Sunday, November 27, 2022

ચર્ચાની એરણે : ૧૯૪૩નાં ગીતો - યુગલ ગીતો - સ્ત્રી - પુરુષ યુગલ ગીતો [૨]

 

જી એમ દુર્રાની, કૌશલ્યા - નૈનોં મેં નૈનાં દીન્હો ડાલ, ઓ બાંકે નૈનોવાલે - અંગૂરી – ગીતકાર: રામ મૂર્તિ – સંગીત: ગુલામ મુસ્તફા (જી એમ) દુર્રાની

જી એમ દુર્રાની, રાજકુમારી - નૈન સે નૈન મિલાયે આઓ - દાવત - ગીતકાર: તન્વીર નક઼્વી - સંગીત:વસંત કુમાર નાયડુ

જી એમ દુર્રાની, મંજુ - લાયી રી લાયી રી ગજરે લે લો - નયી કહાની - ગીતકાર: વલી સાહબ - સંગીત: શ્યામ સુંદર

જી એમ દુર્રાની, પારૂલ ઘોષ - આન મિલો મોરે શ્યામ સાંવરે – નમસ્તે - ગીતકાર: ડી એન મધોક - સંગીત: નૌશાદ અલી

જી એમ દુર્રાની, પારૂલ ઘોષ - અંબુઆ પે પંછી બાવરા બોલે ક્યા સુનાયે હૈ – નમસ્તે - ગીતકાર: ડી એન મધોક - સંગીત: નૌશાદ અલી

જી એમ દુર્રાની,, અમીરબઈ કર્ણાટકી- મન રે મત રો કૈસે સમજાઉં – પ્રેમ સંગીત - ગીતકાર: ભરત વ્યાસ - સંગીત: એસ કે પાલ 

ખાન મસ્તાના, અમીરબાઈ કર્ણાટકી – તુ આજ કોઈ સાજન ઐસા  ગીત સુના દે - બદલતી દુનિયા - ગીતકાર: મોહન સિંહા – સંગીતખાન મસ્તાના

ખાન મસ્તાના,ઝોહરાબાઈ અંબાલેવાલી – સુહાની સુહાની હો ગયી સુહાની, સાજ્ન ઝિંદગી અપની સુહાની હો ગયી – તલાશ - ગીતકાર: એ કરીમ - સંગીત: ખાન મસ્તાના

વિષ્ણુપંત પગનીસ , કૌશલ્યા - જો હમ ભલે બુરે હો તેરે - ભક્ત રાજ  - ગીતકાર: ડી એન મધોક - સંગીત: સી રામચંદ્ર

વિષ્ણુપંત પગનીસ , વાસંતી - મત કર તુ અભિમાન જૂઠી તેરી શાન - ભક્ત રાજ  - ગીતકાર: ડી એન મધોક - સંગીત: સી રામચંદ્ર

વિષ્ણુપંત પગનીસ ,શ્યામા - ભગવાન તુમ્હારી દયા સે કિતને અનજાન પહચાને - મહાત્મા વિદુર - ગીતકાર: પંડિત નરોત્તમ વ્યાસ - સંગીત: હરિશચંદ્ર બાલી

Thursday, November 24, 2022

ચર્ચાની એરણે : ૧૯૪૩નાં ગીતો - યુગલ ગીતો - સ્ત્રી - પુરુષ યુગલ ગીતો [૧]

૧૯૪૩ ના ગીતોની ચર્ચાની એરણે હવે આપણે ત્રીજાં પાસાં યુગલ ગીતોની ચર્ચા કરીશું. Best songs of 1943: And the winners are? ના પ્રવેશકમાં આપણે નોંધ્યું હતું કે ૧૯૪૩ નાં વર્ષમાં જેનાં ગાયકોની ઓળખ થઈ શકી છે તેવાં ૧૭૨ યુગલ ગીતોની વિગતો મળે છે.

અહીં આપણે Memorable Songs of 1943 માં આવરી લેવાયેલાં યુગલ ગીતોને નથી દર્શાવ્યાં.

યુગલ ગીતોની ગોઠવણી આપણે જે ક્રમમાં હિંદી ફિલ્મ ગીત કોશમાં ફિલ્મો રજુ કરાઇ છે તે ક્રમમાં રાખેલ છે. જોકે દસ્તાવેજીકરણની સરળતા માટે કરીને એ જ પુરુષ ગાયકનાં બધાં જ યુગલ ગીતો સાથે સાથે જ લઈ લીધેલ છે..

સ્ત્રી - પુરુષ યુગલ ગીતો

હવે આપણે Memorable Songs of 1944 માં જે નથી આવરી લેવાયાં એવાં ૧૯૪૪નાં વર્ષ માટેનાં સ્ત્રી-પુરુષ યુગલ ગીતોને ચર્ચાની એરણે લઈશું. અહીં પણ આપણે એ યુગલ ગીતોની જ વાત કરીશું, જેમનાં ગાયકો હિંદી ફિલ્મ ગીત કોશમાં ઓળખાયાં હોય અને જેમની જીવંત યુટ્યુબ લિંક ઉપલબ્ધ હોય.

આ શ્રેણી માટે સ્ત્રી પુરુષ યુગલ ગીતોને સૌ પ્રથમ ચર્ચાને એરણે લેવાની પ્રથા આપણે અહીં પણ અપનાવી છે.

નઝીર (અહમદ), સિતારા - પુણે સે લાઈ પાન રે, લે લો પાન રે - આબરૂ - ગીતકાર: ? - સંગીત: પંડિત ગોવિંદ રામ

આ યુગલ ગીતમાં નઝીરની ભૂમિકા અમુક સંવાદો બોલવા પુરતી જ સાંભળવા મળે છે એટલે આ ગીત સિતારાનાં સૉલો ગીતોમાં પણ આવરી લીધેલું હતું.

અમૃતલાલ, લીલા પવાર - હો મત પિયો … મત પિયો મેરે છૈલા તંબાકુડી - આગે કદમ - ગીતકાર: ? - સંગીત: માસ્ટર માધવ લાલ, રામચંદ્ર પાલ (?)

અમૃતલાલ, લીલા પવાર - મેરે ચશ્મેવાલે સરકાર, ચલે સ્કૂલ, ચલે સ્કૂલ - આગે કદમ - ગીતકાર: ? - સંગીત: માસ્ટર માધવ લાલ, રામચંદ્ર પાલ (?)

મોતીલાલ, શમશાદ બેગમ - આપ ક્યું ક્યું આપ આયે થે - તક઼દીર - ગીતકાર: માઈકલ કાદરી - સંગીત: રફીક઼ ગઝનવી બી એ

મોતીલાલ, શમશાદ બેગમ - છમ છમ …..ઘનઘોર ઘટાએં છાઈ - તક઼દીર - ગીતકાર: માઈકલ કાદરી - સંગીત: રફીક઼ ગઝનવી બી એ

હુસ્ન બાનો, હરીશ - પ્રાણોં મેં ગુંજી પ્રેમ પુકાર કિસી કી  - અમાનત - ગીતકાર: ? - સંગીત: નીનુ મઝુમદાર

અરૂણ, સિતારા - એક પરદેશી આયા, લાયા દર્દેં હજાર - અંધેરા - ગીતકાર: પંડિત ઈન્દ્ર - સંગીત: જ્ઞાન દત્ત

અરૂણ, સિતારા - ભંવરા રે હમ પરદેશી લોગ, ક્યાં જાયે પરદેશ - અંધેરા - ગીતકાર: પંડિત ઈન્દ્ર - સંગીત: જ્ઞાન દત્ત 

અરૂણ કુમાર, સુરૈયા - કરવટેં બદલતા રહતા હૈ આજ જહાં - હમારી બાત - ગીતકાર: પંડિત નરેન્દ્ર શર્મા - સંગીત: અનિલ બિશ્વાસ

અરૂણ કુમાર, સુરૈયા - જીવન જમુના પાર મિલેંગે- હમારી બાત - ગીતકાર:પંડિત નરેન્દ્ર શર્મા - સંગીત: અનિલ બિશ્વાસ

અરૂણ કુમાર, સુરૈયા - સાક઼ીકી નિગાહેં શરાબ હૈ - હમારી બાત - ગીતકાર: પંડિત નરેન્દ્ર શર્મા - સંગીત: અનિલ બિશ્વાસ

અરૂણ કુમાર, પારૂલ ઘોષ - ઈન્સાન ક્યા જો ઠોકરેં નસીબકી ખા ન શકે - હમારી બાત - ગીતકાર: પંડિત નરેન્દ્ર શર્મા - સંગીત: અનિલ બિશ્વાસ

અરૂણ કુમારઅમીરબાઈ કર્ણાટકી - ધીરે ધીરે આ રે બાદલ  ધીરે ધીરે આ – કિસ્મત - ગીતકાર: પ્રદીપજી - સંગીત: અનિલ બિશ્વાસ

અરૂણ કુમાર, અમીરબાઈ કર્ણાટકી - હમ ઐસી ક઼િસ્મતકા ક્યા કરેં - કિસ્મત - ગીતકાર: પ્રદીપજી - સંગીત: અનિલ બિશ્વાસ

Sunday, November 20, 2022

ગુણવત્તા સંચાલન વિષેના લેખ અને બ્લૉગ્સનો બ્લૉગોત્સવ : સંસ્કરણ ૧૦મું - નવેમ્બર ૨૦૨૨

 

ગુણવત્તા સંચાલન વિષેના લેખ અને બ્લૉગ્સના બ્લૉગોત્સવનાં ૧૦માં સંસ્કરણના  નવેમ્બર ૨૦૨૨ના અંક માં આપનું હાર્દિક સ્વાગત છે.

ગુણવત્તા સંચાલન વિષેના લેખ અને બ્લૉગ્સના બ્લૉગોત્સવનાં ૧૦માં સંસ્કરણના  કેન્દ્રવર્તી વિષય તરીકે પ્રબુદ્ધ ભારતના જાન્યુઆરી, ૨૦૨૨ના ખાસ અંકનો કેન્દ્રવર્તી વિષય 'ડિજિટલ વિશ્વમાં અર્થપૂર્ણ જીવન' પસંદ કરેલ છે.

પ્રબુદ્ધ ભારતના જાન્યુઆરી, ૨૦૨૨ના ખાસ અંકમાંથી અનિકેતન રામકૃષ્ણ વી. નો લેખ, 'ડિજિટલ યુગ' નામનાં તોફાનમાં કોઈ તૈયારી વિનાજ જંપલાવી દેવું / Sailing Unprepared in to a Storm Called the ‘Digital Age’, આ મહિને પસંદ કરેલ છે.

એ લેખનું સંક્ષિપ્ત સંસ્કરણ અહીં રજુ કરેલ છે

સમયની સાથે માનવ સભ્યતા જે જે પરિવર્તનોમાંથી પસાર થઈ છે તેમાં બદલાવની ગતિ વધતી રહી છે. જોકે ધરંમૂળ ફેરફારો તો 'મોટા ભાગે એકાદ પેઢીએ એકાદ જ' થતા હતા. પરિણામે લોકોને આ ફેરફારો સાથે ફરી ફરીને અનુકૂલન સ્થાપિત કરવાનો સમય મળી રહેતો હતો.

ડિજિટલ યુગની ક્રાંતિ આ પહેલાં માનવ ઇતિહાસમાં ક્યારે પણ ન થઈ હોય એવી ઘટના છે. પરિણામે માનવ જીવનનું દરેક પરિમાણ અત્યારે સતત ચકરડે ભમરડે ચડ્યું છે.

જીવનનો અર્થ ખોળી શકવાની આપણી ક્ષમતા જેની સાથે આપણે કામ પાર પાડી શકીએ અને તદરૂપ થઈ શકીએ એવા સિદ્ધાંતો અને વિચારબીજોનાં મહદ અંશે વ્યાજબી પણે સ્થિર રહેવા પર અવલંબિત છે. પરંતુ, મોટા ભાગે અપ્રસ્તુત અને બીનભરોસાપાત્ર માહિતીનો સતત વહેતો રહેતો ધોધ આપણી ઓળખ અને જીવનના અર્થની ખોજ સામે એક મસમોટો પડકાર બની રહેલ છે. પરિણામે, યથોચિત પ્રમાણમાં ડિજિટલ હાજરી અને માહિતીનું સંતુલન સાધવાનું પણ આકરૂં થતું ગયું છે.

(i)   'સામાજિક' અને 'વ્યક્તિગત' યથાર્થદર્શન - સમાજમાંનું દરેક પરિવર્તન વ્યાપક સામાજિક અસર ઉપરાંત વ્યક્તિગત સ્તરે પણ અસર કરે છે. કમસેકમ શરૂઆતમાં પોતાનું મંતવ્ય સાવ જ વિપરીત અને અલગ હોવા છતાં વ્યક્તિનું વલણ હમેશાં સમુહની જેમ રહેવાનું રહે છે. પરંતુ એમ કરવામાં, તે પસંદગીની પોતાની સ્વતંત્રતા ભૂલી બેસે છે. તે પસંદગીની પોતાની સ્વતંત્રતા અને તે અમલ કરવાની પોતાની ક્ષમતા, મોટા ભાગે, અર્થપૂર્ણ જીવન અને અર્થવિહિન જીવન વચ્ચેનો તફાવત બની રહે છે. આમ, ડિજિટલ યુગમાં અર્થપૂર્ણ જીવન સુનિશ્ચિત કરવા તરફનું પહેલું પગલું ડિજિટલ દુનિયામાં ભાગ લેવો કે નહીં, અને લેવો હોય તો પોતાને કેટલો યથોચિત હોય તેટલો જ લેવાની પસંદગી કરવાનું છે.

વધારાનું વાંચન:

Growing up in a digital world: benefits and risks

Leading concerns about the future of digital life - Kathleen Stansberry, Janna Anderson and Lee Rainie

(ii)  'કેટલી' અને 'કેમ' માહિતી આપલે કરવી અને ભાગ લેવાનો પડકાર- ઐતિહાસિક દૃષ્ટિએ, ભૌગોલિક અને તકનીકી અવરોધોને કારણે, એક વ્યક્તિનું બીજી વ્યક્તિ સાથે આદાનપ્રદાન એકબીજાંને મળીને કે પરંપરાગત ટપાલ કે ફોનથી થઈ શકે તે મર્યાદામાં રહેતું. જેટલું આદાનપ્રદાન વધારે, તેટલી આપસી અરસપરસની સામાજિક ઘનિષ્ટતાની ભાવના પણ વધારે. જોકે, ડિજિટલ યુગમાં ઝડપથી ઉપલબ્ધ થયેલ નિર્બાધ પ્રત્યયન સુવિધાઓએ વ્યક્તિ વ્યક્તિ વચ્ચેના સંદેશ વ્યવહારને ગૌણ બનાવી દીધેલ છે. 

વધારાનું વાંચન:

How to overcome 14 common communication challenges in the workplace - Aleksandar Olic

(iii) 'શેનાથી' પ્રભાવિત થવું અને 'શેનાથી ન થવું' તેનો પડકાર - માહિતી વિસ્ફોટનું બીનતંદુરસ્ત પાસું આપણા વિચારો અને કામકાજ પર, મોટા ભાગે, અવશપણે જ થતી, તેની અસરોનું છે. પરિણામે કોઈ પણ વિચાર પર ગંભીરપણે વિચારણા કરવાની, તેને આત્મસાત કરવાની અને પછી જો અને જેટલું યોગ્ય લાગે તેટલું જ તેના પર કંઈ કામ કરવાની ક્ષમતાનો ભોગ લેવાય છે. 'ધ્યાનની ખોટ /Attention Deficit' અને 'સંતોષની ખોટ / Satisfaction Deficit'ના વિકારની વ્યાધિઓ આજે ચિતાજનક સ્તરે પહોંચવા લાગેલ છે. 

વધારાનું વાંચન:

The Challenges of Countering Influence Operations - Elise Thomas,  Natalie Thompson,  Alicia Wanless

How to Increase Your Influence at Work - Rebecca Knight

ADHD:  Symptoms, Causes and Natural Support Strategies - Dr. Jockers

Maslow's Hierarchy of Needs - Saul McLeod, PhD

હવે આપણે આપણા નિયમિત વિભાગો તરફ વળીએ.

ASQ TV પર તાજું પ્રકાશિત વૃતાંત જોઈશું

  • New Job Opportunities for Quality Professionals in Cloud Management - પ્રકાશ આનંદ અને જોહ્નસન હોસેની સાથે અલ્કા જાર્વિસ Successful Management of Cloud Computing and DevOps (ASQ Quality Press) નાં સહલેખિકા છે. વાદળ સંગ્રહ /cloud storageના ફાયદાઓની ચર્ચા કરવાની સાથે સંસ્થાની ક્લાઉડ કમ્પ્યુટિંગ વ્યૂહરચનાઓને સંસ્થાના ઉદ્દેશ્યો સાથે શી રીતે સુસંગત કરવી તેની ચર્ચા કરવાની સાથે અલ્કા જાર્વિસ આ નવાં ક્ષેત્રમાં કામ કરવા માટે ગુણવત્તા વ્યાવસાયિકો પાસે કયાં કયાં કૌશલ્યો છે જ તેની પણ વાત કરે છે.

Jim L. Smithની Jim’s Gems નો લેખ

  • The Real Value is in the Effort: આપણાં ધ્યેય કે લક્ષ્યને સિદ્ધ કરવા માટે આપણે, વ્યાવસાયિક તેમજ અંગત સ્તરે, જે પ્રયત્નો કરીએ છીએ તે બહુ મહત્ત્વના બની રહે છે. લક્ષ્ય કદાચ સિદ્ધ ન પણ થાય એ માટેની આપણી સફર દરમ્યાન આપણને જે બોધપાઠ, તાકાત, આત્મવિશ્વાસ અને સંતોષ મળે છે તેનું આપણા માટે અને આપણી આસપાસનાં લોકો માટે ઘણું મૂલ્ય છે.

સિદ્ધ કરવા યોગ્ય કંઈ પણ સમય માગી લે છે, મુશ્કેલ હોય છે અને લાંબા સમય સુધીના પ્રયાસ માંગી લે છે.

સિદ્ધિનું ખરૂં મહત્ત્વ લક્ષ્ય તરફ પહોંચવાની સફરમાં રહેલું છે.

સફર ગમે એટલી મુશ્કેલ કેમ ન હોય, પણ લક્ષ્ય તરફ લઈ જતી દરેક સફર જ આપણને અલગ અનુભૂતિ કરાવે છે.

પ્રતિબદ્ધતા, સિસ્ત, એકાગ્રતા અને પ્રયાસોમાં જ ખરા પુરસ્કાર સમાયેલ હોય છે.

પ્રયત્નોની પાછળ આપણે જે મહેનત કરીએ છીએ અને લક્ષ્યસિદ્ધિને જે અગત્ય આપીએ છીએ તે જ આપણે માટે મૂલ્યવાન છે.

દરેક તકનો પુરેપુરો લાભ લેવા અને આપણા શ્રેષ્ઠ પ્રયાસો કરવા આપણે જો પ્રતિબધ્ધ હોઈશું તો આપણી આસપાસ આપણે  ખરી, ચિરસ્થાયી, બહુમૂલ્યતા અનુભવતાં રહીશું.

