Tuesday, February 21, 2017

ગુણવત્તા સંચાલન વિષેના લેખ અને બ્લૉગ્સનો બ્લૉગોત્સવ - ફેબ્રુઆરી,૨૦૧૭



ગુણવત્તા સંચાલન વિષેના લેખ અને બ્લૉગ્સના બ્લૉગોત્સવનાં ફેબ્રુઆરી,૨૦૧૭ સંસ્કરણમાં આપનું હાર્દિક સ્વાગત છે.
આજના અંકની શરુઆત આપણે ગુણવત્તાના જીવનનાં જુદાં જુદાં પાસાં પર પ્રભાવને લગતા લેખો અને બ્લૉગપોસ્ટ્સથી કરીશું.

  • How Do You Spend Your Time? What It Means To Maintain Quality Control On Your Life - ય્વૉન્ન ડૉહટીનું કહેવું છે કે દુઃખી થવામાં, કે અસંતોષ કે નિરાશા અનુભવવા પાછળ, વપરાયેલો સમય એ સમયનો તદ્દન વેડફાટ છે. વધારે મહત્ત્વનું એ છે કે જીવન એ રીતે જીવવા માટે છે પણ નહીં.
  • What are some great examples of using 'lean' principles and quality management in everyday life?'લીન' અને ગુણવત્તા સંચાલનના સિદ્ધાંતોના અમલ સાથે સાંકળી શકાય તેવાં રોજબરોજનાં કામોનાં ઉદાહરણો અપ્યા પછી અંગત વિકાસમાં સિક્ષ સીગ્માને શી રીતે કામે લઈ શકાય તે http://www.simplilearn.com/how-s... માં જણાવાયું છે.
  • Application of Total Quality Management in the Classroom - આ પેપરમાં વર્ગખંડમાં વિદ્યાર્થીઓ માટે અસરકારક રીતે ભણાવવામાં અને શીખવામાં કુલ ગુણવત્તા સંચાલન [Total Quality Management (TQM)] શી રીતે કામ આવી શકે તેના પર ભાર મૂકવામાં આવ્યો છે.This તે ઉપરાંત વિદ્યાર્થીઓની જરૂરિયાતો, અપેક્ષાઓ, અનુભવો અને સમસ્યાઓ ખોળી કાઢવામાં અને તેના વિષે કામ કરવા અંગે પણ કુલ ગુણવત્તા સંચાલનની ઉપયોગીતા પર ભાર મૂકે છે.વિદ્યાર્થી અને શિક્ષક વચ્ચેના  શીખવાડવાનાં અને શીખવાનાં આદાનપ્રદાનની સતત સુધારણામાં પણ તેના ઉપયોગની ચર્ચા કરવામાં આવી છે.

આ મહિનાના આપણા આ અંક માટેનો મુખ્ય વિષય આપણને આપણા નિયમિત વિભાગોમાંથી મળી રહ્યો છે એટલે હવે આપણે તે તરફ આપણું ધ્યાન વાળીશું.
ASQ પરના વિભાગ - Ask The Experts - માંથી આ મહિના માટે મેં Using the 10:1 ratio rule and the 4:1 ratio rule પસંદ કરેલ છે. માપણી અને દેખરેખ માટેનાં સાધનો માટે વપરાતી માપતોલ અને આંકડાકીય પ્રણાલીઓનાં પરિણામોમાં ભરોસો રહેવા બાબતનાં ક્ષેત્રની અહીં મુદ્દાસર ચર્ચા કરવામાં આવી છે.
ASQ CEO, Bill Troy  ક્રિસ મુસ્તાકસના મહેમાન લેખ - Quality Management, Continuous Improvement, and Their Relation to the Golden Circle ને રજૂ કરે છે. ક્રિસ નોંધે છે કે, 'તેમનાં બહુખ્યાત ટૅડ વ્યાખ્યાન(TED talk)માં સીંમોન સીનેક દલીલ કરે છે કે જો તમે દુનિયાને કેમ-શી રીતે-શું-નાં (સોનેરી વર્તુળ- The Golden Circle)પડમાં જોઈને તમારી જાતને છેક મધ્યનાં 'કેમ' વર્તુળની જેટલે નજદીક સુધી પહોંચાડવા મથશો, તમે તમારી જાતને માત્ર કામ કરનારને બદલે દૂરંદેશીની કક્ષાએ પ્રસ્થાપિત કરી શકશો. આપણા ધ્યેયની સિધ્ધ કરવા આપણે 'શું' કરીએ છીએ તે કંઇક અંશે નરમ અને પ્રેરણા ન કરી શકતી કાર્યરીતી છે. 'શી રીતે" આપણી ધ્યેયસિદ્ધિમાટે વ્યૂહાત્મક દિશા સૂચવનાર નીવડે છે. મુદ્દાનો, ખરો, સવાલ તો આપણે શું 'કેમ' કરીએ છીએ તે છે. સંસ્થામાટે ખરી પ્રેરણા તેમાંથી નિપજે છે.'  

