Showing posts with label Hidden Gems - Romantic Solos. Show all posts
Showing posts with label Hidden Gems - Romantic Solos. Show all posts

Sunday, September 15, 2024

મોહમ્મદ રફી - ૧૯૫૦ પછી પદાર્પણ કરેલા સંગીતકારોએ રચેલાં, પણ ઢંકાઈ ગયેલાં, રોમેન્ટીક મુડનાં કેટલાંક સૉલો ગીતો

આ સદીના બીજા દશકના અંત સુધીમાં હિંદી ફિલ્મોમાં ૮૦,૦૦૦થી વધુ ગીતો રચાઈ ચુક્યાં છે. આ બધાં ગીતોને ગીતની બાંધણી, બોલ, ગાયકી, લોકપ્રિયતા જેવા કોઈ પણ માપદંડ પર મુલવીએ તો 'સરેરાશથી સારાં' કહી શકાય એવાં ગીતોની સંખ્યા બહુખ્યાત ૮૦:૨૦ના નિયમનું ઉલટું પ્રતિબિંબ દેખાય એવું વિધાન કરીએ તો ખોટાં પડવાની સંભાવના ઓછી રહે તેમ કહી શકાય.

કોઈ પણ પ્રમાણ્ય વિતરણ આલેખ (normal distribution curve)માં ૧૦ % ઉત્તમ, ૧૫% 'સરેરાશથી સારાં'. ૫૦% (ઠીક ઠીક અપેક્ષા મુજબ) હોય છે. તેનાથી નીચે ૧૫ % 'અપેક્ષાથી ઊણા' અને છેલ્લા ૧૦% તો 'સાવ કાઢી નાખવા' જેવાં હોય છે.  

મોહમ્મદ રફીનાં ગીતોમાં 'સદાબહાર', બહુ સારાં' "ઠીક ઠીક', 'ચાલી જશે' અને 'સાવ કાઢી નાખવા જેવાં' એવો ક્રમ પણ આ જ ઢાળ પર જતો હોવો બહુ સ્વાભાવિક જ છે.  જોકે, દરેક ક્રમનાં ગીતોને વધારે ઊંડાણથી જોઈએ તો દરેક ક્રમમાં એવાં ગીતો જરૂર મળી રહેશે 'જે બીજાં ગીતોની પાછળ 'ઢંકાઈ' ગયાં હોય. 

પ્રસ્તુત લેખમાં આપણો ઉપક્રમ મોહમ્મદ રફીનાં 'સદાબહાર' અને બહુ સારાં' ગીતોમાંથી આવાં ઢંકાઈ ગયેલાં સૉલો ગીતો રૂપી રત્નોને ફરી બહાર લાવવાનો છે. ગીતોની અંતિમ પસંદગીમાં આ રોમેન્ટીક સૉલો ગીતોમાં પણ વધારેમાં વધારે વૈવિધ્ય શક્ય બને એ માટે  એક સંગીતકારનું એક જ ગીત લેવું  એવો નિયમ પાળવાનું નક્કી કર્યું છે. જોકે, જ્યારે ખજાનાની શોધખોળ ચાલુ કરી ત્યારે તો આવાં એકથી વધારે ગીતો તો મળે જ. એટલે અંતિમ પસંદગી માટેની મારાં 'મારાં' કારણો પણ રજૂ કર્યાં છે.

મોહમ્મદ રફી માટે ૫૦નો દાયકો તેની કારકિર્દીનો શ્રેષ્ઠ સમય ગણાય છે. આ સમયમાં તેમણે તલત મહ્મુદ, મુકેશ કે મન્ના ડે તેવા પોતાના જ સમકક્ષ સમકાલીનો સામે પોતાનું અગ્રીમ સ્થાન સ્થાપિત કર્યું. '૬૦ના દાયકામાં ગીતોની સંખ્યા વધતી જવાનાં અને લોકચાહના તરફ વધારે ઢળતાં ગીતો રચાવાના ફિલ્મ સંગીતના બદલતાં જતાં કલેવરમાં મોહમ્મદ રફીનાં સામાન્ય શ્રોતા તરફથી મળતી લોકપ્રિયતા અને સંગીતના ગુણીલોકોની સ્વીકૃતિના માપદંડે પણ રફી ટોચ પર રહ્યા. એવામાં ૧૯૬૯માં 'આરાધના' આવી અને કિશોર કુમારના ભાવ રાતોરાત આકાશ આંબવા લાગ્યા. મોહમ્મદ રફીની આગવી ગુણવત્તામાં ક્યાંય ઝાંખપ ન આવી હોવા છતાં હવે તેઓ 'બીજાં સ્થાન ' પર ગણાવા લાગ્યા. આ પરિપ્રેક્ષ્યમાં આજના લેખ માટેનાં ગીતોનો સમય કાળ ૧૯૬૯ સુધી મર્યાદિત કરેલ છે.

આજના લેખમાં ગીતોની ગોઠવણી મોહમ્મદ રફીએ એ સંગીતકાર માટે પહેલવહેલું ગીત જે વર્ષમાં ગાયું (દરેક ગીતમાં સંગીતકારનાં નામ પછી એ વર્ષ મુક્યું છે) તે વર્ષના ચડતા ક્રમ મુજબ કરેલ છે.

મૈં ખો ગયા યહીં કહીં, જવાં હૈ ઋત સમા હસીં - ૧૨ ઑ' ક્લૉક - ગીતકારઃ મજરૂહ સુલ્તાનપુરી - સંગીત - ઓ પી નય્યર (૧૯૫૩)

મોહમ્મદ રફીને સામાન્ય વર્ગના શ્રોતાના પણ મનપસંદ ગાયક બનાવવામાં ઓ પી નય્યરનો સિંહફાળો રહ્યો છે એમ કહી શકાય. ઓ પી નય્યરનાં ગીતોમાંથી મોહમ્મદ રફીનાં  'સરેરાશથી વધુ સારાં ગીતો શોધવા માટે કોઈએ ફિલ્મ સંગીતના ખાસ જાણકાર હોવાની પણ જરૂર ન પડે. 

'પ્યાસા' (૧૯૫૭) પહેલાં ગુરુ દત્તે બનાવેલી બધી જ ફિલ્મો હળવા મુડની થ્રિલર ફિલ્મો હતી જેની સફળતામાં ઓ પી નય્યરનો ફાળો પણ ઘણો મોટો હતો. રોમેન્ટીક પ્રકારની ભૂમિકો પણ્કરી શકે છે એવા એક અભિનેતા તરીકે ગુરુ દત્તની છાપ પ્રસ્થાપિત કરવામાં પણ આ ગીતોએ મહત્ત્વની ભૂમિકા ભજવી હતી.  

જોકે, પ્રસ્તુત ગીત એટલું બધું રોમેન્ટીક છે કે હિંદી ફિલ્મોમાં જેમની છાપ જ રોમેન્ટીક હીરોની હોય એવા અભિનેતાને પણ પરદા પર આ ગીત રજુ કરવામાં સરખાં ફાંફાં પડ્યાં હોત. વળી ઓ પી નય્યરમાં બીજાં ગીતોની સરખામણીમાં આ ગીતની ધુન ગાવામાં સહેલી પડે એવી પણ નથી.


તુમ એક બાર મોહબ્બત કા ઈમ્તિહાન તો લો, મેરે જૂનુન મેરી વહસત કા ઈમ્તિહાન તો લો - બાબર (૧૯૬૦) - ગીતકારઃ સાહિર લુધિયાનવી - સંગીત રોશન (૧૯૫૪)

રોશન અને મોહમ્મદ રફીના સંગાથની શરૂઆત તો ૧૯૫૪થી થઈ ગયેલ. પરંતુ, શરૂઆતનાં વર્ષોમાં રોશને મુકેશને તલત મહમુદ પાસે ગવડાવેલાં ગીતો વધારે નોંધપાત્ર રહ્યાં છે.

રોશન અને મોહમ્મદ રફીનાં ખુબ ઉત્તમ અને લોકપ્રિયા ગીતોનું ઘોડાપુર તો બરસાતકી રાત પછી જ આવ્યું ગણાય છે. એ ફિલ્મે તો રોશન અને સાહિરનાં સંગાથને કાયમ માટે હરિયાળો બનાવી રાખ્યો.

રોશન અને સાહિરનાં એક એકથી ચડે એવાં ગીતોની આ હેલીમાં તેમની પહેલવહેલી ફિલ્મ 'બાબર' (૧૯૬૦) તેનાં ઊંચી કક્ષામાં ગીતો છતાં આ હેલીમાં સાવ કોરાં જ રહ્યાં.


જાને કહાં દેખા હૈ તુમ્હેં કહાં દેખા હૈ તુમ્હેં, જાગી જાગી અખિયોકે સપનોંમેં કહાં દેખા હૈ તુમ્હેં - બીવી ઔર મકાન (૧૯૬૬) - ગીતકારઃ ગુલઝાર - સંગીત હેમંત કુમાર (૧૯૫૪)

હેમંત કુમારનાં સંગીતમાં કોઈ પણ પુરુષ ગાયકને ફાળે ફિલ્મનું હીરો દ્વારા પરદા પર ગવાયું હોય એવું રોમેન્ટીક ગીત તો ભાગ્યે જ મળી આવે એવી જ સામાન્ય છાપ ગણાય. તેમાં પાછી, બીવી ઔર મકાન આમ તો કોમેડી પ્રકારની ફિલ્મ ગણાય ! અને પાછું ફિલ્મનું મુખ્ય પાત્ર રોમેન્ટીક હીરો બિશ્વજીત નહીં પણ મહેમુદ! આવી ફિલ્મમાં બહુ જ યાદગાર એવું રોમેન્ટીક ગીત, અને તે પણ પાછું રફીના સ્વરમાં, હશે એવી કલ્પના પણ ક્યંથી થાય !

જોકે, આમ કહેતી વખતે બિશ્વજીત માટે જ એટલું જ યાદગાર રોમેન્ટીક ગીત  - તેરા હુસ્ન રહે મેરા ઇશ્ક઼ રહે (દો દિલ, ૧૯૬૫) - ગીતકારઃ કૈફી  આઝમી)  હેમંત કુમાર આપી ચુક્યા હતા એ નોંધ તો અવશ્ય લેવી જ પડે. 


મેરી મહેબુબ મેરે સાથ હી ચલના હૈ તુમ્હેં, રોશની લેકે અંધેરેસે નીકલના હૈ તુમ્હેં - ગ્યારહ હજાર લડકીયાં (૧૯૬૨) - ગીતકારઃઃ કૈફી આઝમી - સંગીતઃ એન દત્તા (૧૯૫૫) 

ફોલ્મ ટિકિટબારી પર બહુ સફળ ન થઈ હોય તો પણ મોહમમ્દ રફીનાં શ્રેષ્ઠ કહી શકાય એવાં ગીતો પરદા પર ગાયં હોય એવા હીરોમાં ભારત ભુષણનું નામ બહુ ઈર્ષા સાથે લેવાય. 

પ્રસ્તુત ગીતને ફિલ્મમાં એન દત્તાનાં શ્રેષ્ઠ યુગલ ગીતો પૈકી એક ગણાતાં દિલકી તમન્નાથી મસ્તીમેં મંઝિલસે ભી દુર નિકલતે એ જ ઢાંકી દીધું છે !


મુઝે તુમ સે મોહબ્બત હૈ મગર મૈં કહ નહીં સકતા
, મગર મેં ક્યા કરૂં બિના બોલે ભી નહી રહ સકતા - બચપન (૧૯૬૩) - ગીતકારઃ હસરત જયપુરી - સંગીત સરદાર મલિક (૧૯૫)

સરદાર મલિકની ગણના 'પ્રતિભાવાન પણ સફળ ન રહ્યા' હોય એવાં સંગીતકારોમાં થાય. એટલે એમનાં જે ગીતો બહુ જ લોકપ્રિય રહ્યાં તેમને 'અપવાદ' તરીકે ગણવામાં આવે! 'સારંગા તેરી યાદમેં (સારંગા, ૧૯૬૧ - મુકેશ - ગીતકાર ભરત વ્યાસ) એવાં ગીતોમાંનું શીરમોર ગીત. આ તો ભલું થજો યુ ટ્યુબ પર અનેક અપ્રાપ્ય ગીતો મુકનારાઓનું કે આ ગીતને પહેલં રફી પાસે પણ ગવડાવાયું હતું  એની નોંધ મળી આવે છે. 



તેરી તસવીર ભી તુઝ જૈસી હસીન હૈ લેકિન, ઈસ પે ક઼ુરબાન મેરી જાન -  એ - હઝીન હૈ લેકિન,યે મેરે ઝખ્મી ઉમંગોકા મદાહાવા તો નહીં - કિનારે કિનારે (૧૯૬૩) - ગીતકારઃ ન્યાય શર્મા - સંગીતઃ જયદેવ (૧૯૫૭)

'તસવીર' પરનાં મોહમ્મદ રફીનાં બધાં જ ગીતો ખુબ જ જાણીતાં થયાં ગણાય છે. આટલું સારૂ એવું ગીત એમાં કેમ અપવાદ રહી ગયું હશે? ચેતન આનંદ પર ફિલ્માવાયું છે એટલે હશે? કે પછી 'કિનારે કિનારે'નાં બીજાં ગાયકોએ ગાયેલાં ગીતોની લોકસ્વીકૃતિ કારણભૂત હશે?


ઝરા સુન હસીના - એ - નાઝનીન મેરા દિલ  તુઝ હી પર નિસ્સા હૈ ..  તેરે દમ પે હી મેરે દિલરૂબા મેરી ઝિંદગીમેં બહાર હૈ - કૌન અપના કૌન પરાયા (૧૯૬૩) - ગીતકારઃ શકીલ બદાયુની -  સંગીતઃ રવિ (૧૯૫૭)

રવિની કારકિર્દીને 'ચૌદહવી કા ચાંદ (૧૯૬૦) એ કાયમ માટે ચાર ચાંદ લગાડી આપ્યાં. તે પછી તેમણે બનાવેલાં રફીનાં બધં જ ગીતોએ ડંકો વગાડ્યો હશે ! કોઈ રડ્યાં ખડ્યાં 'સામાન્ય' કહી શકાય એવાં ગીતો પણ તે સમયે તો સફળ થયાં જ હતાં.

પ્રસ્તુત ગીત રવિનાં ઉત્તમ ગીતો  પૈકી એકમાં ગણના પામે. શકીલ બદાયુનીના બોલ અને રફીની ગાયકી પણ એટલાં જ સુંદર છે. એટલે (જ્હોની વૉકરના ભાઈ) વિજય કુમારને મળેલી સરિયામ અસ્વીકૃતિએ આ ગીતને ઢાંકી દીધું હોય એમ કહી શકાય. 



મેરી નિગાહને ક્યા કામ લાજવાબ કિયા ઉન્હીં કો લાખોં હસીનોમેં ઇન્તકાબ કિયા - મોહબ્બત ઇસકો કહતે હૈ (૧૯૬૫) - ગીતકારઃ મજરૂહ સુલ્તાનપુરી - સંગીતઃ ખય્યામ (૧૯૫૮, એમનાં પોતાનાં નામથી રફી સાથેનું પહેલું ગીત) 

આ ગીતની સામે મારી પાસે ઔર કુછ દેર ઠહર ઔર કુછ દેર ન જા (આખરી ખત, ૧૯૬૬) - ગીતકારઃ કૈફી આઝમી) પડ્યું છે. 

જોકે આ બન્ને ગીતને એ ગીતોની ફિલ્મોનાં બીજાં ગીતોએ પણ ઢાં દીધાં તો હતાં જ. એ ગીતો છેઃ 'મહોબ્બત ઈસકો કહતે હૈં' નાં ઠહરીયે હોશમેં આઉં તો ચલે જાઈયેગા  (રફી, સુમન કલ્યાણપુર); જો હમ પે ગુજરતી હૈ તન્હા કિસે સમજાએં (સુમન કલ્યાણપુર) અને ઇતના હુસ્નપે હુઝુર ન ગુરૂર કિજિયે (મુકેશ). 'આખરી ખત'નાં લતાનં બે સોલો - બહારોં મેરા જીવન ભી સંવારો અને મેરે ચંદા મેરે નન્હે તેમજ ભુપિન્દરનું ઋત જવાં જવાં રાત મહેરબાં 



દિલ કે આઈનેમેં તેરી તસવીર રહેતી હૈ ... મૈં યે સમજ઼ા કે કોઈ ઝન્નત કી પરી રહતી હૈ - આઓ પ્યાર કરેં (૯૧૬૪) - ગીતકારઃ રાજેન્દ્ર કૃષ્ણ - સંગીતઃ ઉષા ખન્ના (૧૯૫૯)

રફીનાં પાંચ સોલો અને એક યુગલ ગીતને કારણે આ ફિલ્મ ઉષા ખન્નાએ રફીની ભરપુર ઉપયોગ કર્યો હોયે પૈકીની એક ફિલ્મ ગણાય. જોકે, આમ પણ ઉષા ખન્ના અને રફીનાં ગીતો તો અલગ લેખનો વિષય છે !

આ લેખ માટે ઉષા ખન્નાનાં ગીતોએ ફંફોસતો હતો ત્યારે યાદીમાં આપેલા મુખડાના બોલ પરથી આખું ગીત યાદ ન આવ્યું. એટલે આખું ગીત સાંભળ્યું. તે પછી વસવસો રહ્યા કરે છે એક આવું સરસ ગીત કેમ યાદ ન આવ્યું


હમને દેખા હૈ તુમ્હેં ઐસા ગુમાં હોત હૈ, ... આંખ મિલતી હૈ તો ક્યોં દર્દ જવાં હોતા હૈ - જી ચાહતા હૈ (૧૯૭૧) - ગીતકારઃ હસરત જયપુરી - સંગીતઃ કલ્યાણજી આણંદજી (૧૯૫૯)

સાચી યા ખોટી પણ એક એવી સામાન્ય છાપ રહી છે કે કલ્યાણજી આણંદજી પાસે જ્યાં સુધી કોઈ વિકલ્પ હોય ત્યાં સુધી એ લોકો રફીને લેવાનું ટાળે. જોકે તેઓએ રફી પાસે ગવડાવેલાં ગીતોની સંખ્યા અને ગુણવત્ત કંઈ કમ તો નહોતી જ. આપણે પ્રસ્તુત ફિલ્મની જ વાત લઈએ. આ ફિલ્મમાં રફીનાં બે સોલો, બે યુગલ ગીતો અને એક ટ્વીન ગીત છે. આ ગીતો એ સમયે લોકપ્રિય પણ થયેલાં. પણ મુકેશ પાસે ગવડાવેલું એક જ ગીત, હમ છોડ ચલે હૈ મહેફિલ કો યાદ આયે કભી તો મત રોના, બધાંને ઢાંકી દે છે. 

પ્રસ્તુત ગીતના બોલ પરથી અને ગીતની બાંધણી પરથી એવો ભાસ થાય કે ગીતમાં કરૂણ ભાવની છાંટ પણ છે. પણ ફિલ્માંકન જોતાં એવું લાગે કે પ્રેમ સંબંધની ખાતી મીઠી કડવી યાદોના વિચારોમાં નાયક ઊંડો ઉતરી ગયો છે.. કદાચ ભાવનાં આવાં અસ્પષ્ટ નિરૂપણને કારણે આ ગીત ઢંકાઈ ગયું હશે. 


તુમ્હેં દેખા હૈ મૈને ગુલિસ્તાંમેં. કે જન્નત ઢુંઢ લી હૈ મૈને ઈસ જહાં મેં - ચંદન કા પલના (૧૯૬૭) - ગીતકારઃ આનંદ બક્ષી- સંગીતઃ આર ડી બર્મન (૧૯૬૧) 

રફી પાસે આર ડી બર્મને ૧૯૬૯ પછી તો ભાગ્યે જ કોઈ ગીત ગવડાવ્યાં હશે એવા મત વિષેની ચર્ચામાં બન્ને પક્ષ હંમેશાં ઉગ્ર વિવાદે ચડી જતા રહ્યા છે. એ ચર્ચાથી આપણે દુર રહીને એટલી નોંધ લઈ શું કે મોહમ્મદ રફીનાં આર ડીએ ગવડાવેલાં બધાં ગીતોમાંથી માત્ર ત્રીજા ભાગનાં ગીતો જ ૧૯૭૦ સુધીનાં છે.

આ લેખ માટે ગીતોની શોધ દરમ્યાન  ૧૯૭૦ પહેલાંના આર ડીનાં રફીનાં ગીતોમાંથી બે એક ગીતો જ મારા માટે ઓછાં પરિચિત જણાયાં . જેમાનું એક ગીત આ પ્રસ્તુત ગીત છે. ખુબીની વાત એ છે કે આ ગીત આર ડીની શૈલીનું જરા પણ લાગ્તું નથી. અને એટલે જ ક્દાચ, ઢંકાઈ ગયું  હશે !



અભી કમસીન હો નાદાં હો જાન - એ - જાના .. ક્યા કરોગી મેરા દિલ તોડ દોગી દોગી મેરા દિલ પહલે સીખો દેલ લગાના -  આયા તૂફાન (૧૯૬૪) - ગીતકાર અસદ ભોપાલી - સંગીત લક્ષ્મીકાન્ત પ્યારેલાલ 

લક્ષ્મી પ્યારેની શરૂઆતની ફિલ્મો ટુંકા બજેટની બી કે સી ગ્રેડની ફિલ્મો હતી. પણ એ ફિલ્મોનાં બધાં જ ગીતો તેમનાં સૌથી સારાં ગીતોમાં માનભર્યું સ્થાન ભોગવે છે. પ્રસ્તુત ગીત ખુબ મજાનું ગીત છે, પણ એક બાજુ પારસમણી (૧૯૬૩) અને બીજી બાજુ દોસ્તી (૧૯૬૪)નાં ગીતોની અઢળક લોકચાહના વચ્ચે તે પીસાઈ ગયું છે.



હવે પઃછી મોહમ્મદ રફીનાં ૧૯૭૦ સુધીનાં ઓછાં સાભળવા મળતાં સૉલો રત્ન  સમાં ગીતોને યાદ કરીશું.

Sunday, August 25, 2024

મોહમ્મદ રફી - ૧૯૫૦ સુધી પદાર્પણ કરેલાં સંગીતકારોએ રચેલાં, પણ ઢંકાઈ ગયેલાં, રોમેન્ટીક મુડનાં કેટલાંક સૉલો ગીતો

મોહમ્મદ રફીની સમગ્ર ગાયકીની સફરના રગપટમાં અલગ અલગ મુડ, ગીતના પ્રકારો જેવા અનેક રંગોનું અનોખું મિશ્રણ સમાયેલું છે. એક જ પ્રકારનાં ગીતોના એક જ રંગના  કહેવાતાં ગીતો પણ અનેક ભાવમાં ઉભરતાં રહેતાં હોય છે. વળી, કોઈ પણ ઇતિહાસકાર, કોઈ પણ વિવેચક, કોઈ પણ ચાહક કે કોઈ પણ શ્રોતા આ ગીતોને પોતપોતાના દૃષ્ટિકોણથી, કે સંદર્ભમાં, મુલવતાં હોય. પરિણામે, મોહમ્મદ રફીનાં ગીતો હંમેશાં કલઈડસ્કોપ હેઠળ દેખાતા ભાતીગળ રંગોવાળી ડિઝાઈન જેવાં બહુરસાળ જ રહ્યાં છે. કદાચ એમ કહેવામાં જરા પણ અતિશયોક્તિ નહીં લાગે કે જ્યારે માનવ (કે પછી ભવિષ્યમાં AIની પણ 😊) કલ્પના અને રસદૃષ્ટિની ક્ષિતિજને પહોંચી શકાશે, ત્યારે કદાચ મોહમ્મદ રફીનાં ગીતોનો રસાસ્વાદ ઉતરી ગયેલો લાગશે.  તેમાં પણ મોહમ્મદ રફીની જન્મ શતાબ્દીની આ મોસમમાં તેમનાં ગીતો વધુ સૂક્ષ્મ નજરે જોવાય છે, અને એટલે ગીતોનો રસાસ્વાદ વધુ ને વધું ઘુંટાય છે, અને તેથી અનેક ગણો રસપ્રદ પણ બનતો રહે છે. 

પ્રસ્તુત લેખમાં આપણો ઉપક્રમ મોહમ્મદ રફીનાં 'સદાબહાર' અને બહુ સારાં' ગીતોમાંથી આવાં ઢંકાઈ ગયેલાં સૉલો ગીતો રૂપી રત્નોને ફરી બહાર લાવવાનો છે. ગીતોની અંતિમ પસંદગીમાં આ રોમેન્ટીક સૉલો ગીતોમાં પણ વધારેમાં વધારે વૈવિધ્ય શક્ય બને એ માટે  એક સંગીતકારનું એક જ ગીત લેવું  એવો નિયમ પાળવાનું નક્કી કર્યું છે. જોકે, જ્યારે ખજાનાની શોધખોળ ચાલુ કરી ત્યારે તો આવાં એકથી વધારે ગીતો તો મળે જ. એટલે અંતિમ પસંદગી માટેની મારાં 'મારાં' કારણો પણ રજૂ કર્યાં છે.

મોહમ્મદ રફી માટે ૫૦નો દાયકો તેની કારકિર્દીનો શ્રેષ્ઠ સમય ગણાય છે. આ સમયમાં તેમણે તલત મહ્મુદ, મુકેશ કે મન્ના ડે તેવા પોતાના જ સમકક્ષ સમકાલીનો સામે પોતાનું અગ્રીમ સ્થાન સ્થાપિત કર્યું. '૬૦ના દાયકામાં ગીતોની સંખ્યા વધતી જવાનાં અને લોકચાહના તરફ વધારે ઢળતાં ગીતો રચાવાના ફિલ્મ સંગીતના બદલતાં જતાં કલેવરમાં મોહમ્મદ રફીનાં સામાન્ય શ્રોતા તરફથી મળતી લોકપ્રિયતા અને સંગીતના ગુણીલોકોની સ્વીકૃતિના માપદંડે પણ રફી ટોચ પર રહ્યા. એવામાં ૧૯૬૯માં 'આરાધના' આવી અને કિશોર કુમારના ભાવ રાતોરાત આકાશ આંબવા લાગ્યા. મોહમ્મદ રફીની આગવી ગુણવત્તામાં ક્યાંય ઝાંખપ ન આવી હોવા છતાં હવે તેઓ 'બીજાં સ્થાન ' પર ગણાવા લાગ્યા. આ પરિપ્રેક્ષ્યમાં આજના લેખ માટેનાં ગીતોનો સમય કાળ ૧૯૫૦થી ૧૯૬૯ સુધી મર્યાદિત કરેલ છે.

hઆજના લેખમાં ગીતોની ગોઠવણી મોહમ્મદ રફીએ એ સંગીતકાર માટે પહેલવહેલું ગીત જે વર્ષમાં ગાયું (દરેક ગીતમાં સંગીતકારનાં નામ પઃછી એ વર્ષ મુક્યું છે) તે વર્ષના ચડતા ક્રમ મુજબ કરેલ છે.

ઈશ્ક઼ દિવાના હુસ્ન ભી ઘાયલ દોનોં તરફ એક દર્દ--જીગર હૈ - સંઘર્ષ (૧૯૬૮) - ગીતકારઃ શકીલ બદાયુની - સંગીતઃ નૌશાદ (૧૯૪૬) 

દીદાર (૧૯૫૧) મોહમ્મદ રફીની કારકિર્દીનું એક મહત્ત્વનું સોપાન કહી શકાય. દિલીપ કુમારના પાર્શ્વસ્વર તરીકે તેમનું સ્થાન સુનિશ્ચિત થવાની સાથે એ સમયના ખુબ જ શક્તિશાળી અને પ્રતિભાવાન ગાયકોની સ્પર્ધામાં હવે પછીનાં વર્ષોમાં તેમનાં આદિપત્યનાં પણ અંડાણ થયાં. 

તેમની કારકિર્દી દરમ્યાન નૌશાદે દિલીપ કુમાર સિવાય અન્ય અભિનેતાઓની ફિલ્મો માટે પણ સંગીત આપ્યું છે. ભારત ભુcષણની ફિલ્મો બૈજુ બાવરા (૧૯૫૩) અને શબાબ (૧૯૫૪) ખુબ સફળ થઈ તો સોહિની મહિવાલ (૧૯૫૮)  પણ સારી એવી સ્વીકૃતિ પામી. રાજેન્દ્ર કુમારની મેરે મહેબુબ (૧૯૬૩) જેટલી સફળ રહી એટલી પાલકી (૧૯૬૭) અસફળ રહી. સાથી (૧૯૬૮)માં તો તેમણે મુકેશનો જ સ્વર ઉપયોગમાં લીધો. જોય મુખર્જી સાથેની સાઝ ઔર આવાઝ (૧૯૬૬)નાં ગીતો પણ મહદ અંશે સ્વીકાર્ય રહ્યાં. 

દિલીપ કુમાર સાથેની દરેક ફિલ્મોનાં ગીતો અમુક ખાસ ઢાંચામાં જ રચાયાં હોવા છતાં છેક સુધી ગણ્યાં ગાઠ્યાં ગીતો સિવાય મોટા ભાગનાં ગીતો 'સરેરાશથી વધારે'થી લઈને 'નોંધપાત્ર' સફળતાને વરતાં રહ્યાં. મારી શોધની સોઈ સંઘર્ષ (૧૯૬૮) નાં ગીતો પર અવશપણે અટકી ગઈ. 

ફિલ્મની વાર્તા અને દરેક કલાકારની પોતપોતાનાં પાત્રોની ખુબ જ દમદાર રજુઆતને પરિણામે ફિલ્મમાં ગીતો થોડે ઘણે અંશે ઢંકાઈ જતાં હોય એવું લાગે. ફિલ્મનાં મોહમ્મદ રફીનાં બે રોમેન્ટીક ગીતોમાંથી જબ દિલસે દિલ ટકરાતા હૈ મત પુછીએ ક્યા હો જાતા હૈ' પણ અહીં છેલ્લી પસંદગી પામેલ ગીતને ઢાંકી દેતું હોય એવું મને લાગ્યું.



દિલમેં એક જાન--તમન્નાને જગહ પાયી હૈ, આજ ગુલશનમેં નહીં ઘરમેં બહાર આઈ હૈ - બેનઝીર (૧૯૬૪) - ગીતકારઃ શકીલ બદાયુની - સંગીતઃ એસ ડી બર્મન (૧૯૪૭)

મોહમ્મદ રફી માટે પહેલવહેલું ગીત એસ ડી બર્મને દો ભાઈ (૧૯૪૭) માટે રેકોર્ડ કર્યું. તે પછી છેક પ્યાસા (૧૯૫૭) સુધી રફી તેમને માટે પહેલી પસંદ નહોતા. જોકે તે પછી ગાઈડ (૧૯૬૫) સુધીમાં તો એસ ડી બર્મને મોહમદ રફીનાં એક પછી એક એવાં સદાબહાર ગીતો આપ્યાં કે એક સાંભળીએ ત્યારે બીજાં બધાં ગીતો ઝાંખાં પડતાં લાગે. એસ ડી બર્મને જો કોઈ અભિનેતા માટે સૌથી વધારે રચ્યાં હોય તો તે બેશક દેવ આનંદ છે. એટલે મારી નજર પહેલાં તો ત્યાં જ દોડી. બાત એક રાતકી (૧૯૬૨)નું હેમંત કુમારનાં ગીત - ન તુમ હમે જાનો -ની પાછળ ઢંકાઇ  જતું - અકેલા હું મૈં ઈસ દુનિયામેં (ગીતકારઃ મજરૂહ સુલ્તાનપુરી) મારી પસંદગીમાં  ઉતર્યું પણ ખરૂં. 

જોકે એ પાટે ચડી ગયેલી મારી શોધને અતિક્રમીને અહીં મુકેલું ગીત મને પોતાની હાજરી પુરાવ્યા કરતું હતું એમ લાગતું હતું. બેનઝીર (૧૯૬૪) આમ તો સ્વાભાવિક રીતે મીના કુમારીનાં પાત્રને કેંદ્રમાં રાખીને રચાયેલ ફિલ્મ છે. એટલે ફિલ્મમાં સ્ત્રી સ્વરનાં ગીતો જ પહેલું સ્થાન ધરાવે એ પણ સ્વાભાવિક છે. તેમાં વળી, એ પાત્રના પ્રેમી તરીકે અશોક કુમારનાં પાત્રની ભૂમિકા પણ કથાનકને સહાયક જ હતી. એટલે શશી કપુર અને તનુજાને ભાગે તો જાણે હાજરી પુરાવાનું આવ્યું હોય એમ લાગે. દિગ્દર્શક્ને ક્યાંકથી શશી કપુરનાં પાત્ર માટે પણ ગીત મુકવું જોઈએ એવું સુઝ્યું હશે. પરિણામે જે ગીત એસ ડી બર્મને તૈયાર કર્યું એ બધી જ રીતે એટલું અનોખું બન્યું કે એ ગીતને ઢાંકી દેતાં એકોએક પરિબળોની સામે પણ તે અદકેરૂં બની રહ્યું. 



તેરી પસંદ ક્યા હૈ યે મુઝકો નહીં ખબર, મેરી પસંદ યે હૈ કે મુઝકો હૈ તુ પસંદ - એક દિનકા બાદશાહ (૧૯૬૪) - ગીતકારઃ જુગલ કિશોર - સંગીતઃ હંસરાજ બહલ (૧૯૪૮) 

હિંદી ફિલ્મોમાં જે બી અને સી કક્ષાની ફિલ્મો ગણાય છે તે સામાન્યતઃ બહું ટુંકા બજેટમાં, ફિલ્મોના વિશાળ દર્શક વર્ગમાંના અમુક ચોક્કસ વર્ગ માટે જ, બને. તેમ છતાં આ ફિલ્મોમાં ન સમજાય તેવી ખુબીની એક બાબત બનતી રહી અવશ્ય જોવા મળશે. બહુ જ પ્રતિભાવાન, પણ ક્યાંતો સફળતા જેમની સાથે કાયમ સંતાકુકડી જ રમતી હોય, કે હવે જેના નબળા દહાડા ચાલતા હોય એવાં સંગીતકારો જ સંગીત વિભાગ સંહાળતા હોય એવું લગભગ, સામાન્યપણે જોવા મળે. પરિણામે ફિલ્મનું એકાદ ગીત તો જરૂર એ ફિલ્મનાં સિનેમા હૉલમાં પ્રદર્શનનાં સ્થળ અને સમયની મર્યાદાની બહાર રહીને વ્યાપક શ્રોતા વર્ગને પણ ખુબ જ ગમે એવું હોય. આવાં ગીતો જ એક અલગ લેખનો વિષય બની રહી શકે એવો ચીંથરે વીંટ્યો ખજાનો છે..

બી અને સી વર્ગની ફિલ્મોનાં વાદળ પાછળ છુપાયેલું મોહમ્મદ રફીનું પ્રસ્તુત સૉલો ગીત એવાં ગીતો પૈકીનું એક ગીત છે.



આ લેખ માટે એક જ સંગીતકારનું કોઈ એક જ ગીત લેવું એવો નિયમ મેં રાખ્યો છે. પરંતુ, હસરત જયપુરી અને શૈલેન્દ્ર સાથે શંકર જયકિશને જે સહકાર્ય કર્યું છે તેને અવગણવાનું મને યોગ્ય ન લાગ્યું એટલે શંકર જયકિશન રચિત એક ગીત હસરત જયપુરીનું અને એક શૈલેન્દ્રનું એમ અલગ અલગ ગીત લેવાનો અપવાદ કર્યો છે. 

ચાર દિનોંકી છુટ્ટી હૈ ઔર ઉનસે જા કે મિલના હૈ, જિસ માંગને હમકો માંગ લિયા ઉસ માંગમેં તારે ભરના હૈ - આસ કા પછી (૧૯૬૧) - ગીતકારઃ હસરત જયપુરી- સંગીતઃ શંકર જયકિશન (૧૯૪૯) 

આમ તો રફીને ફાળે આવેલું ફિલ્મનું એક માત્ર ગીત  ફૂલ સા ચેહરા ચાંદ સી રંગત ચાલ ક઼યામત ક્યા કહીએ (રાત ઔર દિન, ૧૯૬૭, ગીતકારઃ હસરત જયપુરી - સંગીતકારઃ શંકર જયકિશન) સીધે સીધી પસંદ હતી.

પરંતુ પ્રસ્તુત ગીત ખાસ યાદ કરો તો જ યાદ એવું છે, અને વળી એક નહીં અનેક પરિબળો પાછળ છુપાયેલું છે એટલે તેને અહીં સ્થાન આપવાનું નક્કી કર્યું.

રાજેન્દ્ર કુમારની શરૂની કારકિર્દી પર છવાયેલું ગ્રહણ હટવાનું નામ જ નહોતું લેતું એવામાં ૧૯૬૧ની ઘરાના અને સસુરાલ જેવી બે ફિલ્મોએ જાણે જાદુ કર્યો હોય એમ રાજેન્દ્ર કુમાર રાતોરાત 'સિલ્વર જ્યુબિલી સ્ટાર'ની કક્ષામાં પહોંચી ગયા. બન્ને ફિલ્મો એકાદ માસનાં અતરે જ પ્રદર્શિત થયેલી.

બન્ને ફિલ્મો દક્ષિણનાં માતબર નિર્માણ ગૃહોએ બનાવી હતી. એટલું જ નહીં, બન્ને ફિલ્મો રાજેન્દ્ર કુમારનાં પાત્રો, અભિનય શૈલી, ફિલ્મમાં ગીતોની ગોઠવણી જેવી અનેક બાબતોમાં રાજેન્દ્ર કુમારની હવે પછીની સફળ ફિલ્મોનાં બીબાંની જાહેરાતની છડી પોકારતી હોય તેવી હતી.

આસ કા પંછી આ બન્ને ફિલ્મોની રીલીઝના એકાદ મહિનામાં જ રીલીઝ થઈ હતી, પણ તે આ ફિલ્મોનાં ઢાંચામાં નહોતી.  રાજેન્દ્ર કુમાર માટે શંકર જયકિશને ત્રણ ત્રણ પાર્શ્વગાયકો પ્રયોજ્યા હતા. તેમાં પ્રસ્તુત ગીત તો વળી શંકર જયકિશનની શૈલી માટે પણ બિનપરંપ્રાગત બાંધણીનું હતું. 

આમ પ્રસ્તુત ગીત રાજેન્દ્ર કુમારની સફળતાના ઢાંચાના અને તેને અનુરૂપ શંકર જયકિશનનાં ગીતોની બાંધણીના ઓછાયામાં ઢંકાઈ ગયું.



કહાં જા રહે થે કહાં આ ગયે હમ, કિસીકી નિગાહોંસે ટકરા ગયે હમ - લવ મેરેજ (૧૯૫૯) - ગીતકારઃ શૈલેન્દ્ર - સંગીતઃ શંકર જયકિશન (૧૯૪૯) 

આ ગીતની અનોખી ખુબી એ છે કે એ જેટલું શૈલેન્દ્ર અને શંકર જયકિશનની ઓળખ સમી શૈલીનું ગીત છે એટલું જ દેવ આનંદની અભિનય શૈલી માટે જ અદ્દલોઅદ્દલ બનેલું ગીત છે. અને એ જ કારણ્સર અનોખી ભાત પણ પાડે છે. 

પરંતુ આ જ ફિલ્મનાં બે યુગલ ગીતો - ધીરે ધીરે ચલ ચાંદ ગગનમેં (રફી, લતા  - ગીતકારઃ હસરત જયપુરી) અને કહે ઝુમ ઝુમ રાત યે સુહાની (રફી, લતા  - ગીતકારઃ શૈલેન્દ્ર) ની પહાડ જેવડાં ઉછળતાં મોજાંઓ જેવી  સફળતાની પાછળ આ ગીતનાં અનોખાપણાંની સાદગીની લહેર છુપાઈ ગઈ. 



મસ્તીમેં છેડ કે તરાના કોઈ દિલકા આજ લુટાયેગા ખજાના કોઈ દિલકા - હક઼ીક઼ત (૧૯૬૪) -  ગીતકારઃ કૈફી આઝમી - સંગીતઃ મદન મોહન (૧૯૫૦) 

મદન મોહનની કારકિર્દી દરમ્યાન રચાયેલાં ગીતોમાં તેમની લતા મંગેશકરની રચનાઓનો પ્રભાવ એટલો બધો રહ્યો છે કે તેમણે રચેલાં મોહમ્મદ રફીનાં બધાં જ ગીતો તેમાં છંકાઈ જતાં લાગે. જોકે, મદન મોહને રચેલાં મોહમ્મદ રફીનાં ગીતો પણ અનેક રંગોનો રંગપટ છે એ વાત ત્તો તેના પર અલગ અલગ લેખો થાય છે ત્યારે જ તેની યાદ તાજી થાય છે.

મદન મોહનનાં આવાં કેટલાંય યાદગાર ગીતોમાં જ સંતાઈ રહેલાં કહી શકાય એવાં ગીતોની મારી કાચી યાદી પણ બે એક લેખો માટેની સામગ્રી જેટળી બની રહી. મૈં નિગાહેં તેરે ચેહરે સે હટાઉં કૈસે (આપકી પરછાઈયાં, ૧૯૬૪ - ગીતકારઃ રાજા મહેંદી અલી ખાન), મેરી મહેબુબ કહીં ઔર મિલાકર મુઝકો (ગ઼ઝલ, ૧૯૬૪ - ગીતકરઃ સાહિર લિદિયાનવી)  તુ મેરે સામને હૈ (સુહાગ, ૧૯૬૫ - ગીતકારઃ હસરત જયપુરી) કુછ ઐસી પ્યારી શક્લ મેરે દિલરૂબાકી હૈ (નયા કાનુન, ૧૯૬૫ - ગીતકારઃ હસરત જયપુરી), તેરે કુચેમેં તેરા દીવાના (હીર રાંઝા, ૧૯૭૦ - ગીતકારઃ કેફી આઝમી) જેવાં ગીતો સુધી પહોંચતાં જ મદન મોહન - રફીનાં છુપાયેલાં રત્નોમાંથી કોઈ એકની પસંદગી કેટલી મુશ્કેલ બની રહી શકે તે વિચાર મને મુંઝવવા લાગ્યો હતો. 

પરંતુ, પ્રસ્તુત ગીતે એ બધી મુશ્કેલીઓને સહેજ વારમાં પીગળાવી નાખી.

હક઼ીક઼ત (૧૯૬૪ નાં જ અન્ય ગીતોએ આ ગીતને એટલી હદે ઢાંકી દીધું છે કે તેને સાંભળવા માટે તેને ખાસ યાદ કરવું પડે. અધુરામાં પુરૂં, ગીતનું ફિલ્માંકન વિજય આનંદ પર થયું છે, જે પોતે ગીતોને પરદા પર રજુ કરવાની કળાના જાદુગર મનાતા હતા, પ્ણ પોતે પરદા પર જે જે ગીતો ગાયાં તે જરા પણ જામ્યાં નહી.

અને હા, પ્રસ્તુત લેખ માટે અહીં પસંદ કરેલાં ગીતોમાં આ ગીત ટોચ પર આવે !



અભી ન ફેરો નજ઼ર જિંદગી સંવાર તો લેં દિલ કે શિશેમેં આપકો ઉતાર તો લેં - બીરાદરી (૧૯૬૮) - ગીતકારઃ પ્રેમ ધવન - સંગીતઃ ચિત્રગુપ્ત (૧૯૫૦) 

એસ એન ત્રિપાઠીના સહાયક રહ્યા પછી સ્વતંત્ર સંગીતકાર તરીકેની ચિત્રગુપ્તની કારકિર્દી બી અને સી ગ્રેડની ફિલ્મોમાં જ પુરી થઈ જશે એમ લાગતું હતું. એવામાં ભાભી (૧૯૫૭) ની સફળતાએ ચિત્રગુપ્તના સંગીતની આડે પડેલું પાંદડું પણ ખસેડી નાખ્યું. એ પછી ચિત્રગુપ્ત સામાજિક ફિલ્મો માટે નિયમિત સંગીત આપતા થઈ ગયા અને સારી એવી સફળતા પણ અંકે કરી શક્યા. જોકે, દક્ષિણનાં નિર્માણ ગૃહો સિવાય તેમને અન્ય 'મોટાં' નિર્માણ ગૃહોના 'રેગ્યુલર',  'સફળ', સંગીતકારોની પંગતમાં જરા ઉતરતું સ્થાન મળ્યું ગણી શકાય. ચિત્રગુપ્તનાં લતા મંગેશકરનાં વધારે ગીતો લોકપ્રિયતા પામ્યાં, તો મોહમ્મદ રફીનાં પણ સારી એવી સંખ્યામાં ગીતો રફીનાં સદાબહાર ગીતોમાં સ્થાન પામ્યાં છે. 

ચિત્રગુપ્ત - મોહમ્મદ રફીનાં સદાબહાર સૉલો ગીતોમાં એવાં પણ ઘણાં ગીતો છે જે સંગીત, કે ગીત,ની ગુણવત્તા સિવાયનાં કારણોસર ઢંકાયેલાં રહ્યાં.



હવે પછી ૧૯૫૦ પછી પદાર્પણ કરેલા સંગીતકારોએ રચેલાં, પણ ઢંકાઈ ગયેલાં, રોમેન્ટીક મુડનાં કેટલાંક સૉલો ગીતોની વાત કરીશું.