Tuesday, April 25, 2017

ગુણવત્તા સંચાલન વિષેના લેખ અને બ્લૉગ્સનો બ્લૉગોત્સવ - એપ્રિલ,૨૦૧૭



ગુણવત્તા સંચાલન વિષેના લેખ અને બ્લૉગ્સના બ્લૉગોત્સવનાં એપ્રિલ,૨૦૧૭ સંસ્કરણમાં આપનું હાર્દિક સ્વાગત છે.
આજના અંકમાં નિયમિત વિભાગો ઉપરાંત ગુણવત્તા (સંચાલન)ને લગતા ત્રણ લેખોને વિચારાર્થે લીધા છે.
The Quest for Quality in the Modern Enterprise - Michael Heaps and Kathie Poindexter - ચારેકોરથી દૃશ્યમાન થવું, ઘટના બને તે સાથે જ માપી શકાય તેવી કામગીરી અને અનુપાલનને પાર ખરી, મૂલ્ય વર્ધિત, ટકાઉ સુધારણા માટેની પહેલ એ હવે ગુણવત્તાનો જીવન મંત્ર છે.
બીજો એક લેખ - 4 Quality Management System Trends to Watch Out For In 2016 - આમ તો ગુણવત્તા સંચાલન તંત્રવ્યવસ્થાનાં ૨૦૧૬માં અપેક્ષિત પ્રવાહોને લગતો ગણી શકાય, પરંતુ તેમાં જે મુદ્દાઓ જણાવાયા છે તે ૨૦૧૭માં પણ પ્રસ્તુત કહી શકાય તેમ છે :
          દીર્ઘ, અને સંકુલ પુરવઠા સાંકળ અને સતત બદલતાં રહેતાં નિયમનોને કારણે અનુપાલન બહુ મોટો પડકાર બની રહેશે
          લવાજમ-આધારિત સેવાઓનાં મૉડેલ અને વાદળ દ્વારા ઉપલબ્ધ માળખાંકીય સગવડોને કારણે પોતાને ત્યાં ઓછામાં ઓછી કમ્પ્યુટીંગ માળખાંકીય સગવડો રાખવા વિષેની સમજ વ્યાપક બનતી જાય છે.
          વ્યાપાર જગતના અગ્રણીઓ જેમ જેમ માહિતી વિશ્લેષકવિદ્યાના વિકાસ સાથે કદમ મેળવતાં થાય છે તેમ તેમ ગુણવત્તા ક્ષેત્રનાં સંચાલકોએ પણ પોતાનાં ક્ષેત્રના મોટા પાયા પરની માહિતી સામગ્રીનો અર્થપૂર્ણ ઉપયોગ કરવા માટે સજ્જ થવું પડશે.
          શ્રેષ્ઠતમ કરતાં નીચાં સ્તરની તંત્ર વ્યવસ્થા અને પ્રક્રિયાઓમાં ઘૂસી જતી માનવીય ભૂલોને દૂર કરવામાં ઈન્ટરનેટ ઑવ થિંગ્સ પરિવર્તનીય ભૂમિકા ભજવશે.
Top 7 Organizational Trends in Quality Managementમાં જેની બ્રાઉન સંસ્થાઓને સ્પર્ધાત્મક સરસાઈ આપતાં પરિબળો પર એક સરસરી નજર કરે છે, જેને પરિણામે સંસ્થાના બધા જ ગુણવત્તા કાર્યક્રમોનાં ભવિષ્ય પર પર સકારાત્મક અસર પડે છે.:
૧. ઉચ્ચ સ્તરે લાગુ પડે તેવાં પુરવઠાકારોને લગતા ગુણવત્તા માનકો;
૨. કાર્ય પદ્ધતિઓમાં ઉચ્ચસ્તરીય સાતત્ય માટે જરૂરી પરિવર્તન સંચાલન;
૩. ગુણવત્તા સંચાલનમાં સાતાત્યપૂર્ણ સતત વિકાસ;
૪. વ્યાપારની સતત વૃધ્ધિ માટે 'સિક્ષ સીગ્મા' ;
૫. લીન,કાઈઝન, ISO સ્ટાન્ડર્ડ્સ હેઠળ નોંધણી, સિક્ષ સીગ્માજેવાં અલગ અલગ કાર્યક્ર્મોને બદલેહવે ગુણવત્તા વિભાગોદ્વારા વ્યૂહાત્મક ગુણવત્તા આયોજનની સ્વીકૃતિ;
૬. દરેક જગ્યાએ પુરવઠા ગુણવત્તાનાં મૂલ્યનું મહત્ત્વ;
૭. સામાજિક સમાનતા અપનાનવી  અને લાબા ગાળાના પર્યાવર્ણીય દૃષ્ટિકોણથી ટકવું
ઘણી સંસ્થાકીય પહેલોને કારણે ગુણવત્તા સંચાલન પર સકારાત્મ્ક અસરો થઈ રહી છે, જેને પરિણામે તે ભવિષ્યના અર્થતંત્રમાં પણ મહત્ત્વનું પરિબળ બની રહેશે. એવી અપેક્ષા કરી શકાય કે આવનારાં વર્ષોમાં ઉદ્યોગનાં દરેક પાસાંમાં પ્રોજેક્ટ મૅનેજમેન્ટ અને ગુણવત્તા સિધ્ધાંતોનો એક  સાથે અમલ થતો રહેશે.
આ મહિનાથી આપણી નિયમિત કોલમોમાં આપણે, Management Matters Network પરની એક કોલમ - Drucker Perspective -ના પસંદ કરેલ એક લેખને લેવાનું ઉમેરીએ છીએ.  આ મહિના માટે લેખ છે – Are You Asking the Right Questions? - મોટા ભાગની મહત્ત્વની ભૂલો ખોટા જવાબોને કારણે નથી થઇ હોતી. ખરૂં જોખમ તો છે ખોટા સવાલો પૂછાવાનું.….સાચા સવાલના ખોટા જવાબને કારણે પરિસ્થિતિ સુધારી શકાય છે ... પણ જો સવાલ ખોટો હોય અને તેનો જવાબ સાચો હોય તો તેનાં પરિણામો ખબર પડવામાં મોટા ભાગે બહુ સમય લાગે છે. સ્વાભાવિક છે કે જે કંઈ ખોટું થાય તે બહુ મોંઘું પણ પડે.
હવે આપણે આપણું ધ્યાન આપણા નિયમિત વિભાગો તરફ વાળીશું.
ASQ પરના વિભાગ - Ask The Experts - પરથી આપણા આપણા આ અંકમાટે પસંદ કરેલ સવાલ - કલમ ૮.૪.૧, અને ખાસ તો ૮.૪.૨ના સંદર્ભમાં કંપનીની અંદરના પણ ગુણવત્તા તંત્રવ્યવસ્થાની બહારના એચ આર, આઈટી,જેવા વિભાગોને બાહ્ય પુરવઠાકારો ગણવા જોઇએ(with regard to clauses 8.4.1 and particularly 8.4.2 of ISO 9001:2015, should the other internal entities of the company -.i.e HR, IT, Sales …- absolutely necessary but outside of the perimeter be considered exactly like external providers)નો જવાબમાં હકારમાં છે, પરંતુ સાથે ત્રણ નોંધ પણ મૂકાયેલ છે - એક, કંપનીની અંદરના જ વિભાગો હોવાથી બહારના પુરવઠાકારો પર જે નિયમનો લાગૂ પાડી શકાય તે બધાં જ આ વિભાગોને લાગૂ પાડી ન શકાય. બીજું,કલમ ૪.૪ની મદદથી ગુણવત્તા તંત્રવ્યવસ્થાની પ્રક્રિયાઓ આ વિભાગોની પ્રક્રિયાઓ સાથે કેમ આંતરફલક પર એકબીજાને મળે છે કે પરસ્પર અસર કરે છે નક્કી કરવું જોઈએ.અને ત્રીજું, કલમ ૪.૧માં વર્ણવાયેલ સંસ્થાના સંદર્ભના ખ્યાલનો પુરપૂરો ઉપયોગ કરવો જોઈએ. 
ASQ CEO, Bill Troy, અહીં, ડેવૉનવેના પ્રમુખ અને મુખ્ય સંચાલક ક્રિસ મૌસ્તાકાસનો રસપ્રદ લેખ, How to Choose Continuous Improvement Software રજૂ કરે છે. શ્રેષ્ઠ રીતે કામગીરી કરતી સંસ્થાઓ નિયમનોના અવરોધોની ભરમાર, કામગીરીમાં અવી પડતાં અંતરના ખાડાઓ અને બિનકાર્યક્ષમતાઓ તેમજ સ્પર્ધાત્મક સરસાઈ જાળવી રાખવા માટે જરૂરી ઝડપ જેવા મુદ્દાઓના સંદર્ભમાં જે ચપળતા જોઇએ તે જાળવી રાખવા સતત સુધારણાનું  માળખું અપનાવે છે. ઈઆરપી. ક્યુએમએસ કે બીપીએમ જેવાં અલગ અલગ દૃષ્ટિકોણનાં વિવિધ સૉફ્ટવેર દ્વારા સતત સુધારણાના પ્રયાસોને આજે અમલમાં લાવી શકાતા જોવા મળે છે. જોકે કોઈપણ સૉફ્ટવેર પસંદ કરો, દરેકે દરેકમાં કંઈક પડકારનો સામનો તો કરવો પડશે. બજારમાં મળતાં આ પ્રકારનાં જૂદાં જૂદાં મોટા ભાગનાં સૉફ્ટવેરમાં સતત સુધારણા મૉડેલ મટે જરૂરી ઘટકો તો હોય છે પણ અંતે યાદ એ રાખવાનું રહે છે કે સતત સુધારણા કરવા માટે ગુણવત્તા સિધ્ધાંતોનો અમલ કામગીરીની જરૂરિયાતને અનુરૂપ થતો રહેવો જોઈએ.
ASQ TV પરનાં કેટલાંક વૃતાંત:

  • Voice of the Customer Leads to Quality and Revenue : ટ્રાવેલોસિટીના સ્થાપક ટેરી જોન્સ, સેવાઓમાં ગુણવત્તા સમાવી લેવામાં વૉઇસ ઑવ કસ્ટમરનાં મહત્ત્વની ચર્ચા કરે છે.
  • Checklists for Designing in Quality: Exponentના મુખ્ય વૈજ્ઞાનિક નાથન સૉડરબૉર્ગ જૂદાં જૂદાં પકારનાં ચેક લિસ્ટ વર્ણવે છે અને જૂદાં જૂદાં ગુણવત્તા સાધનોમાં તે શી રીતે કામ આવીને ઓજાર પેટીને મજબૂત કરી શકે છે તે સમજાવે છે.
  • Soft Skills - આ વૃતાંતમાં થિયરી એક્ષ અને થિયરી વાયની વાત કરવામાં આવી છે. પરિવર્તનનો કક્કો ઘુંટવામાં આ સિધ્ધાંતો કેમ કામ આવી શકે તે બતાવાયું છે.પૂરક વાચન: Expert Answers, Scott A. Laman, QP, 2016
  • The Management System: ISO 9001:2015: Q-Met-Techના મુખ્ય સંચાલક અધિકારી જોહ્ન વન્ડનબેમ્ડન ISO 9001:2015 સંસ્કરણની અને સંસ્થાની ગુણવત્તા તંત્ર વ્યવસ્થાના દાયરામાં સંક્રાંતિ પ્રક્રિયાની ચર્ચા કરે છે.