 'સોનેરી વર્તુળ'નો વિષય ગુણવત્તા સંચાલન માટે એટલો રસપ્રદ અને સર્વગ્રાહી છે કે આજના આપણા અંક માટે તેને લગતા જ અન્ય કેટલાક લેખો વાંચીશું.

શરૂઆત કરીએ Executive Summary: The Golden Circle with Simon Sinek  by: Andy Partridgeથી. મોટા ભાગનાં લોકો કે સંસ્થાઓ 'શું'થી 'કેમ', એટલે કે બહારથી અંદર તરફ વિચારે છે કે કામ કરે છે કે એકબીજાંને જણાવે છે. તેનું જો કે વજૂદવાળું કારણ પણ જોવા મળે છે તેઓ દેખીતાં, ભૌતિક -મૂર્ત-માંથી માનસીક, પ્રત્યયાત્મક -અમૂર્ત- તરફ જઈ રહ્યાં હોય છે. મોટા ભાગે આપણે 'શું' કરીએ છીએ તે કહેતાં હોઈએ છીએ. ક્યારેક 'શી રીતે' કરીએ છીએ તેની વાત પણ કરતાં હોઇએ છીએ. પરંતુ 'શું' 'કેમ'કરીએ છીએ તેની વાત તો ભાગ્યેજ થતી હશે. ઉચ્ચકક્ષાની સફળતા અને અસરાકરકતા ધરાવતાં અગ્રણીઓ, કે સંસ્થાઓ, આમાં અપવાદ કહી શકાય. એમાનાં એકોએક, તેમના ઉદ્યોગના પ્રકાર કે તેમનાં નાનાં કે મોટાં કદ ઉપરાંત, અંદરથી બહાર તરફ જ વિચારે છે, કામ કરે છે અને એકબીજાંને જણાવે છે.

How Would Simon Sinek Use The Golden Circle Rules to Explain Account-Based Marketing?સંગ્રામ વજ્રે એ જ પ્રકારનાં B2B માર્કેટીંગ મૉડેલને રજૂ કરે છે:

Intrapreneurship starts with a WHY -  આ લેખ Ecosystem Design શ્રેણીનો એક ભાગ છે -  આપણે એક એવી ક્રાંતિની રાહ જોઈ રહ્યા છીએ કે જ્યાં ગ્રાહક અને કારીગર વચ્ચે કોઇ ફરક નહીં હોય.કર્મચારીઓ આપણા 'કેમ'માં માનતાં હોય છે માટે જ તેઓ આપણી સાથે કામ કરવાનું પસંદ કરે છે. જ્યારે ગ્રાહકો આપણાં 'કેમ'માં માને છે માટે આપણાં ઉત્પાદનો અને સેવાઓ ખરીદતાં જ રહે છે.આપણું એક ધ્યેય હોવું જોઈએ એવાં ગ્રાહકોને શોધવાં રહ્યાં જેઓ આપણા જેમ જ માનતાં હોય અને આપણી સાથે કામ કરવા તૈયાર હોય. બન્ને પક્ષની સફળતા માટે આ બહુ મહત્ત્વનું છે.
The Golden Circle of Innovation” - Crossan અને Apaydin આમ તો 'કેમ', 'શી રીતે' અને 'શું' પર ધ્યાન નથી આપ્યું પરંતુ નવોત્થાનને લગતા સિધ્ધાંતોનું વિહંગાવલોકન કર્યું છે જે નવોત્થાન માટેનું માળખું પરિણમ્યું જે અહીં રજૂ કરેલ છે...તે નવોત્થાનનાં બે પરિમાણો છે. બન્ને નવોત્થાન પર જ ધ્યાન આપે છે અને 'નવોત્થાનનાં નિર્ણાયકો' પણ બતાવે છે જે નવોત્થાનને પ્રવેગ આપવા માટે અને સંસ્થાઓમાં વ્યવસ્થાપન કરવા વિષે ભાર મૂકે છે.
 ASQ TV પરનાં કેટલાંક વૃતાંત:

  • Using Quality Tools at Work and Home - ય્વોન્ન હોવ્ઝ તેમની વ્યવસાયિક અને અંગત જિંદગીમાં ગુણવત્તા સાધનોનો, ઘણી વાર બહુ રમુજી પરિણામો આવતાં હોવા છતાં, શી રીતે ઉપયોગ કરે છે તે વર્ણવે છે.
  • SROffers Opportunities for Quality Professionals - ASQTVસાથે ઇન્ટરવ્યુમાં એન્ડ્રીઆ હૉફ્ફમૅયરનું કહેવું છે કે 'ચિરકાલિક સ્થિર રહેવું એ અમારૂં લક્ષ્ય છે.' તેઓ આગળ જતાં સમજાવે છે કે ગુણવત્તા વ્યવસાયિકો પોતાનાં ગ્રાહકો અને સંસ્થાને ચિરકાલિક સ્થિર થવામાં સામાજિક જવાબદારીનાં વહનથકી શી રીતે મદદરૂપ થઈ શકે છે. DMAICને પણ સામાજિક જવાબદારી માટે અનુરૂપ શી રીતે કરી શકાય  તે પણ તેઓ અહીં ચર્ચે છે.
  • Sherlock Holmes and the Case of Quality Methods - બૉર્ગવર્નર ટર્બો સીસ્ટમ્સ એન્જિનીયરીંહ જીએમબીએચના સ્ટેટીસ્ટીકલ પ્રોબ્લેમ રીઝોલ્યુશન માસ્ટર બ્લેક બેલ્ટ મેથ્યુ બારસલાઑ અહીં શેરલોક હોલ્મ્સ, પૂર્વધારણાઓ અને મૂળ કારણોની ચર્ચા કરે છે.
  • Becoming—and Remaining—An Engaged Company - એલીસ નેલ્સન - એક્ઝીક્યુટીવ કોચ અને ક્વૉલિટી પ્રિન્સીપલ, FAS. Inc. - કર્મચારીઓને સાંકળેલાં કેમ રાખવામાં અને સંસ્થાની સંલગ્નતા ખડી ન પડે તેનું ધ્યાન શી રીતે રાખવ્ તે વિષે ચર્ચા કરે છે.

Jim L. Smithનાં જાન્યુઆરી, ૨૦૧૭નાં Jim’s Gems:
Quality at the Source : સ્ત્રોતપરની ગુણવત્તા (QATS) નાટકીય સુધારણાઓ લાવી શકે છે - તેનાં સાવે
સાવ ખરાં સ્વરૂપમાં સ્ત્રોત પરની ગુણવત્તામાં ગુણવત્ત નિપજ પ્રક્રિયાને છેડે નહીં પણ ઉત્પાદન પ્રક્રિયાને દરેક તબક્કે ચકાસાવી જોઈએ; સમયસર ઉત્પાદન કરતાં દરેક કર્મચારીની તે જવાબદારી છે. સ્ત્રોત પરની ગુણવત્તા(QATS )ના અસરકારક અમલ માટેની  કેટલીક સરળ તકનીકો :
§  કોઈ પણ ચૂક આગળ ન જાય
§  ચોક્કસ પ્રમાણિત માનક મુજબ કામ
§  સૌથી મહત્ત્વનાં સંસાધનને તૈયાર રાખવું 
§  સ્વ-તપાસ
§  ક્રમિક ચકાસણી
§  અજાણતાં થતી ભૂલોનું  નિવારણ
Get In Sync : જે તબક્કે હિંમતભેર આગળ વધી શકાય એવી આપણી સ્વેચ્છાની ચરમ સીમાએ કે કરીને પહોંચવું? છેલ્લી અને સૌથી મહત્ત્વની વાત એ છે કે આપણા માટે... જે મહત્ત્વનું છે તેની સમતાલ બની રહીએ.
આપણા આ બ્લૉગોત્સવમાં આપણે ગુણવત્તાના દરેક પાસાંનો જીવનના દરેક પાસાં સાથે સંબંધનો રંગપટ આપણી નજર સમક્ષ લાવવા ઈચ્છીએ છીએ. આપના આ બાબતે થયેલા અનુભવો આ રંગપટને વધારે અર્થપૂર્ણ બનાવશે. આપના અનુભવો અને સુચનો અમારી સાથે વહેંચવાનું અમારું હાર્દિક ઈજન છે.....
આ અંકમાં દર્શાવેલ ઇમેજના પ્રકાશાનાધિકાર તેના રચયિતાના જ રહે છે.
Post a Comment