષે આપનાં સૂચનો વડે આપણા આ દરેકને વધારે સમૃધ્ધ બનાવવામાં આપનો સહકાર મળતો રહેશે તેવી આશા સાથે....

No comments: