Showing posts with label Quality Mamagement. Show all posts
Showing posts with label Quality Mamagement. Show all posts

Tuesday, March 26, 2013

ગુણવત્તા સંચાલન વિષેના લેખ અને બ્લૉગ્સનો બ્લૉગૉત્સવ - માર્ચ, ૨૦૧૩


ગુણવત્તા સંચાલન વિષેના લેખ અને બ્લૉગ્સના બ્લૉગૉત્સવનાં માર્ચ, ૨૦૧૩ સંસ્કરણમાં આપનું હાર્દિક સ્વાગત છે. 

કોઇ એક મુખ્ય વર્ગીકરણ હેઠળ લેખનાં શિર્ષકને મૂળ લેખ સાથે હાયપરલિન્કથી સાકળીને, તેનો સારાંશ લેખના શબ્દોમાં જ રજૂ કરવાનો પ્રયોગ આ સંસ્કરણમાં અજમાવીશું.

બાહ્ય વાતાવરણનું વિહંગાલોકન - 

કાર્યરત અમેરિકા \ The America that works 

"નિયંત્રણ, નવીનીકરણ, આંતરમાળખું, શિક્ષણ એ બધાં જ સ્પર્ધાત્મકતા માટે મહત્વનાં છે. રાજ્યોમાં બની રહેલી નાની ઘટનાઓનો સરવાળો બહુ મોટો બની રહે છે... બસ, એ છે કાર્યરત અમેરિકાનું હાર્દ."

"સારા" થવાના ઘણા ફાયદા છેઃ વ્યવસાયમાં અને અંગત જીવનમાં ૨૧મી સદીનાં મૂલ્યો એ વિજયી વ્યૂહરચના છે \ Being “Good” Pays Off Big: 21st Century Values are a Winning Strategy in Business and Personal Life - પીટર જ્યૉર્જૅસ્કુ \ Peter Georgescu - [આનો DOWNLOAD ઉપયોગ કરીને આખું શ્વેતપત્ર મેળવો]. 

“૨૧મી સદીનાં પહેલાં બાર વર્ષમાં જ ખ્યાલ આવી ગયો છે કે વેપાર-વ્યવસ્થા એ કેટલું કપરૂં કામ બની રહ્યું છે. અને હજૂ એ શક્યતાઓ પણ પૂરે પૂરી છે કે આવનારાં વર્ષોમાં વેપાર-વ્યવસાય હજૂ વધારે કપરાં, અને વધારે સ્પર્ધાત્મક, બની રહેવાનાં છે. એટલે આપણે આ બેરહમ સ્પર્ધાત્મક દુનિયા સામે કમર કસવી જ રહી. કેમ ખરૂંને? 

હં…અ, ના. ૨૧મી સદીનાં વિશ્વમાં વિજયી વ્યૂહરચના ખોળી કાઢવા માટે આપણે એ જાણવું જરૂરી છે કે વાણિજ્ય-વિશ્વ આ થોડાં વર્ષોમાં શી રીતે નાટકીય રીતે પલટી ગયું છે." 

અને [પ્રમાણમા] સિંહાવલોકન... 

“પરીવર્તનની ઝડપે ઉત્પાદન" \ Manufacturing at the Speed of Change - આ શ્વેતપત્ર ડાઉનલૉડની લીંક મૂળ લેખનાં પાનાં પરથી મળી શકશે - 

“આજની પડકારભરી વૈશ્વિક અર્થાવ્યવસ્થામાં ઉત્પાદન તંત્રએ પરીવર્તનને ગળે લગાવવું રહ્યું, તે પરીવર્તનોને સાનુકુળ કામગીરીનું વાતાવરણ સર્જતા, અને નવી તકો અને ગ્રાહકની જરૂરીયાતોને પહોંચી વળવા માટે ચાપલ્યથી સજ્જ રહેવું રહ્યું. ભવિષ્ય તરફ નજર રાખનાર ઉત્પાદકોએ જે મહત્વનાં કદમ લેવાં જોઇએ, જે પૈકી એક છે હવે-પછીની આવૃત્તિઓના ERP નિરાકરણો એવી આધુનિક ટેક્નૉલૉજીઓને માટે સાનુકુળ બની રહેવું, જે વધારે પ્રતિભાવશીલ અભિગમ બનાવવામાં અને ઝડપને સ્પર્ધાત્મક સરસાઇનું સબળ શસ્ત્ર બનાવવામાં મદ્દરૂપ બની રહે.” 

સંચાલન પ્રતિબધ્ધતા અને ઉદ્યોગ સાહસીકનો જુસ્સો 

પોતાના દરરોજના સંઘર્ષોની કહાણીના સૂર રેલાવતા ૯ સાહસિકો \ 9 Entrepreneurs chime in on their daily struggles

“સમય, કેન્દ્રીત ધ્યાન, ટીમનું બંધારણ કરવું અને લાગણીઓ, વગેરે તો હિમશીલાની ટોચ માત્ર છે - શેની સાથે સહુથી વધારે સંઘર્ષ કરતાં રહેવું પડે છે તે શોધી કાઢો અને પછી જીવનને સરળ બનાવી શકે તે રીતે પ્રક્રિયાઓ બને તેટલી કાર્યક્ષમ બનાવો.” 

'લીન\Lean' અવતરણઃ અગ્રણીઓ તેમના અનુયાયીઓમાં પ્રેરણા ખોજતા નથી, તેને અનાવૃત કરે છે. \ Lean Quote: Leaders Don't Invent Motivation In Their Followers, They Unlock It -જ્હૉન ડબ્લ્યુ ગાર્ડનર 

“આપણા સમગ્ર જીવનકાળ દરમ્યાન આપણને કેટલાંય સંપર્ક થાય છે અને તેમાંના ઘણાં આપણને ડહાપણના બે શબ્દો પણ કહી જાય છે. આપણા માટે તે નવુ શીખવાનો સ્ત્રોત પણ બની રહે છે , તેમ જ વિચારવા કરવા માટે થોભવાની એક એવી ક્ષણ પણ બની રહે છે જે ઘડીએ આપણે જે પાઠ ભણ્યા છીએ તેના પર વિચાર કરી શકાય. 'લીન\Lean'ની સક્રિય શીખવાની પ્રક્રિયામાં આ એક મહત્વની બાબત છે; કારણકે નવું નવું શીખ્યા સિવાય સુધારણા કરતાં રહેવું અશક્ય છે. 

મારા અનુભવ મુજબ, પ્રેરણા વિશે શીખવા માટે ત્રણ બાબતો પર ધ્યાન આપવું જરૂરી છે: 

પહેલું એ કે જો કોઈને કંઈ નહીં જ કરવું હોય તો તમે એન કોઈ રીતે પ્રેરિત નહીં કરી શકો. પ્રેરણા આંતરિક છે, નહીં કે બાહ્ય પરીબળ.
બીજી વાત એ છે કે દરેક વ્યક્તિ પ્રેરિત હોય જ છે. વહેલી સવારે ઊઠીને પથારી છોડીને નોકરીએ ન જનારને પથારીમાં પડી રહેવાની વધારે પ્રેરણા હોય છે. તેમની પ્રેરણા નકારાત્મક હોઈ શકે છે, પણ તે પ્રેરિત તો છે જ.
ત્રીજી વાત એ છે કે લોકો, તમારી ખાતર નહીં પણ, પોતાનાં કારણોથી કંઈ પણ કરે છે. તેમનાં એ કારણો શોધી કાઢવામાં ખૂબી છે. 

પ્રેરિત, પ્રતિબધ્ધ અને પ્રવૃત્ત કર્મચારીઓને તેઓ જે કંઈ, અને જે માટે, કરે છે તેની પરવા હોય છે. તેઓ દરરોજ ઊઠીને કામે એટલે આવે છે કે તેમને તે વાતની પરવા છે. એ કંઈ ટુંકા ગાળાનો શક્તિનો ઉભરો નથી; તે જીવન પધ્ધતિ છે. 

પ્રેરણા અંદરથી જ આવે છે. દરેક વ્યક્તિમાં પોતાને પ્રેરિત કરવાની.- કે હતોત્સાહ કરવાની -. શક્તિ રહેલી હોય છે. તેઓ પોતાની શ્રેષ્ઠ ક્ષમતાસાથે દરરોજ કામ પર આવી શકે/કરતાં રહી શકે એ માટે જરૂરી બધાજ પ્રકારની સ્થિતિઓ નિર્માણ કરતાં, અને ટકાવી, રાખવાના બધાજ રસ્તા તેમને દેખાતા રહેવા જોઇએ. માન, સક્રિય અને પ્રમાણિક સંવાદ અને સક્ષમ અને તેમની સાથે ભળી ગયેલ નેતૃત્વ - એ એવાં ઘટકો છે જે પ્રવૃત્ત અને ઉત્સાહીત કાર્યસ્થળ બનાવી રાખે છે.” 

નવીનીકરણ માટે ચોથો વિકલ્પ જોવાનું શીખીએ \To Create Innovation, Learn How To See A Fourth Option - કૈહન ક્રીપ્પૅન્ડૉર્ફ \ Kaihan Krippendorff 
“જ્યારે જ્યારે જીવનના માર્ગમાં અડચણ આવે ત્યારે,આપણે આ ચાર પૈકી કોઇ એક ઉપાય અજમાવતાં હોઇએ છીએઃ 

પહેલો વિકલ્પઃ આપણે તે પરિસ્થિતિની અસરને, પરાણે પણ, સ્વીકારીને બેસી રહીએ છીએ.
બીજો વિકલ્પઃ આપણી પાસે હા/નાની પસંદગી છે - ક્યાં તો પરિસ્થિતિ સ્વીકારીએ અથવા હાથ ઊંચા કરીને ભાગી છૂટીએ.
ત્રીજો વિકલ્પ: એવું માનીને બેસી રહેવું કે આપણી પાસે પસંદગી કરવા માટે બધા જ વિકલ્પો છે, કારણકે આ ત્રણેય વિકલ્પ માટે વિચારવું એ ખાસું સમય અને મહેનત માગી લે એવું છે.
ચોથો વિકલ્પ: 'સામાન્ય રીતે ઉપલબ્ધ' એવા આ ત્રણ વિકલ્પોની પાર જઇને વિચારીએ અને સાવ નવો જ માર્ગ, નવો ઉપાય ખોળી કાઢીએ. 

આ પહેલા ત્રણ વિકલ્પોની પાર જઇને ચોથા વિકલ્પની દિશામાં વિચાર કરવાની ક્ષમતા કેળવવી એ બહુ મોટી સ્પર્ધાત્મક સરસાઇ માટેનો સ્રોત બની શકે છે. “

સંચાલન પ્રતિબધ્ધતા :પ્રક્રિયાઓના અમલમાટેનું એક મહત્વનું પરીચાલક બળ \ Management Commitment: The Key to Getting Procedures Used – 

સંસ્થાની આંતરીક પ્રકિયાઓ (જ્યાં પ્રક્રિયાઓ બંધ બેસતી હોય છે) પર વરિષ્ઠ સહયોગીઓ દ્વારા સાવ ધ્યાન ના આપવામાં આવે, કે નહિવત્ ઘ્યાન આપવામાં આવે, તો સંસ્થાના અન્ય સભ્યો તો એ બાબતે ક્યાંથી જ તેના પર ધ્યાન આપે? 

પ્રક્રિયાઓના ઉપયોગ બાબતે એક મોટું રહસ્ય હાથ લાગ્યું છે - આપણે જાણીએ છીએ કે પ્રક્રિયાને સ્પષ્ટ અને હાથવગી રહે તે રીતે લખી રાખવી એ મહત્વનું છે. તે અંગેની જાણકારી, અને તેની સ્વિકૃતિ, ઊભી કરવામાટે તેનું પ્રશિક્ષણ પણ થતું રહેવું જોઇએ. ઑડીટ કરતાં રહેવાથી પ્રક્રિયાના અમલનું મહત્વ ઘુંટાતું રહે છે. પણ આ બધું ત્યારે જ થતું રહે છે, જો વરિષ્ઠ સંચાલકો એ બાબતે પ્રતિબધ્ધ હોય.” 

વ્યાવસાયિક તેમ જ અંગત સ્તરે - ગુણવત્તાની મનોભાવના 

સુધારણાઓને આડે આવતી અડચણોને પાર કરવી \Overcoming Improvement Barriers 

“લગભગ બધી જ સંસ્થાગત કચાશો તંત્ર-રચના વ્યવસ્થાને કારણે જ હોય છે, અને તેથી જ વરિષ્ઠ સંચાલન મંડળ જ તેના ઉપાય કરી શકે છે. “ 

અને તેનો સંલગ્ન લેખ - ગુણવત્ત સુધારમાં આવતી અડચણો \ Barriers to Quality Improvement

માહિતિ-અધાર-સામગ્રી? તેના શા ફાયદા? ચોક્કસપણે - કંઇક તો ખરૂં જ \ Data? What is it good for? Absolutely … something – 

“આજ કાલ મોટા સ્તરની માહિતિ-સામગ્રી પસંદ કરવાની કે તેને બદનામ કરવાની લગભગ ફૅશન બની ગઈ છે. આપણી અંગત માન્યતા કંઈ પણ રહી હોય - કે રહેવાની હોય - માહિતિ-સામગ્રીના ફાયદા શું છે તે પ્રશ્ન ચર્ચાને ચકડોળે ચડતો રહ્યો છે, અને રહેશે.
જેમ જેમ ડીજીટાઇઝેશન અને નૅટવર્કનું આવરણ વધતું રહેશે તેમ તેમ આપણી અંગત તેમ જ વ્યાવસાયિક જીંદગીમાં માહિતિ-સામગ્રીની માત્રા વધતી જ રહેશે. પણ મૂળ મુદ્દો માહિતિ-સામગ્રીની માત્રાનો નથી; પણ, 'માહિતિ-સામગ્રીનું આપણે શું કરીએ છીએ' તે હવે પછીની ઉભરતી અર્થ-વ્યવસ્થામાં મહત્વનું બની રહેવાનું છે. 

આ વાતને સમજાવવા માટે હું તમને ત્રણ દ્રષ્ટાંત- કથાઓ કહીશ...... “ 

તકની સમસ્યા\ The Problem With Opportunities - સમસ્યાને 'તક' કહેવાનાં ખરાં જોખમો - 

કરીન હર્ટ સાથેની એક મુલાકાત દ્વારા કરૅન માર્ટીન સમજાવે છે કે "જ્યારે સમસ્યાને 'તક'ની છાપ લગાડી દેવામાં આવે છે, ત્યારે '"તત્કાલિકતા ખતમ થઇ જાય છે". એ પ્રયોગથી સલામતીની ભાવના દાખલ થઇ જાય છે, જેમકે, કંઇ સમસ્યાકારક વાતનો ઉકેલ લાવવો જોઇએ એવું માનવાને બદલે જે કંઇ થશે તે સારૂં થશે તેમ માનવા લાગવું. .

સફળ સંસ્થાઓના અગ્રણીઓ બન્ને કરે છે. તેઓ આજે ઉભરતા પ્રશ્નો માટે સલામત વાતાવરણ પેદા કરે છે અને તે સાથે જ જેમ જેમ અપેક્ષિત ભવિષ્ય તરફ સફર આગળ વધવાનું થતું રહે તેમ તેમ જે તક ઉભરતી રહી શકે છે તેને ખોળતાં રહેવાનું કરતાં રહે છે.” 

માર્ગ શીખવા મળતા પાઠ: વ્યયને હેતુપૂર્વક દૂર કરો \ Lessons from the Road: Eliminate Waste with Purpose - જૅમી ફ્લીનચબાઉ\Jamie Flinchbaugh 

"વધારે કરો" એ 'લીન'\leanનું હાર્દ છે: જેમ કે, ગ્રાહકનમાટે વધારે મૂલ્ય, એ વધારે મૂલ્ય પહોંચાડવા માટે વધારે શક્તિ અને સંસ્થામાં વધારે સામર્થ્ય. અહીં વાત માત્ર ઓછી ચરબીની નથી, પણ વધારે તકાતની છે. 

પોતાની નિયતિનું ઘડતર પોતાનાં નિયંત્રણમાં રાખી શકે તેવી સંસ્થાનું નિર્માણ એ રીતે જ થઇ શકે. .... 

'લીન'\leanનાં મૂળમાં વ્યયને દૂર કરવાનું જ નથી, પણ તે ખરેખર બહુ જ અસરકારક જરૂર પરવડી શકે. બસ, ધ્યાન એ રાખાવાનું છે કે વ્યયને દૂર કરવા માટે કોઇ ચોક્કસ ઉદ્દેશ્ય હોવો જરૂરી છે.” 

કામના ન હોય તેવા વિચારોને શા માટે નિષ્ફળ થવા દેવા જોઇએ \ Why You Should Let Bad Ideas Fail

જો તમે તણાવભરી સ્થિતિમાં મુકાઈ ગયાં હો અને પોતે ન ખોદેલા ખાડામાં ફસાઇ ગયાં હો, અને તમને આવા સવલ મુંઝવતા હોય, તો બે ઘડી થંભી જઇને પોતાની જાતને આ સવાલો પૂછોઃ 

• મારૂં જીવન જે દિશામાં જઇ રહ્યું છે તેનાથી હું ખુશ છું
• અત્યારે જે કરૂં છું તે જ કરતા રહેવાથી કયાં પહોંચાશે
• શું મારી જીવનશૈલી ટકાવી રાખી શકાય તેમ છે
• અત્યારની જ ઢબ ચાલુ રાખાવાથી મારાં જીવનમાં સુધાર આવી શકે તેમ છે 

જો તમને તમારા જવાબોથી (સાચા અર્થમાં) સંતોષ થાય, તો માનવું કે ગાડી પાટા પર છે. પણ જો જવાબ ગળે ન ઉતરે, તો જીવનમાં શું ફેરફાર કરવાથી ગાડી પાટે ચડી શકે તે વિચારવાનો સમય પાકી ગયો છે.” 

પ્રગતિ માટે સુદર (પાગલ) વિચારોની જરૂર છે \Progress Needs Beautiful (Absurd) Ideas - મૅક્ષ મૅક્‍ક્યૉન \ Max McKeown 

“કોઇ પણ સંભવિત સુંદર વિચાર લોકપ્રિય ન પણ હોઇ શકે અને તેને ગંદા, કોઇ મુદ્દા વિનાના, અમલ ન થઇ શકે એવા કે અવાસ્તવિક કે સાવ ગાંડીયા વિચાર તરીકે પણ જોવામાં આવે તેવું પણ બને. ઐનસ્ટાઇઅને તેના એક સાથીને કહ્યું હતું કે જ્યાં સુધી કોઇ વિચારમાં વિચિત્રતા ન હોય, ત્યાં સુધી તેમાંથી કંઇ નીપજશે તેવી આશા રાખવી નકામું છે. એવા જ પ્રતિભાશાળી, એવા ડેન્માર્કના ભૌતિકશાસ્ત્રી, નીલ બૉહ્‍રનું પણ કહેવું છે કે ઘણા વિચારો સાચા ઠરવામાટે પૂરતા તરંગી નથી હોતા. 

                                  -- સારી સ્થિતિમાં હોય કે, જે ગમે ત્યારે પડી ભાંગશે એટલી હદ સુધીચિંતાજનક હોય, તેવી કોઇ પણ પરિસ્થિતિમાં સુધારો કરવા માટે દેખીતું હોય તેનાથી ઉપરવટ જઇ શકે તેવી કલ્પનાશક્તિ જોઇએ -- 

પ્રગતિ માટે દેખીતા પ્રશ્નોના અસાધારણ જવાબો જરૂરી છે, અને તેથી, અસ્વિકાર્ય ડહાપણના વિચારોનો વિરોધ કરવાને બદલે, કે તેના વિશે ગેરસમજ કરવા બદલે, કે તેમને અવગણવાને બદલે, આપણાં પૈકી ડાહ્યા લોકો તેને સ્વિકારશે, અથવા કમ સે કમ, તે વિશે વિચારશે તો ખરાં, જેથી કરીને સહુ સાથે મળીને એક સુંદર ભવિષ્યની રચના કરી શકીએ.” 

કામગીરી - સદા ચર્ચામાં અને વિવાદમાં રહેતો વિષય 

કર્મચારીની કામગીરી અને તેની સરખામણીમાં તેની ક્ષમતાઓનું મૂલ્યાંકન \Assessing Employee Performance vs. Potential - બૅથ મિલર\ Beth Miller 

“એક અગ્રણી હોવાને નાતે આપણી ફરજ છે કે આપણે આપણી ટીમની કામગીરી પર અસર પાડી શકીએ. જો આપણી ટીમ ઉચ્ચ કક્ષાની કામગીરી ન કરતી રહેતી ટીમ હોય, તો તેમની કામગીરી સુધારવા કોઇ પ્રકારનાં આક્રર્ષણો વિચારી શકાય. પણ ટીમનાં કોઇ એક ખાસ સભ્યની ક્ષમતા પર અસર પાડવી આસાન નથી. ટીમના વડા તરીકે આપણી એ ફરજ જરૂર છે કે આપણે ટીમનાં સભ્યને તેમની ક્ષમતાને સિધ્ધ કરવા માટે જરૂરી માર્ગદર્શન આપીએ. 

એક વાર માર્ગદર્શન આપી દીધા પછી તેઓ તેમની ક્ષમતા અને તકોને સિધ્ધ કરી શકે એ વિશે શું કરી શકાય? 

 (આ લેખમાં લેખકે ચર્ચેલ) ૯ ખંડકીય આધારક\ 9 Box Matrix ટીમનાં સભ્યની પહોંચ માં રહે તેવી વ્યવસ્થા કરી રાખીએ.
 જરૂરથી વધારે અસર પાડવાનું ટાળીએ
 આપણે કલ્પેલ તેમની ક્ષમતા નહીં પણ, તેમને સ્વિકૃત છે તેવી પોતાની ક્ષમતાને, તેઓએ સિધ્ધ કરવાની છે. 

કામગીરી અને ક્ષમતા આધારકનો શક્ય તેટલો ઉપયોગ જરૂર કરીએ, પણ સાથે સાથે એ પણ સમજી લઈએ દરેક વ્યક્તિ તેની ક્ષમતાને અલગ અલગ રીતે સિધ્ધ કરી શકે છે. હું તો એવું હંમેશાં એવું ઇચ્છું કે કે કોઇ મારા જેવું જ બીજું કોઇ બનવાને બદલે, પહેલાં પોતાની મહત્તાને આંબે.” 

શું આધારકો ગેરમાર્ગે દોરવાયેલ છે? \Are Metrics Misguided?- ઇવા \Eva 

“એવું કહે છે કે જેની માપણી ન કરો, તેનું સંભાળીને સંચાલન પણ ન કરી શકો. 

પણ એ માપ જ સફળતાનું એક માત્ર નિર્ધારક છે એમ માની બેસવું તેનાથી પણ વધારે જોખમકારક છે.” 

શું મુખ્ય જવાબદારી ક્ષેત્રો\KRA અને કામગીરીનો બદલો ગુણવત્તાને મદદ કરી શકે છે?\ Do KRA’s and Rewards Help in Quality? 

ગુણવતાનાં ત્રણ અંગ \Three C’s of quality છે - પસંદગી \choice, સહયોગ \collaboration અને વસ્તુ \content. 

પસંદગી \Choice એટલે કર્મચારીઓને તેમનાં કામ અંગેના નિર્ણયો લેવામાં ભાગ લેવા મળવો.
સહયોગ \ Collaboration એટલે તેઓ અસરકારક ટીમમાં સાથે રહીને કામ કરી શકતાં રહે.
વસ્તુ \ Content એટલે તેમનાં કાર્યક્ષેત્રનાં કામ.સારૂં કામ કરવા માટે, લોકોને સારું કામ કરવા પણ મળવું જોઇએ. 

નવીનીકરણ\ INNOVATION 

નવીનીકરણ ક્યારે (ખરા અર્થમાં) ‘નવીનીકરણ’ પરવડે? \ When is an Innovation an Innovation? 

[સંપાદકની નોંધઃ આ પૉસ્ટ- "નવીનીકરણને ઉદ્દેશ્ય હોવો જોઇએ?"- શ્રેણીનો ભાગ છે. જે માટે અહીં ક્લિક કરો.] 

“ગ્રેગ સૅટલ અને હું ચર્ચા કરી રહ્યા છીએ કે, શું નવીનીકરણને ઉદ્દેશ્ય હોવો જોઇએ? અમે ઘણી બાબતોએ સહમત છીએ,પણ બે બાબતે અમરા વચ્ચે અલગ વિચાર જોઇ શકાય છે. મારૂં કહેવું છે કે એક સંસ્થાની અંતર્ગત તો નવીનીકરણ ને ઉદ્દેશ્ય બહુ જરૂરી છે.
એ સાચું નથી કે જો કોઇ નવું ઉત્પાદન અસ્તિત્વમાં ન આવે તો નવીનીકરણ નથી થયું,પણ નવીનીકરણના પ્રયાસોનાં પરિણામે કોઇ વળતર તો મળવું જોઇએ એટલું તો ખરૂં. 

આમ કરી શકવું હોય તો નવીનીકરણની બધી જ પ્રવૃત્તિઓ પરના પ્રયાસોને ૭૦/૨૦/૧૦ના ભાગે વહેંચી નાખવા જોઇએ. ૭૦% પ્રયાસો આપણા વ્યવસાયના હાર્દને ક્રમિક નવીનીકરણવડે સુધારે, જેથી કરીને હાલના વેપાર વ્યવસાયમાં ટકી રહેવાય; ૨૦% પ્રયાસો હાલનાં બજારસાથે સંલગ્ન સંભવિત બજારોના વિકાસમાટે થવા જોઇએ. અને, બાકીના ૧૦% એવા હવાઈ વિચારોને સમર્પિત કરવા જોઇએ, જેનાં દુનિયાને બદલી નાખેતેવાં શક્ય પરિણામો આપણે આજે જોઇ નથી શકતાં.” 

ગુણવતા - મૂળ મુદ્દા\ CORE “QUALITY” ISSUES 

વ્યવસાય પ્રક્રિયા સંચાલન શું છે?\ What is Business Process Management?– 

શા માટે વ્યવસાય પ્રક્રિયા સંચાલન આટલું અઘરૂં છે? જરૂર છે કેટલાક ભવિષ્યદર્શી દિશાસૂચકો, જેમ કે નવા ગ્રાહકો બનવું, પુનરાવર્તી વેપાર(જે જીવનપર્યંત ગાહક મૂલ્ય આપે છે) અથવા તો વેચાણ-સોદા અંકે કરવાનો આવર્તી સમય. 

અને આ વિષયને લગતો લેખ - વ્યવસાય પ્રક્રિયા સંચાલન માટેનો પ્રક્રિયા અભિગમ \Process Approach to Business Process Management 

SIPOC + PDCAને સાથે જોડીને ચલાવવાથી, વ્યાવસાયિક પ્રક્રિયાઓ (અસરકારક રીતે) સંચાલિત થઇ રહી છે તે જાણવા માટે જરૂરી બધાં ધટક યાદ કરાવાતાં કરી શકાય છે. વ્યવસાય પ્રક્રિયા સંચાલન માટેનો પ્રક્રિયા અભિગમ એટલે PDCA અને SIPOCની મદદથી જેમનું સ્પષ્ટ નિરૂપણ થયું છે, જેની કામગીરીનું મૂલ્યાકંન અને નિયંત્રણથઇ રહ્યું છે, એવી નિયંત્રીત પ્રક્રિયાઓ બનાવવી. અને એ છે વાસતવિક સ્તરે અમલ થયેલ વ્યવસાય પ્રક્રિયા સંચાલન

અસ્થિર પ્રક્રિયા પ્રવાહનાં બાહ્ય ચિહ્નો\Outward Signs of Unstable Process Flow - લૉની વિલ્સન \Lonnie Wilson 

જે કોઇ સંસ્થાઓ લીન સંચાલન વ્યવસ્થા અમલ કરવમાં અસફળ થતી જોવા મળે છે , તે સંસ્થાઓમાં નબળી ગુણવતા તંત્ર વ્ય્વસ્થા જોવા મળતી હોય છે.ખાસ તો, તેઅહીં સ્થિર પ્રક્રિયા પ્રવાહ પ્રસ્થાપિત નથી થયેલ જોવા મળતા. 

અને તેનો સંલગ્ન લેખ – ‘સતત સુધારણા - એટલે માત્ર પ્રવાહ’ \ Continuous Improvement -- It's All About Flow - રાલ્ફ કૅલર\Ralph Keller 

નકદ-થી-નકદ ઘટના ચક્રને ઘટાડતાં રહેવા માટે માહિતિ અને માલ, બન્નેનો, પ્રવાહ બહુ જ મહત્વનો ભાગ ભજવે છે. 

અન્ય બ્લોગોત્સવને માણીએ 

The Knowledge Center - @ Quality Quotesદ્વારા પીરસાતાં ગુણવતા વિશેની જ્ઞાન-વર્ધક કણીકાઓ દરરોજ માણો 

અને અંતમાં

દૂરંદેશી એટલે સામાન્ય રીતે જે નજરે નથી પડતું તે જોઇ શકવાની કળા - જૉનાથન સ્વિફ્ટ 

આ બ્લોગૉત્સવને વધારે રસપ્રદ અને જ્ઞાનવર્ધક બનાવવામાટેનાં આપનાં સૂચનો આવકાર્ય છે.

Thursday, January 24, 2013

ગુણવત્તા સંચાલન વિષેના લેખ અને બ્લૉગ્સનો બ્લૉગૉત્સવ - જાન્યુઆરી ૨૦૧૩

દર મહિને પ્રકાશીત કરવા નિર્ધારેલ આ બ્લૉગૉત્સવના માધ્યમ વડે હું 'જીવનની ગુણવતા" અને "ગુણવત્તાયુકત વ્યવસાય"વિષે ઇન્ટરનૅટ પર લખાયેલા લેખ કે બ્લૉગ્સનાં સંકલિત અંશોને રજૂ કરવા પર ધ્યાન આપવા માગું છું.

છેલ્લાં સીત્તેરેક વર્ષથી વિવિધ સ્તરે બહુચર્ચિત એવા ગુણવત્તાના વિષયની વ્યાખ્યાની ફરી એક વાર થતી ચર્ચાથી આ બ્લૉગૉત્સવની, તે પણ એકવીસમી સદીનાં તેરમાં વર્ષે, શરૂઆત થશે, એવું તો કોઇએ ક્યાંથી કલ્પ્યું પણ હોય?
ઐંમી સિગલર\ Aimee Siegler, તેમની પૉસ્ટ 'પ્રભાવશાળી મંતવ્યોઃ વ્યાખ્યાયિત ગુણવત્તા\
Influential Voices: Defining Qualityમાં પૌલ બોરોવ્સ્કી\Paul Borowskiના લેખ 'તમે ગુણવત્તની શું વ્યાખ્યા કરો છો?\How Do You Define Quality? અને રૉબર્ટો સૅકૉ\Roberto Sacoની ગોળગોળ વ્યાખ્યા\circuitous definition વડે ગુણવત્તાનાં આંતરીકરણ\internalization of Quality અને લાંબા ગાળાની સ્થિરતાને\Embracing Sustainability વળગી રહેવા બાબતના વ્યાપને છુટ્ટો દોર આપી દે છે.
તેજ રીતે મૂળભૂત બાબતે,આપણને એક કદમ આગળ વધારવા માટે તો શ્રી વિક્રમ કર્વે\
Vikram Karveના લેખ –‘જીવનની ગુણવત્તા’\Quality of Lifeમાં પૂછાયેલ આ સવાલ પણ પૂરતો થઇ પડેઃ “આપણને બધાંને જ પ્રેમ કેમ કરવો તેમ જ કેમ જીવવું અને કેમ શીખવું તે તો આવડે છે, ને આપણે ત્રણે વસ્તુ કરી પણ લઇએ છીએ, પણ આપણામાંના કેટલાંને, આપણે પછીની પેઢીમાટે કેવો વારસો છોડી જવાનાં છીએ તેની ખાસ ચિતા છે?”
કંઇક અંશે સમાંતર કહી શકાય તેવા ‘ધ ડ્રકર ઈન્સ્ટિટ્યુટ’\
The Drucker Institute પરના વ્યાવસાયિક લેખ – ‘કૉર્પૉરૅટ મહાનાયક બનવાનાં રહસ્યો’\The Secret of Becoming a Corporate Superheroનું કહેવું છે કેઃ “લાંબા ગાળાનાં મૂલ્યો પ્રસ્થાપિત કરવા માટે મહાનાયક હોવું જરૂરી નથી. તે માટે તો ગ્રાહકને પ્રથમ સ્થાને મુકી, મૂળ મુદ્દે મૂલ્ય પ્રસ્થાપિત કરતાં બળોને સમજવાની અને નવી તકો શી રીતે પેદા કરતાં રહેવું તે વિષે ચિંતન કરતા રહેવું પૂરતું થઇ રહે.”

જો કે આપણે તો આ બ્લૉગૉત્સવમાં થોડા વિશદ વ્યાપને આવરી લેવાના આશયથી દૂરંદેશીત્વ, મૂલ્યો અને વિભાવનાઓ, માપણી નિદર્શન તેમ જ 'સતત નવી ખોજ'\
Reinvent Continuouslyને લગતા લેખનાં વિહંગાવલોકન કરતાં રહીશું. દરેક આવૃતિમાં આમાંની પ્રત્યેક શ્રેણીના લેખ આપણે ન પણ આવરી લઇએ તેમ પણ બની શકે.પરંતુ બ્લૉગવિશ્વને આ દિશાઓમાં જ ખોળતાં રહીને, આ વિષયોથી સંકળાયેલા લેખો/ બ્લૉગ્સને આ એક મંચ પર જરૂર લાવતાં રહીશું.
ચાલો, તો શરૂ કરીએ જાન્યુઆરી, ૨૦૧૩ના બ્લૉગૉત્સવની સફરઃ



સિમ્પલ ટૉમ "ઉચ્ચ સ્તરની "ચેતનામાટેની ચાવીઓ\Keys to Higher Consciousness" દ્વારા આપણા સવાલો કરવાના મૂળભૂત સ્વભાવને ઉશ્કેરીને આપણી આસપાસની દુનિયાની અર્થસભર સમજ મેળવવા અને તેની ખરી ક્ષમતાને પામવા માટેનો પડકાર ફેંકે છે. સાથે સાથે, તેમણે એટલો જ પડકારક્ષમ સવાલ પણ આપણી સમક્ષ મૂક્યો છે - "શું તમે દૂરંદેશી ધરાવનાર (અગ્રણી) છો કે પછી છો એક અનુસર માત્ર?" તેમનો જવાબ છેઃ " પહેલા કદમની સાથે બીજો કદમ આગળ વધો અને બસ, ઝંપલાવી દ્યો."
તો વળી, આપણામાંના જેઓ સહભાગી દૂરદર્શીતા તો સિધ્ધ કરી શક્યાં છે, પણ જેમની ભાવિ સફરને (જાણ્યે, અજાણ્યે કે અજ્ઞાનતાથી) બિનસંરેખિત તંત્ર અને પધ્ધતિઓ \unaligned systems and practices માર્ગ ભુલાવીને રવાડે ચડાવી દઇ શકે છે તેવાંઓ માટે જૅસ્સ લીન સ્ટૉનર, "આપણી ટીમનાં ધ્યેયને (સાચી) રાહ પર કેમ રાખવાં\
How to Keep Your Team Goals on Track” માં વાસ્તવિક માર્ગદર્શન - એ ગડગડાટની આહટથી સાવચેત રહેવું સારું - પૂરૂં પાડે છે.
ઝેન ટેવો\
Zen Habits "ઓછું કામઃ એક ટુંકી માર્ગદર્શિકા\Do less: A Short Guide”માં આપણને ભારપૂરવક પ્રવાહની વિરૂધ્ધ જઇ, થોડું હટકે વિચાર કરવાનું કહે છે. આપણાં દિવસભરનાં કામોને છાંટી છાંટીને અલગ કરીને માણવાં જોઇએ અને તેમ કરીને, બિનમહત્વનાં કામો ઘટાડી વધારે મહત્વના થોડાં કામો કરતા રહેવાના દિવસોનું, અને તેમાંથી નિપજતાં માણવા લાયક જીવનનું, સર્જન કરતા રહેવું જોઇએ.
લગભગ એ જ દિશામાં, સૉક્રેટીઝઑનલાઇન\
Socratez Online, તેમના લેખ " ઉત્કૃષ્ટતાવાદીઓને શીખ\Tips For Perfectionists”માં, આપણા આરામદાયક ક્ષેત્રની બહાર કદમ મુકવાનું જોખમ ઉઠાવીને પણ, "આપણી ખામીઓ ઉપરાંત,અને અપૂર્ણ રહી શકવાની હિંમતને કારણે", આપણે જે કંઇ સિધ્ધ કરવા સર્જાયાં છીએ તે સિધ્ધ કરવું જોઇએ, તેમ આપણને પ્રેમથી કહે છે.
આ બધી દાર્શનિક ગુણવતાયુક્ત ભવિષ્યની દુનિયાની કલ્પના કરવાની સાથે સાથે, આપણે વર્તમાન અને ભાવી સંચાલન અને ઉત્પાદન ક્ષેત્રના વ્યાવસાયિકોની જે ચિંતા છે અને જેમાં તેઓને રસ પડે એવી વધારે દુન્યવી ચર્ચાનો વિષય - ઉત્પાદનનું ભવિષ્ય -ની વાત હવે કરીએ.
મૅક્કીનઝી ગ્લૉબલ ઈન્સિટ્યુટ\
McKinsey Global Instituteના એક મહત્વના રીપૉર્ટ -"ભવિષ્યનું ઉત્પાદનઃ વૈશ્વિક વિકાસ અને નવોત્થાનનો હવે પછીનો યુગ"\Manufacturing the future: The next era of global growth and innovation-માં ઉત્પાદનનાં વૈશ્વિક અર્થતંત્રમાં વર્તમાન યોગદાન અને આવતા દાયકામાં તેના વિકાસની શક્યતાઓનો ચિતાર જોવા મળે છે. આપણા યુગના સદાબહાર મૅનૅજમૅન્ટ વિચારક, પીટર ડ્રકર,નું "શા માટે પૉસ્ટ ચીનમાં નથી લખાવી\Why This Blog Post Was Not Outsourced to China’ એવાં કટાક્ષસભર શિર્ષકવાળા લેખમાં કહેવું છે કે, "કંપની મૂળ સંયોજનો ઘરમાં જ બનાવીને ગુણવત્તા નિયંત્રણનું સ્તર જાળવી લે છે અને ઉત્પાદન ખર્ચ ઘટાડવા પ્રક્રિયાનો 'અંતિમ' ભાગ બહાર કરાવડાવી લે છે.આમ સમગ્ર મૂલ્ય સાંકળની સમીક્ષા કરતાં રહીને કઇ પ્રવૃત્તિ ક્યાં કરવી જોઇએ તે નક્કી કરતાં રહે છે." આમ પણ બહારથી કામ કરાવી લેવાની પ્રક્રિયા ગોળ ફરીને પાછી ફરી રહી હોય તેમ તો જણાઇ જ રહ્યું છે. જે વ્યાવસાયિકોએ આ ચક્રના પહેલા ભાગને સીધે સીધો નથી અનુભવ્યો, તેમના માટે હવે આવનારો આ નવો પ્રવાહ જરૂરથી પડકારજનક બની રહેશે. તો વળી બહાર-કામ-કરાવવાના ફેરફારોની રમતના અનુભવી ખેલાડીઓમાટે પણ આ નવાં જ દ્રશ્યોની ગોઠવણી એટલી જ પડકાર્દાયક બની રહેશે.
આ બૃહદ પરિપ્રેક્ષ્યથી અવગત થયા પછી , આપણે હવે નજર સામેનાં ભવિષ્યની વાસ્તવિકતાઓથી પરિચિત થવા માટે "૨૦૧૩ના અણધાર્યા ફેરફારો અને તકો\
Get Prepared for 2013′s Unpredictable Changes and Chances " તરફ દ્રષ્ટિ દોડાવીએ, જેથી "જ્યારે આપણો વારો આવે ત્યારે શિકાર બની રહેવાને બદલે વિજયી બની શકીએ."
આપણા સગવડ ભર્યાં વાતાવરણની બહાર નીકળવામાં (હંમેશાં!?)"મૃત્યુ કે ઘાયલ થવાનો નહીં , પણ નિષ્ફળતાનો" ડર તો રહેતો જ હોય છે. આ સંદર્ભમાં સ્ટૅસી બાર્ર, તેમના તાજેતરના લેખ ""મોટાં મસ ધ્યેય સિધ્ધ કરવાં એ જ ખરૂં કારણ નથી\
The REAL reason for BHAGs is NOT to achieve them!!માં, તેમની હંમેશની સરળ શૈલીમાં કહે છે કે,"ધ્યેય મોટાંમસ હોય કે હાથ થોડો લાંબો કરવાથી પહોંચી જવાય એવાં હોય, કોઇ પણ મોટાં ધ્યેય સિધ્ધ કરવા માટે એ જરૂરી છે કે આપણે નક્કી કરેલાં ધ્યેય પર ધ્યાન કેન્દ્રીત કરવાની સાથે એ સિધ્ધ કરવાની સાહસિક મજાને પણ માણીએ."
ઉત્પાદન નવોત્થાન વિનિમય\
Manufacturing Innovation eXcahnge (MIX), તેમની અનેકવિધ પ્રવૃત્તિઓ પૈકી એક હૅક\Hacks પણ ચલાવે છે, જેમાં જે રીતે સંસ્થાઓએ પરિવર્તન કરવું જોઇએ અને અગ્રણીઓએ તે માટે જે નેતૃત્વ પૂરૂં પાડવું જોઇએ તેને લગતી ચર્ચાઓના સીમાડા વિસ્તરતી અનેક દરખાસ્તો રજૂ થતી રહે છે. આવા જ એક "હૅક'માંથી ફલિત થતા એક સ-રસ રીપૉર્ટમાં સુચવાયું છે કે આપણી છાસવારે થતી એકવીસમી સદીની સંચાલને ને નવપલ્લવિત કરવાની કલ્પના પરની ચર્ચાઓ સાથે કામગીરીની માપણીની હાલની રોજબરોજની (સ્વિકૃત) માન્યતાઓ સુસંગત નથી...અને તેને કારણે તો અહીં મૂળ મુદા પરની હૅકૅથોન થઇ પડી. આ હૅકૅથોનમાં લગભગ ૭૦ વૈશ્વિક અનુભવ ધરાવતા પ્રવર સંચાલકોએ ભાગ લીધો. આ ચર્ચાના રીપૉર્ટ -'કામગીરી વ્યવસ્થાપન વિના જ કામગીરી પાર પાડવી' \“Getting Performance without performance management”-ને કારણે તો આપણે જેને 'કામગીરી વ્યવસ્થા" કહીએ છીએ, કે હવે પછી સંચાલન ૨.૦ તેને જે નામથી ઓળખશે, તે આમૂલ નવી કેડી કંડારશે.
"વ્યવસ્થાપનનાં સાત કપોળકલ્પિત સત્યો\
The Seven Myths of Management માં ડૉ.પીઍત્રૉ મિશૅલિ નોંધે છે કે," બહુ વધારે પડતાં દિશાચિહ્નો , તેમ જ વ્યૂહરચના અને માપદંડો વચ્ચે નબળાં જોડાણને કારણે કામગીરી વ્યવસ્થાપન તંત્ર એ ઘણી વાર મોઘુંદાટ રાચરચીલું બની રહે છે." આગળ વધતાં તેઓ એમ પણ કહે છે કે, " અમારૂં સંશોધન બતાવે છે, તેમનો આશય શુભ હોવા છતાં, મોટા ભાગે જે પરિણામો જોવા મળે છે, તે ન તો સંસ્થાએ ઇચ્છ્યાં હોય કે ન તો કલ્પ્યાં હોય, એ પ્રકારનાં બની રહે છે!"
જાહેર છે કે કામગીરી માપવાની કોઇ પણ વ્યવસ્થા અપેક્ષાથી ઓછું (કમસિધ્ધિ)અને અપેક્ષાથી વધારે સિધ્ધ (અતિસિધ્ધ) કરનારાંઓને તો અલગ તારવશે જ. આ વિષય સાથે સુસંગત એવો, સુબ્રતો બાગચીનો વેધક લેખ - અતિસિધ્ધ લોકોએ પોતાના બચાવમાં શું કરવું જોઇએ\
What Overachievers Can Do to Save Themselves- હવે જોઇએ. અહીં તેઓ ઘોષણા કરે છે કે (આ પ્રકારનાં લોકોના) "કોઇ બાહ્ય શત્રુ નથી હોતાં. બાહ્ય શત્રુની ગરજ તો સામાન્ય લોકોને પડતી હોય છે. અતિસિધ્ધ લોકો તો જાતે જ પોતાનાં ઉત્તમ મિત્ર અને પોતનાં સહુથી કાતિલ શત્રુ હોય છે." જો કે "જે અતિસિધ્ધ લોકો આખી સફર પૂરી કરી જાય છે તેઓ પોતાની સફળતાથી ( અને તે જ રીતે, ક્વચિત,નિષ્ફળતાઓથી) થોડું અંતર રાખવામાં સભાન જરૂર રહે છે. "કૉપૉરેટ વિશ્વ, અને તેની બહાર પણ, સાતત્યપૂર્ણ અતિસિધ્ધ લોકો તેમની સફળતાને તેમના હક્ક તરીકે નહી પણ એક બોજા , એક જવાબદારીનાં સ્વરૂપે જૂએ છે. અને આ કારણે જ તેઓ "સિતારોં પર નજર, પણ પગ નક્ક્રર જમીન પર" ક્ષમતા કેળવી શકે છે.
સ્ટ્રેટેજી+બીઝનેસ\
strategy+business ના "ત્રણ સંસ્કૃતિના પંથ\The Cult of Three Cultures” માં એમ.આઈ.ટીના વિશેષજ્ઞ ઍડ્‍ગર શૈન "સૂચવે છે કે દરેક મોટી કંપનીમાં, કમ સે કમ એવા ત્રણ અલગ અલગ વ્યવસાય છે જે પોતપોતની સંસ્કૃતિ જમાવે છે. પ્રૉ.શૈન તેમને 'સંચાલકીય','કાર્યપાલક' અને 'ઈજનેરી' સંસ્કૃતિઓ તરીકે ઓળખાવે છે. એ દરેકને લોકો, કામ, નાણાં, સમય, ટૅક્નૉલૉજી કે સત્તા વિષે આગવો અભિગમ જોવા મળે છે. આ દરેક વ્યાવસાયિક સંસ્કૃતિનાં ચોક્કસ નામાભિધાન કે વર્ણન બાબતે ચર્ચાને સ્થાન હોઇ શકે, પણ દરેક્નાં પાયામાં તો તેમના વચ્ચેનો સહજ સંધર્ષ જ છે.દરેક સંસ્કૃતિનાં સભ્ય, એકબીજાં સાથે કામ કરવાની દિલથી ઇચ્છા રાખતાં હોવા છતાં, હંમેશ એકબીજાં વિષે ગેરસમજ કરતાં જ રહે છે."
ઘણી વાર કેટલાય ગંભીર સંદેશા 'ગુણવત્તા'ના માધ્યમ વડે હળવાશથી કહેવાતા જોઇ શકાય છે. લીનબ્લૉગ\
LeanBlogના માર્ક ગ્રૅબૅન\Mark Graban, ડૉ. ડેમિંગના જ્ઞાનને, કેટલીક રમૂજી ક્ષણોને સહારે, એવી જ હળવાશથી રજૂ કરે છે. ડૉ. ઍડ્‍વર્ડ્સ ડેમિંગનાં કન્નેકટીકટનાં એક વિશ્વવિદ્યાલયમાં કરેલાં બે કલાકનાં પ્રવચનમાંથી, ખાસ્સી મહેનત કરીને આવી ખાસ ક્ષણોને તેમણે અલગ તારવી પણ છે.
આ મહિનાના બ્લૉગૉત્સવની આ અવૃતિના સમાપનમાં કૈહન ક્રિપૅન્ડૉર્ફ\
Kaihan Krippendorffના 'વ્યૂહાત્મક પુનઃશોધને ચોંટાડી રાખવાની પાંચ તરકીબો\5 Keys To Making Strategic Reinvention Stick લેખની મુલાકાત લેવી જોઇએ. ફિલ કૂકનાં પુસ્તક "બ્રાંડ અને સામાજીક માધયમોના યુગમાં તમારી કહાણી\Telling Your Story in the Age of Brands and Social Media માં વર્ણવેલ પાંચ મહત્વનાં ઘટકો તરફ ધ્યાન દોરીને, લેખક સ્વ-વિકાસને આડે આવતા અવરોધોને અતિક્રમવાની તરકીબો જણાવે છે.
અને અંતે,
ઍમિલિ પૉસ્ટ જેના #૨૦૦થી #૩૦૦ વસૂલી લે, પણ અહિં , વિના મૂલ્યે, તેવા વેપાર શિષ્ટાચાર\Business Etiquettesના કેટલાક રસપ્રદ પાઠ ભણી લઇએઃ
 "ઉપલી કક્ષાની વ્યક્તિ વિનયી હશે, પણ ખુશામતખોર નહીં; જ્યારે સામાન્ય વ્યક્તિ ખુશામતખોર હશે પણ વિનયી નહીં હોય" - કન્ફુસીયસ
 "પાધડી હાથમાં રાખવાથી કોઇ નુકસાન થયાનું જાણ્યું નથી." - ઈટાલીયન કહેવત.
આ બ્લૉગૉત્સવને હજૂ વધારે સુધારવા અને સમૃધ્ધ કરવા સારૂ સૂચનો આવકાર્ય છે.

Friday, December 23, 2011

મનોવૃતિ, અભિગમ અને જીવનમાં ગુણવત્તા કે ગુણવતાયુક્ત મનોવૃતિ,અભિગમ અને જીવન


સહુ પ્રથમ તો આ પૉસ્ટ લખવામાટેનો આધાર શ્રી તન્મય વોરાની  જે બ્લૉગપૉસ્ટ [Quality is Human. Quality is Love અને The Attitude of Quality] છે, તેની સાભાર નોંધ લઇશ. આ પૉસ્ટનાં લખાણનો સંદર્ભ પણ શ્રી તન્મય વોરાએ પ્રસિધ્ધ કરેલ ઇ-પુસ્તિકા ગુણવત્તા ઘોષણાપત્ર - જ્ઞાનવિશ્વમાં ગુણવત્તાની મૂળભૂત યથાર્થતાની પ્રાપ્તિ   [મૂળ અંગ્રજીમાં The Quality Manifesto – Getting the Basics of Quality Right in Knowledge World] છે, જેનેપણ આ પૉસ્ટમાં સાંકળી લેવાની અનુમતી આપવા બદલ શ્રી તન્મયભાઇનો આભાર પણ અહીં નોંધું છું.
સિક્કાની બે બાજૂ હોય છે. તેની કિંમત તો તેને બજારમાં લઇ જઇ ને શોધી શકાય ,પણ તેનું મૂલ્ય તો તેની બન્ને બાજૂએ મુદ્રિત આલેખને જીણવટથી નિરીક્ષણ કરવાથી જ જાણી શકાય. તે જ રીતે આપણે ગુણવત્તા અને અનુક્રમે મનોવૃતિ, અભિગમ અને જીવન જેવી બે બાજૂઓ ધરાવતા સિક્કાઓનો પરિચય કરીશું, જેથી સમય આવ્યે આપણે તેમની યોગ્ય પરખ કરી શકીએ.

ગુણવત્તાની મનોવૃતિ અને મનોવૃતિની ગુણવતા

ગુણવત્તાની મનોવૃતિ એટલે હંમેશ ઉચિત કામ યથાયોગ્યરીતે જ કરવું એટલું  જ નહીં પણ તેમ કરવાનો અને કરાવડાવવાનો આગ્રહ રાખવો. અહીં એ મહત્વનું નથી કે આ મનોવૄતિ સ્વાભાવિક છે કે કેળવાયેલ છે, મહત્વનું એ છે કે કોઇપણ કાર્ય ગુણવત્તાપૂર્ણ થાય તે જ સંતોષનો માપદંડ બની રહે તેવું સ્વશિસ્ત અનૈચ્છિકરીતે પળાતું રહે. આ મનોવૃતિની ગુણવત્તાનું પ્રમાણ છે આ રીતની પ્રવૃતિ કોઇ સાક્ષીભાવે કે નિરીક્ષકભાવે જોતું ન પણ હોય તો કે કોઇને બતાવવા કે બતાવી આપવામાટે ન હોય તેમ  છતાં તે માપદંડથી જ થઇ રહી હોય.

નવાં બંધાઇ રહેલ એક ભવ્ય મંદિરમાં કોઇની નજર પણ ન પહોંચે તેવી જગ્યાએ મુકાનાર એક બેનમૂન મૂર્તિમાં, નરી આંખે કદાચ દેખાય પણ નહીં તેવી ખામી, શિલ્પકારને ધ્યાનમાં આવી ગઇ. તેણે ચૂપચાપ તે મૂર્તિ ફરીથી બનાવવાનું શરૂ કરી દીધું. બધાંએ કહ્યુંઃ "ભાઇ, આ ખામી તો શું આ શિલ્પની સુંદરતા પણ આટલી ઉંચાઇએ દેખાવાની નથી, એટલે આ ફીજુલની મહેનત શા માટે કરો છો?".શિલ્પકારનો જવાબ હતોઃ "પણ મને તો ખબર છે ને."

આ છે મનોવૃતિની ગુણવત્તાની ચરમ સીમા.

ગુણવત્તાનો અભિગમ અને અભિગમની ગુણવત્તા

ગ્રાહકને કે તમારી આસપાસના સમુદાયને કે તમારી સંસ્થાને શું જોઇએ છે તે અથથી ઇતિ જાણવું એટલું જ નહીં પણ તે કઇ રીતે સહુથી વધારે સહેલાઇથી મેળવી શકાય અને તે શા માટે જોઇએ છે પણ જાણીને તેને માટે સહુથી સરળ રીત કઇ છે તે શોધીને પ્રસ્થાપિત કરવી એ ગુણવત્તાનો અભિગમ.

તે જ રીતે અભિગમની ગુણવત્તાની બે કક્ષાઓ છે. પહેલી કક્ષા છે ભૂતકાળમાંથી શીખવું. [ડેમીંગનાં PDCA  ચક્રમાંનું Check]માણસ માત્ર ભૂલને પાત્ર તો છે, પરંતુ ભૂલમાંથી તે કંઇ શીખે નહીં તો તેને મળેલ મનુષ્ય તરીકેની વિચાર અને વિષ્લેશણ શક્તિ શા કામની? તમે સાચી રીતે નિષ્ફળ થાઓ છો કે નહીં તે અભિગમની ગુણવત્તાની પારાશીશી છે.
વ્યક્તિના અભિગમની ગુણવત્તાની બીજી કક્ષા છે તેની ભવિષ્યવિષેની દ્રષ્ટિ. [ડેમીંગનાં PDCA ચક્રમાંનું Plan]

એક રાજ્યમાં પ્રધાનમંત્રી તરીકે નિમાતા વ્યક્તિનો કાર્યકાળ વધારે માં વધારે પાંચ વર્ષ રહેતો.જ્યારે પણ તેણે પદ છોડવાનું આવતું ત્યારે તેને રાજ્યથી ખૂબ દૂરનાં બીહડ જંગલમાં રહેવા મોકલી આપવામાં આવતો.ત્યાં જઇ ને કોઇ સુખેથી લાંબું રહ્યાનું જાણમાં નથી, તેથી પદપર આવતાં ખુશ વ્યક્તિ પદ છોડતી વખતે જ મરણતોલ થઇ જતો. એક સમયે એક નવલોહિયો પ્રધાનમંત્રી નિમાયો.પદ છોડતી વખતે ખુશખુશાલ હતો.લોકોના આશ્ચર્યાર્થ પ્રશ્નભાવના જવાબમાં તેણે કહ્યું કે પોતાના પાંચ વર્ષના સમય દરમ્યાન તેણે તે જંગલમાં એક આયોજીત નગર વસાવી લીધું હતું એટલે તેને પોતાનાં નિવ્રુતિનાં વર્ષોમાં કોઇ તકલીફ નહીં પડે.

આમ તેના ભવિષ્યદ્રષ્ટિ અભિગમની ગુણવત્તાને  પરિણામે તેણે આવનારી મુશ્કેલીઓમાટે સકારાત્મક સમાધાન શક્ય બને તે માટે મજબૂત પાયો, બીજાઓના ભૂતકાળમાંથી શીખીને, પોતાના વર્તમાનમાં જ તૈયાર કરી લીધો હતો.

ગુણવત્તામય જીવન અને જીવનની ગુણવત્તા

જે પોતાના સમયનો આયોજીત સદુપયોગ કરી શકેલ છે, જે પોતનાં જીવનના હરએક તબક્કે ધ્યેય સુનિશ્ચિત કરી શકેલ છે અને તે ધ્યેયોને કોઇપણ પ્રમાણની સરખામણીમાં કાર્યદક્ષતા અસરકારકતાથી સિધ્ધ પણ કરી શકેલ છે, જે પોતાનાં શ્રેય અને અન્યોનાં પ્રેયને સંતુલીત કરી શકેલ છે, તે ગુણવત્તામય જીવન જીવી રહ્યો છે તેમ ગણાય.આવાં જીવનના સમુદ્રમાં કેટલાંપણ તોફાનો આવે,તેની ગુણવત્તાપ્રત્યેની નિષ્ઠા ક્યારે પણ ખરાબે નથી ચડી જતી. ગુણવત્તામય જીવન બીજાઓને અનુકરણીય લાગે છે.

જ્યારે જે વ્યક્તિનું જીવન મીણબત્તીની જેમ પોતે સળગીને બીજાને પ્રકાશ આપે છે, મૃતદેહ પર શ્રધ્ધાંજલિ સ્વરૂપે કે ભગવાનની મૂર્તિપર પ્રાર્થનારૂપે ચડેપણ ફૂલ તો એ જ સુવાસ આપે છે તે એક દિવાદાંડીની જેમ કાળી રાતના અંધકારમાં પણ કોઇ એકલદોકલમાટે પથદર્શક બની રહે છે.

આપણાં પુરાણોના અર્ક સમા ભગવદગીતા ગ્રંથમાં શ્રીકૃષ્ણએ ગુણવત્તમય જીવનના સિધ્ધાંતો સમજાવ્યા છે તો શ્રીકૃષ્ણનાં જીવનની ગુણવત્તાની કસોટી પરિક્ષિતનાં પુનઃજીવનમાટે 'મેં જીવન દરમ્યાન મારા ધર્મને અનુરૂપ ન હોય તેવું કોઇપણ કાર્ય ન કર્યું હોય તો આ બાળક જવતો થશે" એ કથનમાં છે.


ગુણવત્તામાં જીવન કે જીવનમાં ગુણ્વત્તાના સિક્કાને કોઇ પણ બાજૂએથી જોઇએ, પણ તેનું મૂલ્ય તો સામયેલું છે એ વાત પર કે આપણે આ બે પ્રશ્નોના જવાબ શું આપીએ છીએઃ

       જીંદગીપાસેથી તમે શું અપેક્ષા રાખો છો અથવા જીંદગી તમારી પાસેથી શું અપેક્ષા રાખી શકે?

      દુનિયાને માત્ર તમે જ આપી શકો તેવું શું છે?