ગુણવત્તા સંચાલન વિષેના લેખ અને બ્લૉગ્સના બ્લૉગોત્સવનાં નવેમ્બર ૨૦૧૫ સંસ્કરણમાં આપનું હાર્દિક સ્વાગત છે.
એપ્રિલ, ૨૦૧૫નાં સંસ્કરણમાં આપણે “Improving measures of measurement of process \ પ્રક્રિયાની માપણીનાં માપની સુધારણા” વિષે શોધખોળ કરી હતી. તેના અનુસંધાને મે ૨૦૧૫નાં સંસ્કરણમાં આપણે performance measures and metrics, જુન ૨૦૧૫માં આપણે ‘structuring for the process of improvement \ સુધારણાની પ્રકિયા માટેની માળખાંકીય વ્યવસ્થા', જુલાઇ ૨૦૧૫માં 'Deploying the Improvement Process /સુધારણા પ્રક્રિયાને વ્યવહારોપયોગીપણે તૈનાત કરવી’, ઑગસ્ટ, ૨૦૧૫નાં સંસ્કરણમાં આપણે ‘Implementing the Improvement Process \ પ્રક્રિયા સુધારણાનો અમલ કરવા માટેના જૂદા જૂદા અભિગમો અને પધ્ધતિઓ’ અને સપ્ટેમ્બર, ૨૦૧૫માં ‘Measuring the Improvement Process \ સતત સુધારણાની માપણી’ વિષે આપણી શોધખોળ આગળ ધપાવી. ઓક્ટોબર ૨૦૧૫માં આપ્ણે 'સંતુલિત સ્કૉરકાર્ડ \ Balanced Scorecard' નો પરિચય કર્યો.
સતત સુધારણાની આપણા બ્લૉગોત્સવમાં આપણે શરૂ કરેલી સફરનાં અંતિમ ચરણ તરીકે આ અંકમાં આપણે 'સતત સુધારણાને ટકાવી રાખવા / Sustaining Continuous Improvement’ વિષે વાત કરીશું.
How to Create and Sustain Successful Continuous Improvement Teams - રેની બૅસ્સૅટ - 'તંત્રવ્યવસ્થાને સતત સુધારતાં રહીને તાજી રાખવી. તેને સ્થગિત ન થવા દેવી. આપણા સ્પર્ધકો દરરોજ કંઈને કંઈ નવું કરતા જ રહેવાના છે. સતત થતા રહેતાં પરિવર્તનો તો હવે આપણાં જીવનની સામાન્ય તરાહ જ બની રહી છે.'.. માનવીને પ્રેરતાં પરિબળોને સમજવાથી સતત સુધારણાના કાર્યક્રમને સફળ શી રીતે રાખી શકાય તે અહીં ક્લિક કરવાથી જોઈ શકાશે.
Sustaining Continuous Improvement Initiatives - સિમૉન બૉડી - સામાન્ય રીતે સતત સુધારણાના કાર્યક્રમોની શરૂઆત ધમાકેદાર રીતે થતી હોય છે. પરંતુ તેનું મહત્ત્વ નજરે પડતું ન જણાય તો એ ઉત્સાહનો ઉભરો શમી જતો હોય છે. મહેનત ચાલુ રાખવી કે કેમ તેના પર પણ શંકા થવા લાગે છે. કાર્યક્રમની આવરદાને લંબાઈ બક્ષવા અને હંમેશાં રસપ્રદ બનાવી રાખવા માટે તેનાં વ્યવસ્થાપન બાબતે ખાસ્સું સજાગ રહેવું પડતું હોય છે. 'સારૂં કામ' આદર્યું, કે પુરૂં પાડ્યું, તેટલો સંતોષ પૂરતો નથી. તેનાથી થતા ફાયદાઓ બધાંને સમજાવા જોઇએ, તેની ગણતરીઓ મંડાતી રહેવી જોઈએ અને ફાયદાઓ નક્કર સ્વરૂપે દેખાવા-અનુભવવા પણ જોઈએ. પ્રગતિનો અહેવાલ અસરકારકરૂપે બધાં સુધી પહોંચતો રહેવો જોઈએ.
Sustaining a Continuous Improvement Culture in a World of Flux - એવું નથી કે આપણને પરિવર્તનનો ભય હોય છે કે જૂની રીતે જ કામ કરવું ગમતું હોય છે.ખરો ભય તો એ બંને વચ્ચેની, હવામાં ફંગોળતા બે ઝુલાઓમાંથી એકને છોડ્યા પછી બીજો હાથમાં ન આવે એ કોઇ જ પ્રકારના આધાર વિનાની ક્ષણોમાં હોય તેવી અવસ્થાનો છે.....સતત સુધારણા એ માત્ર સંસ્થાગત પ્રાથમિકતા ન બની રહેતાં વ્યૂહાત્મક આયોજનના જ ભાગ રૂપે આવરી લેવાવી જોઇએ. સતત સુધારણાના અમલ માટે સુવ્યવસ્થિત માળખું, માહિતીનિ પારદર્શક આપલે, દરેક હિતધારકનાં મંતવ્યોને ખરા અર્થમાં સાંભળવાં અને તેના પર ધ્યાન આપવું, દરેક વ્યક્તિને લાગુ પડતા ફાયદાઓ સમજાવવા અને સતત સુધારણા વિષેના અભિગમમાં સાતત્ય જાળવવું જેવી બાબતો સતત સુધારણા માટેનાં વાતાવરણને ટકાવી રાખવામાં અગત્યની ભૂમિકા ભજવે છે.
Visual Management Helps You Sustain Continuous Improvement - આપણી કામગીરીને કાર્યક્ષમ બનાવવા માટે બહુ જ જરૂરી છે કે તેની સાથે સંકળાયેલાં લોકો તેમાં શું ચાલી રહ્યું છે તેનાથી સારી પેઠે પરિચિત રહે ! એ માટે દરેક વિભાગનાં દરેક સ્તરનાં કર્મચારીઓ સુધી તેમને માટે મહત્ત્વની માહિતી પહોંચતી રહે અને સમજાતી રહે તે પણ એટલું જ મહત્ત્વનું બની રહે છે. માહિતીનું સચિત્ર વ્યવસ્થાપન એ પ્રક્રિયા નિયમનનું એવું ઘટક છે જે સતત સુધારણાને ટકાવી રાખવમાં અગત્યની ભૂમિકા ભજવી શકે છે.
Creating and sustaining value: Building a culture of continuous improvement - Saleem Chattergoon, Shelley Darling, Rob Devitt, Wolf Klassen ટૉરન્ટો ઈસ્ટ જનરલ હૉસ્પિટલમાં કરાયેલ તબક્કાવાર અમલને વર્ણવે છે. એ ત્રણ તબક્કાઓ છેઃ #૧ - અમલ માટેની તૈયારીઓનો, #૨ ટીમ દ્વારા સંચાલિત માપણી વ્યવસ્થાપન અને # ૩ - રોજબરોજની વ્યવસ્થાઓનું તંત્ર અને અલગ અલગ સંબંધિત વિભાગોમાંથી ટીમ માટેનાં સભ્યોની પસંદગી. આ તબક્કાવાર અભિગમ વડે પરિયોજનાઓ વ્યક્તિગત સ્તરથી ઉપર ઊઠીને સંસ્કૃતિનાં સર્વાંગી પરિવર્તન શક્ય બની રહે છે.
Continuous Improvement through a Productive Culture - ઉત્પાદક કામોઢી સંસ્કૃતિનાં ઘડતર અને ટકાવી રાખવા માટે જે કેટલાંક સુચિત પગલાંઓની ચર્ચા થતી રહી છે તેમાંથી નીચે મુજબની બાબતો અસરકારક નીવડી શકે છે
૧. દરેક સ્તર પર ઉત્કૃષ્ટ નેતૃત્વ વિચારસરણી અને કાર્યપદ્ધતિના જ પ્રયોગ થતા રહે
- એકબીજા માટે વિશ્વાસ અને સન્માન
- વિચારસરણી અને કાર્યપદ્ધતિ વિષે પ્રતિબદ્ધતા અને સાતત્ય
- એકબીજા સાથેના વ્યવહારોમાં ધૈર્ય અને સમજ
- કથની અને કરણીમાં સુસંગતતા
- જ્યારે જ્યારે સંસાધનોની વહેંચણી કરવામાં આવે ત્યારે તેમાં ન્યાયિક અને ઔચિત્યનાં ધોરણો જ લાગુ કરાય
- ઉદ્દેશ્યો અને કારણો વિષેની સમજ પાડતા રહેવામાં આવતી રહે
૨. 'જે કહીએ તે જ કરીએ' વડે ઉદાહરણીય નેતૃત્વ પુરૂં પાડીએ
- વર્તણૂક આદર્શ બની રહે
- હંમેશાં મદદ, માર્ગદર્શન અને નવું શીખવવાનો અભિગમ
૩. પુરસ્કાર, વખાણ કે માન માટેના માર્ગદર્શક માપદંડો સુનિશ્ચિત હોય
૪. સારાં લોકો અને સહયોગીઓની પસંદગી કરી તેમની વર્તમાન અને ભાવિ ક્ષમતાને અનુરૂપ કામની તેમને સોંપણી
૫. માહિતી અને વિચારો માટે દ્વિતરફી મુક્ત આદાનપ્રદાન વ્યવસ્થા અપનાવીએ
૬. ટીમ સંચાલન માટે ટીમનાં સભ્યો સાથે સરળ વર્તન રાખીએ
૭. પોતાનાં અને સંસ્થાનાં મૂલ્યો, તેને અનુરૂપ વર્તણૂક અને સ્વીકૃત ધોરણો ઘડીએ અને સમજાવીએ - આ બાબત જે સંદેશ અપાય કે ટીમનાં દરેકનાં સભ્યનાં વર્તન થાય તેમાં સાતત્ય જળવાઈ રહે
૮. સંબંધોની ગુણવત્તા પર ખાસ ધ્યાન આપીએ - લોકોને માનવોચિત માન જરૂર આપીએ
૯. સભ્યોની શારીરીક તેમ જ લાગણીઓની સલામતી તેમ જ શ્રેય તરફ પણ વિશેષ ધ્યાન આપીએ - તેમના વિચારો, મંતવ્યો કે ચિંતાઓ સાંભળીએ અને જરૂર મુજબ તે અંગે પગલાં લઈએ
૧૦. લોકોને તેમની મહેનતનાં ફળ ભોગવવાની તકો મળતી રહે
૧૧. પરિવર્તનનાં બધાં પાસાં સમજવામાં લોકોને મદદરૂપ બનીએ જેથી પરિવર્તનની સંસ્થા પરની તેમજ વ્યક્તિગત અસરો સભ્યોને સમજાતી રહે
૧૨. એકબીજા સાથે સહકાર અને એકબીજાની સમસ્યા નિવારણની ભાવના વિકસાવીએ
૧૩. સ્થિરતા અને સાતત્ય કેળવીએ
૧૪. રચનાત્મકતા, અભિનવતા અને નવું શીખવાને પ્રોત્સાહન આપતાં રહીએ - આ માટે, સંસ્થાનાં, ટીમનાં અને લોકોનાં લાંબાગાળાનાં હિતોની મર્યાદામાં રહીને, નિયમોનાં પાલનમાં લવચીકતાની ભાવના પણ વિકસાવીએ અને તેમાં આવતા અંતરાયો દૂર કરતાં રહીએ
૧૫. પરિણામો માટે વ્યક્તિગત સ્તરે જવાબદારી નક્કી કરીએ
૧૬. ટીમનાં સભ્યોને તેમની કામગીરી વિષે સ્પષ્ટ પ્રતિભાવ આપતાં રહીએ
૧૭. સંસ્થાનાં તેમ જ ટીમનાં લાંબા ગાળાનાં ઉદ્દેશ્યો સાથે સભ્યોની વ્યક્તિગત ઓળખને સાંકળીને તેમનામાં માલિકીની ભાવના અને ટીમ વિષે ગર્વની ભાવના જગવીએ
૧૮. સભ્યોનાં નવાં કૌશલ્યોના વિકાસ માટે તેમજ નવા નવા વિષયો વિષે તેમનાં જ્ઞાન અને અનુભવોમાં વૃદ્ધિ થતી રહે તે માટેની તક આપતાં રહીએ.
૧૯. કારકીર્દીના વિકાસ માટેની તકો પણ મળતી રહે
૨૦. પડકારો તેમજ પડકારયુક્ત તક પણ મળતી રહે
૨૧. મહત્ત્વનાં પરિણામોની અસરોની તાત્કાલિક ધોરણે સમીક્ષા થાય અને તેને લગતી કાર્યવાહીમાં બીનજરૂરી ઢીલ ન થાય
૨૨. આપણા સમુદાય અને સમાજ સાથે સંપર્ક જાળવી રાખીએ.
Continuously improve your chances for project success: Whitepaper 3 || kpmg.com/nz ||
કોઈ પણ પરિયોજનાનાં અસરકારક સંચાલન માટે ત્રણ બાબતો મહત્ત્વનો ભાગ ભજવે છે:
કોઈ પણ પરિયોજનાનાં અસરકારક સંચાલન માટે ત્રણ બાબતો મહત્ત્વનો ભાગ ભજવે છે:
૧) બહુ પહેલથી જ કરાયેલ આયોજન અને વ્યવસ્થાઓ
૨) હિતધારકો સાથે પ્રત્યાયન અને પરિયોજના નિયમનનું સંઘટન , અને
૩) સતત સુધારણા
ત્રણ ભાગની આ શ્રેણીના આ ત્રીજા ભાગમાં કોઈ પણ મહત્ત્વની પરિયોજનામાટે મહત્ત્વનાં ઘટક સમાન 'સતત સુધારણા'ની અહીં વાર કરવામાં આવી છે……જ્યાં માહિતીનું આદાનપ્રદાન મુક્તપણે, અનેકવિધ માધ્યમોથી, બીનઔપચારિકપણે થતું હોય તેવું વાતાવરણ સતત સુધારણાને પ્રોત્સાહિત કરવા અને ટકાવી રાખવા માટે આવશ્યક છે.
From lean to lasting: Making operational improvements stick - 'હાર્ડવેર' તરીકે વધારે જાણીતાં ઑપરેશન્સ માટેનાં સાધનો અને એકદમ સમયસર ઉત્પાદન/just-in-time production જેવા અભિગમોનાં કારક્ષમતાની સુધારણાની તકની સતત શોધ કરતી અને તેને નિયામક મંડળ અને શૉપફ્લૉર સાથે સાંકળી શકે તેમજ તેન નક્કર પરિણામોમાં ફેરવી શકે તેવાં આંતરવૈયક્તિક કૌશલ્ય વિકસાવી શકે તેવાં નેતૃત્વના વિકાસ જેવી 'સૉફ્ટ' બાજૂઓ સાથે સંઘટન એ આ પરિસ્થિતિઓમાં જોવા મળતા વ્યાપક પડકાર છે.
Why do continuous improvement initiatives fail to sustain? - થોમસ લીસનર - ઈચ્છાશક્તિનો અભાવ, અણીના સમયે ટેકો, વરીષ્ઠ ટીમની પ્રતિબદ્ધતા અને દોરવણીનો અભાવ, યોગ્ય માપણી પદ્ધતિઓ કે કોષ્ટકોનું પસંદ ન થવું કે નિયમિત સમયે મૂલ્યાંકન થતાં રહેવુ અને યોગ્ય કે પૂરતાં સંસાધનોની ઉપલબ્ધિનો અભાવ એ સતત સુધારણા કાર્યક્રમો ટકી ન રહેવા માટેનાં બહુધા જોવા મળતાં પરિબળો છે.
જો કે એ તો નક્કી જ છે કે સતત સુધારણાનું મૂળ જોશ સથે ટકી રહેવું (કે ન ટકી રહેવું) એ દરેક કિસ્સાના સંજોગો મુજબ બદલતી રહેતી બાબત જરૂર કહી શકાય. એથી સમયની માંગ મુજબ તેમાં જરૂરી ફેરફારો થતા રહે, લોકોને એ કાર્યક્રમોની યથાર્થતા સમજાતી રહે અને વરિષ્ઠ સંચાલન મંડળથી લઈને દરેક સ્તર સુધી તેના માટે પ્રતિબદ્ધતા બની રહે તે વિષે તો કોઈ બેમત નથી જ.
હાલ પૂરતું, આ મહિનાથી સતત સુધારણા પરની આપણી ચર્ચાને વિરામ આપીશું. પણ સતત સુધારણાની સફરમાં સ્થાયી કે અસ્થાયી વિરામ માટે કોઈ અવકાશ નથી. તેથી સમયાંતરે કંઈ રસપ્રદ સામગ્રીની મુલાકાત તો લેતાં જ રહીશું.
અને હવે આપણે આપણા નિયમિત વિભાગો તરફ વળીએઃ
ASQ CEO, Bill Troy ASQ’s Influential Voice ચાર મહેમાન લેખોને રજૂ કરે છેઃ
Why do continuous improvement initiatives fail to sustain? - થોમસ લીસનર - ઈચ્છાશક્તિનો અભાવ, અણીના સમયે ટેકો, વરીષ્ઠ ટીમની પ્રતિબદ્ધતા અને દોરવણીનો અભાવ, યોગ્ય માપણી પદ્ધતિઓ કે કોષ્ટકોનું પસંદ ન થવું કે નિયમિત સમયે મૂલ્યાંકન થતાં રહેવુ અને યોગ્ય કે પૂરતાં સંસાધનોની ઉપલબ્ધિનો અભાવ એ સતત સુધારણા કાર્યક્રમો ટકી ન રહેવા માટેનાં બહુધા જોવા મળતાં પરિબળો છે.
જો કે એ તો નક્કી જ છે કે સતત સુધારણાનું મૂળ જોશ સથે ટકી રહેવું (કે ન ટકી રહેવું) એ દરેક કિસ્સાના સંજોગો મુજબ બદલતી રહેતી બાબત જરૂર કહી શકાય. એથી સમયની માંગ મુજબ તેમાં જરૂરી ફેરફારો થતા રહે, લોકોને એ કાર્યક્રમોની યથાર્થતા સમજાતી રહે અને વરિષ્ઠ સંચાલન મંડળથી લઈને દરેક સ્તર સુધી તેના માટે પ્રતિબદ્ધતા બની રહે તે વિષે તો કોઈ બેમત નથી જ.
હાલ પૂરતું, આ મહિનાથી સતત સુધારણા પરની આપણી ચર્ચાને વિરામ આપીશું. પણ સતત સુધારણાની સફરમાં સ્થાયી કે અસ્થાયી વિરામ માટે કોઈ અવકાશ નથી. તેથી સમયાંતરે કંઈ રસપ્રદ સામગ્રીની મુલાકાત તો લેતાં જ રહીશું.
અને હવે આપણે આપણા નિયમિત વિભાગો તરફ વળીએઃ
ASQ CEO, Bill Troy ASQ’s Influential Voice ચાર મહેમાન લેખોને રજૂ કરે છેઃ
A Day With the Future of Quality – અલજ્યુએલા, કોસ્ટા રિકાની સાન રફાઍલ દ પોઍસ ટેકનીકલ હાઈસ્કૂલની તેમની મુલાકાતવિષે વાત કરતાં ઍડવિન ગૅરૉ નોંધે છે કે The Quality and Productivity Technical કાર્યક્રમની શરૂઆત કુશળ ગુણવત્તા ટેકનિશિયનોની ખેંચ પડવાથી થયેલી. તેમની હાલની મુલાકાત દરમ્યાન ઍડવિન ગૅરૉની વિદ્યાર્થીઓની આકાંક્ષાઓ બાબતે વાત થઈ હતી.
Big Data and Quality Professionals – પૉનમુરુગરાજન ત્યાગરાજન - જ્યારે બહુ જ મોટી માત્રામાં આકડા (કે માહિતી) ઉપલ્બધ થતી હોય, તેની હેરફેર બહુ જ ઝડપથી થતી હોય, અનેક પ્રકારનાં વૈવિધ્યમાં હોય અને ગુણવત્તામાં પણ બહુ જ ફરક પડતો હોય ત્યારે વિશાળ માહિતી-સામગ્રી / Big data અસ્તિત્વમાં છે તેમ કહી શકાય. પરંપરાગત માહિતી-સામગ્રી તંત્રવ્યવસ્થા / database systems આટલી વિશાળ કક્ષાની સામગ્રીસાથે કાર્યક્ષમ રીતે કામ નથી પાર પાડી શકતી.
વિશાળ માહિતી-સામગ્રી આધારિત વિશ્લેષ્ણાત્મકવિદ્યા / Analytics સંસ્થાઓ માટે સુયોજિત તેમજ અસંરચિત માહિતી-સામગ્રી પર કામગીરી કરીને તેના વપરાશકારો માટે અર્થપૂર્ણ સમજણ પડે તેમ ગોઠવણી કરી આપે છે.
ગુણવત્તા વ્યાવસાયિકોમાટે વિશાળ માહિતી-સામગ્રી એ બહુ રસપ્રદ તકો પૂરી પાડી શકે છે. આ પરિયોજનાઓમાં ગુણવત્તા પ્રતિતીકરણનું મહત્ત્વ બહુ ઘણું હોય છે : સામગ્રીની સાફ સફાઈ આપમેળે થવી જોઈએ,અહેવાલો પણ સામગ્રી નોંધાય તે સાથે જ / Real-time basis બનતા રહે તે ગુણવત્તા પરિમાણો પર નજર કરતા રહેવા માટે મહત્ત્વનું બની રહે છે. એ પણ જોવાનું રહે છે કે Plan-Do-Check-Act, the 7 quality tools (Fishbone diagram, Check sheets, Control charts, Histogram, Pareto Charts, Scatter Diagrams, Flow Charts) જેવાં ગુણવત્તા માપણીનાં પરંપરાગત સાધનોને વિશાળ માહિતી-સામગ્રીને લગતા કાર્યક્રમોમાં શી રીતે અર્થપૂર્ણ અને અસરકારક રીતે કામે લગાડી શકાય.
Facing Cultural Barriers by Leaders to Strengthen a Culture of Quality - લ્યુસિઆના પૌલિસ - સંસ્થાની સંસ્કૃતિ સંચાલન મડળની વર્તણૂક પ્રમાણે ઢળે છે. એટલે જો અગ્રણીઓ સંસ્થાની સંસ્કૃતિમાં પરિવર્તન લાવવા માગતાં હોય તો તેમણે શરૂઆત પોતાનાં વર્તનનાં ઉદાહરણ વડે કરવી જોઈએ. આ માટે તેમણે આધ્યાત્મિક, બૌદ્ધિક, ભૌતિક અને ભાવનાશીલ એવી ચાર પ્રકારની સમજશક્તિ પર આધારીત પધ્ધતિસરનાં મૉડેલની જ મદદ લેવી જોઈએ.
Talking To the C-Suite About Quality - - ડૉ. સુરેશ ગૅટ્ટાલા - વરીષ્ઠ સંચાલન મંડળ સાથે ગુણવત્તા વિષે વાત કરવા માટે આ પાંચ મૂળ બાબતો પર ભાર મૂકે છે :
૧. લાંબા ગાળા અને ટુંકા ગાળાનું સંકલન
૨. માપણી પદ્ધતિઓની ભાષાThe Language of Metrics
3. ગુણવત્તાનું આર્થિક મહત્ત્વ
૪. સફળ કિસ્સાઓનું રસપ્રદ સ્વરૂપે નિરૂપણ
૫. "બૃહદ ગુણવત્તા" / “Big Q” અભિગમ
આ માસનું ASQ TV વૃતાંત છે : Quality in Pop Culture . વિશ્વ ગુણવત્તા માસ / World Quality Monthની ઉજવણીમાં સંમિલિત બની પૉપ સંસ્કૃતિમાં ગુણવત્તાની હાજરી જુઓ.ગુણવત્તા સમાજનાં દરેક પાસાંઓને સ્પર્શે છે. એટલે મનોરંજનના મુખ્ય પ્રવાહમાં તે જોવા મળે તેમાં કોઈ આશ્વર્ય નથી - પછી ભલેને ગુણવત્તાનાં સંકુલ સાધનો અને પદ્ધતિઓ પર તેમાં કટાક્ષ હોય કે આપણી જિંદગી સુધારવામાં તેની ભૂમિકા વિષે પરોક્ષ સંદર્ભ હોય.
આ મહિનાના ASQ’s Influential Voice છે – ASQના CEO Bill Troy.
એક નિયમિત વિભાગ તરીકે બિલ ટ્રૉયના બ્લૉગ View From the Qપરના લેખોના નિયમિત મુલાકાતી રહ્યાં છીએ.
View from Qની આપણી પહેલી મુલાકાત સપ્ટેમ્બર, ૨૦૧૩માં હતી. તે સમયે આ બ્લૉગ ASQના CEO, Paul Borawskiનાં માર્ગદર્શન હેઠળ ચાલતો હતો.
હાલ પુરતું, આપણે ASQ Influential Voicesની યાદી પૂરી કરી ચૂક્યાં છીએ. ભવિષ્યમાં જો કોઈ નવાં સભ્યનો ઉમેરો થશે તો આપણે એ સમયે તે સભ્યની ઓળખ કરતાં રહીશું. જાન્યુઆરી ૨૦૧૬થી આપણે ASQ Influential Voicesના સભ્યોના બ્લૉગ પર પ્રસિદ્ધ થતા લેખોની મુલાકાત લેવા માટે કોઈ નવી પદ્ધતિ વિચારીશું.
સુધારણાની સફરમાં આપણે જે નવી કેડીને અનુસરવાનું શરૂ કરેલ છે તેને હજૂ વધારે અથપૂર્ણ કરવા માટે આપનાં સૂચનો અને ટિપ્પ્ણીઓ આવકાર્ય છે.
આ મહિનાના ASQ’s Influential Voice છે – ASQના CEO Bill Troy.
એક નિયમિત વિભાગ તરીકે બિલ ટ્રૉયના બ્લૉગ View From the Qપરના લેખોના નિયમિત મુલાકાતી રહ્યાં છીએ.
View from Qની આપણી પહેલી મુલાકાત સપ્ટેમ્બર, ૨૦૧૩માં હતી. તે સમયે આ બ્લૉગ ASQના CEO, Paul Borawskiનાં માર્ગદર્શન હેઠળ ચાલતો હતો.
હાલ પુરતું, આપણે ASQ Influential Voicesની યાદી પૂરી કરી ચૂક્યાં છીએ. ભવિષ્યમાં જો કોઈ નવાં સભ્યનો ઉમેરો થશે તો આપણે એ સમયે તે સભ્યની ઓળખ કરતાં રહીશું. જાન્યુઆરી ૨૦૧૬થી આપણે ASQ Influential Voicesના સભ્યોના બ્લૉગ પર પ્રસિદ્ધ થતા લેખોની મુલાકાત લેવા માટે કોઈ નવી પદ્ધતિ વિચારીશું.
સુધારણાની સફરમાં આપણે જે નવી કેડીને અનુસરવાનું શરૂ કરેલ છે તેને હજૂ વધારે અથપૂર્ણ કરવા માટે આપનાં સૂચનો અને ટિપ્પ્ણીઓ આવકાર્ય છે.