Showing posts with label P Susheela. Show all posts
Showing posts with label P Susheela. Show all posts

Sunday, December 18, 2016

એક ફિલ્મનાં અનેક સ્વરૂપ – “વોહ કૌન થી?” અને તેનાં પૂર્વજ અને અનુજ સંસ્કરણો



હિંદીમાંથી અન્ય ભાષાઓમાં કે પછી અન્ય ભાષાઓ કે અંગ્રેજી પરથી હિંદી ફિલ્મો બનવી એ તો કોઈ નવી ઘટના નથી. તો પછી એ વિષયના શીર્ષક પર એક આખો લેખ શા માટે હશે એવો સવાલ ઉઠવો સ્વાભાવિક છે.
આ વિષય પર કંઈ સંશોધનાત્મક કે તુલનાત્મક ચર્ચા છેડવાનો આપણો આશય પણ નથી.
આપણો આશય, સંજોગોની કરવટોએ જેમને એક સમયનાં તમિળ ફિલ્મોનાં સામ્રાજ્ઞી કે પછીથી તમિળનાડુની રાજકારણની શતરંજનાં 'રાણી'ની ભૂમિકામાં ઠોકી બેસાડ્યાં એવાં આ મહિનાની પાંચમી તારીખે દેહવિલય પામેલાં સુશ્રી જે. જયલલિતા પર એક વધારે લેખ ઉમેરવાનો પણ નથી.
હા, આ બન્ને બાબતોને જોડતી એક કડી જરૂર છે, જેની આપણે 'હિંદી ફિલ્મસંગીતની સફર'માં આજે વાત કરવાનાં છીએ.એ માટે છેક ૧૮૫૯માં વાતનાં મૂળમાં જઈએ.
ચાર્લ્સ ડીકન્સનાં અઠવાડીક સામયિક All the Year Roundના ૧૮૫૯ના અંતના અંકમાં હપ્તાવાર રજૂ થઈ રહેલ A Tale of Two Citiesના છેલ્લા હપ્તાની સાથે જ એક દિલધડક થ્રીલર વાર્તાનો પહેલો હપ્તો રજૂ થયો હતો.  હપ્તાવાર પ્રકાશિત થયેલ એ વાર્તા પછીથી પુસ્તક સ્વરૂપે પણ પ્રકાશિત થઈ. એ હતી વિલ્કી કોલ્લીન્સની The Woman in White. પુસ્તક એટલી હદે લોકપ્રિય થયું કે તેના પરથી ૧૮૬૧માં શ્રીમતી હેન્રી વૂડે East Lynne અને મેરી એલિઝાબેથ બ્રેડ્ડૉને ૧૮૬૨માં Lady Audley's Secret જેવી કથાઓ પણ લખી, જે પણ બહુ લોકપ્રિય રહી.
આટલી લોકપ્રિય કથા હોય અને આટઆટલું સિનેમા માટેનું વસ્તુ દેખાતું હોય એટલે તેનું રૂપેરી પરદે અવતરણ તો થાય જ.  ૧૯૧૨માં તેનું પહેલું સંસ્કરણ સાયલન્ટ ફિલ્મ તરીકે થયું. તે પછીથી બીજાં પણ જૂદાં જૂદાં સાયલન્ટ સસ્કરણો ૧૯૧૭ અને ૧૯૨૯માં થયાં.

