Saturday, March 14, 2015

અનિલ બિશ્વાસે સ્વરબદ્ધ કરેલાં, લતા મંગેશકરના સ્વરમાં ગવાયેલાં, ગીતો :૨:

:૨: ૧૯૪૮/૧૯૪૯ની અન્ય ચાર ફિલ્મો
clip_image002
અનિલ બિશ્વાસે લતા મંગેશકર સાથેની પહેલી જ ફિલ્મમાં કરેલા અવનવા પ્રયોગો આપણે આ લેખમાળાના પહેલા લેખમાં ‘અનોખા પ્યાર’માં સાંભળ્યા.

આજે ૧૯૪૮ અને ૧૯૪૯માં તેઓની બીજી ચાર ફિલ્મોનાં ગીતો સાંભળીએ.

ગજરે (૧૯૪૮)
ગીતકાર : ગોપાલ સિંધ ‘નેપાલી’
આ ફિલ્મમાં સુરૈયાના અવાજમાં, તેમણે પોતે જ પર્દા પર ભજવેલાં ગીતો પણ ફિલ્માવાયાં હતાં, જે આપણે અનિલ બિશ્વાસે સ્વરબદ્ધ કરેલાં સુરૈયાનાં અનેરાં ગીતો || પૂર્વાર્ધમાં સાંભળી ચૂક્યાં છીએ.અહીં આપણે આ ફિલ્મમાં લતા મંગેશકરે ગાયેલાં ગીતો સાંભળીશું.
કબ તક કટેગી ઝીંદગી કિનારે કિનારે

 ઘર યહાં બસાને આયે થે
 

પ્રીતમ તેરા મેરા પ્યાર, ગુપ ચુપ ક્યા જાને સંસાર
 

કબ આઓગે બલમા, બરસ બરસ બદલી ભી બીખર ગયી
લતા મંગેશકરનાં સહુથી વધારે લોકપ્રિય રહેલાં અગ્રીમ ગીતોમાંનું એક ગીત



ગર્લ્સ સ્કૂલ (૧૯૪૯)
ગીતકાર : પ્રદીપજી
કુછ શર્માતે હુએ, નયે રસ્તે પે રખા હૈ મેંને કદમ
લતા મંગેશકર પોતાની કારકીર્દી માટે જ જાણે કહી રહ્યાં છે....


તુમ્હીં કહો મેરા મન ક્યું રહે ઉદાસ નહીં
લતા મંગેશકરનાં થોડાં અઘરાં હોવા છતાં લોકપ્રિય રહેલાં ઘણાં ગીતોમાંનું એક ગીત


ચાર દિનોંકી ચાંદની હૈ - શંકર દાસ ગુપ્તા સાથે


જીત (૧૯૪૯)
ગીતકાર : પ્રેમ ધવન
આ ફિલ્મમાં પણ સુરૈયાનાં ગીત હતાં જે આપણે અનિલ બિશ્વાસે સ્વરબદ્ધ કરેલાં સુરૈયાનાં અનેરાં ગીતો || પૂર્વાર્ધમાં સાંભળી ચૂક્યાં છીએ.

હંસ લે ગા લે, ઓ ચાંદ મેરે..
 

મસ્ત પવન હૈ ચંચલ ધારા, મનકી નૈયા ડોલના જાને



લાડલી (૧૯૪૯)
આઘરે કા ઘાઘરો, મંગવા દે રાજા - (આશાલતા સાથે) - ગીતકાર: નઝીમ પાણીપતિ
શાસ્ત્રીય વાદ્યો સાથે લોક ગીતની છાંટ...આશા અને લતા… મંગેશકરો બહેનોનું યુગલ ગીત


ઇન્તઝારી મેં તેરી...આઠ રોઝ કી છુટ્ટી લેકે આજા રે..ગીતકાર: નઝીમ પાણીપતિ
કવ્વાલીની તાન પર મુખડાની શરૂઆત અને પછી લોકગીતની તાલ પર હલકું ફુલકું ગીત


કૈસે કહ દું બજરિયા કે બીચ - ગીતકાર: નઝીમ પાણીપતિ



ગરીબોંકા હિસ્સા ગરીબોંકે દે દો - સાથીઓ સાથે– ગીતકાર: હુડા


તુમ્હારે બુલાને કો જી ચાહતા હૈ - ગીતકાર: બેહઝાદ લખનવી
લતા મંગેશકરની ઓળખ સમું એક ગીત.. પાશ્ચાત્ય વાદ્યોની મધુર સંરચના..


છોટા સા મંદિર બના, જય જય જય પ્રેમદેવતા - (મીના કપૂર સાથે) - ગીતકાર ચંદ્ર શેખર પાંડે


ઝીંદગીકી રોશની ખો ગયી - ગીતકારઃ ચંદ્ર શેખર પાંડે



હવે પછીના ૨૫ એપ્રિલ ૨૦૧૫ના અંકમાં અનિલ બિશ્વાસનાં બેટન હેઠળ લતા મંગેશકરની સવારીની આગેકૂચમાં આપણે પણ સામેલ થશું......

સાભાર : The Swar-Saamraagyi and the the Sangeet-Maartand: Best of Lata Mangeshkar by Anil Biswas

વેબ ગુર્જરી પર ૨૮ ફેબ્રુઆરી ૨૦૧૫ના રોજ પ્રકાશિત થયેલ છે.

Monday, March 9, 2015

દિલીપ કુમાર : હાર્દ અને છાયા - આત્મકથા ǁ ૩ /૪ ǁ સાયરા બાનુ સાથે લગ્ન અને સહજીવન

-પરિચયકર્તા - અશોક વૈષ્ણવ

તારીખ ૯ ફેબ્રુઆરી અને ૨૩ ફેબ્રુઆરી ૨૦૧૫ના પહેલા બે મણકામાં આપણે દિલિપ કુમારનાં આત્મકથાનક પુસ્તકના પરિચય રૂપે, અનુક્રમે, 'યૂસુફ ખાનના જીવનની અંગત વાતો' અને  'દિલીપ કુમારની પરદા પરની પહેલી અને બીજી ઇનિંગ્સ' વિષે વાત કરી હતી. આજના આ ત્રીજા મણકામાં તેમનાં પત્ની સાયરા બાનુ સાથેના જીવનની મધુરી પળોના આપણે પણ ભાગીદાર થઇએ.



દિલીપ કુમાર : હાર્દ અને છાયા - આત્મકથા ǁ ઉદયતારા નાયરને કરેલ બયાન
પાકું પૂઠું | 230 x 150 | 450 પૃષ્ઠ | ISBN 9789381398869

સાયરા બાનુ સાથે લગ્ન અને સહજીવન
imageimage
મારી જિંદગીની સ્ત્રી / The Woman In My Life, લગ્નનો દિવસ / The Big Day, ઉજવણીઓ / Celebrations Galore, સાયરાની સાર સંભાળ / Taking Care Of Saira અને પતિ-પત્નીની ટીમ / The Husband And Wife Team શીર્ષક હેઠળનાં પાંચ પ્રકરણમાં દિલીપ કુમાર અનુક્રમે લગ્ન માટેનો પ્રસ્તાવ, લગ્ન સમયનું ખુશહાલ વાતાવરણ , લગ્નવિધિઓ , દાંપત્યજીવન અને સાયરા બાનુ સાથે કરેલી ચાર ફિલ્મોની વાત બહુ જ લાગણીથી, વિગતે કરે છે.
દિલીપ કુમારનાં મોટાં બહેનનું સાયરા બાનુનાં મા, નસીમ બાનુ, માટે આમંત્રણ સદાય ખુલ્લું જ રહેતું. એવી એક સાંજની મુલાકાત વખતે તેની શાળાની રજાઓમાંથી બ્રિટનથી આવેલી સાયરા પણ નસીમ બાનુ સાથે ખાન કુટુંબના ઘરે આવેલ. આન જોયા પછી સાયરાના મનમાં દિલીપ કુમાર માટે પ્રેમની આંધી ચડી હતી. કદાચ એટલે જ તેણે શુદ્ધ ઉર્દુ અને પર્શિયન શીખવા માટે ખાસ તાલીમ પણ લીધી હતી. જો કે શરૂઆતના આ તબક્કામાં દિલીપ કુમારે આ લગાવને બહુ મહત્ત્વ નહોતું આપ્યું.
થોડાં લંબાણે પડ્યા પછી ૧૯૬૬માં રજૂ થયેલ દિલ દિયા દર્દ લિયામાં સાયરા બાનુને નાયિકા તરીકે લેવાના પ્રસ્તાવને દિલીપ કુમારે એટલે રોળીટોળી નાખ્યો હતો કે એ તો પોતાથી 'સાવ અડધી ઉમર'ની જ છે.જંગલી (૧૯૬૧)દ્વારા ફિલ્મોને પરદે સફળ પદાર્પણ કર્યા બાદ સાયરા બાનુની આગળ વધી રહેલી કારકિર્દી ફાલવા લાગી અને એ રાજ કપૂર, દેવ આનંદ, સુનિલ દત્ત, શમ્મી કપૂર, રાજેન્દ્ર કુમાર, જોય મુખર્જી, મનોજ કુમાર જેવા તે સમયના બધા જ પ્રમુખ પુરુષ કલાકારો સાથે કામ કરી ચૂક્યાં હતાં. દિલીપ કુમારની સામે ભૂમિકા કરવા માટે ઘણા પ્રસ્તાવો પણ આવતા રહેતા હતા. એવો એક પ્રસ્તાવ હતો, કાશ્મીરની લોકકથા પર આધારિત પ્રણયકથા પર અધારિત ફિલ્મ હબ્બા ખાતુન માટે. જો કે દિલીપ કુમારે તે ફિલ્મમાંથી ખસી જવાનું નક્કી કર્યું કારણ કે હબ્બા ખાતુનના ખાવિંદ, યૂસુફ ચકના કંઈક અંશે નકારાત્મક પાત્રમાં તે પોતાને બંધબેસતા જોઇ શકતા નહોતા. તેમના વિચારમાં પોતાની આ જોડી માટે એક ચોક્કસ વિષય જરૂર રમતો હતો, પણ સમય ખેંચાતો જવાને કારણે સાયરા બાનુ દિલીપ કુમારથી ચીડાયેલાં હતાં. 'નમ્ર, સભ્ય અને ખાનદાન રીતભાતથી પેશ આવતી સુંદર યુવતી ગુસ્સાથી તંગ થતી જતી વાઘણ બનતી જતી હતી..'
રામ ઔર શ્યામમાં પણ જોડિયા ભાઇઓમાંના ભીરુ ભાઇની સામેની નાયિકા માટે પણ તેમનું નામ સુચવાયું હતું. જો કે ફિલ્મના નિર્માતાને દિલીપ કુમારે અભિપ્રાય આપ્યો હતો કે એ પા ત્રમાટે તો કામણગારી આભાવાળી બિંદાસ લાગતી, શરીરે થોડી ભરેલી, યુવતી શોભે તેમ છે, જ્યારે સાયરા એ માટે થોડી દુબળી અને સરળ, સીધી સાદી દેખાય છે. આમ એ ભૂમિકા માટે આખરે મુમતાઝની પસંદગી કરાઈ.
imageરામ ઔર શ્યામના ઝપાટાબંધ થઇ રહેલા શૂટિંગ દરમ્યાન દિલીપ કુમારને નસીમ બાનુ તરફથી સાયરા બાનુના જન્મ દિવસની ઉજવણીમાં સામેલ થવાનું આમંત્રણ મળ્યું. નસીમ બાનુના ઘરના વિશાળ બાગમાં દાખલ થતાં જ દિલીપ કુમારની નજર 'શ્વાસ અધ્ધર કરી નાખે' એવી સુંદરતાની સ્વામિની સાયરા બાનુ પર અટકી ગઈ. કાલ સુધી પોતાથી સાવ નાની લાગવાને કારણે જેને પોતાની સામે નાયિકા તરીકે સ્વીકારવામાં અચકાટ થતો હતો તે યુવતી ઓચિંતી પૂર્ણ સ્ત્રીત્વને આંબી ગઇ હતી અને નરી આંખોની સામે ઘણી વધારે સુંદર દેખાતી હતી. આશ્ચર્યમાં વિભ્રાંત દિલીપ કુમાર એક ડગલું આગળ વધ્યા અને સાયરાનો હાથ થામી લીધો. સમય થોડી વાર માટે થંભી ગયો. એ પછી દિલીપ કુમારને સમજતાં એક ક્ષણ પણ ન લાગી કે 'નિયતિએ પોતા માટે નક્કી કરી રાખેલ જીવનસાથી આ જ છે, ભલે ને પરદા પર સાથે લેવામાં તે નનૈયો ભણતા રહ્યા હોય.' આ યુવતી પોતાના ખાનદાની મૂળમાં ઊંડે સુધી પાંગરેલી સંપૂર્ણ ભારતીય સ્ત્રી દેખાતી હતી.
'આઝાદ'નાં શૂટિંગ સમયે દિલીપ કુમારનો ભેટો એક જ્યોતિષી સાથે થઇ ગયો હતો. એ જ્યોતિષીએ ભવિષ્ય ભાખતાં કહ્યું હતું કે દિલીપ કુમાર તેમની ચાલીસીમાં પરણશે; તેમની પત્ની તેમનાથી અડધી ઉમરની હશે, ચાંદ જેવી સુંદર એવી એ યુવતી તેમના જ વ્યવસાયમાં કામ કરતી હશે. લગ્ન પછી તરત જ તેના પર દિલીપ કુમારનાં કર્મોની ઘાત રૂપે લાંબી, લગભગ મરણતોલ માંદગીમાં સપડાઇ પડશે. જો કે તે વિષે તેને પોતાને જરા પણ કચવાટ નહીં હોય.' ભવિષ્યવાણીનો પહેલો ભાગ તો સાચો પડ્યો, બીજો ભાગ પણ શું સાચો પડશે?
પણ, આ બધી વાતોને અંતે, મહત્ત્વનું તો એ જ રહ્યું કે દિલીપ કુમારે સાયરા બાનુ સમક્ષ લગ્નનો પ્રસ્તાવ મૂકી જ દીધો. આ સમાચાર ચારે તરફ જંગલની આગની જેમ ફેલાઈ ચૂક્યા !image
તેમનાં લગ્ન ૧૧ ઑક્ટોબર ૧૯૬૬ના રોજ સંપન્ન થયાં. પહેલા પ્રેમના ઝણઝણાટ પછી પણ લગભગ બે દાયકા સુધી કુંવારા રહેવાનું જ નક્કી કરતા રહ્યા પછી તેમને દાંપત્ય જીવનમાં કદમ રાખતી વખતે ધાસ્તી કે ખટકો હતો ખરો? દિલીપ કુમારનો જવાબ ભારપૂર્વકનો નકાર છે. એમને તો સ્વર્ગીય ચૈનની પ્રશાંત સ્વસ્થતા અને પરમ શાંતિ અનુભવાતી હતી, કારણ કે હવે પોતાનું જ કહી શકાય એવાં સાથે તેતેમની જિંદગી વહેંચી શકવાના હતા.

તેમને નજીકથી ઓળખતાં બધાં જ માટે લગ્નનો આ નિર્ણય અચરજનો વિષય તો હતો જ, પરંતુ તે કોઇ ભૂલ તો નથી કરી રહ્યા ને, એવું તો એક માત્ર નૌશાદ જ એમને સીધે સીધું પૂછી શક્યા હતા. દિલીપ કુમાર તેમની માન્યતામાં બહુ ચોક્કસ હતા કે તેમનો આ નિર્ણય ખાસ્સા એવા આંતરમંથન બાદ લેવાયેલો પુખ્ત નિર્ણય હતો. નિકાહ બહુ જ આનંદમય વાતાવરણમાં સંપન્ન થયો. તેમનાં બધાં જ નજીકનાં સગાં અને મિત્રોએ ઉત્સાહભેર ભાગ લીધેલો. રાજ કપૂરે તો એક ક્ષણના અચકાટ વિના દિલીપ કુમાર લગ્ન કરે તો ભાંખોડિયાં ભરીને તેમના ઘરે આવવાની બાધા પણ પૂરી કરી.

તેમના ભુટાનના હનીમૂન સમયે લાકડાની કેબીનમાં તાપણાંના ધુમાડાથી ગુંગળાવાને કારણે સાયરા બાનુ અચાનક જ બહુ ગંભીરપણે બીમાર પડી ગયાં. પેલા જ્યોતિષીની આગાહી સાવ ખોટી તો નહોતી તેનાં એંધાણ તો નથી દેખાતાં ને!

લગ્ન જીવનનાં શરૂઆતનાં વર્ષોમાં દિલીપ કુમારનાં કૌટુંબિક વાતાવરણે પણ સાયરા બાનુની તબિયત પર અવળી અસર કરી હતી. એ તણાવને કારણે આંતરડામાં ચાંદાં પડી ગયાં. લંડનની એક સૌથી મોટી ઇસ્પિતાલમાં વિશ્વ પ્રસિદ્ધ ગેસ્ટ્રોએન્ટેરો્લૉજિસ્ટની સારવાર હેઠળ તેમને ખસેડવાં પડ્યા. સાયરાની તબિયત ચમત્કારની જેમ સુધરવા લાગી, અને ત્યાં એકાદ મહિનાની સારવાર અને આરામ બાદ તેમણે પૂરબ ઔર પશ્ચિમ માટે શૂટિંગમાં કામ કરવાનું પણ શરૂ કર્યું. ફિલ્મના નિર્માતા મનોજ કુમારે આ સમય દરમિયાન બહુ જ ધીરજ અને સમજપૂર્વક સાયરા બાનુ સાજાંનરવાં થાય તેની રાહ જોઇ હતી. આ અહેસાનના બદલા સ્વરૂપે દિલીપ કુમારે મનોજ કુમારનાં ક્રાંતિ (૧૯૮૧)માટે વાર્તાનો સાર સાંભળીને જ કામ કરવાની હા પાડી દીધી હતી.

પાછા ફર્યા પછી પતિપત્ની સાયરા બાનુનાં પાલી હિલના ઘરમાં રહેવા ગયાં. સાયરા બાનુને હજી પણ ખાસ સંભાળ અને ખોરાકની જરૂર હતી જે તેમને નસીમ બાનુની નિગરાનીમાં જ મળી શકે તેમ હતું. બહુ થોડા સમયમાં સાયરાએ દિલીપ કુમારની જીવનશૈલી અને ગતિ સાથે તાલમેળ કરી લીધો. 'લાંબા સમયના સુખશાંતિપૂર્ણ રહેતા લગ્નજીવનમાં પણ, દંપતીની બધી જ શુદ્ધ દાનત છતાં, બંને સાથીદારો માટે એકબીજાંને નિભાવવાં એ આસાન કામ નથી.' આ દંપતીને પણ તેમના અનેક વાળાઢાળા આવ્યા છે, પરંતુ બંને વચ્ચે દેખાતા વ્યક્તિત્વોના બાહ્ય તફાવત છતાં, તેઓએ સાથેની પળોને માણી છે. જે છોકરીને પોતાની ટાપટીપ કરવામાં કલાકો જતા તેણે, હવે સાવ જ બદલી જઇને, ગૃહસ્થીની અને દિલીપ કુમારના જીવનની, બાગડોર સંભાળી લીધી હતી. સાયરા બાનુની જન્મજાત સાદગી અને હૃદયની ઋજુતા દિલીપ કુમારને અંતરથી સ્પર્શી રહી છે. પતિ-પત્ની ટીમ / The Husband-Wife Team તરીકે દિલીપ કુમારને પત્નીમાં કડી મહેનત કરવાની અને ત્રુટિરહિત કામ કરવાની અદમ્ય ભાવના દૃષ્ટિગોચર થવા લાગી હતી. અદાકારીને લગતાં સલાહ સૂચન તે સ્વીકારવા તૈયાર રહેતાં અને જે જે દૃશ્યોમાં તેમણે સાથે કામ કરવાનું હતું તેમાં તેમના માર્ગદર્શનને પણ તે બહુ જ સારી રીતે અમલમાં મૂકી શકતાં હતાં. બંને જણાંએ ગોપી (૧૯૭૦), સગીના(૧૯૭૪) જેનું મૂળ બંગાળી સ્વરૂપ સગીના મહાતો ૧૯૭૦માં રજૂ થયું હતું), બૈરાગ (૧૯૭૬) અને દુનિયા (૧૯૮૪) એમ ચાર ફિલ્મોમાં સાથે કામ કર્યું.

હવે પછી, ૨૩ માર્ચ, ૨૦૧૫ના રોજ આ પરિચયમાળાનો અંતિમ મણકો 'સંસ્મરણો' વાંચી શકાશે.

Saturday, March 7, 2015

ગીત ગાતાં ગાતાં વેપાર કરવાની કેવી મજા, ભાઇ કેવી મજા... (૩)

૧૯૩૬થી ૧૯૬૨ સુધીની સફરમાં આપણે અવનવા પ્રકારના સ્વરોજગારકારને , અવનવી ભૂમિકામાં આ પહેલાં ભાગ ૧ અને ભાગ ૨માં મળી ચૂક્યાં. ક્યાંક બાળપણને મજૂરી કરતું જોઇ દિલમાં ચુભન થઇ, તો ક્યાંક એ ઉમરે પણ એની ખુમારી જોઇને દિલમાં ઊંડે ઊંડે ગર્વ પણ થયો.

ભાગ ૩માં આપણે સ્વરોજગારીની દાસ્તાનને આગળ વધારીએ...........

૨૬. ખાલી..ડબ્બા..ખાલી બોટલ લેલે મેરે યાર - નીલ કમલ (૧૯૬૮) | ગાયક : મન્ના ડે | સંગીતકાર : રવિ | ગીતકાર : સાહિર લુધ્યાનવી

હિંદી ફિલ્મોમાં હાસ્ય કલાકારની ભૂમિકા સામાન્યતઃ બહુ મહત્ત્વની જ રહેતી હોય છે. તેમને ભાગે એકાદ ગીત પણ ફાળવવું જ પડે! પરંતુ તેમનાં આ પાત્રો થકી લોક જીવનની ઝાંખી કરાવવાના અનોખા અભિગમની પણ દાદ તો દેવી જ પડે.


૨૭. મેરા નામ હૈ ચમેલી મૈં હું માલન અલબેલી - રાજા ઔર રંક (૧૯૬૮) | ગાયિકા : લતા મંગેશકર | સંગીતકાર : લક્ષ્મીકાન્ત પ્યારેલાલ

બીકાનેરથી એકલી આવેલી માલન ફુલો વેંચવાને બહાને દરોગા બાબુને દરવાજો ખોલી કાઢવા લલચાવે છે


૨૮. ફિરકીવાલી તુ કલ ફિર આના ફિર કભી ન જાના- રાજા ઔર રંક (૧૯૬૮) | ગાયક : મોહમ્મદ રફી | સંગીતકાર : લક્ષ્મીકાન્ત પ્યારેલાલ

એ સમયમાં પણ અવનવા, દેખીતી રીતે માત્ર પુરુષ વર્ગ માટે જ આરક્ષિત માની લેવાય તેવા રોજગારમાં પણ સ્ત્રીઓ પોતાનો હિસ્સો તો બનાવીને જ રહેતી


૨૯. બેર લિયો બેર - પૈસા યા પ્યાર (૧૯૬૯) | ગાયિકા : આશા ભોસલે | સંગીતકાર: રવિ |
મુબઇમાં બોર ખાવા મળે તો કેવી મજા પડે...



૩૦. આયા રે ખિલોનાવાલા ખેલ ખિલોને લે કે આયા રે - બચપન (૧૯૭૦) | ગાયક : મહમ્મદ રફી, હેમલતા અને સુલક્ષણા પંડિત | સંગીતકાર : લક્ષ્મીકાંત પ્યારેલાલ | ગીતકાર આનંદ બક્ષી
રમકડાં વેંચવાવાળાનાં મનમાં એની પ્રિયતમાની ડૉળી કોઇ બીજાને ઘરે ગઇ છે, તેનું દર્દ ભર્યું છે, પણ બાળસહજ લાગણીઓ તો તેનાં રમકડાંઓની મજાને યાદ કરીને ઝૂમતાં રહે છે.

આડવાતઃ
મૂળ પણ કરૂણ ભાવની જ ભરેલ ગીત હવે તો માત્ર દુ:ખની યાદોનાં સ્વરૂપે જ રજૂ થયેલ છે. પોતે વેંચતો હતો તે ગુડાગુડ્ડીને પણ પાણીમાં તરાવી દઇને જીવનના એક અધ્યાયનો અંત લાવવાના પ્રયાસની ગલી ગલી એ ગુંજતી દર્દભરી પુકારને વરસાદની ફુહારો પણ મંદ નથી પાડી શકતી, ત્યાં બેઇમાન બહારોંએ પોતાની ઝોળીમાં બે ફૂલ પણ ન નાખવાની નાફરમાની કરી છે. હવે એનાં બાળગ્રાહકોને પણ આ તેના ખિલોનાવાળાની વેદના સ્પર્શે છે.



૩૧. લે લો ચુડીયાં - સાસ ભી કભી બહુ થી (૧૯૭૦) | ગાયક : કિશોર કુમાર અને | સંગીતકાર : રાહુલ દેવ બર્મન
અહીં તો બંગડી વેચવાવાળાને વેશમાં પ્રેમાલાપ છેડી લેવાની તક ઝડપી લેવાઇ છે



૩૨. આંહેં ન ભર ઠંડી – બનફૂલ (૧૯૭૧) | ગાયિકા: લતા મંગેશકર | સંગીતકાર : લક્ષ્મીકાન્ત પ્યારેલાલ
ઠંડી ઋતુમાં વાતી ઠંડી જ ઉડાડે જ નહીં પણ ઠંડા નિસાસાને ઉડાડી દે એવી ખૂબી છે ગરમ ચાયની ચુસ્કીની


૩૩. આયા મૈં ચલતા ફિરતા હોટલ - નયા ઝમાના (૧૯૭૧) | ગાયક : મન્ના ડે અને મહેમુદ| સંગીતકાર : સચીન દેવ બર્મન -

લો બોલો, આખી રેસ્તરાં જ ટ્રકમાં ફીટ કરી અને હવે શેરીએ શેરીએ જે માગશો તે મળશે


૩૪.બી એ એમ એ પીએચડી યે ડીપ્લોમા યે ડીગ્રી - બદનામ ફરિશ્તે (૧૯૭૧) | ગાયક : મોહમ્મદ રફી |સંગીતકાર: એન. દત્તા |ગીતકાર : અસદ ભોપલી

લાંબી લાંબી ડીગ્રીઓ મેળવ્યા પછી પણ કામ ન મળે તો પોતાનો હુન્નર કેમ ન વિકસાવવો એ વાતને ગાઇને 'બદનામ ફરિશ્તે' રજૂ કરેછે.


૩૫. અરે ઝીંદગી હૈ ખેલ -સીતા ઔર ગીતા (૧૯૭૨) | ગાયક : મન્નાડે, આશા ભોસલે | સંગીતકાર: રાહુલ દેવ બર્મન

શેરીએ શેરીએ ફરીને ગાઇ વગાડીને થતા નટ બાજાણીયાના ખેલમાં જીવનની ફિલસૂફી પણ વણી લેવાય


૩૬. ય બાબુ લે લો નારીયલ પાની - અપના દેશ (૧૯૭૨) | ગાયિકા : લતા મંગેશકર | સંગીતકાર : રાહુલ દેવ બર્મન

ગલી ગલી નારીયળ પાણીની ફેરીમાં પણ નારીઓએ પણ પોતાનો ફાળો અંકે કરી લીધો છે


૩૭. મેરે સાથ ચલે – કિતાબ (૧૯૭૭) | ગાયક : સપન ચક્રવર્તી | સંગીતકાર: રાહુલ દેવ બર્મન | ગીતકાર : ગુલઝાર

ટ્રેનના ડબ્બામાં ગીતો ગાઇને ગુજરાન ચલાવવું એ પણ "ભીખ માગવાની' મહત્ત્વની કળા ગણાતી.


૩૮. લોગોંકા દિલ જીતના હૈ તો મીઠા મીઠા બોલો - મનપસંદ (૧૯૮૦) | ગાયક : કિશોર કુમાર | સંગીતકાર : રાજેશ રોશન

દાતણ વેંચવાવાળીએ પોતાની જબાન તો સાફ રાખવી પડે..


૩૯. ચણા જોર ગરમ - ક્રાંતિ (૧૯૮૧) - ગાયક : મોહમ્મદ રફી, કિશોરકુમાર, નીતિન મુકેશ, લતા મંગેશકર |સંગીતકાર : લક્ષ્મીકાંત પ્યારેલાલ | ગીતકાર : સંતોષ આનંદ
અહીં 'ક્રાંતિ'નો સંદેશ ફેલાવવામાં શેરી ફેરીના વ્યવસાયનો સફળતાથી પ્રયોગ કરાયો છે.



'ગીત ગાતાં ગાતાં વેપાર કરવાની મજા'ને હજૂ વધારે લહેજતદાર બનાવવામાટે આપણા સાથી શ્રી બીરેનભાઇ કોઠારીએ જહેમત લીધી છે. તેમણે મોકલેલાં ગીતોની સાથે આપણે હવે પછીના  ચોથા અંકમાં ૨ મે, ૨૦૧૫ના રોજ મળીશું....................


[This Singing Businessને ગુજરાતીમાં અનુવાદિત કરવા માટે સંમતિ આપવા બદલ  'હાર્વેપામ'સ બ્લૉગ'નો હૃદયપૂર્વક આભાર.]

વેબ ગુર્જરી પર ૭ માર્ચ, ૨૦૧૫ના રોજ પ્રકાશિત થયેલ છે.

Saturday, February 28, 2015

હિંદી ચિત્રપટ સંગીતના સુવર્ણ યુગથી સંકળાયેલાં બ્લૉગવિશ્વનો બ્લૉગૉત્સવ - ૨_૨૦૧૫

હિંદી ચિત્રપટ સંગીતના સુવર્ણ યુગથી સંકળાયેલાં બ્લૉગવિશ્વ - ૨_૨૦૧૫ બ્લૉગૉત્સવ સંસ્કરણમાં આપનું સ્વાગત છે.
આપણે જે બ્લૉગના નિયમિત મુલાકાતીઓ છીએ ત્યાં દરેક મહત્વની પૉસ્ટને હિંદી ફિલ્મ જગતની કોઇને કોઇ હસ્તીની તિથિ સાથે સાંકળી લેવાની પ્રથા વિકસી છે, તે દ્વારા આપણને પણ એ હસ્તીઓને યાદ કરતા રહેવાનો લાભ મળતો જ રહે છે.
એ પરંપરા આ મહિનાના સંસ્કરણમાં પણ ચાલુ જ રાખીએઃ
- Kavi Pradeep: The singer of Message Songs - કવિ પ્રદીપજીની આ જન્મશતાબ્દીનું વર્ષ છે. અહીં તેમણે પોતે જ ગાયેલાં ગીતોને યાદ કરાયાં છે.
- Happy Birthday, Waheeda ji માં વહીદા રહેમાન પર ફિલ્માવાયેલાં ગીતો વડે તેમને યાદ કરાયાં છે. આપણે આ ગીતો પૈકી બે ગીતોને અહીં ખાસ યાદ કરીશુ -
  • અને વધારાના ફાયદા સ્વરૂપે તેમનાં શરૂઆતનાં નૂત્ય ગીત - યેરી પૂટ્ટી પૂવાયે (કાલમ મારી પૂચુ, જે તેલુગુમાં રોજુલુ મારાયી તરીકે રજૂ કરાયું હતું) પણ સાંભળીએ. આ ગીત પછીથી બમ્બઈકા બાબુમાં દેખને ભોલા હૈ તરીકે ફિલ્માવાયું છે.
- ૨૧ જાન્યુઆરીના રોજ ગીતાબાલીની પચાસમી તિથિ હતી, તે નિમિત્તે તેમનાં પર ફિલ્માવાયેલાં ગીતોને My Favourite Geeta Bali songsમાં યાદ કરાયાં છે, જે પૈકી યે દિન હૈ ખુશી કે (જબ સે તુમ્હેં દેખા હૈ - ૧૯૬૩- મન્ના ડે અને સુમન કલ્યાણપુર)ની ખાસ નોંધ આપણે પણ અહીં લઇશું.
- મધુબાલાની યાદના My favourite songs of Madhubalaમાંથી આપણે અય ભોલા ભાલા મન (જૂમરૂ - ૧૯૬૧ - કિશોર કુમાર, આશા ભોસલે)ની નોંધ અહીં કરીશું.
- The Masters: Khayyam એ ખય્યામની છ દાયકાની કારકીર્દીની ૫૪ રજૂ થયેલી અને ૧૭ ન રજૂ થયેલી ફિલ્મોનાં ૬૨૬ ગીતોમાંથી તેમનાં ખૂબજ યાદગાર ગીતોને યાદ કરાવી આપે છે.
અને હવે આપણે આપણા અન્ય નિયમિત બ્લૉગ્સ પરના વિવિધ વિષયોની રજૂઆતના લેખોની મુલાકાત કરીશું –
- ઘણા કલાકારોનાંપ્રેરણાસ્ત્રોતની જેમ UttarMegh and Dekh Kabira Roya ની પણ મેઘદૂતમ્ પ્રેરણા રહ્યું છે. 'પૂર્વમેઘમાં અલકા નગરીથી પસાર થતાં દૂત સમા મેઘવાદળ દ્વારા, પોતાની ફરજ પ્રત્યેની બેદરકારીથી કુબેરના શ્રાપને કારણે વિખૂટા પડેલા યક્ષનાં વિરહ સંદેશનાં તાદૃશ્ય વર્ણનો છે, તો ઉત્તરમેઘમાં વિરહ-ભાવ ફૂટતો રહે છે. મહાન ચિત્રકાર નાના જોશીએ ઉત્તરમેઘનાં ૯ વર્ણનોને ચિત્રમાં કંડારેલ છે. મેરી વિણા તુમ બિન રોયે અને અશ્કોંસે તેરી હમને તસ્વીર બનાઇ હૈ (જે ફિલ્મમાં ઉપરાઉપરી બે સાવજ અલગ અલગ ગીતોને મૂકવાનો એક અનોખો પ્રયોગ પણ છે) કે બૈરન હો ગઇ રૈના જેવાં ગીતો પરથી એમ લાગે કે દેખ કબીરા રોયામાં રાજેન્દ્ર કૃષ્ણને, અને તેમની સાથે ફિલ્મના નિર્દેશક અમીય ચક્રવર્તીને પણ ઉત્તર મેઘમાંથી પ્રેરણા મળી હોય એમ કહી શકાય ખરું...
- Some Favorite (Relatively) Contemporary Versions of Classic Hindi Film Songsમાં જૂનાં ગીતોનાં વર્તમાન સ્વરૂપોને રજૂ કરવાનો પ્રયાસ છે. હૈ અપના દિલ તો આવારા, ચિન ચિન ચૂ, પિયા તૂ અબ તો આ જા જેવાં ગીતોમાં સામાન્ય રીતે આ બ્લૉગ પર રજૂ થતા વિષયોથી આ લેખમાં થોડાં વિસ્તૃત ફલકને આવરી લેવાયું છે.
- Different versions of 'Tum Bhulaye Na Gaye' માં કમલ દાસગુપ્તાએ સ્વર બધ્ધ કરેલ ગીતની ફીરોઝા બેગમના સ્વરમાં જૂદા જૂદા સમયે થયેલી રજૂઆત છે. મૂળ ગીત, તે પછીથી તૈયાર થયેલ સ્વરૂપ અને તેમણે લગભગ ૭૦ વર્ષની ઉમરે ગાયેલ સ્વરૂપ સાંભળતાં પણ મન હજૂ વધારેને વધારે વાર સાંભળવા તરસતું જ રહે છે.
હવે યાર્દચ્છિક શોધખોળનાં કેટલાંક પરિણામો –
- Salil Chudhary - A narrative documentary movie - જગદીશ બેનર્જીએ ફિલ્મ્સ ડિવીઝન માટે કરેલ સલીલ ચૌધરી પરનું દસ્તાવેજી ચિત્ર
- Cinema Cinema - નિર્દેશક શ્રી કૃષ્ણ શાહે બે વર્ષ સુધી, ચારે બાજૂથી ખોળી ખોળીને પુરાણાં દસ્તાવેજોમાંથી એકઠી કરેલ સામગ્રી પરથી તૈયાર કરેલ દસ્તાવેજી ચિત્ર.
આપણા મિત્રોએ મોકલેલાં ગીતોની યાદીમાં આ મહિને સમીર ધોળકિયા તેમ જ ભગવાન થવરાનીએ યાદ કરેલ
                                                                                                                              નોંધ લઇએ.


શ્રી નરેશ માંકડે પંકજ મલ્લિકનાં આ ગીતોને યાદ કર્યાં છેઃ


પંકજ મલ્લિકનીજ વાત નીકળી છે તો સાથે સમીર ધોળકિયાએ મોકલેલ, પંકજ મલ્લિકનાં દીકરી અનુલેખા ગુપ્તા મલ્લિકના સ્વરમાં 'યાત્રિક'નું તૂ ઢુંઢતા હૈ જિસકો અને તેનું મૂળ ગીત તેમ જ   યે રાતેં, યે મૌસમ, યે હંસના, યે હંસાના પણ માણી લઇએ.
અને હવે મોહમ્મદ રફી પરના લેખો...
- Mohammad Rafi Timeline - સમયની કેડી પર મોહમ્મદ રફીનાં યાદગાર ગીતો
- Mohammed Rafi: An Antique voice of showman Raj Kapoor - રાજ કપૂર અને મોહમ્મદ
રફીના ૯૦મા જન્મદિવસના ઉપલક્ષમાં બિમાન બરૂઆ મોહમ્મદ રફીની સર્વતોમુખીતાને બીરદાવતાં યાદ કરે છે કે મુકેશ પછીથી રાજ કપૂર માટે સહુથી વધારે ગીતો મોહમ્મદ રફીએ બરસાત (૧૯૪૯), અંદાઝ (૧૯૪૯), દાસ્તાન (૧૯૫૦), સરગમ (૧૯૫૦), અમ્બર (૧૯૫૨), પાપી (૧૯૫૩), દો ઉસ્તાદ (૧૯૫૯), છલીઆ (૧૦૬૦), નઝરાના (૧૯૬૧), એક દિલ સૌ અફસાને (૧૯૬૩) અને મેરા નામ જોકર (૧૯૭૦)જેવી ફિલ્મોમાં ગાયાં છે.
ફેબ્રુઆરી ૨૦૧૫માં વેબ ગુર્જરીની 'ફિલ્મ ગીતની સફર'માં –
ગીત ગાતાં ગાતાં વેપાર કરવાની કેવી મજા, ભાઇ કેવી મજા… (૨)
બંદિશ એક, રૂપ અનેક’ – (૬) "છાપ તિલક સબ છીની રે મોસે નૈના મિલાઇકે"
ગીતગુર્જરી
અનિલ બિશ્વાસે સ્વરબદ્ધ કરેલાં, લતા મંગેશકરના સ્વરમાં ગવાયેલાં, ગીતો :૨:
                                                                                                                                પ્રકાશિત થયેલ છે.
૨૦૧૫નાં વર્ષમાં આપણા બ્લૉગોત્સવને વધારે સમૃદ્ધ અને રસપ્રદ બનાવવા માટે આપનાં સુચનો આવકાર્ય છે........