એડોલ્ફ હિટલરે કહ્યું હતું, ‘જો તમારે એક મિત્ર હોય, તો તમે નસીબદાર છો. જો બે મિત્રો હોય, તો વધારે નસીબદાર છો અને દુનિયામાં કોઇના ત્રણ મિત્રો નથી હોતા.’ [સંદર્ભઃ મધુરીમા, દિવ્ય ભાસ્કર, ૨૦-૧૨-૨૦૧૧]
હિટલરની "મિત્ર"ની કોઇ પણ વ્યાખ્યામાં પાર ઉતરે એવા હું અને મારા ત્રણ મિત્રો - સમીર ધોળકિયા, કુસુમાકર ધોળકિયા અને મહેશ માંકડ - સદનસીબે અમારી જીંદગીનાં મહત્વનાં અને મોટાભાગનાં વર્ષો અમદાવાદમાં જ રહ્યા.તેને પરિણામે અમારી મિત્રતાને તેટલી જ જીવંત રહેવાનું બળ મળ્યું. અથવા એમ પણ કહી શકાય કે તેમ છતાં પણ અમારી મિત્રતા હરહંમેશ એટલી જ જીવંત અને તાજી રહી.
ખૂબીની વાત એ છે કે અમારી સર્વસામાન્ય પસંદ જેટલી પ્રબળ જોડાણની કડી હશે તેનાથી વધારે અમારી એક્બીજાને કોઇપણ શબ્દો ચોરી કર્યા સિવાય અમારી નાપસંદ કહી દેવાની ટેવ અમારી મિત્રતાની ચિરયુવાનીમાટે કદાચ વધારે કારણભૂત રહી હશે.
અમારી પત્નીઓને તો આ અંગે અમે કંઇકેટલી વાર યશકલગીઓ આપી ચૂક્યા છીએ.