ફુર્સત એ ઇશ્વરીય ભેટ છે. આ પળોને કુટુંબસાથે માણો કે સારી સોબતમાં ગાળો કે આ પળોમાં મનને પ્રફુલ્લિત કરે તેવું વાંચો કે દિલ ઝુમી ઉઠે તેવું સંગીત સાંભળો કે તમે હંમેશ જે કરવા ધારતા હતા પણ કરી નહોતા શકતા તે બધું જ કરો.
૧૯૪૩ ના ગીતોની ચર્ચાની એરણે હવે આપણે
ત્રીજાં પાસાં યુગલ ગીતોની ચર્ચા કરીશું. Best songs of 1943:
And the winners are?ના પ્રવેશકમાં આપણે નોંધ્યું હતું
કે ૧૯૪૩ નાં વર્ષમાં જેનાં ગાયકોની ઓળખ થઈ
શકી છે તેવાં ૧૭૨ યુગલ ગીતોની વિગતો મળે છે.
યુગલ ગીતોની ગોઠવણી આપણે જે
ક્રમમાં હિંદી ફિલ્મ ગીત કોશમાં ફિલ્મો રજુ કરાઇ છે તે ક્રમમાં રાખેલ છે. જોકે
દસ્તાવેજીકરણની સરળતા માટે કરીને એ જ પુરુષ ગાયકનાં બધાં જ યુગલ ગીતો સાથે સાથે જ
લઈ લીધેલ છે..
હવે
આપણે Memorable Songs of 1944માં જે નથી આવરી લેવાયાં એવાં ૧૯૪૪નાં
વર્ષ માટેનાં સ્ત્રી-પુરુષ યુગલ ગીતોને ચર્ચાની એરણે લઈશું. અહીં પણ આપણે એ યુગલ
ગીતોની જ વાત કરીશું, જેમનાં
ગાયકો હિંદી ફિલ્મ ગીત કોશમાં ઓળખાયાં હોય અને જેમની જીવંત યુટ્યુબ લિંક ઉપલબ્ધ
હોય.
આ શ્રેણી માટે સ્ત્રી પુરુષ યુગલ
ગીતોને સૌ પ્રથમ ચર્ચાને એરણે લેવાની પ્રથા આપણે અહીં પણ અપનાવી છે.
૧૯૪૪નાં યુગલ ગીતોની એક બહુ જ આગવી જે લાક્ષણિકતા નજરે
ચડે છે તે છે સંગીતકારો, એક ગીતકાર અને એક માત્ર અભિનેતા તરીકે જ
કદાચ જેમની ઓળખ કહી શકાય એવા પુરુષ અભિનેતા (ગોપ),ની ગાયકો તરીકે હાજરી. એ સમયનાં ફિલ્મ સંગીત વિશે જેને કંઈ જ
ખબર ન હોત તેવા મારા જેવા શ્રોતાને આજે કેટલાય સવાલો મનમાં થઈ આવે - અભિનેતા-ગાયકની શું એટલી બધી તંગી હશે કે
અન્યથા ક્યારે પણ ગીત ગાતા ન સાંભળ્યા હોય એવા સંગીતકારે પોતાની વહારે ધાવું પડે? તો પછી, એ જ સંગીતકારોએ સૉલો ગીતો કેમ નહીં ગાયાં
હોય?
ખેર, આ બધા સવાલોના જવાબ પણ ક્યારેક જાણવા
મળશે એમ માનીને અત્યારે તો ૧૯૪૪નાં વર્ષમાટેનાં સ્ત્રી-પુરુષ યુગલ ગૉતોના બીજા, અને હાલ પુરતા આખરી, બૅચ તરફ ધ્યાન વાળીએ.
હવે આપણે Memorable Songs of
1944માં જે નથી આવરી લેવાયાં એવાં ૧૯૪૪નાં વર્ષ
માટેનાં સ્ત્રી-પુરુષ યુગલ ગીતોને ચર્ચાની એરણે લઈશું. અહીં પણ આપણે એ યુગલ ગીતોની
જ વાત કરીશું, જેમનાં ગાયકો હિંદી ફિલ્મ ગીત કોશમાં ઓળખાયાં
હોય અને જેમની જીવંત યુટ્યુબ લિંક ઉપલબ્ધ હોય.
વિન્ટેજ એરાના તથાકથિત છેલ્લાંવર્ષો - ૧૯૪૮, ૧૯૪૭ અને ૧૯૪૬નાં યુગલ ગીતોની ચર્ચાની એરણે આપણી પાસે ઉસ્વર્ણ કાળના
પુરુષ ગાયકો નુસાર અને વિન્ટેજ એરા પુરુષ ગાયકો દીઠ પણ અલગ અલગ ફિલ્મોમાં ગવાયેલાં
ગીતો એટલી સંખ્યામાં મળી રહેતાં હતાં કે આપણે ગીતોનું વર્ગીકરણ પુરુષ ગાયક અનુસાર
કરી શકતાં હતા. હિંદી ફિલ્મ ગીત કોષ પર એક નજર કરતાં એટલું તો જણાઈ જ રહ્યું હતું
કે ૧૯૪૫નાં વર્ષમાં યુગલ ગીતોની દસ્તાવેજીકરણ માટે આ પ્રકારની ગોઠવણી કામ નહીં
આવે.
તેથી, ૧૯૪૫નાં વર્ષ માટે વિન્ટેજ એરાનાં (પુરુષ +) યુગલ ગીતોને ફિલ્મનાં
અંગ્રેજી બારાખડીના અક્ષરોના ક્રમમાં અહીં રજૂ કર્યાં છે.કોઇક કિસ્સામાં કોઇ કોઇ
ગાયકનાં વધારે ગીતો મળશે તો તેને ગાયક દીઠ પણ ગોઠવ્યાં છે.