ફુર્સત એ ઇશ્વરીય ભેટ છે. આ પળોને કુટુંબસાથે માણો કે સારી સોબતમાં ગાળો કે આ પળોમાં મનને પ્રફુલ્લિત કરે તેવું વાંચો કે દિલ ઝુમી ઉઠે તેવું સંગીત સાંભળો કે તમે હંમેશ જે કરવા ધારતા હતા પણ કરી નહોતા શકતા તે બધું જ કરો.
૧૯૪૮નાં ગીતોની ચર્ચાને એરણે આપણે અન્ય પુરુષ ગાયકોનાં
સ્ત્રી-પુરુષ યુગલ ગીતોનો એક ભાગ સાંભળી ચૂક્યાં છીએ.આજે બીજા અને અંતિમ ભાગમાં પણ
એટલાંજ વૈવિધ્યપૂર્ણ, ઘણે અંશે અમારી પેઢીનાં બહુ થોડાં લોકોએ ખાસ
સાંભળેલંહશેએવાં અન્ય પુરુષ ગાયકોનાં યુગલ ગીતો સાંભળીશું.
'એક ગીતનાં અનેક સ્વરૂપ' શ્રેણીમાં આપણે પુરુષ સૉલો ગીત અને તેનું સૉલો કે યુગલ વર્ઝન અને તેજ
રીતે સ્ત્રી સૉલો ગીત અને તેનું સૉલો અથવા તો યુગલ વર્ઝન એટલા જૂદાં જૂદાં સ્વરૂપનાં કેટલાંક ગીતો સાંભળી ચૂક્યાં
છીએ.
આજના અંકમાં
આપણે બન્ને વર્ઝન યુગલ ગીત કે કોરસ હોય તે પ્રકારનાં ગીતો સાંભળીશું.
એ સમયે મોટા
ભાગના કલાકારોને જૂદી જૂદી રેકોર્ડ કંપનીઓ સાથે કરાર થયેલા રહેતા. એવા કરારોની
શરતો અનુસાર, જે કંપની રેકોર્ડ
દ્વારા ગીતનું વેંચાણ કરવાની હતી તેની સાથે પંકજ મલિકનો કરાર નહોતો. એટલે ગીતનું
ફિલ્મ વર્ઝન કે સી ડે, ઉમા શશી અને
કે એલ સાયગલના સ્વરમાં છે.
ગીતનું
રેકોર્ડ પરનું વર્ઝન પંકજ મલિક, ઉમા શશી અને
કે એલ સાયગલના સ્વરમાંછે.
રેકોર્ડ ઉપર આપણને જે ખૂબ સાંભળવા મળ્યું છે તે વર્ઝન સુરૈયા અને શ્યામના
સ્વરોમાં છે. પરદા ઉપર પોતાના સ્વરનાં ગીતનો અભિનય સુરૈયાએ કરેલ છે..
ગીતનું બીજું વર્ઝન ગીતા દત્ત અને શ્યામના સ્વરોમાં છે. શ્યામના સ્વરનો હિસ્સો
કરૂણ ભાવમાં જણાય છે,
જ્યારે ગીતા દત્તવાળો હિસ્સો
નવયૌવના શ્યામા પર ફિલ્માવાયો છે,
જે પરદા પર હસતાં રમતાં નાયકથી
અલગ જગ્યાએ યુગલ ગીત સ્વરૂપે દિલના ભાવોને રજૂ કરે છે.
ગીતનું એક વર્ઝન મોહમ્મદ રફી અને શમશાદ બેગમ ભાંગરા નૃત્યની ધુનમાં પૂરેપૂરાં
ખીલે છે.
બીજાં વર્ઝનમાં શમશાદ બેગમવાળો ભાગ નાની ડેઝી ઈરાની પર ફિલ્માવાયો છે. ગીત કોઈ
અડ્ડામાં પોલીસને ભૂલાવે ચડાવવા ગવાતું હોય એવું જણાય છે. આ બન્નેમાંથી કયું વર્ઝન
ફિલ્મમાં પહેલું જોવા મળતું હશે તે જાણમાં નથી.
અહીં પણ મહેન્દ્ર કપૂર
અને આશા ભોસલેના સ્વરમાં ગવાયેલું યુગલ ગીતનું પહેલું વર્ઝન નાયક - નાયિકાના
પરિણયનું ગાન છે..
મંદ લયમાં ગવાયેલાં યુગલ
ગીતનાં બીજાં વર્ઝનમાં હવે અધૂરા રહેલ પ્રેમની પીડા વ્યક્ત થાય છે.ગીતનું ફિલ્માંકન અને તેને અનુરૂપ ગીતની રજૂઆત
પહેલાં વર્ઝનથી સ્વાભાવિકપણે સાવ અલગ છે.
રોશન અને સાહિર લુધ્યાનવીનાં સંયોજને ફરી એક વાર ખૂબ લોકપ્રિય અને ખૂબ જ
કાવ્યમયસંગીતમય ગીતો રજૂ કર્યાં. મોહમ્મદ રફી અને લતા મંગેશકરના સ્વરમાં ગવાયેલ
બન્ને વર્ઝન એ સમયે બિનાકા ગીતમાલા પહેલેથી ટોચ પર રહ્યાં હતાં.
