Showing posts with label Other Male Singers. Show all posts
Showing posts with label Other Male Singers. Show all posts

Thursday, October 24, 2019

ચર્ચાની એરણે - ૧૯૪૬નાં ગીતો - યુગલ ગીતો - સ્ત્રી- પુરુષ યુગલ ગીતો [૪]


અન્ય ગાયકોનાં સ્ત્રી-પુરુષ યુગલ ગીતો  [૨]
સ્ત્રી-પુરુષ યુગલ ગીતોની ૧૯૪૬નાં વર્ષની પહેલી બારીમાંથી  ડોકીયૌં કરતાં ગાયકોનાં વૈવિધ્યનાં જે દર્શન થયાં તે આ બીજી બારીમાંથી પણ એટલી જ સમૃદ્ધિથી ચર્ચાની એરણે સાંભળવા મળે છે. છેલ્લાં થોડાં વર્ષોના વિન્ટેજ એરાના વધારે ઘનિષ્ઠ પરિચય થવાના જે કંઈ અવસર મળ્યા છે તેને કારણે ગાયકોનાં નામ પરિચિત હોય, પણ તેમનો સ્વર તો આ ગીતોમાં ફરી એક વાર સાંભળવા મળે ત્યારે પહેલી વાર સાંભળવાનો જ અનુભવ થાય છે. આ અનુભવમાં હેમંત કુમાર, મન્ના ડે કે જગમોહન જેવાં વધારે પરિચિત નામો પણ અપવાદ નથી બન્યાં તે બાબત પણ નોંધપાત્ર જરૂર છે. આ ગીતો પણ પહેલી જ વાર સાંભળવાની તક મળી છે.

 કે એસ રાગી + શમશાદ બેગમ - બીત ગયે દિન રાહ તકત મન હારા - નામુમકીન – સંગીતકાર: અયુબ ખાન - ગીતકાર એ. કરીમ

ફિરોઝ નિઝામી + નસીમ અખ્તર - હાયે ઝાલિમ તુને પી હી નહીં - નેક પરવીન – સંગીતકાર: ફિરોઝ નિઝામી – ગીતકાર: વાહિદ ક઼ુરૈશી

ફિરોઝ દસ્તુર + અમીરબાઈ કર્ણાટકી - નૈનો મેં આ કે ચલે જાના ના કર કે બહાના - પુજારી – સંગીતકાર: હંસરાજ બહલ – ગીતકાર: વલી સાહબ

અજ્ઞાત પુરુષ ગાયક (યુ ટ્યુબ અનુસાર ખાન મસ્તાના) + શમશાદ બેગમ - ઓ સજની સાવન કી કાલી ઘટાયેં દિલ કો તડપાયેં તો ક્યા કરૂં - પંડિતજી – સંગીતકાર: ખાન અઝીઝ

એ આર ઓઝા + અમીરબાઈ કર્ણાટકીપતંગા ચલા હૈ દીપક કી ઔર, મનમેં લે કર પ્રેમકી આશા – પુજારી – સંગીતકાર: હંસરાજ બહલ – ગીતકાર: વલી સાહબ

ક઼ાદિર ફરીદી + ઝીનત બેગમ - અય ક઼ાફિલે વાલે, મેરા પૈગામ લિયે જા - રેહાના – સંગીતકાર: ક઼ાદિર ફરીદી – ગીતકાર: તુફૈલ હોશીયારપુરી

યશવંત ભટ્ટ + હુસ્નબાનુ - અય ફૂલ બતા કૈસા હોગા મેરા પિયા સજન પ્યારા - રોયલ મેલ – સંગીતકાર: નારાયણ રાવ – ગીતકાર: મુસ્તફા એન ઉસ્માની

યશવંત ભટ્ટ + હુસ્નબાનુઅય સાક઼ી તુઝે ગ઼મ કૌન કહે - રોયલ મેલ – સંગીતકાર: નારાયણ રાવ – ગીતકાર: મુસ્તફા એન ઉસ્માની

જગમોહન +  કલ્યાણી દાસ - પરવાને કો બુજ઼ે દિયે પર કભી ન જાને દેના - ઝમીન આસ્માન – સંગીતકાર: કમલ દાસગુપ્તા – ગીતકાર: ફૈયાઝ હાશ્મી

જગમોહન +  કલ્યાણી દાસ - એક ગીત સુનાના હૈ - ઝમીન આસ્માન – સંગીતકાર: કમલ દાસગુપ્તા – ગીતકાર: ફૈયાઝ હાશ્મી

હેમંત કુમાર + કલ્યાણી દાસ - પપીહા - તુ પિયુ કો પુકાર, મૈં જાઉં બલ્હાર - ઝમીન આસ્માન – સંગીતકાર: કમલ દાસગુપ્તા – ગીતકાર: ફૈયાઝ હાશ્મી

હવે પછીના અંકમાં ૧૯૪૬નાં યુગલ ગીતોની ચ્રર્ચાની એરણેના અંતિમ ચરણમાં સ્ત્રી-સ્ત્રી- યુગલ ગીતો, પુરુષ - પુરુષ યુગલ ગીતો અને ત્રિપુટી/ત્રિપુટી+ગીતો સાંભળીશું.

Thursday, October 17, 2019

ચર્ચાની એરણે - ૧૯૪૬નાં ગીતો - યુગલ ગીતો - સ્ત્રી- પુરુષ યુગલ ગીતો [૩]


૧૯૪૬નાં સ્ત્રી-પુરુષ યુગલ ગીતોની ચર્ચાની એરણે આપણે પહેલા મણકામાં મોહમ્મ્દ રફી અને જી એમ દુર્રાનીનાં અને બીજા અંકમાં મૂકેશ, ચિતળકર, અશોક કુમાર અને સુરેન્દ્રનાં સ્ત્રી-પુરુષ યુગલ ગીતો સાંભાળ્યાં.

અન્ય ગાયકોનાં સ્ત્રી-પુરુષ યુગલ ગીતો [૧]
૧૯૪૬નાં અન્ય ગાયકોનાં સ્ત્રી-પુરુષ યુગલ  ગીતોની સંખ્યાની વધારે છે, તેટલી ગાયકો, સંગીતકારો અને વિષયોનાં વૈવિધ્યની માત્રા પણ વિશાળ છે. જોકે મોટા ભાગનાં સૉલો ગીતોની જેમ મોટા ભાગનાં ગીતો અહીં ચર્ચાની એરણે પહેલી વાર જ સાંભળ્યાં છે.


કેટલાક ગાયકો ચિરપરિચિત નામો છે, પરંતુ અહીં તેમનાં સ્ત્રી-પુરુષ યુગલ ગીતોની સંખ્યા એટલી નથી કે આ યુગલ ગીતોને અલગથી ચર્ચાની એરણે સાંભળી શકાય.
પારો દેવી - અજ્ઞાત ગાયક - ઓ પરદેસી ભૂલ ન જાના, દેખ કે દેશ પરાયા- ધનવાન – સંગીતકાર: શાન્તિ કુમાર – ગીતકાર: રૂપબાની
હિંદી ફિલ્મ ગીતકોષમાં ગાયકોનાં નામની નોંધ નથી.

આસિત બરન + કાનન દેવી - સુનો, સુનો, કયા..ઈક નયા ફસાના - અરેબીયન નાઈટ્સ – સંગીતકાર: કમલ દાસગુપ્તા – ગીતકાર: ફૈયાઝ
યુ ટ્યુબ પર આ ગીતના પુરુષ ગાયક તરીકે રોબિન મઝુમદાર દર્શાવાયા છે.

? , ? - હે હે ઓ દેખનેવાલો એક નઝર દેખો - અરેબીયન નાઈટ્સ – સંગીતકાર: કમલ દાસગુપ્તા – ગીતકાર: ફૈયાઝ

રોબિન મઝુમદાર, કાનન દેવી , કોરસ - કુર્ર જ઼ા...કુર્ર જ઼ા, આ કે તુ નક્કાર એ દિલ - અરેબીયન નાઈટ્સ – સંગીતકાર: કમલ દાસગુપ્તા – ગીતકાર: ફૈયાઝ

રોબિન મઝુમદાર + અન્ય સ્ત્રી સ્વર - અય વતન-એ-કારવાં હોશિયાર - અરેબીયન નાઈટ્સ – સંગીતકાર: કમલ દાસગુપ્તા – ગીતકાર: ફૈયાઝ

ખાન મસ્તાના + શમશાદ બેગમ - બેચૈન જુદાઈમેં હું સરકાર-એ-મદિના - બૈરામ ખાન – સંગીતકાર: ગ઼ુલામ હૈદર – ગીતકાર: બી આર  શર્મા

અમર + કલ્યાણી દાસ  - બાદલ બરસ બરસ કે તૂ પૈગામ સુના દે - બિંદિયા – સંગીતકાર: કમલ દાસગુપ્તા – ગીતકાર: પંડિત મધુર

મોતી + શમશાદ બેગમ - ભંવરા શોર ન કરના ગુલશનમેં - દિલ – સંગીતકાર: ઝફર ખુર્શીદ

મન્ના ડે  + અમીરબાઈ કર્ણાટકી - અય દુનિયા જ઼રા સુન લે હમારી ભી કહાની - કમલા – સંગીતકાર: જ્ઞાન દત્ત – ગીતકાર: નીલકંઠ તિવારી

રેવાશંકર + ઝોહરાબાઈ અંબાલેવાલી - હમારી ગલી આના હમસે અખિયાં મિલાના - મહારાણા પ્રતાપ – સંગીતકાર: રામ ગાંગુલી – ગીતકાર: સ્વામી રામાનન્દ

હવે પછીના અંકમાં ૧૯૪૬નાં વર્ષનાં અન્ય ગાયકોનાં સ્ત્રી-પુરુષ યુગલ ગીતો ના બીજા ભાગને ચર્ચાની એરણે સાંભળીને સ્ત્રી-પુરુષ યુગલ ગીતોની ચર્ચા પૂરી કરીશું.