હુસ્ન બાનોનાં સૉલો ગીતો
૧૯૪૩નાં વર્ષ માટે હુસ્ન બાનોનાં કોશિશ (સંગીત બશીર દહેલવી)નાં ૩ સૉલો
ગીતોનાં ડિજિટલ સંસ્કરણ મળ્યાં નથી.
પગ બાજે ઘુંઘરીયા પિયા હરજાયે …... - અમાનત - ? - સંગીત: નીનુ મઝુમદાર
હિંદી ફિલ્મ ગીત કોશમાં ગીતને સૉલો તરીકે નોંધવામાં આવ્યું છે પણ અહીં
કોઈ વધારાનો સ્વર પણ સંભળાઈ રહ્યો છે.
ક્યા જમાને કી કહાની હો ગઈ - અમાનત - ? - સંગીત: નીનુ મઝુમદાર
સીતારા (દેવી)નાં સૉલો ગીતો
૧૯૪૩નાં વર્ષ માટે સિતારા (દેવી)નાં અંધેરા(સંગીત જ્ઞાન
દત્ત)નું ૧ અને ભલાઈ (સંગીત પન્નાલાલ ઘોષ)નાં ૪ સૉલો ગીતોનાં ડિજિટલ સંસ્કરણ નથી
મળી શક્યાં. Memorable Songs of 1943માં સૌતન કે ઘર ન જઈયો (આબરૂ,
સંગીત: પંડિત ગોવિન્દ રામ) આવરી લેવાયું છે.
પુણે સે લાઈ પાન રે - આબરૂ - ?
- સંગીત: પંડિત ગોવિન્દ રામ
હિંદી ફિલ્મ ગીત કોષમાં નજ઼ીરને સહગાયક બતાવાયા છે પણ
વાસ્તવમાં તેઓ ગીતમાં સંવાદોની જ પુરણી કરે છે.
હમારી ઝિંદગી ક્યા હૈ અમીરોંકા ખિલૌના - આબરૂ - ? - સંગીત: પંડિત ગોવિન્દ રામ
યે ગમ કા ફસાના હૈ કોઈ નહીં સુનાતા - આબરૂ - ? - સંગીત: પંડિત ગોવિન્દ રામ
નૈયા હમારી પાર લગાઓ - આબરૂ - ? - સંગીત: પંડિત ગોવિન્દ રામ
હાયે યાદ કિસીકી સતાયે - આબરૂ - ? - સંગીત: પંડિત ગોવિન્દ રામ
દુખ દર્દકે મારે હૈં - આબરૂ - ? - સંગીત: પંડિત ગોવિન્દ રામ
ગાઉં ખુશી મેં ગાઉં … હા હા હા …. - નજમા - ગીતકાર: અન્જુમ પીલીભીતી - સંગીત: રફીક઼ ગઝનવી બી એ
વત્સલા કુમઠેકરનાં સૉલો ગીતો
૧૯૪૩નાં
વર્ષ માટે વત્સલા કુમઠેકરનું તીખી ચિતવન દીખા કે લુટ લીયા
(આબરૂ - સંગીત પંડિત ગોવિંદ રામ) Memorable Songs of 1943માં
આવરી લેવાયું છે અને ઈશારા (સંગીત રફીક઼ ગઝનવી) અને ઝબાન (સંગીત: સી
રામચંદ્ર )નાં એકેક ગીતનાં ડિજિટલ સંસ્કરણ નથી મળી શક્યાં.
સહેલી
બતા રાતકી બાત, ક્યોં
તેરી બિખર ગઈ બિંદીયા - આશીર્વાદ – ? - સંગીત: અન્ના સાહબ
પ્રેમ કે હિંડોલે ડોલે - આશીર્વાદ – ? - સંગીત: અન્ના સાહબ
ઈશ્ક઼ કા દર્દ સુહાના…. - ઈશારા – ગીતકાર: ડી એન મધોક – સંગીત: ખુર્શીદ અન્વર
મેરી આંખેં હૈ નશીલી …. - સરકારી પૌને - ? – સંગીત: દત્તા દૌજેકર