Quality Magazineના સંપાદક, ડેર્રીલ સીલૅન્ડ, ની કૉલમ From the Editor' નો લેખ

  • Roko’s Basilisk: The Scariest Thought Experiment Ever - વિચારોની પ્રક્રિયાને લગતો આ પ્રયોગ[1]  એવું સુચવે છે કે કૃત્રિમ પ્રજ્ઞાની રચના ભવિષ્યની એવી અતિશક્તિશાળી કૃત્રિમ પ્રજ્ઞાનું સર્જન કરશે કે કોઇ તેને કોઈએ ભૂતકાળમાં તેને અસ્તિત્વમાં લાવાનું ન સ્વીકાર્યું હોય તેને પણ શિક્ષા કરે. ઘણાં લોકોએ આને અત્યાર સુધીનો સૌથી વધારે ડરામણો પ્રયોગ કહ્યો છે. તેનું ખરૂં ડરામણું પાસું એ છે કે તે વાસ્તવિક તાર્કિક વિચારસરણી / actual rational thought અને ખેલ સિદ્ધાંત /game thoery ના પાયા પર રચાયો છે. … તેનો સંબધ બ્લૈઝ પાસ્કલની એ દલીલ સાથે પણ છે જે મુજબ ઈશ્વરનું અસ્તિત્વ છે કે કેમ તે સાબિત થઈ શકે કે ન થઇ શકે તો પણ ઈશ્વરમાં તો માનવું જ જોઇએ. કટાક્ષના અંતિમ  સુધી લઈ જવામાં આવે તો તેને 'ક્રિપ્ટોનાઈટમાં માનવું અને સુપરમેન છે અને તમને મારી નાખવા માગે છે તેવી ભાગ્યે જ શકય શક્યતામાં શોધવું' જોડે સરખાવી શકાય. ….. આવી અદ્‍ભુત કહાનીઓથી સમર્થન થયું હોય કે ન થયું હોય પણ ટેક્નોલોજિના વિકાસના કારણે, છેલ્લા કેટલાક સમયથી, આ પ્રકારની દલીલોએ વાસ્તવિક જીવનમાં પોતાને ઘુસાડી દીધી છે. …. ઉત્પાદન ક્ષેત્રે ઘણા સમયથી આ પ્રશ્ન ઘુમરાય છે કે 'આપણી નોકરીઓ છીનવી લેવા રોબોટ્સ આવી રહ્યા છે?' તેનો જવાબ, ત્યારે, અને અત્યારે પણ એ જ છે કે રોબોટ્સ કે AI માણસની બાજુમાં રહીને કામ કરવા સજ્જ છે, જેને પરિણામે કંટાળાજનક પુનરાવર્તી કામો તેનાથી થશે, જેથી મશીનથી ન જ થઈ શકે તેવાં કામો પર માણસ પોતાનું ધ્યાન કેન્દ્રીત કરી શકે. એનો અર્થ એ કે ઉત્પાદન ક્ષેત્ર માટે નવાં કૌશલ્યોની ઘટ પુરી કરવી એ કમસે કમ પહેલાં જેટલું જ મહત્ત્વનું બની રહે છે, માત્ર તેનાં પરિમાણ બદલે.

વધારાનું વાંચન:

How to Defeat Roko's Basilisk - Kyle Hill


'ડિજિટલ વિશ્વમાં અર્થપૂર્ણ જીવન' વિશેની ચર્ચાને રસપ્રદ અને અર્થપૂર્ણ બનાવવામાં આપનાં સૂચનો / ટીકાટિપ્પણીઓ / માર્ગદર્શન / અનુભવો આવકાર્ય છે.

આ અંકમાં દર્શાવેલ ઇમેજ કે વિડીયો ક્લિપના પ્રકાશાનાધિકાર તેના રચયિતાના જ રહે છે.



[1]