Thursday, May 31, 2018

હિંદી ચિત્રપટ સંગીતના સુવર્ણ યુગથી સંકળાયેલાં બ્લૉગવિશ્વનો બ્લૉગોત્સવ - ૫_૨૦૧૮


હિંદી ચિત્રપટ સંગીતના સુવર્ણ યુગથી સંકળાયેલાં બ્લૉગવિશ્વ -   _૨૦૧૮ બ્લૉગોત્સવ સંસ્કરણમાં આપનું સ્વાગત છે.
આપણા બ્લૉગોત્સવના આજના આ મે મહિનાના અંકના બે નોંધપાત્ર વિષયો છે મે મહિનાની કાળઝાળ ગરમી અને એપ્રિલ મહિનામાં આવી ગયેલ કે એલ સાયગલની ૧૧૪મી જન્મજયંતિ.
Heat and dust and cinema માં ઉદય ભાટિયા અને જય અર્જુન સીંઘ નવી અને જૂની હિંદી ફિલ્મોમાંના ઉનાળાની ગરમીના શબ્દો ચોરાવ્યા વિના થયેલ ઉલ્લેખોને યાદ કરે છે.
K L Saigal’s 114th birthday - કે એલ સાયગલની યાદને અમર કરી દેતી તેમની ગાયકીને ઉજાગર કરતું ડુડલ મહેમાન કલાકાર વિદ્યા નાગરાજને પ્રસ્તુત કરેલ છે.


આ ડુડલની રજૂઆતના આના પહેલાંના વિચારો આ પ્રકારના હતા:

આપણે હવે મે, ૨૦૧૮ની જન્મ અને અવસાન તિથિઓની અંજલિઓ પરના લેખો પર નજ઼ર કરીશું.
Director Arjun Hingorani dies at 92 - અર્જુન હિંગોરાનીએ ધર્મેન્દ્રની પહેલી ફિલ્મ, દિલ ભી તેરા હમ ભી તેરે, નિર્દેશિત કરી હતી.
હલચલ (૧૯૫૧)નાં શૂટીંગ સમયે બલરાજ સહાની ૬૦મિનિટમાં જેલરમાંથી કેદી બની જતા હતા !
Noted lyricist, poet, politician Balkavi Bairagi dies in MP -  અવસાન ૧૩ મે, ૨૦૧૮ - બાલ કવિ બૈરાગીની હિંદી ફિલ્મ સંગીતના ક્ષેત્રની કારકીર્દી ૧૯૬૬ની ફિલ્મ ગોગોલાથી શરૂ થઈ. એ ફિલ્મનું તલત-મુબારક બેગમનું યુગલ ગીત જ઼રા કહ દો ફિજ઼ાઓં સે હમેં ઈતના સતાએ ના આજે પણ યાદ કરાય છે. તેમનાં ગીતોમાં ગ્રામ્ય સંસ્કૃતિની ઝલક સ્વાભાવિકપણે વણાયેલી જોવા મળતી, જેમ કે ગોગોલાનું જ મિનુ પુરુષોત્તમ અને ઉષા મંગેશકરનું યુગલ ગીત દેખો દેખો બલમા પ્યારા 

રૂપેરી પર્દા પરની માને માતૃત્વ દિવસ પર The most Popular Mothers Of Bollywood  પ્રેમાંજલિ છે.
Second Sunday in May માં અંગ્રેજી કક્કાબારાખડીના ક્રમમાં જે જે અભિનેત્રીઓએ પરદા પર મા તરીકે નોંધપાત્ર ભૂમિકા ભજવી છે તેની એક કલાકારની એક ફિલ્મના હિસાબે રસપ્રદ યાદી રજૂ કરાઈ છે. આ યાદીમાં સંતાનની ભૂમિકા કોણે ભજવી છે તેની પણ નોંધ લેવાયેલ છે. હિંદી ફિલ્મોની બહુ જ 'યાદગાર મા' નિરૂપા રોયની અંગત જિંદગીમાં મિલકત માટે સંતાનો વચ્ચે ચાલી રહેલ લડાઈની વાત વાંચીને આપણું મન પણ ભરાઈ આવે છે.
કભી તનહાઈયોમેં યૂં હમારી યાદ આયેગી - કાજલ ઓઝા વૈદ્ય - વામા - મધુવન - જ.પ્ર.
Shyam: The Big Heart behind the Swashbuckling Hero - Antara Nanda Mondal - '૪૦ના દાયકાના મોહક, આકર્ષક, આગવી છટા ધરાવતા કલાકાર શ્યામને, અચાનક જ અકસ્માત અવસાન થવાને કારણે તેમના નામે ફિલ્મો ઓછી હોવા છતાં,  લોકો આજે પણ યાદ કરે છે. શ્યામના નાના ભાઈ હરબંસ ચઢ્ઢાના સૌથી મોટા પુત્ર બિમલ ચઢ્ઢા અને તેમનાં કુટુંબીજનોએ શ્યામના ફોટાઓ, પત્રો, તેમના હાથેથી લખેલા કાર્ડ્સ, પુસ્તકો અને અન્ય વસ્તુઓને બહુ કાળજીપૂર્વક સાચવેલ છે.
Talat Mahmood: A Mesmeriser  - ડી પી રંગન તલત મહમૂદની ૨૦મી પુણ્યતિથિ (૧૨ ફેબ્રુઆરી, ૧૯૨૪ - ૯ મે, ૧૯૯૮)ના રોજ તેમનાં ઓછાં સાંભળવા મળતાં ગીતોને યાદ કરે છે.
Raat Aur Din’ is a fitting swansong for Nargis’s wide-ranging talent - સત્યેન  બોઝ દ્વારા નિર્દેશિત 'રાત ઔર દિન'નું નિર્માણ બહુ ખેંચાઈ ગયેલું, પણ તેમ છતાં શરમાળ પત્ની અને બીજા રોલમાં તેનો બિંદાસ્ત અંતરાત્માની ભૂમિકાને નરગીસે યાદગાર ન્યાય કર્યો છે.
Sebastian D’Souza: The Master of Counter Melodies - Dr Padmanabh Joshi -વાયોલિન,સેલો, પિયાનો, સ્પેનિશ ગિટાર કે ઑર્ગન વડે 'ગીતની અંદર સમાંતરે ધુન'ચલાવવાની 'કાઉન્ટર મેલૉડી' તરીકે પ્રખ્યાત તકનીક સેબાસ્ટીઅન ડી'સોઝાએ અદ્‍ભૂતપણે વિકસાવી હતી.
My Favourites by Prem Dhawan - પ્રેમ ધવન વૈવિધ્યસભર પ્રતિભા ધરાવતી વ્યક્તિ હતા. મૂળે સારા કવિ અને નૃત્યકાર, પણ ફિલ્મોમાં ગીતલેખક અને સંગીત નિર્દેશક તરીકે પણ તેમણે યાદગાર રચાનાઓ આપી છે.
Greatness in the shadow of the giants: Bulo C Rani માં બુલો સી રાનીને તેમની ૨૫મી પૂણ્યતિથિએ (૬ મે ૧૯૨૦ - ૨૪ મે, ૧૯૯૩)અંજલિ સ્વરૂપે તેમનાં ગીતોને યાદ કર્યાં છે.
Manna Dey: A Rare Voice That Excelled In All Music Genres - Antara Nanda Mondal - મુશ્કેલ શાસ્ત્રીય રચનાઓને યથિચિત  ન્યાય આપી શકવાનાં મન્નાડેનાં આગવાં કૌશલ્યને પરિણામે અનેક પ્રકારનાં ફિલ્મી ગીતોની સાથે 'આધુનિક' ગીત જેવા પ્રકારને પણ તેઓએ બહુ જ સહજતાથી રજૂ કરેલ છે.
હવે આપણે અન્ય વિષયો પરના લેખો તરફ નજર કરીએ.
Funny Songs on Biwi/Shaadi in Hindi Films માં લગ્ન પછી વ્યક્તિના જીવનમાં થતા ફેરફારોની હળવી બાજૂ રજૂ કરાયેલ છે.
The path, the traveller, the journey and the destination માં રાહ, મુસાફિર, સફર અને મંઝિલના રોમાંચ અને વિવિધ લાગણીઓને હિંદી ગીતોનાં સ્વરૂપોમાં રજૂ કરાયેલ છે.
Copy Cat Songs Of Bollywood Part 1 અને (Part 2) માં આંતરરાષ્ટ્રીય ગીતોની નકલ કહો કે હવે જેને પ્રેરણા લીધેલાં ગીત કહે છે તેવાં ગીતોને યાદ કરાયેલ છે.
ચાહકોનું સન્માન જ કાયમી પ્રતિષ્ઠા બી. સરોજાદેવી - પ્રવીણ ઠક્કર - મલ્ટિપ્લેક્સ - જ.પ્ર.
Engagements With Shamaમાં પોતાને અપ્રતિમ ચાહતા પરવાનાની યાદમાં જલતી શમાના અનોખા સંબંધોની દાસ્તાન કહેતાં ગીતોને યાદ કરાયાં છે.
Ten of my favourite Khwaab/Sapna songs એવાં સ્વપ્નોને યાદ કરતાં ગીતો છે જેમાં પ્રેમીના યાદ કે તેની બાજૂમાં રહ્યે રહ્યે જીવાતી પ્રેમભરી જિંદગીની યાદોને વણી લેવાયેલ છે.
A Story of Broken Dreams માં તૂટેલાં સ્વપ્નોને ગીતોમાં યાદ કરેલ છે, જેમ કે
ચાંદ કભી થા બાહોંમેં - સપન સુહાને (૧૯૬૧)- સબિતા બેનર્જી - સલીલ ચૌધરી - શૈલેન્દ્ર
ટૂટ ગયા હૈ સપના - નિશાની (૧૯૪૨)- નસીમ અખ્તર - પંડિત અમરનાથ - અઝિઝ કાશ્મીરી 
સપને ટૂટ ગયે - ડાક બાબુ (૧૯૫૪) - આશા ભોસલે - ધનીરામ - પ્રેમ ધવન 

