Tuesday, October 24, 2017

ગુણવત્તા સંચાલન વિષેના લેખ અને બ્લૉગ્સનો બ્લૉગોત્સવ - ઓક્ટોબર,૨૦૧૭



ગુણવત્તા સંચાલન વિષેના લેખ અને બ્લૉગ્સના બ્લૉગોત્સવનાં ઓક્ટોબર,૨૦૧૭ સંસ્કરણમાં આપનું હાર્દિક સ્વાગત છે.
આપણા આ મહીનાના બ્લૉગોત્સવના અંકનો વિષય વિશ્વ સ્ટાન્ડર્ડ્સ દિન છે.
World Standards Day : ઈન્ટરનેશનલ ઈલેક્ટ્રોટેક્નીકલ કમિશન (IEC), ઇન્ટરનેશનલ ઓર્ગનાઈઝેશન ફૉર સ્ટાન્ડર્ડાઈઝેશન (ISO) અને ઈન્ટરનેશનલ ટેલીકમ્યુનિકેશન યુનિયન (ITU) દર ૧૪મી ઓક્ટોબરને વિશ્વ સ્ટાન્ડર્ડ્સ દિન તરીકે ઉજવે છે. વિશ્વભરના નિષ્ણાતો ભેગા થઈને  આંતરરાષ્ટ્રીય સ્ટાન્ડર્ડ તરીકે પછીથી પ્રશિધ્ધ થતી વિવિધ સ્વૈચ્છિક તકનીકી સંમતિઓ વિકસાવતા રહે છે તેમના સહયોગાત્મક પ્રયાસોને બિરદાવવાનું આ એક પ્રતિક છે.
વિશ્વ સ્ટાન્ડર્ડ્સ દિન ૨૦૧૭નો વિષય હતો સ્ટાન્ડર્ડ્સ શહેરોને વધારે સ્માર્ટ બનાવે છે.' બધાં માટે વધારે સાફ ઉર્જા; એક જગ્યાએથી બીજી જગ્યાએ કાર્યકુશળતાપૂર્વક મુસાફરી કરી શકવાની ક્ષમતા; સુરક્ષા અને સલામતીની એક ભાવના જેવાં વચનો આજનાં આધુનિક શહેરોએ પાળી બતાવવાં રહે છે - જો તેઓ સ્પર્ધાત્મક રહેવા માગતાં હોય  અને તેમનાં નાગરિકોનાં જીવનને તેઓ સન્માનીય ગુણવત્તા આપવા માગતાં હોય.
વિશ્વ સ્ટાન્ડર્ડ્સ દિન ૨૦૧૭ની પોસ્ટર સ્પર્ધાનું વિજેતા પોસ્ટર – રચનાકાર: રઝા રહીમીયાં
More about the WSC and Information on previous celebrations (1998-2015) માં આ પહેલાંના વિશ્વ સ્ટાન્ડર્ડ્સ દિવસનાં પોસ્ટર જોવા મળશે.
સ્ટાન્ડર્ડ પ્રસ્થાપિત કરવાં એ સ્માર્ટ શહેરનાં ઘડતરની ચાવી છે - એશ્વરન સુબ્રમનીઅન
What are Smart Cities? | Larissa Suzuki | TEDxUCLWomen
How we design and build a smart city and nation | Cheong Koon Hean | TEDxSingapore
Smart Cities - The Untold Story: Mischa Dohler at TEDxLondon City 2.0
Benefits of Smart Cities - #WorldStandardsDay2017 : મેક્ષિકોના ગેબ્રીઅલ હર્નાડીઝ વિશ્વ સ્ટાન્ડર્ડ દિન ૨૦૧૭ માટેના વિડીયોને લગતી સ્પર્ધાના વિજેતા છે.
હવે આપણે આપણું ધ્યાન આપણા નિયમિત વિભાગો તરફ વાળીશું.
