Friday, February 28, 2014

હિંદી ચિત્રપટ સંગીતના સુવર્ણ યુગથી સંકળાયેલાં બ્લૉગવિશ્વનો બ્લૉગૉત્સવ - ૨/૨૦૧૪


હિંદી ચિત્રપટ સંગીતના સુવર્ણ યુગથી સંકળાયેલાં બ્લૉગવિશ્વ -  ' ૨ /૨૦૧૪' બ્લૉગૉત્સવ સંસ્કરણમાં આપનું સ્વાગત છે.

આ મહિનાનાં બ્લૉગોત્સવ સંસ્કરણની શરૂઆત આપણે Conversations Over Chai પર મુકેશ પરની સળંગ ત્રણ પૉસ્ટથી કરીશું.
  • The Legends: Mukeshમાં મુકેશે રાજ કપુર સિવાય અન્ય અદાકારો માટે ગાયેલાં ગીતો પૈકી પોતાણિ પસંદગીનાં એકલ ગીતો રજૂ કરાયાં છે.રાજ કપુર ઉપરાંત પણ મુકેશ કેટલા સફળ પાર્શ્વગાયક હતા તેની સાક્ષી આ ગીતો પૂરાવે છે.
  • The Legends: Mukesh - Part 2- માં પસંદ બહુ બદલતી રહે તેથી 'હાલ પૂરતાં' પસંદ એવાં મુકેશનાં અન્ય પાર્શ્વગાયકો સાથેનાં યુગલ ગીતોની વૈવિધ્યસભર રજૂઆત સાંભળવા મળે છે.
  • My Favourites: Mukesh Sings For Raj Kapoorમાં રાજ કપુર પર ફિલ્માવાયેલાં - તેનાં અદાકાર અને ગાયક,તેનો દેહ તેનો આત્મા, તેનો ચહેરો તેનો અવાજ - સ્વરૂપ ગીતોમાંથી ચુંટેલાં ગીતોની યાદ તાજી થાય છે.
આ ત્રણ લેખોને કારણે, આપણે જે બ્લૉગ્સની નિયમિત મુલાકાત લઇએ છીએ, તેમના પર મુકેશ વિષે થયેલા આ પહેલાંના લેખો પર નજર કરવાનો વિચાર આવ્યો: 
  • Songs of Yore પણ મુકેશ પર ત્રણ પૉસ્ટ થયેલ છે:
My favourite happy songs of Mukesh માં મુકેશની છાપેલાં કાટલાં જેવી, કરૂણ ગીતોના ગાયકની છબીથી અલગ ભાત પાડતાં રજૂ કરતાં ગીત રજૂ થયાં છે.
Mukesh’s best happy duets માં રજૂ થયેલાં યુગલ ગીતો "ચુલબલાં ગીતો યુગલ ગીતમાં હજૂ વધારે ચુલબુલાં બને છે, તેમાં પણ જ્યારે પુરૂષ પાર્શ્વગાયકની સ્વાભાવિક પસંદ ધીમાં, લાગણીશીલ, દીલ ભરી દેતાં ગીતો ગાવાની હોય" એ પ્રકલ્પનાને પુરવાર કરે છે.
Mukesh and his romance with ‘Dil’- મુકેશ અને 'દિલ'ને એક બહુ ખાસ સંબંધ છે. તેમનાં શારીરીક દિલ વિશાળતા અને માનસીક દિલની રોમાંચકતાની દૄષ્ટિએ જ નહીં -'દિલ'ની ભાવના સાક્ષાત કરતાં ગીતોના દિલથી ઉઠતા ભાવ દ્વારા એ સંબંધની ખુબી અહીં રજૂ થઈ છે.
૨૦૧૪ના પહેલા જ દિવસથી શરૂ કરેલ  કેડી પર Songs of Yore  હજૂ એટલી જ રસપ્રદ પોસ્ટ પીરસે છે :
Door Papiha Bola: Suraiya by Anil Biswasમાં અનિલ બિશ્વાસનાં નિદર્શનમાં સુરૈયાનાં ગીતોની લ્હાણ તો છે જ, પરંતુ સાથે સાથે એ યુગનાં બે બહુ જ નામી કલાકારોનાં જોડાણની બહુ જ આગવી રજૂઆત પણ અહીં છે. સુરૈયાનાં નૌશાદ, ગુલામ મોહમ્મદ કે હુશ્નલાલ ભગતરામ જેવા સંગીતકારોમાટેનાં ગીતો કે અનિલ બિશ્વાસનાં લતા મંગેશકર કે મીના કપુર જેવાં સ્ત્રી પાર્શ્વગાયકોસાથેનાં ગીતોની સરખામણીમાં સુરૈયા - અનિલ બિશ્વાસનૂ સહયોગદાન જરા પણ ઓછું મહત્વનું નહોતું એ વાત અહીં સુનિશ્વિત બને છે. 
Songs of Atariya- બેગમ અખ્તરની જન્મશતાબ્દીનાં વર્ષમાં તેમને  યાદાંજલિ આપવાની સાથે અટારી જેવા અનોખા વિષયને આવરી લેતાં ગીતો અહીં રજૂ થયાં છે.
સુરૈયા પણ અલગ અલગ બ્લૉગ્સ પર બહુ મહત્વપૂર્ણ પૉસ્ટ ભૂતકાળમાં થઇ છે. તે પૈકી કેટલીક પૉસ્ટની મુલાકાત કરીએ :
  • Nivedita Ramakrishnanએ ઇન્ડીયા અબ્રૉડ માટે માર્ચ ૨૦૦૪માં સુરૈયાનાં અવસાન પ્રસંગે One day I discovered Suraiya લેખ કર્યો હતો.  Cinema Corridor પર તેઓએ એ લેખ સુરૈયાની નવમી અવસાન તિથિની યાદમાં રજૂ કર્યો છે.
  •  Cineplot પર Suraiya (1929-2004)પર કરાયેલી એક ટુંકી નોંધ છે, જેમાં તેમનાં અલગ અલગ સંગીતકાર સાથેનાં ગીતોને યાદ કર્યાં છે.
  • indiavideodotorg100 years of Bollywoodનાં ૯૫મા વૃતાંતમાં સુરૈયા - તલત મહમુદની યાદને ફિલ્મ Waris (1954)ને યાદ કરી તાજી કરી છે.
  • Anmol Fankar’ના  Suraiya on LP Recordsમાં યાદ કરાયેલ સુરૈયાની રેકર્ડ્સ આ શ્રેણીના લેખકના ૧૯૭૦-૯૦ના દાયકાના આ બધી રેકર્ડ્સ ખરીદવાના શોખને યાદ કરાવી આપે છે. તેમની પાસે પણ આ રેકર્ડ્સ છે, જે તેમણે તેમના મિત્રોની સાથે અનેક વાર સાંભળી અને માણી છે.
Happy Birthday, Cuckoo Moray!માં Dances on Footpath ૧૯૫૦ના દાયકાની બહુ જ પ્રસિધ્ધ નૃત્યકલાકાર કકુના જન્મદિવસ નિમિત્તે તેનાં નૃત્ય ગીતોને,  યાદ કરે છે. આ તેમની આ વિષય પરની ત્રીજી પૉસ્ટ છે. ૨૦૧૧માં પણ તેમણે આટલી જ રસાળ અને ૨૦૧૩માં મીર્ઝા સાહિબાનનાં ગીતોમાં તેમના અછડતા ઉલ્લેખવાળી પૉસ્ટ કરી છે.
Conversations Over Chai હિંદી ફિલ્મોના સુવર્ણકાળની તેમની એક બહુ જ પસંદ, નમણી, અને અદાકારીમાં પણ નીવડેલ એવી સાધનાની દસ ભૂમિકાઓને The Divas: Sadhanaમાં એટલી જ નમણાશ અને સુંદરતાથી રજૂ કરે છે.

અહીં આગળ વાત કરી છે તે Songs of Yoreપરના સુરૈયા-અનિલ બિશ્વાસ પરના લેખની ચર્ચામાં બહુ જ નવો વળાંક મળે તેવાં વાચક - હિંદી સાહિત્ય જગતના ખ્યાતનામ કવિ અને ફિલ્મોમાં આગવી કેડી કોતરનારા ગીતકાર, પંડિત નરેન્દ્ર શર્માનાં પુત્રી લાવણ્ય શાહ - જોડાયાં. તેમણે હિંદી ફિલ્મ ગીતોમાં સીમા ચિહ્ન સ્વરૂપ ગીત - જ્યોતિ કલશ છલકે - પર એક પુત્રીની યાદ તાજી કરતો લેખ  કર્યો છે. મૂળ લેખ પરની ચર્ચામાં આપણને પંડિત નરેન્દ્ર શર્મા વિષે એક સરસ લેખ -Life and Career of Pandit Narendra Sharma- ની લિંક પણ મળેલ છે.

વેલેન્ટાઇન દિવસને સામાન્ય રીતે કે કારણોથી યાદ કરાતો હોય છે તેવાં કારણોથી નહીં જ એવી ભારપૂર્વકની ચોખવટવાળા બે લેખ પ્રેમના રોમાંચની (આગવી) રજૂઆત કરે છે: 
  • Dusted Offના લેખ Songs of romantic love – in ten moodsમાં પ્રેમીની યાદમાં જ ગવાતાં કે બે પ્રેમી પંખીડાં બાગ બગીચામાં પ્રેમનો એકરાર કરતાં હોય એવાં જ ગીતો   માત્ર નહીં, પણ   અલગ અલગ સ્વરૂપ, શૈલી, ઢાળ અને રંગને રજૂ કરતાં ગીતોની વાત છે. અહીં માતાના કે પિતાના કે દેશમાટેના કે ઇશ્વર પ્રત્યેનાં પ્રેમની વાત નથી કરી.બધાં જ ગીતો ૧૯૭૦ના દાયકા પહેલાંનાં છે, જેમાં બે પ્રેમીઓના રોમાંસનાં અલગ અલગ રૂપ ની રજૂઆત છે.
  • તો વળી Conversations over Chai કેટલાંક સુંદર ગીતો વડે રોમાંસને જીવંત રાખે છે. જો "પ્રેમ" હોય તો તે  My Favourites : Love Songsમાં રજૂઆત પામેલાં ગીતોની જેમ આપણને રોમાંસની તાજગીથી તરબોળ કરી મૂકે એવો હોવો જોઇએ.
આ મહિનાનાં આ સંસ્કરણમાં મોહમ્મદ રફીની યાદ  તાજી રાખવા આપણે 
                                                                                                         ની મુલાકાત લઇશું.
Meri Awaz Suno (www.mohdrafi.com)  પરના ડૉ.સૌવિક ચેટર્જી, તેમના લેખRafi and Madanmohan combination created artistic songs, માં મોહમ્મદ રફી અને મદન મોહનની જોડીએ રજૂ કરેલી યાદગાર ગઝલોને યાદ કરે છે..

હિંદી ફિલ્મોના સુવર્ણકાળનાં ગીતોની આ સફરને હજૂ વધારે યાદગાર બનાવવામાં આપ સહુના સંગાથની અપેક્ષા સહ....

Saturday, February 22, 2014

ગુણવત્તા સંચાલન વિષેના લેખ અને બ્લૉગ્સનો બ્લૉગોત્સવ - ફેબ્રુઆરી, ૨૦૧૪


ગુણવત્તા સંચાલન વિષેના લેખ અને બ્લૉગ્સના બ્લૉગોત્સવનાં ફેબ્રુઆરી, ૨૦૧૪ સંસ્કરણમાં આપનું હાર્દિક સ્વાગત છે.

આ મહિનાં આ સંસ્કરણમાં આપણે “ગુણવત્તાનું પ્રતીતીકરણ” અને “ગુણવત્તાનું નિયમન” વિષેની ચર્ચા જોઇશું.આ વિષય આમ તો બહુ ચર્ચિત વિષય લાગે. પરંતુ ઇન્ટરનેટપરની શોધખોળ દરમ્યાન બહુ જ નજદીકના સમયમાં પ્રકાશીત થયેલા લેખો પણ વાંચવા મળ્યા. જે પૈકી કેટલાક લેખોમાં કેટલીક પાયાની વાતો કહેવાઇ છે, ક્યાં ક્યાંક તાજા અનુભવોને મૂર્ત થતા પણ જોવા મળે છે. આમ આ વિષય હજૂ પણ રસ જગાવનાર અને જ્ઞાનમાં કંઇક પણ ઉમેરો કરી શકે તેવો જણાયો. અને એટલે તેને આ મહિનાની ચર્ચાનું કેન્દ્ર બનવવાનું વિચાર્યું.
  •  ચર્ચાની શરૂઆત Overview @ ASQમાંરજૂ થયેલ કેટલીક વ્યાખ્યાત્મક રજૂઆતથી કરીશું:
"ગુણવત્તાનું પ્રતીતીકરણ” અને “ગુણવત્તાનું નિયમન” આ બંને શબ્દો ઘણી વાર ઉત્પાદન કે સેવાની ગુણવત્તાને સુનિશ્ચિત કરવાના સંદર્ભમાં એકબીજાંની બદલીમાં વપરાતા જોવા મળે છે. પરંતુ બંનેનો બહુ જ અલગ અર્થ છે.
પ્રતીતીકરણ: ભરોસો અપવાવો, સુનિશ્ચિત હોવાની સ્થિતિ કે કરવું.
ગુણવત્તા પ્રતીતીકરણ: ગુણવત્તા તંત્રવ્યવસ્થામાં આયોજીત અને પદ્ધતિસરની પ્રવૃત્તિઓ જેના વડે ઉત્પાદન કે સેવાની ગુણવત્તાની પૂર્તતા સિધ્ધ થશે.
નિયમન: જરૂરી સુધારાત્મક પ્રતિસાદની જરૂરિયાત જણાવવા માટેની મુલવણી; પ્રક્રિયાને દોરવણી પૂરી પાડવી જેમાં પરિવર્તતાને શક્યતાનાં કારણોની સ્થાયી તંત્રવ્યવસ્થાને આભારી બનાવી શકાય.
ગુણવત્તા નિયમન: ગુણવત્તાની જરૂરિયાતોની પૂર્તતા કરવા માટે જરૂરી અવલોકન તકનીકો અને પ્રવૃત્તિઓ.
  • તફાવતોની જ વાત કરતી ખાસ સાઇટ - http://www.diffen.com/- નું કહેવું છે કે :
ગુણવત્તાનું પ્રતીતીકરણ પ્રક્રિયા-ઉન્મુખ છે અને ક્ષતિ નીવારણ પર ધ્યાન કેન્દ્રીત કરે છે જ્યારે ગુણવત્તા્નું નિયમન પેદાશ-ઉન્મુખ છે અને ક્ષતિની ઓળખ પર ધ્યાન કેન્દ્રીત કરે છે.
  • ગુણવત્તા પ્રતીતીકરણ એ ગુણવત્તા નીયમન નથી \ Quality Assurance Is Not Quality Control ‘"પ્રતીતી્કરણ" પ્રક્રિયા ઉન્મુખ અને "નિયમન" પેદાશ-ઉન્મુખ કેમ છે?' એ સવાલ પૂછવામાં મદદ કરે છે.
"પ્રતીતીકરણ"નો અર્થ છે કે સાચી (યોગ્ય) રીતે કામ કરવા માટે જે કંઇ કરવું પડે તે બધું જ આપણે કરી ચૂક્યાં છીએ, જ્યારે "નિયમન"નો અર્થ છે કે જ્યાં સુધી ઉપલબધ દરેક વસ્તુને ચકાસી ન લેવાય ત્યાં સુધી એ બધું જ કામનું છે કે કચરો છે તે નક્કી ન થઇ શકે.
સૉફ્ટવૅરના કિસ્સાઓમાં ગુણવત્તા પ્રતીતીકરણનો અર્થ છે કે જે કોઇ કૉડ્સ લખાયા છે તે જરૂરિયાતોની પૂર્તતા કરે છે, જ્યારે ગુણવત્તા નિયમન બતાવે છે કે કૉડ્સ લખવાની આપણી પ્રક્રિયા દ્વારા જરૂરી ગુણવિશેષની રચના કરવામાં બીનજરૂરી ત્રૂટિઓનો રાફડો તો દાખલ નથી થઇ ગયો ને. - ક્રીસ બૌ
  • "ગુણવત્તા પ્રતીતીકરણ વિ. ગુણવત્તા નિયમન એ બંને વચ્ચે તફાવત શું છે? \ QA vs QC - what's the difference?લેખમાં આ બંને કાર્યક્ષેત્રને ગુણવત્તા સંચાલનનાં ઉપક્રમ ગણાવામાં આવ્યાં છે.
ગુણવત્તા ચળવળ જેમ પુખ્ત બનીને સુધરતી ગઈ તેમ તેમ તે ગુણવતા સંચાલન કાર્ય તરીકે સ્થાપીત થતી ગઇ. હવે તંત્ર વ્યવસ્થા વિચારધારા અને સંચાલન તંત્ર વ્યવસ્થા જેવી નવી વીકસતી પરીકલ્પનાઓ પણ તેમાં આવરી લેવાતી થઇ છે. ગુણવત્તા સંચાલન ઘણું વિશાળ કાર્યક્ષેત્ર છે, તેમાં ગુણવત્તા અયોજનની સાથે સાથે ગુણવત્તા પ્રતીતીકરણ અને ગુણવત્તા નિયમન તો આવરી જ લેવાયાં છે, તે ઉપરાંત ગુણવત્તા સુધારણા પણ તેમાં આવરી લેવાયેલ છે. વળી, ગુણવત્તા પ્રતીતીકરણ અને નિયમનથી આગળ, તંત્રવ્યવસ્થા અભિગમ અને સમસ્ત ગુણવત્તા સંચાલન તંત્ર વ્યવસ્થાની દિશામાં પણ વર્તમાન દૃષ્ટિકોણ હવે વિસ્તરેલ છે. 
  • 'ગુણવત્તા પ્રતીતીકરણ અને ગુણવત્તા નિયમન વચ્ચેનો તફાવત' \ Difference between QA and QC લેખમાં આ બધા મૂળભૂત તફાવતને એક કોષ્ટકનાં સરળ સ્વરૂપમાં સમજાવેલ છે. ગુણવત્તા પ્રતીતીકરણમાં ત્રુટિ નીવારણ કેન્દ્રસ્થાને છે જ્યારે ત્રુટિની શોધ - તપાસ ગુણવત્તા નિયમનનાં કેન્દ્રસ્થાને છે.
  • ઑપન ડાયલોગના ડાયલોગ આઇટીના પ્રવર કન્સટલ્ટન્ટ, બ્રેટ આર્થરના લેખ, ગુણવત્તા પ્રતીતીકરણ અને ગુણવત્તા નિયમન વચ્ચેનો તફાવત \ The difference between Quality Assurance and Quality Controlમાં, વ્યૂહરચના પર ભાર મૂકાયેલો છે, જેમ કે – ગુણવત્તા પ્રતીતીકરણ: નીવારણની વ્યૂહરચના, જ્યારે ગુણવત્તા નિયમનઃ શોધ - તપાસની વ્યૂહરચના.
  • ગુણવત્તા પ્રતીતીકરણ અને ગુણવત્તા નિયમનમાં ફરક શું છે ? \ What is the difference between Quality Assurance and Quality Control? આ બંનેને "નિરીક્ષણને બદલે નીવારણ" અને "પહેલી વાર જ ખરૂં કરવું"ની રીતે અલગ પાડે છે. આ બંને સંકલ્પનાઓનાં હાર્દમાં પહેલેથી ત્રુટિરહિત ઉત્પાદન (કામ) કરવું એ વિચારસરણી છે, કારણકે પછીથી કોઇ પણ ત્રુટિને સુધારવી વધારે ખર્ચાળ પરવડે છે.
  • BBCના લેખ - પેદાશ વિશ્લેષણ અને મૂલવણી \Product analysis and evaluation- જણાવે છે કે આલેખનકારો અને ઉત્પાદકો પેદાશ વિશ્લેષણનો ઉપયોગ નવાં કે સુધારેલાં ઉત્પાદનોમાટેના વિચારો કરવા અને બીજા આલેખકોનાં કામનાં વિશ્લેષણ માટે કરે છે. ગુણવત્તા પ્રતીતીકરણ ચકાસણીમાટેની તંત્ર વ્યવસ્થા છે અને નિરીક્ષણ આલેખન ને ઉત્પાદનની પ્રક્રિયા દરમ્યાન ઉચ્ચ માપદંડો સુનિશ્ચિત કરે છે.
  • ગળાં અંગેનાં કોશ-વિજ્ઞાનની પ્રણાલી માર્ગદર્શિકાઓ - ગુણવત્તા નિયમન અને ગુણવત્તા પ્રતીતીકરણ પ્રણાલીઓ \ Quality Control and Quality Assurance Practices - Cervical Cytology Practice Guideline -
દરેક અલગ ટેસ્ટ કે પ્રક્રિયામાં અપેક્ષીત ગુણવત્તા જાળવી રાખવા માટેની તંત્ર વ્યવસ્થા એટલે ગુણવત્તા નિયમન. કોઇ પણ નમૂનાની પસંદગીથી શરૂ થઇ ફીઝીશ્યીઅન સુધી રીપોર્ટ પહોંચે ત્યાં સુધી ગુણવત્તા નિયમન પ્રવૃત્તિઓનો વ્યાપ વિસ્તરેલ છે. કૉલેજ ઑફ અમેરીકન પેથોલોજીસ્ટ્સની વ્યાખ્યા મુજબ ગુણવત્તા નિયમનનાં પરિણામો અને ગુણવત્તા પ્રણાલિઓનાં પરિમાણો પર, આરોગ્ય સંભાળ ઉત્કૃષ્ટ્પણે પહોંચાડી શકાય તે રીતની તંત્રવ્યવસ્થા બની રહે તે મુજબની પધ્ધતિસરની દેખરેખ એટલે ગુણવત્તા પ્રતીતીકરણ. ગુણવત્તા પ્રતીતીકરણ એ ત્રુટિઓની ઘટનાઓ શોધી કાઢવા, નિયમન કરવા અને નિવારવા માટેની સંકલિત તંત્ર વ્યવસ્થા છે, જે આખરે ચિકીત્સકની તેનાં દર્દીની ઉચિત સારવાર કરવાની ક્ષમતામાં વધારો કરે છે. ૧૯૮૮ના નૈદાનિક પ્રયોગશાળા સુધારણા સુધારાઓ [Clinical Laboratory Improvement Amendments]માં કોષિકા-રોગ વિજ્ઞાન [cytopathology] માટે બહુ બધાં ગુણવત્તા પ્રતીતીકરણ અને નિયમનનાં પગલાંઓ સૂચવે છે. પ્રયોગશાળાના ગુણવત્તા પ્રતીતીકરણ કાર્યક્રમમાં બધી જ ગુણવત્તા પ્રતીતીકરણ પ્રક્રિયાઓનું વર્ણન અને દસ્તાવેજીકરણ થયેલું હોવું જ જોઇએ.
બહુ જ સીધી રીતે જોઇએ તો ગુણવત્તા પ્રતીતીકરણ એ સર્વગ્રાહી ગુણવત્તા તંત્ર વ્યવસ્થા ની રચના કરવા, તેની પર દેખરેખ રાખવા અને તેની સંભાળ રાખવામાટે કૂચ કરવાના હુકમો બરાબર છે.
ગુણવત્તા નિયમન એ ઉત્પાદન પ્રક્રિયા કે તેનાં અંતિમ પરિણામોને પહોંચાડવા માટે એ હુકમોનો અમલ છે.
  • પીયરૅ હ્યુઑટ તેમના લેખ 'ગુણવત્તા પ્રતીતીકરણ હોવું જોઇએ કે ગુણવત્તા નિયમન ? \Is It Quality Assurance or Quality Control?માં ગુણવત્તા નિયમન અને પ્રતીતીકરણની વચ્ચેના નાના નાના તફાવતોને આ સર્વાંગી ખંડોમાં ખોળી રહ્યા છે:
ગુણવત્તા નિયમન વ્યવસ્થાપકને કદાચ ઉત્પાદનની પેદાવારમાં રસ હોય, કે / અને પરિસ્થિતિઓમાં થતાં પરિવર્તનોનો તે પ્રતિસાદ આપે, પેદાશ પર ધ્યાન કેન્દ્રીત કરે, કે / અને ઉત્પાદન કાર્યક્ષેત્રની જેમ સીધી જ કામગીરી કરે અને ત્રુટિઓ શોધી કાઢે. ગુણવત્તા નિયમનનો હેતુ ગ્રાહકને ઉત્કૃષ્ટ ઉત્પાદન કે સેવા પૂરી પાડવાનો રહે છે, જેને પરિણામે ગ્રાહકની જરૂરિયાતો પૂરી કરવાનું કે તેનાથી પણ આગળ જવાનું શક્ય બને છે.
  • HIV/AIDS નૈદાનિક ફાર્મેકૉલોજી ગુણવત્તા પ્રતીતીકરણ અને નિયમન કાર્યક્રમ \ HIV/AIDS Clinical Pharmacology Quality Assurance and Quality Control (CPQA) Program, HIV/AIDSને લગતાં અનુવાદ સંબંધી સંશોધનો અને DAIDSમાંના નૈદાનિક પરીક્ષણોને લગતી પ્રવૃત્તિઓ વિકસાવે છે તેમ જ ચલાવે છે.
  • ગુણવત્તા પ્રતીતીકરણ અને ગુણવત્તા નિયમનની વ્યાખ્યા \ Defining Quality Control and Quality Assurance - ઝેવીયર બીગ્નૉન -
ગુણવત્તા નિયમન પેદા થઇ રહેલ ઉત્પાદનો પર, ગ્રાહક અને ઉત્પાદક લાંબા ગાળાની એક જ દૃષ્ટિએ જૂએ અને ત્રુટિઓ દૂર કરવાની દૃષ્ટિએ કામગીરીની હેતુલક્ષી સમીક્ષા થતી રહે તેવા હેતુથી, ધ્યાન કેન્દ્રીત કરે છે. પહેલો ઉદ્દેશ ગ્રાહકની (વણકહેલી પણ) અપેક્ષાઓ અને ઉત્પાદક ટીમની એ જરૂરિયાતો સ્પષ્ટ સમજ વચ્ચેનું "ગુણવત્તા અંતર" ઘટાડવાનો છે. જ્યારે ગુણવત્તા નિયમન એકમનો બીજો ઉદ્દેશ્ય ઉત્પાદન (કે સેવા) ગ્રાહકો સુધી પહોંચી જાય તે પહેલાં ત્રુટીઓ શોધી કાઢવાનો રહે છે.
ગુણવત્તા પ્રતીતીકરણ પ્રક્રિયાઓ અને તેના સતત સુધાર પર ધ્યાન કેન્દ્રીત કરે છે. તેનો ઉદ્દેશ્ય પ્રક્રિયામાંની વિભિન્નતાને ઘટાડી ઉત્પાદનની ગુણવત્તાની આગાહી કરવાનો, કંપની માટે શ્રેષ્ઠ પ્રણાલિઓ એકત્ર કરવાનો, ખર્ચ ઘટાડવાનો અને બજાર સુધી પહોચવાના સમયને ઘટાડવાનો રહે છે. નવીનીકરણ અને સર્જનાત્મકતા સાથે તેને બહુ જ ગાઢ જોડાણ છે. ગુણવત્તા પ્રતીતીકરણ બીજાં લોકો માટે પ્રક્રિયાઓ નક્કી નથી કરતું, કે નથી તે અંગે ફરજ પાડતું, પણ પ્રક્રિયાસાથે સંકળાયેલાં લોકોને જરૂરી સલાહ સૂચન અને પ્રક્રિયા મુખીયાને ટેકો કરે છે, જેને પરિણામે સફળતા માપવાની અને હકીકતોના આધાર પર લેવાતા નિર્ણયોની ક્ષમતમાં વધારો થાય છે. ગુણવત્તા પ્રતીતીકરણ માટેનો સહુથી જાણીતો અભિગમ PDCA (Plan Do Check Act) ચક્ર છે.
અને હવે કેટલાક સંદર્ભ લેખો જોઇએ :
ગ્રાહકની વર્તણૂક સમજવાથી ગુણવત્તા પ્રતીતીકરણ સાથે સંકળાયેલ લોકોને જરૂરી સંસાધનોની વહેંચણીમાં મદદ મળે છે.
ત્રુટિઓ વડે વર્ગીકરણ કરવાના પ્રચલિત પધ્ધતિઓ વડે ગુણવત્તા પ્રતીતીકરણની સરખામણીના વિકલ્પો વડે ગુણવતા પ્રતીતીકરણ સૉફ્ટવેર અને સુધારણાનું સંકલન કરી શકાય છે.
ગુણવત્તા નિયમનને લગતાં આંકડાશાસ્ત્રનાં જ્ઞાનને ચકાસવા માટેના ૨૦ વિવિધ-વિકલ્પ પ્રશ્નો
હવે બ્લૉગૉત્સવનાં આ સંસ્કરણના "મુખ્ય વિષય"થી આગળ વધીએઃ
Random Thoughts - Michael Wade
  •  મોટા ભાગના કિસ્સાઓમાં, આપણા હાલના પ્રયત્નોથી આગળ વધીને વધારે ચિંતા ન કરવી જોઇએ; બલ્કે શું કરવાનું બંધ કરી દેવું જોઇએ તે અંગે વિચારવું જોઇએ.
  • તે જ રીતે, આપણાં વર્તમાન જ્ઞાનની સમીક્ષા અને શું ઝીણવટ ભરી તપાસમાં ટકી શકે તેમ નથી ને જાણવા કરતાં નવી હકીકતોની શોધખોળ ઓછી ઉત્પાદક નીવડે છે.
  • તમારાં અનુમાનોનો વારંવાર સરવાળા કરવા. કોઇ ઇલમની લકડીની તપાસ કરવાનો કોઇ અર્થ નથી. સહુથી મુશ્કેલ માર્ગ સહુથી ઝડપી પરવડી શકે છે.
  • હવે પછીના દસકા અંગે વિચારીને જોઇ જવું જોઇએ કે આપણી હાલની કૈ કાર્યપધ્ધતિઓ કામ આવશે? જો આપણે કોઇ શેર હોઇએ, તો આજથી દસ વર્ષ બાદની ગણત્રીએ તેને વેંચી કાઢશો કે વધારે નવા શેર ખરીદતાં રહેશો કે પકડી રાખશો ?
  • કોઇ સંચાલકની નિષ્ક્રિયતા ક્ષ-કિરણોની તપાસ જેટલું છતું કરી શકે છે.
  •  બી્ન-ઉત્પાદક વ્યક્તિથી વધારે તો મહેનતનાં વખાણ કોઇ બીજું થોડું કરશે !
આ બ્લૉગોત્સવ ક્વૉલિટી ડાયજેસ્ટનાં સામયિકના પાછલા અંકોની લિંકને "બુકમાર્ક" કરી નિયમિતપણે મુલાકાત લેતાં રહેવાની ભારપૂર્વકની ભલામણ કરે છે.
અને હવે, આપણે બ્લૉગોત્સવનાં નિયમોત વિભાગોની મુલાકાત, કરીએ. આ મહિને આપણે ગુણવત્તા સંસ્કૃતિના પ્રસારમાં પ્રવૃત્ત, વિશ્વની મૂળ અને ઑડીટ પ્રમાણીકરણના સંદર્ભે સહુથી વિશાળ સંસ્થા - The International Register of Certificated Auditors (IRCA) -ની મુલાકાત કરીશું.
 IRCA મુખ્યત્વે બે સેવાઓ પૂરી પાડે છે:
૧.મૅનેજમૅન્ટ તંત્ર વ્યવસ્થાના ઓડીટર્સનું પ્રમાણીકરણ
૨. પ્રશિક્ષણ સંસ્થાઓની બહાલી અને તેમના ઓડીટર પ્રશિક્ષણ અભ્યાસકમોનું પ્રમાણીકરણ
તેની વેબ આઇટ IRCA e-Library જેવી અન્ય બહુ જ ઉપયોગી સેવાઓ પણ ઉપલબ્ધ છે, જેનો વપરાશ કરવા માટે સાઈત પર "રજીસ્ટ્રેશન' કરાવવું જરૂરી બની રહે છે.
તે પછી, હવે આપણે ASQ TV વૃતાંત - Global Supply Chain જોઇએ.
મોટા ભાગની સંસ્થાઓ સ્વીકારે છે કે આજનાં વૈશ્વિક અર્થતંત્રમાં એકલા હાથે કંઇ પણ કરી શકાય તેમ નથી. ગ્રાહકોની જરૂરિયાતોની પૂર્તતા કરતાં ઉત્પાદનો કે સેવાઓનાં ઘડતર માટે, સંસ્થાઓએ અન્ય સંસ્થાઓ સાથે જોડાણ કરવાં જ રહ્યાં. આ સંજોગોમાં આપણી પુરવઠા સાંકળ પ્રક્રિયામાં યોગ્ય ભાગીદાર જ ભાગ લ ઇ રહ્યાં હોય તેમ શી રીતે નક્કી કરવું? આ સમીકરણમાં વળી ગુણવત્તાને પણ સમાવવી તો જોઇએ જ. આજનાં વૃતાંતમાં –
                                                                                      - ની ચર્ચા જોવા મળે છે.
આ મહિનાનાં ASQ Influential Voice છે - બૅબેટ્ટ એન. ટૅન હક્કેન
તેઓ ઍરોબીક્સ ફોર એન્જીનીયર્સનાં સ્થાપક અને વેચાણ વિભાગનાં અધ્યક્ષ છે. અન્વેષકો અને શરૂઆતનાં ગ્રાહકોની ખોજમાં હોય તેવાં નવાં સાહસો માટે વકરો પેદા થાય તેવી વ્યૂહરચનાઓનાં ઘડતર વિષે તેઓ કાર્યરત છે. તેઓ નેશનલ સાયન્સ ફાઉન્ડેશન નાં ઇનોવેશન કૉર્પ્સ કાર્યક્રમનાં વ્યાવસાયિક માર્ગદર્શક અને સીક્ષ સિગ્મા ગ્રીન બેલ્ટ છે, અને તે સાથે મિશિગન યુનિવર્સિટીનાં સેન્ટર ફૉર આંત્રપ્રેન્યૉરશીપનાં પણ માર્ગદર્શક છે.વર્ષ ૨૦૧૩ માટે તેઓ વેચાણ અને માર્કેટીંગના સહુથી વધારે પ્રભાવક તરીકે પણ પસંદ થયેલાં છે. Sales Aerobics for Engineers તેમનો બ્લૉગ છે.
આ બ્લોગમાં નીચે મુજબના વિભાગોમાં વેચાણ અને વેચાણની ગુણવત્તાને લગતા બહુ જ માહિતીપ્રદ લેખો વાંચવા મળશે –
Ø Book Reviews
Ø Collaboration Tools -Sales-Engineering Interface®
Ø Funders & Funding
Ø Professional Development
Ø Selling, Pitching, Developing Business
Ø small & mid-sized businesses
Ø Startups
Ø Webinars and Special Events
આ લેખો પૈકી એક લેખ - Creating Professional Sustainability - નો આપણે પરિચય કરીશું:
આપણી વ્યાવસાયિક સ્તરે ટકી રવહેવાની વ્યૂહરચનામાં પોતાની જાતનાં કંઇ મૂલ્યવાન વ્યાવસાયિક વ્યક્તિ તરીકેનાં વેચાણ માટે, વેચાણ પહેલાં અને પછી કરવી પડતી બધી જ પ્રવૃત્તિઓ કરવી જોઇએ તેવો વેચાણ વ્યવસ્યાયનાં વ્યાવસાયિકો માટે સીધો સંદેશ જોવા મળે છે.
ગુણવત્તા ક્ષેત્રનાં વ્યાવસાયિકોને પણ આ જ સંદેશ એટલો જ લાગુ પડે છે.
આ મહિનાનાં સંસ્કરણના અંતમાં આપણે હંમેશની જેમ જ્હૉન હંટરના 6th Annual Curious Cat Management Blog Review ની મુલાકાત લઇશું.
આપ સહુનાં મૂલ્યવાન સૂચનોની અપેક્ષા સહ...

Friday, January 31, 2014

હિંદી ચિત્રપટ સંગીતના સુવર્ણ યુગથી સંકળાયેલાં બ્લૉગવિશ્વનો બ્લૉગૉત્સવ - ૧/૨૦૧૪

હિંદી ચિત્રપટ સંગીતના સુવર્ણ યુગથી સંકળાયેલાં બ્લૉગવિશ્વ -  '૧ /૨૦૧૪' બ્લૉગૉત્સવ સંસ્કરણમાં આપનું સ્વાગત છે.
૨૦૧૪ની સાલના પહેલા જ દિવસે Songs of YoreAnil Biswas: The Maestro and My Father  લેખ મૂક્યો. લેખ અનિલ બિશ્વાસનાં પૂત્રી, શીખા બિશ્વાસ વોહરાએ લખ્યો છે, એટલે તેમાં અનિલ બિશ્વાસની કારકીર્દીનાં વિવિધ પાસાંઓ  કે તેમનાં ગીતો સાથે  એક પૂત્રીનાં દિલમાંથી ઉઠતી લાગણીઓ અને યાદો વણાયેલી હોય તે તો અપેક્ષિત હોય, પણ લેખિકાએ જે સલુકાઇથી સંતુલન જાળવ્યું છે તે સરાહનીય છે.
અનિલ બિશ્વાસની જન્મ શતાબ્દીનાં વર્ષમાં તેમના વિષે થયેલા અન્ય લેખોની પણ આ મોકો મળ્યે અહીં નોંધ લઈએ:

આજની પેઢી, કે આપણે આ બ્લૉગોત્સવમાં જે સમયકાળની સામાન્યત: વાત કરતાં હોઇએ છીએ તે સમયકાળની પેઢીને કદાચ ઓછો રસ પડે.  એ દૃષ્ટિએ વર્ષના બીજા લેખ તરીકે  Songs of Yore પર રજૂ થયેલો લેખ - KC Dey: The divine singer with inner vision -  આપણને અતિપુરાણા સમયનાં કદાચ જણાય. પરંતુ લેખની રજૂઆત અને ગીતોની પસંદગી,  ફિલ્મ સંગીતના સુવર્ણકાળનાં ગીતોને સમજવા અને માણવા માટે આ પ્રકારના લેખ બહુ જ મદદરૂપ થઈ પડશે. વળી, એ દૃષ્ટિએ ન જોઇએ તો પણ કે સી ડેના કંઠની જૂદી જૂદી ખુબીઓને માણીએ તો પણ બસ થઈ રહેશે.
વર્ષની શરૂઆતને  SoY  હજૂ વધારે યાદગાર બનાવવાનું ચાલુ જ રાખી રહેલ છે. શાસ્ત્રીય રાગ પર આધારીત ગીતોની શ્રેણીના લેખક, સુબોધ અગ્રવાલ, તેમની આગવી શૈલી અને પસંદને Film songs based on classical ragas (7) – In the royal presence of Darbariમાં અનોખા અંદાજમાં અદા કરે છે અને તેમાં પણ રાગ દરબારી પરનાં ગીતો સાંભળવાની મજા મળે છે. એટલે આપણને શાસ્ત્રીય રાગરાગીણીમાં સમજ ન પડતી  હોય તો પણ આ લેખ, અને તેમાં રજૂ થયેલાં ગીતો,ને માણવામાં ક્યાંય ઉણપ નથી વર્તાતી. 
પોતાના ગુંચવણભર્યા, વિરોધાભાસી, બંડખોર, ખાટા-મીઠા, સુખી-દુઃખી સમયને યાદ કરનાર તેમજ જીવનની સંધ્યાની શરૂઆત કે પછી બાળપણ અને 'ગંભીર' 'જવાબદારી'થી લદાયેલ પ્રૌઢત્વના કોઇ પણ સમય પર ઉભેલ દરેક વ્યક્તિ માટે આ ગીતો છે...આપણે શું અનુભવ્યું કે અનુભવી રહ્યાં છીએ કે અનુભવીશું  - Conversations Over Chaiની પસંદનાં ગીતો My Favourites: Songs of Innocence માં સાંભળીએ.
૨૦૧૪નાં વર્ષની શરૂઆતથી જ સુવર્ણકાળના સિતારાઓનું વિલિન  થવાનું ચાલુ જ રહ્યું. લગ્ન કર્યા બાદ પાંચ વર્ષ પછી સિને જગતમાં પ્રવેશ કર્યો, પહેલી ફિલ્મ આવી ત્યારે એક બાળકીનાં માતા હોવા છતાં, બંગાળી સિને જગત પર સિક્કો જમાવીને રહેલાં સુચિત્રા સેન પોતાની બીજી ઇનિંગ્સની અંગત જીંદગીમાં  લાઈટ અને કૅમેરાની પ્રસિદ્ધિથી દૂર રહ્યાં. એમની આ દુનિયાથી ફાની વિદાય એટલી જ ગર્વિષ્ઠ રહી.
તેમની વિદાયને અખબારો અને ટીવીનાં માધ્યમો પર અનેક અંજલિઓ અપાઈ, જે પૈકી કેટલીક અંજલિઓ Remembering Suchitra Sen લેખમાં લાવી મૂકી છે.
Cineplotએ ૧૯૫૫નો લેખ - Suchitra Sen – Dreamy-eyed Bengali star who makes her debut on the Hindi Screen in “Devdas”-  યાદ કરીને તેમની દેવદાસની ભૂમિકાથી હિંદી સિને જગતમાંનાં પદાર્પણના ભૂતકાળને વર્તમાનમાં ખડો કરી દીધો છે.
Dusted Off સુચિત્રા સેનની આસિત સેન દ્વારા નિર્દેશીત બંગાળી ફિલ્મ Deep JweleJaaiને યાદ કરી છે. પછીથી આ ફિલ્મનું વહીદા રહેમાનને એ જ ભૂમિકામાં લઈને 'ખામોશી'ના દેહાવતારમાં હિંદી પરદે ચિત્રીકરણ થયું હતુ.
બ્લૉગોત્સવના આ સંસ્કરણના સમયગાળામાં લગ્ન સાથે સીધો જ નાતો હોય તેવાં ગીતો રજૂ કરતો Dusted Off નો લેખ - Ten of my favourite filmi wedding songs-, અને ખોવાયા - મળ્યાની અનેકવિધ દાસ્તાનોને There you are!: The ‘lost and found’ trope in Hindi cinemaમાં રજૂ કરતો લેખ પણ વર્ષની શરૂઆતને રસપ્રદ બનાવી રહે છે.
કેવો સંયોગ થયો છે કે આ લેખને કારણે આપણને તેની જ પંગતમાં બેસે તેવો બીજો લેખ -Dead As A Dodo (Hopefully!) -  પણ માણવા મળ્યો છે. આ લેખનો વિષય વિલિન થઈ જાય એવું ઇચ્છતાં, કે  વિલિન થઇ ચૂકેલ કે, વિલિન જ રહે તેવા શબ્દાલંકારને કેન્દ્રમાં રાખતાં ગીતોને યાદ કરવાનો છે.
એક વર્ષ જૂના , પરંતુ, જાન્યુઆરી માસ માટે પ્રસ્તુત એવા The Cinema Corridorના લેખ - One day I discovered Suraiya -ની પણ આજે મુલાકાત લઇએ.
ફિલ્મ સંગીતના રસિયાઓ જેનાથી અપરિચિત ન જ હોય , પરંતુ પોતાના જીવનના અભિન્ન અંગ તરીકે તેનો પરિચય BhooliBisriSunahariYaadeinની યાદોના સ્વરૂપે કરાવતો આ લેખ - VividhBharati – An indispensable part of my life - આપણા બ્લૉગોત્સવને એક નવું પરિમાણ આપે છે.
વિવિધ ભારતીની ઇ-મુલાકાત લેતાં ત્યાં આપણને एकवृत्तचित्र :सुरोंकासुनहरासफ़रविविधभारती   જેવી દસ્તાવેજી ફિલ્મો આપણે વિવિધ ભારતી સાથે ગાળેલા સમયની સફર કરાવે છે.
અને હવે મોહમ્મદ રફીને યાદ કરતા કેટલાક લેખો જોઇએઃ
  • ડૉ. સૌવિક ચેટર્જી મોહમ્મદ રફી અને ગુરૂ દત્તનાં એક અદ્‍ભુત સંયોજનની ચર્ચા Magic combination of Guru Dutt and Mohammad Rafi  માં કરે છે.
ગુરૂદત્તના રફી સાથેનાં સંયોજનની બહુ જ આગવી બાબત એ રહી છે કે ઓ પી નય્યર કે શંકર જયકિશન કે એસ ડી બર્મન કે રવિ, સંગીતકાર કોઇ પણ હોય, આ સંયોજનમાંથી નિષ્કર્ષ પામેલાં ગીતોમાં એક અનોખી તાત્વિક વિચારધારા વણાયેલી જ જોવા મળે છે. મોહમ્મદ રફીનો અવાજ પણ એ સદાબહાર ધુનો અને મંત્રમુગ્ધ કરી દેતા શબ્દોને એક સમયાતીત ભાવથી ભરી દેતો હતો.
  • Profoundness of Rafi Sahab’s tonal pattern cannot be measured by human competencesમાં બી. કોશીએ અનેક ઉદાહરણો વડે એ સમયના અગ્રણી પુરૂષ પાર્શ્વગાયકોના અવાજના સુરની સીમાઓનું વિગતે વિષ્લેષણ કર્યું છે.
  • મોહમ્મદ રફીના અવાજ અને સૂરની વિશાળ સરહદોની ચર્ચા હંમેશાં વાતવરણમાં ગરમાવો લાવી દેતી હોય છે.. સંન્થનક્રીષ્ણન શ્રીનિવાસનના Rafiji’s Voice Range લેખમાં રફીના અવાજની સરહદો માટે વ્યક્ત થતો અભિભાવ અનેક દાખલાઓ અને દલીલોથી પુષ્ટિ પણ કરાયો છે.
  • મોહમ્મદ રફીની ૩૩મી પૂણ્યતિથિ સમયે ખાસ ધ્વનિત કરાયેલી સુધા મલ્હોત્રાની મુલાકાત- AISE THEY RAFI SAHAB ALL ROUNDER-નું શીર્ષક જ બધું કહી જાય છે.

Thursday, January 30, 2014

ગાંધીજીની હત્યા - દસ્તાવેજી ફિલ્મ

આ દસ્તાવેજી ફિલ્મ જોવા માટે  અહીં આપેલ વિડીયોક્લીપ પર ક્લિક કરો:


સૌજન્યઃ   Knowledge Center  દ્વારા યુટ્યુબ પર મૂકેલ વિડીયોક્લીપ

Tuesday, January 28, 2014

ગુણવત્તા સંચાલન વિષેના લેખ અને બ્લૉગ્સનો બ્લૉગોત્સવ - જાન્યુઆરી, ૨૦૧૪



ગુણવત્તા સંચાલન વિષેના લેખ અને બ્લૉગ્સના બ્લૉગોત્સવનાંજાન્યુઆરી, ૨૦૧૪ સંસ્કરણમાં આપનું હાર્દિક સ્વાગત છે.

આ બ્લૉગોત્સવનાં પહેલાં વર્ષમાં આપણે વધારેમાં વધારે વિવિધતા મળે તે રીતે બ્લૉગ્સ કે લેખો જોતાં હતાં. મોટા ભાગના લેખો ગુણવત્તાની તકનીકી બાજૂઓને રજૂ કરતા હતા, પરંતુ તે સાથે ગુણવતા વ્યવસાય કે વિષય ઉપરાંત વિચારધારા તરફ પણ દિશાનિર્દેશ કરતા લેખ કે બ્લૉગ પણ આપણે આવરી લેતાં હતાં. શરૂઆતના થોડા સમય બાદ આપણે ગુણવટા ક્ષેત્રે ખાસ પ્રદાન કરી રહેલ રાષ્ટ્રીય કે આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ, ASQ વિડીયો, ASQ Influential Voice અને જ્હૉન હન્ટરના Management Improvement Carnivals જેવા નિયમિત વિભાગો પણ ઉમેર્યા હતા.

વર્ષ ૨૦૧૪ માટે આપણે કોઇ એક ચોક્કસ વિષય વિષેના જ લેખો કે બ્લૉગ્સ કે સાઈટ્સને પણ આવરી લેવાનું વિચાર્યું છે.

આ માસના આ બ્લૉગોત્સવ સંસ્કરણમાં આપણે "ગુણવત્તાની પડતર-કિંમત (Cost of Quality) વિષયને વિગતે જોઇશું.
               ગુણવત્તાનાં ખર્ચ(CoQ)નાં મૂળ ઘટકો - અહીં દર્શાવેલ ચિત્રમાં ગુણવત્તા ખર્ચના ચાર મુખ્ય વર્ગ અને તેમનાં ઉદાહરણો દર્શાવ્યાં છે.

 

આ ચાર વર્ગ આ મુજબ છે -

Ø નિવારણના ખર્ચા
Ø મુલવણીના ખર્ચા
Ø આંતરીક નિષ્ફળતાઓના ખર્ચા
Ø બાહ્ય નિષ્ફળતાઓના ખર્ચા
સહુથી ઉચ્ચ સ્તરે, ગુણવત્તાની પડતર કિંમતનાં સમીકરણમાં બે શબ્દસમૂહ જોવા મળે છે: સારી ગુણવત્તાની પડતર કિંમત (CoGQ) અને નબળી ગુણવત્તાની પડતર કિંમત (CoPQ. આને નીચેનાં સમીકરણ વડે સમજી શકાશે :
CoQ = CoGQ + CoPQ 
ગુણવત્તાની પડતર કિંમત આ ખર્ચાઓનો સરવાળો છે :
§ જરૂરીયાતો સાથેની બીનસમાનુરૂપતા નિવારવામાટેનાં રોકાણ.
§ પેદાશ કે સેવાની જરૂરીયાતો સાથેની સમાનુરૂપતાની મુલવણી
§ જરૂરીયાતોને પહોંચી ન વળવું.
§ Cost of Quality વિહંગાલોકન - Handbook for Quality Management (2000, QA Publishing, LLC)માંથી ટુંકાવીને - લેખકઃ Thomas Pyzdek - અહીં અન્ય આ લેખોની જોડાણ સાંકળો પણ જોવા મળશે:
o Goal of Quality Cost System
o Strategy for Reducing Quality Costs
o Management of Quality Costs
o Cost of Quality Examples
o Use of Quality Costs
o Benefits of Quality Cost Reduction
  • Using Cost of Quality to Improve Business Results -CRC Industriesએ ગુણવત્તાના ખર્ચ પર સુધારણાના પ્રયત્નો કેન્દ્રીત કર્યા પછી નીષ્ફળતા પાછળના ખર્ચને વેચાણની ટકાવારીના સંદર્ભમાં સારો એવો ઘટાડો કર્યો છે, જેને પરિણામે લાખો રૂપિયાની બચત શક્ય બની છે. 
  • Cost of Quality: Why More Organizations Do Not Use It Effectively- જે સંસ્થાઓમાં ગુણવત્તાના ખર્ચાઓ પર નજર નથી રાખવામાં આવતી તેના માટે ગુણવત્તા વ્યવસ્થાપકો સંચાલન મંડળના ગુણવત્તા નિયમન માટેના ટેકાનો અભાવ,COQ પર નજર રાખવા માટે જરૂરી સમય અને તેની પાછળનો ખર્ચ,આધાર-માહિતી આંકડા પર નજર રાખવા માટે જરૂરી આવડતનો અભાવ અને ખર્ચાઓના મૂળભૂત આધાર-માહિતી આંકડાની કમીને કારણભૂત ગણાવે છે. 
  • The Tip of the Iceberg- નબળી ગુણવત્તાનાં ખર્ચ પર ધ્યાન કેન્દ્રીત કરતી Six Sigma પહેલને કારણે વ્યવસ્થા મંડળ વધારે સારો ગ્રાહક સંતોષ અને નફો રળી લઇ શકે છે. 
  • Cost of Quality (COQ): Which Collection System Should Be Used?- આ લેખ વિવિધ ઉપલબ્ધ COQ તંત્રવ્યવસ્થાઓ અને તેમના ફાયદાઓ અને ગેરફાયદાઓની ચર્ચા કરે છે. 
  • Cost of Quality CoQ –સંજીવ ધવન@ TQM School
  • Total Cost of Quality for the Total Picture- CoQ મૉડેલ, જે આર્થિક સમાનરૂપતા મૉડેલ તરીકે પણ ઓળખાય છે, વડે આપણને ગુણવત્તાનાં સક્રિયાત્મક સંચાલન સાથે વધતા જતા ખર્ચાઓની સામે ગુણવત્તાના સુધારની સાથે ઘટતા જતા ખર્ચાઓને સરખાવી બતાવે છે. 
  • The Tip of Iceberg –લેખક - જોસેફ દફૉ - ગુણવત્તાના હિસાબ રાખતી વખતે સામાન્યતઃ છૂપાયેલી રહેતા નબળી ગુણવત્તાના ખર્ચાઓને ન ભૂલશો. 
  • Influence of Quality Costs on Achieving the Quality Goals - પ્રાવીદીક પ્રીદાર્ગ 
  • Cost of Quality as Driver of Continuous Improvement – રૉજર ઇ ઑલ્સન 
  • Triarchy Press - Audit Your Cost of Quality - એન્ડ્ર્યુ કૅરી – વ્યય, ફરીથી કરવા પડતાં કામ અને બીનજરૂરી ખર્ચાઓની માર્ગદર્શક રૂપરેખા 
  • A Review of Research on Cost of Quality Models and Best Practices –આદ્રીઆ શીફ્ફૌએરોવા, વીન્સ થોમ્સન – આ લેખ ગુણવત્તા પડતર ખર્ચ નક્કી કરવા માટેના વિવિધ અભિગમોનાં પ્રકાશીત સાહિત્યની મોજણીને રજૂ કરે છે અને તેમની સફળતા વિષે રજૂઆત પૂરી પાડીને ગુણવત્તા પડતર કિંમત (CoQ)ની અલગ અલગ પદ્ધતિઓને વધારે સારી રીતે સમજવામાં મદદ કરે છે. 
  • Slideshare ગુણવત્તાની પડતર કિંમતના સંદર્ભે ૫૦,૩૯૪ પરિણામો બતાવે છે. 
o Presentation from 2011 Quality Conference of the Carolinas - રજૂઆતકર્તા - માર્ક લક્લૅર
હવે આપણે આપણી સ્થાપિત થઇ ચૂકેલ પ્રથા પ્રમાણે અન્ય લેખો જોઇએ.

'ઉદ્દેશ દ્વારા સંચાલન' ઉત્કૃષ્ટતાને રૂંધે છે? \ Does Management By Objectives Stifle Excellence? - John Dyer, President, JD&A -- Process Innovation Company
આડેધડ નક્કી કરેલાં લક્ષ્ય મોટે પાયે સુધારણા કરી શકવાની ક્ષમતાને અવરોધી શકે કે પછી સાવ બીનજરૂરી સુધારણા પ્રવાહો તરફ વાળી નાખી શકે છે.
તંત્ર વ્યવસ્થા ક્યારે હાવી બને.. અથવા ક્યારે ન બને? \ When Systems Rule…And When They Don’t - Mathew E, May @ EditInnovation
હું વિચારું છું કે તંત્ર વ્યવસ્થા કેટલી હદ સુધી વણસી શકે, અને કોઇ નિષ્ઠાવાન વ્યક્તિ એ વણસેલી તંત્ર વ્યવસ્થા સામે કેટલું ટકી શકે...તેમાં પણ જો કાર્યમંચ સમથળ ન હોય ત્યારે. ખાસ તો જ્યારે આપણે જે તંત્ર વ્યવસ્થાની સામે પડ્યા હોઇએ તેની બહારની તંત્રવ્યવસ્થા, જે આપણને જેની સામે લડી રહ્યાં હોઈએ તેનાં મૂળ સુધી લઈ જાય, જે લોકો તેના ઘડવૈયા હોય તે આપણને શરૂઆત ક્યાંથી કરવી તે સમજાવવા માગતા હોય.
તંત્રવ્યવસ્થાની અંદર રહીને તો કંઈ પણ કરવું અશક્ય છે ! (એટલે જ કદાચ તંત્રવ્યવસ્થાનાં કોઇ પણ પરિવર્તનો ત્યારે જ શક્ય બને છે જ્યારે નેતૃત્વ હાથ બદલો કરે.)
તંત્ર વ્યવસ્થામાં ફેરફાર કરવો એટલું કપરૂં કામ છે? જ્યારે નિષ્ઠાવાન વ્યક્તિને નબળી તંત્ર વ્યવસ્થામાં મૂકીએ ત્યારે, તંત્ર વ્યવસ્થા આપોઆપ જ જીતી જાય?
હું તો એમ નથી માનતો. સારી તંત્ર વ્યવસ્થા વધારે ગતિશીલ હોવી જોઇએ, વધારે વપરાશકારકેન્દ્રી હોવી જોઇએ… બહારની વ્યક્તિ જ પરિવર્તન લાવી શકે તેમ ન હોવું જોઇએ.
તંત્ર વ્યવસ્થાની અંદર જ વ્યવસ્થામાં નવું શીખવાનું અને સુધારા કરવાનું આવરી લેવાયેલું હોવું જરૂરી છે.પારદર્શીતા દ્વારા વિશ્વાસ પેદા થતો રહેવો જોઇએ.
તો પછી, સામાન્ય રીતે, એવું કેમ નથી થતું હોતું?
તંત્ર વ્યવસ્થા - અને તંત્રોન્મુખ વિચારસરણી -એ આજના યુગમાં વ્યાપાર ઉદ્યોગમાં નવપરીવર્તન માટેની પ્રબળ સંસ્કૃતિ લાવવા મથી રહેલ લોકો માટે બહુ જ મહત્વ ધરાવે છે.પ્રચલિત મુદ્રીત વ્યાપાર સાહિત્યનો ઝોક પણ દેખીતી રીતે સંસ્કૃતિ તરફ વધારે છે.ખ ું માનું છું કે આ વાત આડે પાટે ચડાવી દેનારી છે.મારા મત પ્રમાણે પ્રબળ સંસ્કૃતિનાં ઘડતર માટે તે જેના પર આધાર રાખે છે તે - એટલે કે , તંત્ર વ્યવસ્થા - ઉઅપર ધ્યાન કેન્દ્રીત કરવું જોઇએ.
સમયાંતરે બહેતર નિર્ણયો લેવાતા રહે \ Making Better Decisions over Time - Phil Rosenzweig @ Strategy+Business
હેતુપૂર્વક પાડેલી આદત કામગીરીમાં નાટકીય સુધાર લાવી શકે છે, પરંતુ તેની મર્યાદા જાણવી એ તેનાં મહત્વને સમજવા જેટલું જ જરૂરી છે.
હવે, આપણે ગુણવત્તાનાં ક્ષેત્રે મહત્વનું પ્રદાન કરી રહેલ રાષ્ટ્રીય સંસ્થા તરફ આપણું સુકાન વાળીએ.
બ્લૉગોત્સવનાં આ સંસ્કરણમાં આપણે ઇન્ડીયન મર્ચન્ટ ચૅમ્બરના રામકૃષ્ણ બજાત રાષ્ટ્રીય ગુણવત્તા પારિતોષિકની વાત કરીશું. પારિતોષિકની પ્રક્રિયા દરમ્યાન વિવિધ સ્તરના પારિતોષિક મેળવનારાઓએ તેમની સફળ કામગીરી તેમજ ગુણવત્તા અંગેની વ્યૂહરચનાની માહિતી અન્ય ભારતીય સંસ્થાઓ જોડે વહેંચવી પડે છે. IMC RBNQA Trust દ્વારા IMC Juran Quality Medal વડે બહુ જ જાણીતા ગુણવત્તા ગુરૂ ડૉ. જે એમ જુરાનના સુસ્થાપિત માપદંડોના આધારે મૂલ્યાંકન થયેલી તેમની અંગત કામગીરી બીરદાવવામાં આવે છે.
અને હવે નજર કરીએ ASQ TVનાં વૃતાંત Risk Management and Quality પર.
સંસ્થાઓ જોખમ વ્યવસ્થાપનને ત્રણ સામાન્ય દૃષ્ટિએ જૂએ છે. Strategic and Enterprise Risk Practice, RIMSના નિયામક, કૅરોલ ફૉક્ષ સંસ્થાઓ જોખમ વ્યવસ્થાપન વિષે શું વિચારે છે, જોખમ વ્યવસ્થાપન શી રીતે યથાર્થક્ષમમ વિકસે છે ને કંપનીનાં જોખમ વ્યવસ્થાપન કામમાં ગુણવત્તા સમુદાય શા માતે જરૂરી બની રહે છે તેની ચર્ચા કરે છે.
આ મહિનાના આપણા ASQ’s Influential Voice છે - સીઝર ડ્યાઝ ગ્વેવારા
સીઝર ડ્યાઝ ગ્વેવારા ASQના યુકેડોરના રાષ્ટ્રિય પરિષદ-સભ્ય છે. તેઓ ત્યાં જ રહે છે અને તેમનો બ્લૉગ ચલાવે છે. પ્રકલ્પ વિશ્લેષણ, ગુણવતા તંત્રવ્યવસ્થા અને ગુણવત્તા સંચાલન્માં તેઓ બહોળો અનુભવ ધરાવે છે. તેમનો બ્લૉગ Calidad y Actitud અંગ્રેજી તેમ જ સ્પેનિશમાં વાંચી શકાય છે.
સીઝર ડ્યાઝ ગ્વેવારાના ગુણવત્તા સંસ્કાર એક જ વાક્યમાં નીખરી રહે છેઃ ગુણવત્તા સમય એ એવો સમય છે જ્યારે આપણે કે કંઇ કરી રહ્યાં હોઇએ તેનો આનંદ માણી રહ્યાં હોઇએ, જેને પરિણામે આપણે અન્ય લોકો સાથે ગુણવત્તા સભર સેવાઓ વડે સમૃદ્ધ થયેલ વર્તણૂકોથી પેશ આવતાં રહીએ.
બ્લૉગોત્સવનાં આ સંસ્કરણના અંતમાં આપણે સંચાલન સુધારણા કાર્નીવલના પ્રણેતા જ્હૉન હન્ટર વતી છેલ્લાં ત્રણ વર્ષથી તન્મય વોરા (@ QAspire.com)નાં યજમાનપણાં હેઠળ પ્રકાશીત થતા ‘સંચાલન સુધારણા વાર્ષિક કાર્નીવલ – ૨૦૧૩’ \ Management Improvement Carnival – 2013 Editionની મુલાકાત લઇએ. આ વર્ષે તન્મય વોરાએ ત્રણ બ્લૉગ પૈકી તેમને સહુથી વધારે પસંદ પડેલી, એ દરેક બ્લૉગની ત્રણ પૉસ્ટનો આસ્વાદ કરાવ્યો છે.
Jesse Lyn Stoner’s Blog
 Why Good Teams Make Bad Decisions
The 12 Skills of Brilliant Team Members
The Six Benchmarks of High Performance Teams
James Lawther’s SquawkPoint Blog
The Simple Reason People Won’t do as You Ask
Is Your Boss Really That Stupid?
How to Sink a Ship
Jamie Flinchbaugh
Executives can’t do it alone, and must be masters of developing people
The difference between tension and stress
Integrity…don’t leave home without it
વધારાના લાભ પેટે, તેમના ભૂતકાળના લેખોની પણ મુલાકાત માણીએ:
  1. People Focus – 2010 Management Improvement Carnival
  2. Annual Management Improvement Carnival: Edition 1 (2011) 
  3. Annual Management Improvement Carnival: Edition 2 (2011) 
  4. Management Improvement Carnival: 2012 Edition
ગયાં વર્ષ દરમ્યાન આપ સહુ મિત્રોએ આ બ્લૉગોત્સવને ટેકો આપીને તેને ઉત્સાહ સીંચ્યો છે. ૨૦૧૪ના વર્ષ દરમ્યાન પણ આપના એવા જ ઉત્સાહવર્ધક, સક્રિય, સાથની અપેક્ષા છે.........