Naam Gum Jaayega માં માઈકલ કેઈન, મન્ના ડે કે હરિવંશરાય બચ્ચન જેવાં લોકો જેમણે પોતાનાં નામ બદલ્યાં છે તેમની વાત કરવામાં આવેલ છે.
Dance and drama: Vyjayanthimala is at her sinuous best in ‘Nagin’ - ૧૯૫૪ની ફિલ્મ 'નાગીન'માં હેમંત કુમારની ધુનો પર રચાયેલાં ગીતો પર વૈજયંતિમાલાએ બહુ જ અદ્‍ભૂત નૃત્યો અને અભિનય કરેલ છે.
Rhythms of Shankar Jaikishan - શંકર જયકિશને માત્ર હિંદી ફિલ્મ ગીતોનો એક વિશાળ ખજાનો નથી રચ્યો પરંતુ કેટલીય આગવી શૈલીઓ અને વાદ્યોના અવનવા પ્રયોગો પણ તેમણે રજૂ કર્યા છે. આ ગીતોના ખજાનામાંથી આનંદ દેસાઈએ પાંચ એવાં ગીતો પસંદ કર્યાં છે  જેમાં સંગીત બેલડીની તાલ, રાગ, નાદ અને વાદ્યસજ્જા નીખરે છે:


સોંગ્સ ઑફ યોર પરની નિયમિત શ્રેણી Best songs of yearમાંનો Best songs of 1947: And the winners are? લેખ પ્રકાશિત થઈ ચૂક્યા પછી આપણે પણ ૧૯૪૭નાં ગીતોને ચર્ચાની એરણે સાંભળવાનું શરૂ કરેલ છે. હંમેશની જેમ શરૂઆત આપણ પુરૂષ સૉલો ગીતોથી કરેલ છે, જેમાં આપણે મોહમ્મદ રફી, મુકેશ, મન્ના ડે, જી એમ દુર્રાની, સુરેન્દ્ર, કે એલ સાયગલ અને અન્ય પુરૂષ ગાયકોનાં સૉલો ગીતો સાંભળી ચૂક્યાં છીએ..
અને હવે મુલાકાત કરીએ અન્ય પ્રકાશનો પરની નિયમિત કોલમોની :
જન્મભૂમિ પ્રવાસીની રવિવારની 'મધુવન' પૂર્તિમાં શ્રીકાંત ગૌતમની 'રાગરંગ'  કોલમના મે, ૨૦૧૮ના લેખો:


સોનલ પરીખ 'જન્મભૂમિ'ની 'મલ્ટિપ્લેક્ષ' પૂર્તિમાં કોઈ એક ગીતને લઈને 'છૂ કર મેરે મન કો' કોલમ કોલમના મે, ૨૦૧૮ના લેખો:


'ગુજરાત સમાચાર'માં દર શુક્ર્વારે પ્રકાશિત થતી કોલમ 'સિને મેજિક'માં અજિત પોપટ મે, ૨૦૧૮માં 'મદન મોહન પરની લેખમાળા આગળ ધપાવે છે.:


મહિનાના આખરી શુક્ર્વારે નવા સંગીતકાર પરના લેખની પરંપરામાં હાલમાં પ્રીતમ ઉપર લેખમાળા ચાલી રહી છે. મે, ૨૦૧૮ના છેલ્લા શુક્રવારે, પ્રીતમ રચિત ગીતોને મમળાતાં જણાવે છે કે મૂકેશ ભટ્ટની ફિલ્મ ક્રૂકનાં ગીતો સમકાલીન ટીનેજર્સને ગમે એવાં બન્યાં હતાં
મે, ૨૦૧૮માં વેબ ગુર્જરી પર 'ફિલ્મ સંગીતની સફર'માં પ્રકાશિત થયેલા લેખો:

ફિલ્મીગીતો અને તસવીર

બંદિશ એક, રૂપ અનેક ૪૩ मेरे रश्के कमर

ફિલ્મીગીતો સાથે સંકળાયેલ ફિલ્મના શીર્ષક ()

એક ગીતનાં અનેક સ્વરૂપ સરખા મુખડા, ફિલ્મો જૂદી, અંતરા અને બીજું ઘણું જૂદું : []


આપણા આ બ્લૉગોત્સવના દરેક અંકના અંતમાં આપણે મોહમ્મદ રફીને લગતો લેખ અથવા તો પોસ્ટમાં સામાન્યતઃ જે વિષયનું પ્રાધાન્ય હોય તેને અનુરૂપ ઓછાં સાંભળવા મળતાં મોહમ્મદ રફીનાં ગીતને યાદ કરતાં હોઈએ છીએ.
પૈગામ ક઼યામત કા ક઼ાતિલ ને દે દિયા, સજ઼દે મેં સર ઝુકા કે મેરે દિલમેં લે લિયા - ક્ષિતિજ (૧૯૭૪) - મન્ના ડે, પ્રિતી સાગર, કૃષ્ણા કલ્લે સાથે - શારદા - બાલ કવિ બૈરાગી

ફૂલ સા ચહેરા ચાંદ સી રંગત ચાલ ક઼યામત ક્યા કહિએ - રાત ઔર દિન (૧૯૬૭) - શંકર જયકિશન - હસરત જયપુરી

હિંદી ફિલ્મોનાં સુવર્ણ યુગની આપણી આ સફરને વધારે રસમય, આનંદપ્રદ અને વાચ્ય બનાવવા માટે આપનાં સૂચનો, ટીકા-ટિપ્પણીઓ તેમજ નવા સ્ત્રોતો માટેના સુઝાવો માટે  દિલથી ઈંતઝાર રહેશે.

No comments: