સંગીતકાર સાથેનું મોહમ્મદ રફીનું સૌપ્રથમ યુગલ ગીત : બીજો પંચવર્ષીય સમયખંડ : ૧૯૪૯થી ૧૯૫૩ – ૧૯૫૦
મોહમ્મદ રફીના જન્મદિવસ [૨૪ ડીસેમ્બર, ૧૯૨૪] અને મૃત્યુ તિથિ [૩૧ જુલાઇ, ૧૯૮૦]ની યાદમાં આપણે મોહમ્મદ રફીનાં સંગીતકાર સાથેનાં પહેલવહેલાં સૉલો ગીતોને યાદ કરતી શ્રેણી ડીસેમ્બર ૨૦૧૬ થી ૨૦૨૦ સુધી કરી ચુક્યાં છીએ. મોહમ્મદ રફીએ ગાયેલાં ગીતોમાં તેમનાં યુગલ ગીતોનું સ્થાન અદકેરું જ રહ્યું છે. તેથી સંગીતકાર સાથેનાં પહેલવહેલાં યુગલ ગીતની શ્રેણીનું અનુસરણ સ્વાભાવિક ક્રમ જ બની રહે. કોઈ પણ સંગીતકાર સાથે પહેલાં જ વર્ષમાં મોહમ્મદ રફીનું યુગલ ગીત નોંધાયું હોય એ વર્ષની બધી ફિલ્મોનાં યુગલ ગીત આપણે સાંભળવાનો ઉપક્રમ અહીં પ્રયોજેલ છે.
આપણો મુખ્ય ઉદ્દેશ્ય સ્ત્રી-પુરુષ યુગલ ગીતોને યાદ કરવાનો છે.
તેમ છતાં જો મોહમ્મદ રફીનું એ સંગીતકાર સાથેનું પુરુષ પુરુષ યુગલ ગીત જે વર્ષમાં
પહેલી વાર જોવા મળશે તે વર્ષમાં જ તેને પણ યાદ કરીશું. તે અનુસાર આ પહેલાં આપણે
૨૦૨૧માં ૧૯૪૪થી ૧૯૪૮નાં
વર્ષોના પ્રથમ સમયખંડને આવરી ચૂક્યાં છીએ.
હાલમાં આપણે ૧૯૪૯થી ૧૯૫૩ના બીજા પંચવર્ષીય સમયખંડનાં મોહમ્મદ
રફીનાં સંગીતકાર સાથે પહેલવહેલી વાર ગવાયેલાં યુગલ ગીતોને યાદ કરી રહ્યાં છીએ
અત્યાર સુધી
જુલાઈ ૨૦૨૨માં ૧૯૪૯નાં ગીતોનો
પહેલો ભાગ, અને
ડિસેમ્બર ૨૦૨૨માં ૧૯૪૯નાં ગીતોનૉ
બીજો ભાગ
સાંભળ્યો છે. ૧૯૪૯નાં વર્ષમાં કુલ ૪૯
યુગલ ગીતો મોહમમ્દ રફીના ફાળે આવ્યાં હતાં.
હવે ૧૯૫૦નાં વર્ષમાં આ સંખ્યા
૬૭ સુધી પહોંચી છે. તે પૈકી જે છ સંગીતકારો સાથે
મોહમ્મદ રફીએ હિંદી ફિલ્મોમાં પહેલવહેલી વાર યુગલ ગીત ગાયું હોય એવાં યુગલ /
ત્રિપુટી (+) ગીતો આજે યાદ કરીશું.
મોહબ્બત કે મારોં કા હાલ દુનિયામેં હોતા હૈ, જમાના ઉનપે હસતા હૈ, નસીબા ઉનપે રોતા હૈ - - બાવરે નૈન (૧૯૫૦) – આશા ભોસલે સાથે – ગીતકાર: કેદાર શર્મા – સંગીત: – રોશન
શેરીમાં ભીખ માગતાં ગવાતાં ગીતોનો પોતાનો એક આગવો પ્રકાર
હતો. આ ગીતોમાં જો જીવનની ફિલસૂફી ન હોય તો હીરો કે હીરોઈનોના મનના ભાવોનો પડઘો પડતો હોય.
અહીં આખાં ગીતમાં ગીતા બાલી પોતાના પ્રેમીનો ફોટો પકડીને પોતાનું દૂ:ખ વ્યકત કરવા મથે છે ત્યારે ગીતમાં શેરીમાંના ગાયકો એ વ્યથાને હળવી કરવાનો પ્રયાસ કરતાં બોલ ગાય છે.
બેકસૂર (૧૯૫૦)માં અનિલ બિશ્વાસ મૂળ સંગીતકાર ગણી શકાય, પણ હંસરાજ બહલે પણ ત્રણ ગીતોની સ્વર બાંધણી કરી છે, જે પૈકી અખીયાં ગુલાબી જૈસે મદ કી હૈ પ્યાલીયાં અને હંસ કે તીર ચલાના દિલ ખુદ હી બનેગા નિશાના મોહમ્મદ રફી અને લતા મંગેશકરનાં યુગલ ગીતો છે. હંસરાજ બહલ મોહમ્મ્દ રફી માટે સૌ પ્રથમ વાર, 'ચુનરિયા' અને 'સત્યનારાયન' એમ બે ફિલ્મોમાં, યુગલ ગીત ૧૯૪૮માં રચી ચુક્યા છે એટલે અહીં આપણે આ બે ગીતોની વિગતે ચર્ચા ન કરતાં માત્ર નોંધ લઈને સંતોષ લઈશું
ખબર કીસીકો નહીં વો કિધર કો દેખતે હૈં – બેકસૂર (૧૯૫૦) – જી એમ દૂર્રાની અને મુકેશ સાથે – ગીતકાર: આરઝૂ લખનવી – સંગીત: અનિલ બિશ્વાસ
દેખીતી રીતે ગીત એક કવ્વાલી છે. પણ જૂની હિંદી ફિલ્મોમાં આવાં ‘આઈટેમ ગીતો’ ઘુસાડયાં હોય પણ તેને વાર્તા જોડે ગોઠવી પણ લેવાય. જેમકે અહીં ગાયકો જે કમી ગાય છે તેનો સીધો સંદર્ભ નીચે જીપમાં ઉભેલ પોલીસ
પાર્ટી કંઇ શોધી રહી છે તેની માહિતી
આપવાનો છે., જેનો લાભ લઈને માત્ર ગોગલ્સ અને ટોપી ચડાવી ને એક તલ મોં પર લગાડીને છદ્મવેશા
ચડાવેલો અજીત પણ કવ્વાલીમાં જોડાઈ જઈને પોલીસને ગેરમાર્ગે દોરવામાં સફળ પણ થાય છે
!
ચાંદની ચીટકી હુઈ હૈ, મુસ્કારાતી રાત હૈ – હમારા ઘર (૧૯૫૦) – ગીતા દત્ત સાથે – ગીતકાર: અંજુમ જયપુરી - સંગીત: ચિત્રગુપ્ત
ચિત્રગુપ્તની શૈલીમાં હજુ વિંટેજ એરાની છાંટ વર્તાય છે. ગીતા દત્ત અને મોહમંદ
રફી પોતાના સ્વરમાં ગીતાના ભાવને અનુરૂપ મુગ્ધતા લાવીને પરિસ્થિતી સંભાળી લે છે.
ચુપકે ચુપકે દિલમેં આનેવાલે હો દેખો પ્રીત નિભાના - હમારા ઘર (૧૯૫૦) – ગીતા દત્ત સાથે – ગીતકાર: રામમૂર્તિ ચતુર્વેદી - સંગીત: ચિત્રગુપ્ત
ગીતની લય ઝડપ પકડે છે, પણ પરદા પર આ ગીત કેમ ભજવાયું હશે તેનો અંદાજ નથી લગાવી
શકાતો
શમશાદ બેગમ અને મોહમ્મદ રફી મીઠી છેડછાડને તાદૃશ કરે છે.
રંગ ભરી હોલી આયી .... - - હમારા ઘર (૧૯૫૦) - શમશાદ બેગમ સાથે – ગીતકાર: ભરત વ્યાસ – સંગીત: ચિત્રગુપ્ત
હોળીના તહેવારની રંગભરી ઉજવણીની મસ્તી છવાઈ રહી છે.
સ્ટેજ નૃત્ય જેવી રચના જણાય છે એટલે શમશાદ બેગમ અને મોહમ્મદ
રફી તેમની ગાયકીમાં એ ગીતોમાં હોય તેવી શરારતી લાવી દે છે.
જીત હો હમારી જીત હો યે ગીત મિલકે ગાયેંગે હીત હો હમારી જીત હો - વીર બબ્રુવાહન (૧૯૫૦) - ગીતા દત્ત સાથે – ગીતકાર: અંજુમ જયપુરી – સંગીત: ચિત્રગુપ્ત
યુદ્ધ માટે જઈ રહી સેનાને પોરો ચડાવતાં ગીત તરીકે ગીત કદાચ
ઉણું પડતું જણાય !
દુર દેશકા રાજા એક
દિન પરદેશ આયા - વીર બબ્રુવાહન (૧૯૫૦) - ગીતા દત્ત અને
અમીરબાઈ કર્ણટકી સાથે સાથે – ગીતકાર: અંજુમ જયપુરી –
સંગીત: ચિત્રગુપ્ત
ગીતા દત્ત, અમીરબાઈ કર્ણાટકી અને મોહમ્મદ રફી એક સાથે એવાં ગીત ભાગ્યે જ મળે એ દૃષ્ટિએ ગીત
અનોખું બની રહે છે.
સબ સપને પુરે આજ હુએ
ચમકે આશા કે તારે - વીર બબ્રુવાહન (૧૯૫૦) - ગીતા દત્ત સાથે –
ગીતકાર: અંજુમ જયપુરી – સંગીત: ચિત્રગુપ્ત
પર્દા પર જે રીતે ગીત ફિલ્માવાયું છે તેના પરથી તો ખ્યાલ ન આવે
કે સૌ સારાં વાનાં થયાં હશે એવી સીચ્યુએશન હશે પણ બોલ એમ કહે છે એટલે એમ માની લઈએ
ટૂટ ગયા હાય ટૂટ ગયા
... વો સાજ઼ - એ - મુહબ્બત ટૂટ ગયા - મગરૂર (૧૯૫૦) - શમશાદ બેગમ, રાજકુમારી સાથે –
ગીતકાર: મુલ્લાંજી – સંગીત: સજ્જાદ હુસ્સૈન
ફિલ્મમાં રામ પંજવાની અને બુલો સી રાની એમ બીજા બે સંગીતકારો
પણ હતા.
સજ્જાદ હુસ્સૈને પ્રસ્તુત ત્રિપુટી ગીતમાં મોહમ્મદ રફી, શમશાદ બેગમ ને
રાજકુમારીનું વિરલ કહેવાય એવું સંયોજન કરેલ છે.
રહેમાન મુખ્ય ભૂમિકામાં હોય અને સાથે મીના કુમારી અને નિગાર
સુલ્તાના પ્રણય ત્રિકોણમાં હોય એ પણ એક વિરલ સંયોજન છે.
જ઼ાંક જરોકે સે તુ
મહલોં વાલે .... તુઝે સુનાઊં દિલ કી બાત - સબક (૧૯૫૦) - સુરીંદર કૌર સાથે –
ગીતકાર: ડી એન મધોક – સંગીત: એ આર કુરૈશી
મહેલોની દિવાલોથી અલગ પડી જતાં પ્રેમીઓની દિલની વ્યથા બન્ને
ગાયકો જીવંત કરે છે.
કેહ દો હમેં ના બેક઼રાર કરે વો જિસે મેરા દિલ પ્યાર કરે - સબક (૧૯૫૦) - સુરીંદર કૌર સાથે – ગીતકાર: ડી એન મધોક – સંગીત: એ આર કુરૈશી
ગીત સાંભળતાં જ ખ્યાલ આવી જાય કે ગીતમાં મીઠી તકરાર દ્વારા
પ્રેમની ઉત્કટતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
તુ આસમાં પે ખડા મુસ્કુરાયે ..... કે જૈસે કબી લબ પે ન નીકલી હો હાયે - સબક (૧૯૫૦) - સુરીંદર કૌર સાથે – ગીતકાર: ડી એન મધોક – સંગીત: એ આર કુરૈશી
પ્રેમીઓના હૃદયોમાંથી ઉઠતી વિરહ વેદનાની ઉપરવાળો મજાક કરે છે
એવી ફરિયાદનાં માધ્યમથી પ્રેમીઓ પોતાના પ્રેમની અભિવ્યક્તિ ફરી એક વાર કરી લે છે
'અલખ નિરંજન' (સંગીતકાર્ પ્રેમનાથ)નું રાજ કુમારી અને સતીશ બત્રા સાથેનું
ત્રિપુટી ગીત,
યે
દુનિયા ગોરખ ધંધા હૈ ભાગ યહાં સે યુ ટ્યુબ પર નથી મળી શક્યું.
મોહમ્મદ રફીનાં સંગીતકાર સાથેનાં પહેલવહેલાં યુગલ ગીતની શ્રેણીના બીજા પંચવર્ષીય સમયાખંડની આપણી સફર હવે ડિસેમ્બર ૨૦૨૩ના મણકામાં આગળ વધશે.
આવતા મહિનાના બીજા રવિવારે, વિસરાતી યાદોનાં ઊંડાણોમાં છૂપાઈ રહેલાં સદા જીવંત ગીતોની યાદને
નવપલ્લવિત કરવા, ફરી એક વાર મળીશું.
નોંધ - અહીં સંદર્ભે લીધેલી બધી તસ્વીરોના પ્રકાશાનાધિકારો તેના
મૂળ રચયિતાના અબાધિત રહે છે. અહીં આ તસ્વીરો નેટ પરથી,
સાભાર, લીધેલ છે.
No comments:
Post a Comment