Tuesday, April 21, 2015

ઉત્તરાધિકારની સોંપણી માટેનું આયોજન અને અમલ : ૭ : યાયાવર કલહંસનાં વી-આકારમાં ભરાતાં ઉડાનમાંથી શીખવા મળતા નેતૃત્વ અંગેના પાઠ

 
clip_image003clip_image005

કલહંસનાં વી-આકારમાં ભરાતાં ઊડાન મોટા ભાગનાં લોકો માટે નવીન બાબત નહીં હોય. આધુનિક વિજ્ઞાને કુદરતની ઘણી સ્વાભાવિક ક્રિયાઓને સીધે સીધી અપનાવી છે, વી-આકારનાં ઉડાનમાં વિજ્ઞાનને તો ઘણું જ શીખવા મળ્યું છે. સંઘભાવના અને નેતૃત્વ જેવા વિષયો બાબતે મેનેજમૅન્ટ સાહિત્ય પણ તેમાંથી ફાયદામાં રહ્યું છે.

શ્રી તન્મય વોરાનો મૂળ લેખ પક્ષીઓનાં આ વી-આકારનાં ઉડાનમાંથી તારવેલા નેતૃત્વ અંગેના પાઠ રજૂ કરે છે.

નેશનલ જ્યોગ્રાફીકમાંના લેખમાં એમ પણ નોંધવામાં આવ્યું છે કે વી-આકારમાં ઉડતી વખતે પક્ષીઓમાં જે કૌશલ્ય જોવા મળે છે, તે કદાચ સંપૂર્ણપણે કુદરતી નથી, તેઓ એકબીજાંને જોઇને આ ઉડાનની આંટીઘૂંટી સમજતાં રહે છે.

ઉત્તરાધિકારની સોંપણી એ માત્ર હક્કો કે સત્તાનાં અધિઅગ્રહણ ની જ માત્ર વાત નથી, એ છે ટીમનાં લાંબા ગાળે સક્ષમ પણ કામ કરતાં રહેવાની વાત છે, તેથી આ બધા જ પાઠ ઉત્તરાધિકારની સોંપણી બાબતને પણ એટલા જ લાગૂ પડે છે.

યાયાવર કલહંસનાં વી-આકારમાં ભરાતાં ઉડાનમાંથી શીખવા મળતા નેતૃત્વ અંગેના પાઠ ǁ  ૨૦ માર્ચ,૨૦૧૫
image

વી-ઉડાન ભરતાં પક્ષીઓ એ એક અદૂભૂત દૃશ્ય છે ! આ પક્ષીઓની સંકલન, સહકાર અને સહયોગની નૈસર્ગિક શક્તિ આપણને હંમેશાં અભીભૂત કરતી રહી છે.હજારો માઇલનાં સ્થળાંતર જેવાં ઉદ્દેશ્યની સિદ્ધિની મંજિલમાં ન કોઇ અહંકાર કે ન કોઇ ઊંચનીચની અધિશ્રેણીઓ.

કલહંસનાં સ્થળાંતર વી-ઉડાનને લગતાં કેટલાંક નિરીક્ષણો અને તેમાંથી ગ્રહણ કરવા લાયક પદાર્થપાઠ પઅર એક નજર કરીએઃ

નિરીક્ષણ # ૧: દરેક કલહંસ ઉડતી વખતે પાંખ વીંઝે છે તેને કારણે પેદા થતા ઉત્ક્ષેપને કારણે પાછળ આવતાં પક્ષીઓ સરવાળે, એકલા ઉડવા કરતાં, ૭૧% વધારે લાંબી મંજિલ પાર કરી શકે છે.
પદાર્થપાઠ : લોકો જ્યારે સમસમુદાયમાં એક જ દિશા તરફ આગળ વધવાની ભાવનામાં સહભાગી બને છે ત્યારે તેમનાં લક્ષ્ય જલદી અને સારી રીતે પાર પાડી શકાય છે કારણકે દરેકનાં કદમને એકબીજાંનો કદમતાલનો પ્રવેગ મળતો રહે છે.
નિરીક્ષણ # ૨: જ્યારે કોઇ એક પક્ષી ઉડાન રચનામાંથી બહાર નીકળી જાય છે ત્યારે અચાનક જ તેને એકલા ઉડવાને કારણે સહન કરવો પડતો અવરોધ અચાનક જ નડવા લાગે છે. એ તરત જ ફરીથી વી-ઉડાન રચનામાં દાખલ થઈ જાય છે અને આગળ ઊડી રહેલાં ઉત્ક્ષેપ બળનો લાભ ઉઠાવવા લાગી જાય છે.
પદાર્થપાઠ: જો આપણે પણ કલહંસ જેટલી સૂઝ વાપરીએ તો એક જ લક્ષ્ય તરફ આગળ વધી રહેલા સમુદાય સાથે કદમ મેળવતાં જ રહેવું જોઇએ - એકબીજાંને મદદ કરતાં રહેવું જોઇએ, એકબીજાંની મદદ માંગતાં રહેવું જોઇએ.
નિરીક્ષણ # ૩: જ્યારે મોખરે ઉડી રહેલ કલહંસ થાકવા લાગે છે, ત્યારે તે પાછળ જતું રહે છે અને બીજું પક્ષી તેનું સ્થાન લઇ લે છે.
પદાર્થપાઠ: નેતૃત્વ એ માત્ર પદ કે સ્થાન પર જ આધારીત ન રહેતાં સમયની માંગ મુજબ સહુ વધારે સક્ષમ વ્યક્તિને મોખરાનું સ્થાન આપવામાં વધારે અસરકારક પરવડે છે. એક સમુહમાં ઉડતાં પક્ષીઓની જેમ એક લક્ષ્ય માટે કામ કરતી કોઇ પણ ટીમનાં સભ્યો એકબીજાંની કૌશલ્ય, ક્ષમતા અને દરેકની આગવી નૈસર્ગિક શક્તિઓ અને સંસાધનો પર આધારીત છે.
નિરીક્ષણ # ૪: વી-આકારના સમુહમાં ઉડતાં કલહંસ પોતાની આગળ ઊડી રહેલાં પક્ષીઓને ઉડાનની ઝડપ બનાવ્યે રાખવા માટે હોંકારો ભરતાં રહે છે.
પદાર્થપાઠ : આપણો હોંકારો સકારાત્મક અને સક્રિય બની રહેવો જોઇએ. જે જે સમુદાયોમાં એકબીજાંને પ્રોત્સાહનનું વાતાવરણ ખીલેલું રહે છે ત્યાં ઊંચી ઉત્પાદકતા સિદ્ધ થતી જોવા મળે છે.હૃદયપૂર્વક પોતાના અને સાથીદારોનાં મૂળભૂત મૂલ્યોને અપાતો ટેકો અને પ્રોત્સાહન સમગ્ર ટીમનાં મૂલ્યો અને દીર્ઘ દર્શનને પ્રોત્સાહક હોંકારાની ગરજ સારે છે.
નિરીક્ષણ # ૫: જ્યારે કોઇ કલહંસ માંદું પડે છે કે ઘાયલ થાય છે, ત્યારે બીજાં બે પક્ષીઓ સમૂહમાંથી અલગ થઇ, એ પક્ષીની સાથે થઇ તેને સહાય કરે છે. એ સહાયક પક્ષીઓ માંદું પક્ષી ફરીથી સાજું ન થાય, કે આત્યંતિક કિસ્સામાં મૃત્યુ પામે, ત્યાં સુધી તેની સાથે રહે છે, અને પછીથી ત્રણે પક્ષીઓ ફરીથી તેમના સમુહમાં ભળી જાય છે.
પદાર્થપાઠ : ટીમના સાથીઓના કપરા સમયમાં તેમને જરૂરી ટેકો આપી તેને ફરીથી સશક્ત અને સક્ષમ બનાવી ટીમની ઉદ્દેશ્યસિદ્ધિ સફરમાં જોડી દેવાં એ બહુ જ મહત્ત્વનો પદાર્થપાઠ આપણે કલહંસની વી-ઉડાન સફરમાંથી શીખી શકીએ તેમ છીએ.
પક્ષીઓનાં માધ્યમ દ્વારા કુદરત આપણને પોતાની નૈસર્ગિક કોઠાસૂઝને આપસી સહકાર અને સંકલન માટે વૈજ્ઞાનિક તથ્યનો કેટલી સરળતાથી ઉપયોગ કરી શકાય તેનો સંદેશ આપે છે.

સંપાદકીય પાદ નોંધઃ


આ બાબત પર થોડો વધારે રસ પેદા કરે તેવી આ વિડીયો ક્લિપ્સ પણ જરૂરથી ઘ્યાન પર લઇએ

The Flight of Geese

Flight of the Geese - from Brendan Kirschbaum
 
https://vimeo.com/65966363Post a Comment