Showing posts with label Music Directors. Show all posts
Showing posts with label Music Directors. Show all posts

Thursday, November 21, 2019

ચર્ચાની એરણે - ૧૯૪૬નાં ગીતો - મને પસંદ પડેલા સંગીતકારો


૧૯૫૫નાં વર્ષથી શરૂ થયેલી વર્ષવાર ગીતોની ચર્ચા જેમ જેમ પાછળનાં વર્ષો તરફ આગળ વધતી ગઈ તેમ ૧૯૫૦ પહેલાંનાં એક એક વર્ષમાં 'શ્રૅષ્ઠ' સંગીતકાર બાબતે મંતવ્ય નક્કી કરવું તો દુર રહ્યું, મને ગમતા સંગીતકારો નક્કી કરવાનું પણ કઠિન જણાય છે. આમ થવા માટેનાં બે મુખ્ય કારણો છે. એક તો એ કે મોટા ભાગનાં ગીતો પહેલી જ વાર સાંભળેલાં હોય છે એટલે મારાં હિંદી ફિલ્મનાં ગીતો વધારે સાંભળવાનાં '૬૦-'૭૦ના દાયકાનાં વર્ષો  સુધી લોકજીભે રહેલાં એ વર્ષોનાં ગીતો સાથે આ પહેલી વાર સાંભળેલાં ગીતોની સરખામણી કરવી એ જ યોગ્ય નથી જણાતું. બીજું એ કે '૫૦ પહેલાના દાયકામાં, નૌશાદ કે અનિલ બિશ્વાસ જેવા ૫૦ પછીપણ સક્રિય રહ્યા હતા એવા જે સંગીતકારોની રચનાઓ સાંભળીએ છે તેમાં પણ ઘણો ફરક જ જોવા મળે છે. હું જેમનાં કામ સાથે વધારે પરિચિત હોઉં એવા મોટા ભાગના સંગીતકારો તો આમ પણ હજૂ નવા સવા હતા, એટલે તેમને ફાળે આ વર્ષોમાં ફિલ્મો પણ બહુ ઓછી જ આવી હોય. તે ઉપરાંત, એ વર્ષમાં રજૂ થયેલી ફિલ્મોની સરખામણીંમાં એ સમયની ફિલ્મોનાં ગીતો અને સંગીતનો કેવો પ્રભાવ પડ્યો હશે તે અંગે પણ કોઈ માહિતી નથી. આમ અપર્યાપ્ત માહિતીના આધારે, કોઈ એક વર્ષની ફિલ્મોના સંગીતકાર વિષે અભિપ્રાય બાંધવો એ બહુ ગોઠતું નથી. આમ પણ, '૫૦ પછીના દાયકામાં હિંદી ફિલ્મ જગતની તાસીર એટલી હદ સુધી બદલી ગઈ કે '૫૦ પહેલાંનાં વર્ષોમાં કોઈ સંગીતકારે કેટલી ફિલ્મો કરી, કેટલાં ગીતો સારાં બન્યાં જેવા માપદંડો પરથી નીકળતાં તારણો બહુ પ્રસ્તુત પણ નથી રહેતાં.
આ પરિસ્થિતિમા એ વર્ષના સંગીતકારો વિષેની ચર્ચા એ તે વર્ષનાં ફિલ્મ સંગીતની સર્વગ્રાહી ચર્ચા થવાને બદલે પુરુષ સૉલો ગીતો, સ્ત્રી સૉલો ગીતો અને યુગલ ગીતો જેવા ત્રણ અલગ અલગ દૃષ્ટિકોણ જેવા, 'મને પસંદ પડેલા સંગીતકારો'નો એક ચોથા,દૃષ્ટિકોણથી વધારે ન કહી શકાય. બીજા શબ્દોમાં સ્પષ્ટ કરીએ તો કહી શકાય કે, સંગીતકારોની પસંદગીમાં પણ વધારે પડતી અસર તો મને જે ગીતો ગમ્યાં તેની જ છે.
આટલી સ્પષ્ટતા સાથે ૧૯૪૬નાં વર્ષ માટે સંગીતકારોને ચર્ચાની એરણે લઈએ -
ચર્ચાને દરમ્યાન મારી વિચાર પ્રક્રિયાને શક્ય એટલી તાર્કિક બનાવવા માટે હું ત્રણ માપદંડો ગણતરીમાં રાખી રહ્યો છું –
  •          ૧૯૪૬નાં વર્ષનાં ગીતો માટેની પૂર્વ ભૂમિકા ઘડતી પૉસ્ટ - Best songs of 1946: And the winners are?-ની શીર્ષ છબીમાં જોવા મળતી ફિલ્મોના સંગીતકારો,
  •          ટિકીટ બારી પર સફળતા, અને
  •          મને ગમેલાં પુરુષ સૉલો ગીતો, સ્ત્રી સૉલો ગીતો અને યુગલ ગીતોના સંગીતકારો ની આંકડાકીય તુલના

v  ૧૯૪૬નાં ગીતો ચર્ચા માટેની ભૂમિકા ઘડતી સોંગ્સ ઑફ યોર પરની પૉસ્ટની શીર્ષ છબિ
સોંગ્સ ઑફ યોરપર એ વર્ષની ચર્ચાની ભૂમિકા ઘડતી પૉસ્ટમાંની શીર્ષ છબિમાં જે ફિલ્મોનો ઉલ્લેખ હોય છે તે એ વર્ષમાટે સામાન્યતઃ સૌથી વધારે પ્રભાવ પાડ્યો હોય એવી ફિલ્મો રહી છે.
૧૯૪૬નાં વર્ષમા એ ફિલ્મો છે - અનમોલ ઘડી અને શાહજહાં (સંગીતકાર નૌશાદ અલી), આઠ દિન (સંગીતકાર એસડી બર્મન) અને સફર (સંગીતકાર સી રામચંદ્ર).
અનમોલ ઘડી અને શાહજહાં ઉપરાંત નૌશાદ અલીએ ૧૯૪૬નાં વર્ષમાં 'કિમત' માટે પણ સંગીત આપ્યું હતું. એક તરફ, અનમોલ ઘડી અને શાહજાહાં માટે નૌશાદ પાસે નુરજહાં, કે એલ સાયગલ અને ઠીક ઠીક પ્રસ્થાપિત થઈ ચૂકેલ છે સુરૈયા જેવાં ગાયકો છે તો 'કિમત'માં પણ તેમની પાસે વિન્ટેજ એરામાં સારાં એવાં લોકપ્રિય એવાં અમીરબાઈ કર્ણાટકી અને નસીમ અખ્તર જેવાં નીવડેલાં ગાયકો છે. આપણે સ્ત્રી સૉલો ગીતોની ચર્ચામાં જોયું હતું તેમ, 'કિમત'નાં આ ગાયકોનાં ગીતોનો પણ આગવો ચાહક વર્ગ રહ્યો જ હશે.
૧૯૪૬ એસ ડી બર્મનનું હિંદી ફિલ્મોમાં પદાર્પણનું વર્ષ છે. 'આઠ દિન'  અને 'શિકારી' સાથે તેમની શરૂઆત ભવિષ્યના નોંધપાત્ર સંગીતકારોમાં થવા લાગી. એમણે તેમની પાસેનાં ગાયકો, ગીતકારો જેવાં સંગીત સંસાધનોના પ્રયોગ એવી રીતે કર્યા કે પોતાની આગવી કેડીની રચનાનો પાયો નાખવામાં તેઓ જરૂર સફળ રહ્યા.
સી રામચંદ્રની 'સફર' તેમની કારકીર્દીને સી ગ્રેડની દસ અને સામાજિક વિષયની પાંચ ફિલ્મોની અંધારી શરૂઆતમાંથી પાશ્ચાત્ય ધૂનોના પ્રયોગ થકી મસ્તીખોર ગીતોના તેજ લિસોટા ભર્યા માર્ગ પર લાવી રહી.'સફર'નાં તેમનાં બીનાપાની મુખર્જી સાથેનાં યુગલ ગીત કહીં યાદ કરકે, ગલી પાર કરકે એ આ પ્રકારનાં ગીતોની ગલીને નવી ઓળખ આપી તો મુહમ્મદ રફીનાં સૉલો ગીતો અબ વો હમારે હો ચૂકે, ઈક઼રાર કરે કે ના કરે અને કહ કે ભી ન આયે તુમ, અબ છુપને લગે તારે રફીની ગાયકીને વિન્ટેજ એરાની અસરમાંથી બહાર લાવવામાં કારણભૂત બન્યાં કહી શકાય.
v  ટિકીટ બારી પર સફળતા -  હિંદી ફિલ્મોની ટિકીટબારી પરની સફળતામાં તેનાં ગીતોની લોકપ્રિયતાનો ફાળો ઘણો મોટો ગણાતો રહ્યો છે.
૧૯૪૬નાં વર્ષ માટે ટિકીટ બારી પર સૌથી વધારે સફળ પાંચ ફિલ્મો હતી
¾     અનમોલ ઘડી (સંગીતકાર: નૌશાદ અલી)
¾     શાહજહાં (સંગીતકાર: નૌશાદ અલી)
¾     ફુલવારી (સંગીતકાર: હંસરાજ બહલ)
¾     ઊમર ખય્યામ (સંગીતકા્ર: લાલ મોહમ્મદ)
¾     ૧૮૫૭ (સંગીતકાર: સજ્જાદ હુસૈન)
૧૯૪૬માં કયાં ગીતો વધારે લોકપ્રિય હતાં અને તેમની લોકપ્રિયતાએ આ ફિલ્મોની સફળતામાં કેટલો ફાળો આપ્યો હશે તે વિષે કોઈ ઠોસ માહિતી આપણી પાસે નથી. જો કે '૬૦-'૭૦ના દાયકાના સંગીતમાં જેનો ઉછેર થયો છે એવા મારી, આજની પશ્ચાતવર્તી, નજરે આ પાંચ ફિલ્મોમાંની પહેલી બે ફિલ્મોનાં ગીતો તો આગળ ઉપરની વિગતવાર ચર્ચામાં મોટી સંખ્યામાં આવરી લેવાયેલાં જોઈ શકાય છે. '૧૮૫૭'નું સુરેન્દ્રના સ્વરમાં ગવાયેલું વો પહેલી મુલાક઼ાત હી બસ પ્યાર બન ગઈ અને 'ઉમર ખય્યામ'નું કે એલ સાયગલના સ્વરનું હરે ભરે બાગ કે ફૂલોં પર રીઝા ખય્યામ પહેલી જ વાર સાંભળતાં વેંત ગમી ગયાં હતાં.
v  મને ગમેલાં પુરુષ સૉલો ગીતો, સ્ત્રી સૉલો ગીતો અને યુગલ ગીતોના સંગીતકારોની આંકડાકીય તુલના
અહીં જેનો આધાર લીધો છે તે ત્રણ યાદીઓ તૈયાર કરતી વખતે મેં બને એટલા વધારે ગાયકોનાં અને મોટા ભાગે પહેલી જ વાર સાંભળેલાં ગીતો સમાવેશ થાય તેવો સભાન પ્રયત્ન કરેલ હતો. એટલે, હવે એ ત્રણેય યાદીઓની એક સામટી સમીક્ષાનાં આંક્ડાઓ, ૧૯૪૬ નાં વર્ષમાં, મને જેમનાં ગીતો પસંદ પડ્યાં એ સંગીતકારો છે તેવું ફલિત કરે છે તેમ જરૂરથી માની શકાય. એ દરેક યાદીનાં હજૂ એક સ્તરે ઊંડા જઈને એ યાદીનાં દરેક ગીતના સંગીતકારોની આવી જ આકડાકીય સમીક્ષા કરવાથી ૧૯૪૬ માં કયા સંગીતકારનાં વધારે ગીતો આવ્યાં હતાં તેવી માહિતી ઊભરી આવી શકે. પરંતુ જ્યારે મોટા ભાગનાં ગીતો પહેલી વાર સંભળ્યાં હોય ત્યારે આવી કસરત કરવાથી મારી પસંદને મદદ કરી શકે તેવું કોઈ તારણ નીકળી શકે તેવું નથી જણાતું.
ઉપરોક્ત સમીક્ષાને પરિણામે જે સંગીતકારોનું કોઈ પણ એક યાદીમાં એક ગીત હોય અથવા તો એકથી વધારે યાદીમાં એક એક ગીત હોય કે કોઈ એક યાદીમાં એકથી વધારે ગીત હોય એવા બે પ્રકારનાં વર્ગીકરણ શક્ય બને છે.
લાલ મોહમ્મદ, સજ્જાદ હુસૈન, એસ એન ત્રિપાઠી, ગુલશન સુફી, કે સી ડે અને રશીદ અત્રેનાં એક એક ગીત 'પુરુષ ગાયકોનાં મને પસંદ પડેલ સૉલો ગીત'માં હતું. શંકર રાવ વ્યાસ, શાંન્તિ કુમાર, હફીઝ ખાન, વિનોદ, સુશાંત બેનર્જી , શ્યામ સુંદર અને પ્રેમ નાથનાં એક એક ગીત 'સ્ત્રી ગાયકોનાં મને પસંદ પડેલ ગીતો'માં ચર્ચાયાં હતાં. અને નારાયણ રાવનું એક યુગલ ગીત પણ નોંધપાત્ર રહ્યું હતું.
અહીં ઉપરોક્ત ત્રણ યાદીનાં થઈને જે સંગીતકારોનાં બે એક તેથી વધૂ ગીતો છે તેમની જ નોંધ લીધેલ છે.
સંગીતકાર
પુરુષ સૉલો ગીતો 
સ્ત્રી સૉલો ગીતો
યુગલ ગીતો
કુલ ગીતો 
સી રામચંદ્ર  

એસ ડી બર્મન
બુલો સી રાની
નૌશાદ અલી

હંસરાજ બહલ

વસંત દેસાઈ


અનિલ બિશ્વાસ


ક઼ાદીર ફરીદી


એસ પી દાસ

આમ, આંકડાને જ આધારે તારણ કાઢીએ તો ૧૯૪૬નાં વર્ષ માટે મને નૌશાદ અલીનાં ગીતો સૌથી વધારે ગમ્યાં એવું ફલિત થાય છે. જો કે મારી પોતાની અંગત વાત છે ત્યાં સુધી, મને ૧૯૪૬નાં વર્ષ માટે એસ ડી બર્મન અને સી રાંમચંદ્રની રચનાઓ પણ ખાસ્સી એવી ગમી છે.


૧૯૪૬નાં ગીતોની ચર્ચાની અલગ અલગ પ્રકાશિત પૉસ્ટ્સ ચર્ચાની એરણે : ૧૯૪૬નાં ગીતો પર ક્લિક કરવાથી એક સાથે વાંચી/ડાઉનલોડ કરી શકાશે.

Thursday, November 22, 2018

ચર્ચાની એરણે : ૧૯૪૭નાં ગીતો : મને સૌથી વધારે પસંદ પડેલા સંગીતકારો


૧૯૫૫નાં વર્ષથી શરૂ થયેલી વર્ષવાર ગીતોની ચર્ચા જેમ જેમ પાછળં વર્ષો તરફ આગળ વધતી ગઈ તેમ ૧૯૫૦ પહેલાંનાં એક એક વર્ષમાં 'શ્રૅષ્ઠ' સંગીતકાર બાબતે મંતવ્ય નક્કી કરવું તો દુર રહ્યું, મને ગમતા સંગીતકારો નક્કી કરવાનું પણ કઠિન જણાય છે. આમ થવા માટેનાં બે મુખ્ય કારણો છે. એક તો એ કે મોટા ભાગનાં ગીતો પહેલી જ વાર સાંભળેલાં હોય છે એટલે હિંદી ફિલ્મનાં ગીતો વધારે સાંભળવાનાં મારાં '૬૦-'૭૦ના દાયકાનામ વર્ષો  સુધી લોકજીભે રહેલાં એ વર્ષોનાં ગીતો સાથે આ પહેલી વાર સાંભળેલાં ગીતોની સરખામણી કરવી એ જ યોગ્ય નથી જણાતું. બીજું એ કે '૫૦ પહેલાના દાયકામાં, નૌશાદ કે અનિલ બિશ્વાસ જેવા ૫૦ પછીપણ સક્રિય રહ્યા હતા એવા જે સંગીતકારોની રચનાઓ સાંભળીએ છે તેમાં પણ ઘણો ફરક જ જોવા મળે છે. હું જેમનાં કામ સાથે વધારે પરિચિત હોઉં એવા મોટા ભાગના સંગીતકારો તો આમ પણ હજૂ નવા સવા હતા, એટલે તેમને ફાળે આ વર્ષોમાં ફિલ્મો પણ બહુ ઓછી જ આવી હોય. તે ઉપરાંત, એ વર્ષમાં રજૂ થયેલી ફિલ્મોની સરખામણીંમાં એ સમયની ફિલ્મોનાં ગીતો અને સંગીતનો કેવો પ્રભાવ પડ્યો હશે તે અંગે પણ કોઈ માહિતી નથી. આમ અપર્યાપ્ત માહિતીના આધારે, કોઈ એક વર્ષની ફિલ્મોના સંગીતકાર વિષે અભિપ્રાય બાંધવો એ બહુ ગોઠતું નથી. આમ પણ, '૫૦ પછીના દાયકામાં હિંદી ફિલ્મ જગતની તાસીર એટલી હદ સુધી બદલી ગઈ કે '૫૦ પહેલાંનાં વર્ષોમાં કોઈ સંગીતકારે કેટલી ફિલ્મો કરી, કેટલાં ગીતો સારાં બન્યાં જેવા માપદંડો પરથી નીકળતાં તારણો બહુ પ્રસ્તુત પણ નથી રહેતાં.
આ પરિસ્થિતિમા એ વર્ષના સંગીતકારો વિષેની ચર્ચા એ તે વર્ષનાં ફિલ્મ સંગીતની સર્વગ્રાહી ચર્ચા થવાને બદલે પુરુષ સૉલો ગીતો, સ્ત્રી સૉલો ગીતો અને યુગલ ગીતો જેવા ત્રણ અલગ અલગ દૃષ્ટિકોણ જેવા, 'મને પસંદ પડેલા સંગીતકારો'નો એક ચોથા,દૃષ્ટિકોણથી વધારે ન કહી શકાય. બીજા શબ્દોમાં સ્પષ્ટ કરીએ તો કહી શકાય કે, સંગીતકારોની પસંદગીમાં પણ વધારે પડતી અસર તો મને ગમેલં ગીતોની જ છે.
આટલી સ્પષ્ટતા સાથે ૧૯૪૭નાં વર્ષ માટે સંગીતકારોને ચર્ચાની એરણે લઈએ -
ચર્ચાને દરમ્યાન મારી વિચાર પ્રક્રિયાને શક્ય એટલી તાર્કિક બનાવવા માટે હું બે માપદંડો ગણતરીમાં રાખી રહ્યો છું –
-          ૧૯૪૭નાં વર્ષનાં ગીતો માટેની પૂર્વ ભૂમિકા ઘડતી પૉસ્ટ - Best songs of 1947: And the winners are?-ની શીર્ષ છબીમાં જોવા મળતી ફિલ્મોના સંગીતકારો, અને
-          મને ગમેલાં પુરુષ સૉલો ગીતો, સ્ત્રી સૉલો ગીતો અને યુગલ ગીતોના સંગીતકારો ની આંકડાકીય તુલના

  • ૧૯૪૭નાં ગીતો ચર્ચા માટેની ભૂમિકા ઘડતી સોંગ્સ ઑફ યોર પરની પૉસ્ટની શીર્ષ છબિ

સોંગ્સ ઑફ યોરપર એ વર્ષની ચર્ચાની ભૂમિકા ઘડતી પૉસ્ટમાંની શીર્ષ છબિમાં જે છ ફિલ્મોનો ઉલ્લેખ હોય છે તે એ વર્ષમાટે સામાન્યતઃ સૌથી વધારે પ્રભાવ પાડ્યો હોય એવી ફિલ્મો રહી છે.
૧૯૪૭નાં વર્ષમા એ છ ફિલ્મો છે - પરવાના (સંગીતકાર ખુર્શીદ અન્વર), દર્દ (સંગીતકાર નૌશાદ અલી), જુગનુ (સંગીતકાર ફિરોઝ નિઝામી), મીરા (સંગીતકારો એસ વી વેન્કટરામન, જી રામનાથન, નરેશ ભટ્ટાચાર્ય), શહેનાઈ (સંગીતકાર સી રામચંદ્ર) અને મિર્ઝા સાહિબાન (સંગીતકારો પંડિત અમરનાથ હુસ્નલાલ ભગતરામ).
આપણી ચર્ચામાં આપણે 'મીરા'ને કોઈ જ સરખામણીમાં ન લેવી એમ નક્કી કરેલું છે. જો કે એમ એસ સુબ્બુલક્ષ્મીના સ્વરની ખુબીઓનો પૂરેપુરો ઉપયોગ કરીને વિષયને અનુરૂપ ગીત બાંધણી કરી છે તે વાતની નોંધ લેવાનું તો આપણે નહીં ચૂકીએ.
'પરવાના'માં એક તરફ કે એલ સાયગલની વિરાટ હાજરી હોવા છતાં ખુર્શીદ અન્વરે સુરૈયાનાં ગીતોની કરેલી રચનાએ સુરૈયાની એક સશક્ત ગાયિકા તરીકેની ઓળખ પ્રસ્થાપિત કરી આપી.
સર્ખામણી તરીકે જોઈએ તો 'જુગનુ'માં નુરજહાં છવાઈ ગયાં છે. 'યહાં બદલા વફાકા બેવફાઈ'ને મોહમ્મદ રફીનાં નુર જહાં સાથેનાં એક માત્ર ગીત તરીકે વધારે યાદ કરાય છે.
દર્દ, એલાન અને નાટક જેવી એ સમયની ત્રણ ઘણી સફળ ફિલ્મો સાથે નૌશાદનો વિજય રથ તેનાં પુર જોશમાં આગળ ધપી રહ્યો છે.
પંડિત અમરનાથ, હુસ્નલાલ ભગતરામ 'મિર્ઝા સાહિબાન'માં નુરજહાંના સ્વરની ખુબીઓ સાથે જુદ અજુદા ભાવમાં ર્ચાયેલાં, અન્ય ગાયકો પાસે પણ ગવડાવેલાં ગીતોસાથે પોતાની કાબેલિયતની ઓળખ છતી કરી શક્યા છે. હુસ્નલાલ ભગતરામનાં આ વર્ષમાં બીજાં ગીતો પણ આપણું ધ્યાન આકર્ષે છે.
'શહનાઈ' ઉપરાંત 'સાજન' અને 'લીલા'નાં ગીતોમાં નવા પ્રયોગો કરવાની સી રામચંદ્રની રણનીતિ મહદ અંશે સફળ નીવડતી જણાય છે.

  • મને ગમેલાં પુરુષ સૉલો ગીતો, સ્ત્રી સૉલો ગીતો અને યુગલ ગીતોના સંગીતકારોની આંકડાકીય તુલના

અહીં જેનો આધાર લીધો છે તે ત્રણ યાદીઓ તૈયાર કરતી વખતે મેં બને એટલા વધારે ગાયકોનાં ગીતો સમાવેશ થાય તેવો સભાન પ્રયત્ન કરેલ હતો. એટલે, હવે એ ત્રણેય યાદીઓની એક સામટી સમીક્ષાનાં આંક્ડાઓ, ૧૯૪૭નાં વર્ષમાં, મને જેમનાં ગીતો પસંદ પડ્યાં એ સંગીતકારો છે તેવું ફલિત કરે છે તેમ જરૂરથી માની શકાય. એ દરેક યાદીનાં હજૂ એક સ્તરે ઊંડા જઈને એ યાદીનાં દરેક ગીતના સંગીતકારોની આવી જ આકડાકીય સમીક્ષા કરવાથી ૧૯૪૭માં કયા સંગીતકારનાં વધારે ગીતો આવ્યાં હતાં તેવી માહિતી ઊભરી આવી શકે. પરંતુ જ્યારે મોટા ભાગનાં ગીતો પહેલી વાર સંભળ્યાં હોય ત્યારે આવી કસરત કરવાથી મારી પસંદને મદદ કરી શકે તેવું કોઈ તારણ નીકળી શકે તેવું નથી જણાતું.
અહીં ઉપરોક્ત ત્રણ યાદીનાં થઈને જે સંગીતકારોનાં બે એક તેથી વધૂ ગીતો છે તેમની જ નોંધ લીધેલ છે.


જે સંગીતકારોનું એક જ ગીત ઉપરોક્ત ત્રણ યાદીઓમાં જોવા મળ્યું છે તેવા સંગીતકારોમાંથી હંસરાજ બહલ (તેમનાં યુગલ ગીત મોતી ચુભને ગઈ રે હંસી માન સરોવર તીર માટે) અને નૌશાદ અલી (તેમનાં અદ્‍ભૂત યુગલ ગીત બેતાબ હૈ દિલ ગર્દ-એ-મુહબ્બતકી અસર સે માટે)ની ખાસ નોંધ લેવી રહે.



સોંગ્સ ઑફ યોરના તારણ લેખ Best songs of 1947: Final Wrap Up 4  પર પુરુષ , સ્ત્રી સૉલો ગીતો અને યુગલ ગીતોના સમીક્ષા લેખોમાં શ્રેષ્ઠ કક્ષામાં મૂકાયેલાં ગીતોની આંકડાકીય તુલના ૧૯૪૭નાં વર્ષ માટે નૌશાદ, ખુર્શીદ અન્વર અને સી રામચંદ્રને પહેલા ત્રણ સંગીતકારોના સ્થાન પર મૂકે છે. શ્રેષ્ઠ સંગીતકારની ગુણાત્મક સમીક્ષાને પણ ધ્યાનમાં લેતાં સોંગ્સ ઑફ યોર નૌશાદ અને સી રામચંદ્રને ૧૯૪૭નાં વર્ષના શ્રેષ્ઠ સંગીતકારો તરીકે બીરદાવે છે.
 હવે પછી, ૧૯૪૬નાં વર્ષનાં ગીતોની ચર્ચા સોંગ્સ ઑફ યોર પર આવતાં વર્ષે, મોટા ભાગે, શરૂ થાય ત્યારે આપણી ચર્ચાને એરણે ગીતોને ચડાવવા માટે આપની હાજરી પણ હશે એ અપેક્ષા સાથે.....૧૯૪૭નાં ગીતોની ચર્ચા પૂરી કરીએ છીએ.



ચર્ચાની એરણે : ૧૯૪૭નાં ગીતો પર ક્લિક કરવાથી ૧૯૪૭નાં ગીતોની ચર્ચાની અલગ અલગ પ્રકાશિત પૉસ્ટ્સ એક સાથે વાંચી/ડાઉનલોડ કરી શકાશે.