ફુર્સત એ ઇશ્વરીય ભેટ છે. આ પળોને કુટુંબસાથે માણો કે સારી સોબતમાં ગાળો કે આ પળોમાં મનને પ્રફુલ્લિત કરે તેવું વાંચો કે દિલ ઝુમી ઉઠે તેવું સંગીત સાંભળો કે તમે હંમેશ જે કરવા ધારતા હતા પણ કરી નહોતા શકતા તે બધું જ કરો.
Showing posts with label Happy Experiences. Show all posts
Showing posts with label Happy Experiences. Show all posts
Saturday, February 26, 2011
આનંદદાયક સાશ્ચર્યાત્મક અનુભવ
થોડા દિવસો પહેલાં મારી બહેન વિભા [ઓઝા]ના દિકરા[વિસ્મય]ના લગ્નપ્રસંગે રાજકોટ જવાનું થયું હતું.
જતાંવ્હેંતજ એક સુખદ આશ્ચર્ય અનુભવવાનો લ્હાવો મળ્યો.
સામેથીજ એક બહેન મળવા આવ્યાં.
કહ્યું કે ઃ 'ઓળખાણ પડે છે?'
મારો જવાબ હતો ઃ હા કારણકે તમારામાં કોઇ ફેર જ નથી પડ્યો. પણ તમે મને ઓળખી ગયાં એ જરુર નવાઇ કહેવાય,કારણકે મારા દેખાવમાં આટલાં વર્ષોમાં જરુરથી ઘણોજ ફેરફાર થયો જ છે.
આ વાત થઇ રહી છે મારી સાથે ૧૦/૧૧મા ધોરણ [૧૯૬૩ -૧૯૬૫ઃ લગભગ ૪૫ વર્ષ પહેલાં]માં
સાથે ભણતાં ભાવના અવાશિયા [હવે ઓઝા - વિભાનાં જેઠાણી]ની.
આટલાં વર્ષો પછીથી એક સહાધ્યાયીનું અચાનક જ મળી જવું, અને તેમનું મને આટલું spontaneously ઓળખી જવું - મારા એ પ્રસંગે ત્યાં હોઇ શકવાનો સંદર્ભ, હું વિભાનો ભાઇ થાઉં છું તે તેમને પહેલે્થી ખબર જરુર હતી - એ એક ખુબજ આનંદદાયક સાશ્ચર્યાત્મક અનુભવ રહ્યો.
Labels:
Happy Experiences,
Personal
Subscribe to:
Posts (Atom)