૧૯૪૮માં તેનાં બોલતાં ચિત્રપટ તરીકેનાં સંસ્કરણ પછી પણ વિવિધ સંસ્કરણો થતાં રહ્યાં. બી.બી. સી. પર ટીવી ફિલ્મનાં સ્વરૂપે પણ આ વાર્તા રજૂ થઈ.
આપણે ત્યાં આ વાર્તા / ફિલ્મ પરથી સૌ પહેલી ફિલ્મ બનાવી ગુરુદત્તે, જેનું શીર્ષક હતું 'રાઝ. ફિલ્મમાં મુખ્ય ભૂમિકામાં વહીદા રહેમાન હતાં. રાહુલ દેવ બર્મન આ ફિલ્મ દ્વારા ફિલ્મ સંગીતના ક્ષેત્રે પદાર્પણ કરવાના હતા. પણ  ફિલ્મ પૂરી ન થઈ.
એ પછી ગુરુ દત્તના એક સમયના મદદનીશ રાજ ખોસલાએ આ પ્રકરણને ૧૯૬૪માં 'વોહ કૌનથી?'ની રજૂઆત વડે અંજામ આપ્યો. રાજ ખોસલાએ લગભગ આ જ વાર્તાથી પ્રેરાઈને ૧૯૬૬માં 'મેરા સાયા' અને ૧૯૬૭માં 'અનિતા' પણ દિગ્દર્શિત કરી, આ ત્રણે ફિલ્મોમાં મુખ્ય ભૂમિકામાં સાધનાના અભિનયે તેમને અભિનય કળાની સુંદરતમ રજૂઆત માટે ઉચ્ચ કોટિનાં સ્થાન પર લાવી મૂક્યાં. ૧૯૬૭માં જ્યારે આપણે ત્યાં બી આર ચોપરાએ 'હમરાઝ' રજૂ કરી ત્યારે સમાંતરે પાકિસ્તાનમાં શમીમ આરાએ ભજવેલ જોડીયા બહેનોની મુખ્ય ભુમિકાવાળું એક વધારે સંસ્કરણ રજૂ કર્યું, જેનું પણ શીર્ષક હતું 'હમરાઝ'.
આટલા દીર્ઘ પૂર્વાપર ઇતિહાસના સંદર્ભ પછી આપણે ફરી આપણા આજના લેખના વિષય પર પાછાં ફરીએ.
૧૯૬૬માં 'વોહ કૌન થી?’ની તમિળ રીમેક બની Yaar Nee?. તેની જ સમાંતરે તેલુગુ રીમેક પણ બની - Aame Evaru?. આ બન્ને રીમેક સંસ્કરણોમાં જોડીયા બહેનોની મુખ્ય ભૂમિકા ભજવી હતી જયલલિતાએ.
આ બન્ને ફિલ્મોનાં ગીતો પણ એ સમયે જેમ બહુ જ સામાન્યપણે થતું એમ મૂળ હિંદી ગીતોની અદ્દ્લ નકલ હતાં. મજાની વાત તો એ છે કે અમુક ગીતોની માત્ર ધુન જ નહીં પણ ફિલ્મીકરણ પણ એક સરખું હતું., તો, અમુક ગીતોની ધુન એ જ વાપરવામાં આવી પણ ગીતની રજૂઆત સાવ અલગ જ રીતે કરાઈ.
નયના બરસે રીમ ઝીમ રીમ ઝીમ - વોહ કૌન થી? - લતા મંગેશકર - મદન મોહન - રાજા મહેંદી અલી ખાન.
હિંદી ફિલ્મોમાં રહસ્ય ફિલ્મોમાં એક ગીત હંમેશાં એવું રહેતું જે ફિલ્મમાં જ્યારે જ્યારે આવે ત્યારે રહસ્યને ઘેરૂં બનાવે.

ગીતનું તમિળ સંસ્કરણ
અને આ છે તેલુગુ સંસ્કરણ

લગ જા ગલે કે ફિર કભી યે બાત હો ન હો - વોહ કૌનથી? - લતા મંગેશકર
ભગવાનભાઈ થાવરાણીએ આપણને સમજાવી આપ્યું છે કે મદન મોહનની આ રચના ગ઼ઝલ નથી.

તેનું તમિળ વર્ઝન 

અને તેલુગુ વર્ઝન

છોડકર તેરા દામ યે બતા દે કે હમ કિધર જાયે - વોહ કૌનથી?  - મહેન્દ્ર કપૂર, લતા મંગેશકર.  
ફિલ્મમાં આ ગીત મનોજ કુમાર અને હેલન પર ફિલ્માવાયું છે. મદન મોહન સામાન્યતઃ સૉલો ગીતોના માસ્ટર ગણાતા, પરંતુ અહીં તેઓ એક ઉત્કૃષ્ટ યુગલ ગીત આપે છે.


તેનું તમિળ વર્ઝન, જે એક સંપૂર્ણપણે નૂર્ત્ય ગીતના સ્વરૂપે રજૂ કરાયું છે. 


તેલુગુમાં પણ આ ગીત નૃત્ય ગીત તરીકે રજૂ કરાયું હતું.


શોખ નઝરકી બીજલીયાં દિલ પે મેરે ગિરાયે જા, મેરા ન કુછ ખયાલ કર તું યુંહી મુસ્કરાયે જા - વોહ કૌનથી?  - આશા ભોસલે.  
પર્દા પર આ ગીત પરવીન ચૌધરી પર ફિલ્માવાયું છે. ફિલ્મમાં એક બાજૂ મદન મોહને લતા મંગેશકરનાં બેમિસલ ગીતો આપ્યાં તો સામે આશા ભોસલેનું પણ આ કમાલનું ગીત પણ આપ્યું છે. 

તમિળ વર્ઝનમાં ગીત યુગલ ગીત સ્વરૂપે સ્વરબ્ધ્ધ કરાયું છે.
તેલુગુ વર્ઝનમાં પણ ગીત યુગલ ગીત સ્વરૂપે સ્વરબ્ધ્ધ કરાયું છે.


જે મિત્રોને આ સિવાય પણ બીજાં ગીતો સાંભળવાં હોય તેમને યુ ટ્યુબ પર આ બધાં ગીતો બહુ સહેલાઈથી સાંભળવા મળશે.

Monday, November 30, 2015

હિંદી ચિત્રપટ સંગીતના સુવર્ણ યુગથી સંકળાયેલાં બ્લૉગવિશ્વનો બ્લૉગૉત્સવ - ૧૧_૨૦૧૫


હિંદી ચિત્રપટ સંગીતના સુવર્ણ યુગથી સંકળાયેલાં બ્લૉગવિશ્વ - ૧૧_૨૦૧૫ બ્લૉગૉત્સવ સંસ્કરણ’માં આપનું સ્વાગત છે.

દિવાળી પુરી થતાં સુધીમાં ભારતમાં હવે વહેલી સવારે ગુલાબી ઠંડક થવા લાગી છે. આવી ઋતુની અમેરિકામાં ઝીલાતી તાસીર ઉજાગર કરતી પૉસ્ટ્થી આપણે આ મહિનાના બ્લૉગોત્સવના આ અંકની શરૂઆત કરીશું.

My Favourites: Songs of Cool Breezes : 'ઠંડી હવા'થી શરૂ થતાં ગીતોની પહેલી યાદ સ્ફુરે તેવાં ગીતોની સાથે અહીં એવાં ગીતો પણ છે, જે આપણે બહુ વાર સાંભળ્યાં નહીં હોય. એ ગીતોની અહીં અલગથી નોંધ લઈએ :
સલીલ ચૌધરીના ૯૨મા જન્મદિવસે લોકોને અજ્ઞાત રત્નો સાંભળવાની પ્રેરણા મળે એ આશયથી My Favourites: Salilda's Malayalam Songs ની રજૂઆત કરાઈ છે.

“Dekh Lo Ishq Ka Martaba Dekh Lo” – B.S.Thapa - ૩જી જુલાઈના રોજ બી એસ થાપાએ ૯૨ વર્ષ પૂરાં કર્યાં.તેઓ હવે ફિલ્મક્ષેત્રે સક્રિય નથી રહ્યા, પણ એક શિક્ષક અને દિગ્દર્શક તરીકે તેમનાં યોગદાન ચિરસ્મરણીય રહ્યાં છે.

તેલુગુનાં બહુ જાણીતાં ગાયિકા P.Susheela just turned 80. એ પ્રસંગે તેમનાં ગીતોની એક યાદ. તેમણે ગાયેલાં હિંદી ફિલ્મનાં કેટલાંક ગીતો અહીં સાંભળી શકાશે.

Please Go To My Post From Last Year to Celebrate the Birthday of the Great Sitara Devi - ગયે વર્ષે આ જ સમયે લેખકે સિતારા દેવી અભિનિત સાત ફિલ્મ દૃશ્યો રજૂ કર્યાં હતાં. આ સિવાય અન્ય ફિલ્મોનાં આટલાં જ અન્ય યાદગાર દૃશ્યો યાદ આવે છે ? આપણે તેમનાં કથક નૃત્યની એક ઝલક ઠુમક ચલત રામચંદમાં જોઈશું.

૩૧મી ઓક્ટોબરના રોજ સચિન દેવ બર્મનની ૪૦મી મૃત્યુતિથિ હતી. એ ઉપક્રમે તેમને અપાયેલી અંજલિ પોસ્ટ્સ –
Ten best songs (solos) composed by SD Burman - સોંગ્સ ઑફ યોર પર પહેલાં સચિન દેવ બર્મનનાં અન્ય ગાયકોએ ગાયેલાં ગીતોની પૉસ્ટ્સ રજૂ થતી રહી છે. આજે જૂદા જૂદા ગાયકોનાં દસ ગીતોને રજૂ કરાયાં છે.

Tere Mere Sapne Ab Ek Rang Hain – Eternal Melodies of SD Burman-Rafi - પીયૂશ શર્મા - જો આપણે આ પૉસ્ટને સચિન દેવ બર્મનને અંજલિ સ્વરૂપે ન લીધી હોત તો મોહમ્મદ રફી વિષેના ખાસ લેખોના આપણા નિયમિત વિભાગ માટે તે બહુ જ ઉપયુક્ત બની રહેત.

The Incomparable Music Of S D Burman Transcends Generations -સચિન દેવ બર્મનની ધૂનોની, અને તેના માટે ગાયકની, પસંદગીની એક અલગ શૈલી હતી જે તેમના પછી આવનારી પેઢીઓને પણ આકર્ષતી રહી છે.
My Favourites: Children's Songs - પંડિત જવાહરલાલ નેહરૂની ૧૨૫મી જન્મ જયંતિના ઉપલક્ષમાં તેમનાં પ્યારાં બાળકો માટેનાં ગીતો. જરૂરી નથી કે આ ગીતો દેશભક્તિનાં જ હોય, પણ પર્દા પર તે બાળ કલાકારે ગાયેલાં તો હોવાં જોઈએ.આપણે અહીં રજૂ કરાયેલાં ગીતો પૈકી બે ઓછાં સાંભળવા મળતાં ગીતોની નોંધ લઈશું –
આપણે હવે અન્ય વિષયો પરની પૉસ્ટ્સ તરફ વળીશું.

Watch 100 Years of Indian Cinema Come Alive in 200 Seconds of Sand Artમાં તાન્યા સિંઘ પ્રખ્યાત રેતશિલ્પકાર રાહુલ આર્યએ માત્ર ૨૦૦ સેકંડમાં પૂરી કરેલ સફરની નોંધ લે છે.

સ્ક્રૉલ.ઈન પરની કેટલીક પૉસ્ટ્સ –
Do Chetan Anand’s best-known films stand the test of time?

Back to Boral: Looking for Satyajit Ray in the town in which he shot ‘Pather Panchali’ -

The brilliance of Salim-Javed lies not just in what they said, but how they said it

When Javed told Salim, ‘I was thinking that maybe we should work separately’ - સલીમ જાવેદની જોડીના વિચ્છેદ સાથે સંકળાયેલી કેટલીક બહુ ચર્ચિત માન્યતાઓને ગ્રંથસ્થ કરેલ પુસ્તકનો પરિચય દિપ્તકીર્તી ચૌધરી કરાવે છે.

Saxy Desi: Check out the sounds of the saxophone in South Asia - Nate Rabe - ૧૮૪૧માં બેલ્જીયમમાં એડૉલ્ફ સૅક્ષ દ્વારા વિકસાવાયેલ એક જાઝ સંગીત વાદ્યને યાદ કરીને હિંદુસ્તાની કળાકારો કરેલા કેટલાક યાદગાર પ્રયોગોને રજૂ કરેલ છે: રાગ રૉક - બ્રાઝ ગોન્સેલ્વસ ૭ ॥ ઓ સાથી રે - જો ગૉમ્સ ॥ O Saathi Re - અજ્ઞાત ॥ અભોગી - રૂદ્રેશ મહન્તપ્પ ॥ ઓમ મણિ પદ્મે ઓમ - સાહિબ શીહાબ.
Hai kya kya jalwa bhara hua Ghanshyaam tumhaari aankhon mein - અતુલ લખે છે કે ૧૯૩૨નાં ગીતો પૈકી માત્ર ૯ ગીતો જ ઇન્ટરનૅટ પર ઉપલબ્ધ છે એમ જણાય છે. એ પૈકી છ ગીતો આ પહેલાં રજૂ થઈ ચૂક્યાં છે. આજે પ્રસ્તુત છે સાતમું ગીત - હૈ ક્યા ક્યા જલવા ભરા હુઆ - આંખકા તારા (૧૯૩૨) - જહાંઆરા કજ્જન - મોતીલાલ નાયક.

My Favourites: Teasing Songsમાં પ્રેમમાં પડી ચૂકેલ નાયિકાને તેની સહેલીઓ ચીડવતી હોય તેવા ભાવનાં ગીતો રજૂ થયાં છે. કેટલાંક ઓછાં સાંભળવા મળતાં ગીતો આપણે પણ ફરીથી સાંભળીશું -
એક ગીતમાં નાયક પણ એ સ્થિતિમાં મૂકાયેલ છે.
Songs of Sensuality - Conversations Over Chaiની આ જ વિષય પરની બહુ જ મજા પડી જાય તેવી પૉસ્ટ પરથી પ્રેરાઈને અહીં હિંદી અને બંગાળી ક્લાસિક ફિલ્મોનાં વિષયાશક્તિ પ્રત્યે અભિરૂચિ કે શારીરીક આકર્ષણ અને ઝંખનાની ભાવના ઉજાગર કરતાં ગીતો અહીં યાદ કરાયાં છે.

Top Ten Songs Sung by Actors Themselves (or by Singers Appearing Onscreen) - અભિક મજુમદારના મહેમાન લેખમાં અદાકારોએ ખુદ ગાયેલાં ગીતોને સમાવાયાં છે. અહીં એક અદાકાર-ગાયકનું એક જ ગીત સમાવવાની પૂર્વશરતની સાથે કિશોર કુમાર, સુરૈયા કે તલત મહમુદ જેવાં જે ગાયકો એકટીંગ પણ કરતા તેમનાં ગીતો નથી લીધાં. અહીં એ જ ગીતોને સમાવાયાં છે જેમાં ગીતની સર્વસામાન્ય સ્તરની સ્વૂકૃત ગુણવત્તા પણ જળવાઈ હોય. જ્યારે અદાકારો પોતે જ પોતાનાં ગીતો ગાતાં એવાં ગીતોને પણ અહીં નથી લીધાં.

Ten of my favourite ‘Aaja’ songs - "આ જા" શરૂ થતાં ઘણાં જાણીતાં ગીતોની સાથે કેટલાંક થોડાં ઓછાં જાણીતાં ગીતો પણ આ યાદીમાં તેમ જ વાચકોના પ્રતિભાવમાં સમાવાયાં છે, જેમ કે
Sapnon ke gaaon mein taaron ki chhaaon mein માં કે સતીશ શીનોય યાદ કરે છે કે સપનોં કે ગાંવમે (રાજપ્રતિજ્ઞા (૧૯૫૮) - લતા મંગેશકર - સન્મુખ બાબુ ઉપાધ્યાય)ને રેડિયો સિલોન પર મોટા ભાગે 'દુર્ગેશ નંદિની'નાં કહાં લે ચલે હો બતા દો અય મુસાફિરની સાથે જ વગાડવામાં આવતું.

In photos: Bollywood cinema is life and life is a movie માં ફોટોપત્રકાર ફવઝાન હુસૈન ફિલ્મોની તેના સેટ્સ બહારની દુનિયા પરની અસરોને ફૉટોગ્રાફસમાં ઝીલી આપી છે.
મુંબઈના કમાટીપુરા વિસ્તારમાં એક દરજી ફિલ્મોના શ્વેતશ્યામ યુગની હીરોઈનોની નિગેહબાની હેઠળ પોતાના કામમાં મશગૂલ છે.

સોંગ્સ ઑફ યૉર પરના Best songs of 1950: And the winners are? પ્રવેશાત્મક લેખ પછીથી પુરુષ ગાયકોનાં અને અન્ય સ્ત્રી ગાયિકાઓનાં સૉલો ગીતોની અનુક્રમે Wrap Up 1 અને Wrap Up 2 માં કરાયેલી સમીક્ષા બાદ લતા મંગેશકરનાં સૉલો ગીતોની સમીક્ષા Best songs of 1950: Wrap Up 3માં રજૂ કરાયા બાદBest songs of 1950: Wrap Up 4 માં યુગલ ગીતોની પસંદગી વિષે સમીક્ષા આવરી લેવાઈ. સમગ્ર ચર્ચાનાં સમાપનની ભૂમિકાવાળા લેખ Best songs of 1950: Final Wrap Up 5માં વર્ષના શ્રેષ્ઠ સંગીતકારની પસંદગીની ચર્ચાને બહુ બૃહદ સ્તરે લઈ જવાનો ખુબ સ-રસ પ્રયોગ પણ કરાયો છે.

સોંગ્સ ઑફ યૉરની વાર્ષિક સમીક્ષા શૄંખલાના લેખ Best songs of 1950: And the winners are? પરની ચર્ચા આપણે ૧૯૫૦નાં યાદગાર ગીતોને ચર્ચાની એરણે ની શૃંખલાનાં સ્વરૂપે કરી રહ્યાં છીએ. આ ચર્ચાના પહેલાં ચરણમાં યાદગાર સ્ત્રી ગીતો અંતર્ગત આપણે લતા મંગેશકરનાં સી. રામચંદ્ર તેમ જ હુસ્નલાલ ભગતરામ અને ગુલામ મોહમ્મદ રચયિત ગીતોની વાત જુલાઈ ૨૦૧૫ના અંકમાં કરી હતી. ઓગસ્ટ ૨૦૧૫માં લતા મંગેશકરનાં અનિલ બિશ્વાસ, એસ ડી બર્મન, નૌશાદ, બુલો સી રાની અને વિનોદનાં ગીતો તેમ જ અન્ય સ્ત્રી ગાયિકાઓનાં યાદગાર ગીતોમાં સુરૈયા, શમશાદ બેગમ, રાજ કુમારી અને ગીતા દત્ત તેમ જ કેટલાંક અન્ય ગાયિકાઓનાં ગીતો સાંભળ્યાં. સપ્ટેમ્બર, ૨૦૧૫માં પુરુષ ગાયકોનાં ૧૯૫૦નાં વર્ષનાં યાદગાર સૉલો ગીતોમાં મુકેશ, તલત મહમૂદ, મોહમ્મદ રફી, જી એમ દુર્રાની તેમ જ ચીતળકર, મન્ના ડે અને અન્ય પુરુષ ગાયકોનાં ગીતો આપણે સાંભળ્યાં. વર્ષમાં રાજ કપુર માટે મુકેશ ઉપરાંત અન્ય પાંચ ગાયકોએ ગાયેલાં ગીતોની ખાસ નોંધ પણ લીધી છે. આ ઉપરાંત વર્ષવાર ગીતોની સમીક્ષાનાં ત્રીજાં, મહત્ત્વનાં પરિમાણ - યુગલ ગીતો -માં આપણે મુકેશનાં, મોહમ્મદ રફીનાં, તલત મહમુદનાં અને જી એમ દુર્રાની, ચીતળકર અને અન્ય ગાયકોનાં યુગલ ગીતો પણ ઓક્ટોબર ૨૦૧૫ના અંકમાં સાંભળી ચૂક્યાં છીએ. આ મહિને આપણે
૧૯૫૦નાં ગીતો : ચર્ચાની એરણે - યાદગાર યુગલ ગીતો (૫) : પુરુષ-પુરુષ અને સ્ત્રી-સ્ત્રી ગાયકોનાં યાદગાર યુગલ ગીતો
૧૯૫૦નાં ગીતો : ચર્ચાની એરણે - યાદગાર યુગલ ગીતો (૬) : યાદગાર ત્રિપુટી અને ત્રિપુટી+ ગીતો

                     ની મુલાકાત કર્યા પછીથી આપણી આ સફરનો અંત ૧૯૫૦નાં ગીતો : ચર્ચાની એરણે - મને સૌથી વધારે ગમેલાં ગીતો (૧) : સ્ત્રી ગાયિકાઓનાં અને પુરુષ ગાયકોનાં સૉલો ગીતો
૧૯૫૦નાં ગીતો : ચર્ચાની એરણે - મને સૌથી વધારે ગમેલાં ગીતો (૨) : યુગલ ગીતો, પુરુષ-પુરૂષ / સ્ત્રી-સ્ત્રી યુગલ ગીતો અને ત્રિપુટી ગીતો
૧૯૫૦નાં ગીતો : ચર્ચાની એરણે - મને સૌથી વધારે ગમેલાં ગીતો (૩) : ૧૯૫૦ના વર્ષના શ્રેષ્ઠ સંગીતકાર
                                        થી કરીશું.
આ મહિનાથી આપણે જન્મભૂમિ પ્રવાસીની રવિવારની 'મધુવન' પૂર્તિમાં શ્રીકાંત ગૌતમની બહુ જ વર્ષોથી નિયમિતપણે આવતી કોલમ 'રાગરંગ'ના લેખોની પણ નોંધ લઈશું :

૨૫-૧૦-૨૦૧૫ સિને શીર્ષકોને સાંપડેલો રળિયામણો સધિયારો

૧-૧૧-૨૦૧૫ સિનેશીર્ષકોની 'ગંગોત્રી' ગીતપંક્તિઓ

૮-૧૧-૨૦૧૫ સીનેશીર્ષકમાં 'હમ'ની હકૂમત

૧૫-૧૧-૨૦૧૫ રાજશ્રીનું સિનેક્ષેત્રે 'રજવાડું'

૨૨-૧૧-૨૦૧૫ ભાષાની ભવ્યતા બની પાત્રની પાત્રતા

૨૯-૧૧-૨૦૧૫ ઓછાં ગીતોના ઓચ્છવ સમી ગાયિકા

નવેમ્બર ૨૦૧૫માં વેબ ગુર્જરીની 'ફિલ્મ ગીતની સફર'માં –

હાસ્યથી મોંને ભરી દેતી પેરડીની પ્રસાદી : ૧ :
‘ગબ્બરસિંઘનો બાપ’ : જયંત
બંદિશ એક, રૂપ અનેક (૧૩) : દિલ હી તો હૈ ન સંગ-ઓ-ખિશ્ત


                                                                                                 પ્રકાશિત થયેલ છે.
આપણે દર મહિને આપણા મિત્રોએ યાદ કરેલાં ગીતો પણ અહીં સાંભળતા હતા. બ્લૉગોત્સવના દરેક અંકમાં આપણી પાસે સામગ્રીની જે વિપુલતા મળતી રહી છે તેને કારણે દરેક અંક ખાસ્સા ભારી બનતા જતા હતા. દરેક અંકને વધારે સારી રીતે માણી શકવાના આશયથી આ મહિનાથી આ ગીતોને આપણે દર મહિનાના બીજા રવિવારે એક સ્વતંત્ર પૉસ્ટ તરીકે, "વિસરાતી યાદોં...સદા યાદ રહેતાં ગીતો" શ્રેણીમાં પ્રકાશિત કરીશું.

હવે પછીથી દરેક અંકના સમાપનમાં ફરીથી મોહમ્મદ રફીને કેન્દ્રમાં રાખીને લખાયેલ પૉસ્ટ લઈશુ:
Jaao Mere Siva Tum Kahan Jaaoge – Remembering Rafi through Rahul Dev Songs By Peeyush Sharma - અહીં કેટલાંક ઓછાં જાણીતાં ગીતોને ખાસ યાદ કરાયાં છે :
Ten Songs of Mohd. Rafi We Could Not Include in ‘Gaata Rahe Mera Dil’ - By Balaji Vittal - અનિરુધ ભટ્ટાચરજી સાથે લખેલ, હાર્પર દ્વારા પ્રકાશિત થયેલ આ પુસ્તકના કેટલાક અંશ અહીં વાંચી શકાશે.

આપણા બ્લૉગોત્સવને વધારે સમૃદ્ધ અને રસપ્રદ બનાવવા માટે આપનાં સુચનો આવકાર્ય છે........