આ ગીતનાં પણ બન્ને વર્ઝન ફિલ્મની વાર્તાનાં વાતાવરણની જમાવટ કરે છે.
પહેલું વર્ઝન ભૂતકાળનું છે જેમાં ફિલ્મનાં મુખ્ય પાત્રો બાલ્યવયમાં છે. આ
વર્ઝનમાં લતા મંગેશકર સાથે પદ્મિની કોલ્હાપુરે અને શિવાંગી કોલ્હપુરેના સ્વરોનો
પ્રયોગ કરવામાં આવ્યો છે.
આડવાતઃ
સૌથી નાના ભાઈની આળવયની ભૂમિકામાં નાનો, કુમળો આમીર ખાન જોવા મળે છે.
બીજું વર્ઝન ફિલ્મમાં પંદર વર્ષ પછીનું છે જે કિશોર કુમાર અને મોહમ્મદ રફીના
યુગલ સ્વરોમાં ફિલ્માવાયું છે.
અય મેરી આંખોં કે પહલે સપને
- મન મંદિર (૧૯૭૧) – સંગીતકાર: લક્ષ્મીકાંત પ્યારેલાલ – ગીતકાર:
રાજેન્દ્ર કૃષ્ણ
બન્ને વર્ઝન મૂકેશ અને લતા મંગેશકરના યુગલ સ્વરોમાં છે.
પહેલું વર્ઝન આનંદની પળો ઉજાગર કરે છે.
જ્યારે બીજાં વર્ઝનમાંમા વગરનાં થઈ ગયેલાં બાળક પાસે દાડઃઈ વધારીને ગમમાં
ડૂબેલો પિતા હાલરડામાં પોતાનું દુઃખ ગાઈ ઊઠે છે. આ દુનિયા કાયમ માટે છોડી ગયેલી
નાયિકાની યાદ આવીને હાલરડાંમાં સૂર પૂરાવે છે.
આજના અંકમાં ગીતોને આપણે વર્ષના ક્રમમાં મૂક્યાં છે, પણ તેમ છતાં ગીતોના ભાવ, સજાવટ, ગાયકી
કે રજૂઆત જે વૈવિધ્ય છે તે માણવામાં વિક્ષેપ નથી પડતો એ આ ગીતોની આગવી ખૂબી ગણી
શકાય.
હવે પછી 'એક ગીતનાં અનેક સ્વરૂપ'માં આપણે ગીતના મુખડામાં સમાનતા હોય પણ ગીતો અલગ અલગ
ફિલ્મોમાં હોય એ પ્રકારનાં ગીતો સાંભળીશું.
સુવર્ણ યુગના આપણા જાણીતા પુરુષ ગાયકો મૂકેશ
અને મોહમ્મદ રફીનાં સ્ત્રી-પુરુષ યુગલ ગીતોને ચર્ચાને એરણે સાંભળ્યા બાદ હવે અન્ય
પુરુષ ગાયકોનાં સ્ત્રી-પુરુષ યુગલ ગીતો આપણે સાંભળીશું.
૧૯૪૮નાં વર્ષમાં કોઈ એક પુરુષ ગાયકનાં આ
પ્રકારનાં યુગલ ગીતો મૂકેશ કે મોહમ્મદ રફીનાં સ્ત્રી-પુરુષ યુગલ ગીતો જેટલાં
સંખ્યામાં નથી. હિંદી ફિલ્મ ગીત કોષની મદદથી તૈયાર કરેલી પ્રાથમિક સૂચિ અનુસાર
અન્ય પુરુષ ગાયકોનાં સ્ત્રી-પુરુષ ગાયકોની સંખ્યા લગભગ મૂકેશ અને મોહમ્મદ રફીનાં
સ્ત્રી-પુરુષ યુગલ ગીતોની કુલ સંખ્યા જેટલી જ થાય છે.
જો કે આ યુગલ ગીતોની સંખ્યા એ બહુ મોટું
પરિમાણ નથી. આ યુગલ ગીતોમાં વીન્ટેજ તેમ જ સુવર્ણ યુગના સંગીતકારો, તેમની વાદ્યસજ્જા અને સ્વરબાંધણી શૈલીઓ, તેમ જ ગાયક અને
ગાયિકાઓનાં જોડકાંઓમાં જે વૈવિધ્ય જોવા / સાંભળવા મળે છે તે ખરેખર ખૂબ રસમય અને
રસપ્રદ છે.
હિંદી ફિલ્મ ગીત કોષની મદદથી બનાવેલ પ્રથમિક
સૂચિમાંનાં ઘણાં યુગલ ગીતોની સૉફ્ટ લિંક નેટ પર મુકાઇ નથી જોવા મળતી. એ ગીતો
અત્યારે તેની મૂળ રેકોર્ડ્સ કે તેની માસ્ટર પ્રતનાં સ્વરૂપમાં પણ હશે કે કેમ તે પણ
એક પ્રશ્ન જ રહે છે.