Showing posts with label Mohammad Rafi's First Duet with a Music Director. Show all posts
Showing posts with label Mohammad Rafi's First Duet with a Music Director. Show all posts

Saturday, July 11, 2026

વિસરાતી યાદો...સદા યાદ રહેતાં ગીતો : ૧૧મું સંસ્કરણ – જુલાઇ , ૨૦૨૬

 

સંગીતકાર સાથેનું મોહમ્મદ રફીનું સૌપ્રથમ યુગલ ગીત:

ત્રીજો પંચવર્ષીય સમયખંડ ૧૯૫૪ - ૧૯૫૮: વર્ષ  ૧૯૫૪ [] 


મોહમ્મદ રફીની સાડા ત્રણ દાયકાની સક્રિય કારકિર્દી દરમ્યાન  દરેક વર્ષે એક, અથવા વધુ, સંગીતકાર સાથે સર્વપ્રથમ સહયોગ કરવાનું તેમને બનતું જ રહ્યું.  મોહમ્મદ રફીના જન્મદિવસ [૨૪ ડીસેમ્બર, ૧૯૨૪] અને મૃત્યુ તિથિ [૩૧ જુલાઇ, ૧૯૮૦]ની યાદમાં આપણે મોહમ્મદ રફીનાં સંગીતકાર સાથેનાં પહેલવહેલાં સૉલો ગીતોને યાદ કરતી શ્રેણી ડીસેમ્બર ૨૦૧૬ થી ૨૦૨૦ સુધી કરી ચુક્યાં છીએ.

મોહમ્મદ રફીએ ગાયેલાં ગીતોમાં તેમનાં યુગલ ગીતોનું સ્થાન અદકેરું જ રહ્યું છે. તેથી સંગીતકાર સાથેનાં મોહમ્મદ રફીનાં પહેલવહેલાં યુગલ ગીતની શ્રેણીનું અનુસરણ સ્વાભાવિક ક્રમ જ બની રહે. આપણો મુખ્ય ઉદ્દેશ્ય મોહમ્મદ રફીનાં યુગલ ગીતોને યાદ કરવાનો છે એટલે જે વર્ષે કોઈ સંગીતકાર સાથે જે જે ફિલ્મમાં સૌ પ્રથમ વાર મોહમ્મદ રફીનું એક કે એકથી વધારે યુગલ ગીત નોંધાય એ બધી ફિલ્મોનાં એ યુગલ ગીતો સાંભળવાનો હવે ઉપક્રમ રાખેલ છે. જો સ્ત્રી-પુરુષ યુગલ ગીત અને પુરુષ-પુરુષ યુગલ ગીત અલગ અલગ વર્ષમાં આવેલ હોય તો એ સંગીતકાર સાથેનાં મોહમ્મદ રફીનાં યુગલ ગીત તે તે વર્ષમાં લઈશું. 

અત્યાર સુધી આપણે 

૧૯૪૪થી ૧૯૪૮નાં વર્ષોના પ્રથમ સમયખંડને ૨૦૨૧માં,

૧૯૪૯થી ૧૯૫૩ના બીજા પંચવર્ષીય સમયખંડને ૨૦૨૨ થી ૨૦૨૫માં

૧૯૫૪ – ૧૯૫૯ના ત્રીજા પંચવર્ષીય સમયખંડનાં વર્ષ ૧૯૫૪ના પહેલા ભાગનાં ગીતો ડિસેમ્બર ૨૦૨૫ માં

યાદ કરેલ છે.

હવે પછી આપણે સંગીતકાર સાથેનું મોહમ્મદ રફીનાં સૌપ્રથમ યુગલ ગીતની શ્રેણીના ૧૯૫૪ - ૧૯૫૯ના ત્રીજા પંચવર્ષીય સમયખંડનાં ગીતોને યાદ કરી રહ્યાં છીએ. આજના અંકમાં વર્ષ ૧૯૫૪નાં અન્ય કેટલાંક ગીતો સાંભળીએ.

૧૯૫૪

ભાગ [૨]

વર્ષ ૧૯૫૪માં ૧૬ સંગીતકારો સાથેનાં મોહમ્મદ રફીનાં ૫૧ યુગલ ગીતો મળે છે. આ પહેલાં આપણે ઓ પી નય્યર, એસ એન ત્રિપાઠી, અને શંકર જયકિશન દ્વારા સંગીતબદ્ધ થયેલાં મોહમ્મદ રફીનાં સર્વ પ્રથમ યુગલ ગીતો યાદ કર્યાં. આજના અંકમાં અવિનાશ વ્યાસ, અઝિઝ હિંદી, ગુલામ મોહમ્મદ અને નીસ્સાર બઝમી દ્વારા સંગીતબદ્ધ થયેલાં મોહમ્મદ રફીનાં સર્વ પ્રથમ યુગલ ગીતોની નોંધ લઈશું. 

અવિનાશ વ્યાસે હિંદી ફિલ્મોમાં ઘણાં સારાં ગીતો આપ્યાં, પણ એ ફિલ્મો ચાલી નહીં તેમાં એ ગીતો પણ ભુલાઈ ગયાં.

ઇસ જગ કે વિશાળ પીંજરે મેં .. વાહ રે દયાલુ વાહ રે દયાલુ – ચક્રધારી – આશા ભોંસલે અને પ્રદીપ સાથે – ગીતકાર: પ્રદીપ

પ્રદીપજીએ સિવાય ગાયું હોય એવું કદાચ આ એક જ યુગલ(+) ગીત હશે ! પરદા પર ત્રિલોક કપૂરને પ્રદીપજીએ સ્વર આપ્યો છે.



ઓ મેરે સાસ કે લડકે દૂર હટ મોરા દિલ ધડકે – ચક્રધારી – આશા ભોંસલે સાથે – ગીતકાર: પ્રદીપ

આ પણ બહુ અનોખું ગીત છે  - ફિલ્મમાં એક પછી એક એમ ચાર ગીત જોડાય છે. ચારે ગીતના બોલ અહીં વાંચી શકાશે - O meri saas ke ladke…Meri choli ko seenaa sambhaal ke

ફિલ્મમાં ગીત મેળામાં ગવાતું બતાવાયું છે.

ગીતનો બીજા ભાગનો મુખડો મેરી ચોલી કો સીના સંભાલ કે હો દરજી જાના હૈ કલ સસુરાલ થી  શરૂ થાય છે, જે આશા ભોસલે એકલ સ્વરમાં ગાયેલ છે.

ગીતના ત્રીજા ભાગના મુખડાના બોલ રાજા જી મોરે સૈંયા કો કરો જૂરમાના છે.



ચોથો ભાગ ભજન છે જેના બોલ કાહે કો બિસારા હરિ નામ છે એ મોહમ્મદ રફી અને સાથીઓના સ્વરમાં છે.



અઝીઝ હિંદીએ ‘ધૂપ છાવ’ (૧૯૫૪) માટે ચાર ગીતકારો સાથે નવ ગીતો રચ્યાં હતાં.

ઝૂક કે જમીં છુ રહા આસમાન આજ આલે મિલ રહે દોનો જહાં – ધુપ છાંવ – આશા ભોસલે સાથે – ગીતકાર: જાં નીસ્સાર અખ્તર

આટલું કર્ણપ્રિય ગીત પણ ફિલ્મની પાછળ ભુલાઈ ચુક્યું.



કચચે ધાગોમે .. દેખો રાખી કા આયા – ધુપ છાંવ – આશા ભોસલે સાથે -  ગીતકાર: મનોહર ખન્ના

રક્ષા બંધનની ઉજવણી મનાવતું ગીત.



યે મોટર કી ફર ફર .. અરરે ભાઈ હાય હાય ના – ધુપ છાંવ – ત્રિલોક કપૂર સાથે - ગીતકાર: મનોહર ખન્ના

કારની સફરની મજા માણી રહેલા બે મિત્રો જીવનની બીજી તકલીફોની ફરિયાદનાં ગાણાં ગાય છે.



ગુલામ મોહમ્મદે બહુ વિધ વિષયો પર બનેલી ફિલ્મો માટે સંગીત આપ્યું છે.

સાંખી સરકાર હૈ તેરી ગરીબોંકા તુ દાતા – મિર્ઝા  ગાલિબ – બંદે હસન સાથે – ગીતકાર: શકીલ બદાયુની

અલ્લાને દુઆ કરવા માટે કવ્વાલી એ શુદ્ધ ગેય પ્રકાર છે.



નીસ્સાર બઝમીએ ‘હલ્લા ગુલા’ માટે મોહમ્મદ રફી અને આશા ભોંસલેનાં નવ યુગલ  ગીતો રચ્યાં ફિલ્મના હીરો ભગવાન છે એટલે ગીતો હલકાં ફૂલકાં જ બન્યાં હશે.

મતલબકી ઇસ દુનીયાકા એ કૈસા .. જગમેં ચાલતી કયા નામ ગાડી હલ્લા ગુલ્લા – આશા ભોસલે સાથે – ગીતકાર: સબા અફઘાની

ગરબાના તાલ પર રચાયેલું ગીત !



અન્ય આઠ ગીતો:

દિલ ધડકા મૈં ફડકા શોલા ઉલ્ફતકા તેરી આંખોમેં ભી ભડકા  

દિલ પુકારે આ, ના તડપા, તેરા દિવાના

હોનેવાલી હોકે રહેગી ગાઓ એક તરાના

જાને કયા બાત હુઈ નૈન ઝૂકે ઉઠને લાગે આજ કદમ

કોઈ તીરછી નઝર સે .. તેરી ભી ચૂપ ઔર મેરી ભી ચુંપ  

મૈં હું બાંકા છબીલા જવાન રે  

નૈનોકે તીર ઇધર તૂટ પડે  

યું ન છેડો બાલમ કોઈ આ જાયે

 સંગીતકાર સાથેનું મોહમ્મદ રફીનાં સૌપ્રથમ યુગલ ગીતની શ્રેણીના ૧૯૫૪ - ૧૯૫૯ના ત્રીજા પંચવર્ષીય સમયખંડનાં ૧૯૫૪ ના વર્ષની આપણી સફર હજુ ચાલુ રહે છે ...........


આવતા મહિનાના બીજા રવિવારે, વિસરાતી યાદોનાં ઊંડાણોમાં છૂપાઈ રહેલાં સદા જીવંત ગીતોની યાદને નવપલ્લવિત કરવા, ફરી એક વાર મળીશું.

નોંધ - અહીં સંદર્ભે લીધેલી બધી તસ્વીરોના પ્રકાશાનાધિકારો તેના મૂળ રચયિતાના અબાધિત રહે છે. અહીં આ તસ્વીરો નેટ પરથી, સાભાર, લીધેલ છે.

Sunday, December 14, 2025

વિસરાતી યાદો...સદા યાદ રહેતાં ગીતો : ૧૦મું સંસ્કરણ – ડિસેમ્બર, ૨૦૨૫

 સંગીતકાર સાથેનું મોહમ્મદ રફીનું સૌપ્રથમ યુગલ ગીત:

ત્રીજો પંચવર્ષીય સમયખંડ ૧૯૫૪ - ૧૯૫૮: વર્ષ  ૧૯૫૪ [] 

મોહમ્મદ રફીની સાડા ત્રણ દાયકાની સક્રિય કારકિર્દી દરમ્યાન  દરેક વર્ષે એક, અથવા વધુ, સંગીતકાર સાથે સર્વપ્રથમ સહયોગ કરવાનું તેમને બનતું જ રહ્યું.  મોહમ્મદ રફીના જન્મદિવસ [૨૪ ડીસેમ્બર, ૧૯૨૪] અને મૃત્યુ તિથિ [૩૧ જુલાઇ, ૧૯૮૦]ની યાદમાં આપણે મોહમ્મદ રફીનાં સંગીતકાર સાથેનાં પહેલવહેલાં સૉલો ગીતોને યાદ કરતી શ્રેણી ડીસેમ્બર ૨૦૧૬ થી ૨૦૨૦ સુધી કરી ચુક્યાં છીએ.

મોહમ્મદ રફીએ ગાયેલાં ગીતોમાં તેમનાં યુગલ ગીતોનું સ્થાન અદકેરું જ રહ્યું છે. તેથી સંગીતકાર સાથેનાં મોહમ્મદ રફીનાં પહેલવહેલાં યુગલ ગીતની શ્રેણીનું અનુસરણ સ્વાભાવિક ક્રમ જ બની રહે. આપણો મુખ્ય ઉદ્દેશ્ય મોહમ્મદ રફીનાં યુગલ ગીતોને યાદ કરવાનો છે એટલે જે વર્ષે કોઈ સંગીતકાર સાથે જે જે ફિલ્મમાં સૌ પ્રથમ વાર મોહમ્મદ રફીનું એક કે એકથી વધારે યુગલ ગીત નોંધાય એ બધી ફિલ્મોનાં એ યુગલ ગીતો સાંભળવાનો હવે ઉપક્રમ રાખેલ છે. જો સ્ત્રી-પુરુષ યુગલ ગીત અને પુરુષ-પુરુષ યુગલ ગીત અલગ અલગ વર્ષમાં આવેલ હોય તો એ સંગીતકાર સાથેનાં મોહમ્મદ રફીનાં યુગલ ગીત તે તે વર્ષમાં લઈશું. 

અત્યાર સુધી આપણે 

૧૯૪૪થી ૧૯૪૮નાં વર્ષોના પ્રથમ સમયખંડને ૨૦૨૧માં,

૧૯૪૯થી ૧૯૫૩ના બીજા પંચવર્ષીય સમયખંડને ૨૦૨૨ થી ૨૦૨૫માં

યાદ કરેલ છે.

હવે પછી આપણે સંગીતકાર સાથેનું મોહમ્મદ રફીનાં સૌપ્રથમ યુગલ ગીતની શ્રેણીના ૧૯૫૪ - ૧૯૫૯ના ત્રીજા પંચવર્ષીય સમયખંડનાં ગીતોને યાદ કરીશું. આજના અંકમાં વર્ષ ૧૯૫૪નાં કેટલાંક ગીતો સાંભળીએ.

૧૯૫૪

વર્ષ ૧૯૫૪માં ૧૬ સંગીતકારો સાથેનાં મોહમ્મદ રફીનાં ૫૧ યુગલ ગીતો મળે છે. આજના અંકમાં આપણે ઓ પી નય્યર, એસ એન ત્રિપઠીઅને શંકર જયકિશન  એમ ત્રણ સંગીતકાર દ્વારા સંગીતબદ્ધ થયેલાં મોહમ્મદ રફીનાં યુગલ ગીતોની અહીં નોંધ લઈશું. 

ઓ પી નય્યરે હિંદી ફિલ્મ જગતમાં પદાર્પણ ૧૯૫૨માં કર્યું. તેમને ૧૯૫૨ અને ૧૯૫૩માં આવેલી ત્રણ ફિલ્મો પૈકી આસમાન (૧૯૫૨) અને બાઝ (૧૯૫૩)માં કોઈ યુગલ ગીત નહોતું, તો ત્રીજી ફિલ્મ, છમ્મ છમ્મા છમ્મ (૧૯૫૩) માં કિશોર કુમાર અને આશા ભોસલેનાં યુગલ ગીતો હતાં.

સુન સુન જાલિમા - આર પાર (૧૯૫૪) - ગીતા દત્ત સાથે - ગીતકારઃ મજરૂહ સુલ્તાનપુરી 

આર પારનાં ગીતોને અધધધ સફળતા મલી અને ઓ પી નય્યરનાં સંગીતની આગવી બાંધણી અને આગવા તાલ અને વાદ્યવૃંદના પ્રયોગો સાથે તેમની કારકિર્દીને સફળતાની ઊંચી ભ્રમણકક્ષામાં મુકી આપી. 


ફિલ્મમાં રફી - ગીતા દત્તનાં બીજાં બે  યુગલ ગીતો હતાં - મોહબ્બત કર લો જી ભર લો કિસને રોકા હૈ અને જ્હોની વૉકરનાં ગીતોના નવા પ્રકારની આલબેલ પુકારતું અરે ના ના ના ના તૌબા તૌબા

આતે જાતે આંખ બચાના ઘડી ઘડી ફિર દિલમેં આના હાયે તેરા જવાબ નહીં - મેહબૂબા (૧૯૫૪) - શમશાદ બેગમ સાથે - ગીતકારઃ મજરૂહ સુલ્તાનપુરી 

ઓ પી નય્યરનાં સંગીતના પાયાને સ્ત્રી ગાયિકાઓમાં શમશાદ બેગમે વધારે મજબૂત કર્યો.


એસ એન ત્રિપાઠીને ભાગે બી ગ્રેડની ફિલ્મો આવી, પણ એમનું સંગીત તો હંમેશાં એ ગ્રેડનું જ રહ્યું.

અય સબા ઉનસે કહ જ઼રા ક્યું હમેં બેક઼રાર કર દિયા - અલીબાબા ઔર ૪૦ ચોર - આશા ભોસલે સાથે - ગીતકારઃ રાજા મહેંદી અલી ખાન 

વૉલ્ઝની લય અને મધ્ય - પૂર્વનાં સંગીતનો સુમ્ધર સમન્વય. 


હિંદુ ધર્મના વિષયની ફિલ્મ માટે એસ એન ત્રિપાઠી એ વાવાવરણને અનુરુપ ધુનમાં રફી - આશાનાં બીજાં યુગલ ગીત મેરા મન હૈ મગન લાગી તુમસે લગન (દુર્ગાપુજા, ૧૯૫૪ - ગીતકારઃ ભરત વ્યાસ) માં એટલા જ સહજ રહે છે. 

ચલો ચલેં હમ બબુલ કે તલે - અલીબાબા ઔર ૪૦ ચોર - શમશાદ બેગમ સાથે - ગીતકારઃ રાજા મહેંદી અલી ખાન  

કોઈ પણ ગાયક હોય, એસ એન ત્રિપાઠીનાં સંગીત માધુર્યનો સ્પર્શ તો બરકરાર જ રહે. 


રફી  - શમશાદ બેગમનાં એસ એન ત્રિપાઠી રચિત બે બીજાં હળવા મુડનાં યુગલ ગીતો પણ આ વર્ષમાં છે - અલીબાબા ઔર ૪૦ ચોરનું ગધોં પર બૈઠકર....દેખો દેખો હજ઼ૂર યે ખટ્ટે અંગૂર હાથ નહીં આયેંગે (ગીતકારઃ રાજા મહેંદી અલી ખાન) અને દુર્ગા પુજા (૧૯૫૪)નું એક જોરૂ બાયેં ઔર એક જોરૂ દાયેં (ગીતકારઃ જી એસ નેપાલી). 

શંકર જયકિશનનાં મોહમ્મદ રફીનાં બે યુગલ ગીતો ૧૯૫૧માં પણ હતાં જે મારાથી ચુકી જવાયાં હતાં. એટલે પહેલાં તો તેમની જ નોંધ લઈએ:

ઓ કાલી ઘટા ઘીર આયી રે ...ઓ મધુર મિલન હૈ સજના - કાલી ઘટા (૧૯૫૧) - લતા મંગેશકર સાથે - ગીતકારઃ હસરત જયપુરી

માય માય માય માય ડીયર, ઓ ઓ ઓ ઓ આઓ નીઅર, ઓ મમ્મી નહીં ડેડી નહીં ઘર મેં - નગીના (૧૯૫૧) - શમશાદ બેગમ સાથે - ગીતકારઃ શૈલેન્દ્ર 

નન્હે મુન્ને બચ્ચે તેરી મુઠ્ઠીમે ક્યા હૈ - બુટ પોલિશ (૧૯૫૪) - આશા ભોસલે સાથે - ગીતકારઃ શૈલેન્દ્ર 

પ્રેરણાદાયક કે બાળ ગીતો જેવા પ્રકારનું ગીત હોવા છતાં, દ્રુત લયમાં સજાવાયેલું આ યુગલ ગીત મોહમ્મદ રફીનાં શ્રેષ્ઠ યુગલ ગીતોમાં સ્થાન મેળવ્તું રહ્યું છે.


તુમ્હારે હૈં તુમસે દયા માંગતે હૈંં - બુટ પોલિશ (૧૯૫૪) - આશા ભોસલે સાથે - ગીતકારઃ શૈલેન્દ્ર  

આ એક એવું ગીત છે જેના માટે દરેક સંગીતકારનું મોહમ્મદ રફી અને અન્ય ગાયકનું એક જ ગીત લેવાનો આ શ્રેણીના વિષયને અનુરૂપ નિયમને બાજુએ મુકવાનું પસંદ કરીશ.


રુમઝુમકે બજાઓ બાંસરી - પુજા (૧૯૫૪) - પંડિત કૃષ્ણરાવ ચોનકર સાથે - ગીતકારઃ શૈલેન્દ્ર 

ભહુ ઓછા સાંભળવા મળતા રાગ મધુવન્તીમાં ગીતની બાંધણી કરીને શંકર જયકિશન તેમની બહુવિધ પ્રતિભાનું એક વધુ પ્રમાણ ઉમેરે છે. 



આડવાત:

મોહમ્મદ રફીએ પંડિત કૃષ્ણરાવ ચોનકર સાથે બાત ચલત નયી ચુનરી રંગ ડાલી રે (રાની રૂપમતી, ૧૯૫૭ - ગીતકારઃ ભરત વ્યાસ - સંગીતઃ એસ એન ત્રિપાઠી ) ફરી એક વાર સંગત કરી છે.   

આ ગીતમાં ભારત ભુષણ માટે સ્વર મોહમ્મદ રફીનો છે. 

બાત ચલત નયી ચુનરી રંગ ડાલી રે મુખડા સાથે ભારત ભુષણને ગાઢો સંબંધ જણાય છે. - બાત ચલત નયી ચુનરી રંગ ડાલી રે - લડકી (૧૯૫૩) - ગીતા દત્ત - ગીતકારઃ રાજેન્દ્ર કૃષ્ણ - સંગીતકારઃ આર સુદર્શન. ધનીરામ.

 મોહમ્મદ રફીનાં સૌપ્રથમ યુગલ ગીતની શ્રેણીના ૧૯૫૪ - ૧૯૫૯ના ત્રીજા પંચવર્ષીય સમયખંડનાં વર્ષ ૧૯૫૪નાં ગીતોની સફર હજુ ચાલુ રહે છે.


આવતા મહિનાના બીજા રવિવારે, વિસરાતી યાદોનાં ઊંડાણોમાં છૂપાઈ રહેલાં સદા જીવંત ગીતોની યાદને નવપલ્લવિત કરવા, ફરી એક વાર મળીશું.

નોંધ - અહીં સંદર્ભે લીધેલી બધી તસ્વીરોના પ્રકાશાનાધિકારો તેના મૂળ રચયિતાના અબાધિત રહે છે. અહીં આ તસ્વીરો નેટ પરથી, સાભાર, લીધેલ છે.

Sunday, July 13, 2025

વિસરાતી યાદો...સદા યાદ રહેતાં ગીતો : ૧૦મું સંસ્કરણ – જુલાઈ, ૨૦૨૫

 

સંગીતકાર સાથેનું મોહમ્મદ રફીનું સૌપ્રથમ યુગલ ગીત:

બીજો પંચવર્ષીય સમયખંડ ૧૯૪૯ -૧૯૫૩: વર્ષ ૧૯૫૩ ()


મોહમ્મદ રફીની સાડા ત્રણ દાયકાની સક્રિય કારકિર્દી દરમ્યાન  દરેક વર્ષે એક, અથવા વધુ, સંગીતકાર સાથે સર્વપ્રથમ સહયોગ કરવાનું તેમને બનતું જ રહ્યું.  મોહમ્મદ રફીના જન્મદિવસ [૨૪ ડીસેમ્બર, ૧૯૨૪] અને મૃત્યુ તિથિ [૩૧ જુલાઇ, ૧૯૮૦]ની યાદમાં આપણે મોહમ્મદ રફીનાં સંગીતકાર સાથેનાં પહેલવહેલાં સૉલો ગીતોને યાદ કરતી શ્રેણી ડીસેમ્બર ૨૦૧૬ થી ૨૦૨૦ સુધી કરી ચુક્યાં છીએ.

મોહમ્મદ રફીએ ગાયેલાં ગીતોમાં તેમનાં યુગલ ગીતોનું સ્થાન અદકેરું જ રહ્યું છે. તેથી સંગીતકાર સાથેનાં મોહમ્મદ રફીનાં પહેલવહેલાં યુગલ ગીતની શ્રેણીનું અનુસરણ સ્વાભાવિક ક્રમ જ બની રહે. આપણો મુખ્ય ઉદ્દેશ્ય મોહમ્મદ રફીનાં યુગલ ગીતોને યાદ કરવાનો છે એટલે જે વર્ષે કોઈ સંગીતકાર સાથે જે જે ફિલ્મમાં સૌ પ્રથમ વાર મોહમ્મદ રફીનું એક કે એકથી વધારે યુગલ ગીત નોંધાય એ બધી ફિલ્મોનાં એ યુગલ ગીતો સાંભળવાનો હવે ઉપક્રમ રાખેલ છે. જો સ્ત્રી -પુરુષ યુગલ ગીત અને પુરુષ - પુરુષ યુગલ ગીત અલગ અલગ વર્ષમાં આવેલ હોય તો એ સંગીતકાર સાથેનાં મોહમ્મદ રફીનાં યુગલ ગીત તે તે વર્ષમાં લઈશું. 

અત્યાર સુધી આપણે 

૧૯૪૪થી ૧૯૪૮નાં વર્ષોના પ્રથમ સમયખંડને ૨૦૨૧માં,

૧૯૪૯થી ૧૯૫૩ના બીજા પંચવર્ષીય સમયખંડનાં

૧૯૪૯નાં ગીતોનો પહેલો ભાગ જુલાઈ ૨૦૨૨માં,

૧૯૪૯નાં ગીતોનો બીજો ભાગ ડિસેમ્બર ૨૦૨૨માં,

૧૯૫૦નાં ગીતો જુલાઈ ૨૦૨૩માં,

૧૯૫૧નાં ગીતો ડિસેમ્બર ૨૦૨૩માં

૧૯૫૨નાં ગીતો જુલાઈ ૨૦૨૩માં, અને

૧૯૫૩ (૧)નાં ગીતો ડિસેમ્બર ૨૦૨૪માં

                           આવરી ચૂક્યાં છીએ. 

આપણે સંગીતકાર સાથેનાં મોહમ્મદ રફીનાં ૧૯૫૩નાં સર્વ પ્રથમ યુગલ ગીતની શ્રેણીમાં વર્ષ ૧૯૫૩માં મોહમ્મદ રફીના ૧૫ સંગીતકારો સાથે ૫૧ જેટલાં યુગલ ગીતોને બે ભાગ વહેંચી નાખ્યાં હતાં ડિસેમ્બર ૨૦૨૪માં આપણે વિનોદ બલદેવ નાથ બાલી, હુસ્નલાલ ભગતરામ, ગુલામ મોહમ્મદ, બુલો સી રાની અને એસ ડી બર્મન એમ સાત સંગીતકારો સાથેનાં મોહમમ્દ રફીએ ગાયેલાં પ્રથમ યુગલ ગીતોને સાંભળ્યાં. આજના મણ મણકામાં હવે બાકી રહેલ સંગીતકારો સાથેનાં મોહમ્મદ રફીના પ્રથમ યુગલ ગીતોને સાંભળીએ.

અજી હમ ન કહતે થે કે દુનિયા ઝોલ હૈ  - લેહરેં (૧૯૫૩) - સુંદર સાથે - ગીતકારઃ રાજેંદ્ર કૃષ્ણ – સંગીતઃ: સી રામચંદ્ર 

કવ્વાલીની શૈલીમાં રચાયેલ આ કોમેડી ગીત મોહમ્મદ રફીનાં પુરુષ - પુરુષ યુગલ ગીતોમાં બહુ આગવું છે. સુંદર (મૂળ નામ સુંદર સિંઘ)[1] ગીતનો ઉપાડ કરે છે અને પહેલો અંતરો પણ ગાય છે તે પછી બીજા અંતરામાં મોહમ્મદ રફી જોડાય છે. 



ધોતી ઔર પતલુનમેં એક દિન લડાઈ - માલકિન (૧૯૫૩) - કિશોર કુમાર અને રામ કમલાની[2] સાથે - ગીતકારઃ રાજેંદ્ર કૃષ્ણ - સંગીતઃ રોશન

મોહમ્મદ રફીના ત્રિપુટી ગીતોમાં પણ આ ગીત અનોખી ભાત પાડે છે. 



કહીં સે ઊંચી કહીં સે નીચી સડક ઝમાનેકી - માલકિન (૧૯૫૩) - કિશોર કુમાર સાથે - ગીતકારઃ રાજેંદ્ર કૃષ્ણ - સંગીતઃ રોશન 

મોહમ્મદ રફી અને કિશોર કુમારમાં ૫૯ યુગલ અને યુગલ (+) ગીતો પૈકી ૩૩ યુગલ ગીતોમાંથી આ યુગલ સૌ પ્રથમ છે એવી નોંધ જોવા મળે છે.



ભગવાન તેરે ઘરકા સિંગાર જા રહા હૈ - નાગ પંચમી (૧૯૫૩) - આશા ભોસલે સાથે - ગીતકારઃ જી એસ નેપાલી – સંગીત: ચિત્રગુપ્ત 

બેકગ્રાઉન્ડ ગીતોના પ્રકારમાં યુગલ ગીત જલદી સાંભળવા નથી મળતાં.



છમ છમ નાચે મેરે નૈનોં મેં પ્યાર - નવદુર્ગા (૧૯૫૩) - ગીતા દત્ત સાથે - ગીતકારઃ અંજુમ જયપુરી – સંગીત: એસ એન ત્રિપાઠી 

એસ એન ત્રિપાઠીની સંગીત શૈલીની છાંટ આ યુગલ ગીતનાં માધુર્યમાં સાંભળી શકાય છે.



હમ ઔર તુમ જો મિલ ગયે તો ખીલ ગઈ બહાર હૈ - નવદુર્ગા (૧૯૫૩) - ગીતા દત્ત સાથે - ગીતકારઃ રમેશ ચંદ્ર પાડેય - સંગીત એસ એન ત્રિપાઠી 

અજાણી ધાર્મિક ફિલ્મનાં ગીત તરીકે આ યુગલ ગીતને ધ્યાન ન આએ તો એક અનોખાં યુગલ ગીતને સાંભળવાની તક ગુમાવીએ એમ છે. ધીમા તાલમાં ઉપાડ થયા પછી તાલ થોડો વેગ પકડે અને મુખડો પુરો થતાં ફરી ધીમો પડે એમ તાલમાં ધીમી મધ્યમ લય વડે ગીતની સજાવટ કરવામાં આવી છે.



મેરી ઝિંદગી હૈ તુ મુઝકો તેરી જુસ્તજૂ - પાપી (૧૯૫૩) - આશા ભોસલે સાથે - ગીતકારઃ સુરજીત સેઠી - સંગીતઃ એસ મોહિન્દર 

રફી અને આશાના સ્વરમાં રાજ કપૂર અને નરગીસ રૂસણાં - મનામણાં કરે છે. 



દેવતા હો તુમ મેરા સહારા - દાએરા (૧૯૫૩) - મુબારક બેગમ સાથે - ગીતકારઃ કૈફ ભોપાલી - સંગીતઃ જમાલ સેન 

ધ્યાનથી સાંભળીએ તો આ ગીત આપણને અલૌકિક તંદ્રામાં લઈ જાય.  આ સમુહ સ્વરો સાથે પ્રયોજાયેલ આ યુગલ ગીતને હું હિંદી ફિલ્મોનાં શ્રેષ્ઠ યુગલ ગીતોમાં અગ્રસ્થાન આપીશ.


ધીરે ધીરે સંગ મેરે ગાઓ ઓ બાબુજી - રંગીલા (૧૯૫૩)[3] - આશા ભોસલે સાથે - ગીતકારઃ એસ એચ બિહારી - સંગીતઃ જમાલ સેન 

આ ફિલ્મમાં રફી અને આશા સાત યુગલ ગીતો છે તેમાંથી આ ગીત તો મેં કોઈ ખાસ કારણ વગર જ રજૂઆત માટે કર્યું, પણ પછી ગીત સાંભળતાંવેંજ જ જણાયું કે પરદા પર ગીત ગાતા ભગવાન માટે અતૂટ ગણાતા ચીતળકર (સી રામચંદ્ર)ના પાર્શ્વસ્વરમાં જ મોહમ્મદ રફીએ ગીતની રજૂઆત કરી છે ! 



રફી/ આશાનાં આ ફિલ્મનાં સાત યુગલ ગીતો પૈકી પાંચ એસ એહ બિહારીએ લખ્યાં છે. અહીં બીજાં ચાર ગીતોની નોંધ લઈએ -

રફી  / આશાનાં બાકીનાંબે યુગલ ગીતો એહસાન રિઝ્વીએ લખ્યાં છે - 

ગોકુલ કી ઈસ રાસકો કરને ચકના ચૂર - શ્રી ચૈતન્ય મહાપ્રભુ (૧૯૫૩) - ગીતકારઃ ભરત વ્યાસ - સંગીરઃ આર સી બોરાલ 

ખાસ્સી મુશ્કેલ ગીતબાંધણી છે. 



મોહમ્મદ રફી અને આશા ભોસલેનાં યુગલ ગીતોના જ બની રહેલા રસપ્રદ યોગાનુયોગ સાથે મોહમ્મદ રફીનાં ૧૯૫૩નાં સર્વ પ્રથમ યુગલ ગીતની શ્રેણીના ૧૯૪૭ - ૧૯૫૩ના બીજા પંચવર્ષીય ખંડની સમાપ્તિ કરીએ.


આવતા મહિનાના બીજા રવિવારે, વિસરાતી યાદોનાં ઊંડાણોમાં છૂપાઈ રહેલાં સદા જીવંત ગીતોની યાદને નવપલ્લવિત કરવા, ફરી એક વાર મળીશું.

નોંધ - અહીં સંદર્ભે લીધેલી બધી તસ્વીરોના પ્રકાશાનાધિકારો તેના મૂળ રચયિતાના અબાધિત રહે છે. અહીં આ તસ્વીરો નેટ પરથી, સાભાર, લીધેલ છે.



[1] અરૂણકુમાર દેશમુખ તેમના લેખKehta hoon sach ke jhhoothh ki aadat nahin mujheમાં સુંદર વિશે બહુ વિગતે માહીતી રજૂ કરે છે.

[2] અરૂણકુમાર દેશમુખના લેખDhoti aur patloon mein ek din huyi ladaayiમાં આ ફિલ્મ અને રામ કમલાની વિશે બહુ રસપ્રદ માહીતી રજૂ કરાઈ છે.

[3] અરૂણકુમાર દેશમુખ તેમના લેખ Diyaa jale chamke taara માં નોંધ લે છે કે ભગવાનની લોકપ્રિયતાના જુવાળનાં વળતાં પાણીની શરૂઆત 'રંગીલા'થી થઈ ગણાય. તે પછી ભગવાને એ સુવર્ણ દિવસોની લોકપ્રિયતા મેળવવા બહુ હવાતિયાં માર્યાં, પણ નેવેથી ઉતરેલાં પાણી ફરી મોભે ન જ ચડ્યાં.