Sunday, July 8, 2012

ચરૈવેતિ ચરૈવેતિ - Stopping by Woods on a Snowy Evening: ભાવાનુવાદઃ પંચમ શુક્લ

ચરૈવેતિ ચરૈવેતિ
(અભ્યસ્ત વસંતતિલકા)
આઘે ભલે જનપદે ઘર દૂર એના,
લાગે મને ખબર છે-
કોના હશે ઉપવનો અહિંયા વસેલાં!
થંભી ગયો;
. હિમ તણા શુભ ગૌર-વસ્ત્રે-
ઢંકાયલાં ઉપવનોની કને ક્ષણેક…
કિંતુ અરે!
જોઈ શકે નવ ક્શું અતિ દૂરથી એ!
ભાસે વિચિત્ર શિશુ અશ્વને કે -
થંભ્યા ક્યહાં?
થીજી ગયેલ-
કાસાર ને ઉપવનો બિચ આમ શાને?
તાણી-લગામ ઝટકી નિજ ડોક વાળી
પૃચ્છા કરે રણકતી મધુ ટોકરીને
રે! રે! કશી ચૂક થઈ અસવારની શું?
ને સૂસવે ધ્વનિ કશો વળતા જવાબે
તે હીમ પિચ્છલ કણે તર વાયુ શાંત…
જોયા કરું, ન મટકું લગીરેય મારું,
કેવાં રૂડાં ઉપવનો વળી ગાઢ, ઊંડા,
કિંતુ દીધાં વચન, તે સહુ પાળવાના;
થંભ્યા વિના-
આ યોજનો અવિરતે બસ કાપવાના!
આ યોજનો અવિરતે બસ કાપવાના-
થંભ્યા વિના…

૧૫/૫/૨૦૧૨

Post a Comment