Showing posts with label દિવ્ય ભાસ્કર. Show all posts
Showing posts with label દિવ્ય ભાસ્કર. Show all posts

Tuesday, December 20, 2011

‘જો તમારે એક મિત્ર હોય, તો તમે નસીબદાર છો. જો બે મિત્રો હોય, તો વધારે નસીબદાર છો અને દુનિયામાં કોઇના ત્રણ મિત્રો નથી હોતા.’


એડોલ્ફ હિટલરે કહ્યું હતું, ‘જો તમારે એક મિત્ર હોય, તો તમે નસીબદાર છો. જો બે મિત્રો હોય, તો વધારે નસીબદાર છો અને દુનિયામાં કોઇના ત્રણ મિત્રો નથી હોતા.’ [સંદર્ભઃ મધુરીમા, દિવ્ય ભાસ્કર, ૨૦-૧૨-૨૦૧૧]


હિટલરની "મિત્ર"ની કોઇ પણ વ્યાખ્યામાં પાર ઉતરે એવા હું અને મારા ત્રણ મિત્રો - સમીર ધોળકિયા, કુસુમાકર ધોળકિયા અને મહેશ માંકડ - સદનસીબે અમારી જીંદગીનાં મહત્વનાં અને મોટાભાગનાં વર્ષો અમદાવાદમાં જ રહ્યા.તેને પરિણામે અમારી મિત્રતાને તેટલી જ જીવંત રહેવાનું બળ મળ્યું. અથવા એમ પણ કહી શકાય કે તેમ છતાં પણ અમારી મિત્રતા હરહંમેશ એટલી જ જીવંત અને તાજી રહી.

ખૂબીની વાત એ છે કે અમારી સર્વસામાન્ય પસંદ જેટલી પ્રબળ જોડાણની કડી હશે તેનાથી વધારે અમારી એક્બીજાને કોઇપણ શબ્દો ચોરી કર્યા સિવાય અમારી નાપસંદ કહી દેવાની ટેવ અમારી મિત્રતાની ચિરયુવાનીમાટે કદાચ વધારે કારણભૂત રહી હશે.

  અમારી પત્નીઓને તો આ અંગે અમે કંઇકેટલી વાર યશકલગીઓ આપી ચૂક્યા છીએ.

Saturday, December 17, 2011

સાત્વિક ૨૦૧૧,પરંપરાગત ખોરાક મહોત્સવ


અમે આજે સાત્વિક ૨૦૧૧,પરંપરાગત ખોરાક મહોત્સવની મુલાકાત લીધી.
તે અંગેનો વિગતવાર અહેવાલ આજનાં દિવ્યભાસ્કરમાં આવરી લેવાયો છે.
આ મહોત્સવની આ નવમી આવૃત્તિ છે તે તો ત્યાં પહોંચતાં જ દેખાઇ આવ્યું, બધી જ વહીવટી વ્યવસ્થાઓ ખુબ જ સજ્જ હતી. સવારના ૧૨.૦૦ વાગ્યા હતા પણ મેદાનમાં ગાડીઓને પાર્ક કરવાની જગ્યા ભરાઇ જવા આવી હતી.
અંદર પણ દરેક સ્ટૉલ સુંદર રીતે સજાવાયા હતા અને દરેક સ્ટૉલપરના પ્રતિનિધિઓ પોતાની કામગીરી બાબતે સવિનય સજ્જ હતા. કોઇ પણ સ્ટૉલ મુલાકાતીઓ ન હોય તેવું નહોતું.
મહોત્સવમાં ભાગ લેનાર દરેક સંસ્થાઓ /વ્યક્તિઓ તેમ જ મહોત્સ્વના આયોજકો  SRISTI - Society for Research and Initiatives for Sustainable Technologies and Institutions - ને તેમના આ સ્તુત્ય,[એક વાર ફરીથી] સફળ આયોજન અને અમલીકરણમાટે અભિનંદન.

Saturday, November 5, 2011

સર્વસમાવેશક વિકાસ આવો હોય! - સનત મહેતા -- દિવ્ય ભાસ્કર, અમદાવાદ આવૃત્તિ, ૩જી નવેમ્બર, ૨૦૧૧


શ્રી સનત મહેતા તેમના સમયના 'સાચા' સમાજવાદી ગણાતા, તેમ જ તેમના જાહેર રાજકીય જીવનમા તેમણે ખુબ‌ તડકી છાયડી જોઇ છે. તેથી તેથી તેમની અનુભવસિધ્ધ વિચારસરણીની પ્રક્રિયાની કસોટીમાથી પસાર થયેલ અભિપ્રાય કે મતવ્યની તરફેણમા કે સામે દલીલમા કહી કહેવાનો અત્રે આશય નથી.
ખાનગી સાહસની ભાગીદારી ઉચ્ચ શિક્ષણના પ્રમાણમાં પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણના સ્તરે વહેલી થઇ છે. પરંતુ, તેનાથી જરૂરી માત્રામાં શાળાઓની ઉપલબ્ધીનો આશય સિધ્ધ થયેલો ગણી શકાય. પરંતુ, એ સ્તરનુ શિક્ષણ આર્થિક કે નાત-જાતના કોઇ જ ભેદભાવવગર સાચા અર્થમાં સમાન રીતે સમાજના દરેક વર્ગને ઉપલબ્ધ છે તેમ કહેવુ અતિવિવાદાસ્પદ વિધાન બની રહે.
'શિક્ષણને બંધારણીય હક્કનો દરજ્જો મળ્યા પછી પણ જાહેર-સંચાલનહેઠળની શહેરી, અર્ધ-શહેરી કે ગ્રામ્ય શાળાઓનાં શૈક્ષણિક માળખાંને એ સ્તરે લઇ જવામાટે હજૂ ઘણું અંતર કાપવાનુ બાકી જણાય છે કે જયારે તે શાળાઓ સમાજના 'ઉપલા' વર્ગને પણ શિક્ષણની ગુણવત્તાના આધારે પોતાતરફ ખેંચી શકે.
આપણું ખાનગી સાહસ હજૂ પણ આર્થિક લાભોથી દોરાતું વધારે દેખાઇ રહ્યું છે, તો બીજી બાજૂએ સરકારી તંત્ર પણ હજૂ તેની 'કાયદો પળાવવાવાળાં ઇન્સપેક્ટર રાજની મનોદશા'માથી બહાર આવી અને અપેક્ષીત પરિણામો અને તે માટે ફાળવાયેલ સાધનોનાં કાર્યદક્ષ અને અસરકારક અમલીકરણનો  proactive watchdog બની શકેલ નથી જણાતું.
આ પરિસ્થિતિમાં ઘઉંમાંથી કાંકરા અલગ કરવાની જવાબદારી, જાણ્યે અજાણ્યે, મુક્ત બજાર વ્યવસ્થાની પ્રક્રિયાથી થવા દેવી જ ઉચિત નથી જણાતી? હા, જંગલના ન્યાય પ્રમાણે, તેમાં સુકાં ભેગું થોડું લીલું બળે તેટલું જોખમ લેવું પડે અને તેના પરિણામે ભાગે પડતી ખોટ પણ સહન કરવાની તૈયારી રાખવી જોઇએ.