Showing posts with label Songs -1951. Show all posts
Showing posts with label Songs -1951. Show all posts

Monday, June 23, 2014

૧૯૫૧નાં શ્રેષ્ઠ ગીતો : ચર્ચાને એરણે - શ્રેષ્ઠ સંગીતકાર



શ્રેષ્ઠ પ્રુરુષ પાર્શ્વગાયક, શ્રેષ્ઠ સ્ત્રી પાર્શ્વગાયક અને શ્રેષ્ઠ યુગલ ગીતોની ચર્ચા પરથી આ વર્ષના ટોચના  સંગીતકાર તો અલગ તરી જ આવ્યા હોય તે તો સ્વાભાવિક છે.
વર્ષ ૧૯૫૧ માટે શિખર પર પોતાનું સ્થાન અવશ્યપણે પ્રસ્થાપિત કરવામાં એસ ડી બર્મન, શંકર જયકિશન, અનિલ બિશ્વાસ, સી રામચંદ્ર, રોશન  અને નૌશાદ કામયાબ રહ્યા છે એ વિષે કદાચ બેમત નહીં હોય. હુસ્નલાલ ભગતરામ કે મદન મોહન પણ બહુ પાછળ નથી, એમ પણ કહી શકાય.
વર્ષ દરમ્યાન આવેલી ફિલ્મો અને તેમાં રજૂ થયેલાં કુલ ગીતોમાંથી ગુણવત્તા અને લોકપ્રિયતાના માપદંડે ખરાં ઉતરેલાં ગીતોનો હિસાબ મૂકીએ તો  આ પ્રકારનો ક્રમ ઉભરી આવતો જણાશે :
એસ ડી બર્મન  - ૬ ફિલ્મોનાં ૪૭માંથી ૩૨ ગીતો
શંકર જયકિશન - ૪ ફિલ્મોનાં ૩૫માંથી ૨૮ ગીતો
અનિલ બિશ્વાસ  - ૩ ફિલ્મોનાં ૨૫માંથી ૧૨ ગીતો
રોશન           - ૨ ફિલ્મોનાં ૧૭માંથી ૧૩ ગીતો
સી રામચંદ્ર તો તેમની એક જ ફિલ્મ - અલબેલા-ના જ આધારથી આ ક્લબમાં આદરણીય સ્થાન મેળવી ચૂકે છે. સામાન્ય રીતે જે ફિલ્મોને, બહુ જ નામી સ્ટાર કાસ્ટ, નામી પ્રોડકશન હાઉસ, વિદ્વાનોમાં ચર્ચાય તેવી કથાને કારણે 'ઉચ્ચ કક્ષા'ની કહેવાય તેમાંની આ ફિલ્મ નહોતી, અહીં તો સામાન્ય સિને દર્શકને ધ્યાનમાં રાખીને 'મસાલો' હતો. આ પશ્વાદભૂને અનુરૂપ થીયેટરમાં સિસોટીઓની ગુંજ વરસાવતાં બેહદ લોકપ્રિય, હળવાં, ગીતો - શોલા જો ભડકે દિલ મેરા ધડકે, શામ ઢલે ખીડકી તલે, દીવાના પરવાના શમા પે લે આયા દિલ કા નઝરાના-ની જ સાથેની પંગતમાં મર્મજ્ઞ વિવેચકો અને ભાવુક શ્રોતાઓને તરબોળ કરી મૂકે તેવાં કોમળ અને ભાવવાહી ગીતો - બલમા બડા નાદાન રે, દિલ ધડકે નઝર શરમાયે, ધીરે સે આજા રે અખિયન મેં નિંદીયાં -પણ રજૂ કરીને સી. રામચંદ્રએ એક અનોખો જ વિક્રમ સર્જ્યો છે.
જો કોઇએ એક જ ફિલ્મની દૃષ્ટિએ વર્ષના 'શ્રેષ્ઠ' સંગીતકારની પસંદ કરવાની હોય તો ફિલ્મ 'બાઝી' માટે એસ ડી બર્મન, 'આવારા' માટે શંકર જયકિશન, 'મલ્હાર'માટે રોશન, 'દીદાર' માટે નૌશાદ કે 'અલબેલા' માટે સી રામચંદ્રનાં નામોની ચીઠ્ઠી ઉપાડીને કોઇ એક નામની લોટરી જ કાઢવી રહી.

Wednesday, June 18, 2014

૧૯૫૧નાં શ્રેષ્ઠ ગીતો : ચર્ચાને એરણે - શ્રેષ્ઠ યુગલ ગીત - મોહમ્મદ રફી અને લતા મંગેશકરનાં યુગલ ગીતો



મોહમ્મદ રફી અને લતા મંગેશકરનાં આ વર્ષનાં યુગલ ગીતોમાં, એક બીજાંનાં સ્વાભાવિક તફાવતોમાંથી જન્મતી સ્વાભાવિક હરીફાઇમાંથી બંનેનું પોતપોતાની રીતે નવી ઊંચાઇઓ આંબવું, સંગીતકારો દ્વારા બંનેના સૂરોના અબિનવ પ્રયોગો કરીને એકલ ગીત જેટલા જ ભાવ અને માધુર્ય યુગલ ગીતોમાં પણ લાવવું, બંને કળાકારોને એક જ સાથે સાંભળવાને કારણે હિંદી હિલ્મી ગીતોના ચાહકોમાં રફી્ના ચાહકો અને લતાનાં ચાહકો એમ સ્પષ્ટ વર્ગીકરણ થવું જેવા ભવિષ્યના વરતારા સ્પષ્ટ જોઇ શકાય છે.
ગીતોની સંખ્યા કે ગુણવત્તામાં આ જોડી, તેમનો આ વર્ષમાં ઉપયોગ ન કરતા જોવા મળતા એવા રોશન કે મદન મોહન કે એસ ડી બર્મન કે શંકર જયકિશન,કે હવે પછી ઉભરી આવવાના છે એવા રવિ, ખય્યામ, ઓ પી નય્યર જેવા સંગીતકારો સાથે નવી ઊંચાઇઓનાં આધિપત્ય સર કરશે તેમ પણ જોઇ શકાય છે.
ઢોલક - શ્યામ સુંદર - ઐસે રસિયા કા ક્યા ઐતબાર
કાલી ઘટા - શંકર જયકિશન - કાલી ઘટા ઘીર આયી રે
કાલી ઘટા - શંકર જયકિશન - મધુર મિલન હૈ સજના
નાદાન - ચિક ચોકલેટ - ઐસા યા કસૂર કિયા
નખરેં - હંસ રાજ બહલ - હમને ભી પ્યાર કિયા, પ્યાર કિયા (ગીતા દત્ત સાથે)
સગાઇ - સી. રામચંદ્ર - ઝૂકતી હૈ દુનિયા, ઝૂકાનેવાલા ચાહિયે - (ચિતલકર સાથે)
ઉસ્તાદ પેદ્રો - સી રામચંદ્ર - દુનિયાવાલો હોશ સંભાલો
આ બધાં જ ગીતોમાંથી જો એક ગીત મારે આ વર્ષ માટે પસંદ કરવાનું હોય તો મારી પસંદ 'તરાના'નું તલત મહમૂદ અને લતા મંગેશકરનું યુગલ ગીત "નૈન મિલે નૈન હૂએ બાંવરે" રહેશે.

Saturday, June 14, 2014

૧૯૫૧નાં શ્રેષ્ઠ ગીતો : ચર્ચાને એરણે - શ્રેષ્ઠ યુગલ ગીત - મોહમ્મદ રફીનાં લતા મંગેશકર સિવાયનાં યુગલ ગીતો



આપણા મિત્ર શ્રી એન. વેંકટરામને કરેલ આંકડાકીય સમીક્ષા મુજબ યુગલ ગીતોમાં પુરુષ પાર્શ્વગાયકોમાંથી મોહમ્મદ રફીનો હિસ્સો લગભગ ૨૫%, જી એમ દુર્રાનીનો હિસ્સો ૧૪%, સી. રામચન્દ્રનો હિસ્સો ૧૦%, તલત મહમૂદનો હિસ્સો ૮% અને મુકેશનો હિસ્સો ૬ % જેટલો છે. તે સિવાયનાં ૩૭% ગીતો અન્ય ૩૦ પુરુષ ગાયકોને ફાળે રહેલ છે.
તે જ રીતે, કુલ યુગલ ગીતોમાંથી લતા મંગેશકર ૩૫ %, શમશાદ બેગમ  ૧૮ %, આશા ભોસલે ૧૧ % અને ગીતા દત્ત ૧૧ % જેટલો હિસ્સો ધરાવે છે. તે સિવાય ૧૦%માં સુલોચના કદમ ૭% અને સુરૈયા ૩% હિસ્સો ધરાવે છે, ક્યારે બાકીનાં ૧૫% ગીતો માટે અન્ય ૨૦ સ્ત્રી પાર્શ્વગાયકોનો ઉપયોગ કરાયેલો જોવા મળે છે.
મોહમ્મદ રફી+ સિવાયનાં યુગલ ગીતોની વાત આપણે તારીખ ૧૦ જૂન ૨૦૧૪ના લેખમાં કરી ચૂક્યાં છીએ.  એથી, મોહમ્મદ રફી+ યુગલ ગીતોને પણ મોહમ્મદ રફીનાં લતા મંગેશકર સિવાયનાં યુગલ ગીતો અને લતા મંગેશકર સાથેનાં યુગલ ગીતો એમ બે ભાગમાં વહેંચી નાખીશું.
મોહમ્મદ રફીનાં યુગલ ગીતોમાં તેમની અન્ય સહગાયકો સાથે તાલમેલ બેસાડવાની કુદરતી બક્ષીસ અને બધાં જ સહગાયકો સાથે મેળ બેસાડવા માટે તેમ જ ગીતના સૂર અને મુડની સાથે સંયોજન સાધવાનો સાહજિક અભિગમ અહીંથી જ અનુભવી શકાય છે. યુગલ ગીતોમાં મોહમ્મદ રફીના સ્વરનો ઉપયોગ લગભગ દરેક સ્તરના સંગીતકારોએ કરેલ છે.
આજે આપણે મોહમ્મદ રફીનાં લતા મંગેશકર સિવાયનાં અન્ય (સ્ત્રી) પાર્શ્વગાયકો સાથેનાં ગીતોની વાત કરીશું.
મોહમ્મદ રફી+અમીરબાઇ કર્ણાટકી - બીખરે મોતી - ગુલામ મોહમ્મદ - આંસૂ થી મેરી ઝીંદગી
મોહમ્મદ રફી+ +સુલોચના કદમ - દશાવતાર - અવિનાશ વ્યાસ - ખેલ રે ખિલોને તેરી ક્યા આની જાની રે
મોહમ્મદ રફી+ગીતા દત્ત - હમારી શાન - ચિત્રગુપ્ત - યે તારોં ભરી રાત, હમેં યાદ રહેગી  
મોહમ્મદ રફી+ગીતા દત્ત, સાથીઓ - હમારી શાન - ચિત્રગુપ્ત - હમ તુમ્હેં પૂછતે હૈ, સચ સચ હમેં બતાના
મોહમ્મદ રફી+ગીતા દત્ત, સાથીઓ - નૌજવાન - જરા ઝૂમ લે ઝૂમ લે જવાની કા જમાના  સુહાના
મોહમ્મદ રફી+આશા ભોસલે - મુખડા - વિનોદ - જા તેરી મેરી, મેરી તેરી, ટૂ ટૂ ટૂ, ક્યોં દેખતે હો
મોહમ્મદ રફી+આશા ભોસલે - જૌહરી - પંડિત હરબંસ લાલ - કિસ્મતકા સુન ફૈસલા, જબ લગી ચોટ પે ચોટ
મોહમ્મદ રફી+આશા ભોસલે - સબ્ઝ બાગ - વિનોદ - અપની તસ્વીર સે કહ દો, હમેં દેખા ન કરેં
મોહમ્મદ રફી+શમશાદ બેગમ - નાઝનીન - ગુલામ મોહમ્મદ - નખરેં દીખા કે દિલ લે લિયા
મોહમ્મદ રફી+સુરૈયા - સનમ - હુસ્નલાલ ભગતરામ - ઓ સનમ.. તૂઝકો પૂકારૂં ઓ સનમ
મોહમ્મદ રફી+સુરૈયા - સનમ - હુસ્નલાલ ભગતરામ - મૈં કહ દૂં તુમ્હે ચોર તો બોલો ક્યા કરોગે

Tuesday, June 10, 2014

૧૯૫૧નાં શ્રેષ્ઠ ગીતો : ચર્ચાને એરણે - શ્રેષ્ઠ યુગલ ગીત - મોહમ્મદ રફી+ સિવાયનાં યુગલ ગીતો



૧૯૫૧નાં યુગલ ગીતો પર નજર કરતાં ઘણા પ્રકારની શક્યતાઓ જોવા મળ તેમ જણાય છે. તેથી 'શ્રેષ્ઠ' યુગલ ગીતની પસંદગી કરતાં પહેલાં આપણે યુગલ ગીતો પૈકી જે ગીતો નોંધપાત્ર જણાય તેમને અલગ તારવીશું, અને આજે હવે પાર્શ્વદર્શન કરતી વખતે જે કોઇ ખાસ પ્રવાહોની શરૂઆતની સંભાવનાઓ જણાશે તેની પણ સાથે સાથે નોંધ કરીશું.
યુગલ ગીતોની યાદી તરફ નજર કરતાં જે વાત સીધે સીધી જ નજરે ચડે છે તે એ કે મોહમ્મદ રફી યુગલ ગીતોમાં ખાસ્સા એવાં પ્રમાણમાં વ્યાપક થયેલ જોવા મળે છે. તેથી આપણે આપણી ચર્ચાને મોહમ્મદ રફી+ સિવાયનાં યુગલ ગીતો અને મોહમ્મદ રફી+ યુગલ ગીતો એમ બે અલગ પ્રવાહમાં વાળવી પડશે.
આજે વાત કરીશું મોહમ્મદ રફી+ સિવાયનાં યુગલ ગીતોની --
સહુથી પહેલું ગીત બંકીમચંદ્ર ચટ્ટોપાધ્યાયનું દેશપ્રેમનું કાવ્ય છે, જેને પન્નાલાલ ઘોષે ફિલ્મ 'આંદોલન' માટે  સુધા મલ્હોત્રા, પારૂલ ઘોષ, મના ડે, શૈલેશ કુમાર અને સાથીઓના સ્વરમાં શૌર્યરસ સભર સમૂહગાન તરીકે રજૂ કર્યું છે - વંદે માતરમ
એ પછી બહુ જ લોકપ્રિય થયેલ એવાં બે સ્ત્રી-યુગલ ગીતો જોઇએઃ
શમશાદ બેગમ + લતા મંગેશકર - દીદાર - નૌશાદ - બચપન કે દિન ભૂલા ન દેના
સંધ્યા મુખરજી + લતા મંગેશકર - તરાના - અનિલ બિશ્વાસ - બોલ પપીહે તૂ બોલ, કૌન તેરા ચિતચોર
જી એમ દુર્રાની ઘણાં યુગલ ગીતોમાં પણ સાંભળવા મળે છે. તેમાંના ઘણાં ગીતો લોકપ્રિયતાની કસોટી કદાચ પાર નથી કરી શક્યાં, પણ મોહમ્મદ રફી કે મુકેશ કે તલત મહમૂદ સાથેનાં યુગલ ગીતો બાદ જી એમ દુર્રાની સાથેનાં યુગલ ગીતો વધારે જોવા મળે છે તેની ખાસ નોંધ લેવી ઘટે –
જી એમ દુર્રાની + શમશાદ બેગમ - દીદાર - નૌશાદ - નઝર ન ફેરો હમસે, હમ હૈ તુમ પર મરનેવાલોં મેં
જી એમ દુર્રાની + શમશાદ બેગમ - એક થા લડકા - રાજ હંસ કટારીયા - એક દિન તુમને કહા થા, હમ તુમ્હારે ઔર તુમ હમારે
જી એમ દુર્રાની, લતા મંગેશકર, સાથીઓ - હમ લોગ - રોશન - ગાયે ચલા જા... એક દિન તેરા ઝમાના આયેગા
એસ ડી બર્મનનો કિશોર કુમારના અવાજમાં હળવાશને રમાડવા માટેની ખૂબીનો પ્રેમ 'બહાર'માં સાંભળવા મળે છે, પણ ચિત્રગુપ્તે પણ કિશોર કુમારના અવાજને 'હમારી શાન'માં ભરપૂર ન્યાય કર્યો છે -
કિશોર કુમાર + શમશાદ બેગમ - બહાર - એસ ડી બર્મન - કસૂર આપકા, હઝૂર આપકા
કિશોર કુમાર + શમશાદ બેગમ - હમારી શાન - ચિત્રગુપ્ત - આયી બહાર હૈ, હમ બેકરાર હૈ, કૈસી મુસીબત હૈ  
'સબીસ્તાન'માં બે અલગ અલગ સંગીતકારો હોવા છતાં તલત મહમૂદ અને ગીતા દત્તની યુગલ જોડી બરકરાર જ રહે છે -
તલત મહમૂદ + ગીતા દત્ત - સબીસ્તાન - સી રામચંદ્ર - કહો એક બાર મુઝે તુમસે પ્યાર હૈ
તલત મહમૂદ + ગીતા દત્ત - સબીસ્તાન - મદન મોહન - હૈ યે મૌસમ-એ-બહાર, સુન જ જવાનીકી પુકાર
૧૯૫૧માં આવેલાં મુકેશ + લતા મંગેશકર યુગલ ગીતો આ શ્રેણીનાં સદા શ્રેષ્ઠ ગીતોમાં મૂકી શકાય તે કક્ષાનાં છે, પણ તલત મહમૂદ + લતા મંગેશકર યુગલ ગીતો એ ગીતોની સામે બહુ જ સરળતાથી ટક્કર ઝીલે છે -
તલત મહમૂદ + લતા મંગેશકર  - બુઝદિલ - એસ ડી બર્મન - ડર લાગે દુનિયા સે બલમા હો
તલત મહમૂદ + લતા મંગેશકર  - સઝા - એસ ડી બર્મન - આજા તેરા ઇન્તઝાર હૈ
તલત મહમૂદ + લતા મંગેશકર - સગાઈ - સી રામચંદ્ર - મોહબ્બત મેં ઐસે જમાને ભી આયે
તલત મહમૂદ + લતા મંગેશકર  - તરાના - અનિલ બિશ્વાસ - નૈન મિલે નૈન હૂએ બાંવરે
તલત મહમૂદ + લતા મંગેશકર  - તરાના - અનિલ બિશ્વાસ - સીને મેં સુલગતે હૈ અરમાં
મુકેશ + લતા મંગેશકરનાં યુગલ ગીતોના કિલ્લાની બહાર, મુકેશ + ગીતા દત્ત યુગલ ગીતો પણ જોવા મળે છે -
મુકેશ + ગીતા દત્ત - પ્યારકી બાતેં - બુલો સી રાની - મસ્ત ચાંદની ઝૂમ રહી હૈ
મુકેશ + ગીતા દત્ત - પ્યારકી બાતેં - બુલો સી રાની - આંસૂ બહાઓ તુમ ઉધર, હમ ઇસ તરફ આહેં ભરેં
મુકેશ + લતા મંગેશકર યુગલ ગીતોનું આગવાપણું અહીં પણ પૂર જોશમાં ખીલ્યું જોવા મળે છે -
મુકેશ + લતા મંગેશકર  - આવારા - શંકર જયકિશન - દમ ભર જો ઇધર મૂંહ ફેરે
મુકેશ + લતા મંગેશકર  - બાદલ  - શંકર જયકિશન - અય દિલ ન મુઝસે છૂપા સચ સચ બતા
મુકેશ + લતા મંગેશકર  - બડી બહૂ - અનિલ બિશ્વાસ - કાહે નૈંનોમેં કજરા ભરો
'મલ્હાર'નાં મુકેશ + લતા મંગેશકરની ઝડી તો કમાલની જ છે - મુકેશ + લતા મંગેશકરનાં શ્રેષ્ઠ યુગલ ગીતોની પસંદગી કરવાની આવે તો આમાંના એક પણ ગીતને મૂકી દેવાનું શકય ન બને એવાં આ ગીતો છે -
મુકેશ + લતા મંગેશકર  - મલ્હાર - રોશન - એક બાર અગર તૂ કહ દે, તૂ હે મેરી મૈં હૂં તેરા
મુકેશ + લતા મંગેશકર  - મલ્હાર - રોશન - કહાં હો તૂમ ઝરા આવાઝ તુમ કો દેતે હૈં
ત્રણેય ગીતોની સ્વર બાંધણી અલગ અલગ છે, મૂડ અલગ અલગ છે, પણ મુકેશ અને લતા મંગેશકરના અવાજોનું સંયોજન દરેક પંક્તિમાં નિખરતું જ જોવા મળે છે.
અન્ય યુગલ ગીતોનાં વર્ગીકરણને ફાળે આવેલાં ગીતો પણ નોંધપાત્ર રહ્યાં છે, તેમાં પણ હેમંત કુમાર + સંધ્યા મુખર્જી યુગલ ગીત તો યુગલ ગીતોની ટોચની હરોળમાં સ્થાન પામે તે ક્ક્ષાનું છે -
હેમંત કુમાર + સંધ્યા મુખર્જી - સઝા - એસ ડી બર્મન - આ ગુપ ચુપ ગુપ ચુપ પ્યાર કરેં
ખાન મસ્તાના + આશા ભોસલે - ગઝબ - નિસાર બઝ્મી - તેરે કારણ સબ કો છોડા, પ્રીત નીભાના હો