Jim L. Smithનાં માર્ચ, ૨૦૧૭નાં Jim’s Gems:
Defining Variability - ખાસ કારણોથી થતી વધઘટ મોટા ભાગે તંત્ર વ્યવસ્થા માટે આશ્ચર્યજનક નીવડતી હોય છે. - ગઈ સદીના બીજા દશકની શરૂઆતમાં વેસ્ટ્રન ઈલેકટ્રીક કંપનીના ડૉ. વૉલ્ટર એ શૅવર્ટે સિધ્ધાંત વર્ણવ્યો જેમાં તેમણે ફેરફારોના બે ઘટકો સમજાવ્યાં. ફેરફારોના સહજ યાર્દચ્છિક ફેરફારોને તેમણે દૈવયોગ-કારણે થતા ફેરફારો કહ્યા જ્યારે ખાસ કારણોથી વચ્ચે વચ્ચે થતા ફેરફારોને તેમણે કોઇ કારણ સાથે સાંકળી શકાય તેવા ફેરફારો કહ્યા. …..ડૉ શૅવર્ટનો અભિગમ એ હતો કે અસરકારક નૈદાનિક કાર્યક્રમ વડે સાંકળી શકાય તેવા ફેરફારોને દૂર કરી શકાય જ્યારે દૈવયોગ-કારણે થતા ફેરફારોને દૂર કરવા માટે પ્રક્રિયા કે ઉત્પાદનમાં પાયાના ફેરફારો જ કરવા રહે. ….કોઇ પણ પગલું ભરતાં (કે ન ભરતાં) પહેલાં આ બન્ને વચ્ચેનો તાત્ત્વિક ફરક સમજવો જરૂરી છે ….‘તંત્ર વયવ્સ્થામા કોઈ ખાસ ખુટકો પડ્યો છે તેમ ખાસ કારણોથી થતી વધઘટ બતાવે છે એટલા માટે તે આશ્ચર્યકારક પરવડે છે.'
પરિવર્તનશીલતાના વિષયની વાત કરતાં હોઈએ અને ડૉ. એડવર્ડ ડેમિંગના વિચારોને યાદ ન કરીએ તે તો ચાલે જ નહીં.
ચાર ભાગની લેખશ્રેણીના ત્રીજા લેખમાં લીન્ડા એમ. ફિન્ન વ્યાપાર ઉદ્યોગમાં થતી છ ખાસ ભૂલો અને તેનાં શક્ય કારણોની વાત કરે છે:

# ૧: માહિતી સામગ્રીને સમયની સાથે ન આલેખવી
# ૨: માપદંડ અનુસાર નિયમિત ન કરવું
# ૩: સ્તરીકરણ કરવાનું અવગણવું
# ૪: સતત માપને અસતત, અલગ અલગ, જોવાં
# ૫: મહત્વનાં માપ અલગ ન તારવવાં
# ૬: સામાન્ય કારણ વધઘટના સંદર્ભમાં અનુચિત ગણી શકાય તેમ વર્તવું.

આ શ્રેણીના અન્ય ત્રણ લેખ વાંચવા માટે


ની મુલાકાત જરૂરથી લેશો.
આપણા આ બ્લૉગોત્સવમાં આપણે ગુણવત્તાના દરેક પાસાંનો જીવનના દરેક પાસાં સાથે સંબંધનો રંગપટ આપણી નજર સમક્ષ લાવવા ઈચ્છીએ છીએ. આપના આ બાબતે થયેલા અનુભવો આ રંગપટને વધારે અર્થપૂર્ણ બનાવશે. આપના અનુભવો અને સુચનો અમારી સાથે વહેંચવાનું અમારું હાર્દિક ઈજન છે.....
આ અંકમાં દર્શાવેલ ઇમેજના પ્રકાશાનાધિકાર તેના રચયિતાના જ રહે છે.

No comments: