Sunday, July 22, 2018

ગુણવત્તા સંચાલન વિષેના લેખ અને બ્લૉગ્સનો બ્લૉગોત્સવ - જુલાઈ, ૨૦૧૮


ગુણવત્તા સંચાલન વિષેના લેખ અને બ્લૉગ્સના બ્લૉગોત્સવનાં જુલાઈ, ૨૦૧૮ સંસ્કરણમાં આપનું હાર્દિક સ્વાગત છે.

આપણા આ બ્લૉગોત્સવના આ પહેલાના અંકમાં ASQ TV પરનાં વૃતાંત, The Hidden Factory માં છૂપાયેલ કારખાનાંનો ઉલ્લેખ જોયો હતો. આજ આ અંકમાં આપણે 'છૂપાયેલ કારખાનાં' વિષયનો થોડો વિગતે પરિચય કરીશું.

Hidden Factory, The -  છૂપાયેલ કારખાનું એ એવી વધારાની, કામની, સકારાત્મક નીપજ છે જે વ્યયની પેદાશમાં વેડફાતી ઉર્જાને ઉત્પાદક પ્રક્રિયામાં વાળીને સારી ગુણવત્તાવાળી પેદાશ બનાવાથી શક્ય બની શકે છે.
Lean Six Sigma - Hidden Factories  છૂપાયેલ કારખાનાં વિષે સમજવમાં મદદરૂપ બનશે.

નીચે દર્શાવેલ ચિત્ર દ્વારા પણ છૂપાયેલાં કારખાનાંના વિચારને બહુ સ્પષ્ટતાથી સમજી શકાશે.
 What is the Hidden Factory?માં સંસ્થાએ સંભવતઃ ગુમાવેલ ઉત્પાદનના સંદર્ભમાં ચાર શક્યતાઓની વ્યાપક સ્તરે ચર્ચા કરવામાં આવી છે.
          સમયપત્રકનું નુકસાન - જે ઉત્પાદન સમયપત્રકમાં સમાવાયું ન હોવાથી નથી કરાઈ રહ્યું.
          ઉપલબ્ધતા નુકસાન - કોઈને કોઈ સંસાધનની સમયોચિત ઉપલ્બધતા ન હોવાને  કારણે ઉત્પાદનને થયેલું નુકસાન
          કામગીરીનું નુકસાન - જે સ્તરે કામ થવું જોઈએ એ સ્તરે કામ ન થતું હોવાથી થતું નુકસાન
          ગુણવત્તાનું નુકસાન - ઉત્પાદનમાં પહેલી વાર જો પેદાશ યોગ્ય ગુણવત્તા પ્રમાણે ન બની, તો તેને કારણે થયેલ નુકસાન
નીચે રજૂ કરેલાં કોષ્ટકમાં ચાર મોટાં નુકસાનકર્તા પરિબળો, છૂપાયેલ કારખાનાં પરની તેમની અસર અને સાથે સંકળાયેલાં છ મોટાં નુકસાન જોઈ શકાય છે.
છૂપાયેલ કારખાનાં પર તેની અસર
છ મોટાં નુકસાન
સમયપત્રકનું નુકસાન
 જે ઉત્પાદન સમયપત્રકમાં સમાવાયું ન હોવાથી નથી કરાઈ રહ્યું 
          એક કે બે પાળીમાં કામ કરતાં કોઈ પણ કારખાના માટે સૌઅથી મોટું ઘટક
          મોટા ભાગના કિસ્સાઓમાં, મૂડી રોકાણ ટાળતાં રહીને ટુંકા ગાળે ઓવરટાઇમ વડે કે લાંબા ગળે વધારાનાં કર્મચારીઓને કામે લગાડીને નિરાકરણ કરાતું હોય છે.
લાગુ નથી પડતું
ઉપલબ્ધતા નુકસાન
કોઈને કોઈ સંસાધનની સમયોચિત ઉપલ્બધતા ન હોવાને  કારણે ઉત્પાદનને થયેલું નુકસાન
          મોટા ભાગનાં કારખાનાંઓ માટે સમયપત્રક મુજબ નક્કી થયેલ ઉત્પાદન સમયમાં છૂપાયેલ કારખાનાનું સૌથી મોટું ઘટક

          ઉપલબ્ધતા વધારવા માટે સૌથી જાણીતી બે પધ્ધતિઓ  આયોજિત રોકાણો માટે SMED અને બિનઆયોજિત રોકાણો માટે TPM  વપરાય છે.
          આયોજિત રોકાણો

    બિનઆયોજિત રોકાણો
કામગીરીનું નુકસાન
જે સ્તરે કામ થવું જોઈએ એ સ્તરે કામ ન થતું હોવાથી થતું નુકસાન
          વિધિસરના ડાઉનટાઈમ જેટલું નજરે ન ચડવાને કારણે આ સૌથી મોટું નુકસાન પરવડી શકે છે
          નાનાં નાનાં રોકાણો - યોગ્ય માલને બદલે બીજું મળવાથી કે માલના ભરાવા જેવં કારણોને કારણે ઉત્પાદનમાં થતું નુકસાન. 
ધીમી આવર્તન ગતિ - સેન્સર બરબર ગોઠવાયાં ન હોય, યોગ્ય સેટીંગ્સ ન કરાયેલ જોય કે મશીનો જૂનાં થયાં હોય કે હલકી કક્ષાનો માલ વપરાતો હોય એવા સંજોગોને કારણે સર્જાતી પરિસ્થિતિ
          નાનાં નાનાં રોકાણો
          ધીમી આવર્તન ગતિ
ગુણવત્તાનું નુકસાન
ઉત્પાદનમાં પહેલી વાર જો પેદાશ યોગ્ય ગુણવત્તા પ્રમાણે ન બની, તો તેને કારણે થયેલ નુકસાન
          ગ્રાહક પર પડતી અસરને કારણે ધ્યાન ખૂબ માગી લે છે, પણ મોટા ભાગે છૂપાયેલ કારખાના પર બહુ વધારે અસર નથી પડતી.
          સૌથી સારા ઉપાયોમાં ભૂલચૂક ન થાય તેવાં ઉત્પાદ મશીનો અને સાધનો વસાવવાં અને પ્રમાણિત કાર્યપધ્ધતિઓના અમલ જેવાં પગલાંઓ ગણાતાં આવ્યાં છે.
          અસ્વીકાર્ય ઉત્પાદિત માલ
          પ્રક્રિયાની શરૂઆતમાં થતો અસ્વીકાર્ય ઉત્પાદિત માલ
          TEEP - કુલ અસરકારક ઉપકરણ કામગીરી - (ઉત્પાદન માટેનાં સમયપત્રકમાં ન હોવાથી અને ઉપકરણની ઉપલબ્ધી ન હોવાને કારને થતાં નુકસાનને ગણતરીમાં લે છે).
          OEE - એકંદર ઉપકરણ અસરકારકતા - (સમયપત્રક મુજબ થવાં જોતાં કામમાંથી ખરેખર ઉત્પાદક સમયમાં થયેલ નુકસાનને ગણતરીમાં લે છે).
          Six Big Losses - છ મોટાં નુકસાનો – (સમયપત્રક મુજબ ઉત્પાદન સમયે થયેલ ઘટનાં નુકસાનની વધારે વિસ્તૃત ગણતરીમાં લે છે).
હાવર્ડ બીઝનેસ રિવ્યુમાં જેફ્રી જી. મિલર અને થોમસ ઈ. વૉલમૅન્નના લેખ The Hidden Factory,માં ઓવરહેડ ખર્ચાઓને ગુણવત્તા અને નવી પેદાશોને સમયસ્ર બજારમાં મૂકવાની પ્રાથમિક ચિંતા પછીના જ ક્રમમાં મુકવામાં આવેલ છે. આ ખર્ચાઓ :
હેરફેરના વ્યવહારો - માલની એક જગ્યાએથી બીજે જગ્યાએ કરવા માટેની હેરફેરમાટે ઓર્ડર આપવાને લગતા, તેનો અમલ કરવાને લગતા  કે હેરફેર સુનિશ્ચિત કરવાને લગતા ખર્ચાઓ
સંતુલન  વ્યવહારો - માલની પુરવઠો, શ્રમિક બળ અને ક્ષમતાને  માગનાં સંતુલનમાં રાખવા પાછળ થતા ખર્ચાઓ. આને પરિણામે હેરફેરના વ્યવહારો પેદા થતા હોય છે.
ગુણવત્તા વ્યવહારો - ગુણવત્તા નિયંત્રણ કે પરોક્ષ એન્જિનિયરીંગ કે ખરીદીઓ લગતા વધારાના વ્યવહારો તરીકે દેખાતા વ્યવહારોથી આગળ વધીને સ્પેસીફીકેન નક્કી કરવાના અને જણાવવાના,અન્ય વ્યવાહરો નક્કી કર્યા મુજબ થયા છે તેનાં પ્રમાણિકરણ અને સુસંગત માહિતી વિકસાવવાના અને દસ્તાવેજિત કરવા માટેના વ્યવહારોને લગતા ખર્ચાઓ છે.
ફેરફારોના વ્યવહારો - એન્જિનિયરીંગ ડીઝાઈન, સમયપત્રકો, ઉત્પાદન માર્ગો, સ્ટાન્ડર્ડ્સ, માલનાં સ્પેસીફીકેસન કે માલની યાદીઓ જેવી ઉત્પાદનની મૂળ માહિતી અપડેટ રાખવા પાછળના ખર્ચાઓ છે.
ઓવરહેડ ખર્ચાઓનાં નિયમન માટે ત્રણ ઉપાયો વધારે અસરકારક માનવામાં આવે છે:
(૧) કયા વ્યવહારો આવશ્યક છે તેનું વિશ્લેષણ કરીને તે કરવાની પધ્ધતિઓમાં સુધારા કરવા;
(૨) કામગીરી વધારે સ્થિર કક્ષાએ ચાલતી રહે તેવા પ્રયાસો કરવા, અને
(૩) સ્વયંસંચાલિત, સંકલિત તંત્રવયવસ્થા પર વધારે આધાર રાખવો. ટેક્નોલોજિના વધતા જતા વિકાસ અને વ્યાપને કારણે મોટા ભાગના સંચાલકોને આ ઉપાય વધારે ગમતો હોય છે.
Six Sigma, Measurement Systems, and the Hidden Factory - જો યોગ્ય રીતે અમલ કરાયો હોય તો માપણી વ્યવસ્થાઓ પ્રક્રિયાની વર્તમાન સ્થિતિ સમજવામાં મદદરૂપ બની શકે છે અને મોટી સફળતા અપાવી શકે તેવી માહિતીનો સ્ત્રોત બની શકે છે. જોકે બીનઅસરકારક માપણી વ્યવસ્થા પોતે જ છૂપાયેલ કારખાનાને મોટું કરવામાં કારણરૂપ બની શકે છે. માપણી વ્યવસ્થા પોતે જ છૂપાયેલ કારખાનાની હિસ્સો બની જાય છે તે આ લેખમાં પ્રસ્થાપિત કરવામાં આવ્યું છે. આ સમગ્ર ચર્ચામાંથી એક મુખ્ય મુદ્દો જે ફલિત થાય છે કે માપણી વ્યવસ્થાને સાધ્ય નહીં પણ એક પ્રક્રિયા તરીકે જોવી જોઈએ.
હવે આપણે આપણું ધ્યાન આપણા નિયમિત વિભાગો તરફ વાળીશું.
Management Matters Network પરની કોલમ Strategic Marketingમાંનો લેખ Think You Know What Your Customer Wants? Think Again આપણે આજના બ્લૉગોત્સ્વના અંક માટે પસંદ કરેલ છે. …. તેમાં જે કોયડો મૂક્યો છે તે કદાચ તાર્કિક દૃષ્ટિ હલ કરવો સહેલો હશે, ગુણવત્તા સંચાલનની દૃષ્ટિ પણ, 'કોયડાનો ઉકેલ આપણી જાતને ડ્રાઈવરની જગ્યાએ મૂકવાથી તરત જ મળી જાય છે' એ હલમાં ઘણો મહત્ત્વનો સંદેશ રહેલો છે.

લેખકોનું કહેવું છે કે સિતેર વર્ષથી પીટર ડ્રકર પણ ગ્રાહકની સીટ પર બેસીને તેની દૃષ્ટિએ જોવાનું જ સમજાવતા રહ્યા છે. તેમનું હંમેશાં કહેવું રહ્યું છે કે ગ્રાહક ક્યારે પણ તર્કવિસંગત નથી હોતો, ઉત્પાદકો જ આળસુ હોય છે. 'અંદર રહ્યે રહ્યે વ્યાપાર માટે કોઈ શા માટે કંઈ કિંમત ચૂકવીને ખરીદી કરે છે તે સમજવું સહેલું નથી...પોતાના વ્યાપારની ખપત કેમ છે સમજવા માટે તો પધ્ધતિસરની મહેનત કરવી પડે.'  
આપણા આજના અંકના ASQ TV પરનાં વૃતાંત, Process Mapping and Architecture માં પ્રક્રિયા નકશા અને ફ્લૉ ચાર્ટ વિષે પાયાની બાબતો ચર્ચવાની સાથે Sandy Furterer's Full Interview - Process Architecture Mapમાં પ્રક્રિયા સ્થાપત્ય વડે પ્રક્રિયામાં શી રીતે સુધારા થઈ શકે અને વ્યય શી રીતે ખોળી કાઢી શકાય તે પણ ચર્ચવામાં આવ્યું છે.
ઉપરાંતનું સંદર્ભ વાંચનઃ
          A Simple Process Map
          Process Flowchart 
Jim L. Smithનાં જુન, ૨૦૧૮ની Jim’s Gems પૉસ્ટ:
Power of Imagination :  એ તો નક્કી જ છે કે જાણ્યે અજાણ્યે આપણી અંદરનાં, આસપાસનાં કે આપણી નજદીકનાં વર્તુળોમાંનાં પરિવર્તન, કે પરિવર્તનનો વિચાર, આપણી આસપાસ જ ફર્યા કરે છે. મહત્ત્વનું એ છે જીવનના આનંદ તરફ જવા માટે ઈચ્છા આપણામાં સજીવન રહે. અંદરથી થતાં પરિવર્તનો વધારે લાંબો સમય ટકી શકે છે. સકારાત્મક અને ટકાઉ પરિવર્તન માટે ખુબ જ ઉપયોગી તકનીક આપણી પોતાની કલ્પનાશક્તિ છે.
The Power of Yet:  સૉફ્ટવેર અને સિસ્ટ્મ્સ ડિઝાઈનમાં "આટલું પૂરતું છે"નો સિધ્ધાંત જાણીતો છે,
જેનો અર્થ એ કે ગ્રાહકને પૂરતું હોય એટલું તે સ્વીકારશે. ઘણા ઉદ્યોગોમાં પણ આ સિધ્ધાંત લાગુ પડતો હોય છે ...આપણી ખરીદીમાં જો આ અપેક્ષા કામ કરતી હોય તો લોકોની બાબતમાં પણ એ વાત લાગું પડે? આપણને કોઈ ચોક્કસ પદ જોઈતું હોય કે કંઇ સિધ્ધ કરવું હોય તો 'આ કરવા માટે  મારી ક્ષમતા પૂરતી નથી' એમ વિચાર પહેલો આવે. પણ જો એમ વિચારીએ તો સિધ્ધિ મેળવવાના માર્ગમાં તે માનસીક સ્તરે નકારાત્મક અંતરાય બની જઈ શકે છે. પરંતુ 'પૂરતું નથી'માં માત્ર 'તત્પુરતું' આ આગળ ઉમેરવાથી વિચારવાની આખી દશા બદલી જાય છે. કોઈ પણ કામમાં 'તત્પુરતું પૂરતું નથી' જ શબ્દપ્રયોગ ઉપયોગમાં રાખવો જોઈએ...શક્ય છે કે બધી વખતે જરૂરી હોય એટલી મહેનત આપણે ન કરતાં હોઈએ...એ પણ શક્ય છે કે, અત્યારે, આપણી ક્ષમતા ખરેખર પણ પૂરતી ન હોય. આપણામાં મોટા ભાગનાને એ વાત લાગુ પડી શકે છે. પણ સરખા લાંબા સમય સુધી, સરખી મહેનત કરવાથી આપણામાં વધારેને વધારે સુધારો શક્ય બની શકે છે, જે એક સમયે સિધ્ધિ મેળવવા માટે પૂરતી ક્ષમતા ઊભી કરી શકે છે. અને એ જ રીતે મહત્તમ સફળતા માટેનો માર્ગ પણ ખોલી નાખી શકાય છે !
રોજબરોજનાં અંગત તેમ જ વ્યવાસાયિક જીવનને લગતા ગુણવત્તાને લગતા લેખો દ્વારા બ્લૉગપોસ્ટસના આપણા બ્લૉગોત્સવને વધારે ને વધારે રસપ્રદ અને ઉપયોગી બનાવવા માટે આપનાં સૂચનો, ટિપ્પણીઓ, ટીકાઓ કે નવા વિચારો જરૂરથી મોકલશો.
આ અંકમાં દર્શાવેલ ઇમેજના પ્રકાશાનાધિકાર તેના રચયિતાના જ રહે છે.

No comments: