Sunday, June 18, 2017

ચર્ચાની એરણે : ૧૯૪૮નાં ગીતો - પુરુષ સૉલો ગીતો – મોહમ્મદ રફી



હવે જેમ જેમ પાછળનાં વર્ષોમાં જતાં જઈશું તેમ તેમ ગાયકોના દર વર્ષના હિસ્સામાં નોંધપાત્ર ફરક દેખાવો જોઈએ. ૧૯૪૮નું વર્ષ આપણી સમક્ષ પુરુષ ગાયકોનાં સૉલો ગીતોમાં શું ચિત્ર રજૂ કરે છે તે જોઈએ.
મોહમ્મદ રફીનાં સૉલો ગીતો
સંખ્યાની દૃષ્ટિએ ૧૯૪૮નાં વર્ષમાં મોહમ્મદ રફી આગવું સ્થાન કદાચ ન પણ ધરાવતા હોય તેવું પણ ચિત્ર ઉભરે, પરંતુ આપણે આ પહેલાંનાં વર્ષોની ચર્ચા સાથે સુસંગત ઢાંચામાં રહેવા પૂરતું તેમનાં ગીતોને પહેલાં ચર્ચાને એરણે લઈશું.
આ વર્ષે પણ આપણે ગાયકોનાં સૉલો ગીતોને લોકપ્રિય થયેલાં ગીતો અને બહુ જાણીતાં ન થયેલાં ગીતો એમ બે ભાગમાં વહેંચીશું.
લોકપ્રિય થયેલાં ગીતો
હમ અપને દિલ કા અફસાના ઉન્હેં સુના ન સકે - એક્ટ્રેસ - શ્યામ સુંદર - નખ્શ઼ાબ જરાચવી  
અય દિલ મેરી આહોંકા ઈતના તો અસર આયે - એક્ટ્રેસ - શ્યામ સુંદર - નખ્શ઼ાબ જરાચવી 
સબ કુછ લૂટાયા હમને આ કર તેરી ગલીમેં - ચુનરિયા - હંસ રાજ બહલ - મુલ્ક રાજ ભાકરી 
યે જ઼િંદગીકે મેલે દુનિયામેં કમ ન હોંગે, અફસોસ હમ ન હોંગે - મેલા - નૌશાદ - શકીલ બદાયુની 
એક દિલ કે ટુકડે હજ઼ાર હુએ કોઈ યહં ગીરા કોઈ વહાં ગીરા - પ્યાર કી જીત - હુસ્નલાલ ભગતરામ - ક઼મર જલાલાબાદી  

બહુ જાણીતાં ન થયેલાં ગીતો
દો વીદા દો પ્રાણ મુઝ કો - અદાલત - દત્તા જાવડેકર - મહિપાલ 
કિસ્મત તો દેખો હમસફર ચાર કદમ સાથ ચલે નહીં - અદાલત - દત્તા જાવડેકર - મહિપાલ 
ક્યૂં બિછૂડ ગયા... જીવનસાથી બિછૂડ ગયે - અદાલત - દત્તા જાવડેકર - મહિપાલ 
વાહ રે જમાને ક્યા રંગ દિખાયે પલમેં હસાયેં પલમેં રૂલાયેં - ઘર કી ઈજ્જ઼ત - પંડિત ગોવીંદ રામ - ઈશ્વર ચંદ્ર કપૂર 
ડૂબી નૈયા આ કે કિનારે હમ અબ ગમ કે મારે - જીને દો - શૌકત હુસ્સૈન (દહેલવી)- શેવાન રીઝવી
બુઝ ગયા દીપ ઘીરા અંધીયારા જ્યોત કહાં સે લાઉં - મેરે લાલ - પુરૂષોત્તમ - મહિપાલ 
નિગાહે મિલાને કો જી ચાહતા હૈ - પરાઈ આગ - ગુલામ મોહમ્મદ - તન્વીર નક઼્વી  
સુલતાન-એ-મદીના... મૌલાકે દુલારે રેહનુમા - ઘૂમી ખાન - હબીબ સરહદી 
કિસ્મત સે કોઈ ક્યા બોલે - રેહનુમા - ઘૂમીખાન  - હબીબ સરહદી  
અય દિલ નીંદ આયી તુઝકો તમામ રાત - શાહનાઝ - અમીરબાઈ કર્ણાટકી - અખ્તર પીલીભીતી


હવે પછીના અંકમાં આપણે મૂકેશનાં સૉલો ગીતો સાંભળીશું

Sunday, June 11, 2017

વિસરાતી યાદો...સદા યાદ રહેતાં ગીતો : જુન, ૨૦૧૭



વી બલસારાઃ સુનાયે હાલ-એ-દિલ ક્યા હમ હમારા
'૭૦ના દાયકામાં મારે જ્યારે મારાં વ્યાવસાયિક કામે મુંબઈ જવાનું થાય ત્યારે કાલાઘોડા પર રિધમ હાઉસની ઊડતી મુલાકાત લેવાનું બહાનું હું શોધી જ લેતો. એવી એક સરસરી મુલાકાત વખતે મેં મન્ના ડેનાં ગૈર ફિલ્મી હિંદી ગીતોની રેકર્ડ્સની પૂછા કરી. મને બે એક રેકર્ડસ બતાવવામાં આવી. એક રેકર્ડ પરનાં આ ગીતો સાવ ન સાંભળેલાં હતાં:
યે આવારા રાતેં યે ખોયી ખોયી સી બાતેં
નઝારોંમેં હો તુમ ખયાલોંમેં હો તુમ, નઝ઼રમેં જિગરમેં તુમ જહાંમેં તુમ હી તુમ

બે ચાર પંક્તિઓ સાંભળતાં જ એ રેકર્ડ તો મેં ખરીદી લીધી. રસ્તામાં મેં કવર પર સંગીતકારનું નામ વાંચી જોયુ. વી. બલસારા જેવું નામ પણ સાંભળ્યું નહોતું. ઘરે આવીને થોડા દિવસો સુધી એ રેકર્ડ જ સાંભળતો રહ્યો. મારો મિત્ર પણ પોતાને ઘરે સંભળાવવા એ રેકર્ડ લઈ ગયો.
જ્યારે એ રેકર્ડ પાછી આપવા આવ્યો ત્યારે તેના પિતાજીએ મન્ના ડેવાળી રેકર્ડ સાંભળ્યા પછી વી. બલસારાની ઇન્સ્ટ્રુમેન્ટ્લ્સ ધુન પરની એક એલપી રેકર્ડ ખરીદી હતી તે પણ મૂકી ગયો.
એ રેકર્ડમાં સિતાર પર આ પાશ્ચાત્ય ધૂનો વગાડવામાં આવેલ:
લારા'સ થીમ
કમ સપ્ટેમ્બર થીમ
બસ. અમે તો આટલામાં જ વી. બલસારાના દિવાના થઈ ગયા હતા. એ પછીથી ઇન્સ્ટ્રુમેન્ટ્લ્સની ઘણી રેકર્ડ્સ અમે ખરીદી હતી. 
આપણી વિસરાતી યાદોમાં સદા યાદ રહેતાં ગીતોની આ શ્રેણી માટે જુન મહિનાના લેખ માટેનો વિષય શોધતાં મારા ધ્યાનમાં આવ્યું કે આ તો વી બલસારાના જન્મનો મહિનો છે (૨૨ જુન, ૧૯૨૨) એટલે આ મહિનાનો લેખ તો તેમનાં ગીતોની યાદમાં જ રજૂ થવો જોઈએ. તે સાથે મનમાં શંકાઓ પણ જાગી પડી કે ૧૯૪૩ની તેમની પહેલવેલી ફિલ્મ 'સર્કસ ગર્લ'થી લઈને ઓ પંછી, રંગમહલ, મદમસ્ત, તલાશ, ચાર દોસ્ત કે પ્યાર જેવી જાણીઅજાણી ફિલ્મોનાં ગીતો નેટ પર મળશે ખરાં? આપણા નેટીઝન મિત્રોની પહોંચ બાબતે શંકા સામાયન્તઃ અસ્થાને જ હોય છે. આ કિસ્સામાં પણ એવું જ થયું છે. વી. બલસારાનાં ઘણાં હિંદી ગીતો આપણને યુટ્યુબ પર સાંભળવા મળી શકે છે. એમાનાં કેટલાંક ગીતો આજના આ અંકમાં વી. બલસારા (વિસ્તાપ અરદેશર બલસારા)ની વીસરાતી યાદને તાજી કરવા માટે સાદર રજૂ જરેલ છે.

રૂઠી હુઈ તક઼દીર કો અબ કૈસે મનાઉં - મુકેશ (ગૈરફિલ્મી ગીત)- ગીતકાર મધુકર રાજસ્થાની
જ્યાં સુધી ફિલ્મોમાં બહુ કામ ન મળતું થયું ત્યાં સુધીમાં વી બલસારાનાં સંગીતને ચાહકો સુધી પહોંચાડવામાં આ પ્રકારનાં ગૈર ફિલ્મી ગીતોનો ફાળો બહુ મોટો રહ્યો. મુકેશનાં બીજાં પણ બે એક ગૈરફિલ્મી ગીતો છે જે યુટ્યુબપર સાંભળવા મળી શકે છે.
યે હવા યે ફીઝા યે નઝારે હમ યહાં તુમ વહાં - ગીતા રોય (દત્ત) (ગૈરફિલ્મી ગીત)
ગીતા દત્ત પરના દસ્તાવેજોમાં એવી નોંધ જોવા મળે છે કે તેમનાં ગૈરફિલ્મી ગીતોની સંખ્યા પચીસેક ગીતોથી વધારે નથી. આપણાં નસીબ સારાં કે એ પૈકી એક વી. બલસારાએ સંગીતબધ્ધ કરેલ છે...
૧૯૫૩ની 'મદમસ્ત'નાં ઘણાં ગીતો વી બલસારાની સંગીત પહેચાન કરવા માટે આપણને હાથવગાં થઈ પડે છે.
ચાલ અનોખી ઢંગ નીરાલે, તડપ ઉઠે હય અજી દેખને વાલે - મદમસ્ત (૧૯૫૩) - આશા ભોસલે - ગીતકાર મધુકર રાજસ્થાની 
કિસી સે ઝુલ્મ કી તસ્વીર હૈ - મહેન્દ્ર કપૂર, ધાન ઈન્દોરવાલા - ગીતકાર માનવ
મે, ૨૦૧૭ના આ શ્રેણીના સ્નેહલ ભાટકર પરના અંકમાં આપણે મહેન્દ્ર કપૂરનાં સૌથી પહેલાં સૉલો ગીતને સાંભળ્યું હતું. પ્રસ્તુત ગીતના ફાળે હિંદી ફિલ્મોમાં મહેન્દ્ર કપૂરનાં સર્વપ્રથમ ગીતનું માન જાય છે. મરફી સ્પર્ધામાં મહેન્દ્ર કપૂર પહેલા રહ્યા અને એના કારણે એમને ચાંદ છૂપા ઔર તારે ડૂબે રાત ગજ઼બ કઈ આયી જેવાં ગીતોથી મહેન્દ્ર કપૂર પ્રકાશમાં આવ્યા તેનાથી બહુ પહેલાંનાં આ ગીતો છે.
મૈં લાલ પાન કી બેગમ હૂં, બેગમ બેગમ બેગમ હું, મૈં લાલ પાન કી બેગમ, મૈં બાદશાહ હૂં કાલેકા, મૈં બાદશાહ હૂં કાલે કા શમસાદ બેગમ, એસ ડી બાતિશ – ગીતકાર: જે સી પન્ત
સુનાયે હાલ-એ-દિલ ક્યા હમ હમારા - લતા મંગેશકર
લતા મંગેશકરના સ્વરની ખૂબીઓને પૂરેપૂરી અજમાયશ કરતું ગીત.
જો કે તે પછી ૧૯૬૪ની 'વિદ્યાપતિ'નું લતા મંગેશકરનું ગીત આ દૃષ્ટિએ વધારે મુશ્કેલ ગીત  કહી શકાય. હિંદી ફિલ્મ સંગીતની નિયતિની વિચિત્રતાઓના ભોગ બનવાનું પણ આ ગીતને ફાળે જ આવ્યું.
મોરે નૈના સાવન ભાદોં - લતા મંગેશકર – ગીતકાર: પ્રહલાદ શર્મા
આ જ મુખડા આ જ રાગ પર આધારીત ગીત જ આપણી યાદમાંથી બહાર આવી જશે ! પણ આ ગીતને સાંભળતાં વેંત આપણા દિલો દિમાગ પર એ છવાયેલું રહે છે.
ચુભ ગયા કાંટા. ઊઈ કૈસે મૈં અબ ઘર જાઉં - પ્યાર (૧૯૬૯) - આરતી મુખરજી - ગીતકાર પ્રહ્લાદ શર્મા
ધુન, ગાયન શૈલી કે ગાયકની પસંદગી જેવાં કોઈ પણ પરિમાણ પર શ્રોતા આ પ્રકારનાં ગીતને 'બહુ વધારે પડતું પ્રયોગાત્મક' છે એવો પ્રતિસાદ આપશે એવી પરવા કર્યા સિવાય ગીતને રજૂ કરાયું છે.

વી. બલસારા પરના કોઈ પણ લેખનો અંત તેમની જૂદાં જૂદાં વાદ્યો પરની નિપુણતા અને તેમાંથી નિપજતી પ્રયોગાત્મકતાનું પ્રતિનિધિત્વ કરતી રચનાઓને સાંભળ્યા સિવાય તો ના જ કરાય !
કલકત્તા દૂરદર્શન પરના એક ઈન્ટરવ્યૂમાં વી બલસારાએ  હિંદી ફિલ્મો સાથેનાં વાદ્યોની અનોખી રજૂઆત કરનાર કલાકાર તરીકેનાં હિંદી ફિલ્મ જગત સાથેના સંબંધોને યાદ કર્યા છે. જેમકે ઘણી વાર તેઓએ પિયાનો ઍકોર્ડીઅન જેવી જ અસર હાર્મોનિયમથી જ ઊભી કરી હતી -
યાદ કિયા દિલને કહાં હો તુમ
 અય મેરે દિલ કહીં ઔર ચલ
મેરા જૂતા હૈ જાપાની

આ એમનો છેલ્લો પિયાનો કન્સર્ટ ગણવામાં આવે છે.રોબર્ટ ડે એ તેની રજૂઆતને વી બલસારાનાં બંગાળી ફિલ્મ સંગીત સાથેનાં તેમનાં કામના દસ્તાવેજ સમી કક્ષાની કરી આપી છે.
આ ઉપરાંત કેટલીક અન્ય રચનાનો નમૂનો -
મધુમતી (૧૯૫૮)નું આજા રે પરદેસી
આ શ્રેણીના દરેક અંકની સમાપ્તિ મોહમ્મદ રફીના ગીતથી કરવની પરંપરા આગળ ચલવવા માટે આજે આપણે વી બલસારાનાં મોહમ્મદ રફીના સ્વરમાં રજૂ થયેલાં બે સાવ જ અલગ ભાતનાં બે ગીતો સાંભળીશું :
દૂર ગગનકે ચંદા, કહીયો સાજન સે સંદેશ.......મો સે રૂઠ ગયો બનવારી, જારી ગયો મધુબન, સુખી જમુના ગલી ગલી દુખીયારી - વિદ્યાપતિ (૧૯૬૪) - ગીતકાર પ્રહ્લાદ શર્મા
રફીની ઊંચા સ્વરમાં મુખડાની શરૂઆત કરવી પછીથી એકદમ નીચે આવી જવું અને આગળ જતાં ઊચાનીચા સ્વરની સાથે ખૂબ આસાનીથી પેશ કરી શકવાની હથોટીને દરેક સ્તરે અજમાવતું ગીત  
 

રહો ગે કબ તક હમસે દૂર, પ્યાર કા તો ઐસા દસ્તૂર ઈશ્ક પૂકારેગા તુમકો, આના હી હોગા રે આના હી હોગા - વોહ લડકી (૧૯૬૭) - ગીતકાર પ્રહ્લાદ શર્મા
પોતાની (ભાવિ !) પ્રેમિકા સાથે મીઠી છેડછાડ કરતા નાયકના ભાવને અલગ અલગ અંદાજમાં રજૂ કરવાની ફિલ્મી પરંપરાની મશાલને આગળ ધપાવતું ગીત 





આવતા મહિનાના બીજા રવિવારે આપણી યાદમાં વિસરાતાં જતાં બીજાં આવાં જ અવિસ્મરણિય ગીતો સાથે ફરી મળીશું...તમને આવાં અવિસ્મરણીય ગીતો યાદ આવે તો જરૂરથી જણાવશો……

Sunday, June 4, 2017

એક ગીતનાં અનેક સ્વરૂપ - ૫ - પુરુષ સૉલો ગીતનું યુગલ કે કોરસ વર્ઝન : ૧



'એક ગીતનાં અનેક સ્વરૂપ' શ્રેણીમાં આપણે પુરુષ સૉલો ગીતનું બીજું વર્ઝન હોય તેવાં અને એ જ રીતે સ્ત્રી સૉલો ગીતનું બીજું વર્ઝન હોય એવાં ગીતો સાંભળ્યાં. ગીતની સીચ્યુએશન મુજબ બન્ને વર્ઝનની રજૂઆતમાં કરાતા ફેરફારોની માર્મિકતાઓ પણ આપણે માણી છે.
હવે આગળ વધીને પુરુષ સૉલો ગીતનું બીજું વર્ઝન યુગલ ગીત કે સમૂહ ગીત હોય તેવાં એક ગીતનાં અનેક સ્વરૂપ ગીતોની વાત આપણે હવે પછીના ત્રણ હપ્તામાં કરીશું. દસ્તાવેજીકરણની સરળતા મટે આપણે ગીતોને ફિલ્મોનાં રજૂ થવાનાં વર્ષના ચડતા ક્રમમાં મૂક્યાં છે.
[૧]
સાવરીયા રે સાવરીયા, ચલ ચલ રે સાવરીયા - અનજાન (૧૯૪૧) - સંગીતકાર પન્નાલાલ ઘોષ - ગીતકાર પ્રદીપજી
બોમ્બે ટૉકીઝની દેવિકા રાણી અને અશોક કુમારની મુખ્ય ભૂમિકાવાળી આઠ ફિલ્મોમાંની 'અનજાન' પણ એ સમયની લોકપ્રિય ફિલ્મ હતી. ફિલ્મનો બાબુરાવ પટેલે તેમનાં સામયિક ફિલ્મઈન્ડીયામાં કરેલ સમીક્ષા અહીં વાંચી શકાય છે.
સૉલો ગીત અરૂણ કુમારના સ્વરમાં છે.
જ્યારે યુગલ ગીત અરૂણકુમાર અને સુશીલા રાણીના સ્વરમાં છે.

હમકો તુમ્હારા હી આશરા...તુમ હમારે હો ન હો - સાજન (૧૯૪૭) – સંગીતકાર: સી. રામચંદ્ર ગીતકાર: મોતી બી.એ.

સૉલો ગીત મોહમ્મદ રફીના સ્વરમાં છે. એ સમયે જેમનો સિક્કો પડતો એવા અશોક કુમાર સામાન્યતઃ પોતાનાં ગીતો પોતે જ ગાતા.એ સમયે હજૂ મોહમ્મદ રફીનું નામ જ્યારે જામ્યું નહોતુ, ત્યારે અશોક કુમાર માટે પાર્શ્વ ગાયન કરવાને કારણે જ નહીં પણ ગીતની અનોખી પ્રકારની ગાયકીને કારણે ગીત બહુ લોકપ્રિય થયું. ગીતમાં રફીની જે શૈલીથી દુનિયા તેમને જાણતી થઇ એ શૈલીનાં પગરણ થયેલાં જોવા મળે છે.

મોહમ્મદ રફી અને લલિતા દેઉલકરનાં યુગલ ગીતમાં વિરહનું દર્દ છે.

મહેમાન બનકે આયે થે અરમાન બન ગયે - શોહરત (૧૯૪૯) – સંગીતકાર: અઝીઝ હિન્દી

સૉલો ગીત મોહમ્મ્દ રફીના સ્વરમાં છે. સૉલો વર્ઝનમાં પ્રેમનાં અંકુર ફુટતાં જણાય છે..

જ્યારે હમીદા બાનુ સાથેનાં યુગલ ગીતમાં હવે પ્રેમનો છોડ મહેકવા લાગ્યો છે. આ વર્ઝનના અંતિમ અંતરામાં મોહમ્મદ રફીને ખૂબ ઊંચા સ્વરમાં પણ ગવડાવાયું છે.

યે રાત યે ચાંદની ફિર કહાં સુન જા દિલકી દાસ્તાં - જાલ (૧૯૫૨) – સંગીતકાર: એસ ડી બર્મન – ગીતકાર: સાહિર લુધ્યાનવી

હેમંત કુમારના સ્વરનું સૉલો ગીત નાયકનાં પ્રેમાદ્ર ચિત્તનું પ્રતિબિંબ કહી શકાય એ કક્ષાનું છે

લતા મંગેશકર સાથેનું યુગલ ગીત વિરહ મિલનના ભાવને વ્યક્ત કરે છે...

દુનિયા પાગલોંકા દરબાર - ચાચા ચૌધરી (૧૯૫૩) – સંગીતકાર: મદન મોહન ગીતકાર: રાજેન્દ્ર કૃષ્ણ
ફિલ્મમાં મોહમ્મદ રફી, શ્યામ કુમાર અને સાથીઓએ ગાયેલું ગીત પાગલોની ઈસ્પિતાલના દરદીઓ ગાય છે.

બીજાં વર્ઝનમાં પાગલ ડાહ્યો બની જવાથી તેને દુનિયાની બજારની દેખાતીસતાવતી પાગલતા રેડિયોમાં ગવાતાં ગીતની જેમ દૂર દૂરથી પણ ખટકે છે.
અય દિલ તૂ કહીં લે ચલ - શોલે (૧૯૫૩) - સંગીતકાર નરેશ ભટ્ટાચાર્ય ગીતકાર કામિલ રશીદ
પહેલાં ગીતમાં નાયક વિચારોમાં ખોવાયેલો છે. હેમંત કુમારને ધીર ગંભીર સ્વર ગીતના ભાવને સાથ આપે છે. ગીતનું શૂટીંગ સ્ટુડીયોના સેટ્સ પર જ થયું હશે તેમ છતાં ગીતમાં વિઝ્યુઅલ્સનો ખૂબ સરસ રીતે ઉપયોગ કરાયો છે.
બીજાં વર્ઝનનાં યુગલ ગીતમાં શમશાદ બેગમ સાથ આપે છે, અહીં નાવ ચલાવેલી રહેલ નાવિક અને તેની સાથીનાં રૂપકને સાર્થક કરતાં સીલ્વૅટ શૉટ ગીતના ભાવને ઉજાગર કરે છે. પુરુષ સ્વર નાયિકાને તેના વિચારો કહી દેવાનું ઈંધણ પૂરું પાડવાનું કામ કરે છે. કહીં લે ચલ કહીં લે ચલના ભાવને નાવની ગતિનાં રૂપકથી રજૂ કરેલ છે.

છોટા સા ઘર હોગા બાદલોં કી છાઓંમેં - નૌકરી (૧૯૫૪) – સંગીતકાર: સલીલ ચૌધરી ગીતકાર: શૈલેન્દ્ર

ગીતનું યુગલ વર્ઝન કિશોરકુમાર અને શીલા બેલેના સ્વરમાં છે. નવી નોકરીને કારણે જીંદગીનાં કેવાં કેવાં સ્વપ્ન જોઈ શકાશે તેનું વર્ણન ભાઇ બહેનને કરે છે અને બહેન તેનો અશાવાદ સાથેનો જવાબ વાળે છે.

પણ એમ નોકરી ક્યાં રસ્તામાં પડી હોય છે? નોકરી માટે દર દર ભટકતા યુવાનની નિરાશા હેમંત કુમારના સ્વરનાં સૉલો વર્ઝનમાં અનુભવાય છે.


ચંદન કા પલના રેશમકી ડોરી ઝૂલા જુલાયે નીંદીયા કો તોરી - શબાબ (૧૯૫૫)- સંગીતકાર: નૌશાદ ગીતકાર: શકીલ બદાયુની

નૌશાદનાં શ્રેષ્ઠ સંગીતવાળી ફિલ્મોમાં 'શબાબ'નું નામ મોખરે ગણી શકાય. ફિલ્મની વાર્તા પ્રમાણે રાજકુમારીને અનિદ્રાનો રોગ છે એટલે રાજાએ ભલભલા ઉપાયો અજમાવી લીધા છે. એ પ્રયોગોની હારમાળામાં એમ સામાન્ય નાગરિક કક્ષાનો ગાય્ક રાજકુમારીને ઊંઘ આવી જાય તે માટે હાલરડું ગાય છે. હિંદી ફિલ્મોમાં પુરુષ સ્વરમાં હાલરડાં બહુ જૂજ જ થયાં છે. અહીં હેમંત કુમારના મુલાયમ સ્વરમાં ગવાયેલ આ શીતળ સૉલો રચના રાજકુમારીને નિદ્રાધીન કરી નાખે છે,

પેલા ગાયકનાં ગીતો તો રસ્તે ફરતાં સામાન્યથી સામાન્ય નાગરિક માટે પણ આજીવિકા કમાવામાં પણ મદદ કરે છે. એવાં ગરીબ ભિક્ષુક દાદો અને તેની નાની પોત્રી પણ આ ગીત ગાઈને પોતાનું ગુજરાન કમાય છે. રાજકુમારીને લતા મંગેશકર સાથેનાં ગીતનો લગાવ મહેલની બહાર ખેંચી લાવે છે. ગીત પૂરૂં થાય છે ત્યાં દીવામાંથી માત્ર ધૂમ્રસેર જ નીકળતી બતાવીને ગીતનું ત્રીજું વર્ઝન ફિલ્મનો અંત લઇ આવે છે.

આડવાતઃ

નૌશાદે આ પછી હેમંત કુમાર પાસે છેક  ૧૯૬૧માં ગંગા જમુનાનાં એક ગીત ગવડાવ્યું છે. આ સિવાય આ બન્ને ધુરંધરોનું સહકાર્ય થયું નથી.

ગ઼રીબ જાન કે હમ કો ન તુમ મિટા દેના, તુમ્હીને દર્દ દિયા હૈ તુમ્હી દવા દેના - છૂમંતર (૧૯૫૬) – સંગીતકાર: ઓ પી નય્યર ગીતકાર: જાં નિસ્સાર અખ્તર

પહેલાં વર્ઝનમાં, મોહમ્મદ રફીના સૉલો અવાજમાં, એક ગરીબ પ્રેમીની રાજકુમારીને બન્નેના પ્રેમને બરકરાર રાખવાની રજૂઆત  છે. રાજકુમારી પણ પ્રેમીની મજબૂરીને બરાબર પારખે પણ છે.

બીજાં યુગલ વર્ઝનમાં સીલ્વૅટમાં શૂટ કરેલ સીન વડે બન્ને પ્રેમીઓ વચ્ચે પુરી ન શકાય તેવી ખાઈ રાજકુમારીના સ્વપ્નમાં આવે છે. ગીતાદત્તના સ્વરમાં રાજકુમારી પોતાના પ્રેમનો ઈકરાર પણ કરે છે, પણ ગરીબ નાયક તો પાછો જ પડીને પોતાની પ્રેમિકાને પ્રેમની દુહાઈ આપે છે.

દિલ જવાં હૈ આરઝૂ હૈ જવાં એક નઝરભી મહેરબાં, કબ તક યે હમસે બેરૂખી, કબ તક ચૂપ રહેગી યે ઝૂબાં  - સમુંદરી ડાકુ (૧૯૫૬) – સંગીતકાર: જયદેવ - ગીતકાર: વિશ્વામિત્ર આદિલ
પહેલું વર્ઝન તલત મહમૂદના સ્વરમાં પાશ્ચાત્ય ધૂન પરનું રોમેન્ટીક ગીત છે. 



બીજાં યુગલ વર્ઝનમાં તલત મહમૂદના સ્વરની વિચારમાળા પૂરી થાય છે ત્યારે એ ચુપકીદી તોડતો આશા ભોસલેનો સ્વર જોડાય છે. ગીતના અંતની ચાર પાંચ પંક્તિઓ બન્ને સાથે ગાય છે.
કહતે હૈ પ્યાર જિસકો પંછી જરા બતા દે - બારિશ (૧૯૫૭) – સંગીતકાર: સી રામચંદ્ર  - ગીતકાર : રાજેન્દ્ર કૃષ્ણ
ચિતલકર અને લતા મંગેશકરનું યુગલ ગીત પૂરે પૂરૂં મસ્તીભર્યું રોમેન્ટીક મૂડનું ગીત છે.

એ પછીનું ચિતલકર ગીત એ વીતેલા દિવસોની યાદમાં ખોવાયેલા મૂડનું સૉલો ગીત છે.
પુરુષ સૉલો ગીત અને એ જ ફિલ્મમાં રજૂ થયેલાં તેનાં યુગલ કે કોરસ અન્ય વર્ઝનવાળાંની આપણી સફર હજૂ બીજા બે મણકામાં આગળ ચાલશે