Management Matters Network પરની કોલમ –Measuring Performance (People & Enterprise)- માંનો Be Data Literate: Understanding Why Aggregated Data Misleads, Misinforms, Misdirects: Part 1 અને Part 2  બે ભાગમાં વહેંચાયેલો લેખ છે.
એક દિવસ પણ એવો નહીં જતો હ્ય જ્યારે આપણે અર્થ વગરના આંકડાઓ, માથાંમેળ વગરની સરખામણીઓ અને ખોટેખોટાં તારણો જેવી બાબતો વડે ચાર્ટ્સ જોડે છેતરપીંડી નહીં કરવી પડતી હોય.
વધારે દુઃખદ વાત તો એ છે કે સામાજિક કે મૅનેજમૅન્ટને લગતાં વિવિધ પાસાંઓને લગતાં પ્રાથમિક કહી શકાય એવાં આકડાકીય વિશ્લેષણ કર્યા સિવાય સમસ્યાઓનાં દેખીતાં લક્ષણો અને તેનાં કારણોને અલગ તારવવાં જ અશક્ય છે. જ્યારે વૈકલ્પિક અને અસરકાર ઉપાયો ખોળવા માટે અને તેને યોગ્ય સ્વરૂપે વિકસાવવા માટે વૈજ્ઞાનિક અને આંકડાકીય વિચારસરણીના પગ તો જમીન સાથે ખૂંપેલા તો હોવા જરૂરી છે.
આ તબક્કે એક મૂળભૂત સત્ય આત્મસાત કરી લેવું જરૂરી છે  - વધારે પડતી એકીકૃત કરેલ માહિતી સામગ્રી ગેરમાર્ગે દોરે છે, ખોટી મહિતી પૂરી પાડે છે અને ખોટું માર્ગદર્શન પૂરૂં પાડે છે.  જે કોઈ સંચાલક તેની નેતૃત્વ શક્તિ બતાડી આપવા માંગતાં હોય, તેમને આંકડાને બરાબર વાંચતા આવડે એટલું પૂરતું નથી, તેમને કોઈ પણ કારણોસર પરિણામોની યથાર્થતાને આઘાંપાછાં કરી શકે એવાં પરિબળોને પણ ખોળી કાઢતાં આવડવું જરૂરી છે. 
આને એકરૂપતા તરીકે ઓળખવામાં આવે છે.
સરળ ભાષામાં વ્યાખ્યાયિત કરીએ તો માહિતી સામગ્રીની એકરૂપતા એટલે જેમાંથી માપણીની ગણતરી કરવામાં આવે છે તે સમગ્ર માહિતી સામગ્રીનો સમૂહ અને જેને આંકડાશાસ્ત્રીઓ 'તાર્કીક પેટા સમૂહ કે પછી સીધે સાદા પેટાસમૂહ કહે છે તેની અંદરના કે તેમની  વચ્ચેના  કોઈ મહત્વના ફરકને છૂપાવી રહેલ છે કે નહીં.
સરવાળે :
૧. એકીકૃત કરેલ કામગીરી માપણી નીદાન કરવા માટે બહુ સિમિત અંશે મદદરૂપ થતી હોય છે. 
2. લાગતાં વળગતાં પેટાસમૂહની વચ્ચેના ફરકને અલગ કરવાની અને વિશ્લેષ્ણ કરવાની પ્રક્રિયા થકી સમસ્યાનાં 'મૂળ કારણ' સુધી પહોંચી શકવું શક્ય બને છે.
3. મૅનેજમૅન્ટનું પગલું સમસ્યાનાં 'મૂળ કારણ' સાથે સંબંધ ધરાવતું હોવું જોઈએ. (યાદ રહે - નિર્ણય એટલે પગલું નહીં. નિર્ણય સારા આશયનો દ્યોતક જરૂર છે, પણ તે પગલામાં પરિણમવો જોઈએ.)
૪. ખામી ભરેલ તારણો કે નીતિઓ મોટાભાગે એવી માહિતિ સામગ્રીમાંથી પરિણમતાં હોય છે જે કામગીરી માપણીના સંદર્ભે પૂરતાં એકરૂપ ન હોય. બીજા શબ્દોમાં કહીએ તો ખોટા પ્રશ્ન પર જ કામ કરાઈ રહ્યું હોય છે.
૫. આંકડાકીય કાર્યપધ્ધતિઓ પેટાસમૂહો વચ્ચેના મહત્ત્વના ફેરફારને ખોળી શકે છે. વિચારીને કરવામાં આવેલ સામગ્રીના સેટનાં વર્ગીકરણને કારણે જો કામગીરીની લાક્ષણિકતામાં મહતવના ફરક જોવમાં આવે તો તેની ચાનબીન થવી જોઈએ અને તેમને પ્રક્રિયામાંથી હટાવી પણ દેવા જોઈએ.
૬. ફેરફારોનાં "કારણો" મળી આવ્યા પછી અને તેમને દૂર પણ કરી નાખ્યા પછી તપાસ હેઠળની કામગીરી સુધરે છે.  .
ASQ CEO, Bill Troy વિભાગમાં  આ મહિને Design Thinking to Quality Practicesને કેમ લાગૂ કરી શકાય તે વિષે બહુ રસપ્રદ લેખ છે. આલેખન વિચારસરણી (Design Thinking)નો વિષય તો આપણી બ્લૉગોત્સવ શ્રેણીના અલગ અંકની ચર્ચા માગી લે તેવો નવો વિષય છે. એટલે આપણી આ શ્રેણીનો નવેમ્બર, ૨૦૧૭નો અંક આપણે એ વિષયની ચર્ચા માટે ફાળવીશું.
આપણા આજના અંક પૂરતું આપણે ASQ.org પરના એક લેખ માટે યુજીન એલ. ગ્રાંટ (જન્મ ૧૮૯૭
અવસાન ૧૯૯૬)ના ૧૯૯૧ના એક ઈન્ટરવ્યૂ પર પસંદગી ઉતારેલ છે. Statistical Quality Control in World War II Yearsમાં યુજીન ગ્રાંટની બીજાં વિશ્વ યુધ્ધ સમયની યાદોને મહત્ત્વનાં ઐતિહાસિક દસ્તાવેજીકરણ સ્વરૂપે રજૂ કરવામાં આવેલ છે. …….. જો કે યુજીન એલ ગ્રાંટ વધારે પ્રસિધ્ધ આંકડાકીય ગુણવત્તા નિયમન (Statistical Quality Control) માટે છે, પરંતુ એ બાબતની ખાસ નોંધ લેવી જોઈશે કે તેમનાં યોગદાન ગુણવત્તા ક્ષેત્રની બહાર પર વિસ્તરેલ છે. ઔદ્યોગિક ગુણવત્તા નિયમન તેમની અનેક વિશિષ્ટ નિપુણતાઓ પૈકી એક છે.  તેમણે એન્જિનીયરીંગ અર્થતંત્ર, ઘસારો અને હિસાબ-પધ્ધતિ જેવા વિવિધ વિષય પર પુસ્તકો લખ્યાં છે. તેમાંનું એક પુસ્તક તો સ્ટેસ્ટી્ટીકલ ક્વૉલિટી કંટ્રોલ કરતાં પણ વધારે વેચાયું છે.
ASQ TV પરનાં કેટલાંક વૃતાંત:

  • Likert Scales and Data Analysisમાં સંસ્થામા માહિતી સામગ્રી માટેના આંકડા એકઠા કરવા માટેની અને તેનું વિશ્લેષ્ણ કરવા અંગેનાં સૂચન આવરી લેવાયેલ છે. લિકર્ટ સ્કેલ્સના ઉપયોગ વિષેની ટિપ્સ રજૂ કરવાની સાથે તેની મદદથી માહિતી સામગ્રીનો ઉપયોગ છેવાડાની રેખા સુધારવામાં શી રીતે ઉપયોગી બની શકે તે પણ રજૂ કરાયેલ છે.


યુ ટ્યુબ પર થોડી શોધખોળ કરવાથી લિકર્ટ સ્કેલ વિષે બહુ માહિતીસભર વિડીયો પણ જોવા મળે છે.
Jim L. Smithનાં સપ્ટેમ્બર, ૨૦૧૭નાં Jim’s Gems:-

  • The Role of Disposition Limits - આ પહેલાનાં બે મહિનાના અંકોમાં સ્પેસીફીકેશન્સ સીમા - જેની અંદર ઉત્પાદને ગ્રાહકને ઉપયોગી થાય એ રીતે તેની નિશ્ચિત અને અપેક્ષિત કામગીરી કરવાની રહે છે - અને પ્રક્રિયા નિયમન સીમા - જે પ્રક્રિયામાં થઈ રહેલા ફેરફારો પરથી તેના પર કોઈ ઘટનાના સવળી કે અવળી  અસરો પડી રહી છે તે સમજવામાં મદદરૂપ બને છે - વિષેના બે લેખો The Role of Specification Limits અને  The Role of Specification Limits અનુક્રમે આપણે વાંચી ચૂક્યાં છીએ. આજે આ શ્રેણીની ત્રીજી કડીમાં નિકાલ સીમા (Disposition Limits)વિષે ચર્ચા કરવામાં આવેલ છે. મૂળતઃ નિકાલ સીમા પ્રક્રિયા નિયમન પર નહીં પણ ઉત્પાદન પર ધ્યાન આપે છે. તેના પરથી જે નિર્ણયો લેવાય છે તેના પરથી નક્કી થાય છે કે ઉત્પાદન પ્રક્રિયાના કોઇ એક તબક્કાએ (કે તબક્કાના સૅટ) પર પહોંચેલાં ઉત્પાદનો પર હવે શું કરવું, એટલે કે ઉત્પાદનને ઉત્પાદન પ્રક્રિયામાં આગળ જવા દેવાં કે નહીં તે નક્કી કરવું જેથી પ્રક્રિયાને અંતે જે ઉત્પાદન મળે તે નિશ્ચિત સ્પેસીફીકેશન સીમાની અંદર હોય અને તેને વેચાણ અર્થે બહાર મોકલી શકાય.

નિકાલ સીમા પ્રક્રિયા નિયમન સીમાથી ખાસ ત્રણ બાબતે અલગ પડે છે -
). નિકાલ સીમાઓ ઉત્પાદન થઈ ચૂકેલ સિમિત ઉત્પાદન સમૂહને લાગૂ પડે છે. જ્યારે નિયમન સીમાઓ ઉત્પાદન પ્રક્રિયાનાં હાલનાં અને ભવિષ્યનાં ઓપરેશન્સને વધઘટપાત્ર સમય અને ઉત્પાદિત વસ્તુઓ માટે લાગૂ પડે છે.
). નિકાલ સીમાઓ ઉત્પ્પદન નિયમન દ્વારા ઉત્પાદક અને ગ્રાહકનાં એકંદર ખર્ચને ઓછામાં ઓછું રાખવા પર ધ્યાન આપે છે. નિયમન સીમાઓ પ્રક્રિયા નિયમન પર ધ્યાન આપે છે અને તે મુખ્યવે કરીને ભૂલ ખવડાવે તેવા સંકેતના દર અને જરૂરી સ્તરની પ્રક્રિયા સંબેદીતા વચ્ચે સંતુલન જાળવે છે. 
). ઉત્પાદન કામગીરી પરનાં તેમનાં સંભવિત જોખમની બાબતે નિકાલ સીમા અને નિયમન સીમા ખાસ અલગ પડે છે. વિચારવામાં જરા વિચિત્ર લાગે પણ સ્પેસીફીકેશન સીમાની બહાર પડી શકે તેવાં ચોક્કસ જૂથનાં ઉત્પાદનોની અસર એ  ઉત્પાદન પ્રક્રિયાનાં કોઈ એક જૂથને લગતા નિર્ણય કરતાં ઓછી જોખમી પરવડી શકે છે. જે ઉત્પાદન સમૂહ સ્પેસીફીકેશન સીમાની બહાર છે તેનું કંઈક કરવું તો જરૂર પડે પણ તેની અસર એ નિશઇત સમૂહ પૂરતી જ મર્યાદિત છે. જ્યારે પ્રક્રિયામાં કરાતો કોઈ પણ ફેરફાર હવે પછી એ પ્રક્રિયા તબક્કાઓમાંથી પસાર થનાર બધાં જ ઉત્પાદનો પર (સવળી કે અવળી) અસર કરશે.
આપણા આ બ્લૉગોત્સવમાં આપણે ગુણવત્તાના દરેક પાસાંનો જીવનના દરેક પાસાં સાથે સંબંધનો રંગપટ આપણી નજર સમક્ષ લાવવા ઈચ્છીએ છીએ. આપના આ બાબતે થયેલા અનુભવો આ રંગપટને વધારે અર્થપૂર્ણ બનાવશે. આપના અનુભવો અને સુચનો અમારી સાથે વહેંચવાનું અમારું હાર્દિક ઈજન છે.....
આ અંકમાં દર્શાવેલ ઇમેજના પ્રકાશાનાધિકાર તેના રચયિતાના જ રહે છે.

No comments: