Showing posts with label Geeta Dutt. Show all posts
Showing posts with label Geeta Dutt. Show all posts

Sunday, February 9, 2020

વિસરાતી યાદો...સદા યાદ રહેતાં ગીતો : ફેબ્રુઆરી, ૨૦૨૦


તલત મહેમૂદનાં યુગલ ગીતો - ગીતા (રોય) દત્ત સાથે [૧]
તલત મહમૂદ(જન્મ - ૨૪ ફેબ્રુઆરી, ૧૯૨૪, લખનૌ) જેટલા મૃદુ ભાષી હતા તેટલા જ દેખાવડા હતા. ૧૯૪૯માં તેમણે મુંબઈ (એ સમયનું બોમ્બે)ને પોતાની કર્મભૂમિ બનાવી. તે પહેલાં કોલકતા (એ સમયનું કલકત્તા)માં તેમના સ્વરની નોંધ લેવાઈ ચૂકી હતી. ત્યાં તેમણે પાર્શ્વગાયક તરીકે કામ કરવાની સાથે પર્દા પર હિંદી અને બંગાળી ફિલ્મોમાં પણ નાની મોટી ભૂમિકાઓ ભજવી હતી.૧૯૪૧માં એચએમવીએ તેમનાં ગૈરફિલ્મી ગીત સબ દિન એક સમાન નહીં થા, બન જાઉંગા ક્યા સે ક્યા મૈં, ઈસક તો કુછ ધ્યાન નહીં થા ની પહેલવહેલી રેકર્ડ બહાર પાડી
તલત મહમૂદના જન્મદિવસની યાદમાં આપણે તેમનાં વિસારે પડેલાં યુગલ ગીતોને યાદ કરવાનો ઉપક્રમ આ મંચ પર આદર્યો છે. અત્યાર સુધી, આપણે 
આવરી લીધેલ છે.
આજના અંકમાં આપણે તલત મહમૂદનાં ગીતા (રોય) દત્ત સાથેનાં યુગલ ગીતો યાદ કરીશું.

ગીતા દત્ત (મૂળ નામ - ગીતા ઘોષ રોય ચૌધરી, જન્મ - ૨૩ નવેમ્બર, ૧૯૩૦, ફરીદપુર, બંગાળ) ખૂબ આગવા સુરનાં સામ્રાજ્ઞી હતાં, જેમણે પોતાના સ્વરનો જાદુ ભારતની અનેક ભાષાઓનાં ગીતમાં પાથર્યો. હિંદી ફિલ્મોમાં ગાવાની પહેલવહેલી તક તેમને પંડિત હનુમાન પ્રસાદે ભકત પ્રહલાદ (૧૯૪૬)નાં બે ગીતો - અબ જાની રે પહેચાની રે અને સુનો સુનો બિનતી હમારી પ્રભુજી, ભૂલ હુઈ મુઝસે ભારી -માં અમુક પંક્તિઓ ગાવામાં આપી. પછીનાં વર્ષે એસ ડી બર્મન દ્વારા સ્વરબધ્ધ કરાયેલ મેરા સુંદર સપના બીત ગયા (દો ભાઈ; ગીતકાર રાજા મહેંદી અલી ખાન) એ તેમને પાર્શ્વગાયિકાઓની પહેલી હરોળમાં લાવી મૂક્યાં.
એટલી જ સફળતા અપાવનાર તલત મહમૂદનું હિંદી ફિલ્મ ગીત  - અય દિલ મુઝે ઐસી જગહ લે ચલ જહાં કોઈ ન હો (આરઝૂ, સંગીતકાર: અનિલ બિશ્વાસ, ગીતકાર: મજરૂહ સુલ્તાનપુરી) તે પછી લગભગ ત્રણ વર્ષે ગાજતું થયું. તલત મહમૂદના તે પછીના રેડિયો અને ફિલ્મોના વ્યસ્ત સમયપત્રકમાં પણ તેઓ ભારતભરમાં જાહેર કાર્યક્રમો આપતા રહ્યા. ગીતા દત્ત પણ તેમાંના ઘણા કાર્યક્રમોમાં તેમની સાથે રહેતાં. હિંદી સિનેમાના સ્વર્ણકાળનાં પહેલાં પ્રકરણનાં આ બે આગવાં ગાયકો વચ્ચેનો વ્યાવસાયિક તંતુ ઘેરા રંગની મજબૂતીમાં ખીલતો રહ્યો.
૧૯૫૦ના દશકનાં પહેલા ભાગમાં બન્ને ગાયકોની આગવી કેડીની સફર દરમ્યાન બન્નેના સ્વરનો સામાન્ય ચાહક વર્ગ પણ બહોળા પ્રમાણમાં વીકસી ચૂક્યો હતો. જોકે, તેમની એ સમયની લોકપ્રિયતાના પ્રમાણમાં તેમનાં યુગલ ગીતોની સંખ્યા ઘણી ઓછી અનુભવાય છે.  બન્નેના સ્વર, અને તેને કારણે ગાયકીની શૈલી, માં ખાસો ફરક હતો. તલત મહમૂદનો રેશમી સ્વર નીચા સુરમાં નીખરતો, તો ગીતા દત્તના સ્વરની નીચા તેમ જ ઊંચા સુરોમાંની મખમલી મધુરાશ વિશાળ સીમાડાઓ સુધી પમરાતી રહી. તેમનાં યુગલ ગીતોમાં આ ફરકને એટલી સહજતાથી એકસુરના તારમાં વણી લેવાયો છે કે યુગલ ગીતોની ઓછી સંખ્યા હાંસિયામાં ધકેલાઈ જાય છે.
અરમાન ભરે દિલકી લગન તેરે લિયે હૈ - જાન પહેચાન (૧૯૫૦) – સંગીતકાર: ખેમચંદ પ્રકાશ, ગીતકાર: શકીલ બદાયુની
તલત મહમૂદ અને ગીતા દત્તનાં યુગલ ગીતોની સફરનાં મંડાણ આનાથી વધારે સુરીલાં ગીતથી ન થઈ શકે. આવું સુમધુર યુગલ ગીત સાંભળતાંવેંત આ બન્નેનાં યુગલ ગીતો માટેની આપણી અપેક્ષાનું ઊંચાં શિખરોએ પહોંચી જવું બહુ જ સ્વાભાવિક છે.

હમ હૈ તેરે દિવાને કિસ્સે હૈ યે પુરાને, ગર તૂ બુરા ન માને - શબીસ્તાન (૧૯૫૧) - ચીતળકર સાથે – સંગીતકાર: સી રામચંદ્ર – ગીતકાર: ક઼મર જલાલાબાદી
તલત મહમૂદ અને ગીતા દ્ત્તનાં યુગલ ગીતોના ખજાનાનું બીજું મોતી પણ બહુ જ જાણીતું રહેલું ગીત છે. ગીતની વિડીયો ક્લિપ ધ્યાનથી જોઈએ તો ખ્યાલ આવે કે ગીતનો મૂળ ભાવ એકબીજાંની પ્રેમભરી મજાકમશ્કરીઓનો છે. પરંતુ એ સમયની ફિલ્મોના પ્રેમીપંખીડાઓ પર્દા પર ભારે મર્યાદામાં આવી લાગણીઓ રજૂ કરતાં. એટલે તલત મહમૂદના સુરમાં, મજાક કરતાં, પ્રેમનો વધારે ભાવ સહજ જણાઈ રહે !
ગિટારના સ્વરની સાથે ગીતના મુખડાની પહેલી પંક્તિ ચિતળકર કોઈ અજાણ ગાયક માટે કરે છે, અને તે સાથે જ શ્યામના હોઠ પર તલત મહમૂદના સ્વરમાં પોતાની લાગણીઓ સ્ફુરી નીકળે છે !! 

હૈ યે મૌસમ-એ-બહાર, સુન જવાનીકી પુકાર - શબીસ્તાન (૧૯૫૧) – સંગીતકાર: મદન મોહન – ગીતકાર: ક઼મર જલાલાબાદી
'શબીસ્તાન'માં સી રામચંદ્ર અને મદન મોહને ચાર ચાર ગીતોને સ્વરબધ્ધ કર્યાં હતાં.
તલત મહમૂદ અને ગીતા દત્તનાં અન્ય યુગલ ગીતોની સરખામણીમાં કદાચ આ યુગલ ગીત ઓછું જાણીતું જણાય, પણ તેમના ચાહકોને આ યુગલ ગીત યાદ આવવામાં પળવાર પણ નહીં લાગે.
મદન મોહન પાસેથી આવી અનોખી રચના પછીથી સાંપડી હોય તેવું યાદ નથી આવતું.

કહો એક બાર મુઝે તુમસે પ્યાર.. મુઝે તુમસે પ્યાર - શબીસ્તાન (૧૯૫૧) – સંગીતકાર: સી રામચંદ્ર – ગીતકાર: ક઼મર જલાલાબાદી
સી રામચંદ્રએ બન્ને ગાયકોના સ્વરની અલગ ખાસીયતને રોમાંસની અનોખી અનુભૂતિના અંદાજમાં રજૂ કરી છે.
ગીતની એક બીજી વિડીયો ક્લિપ પણ છે. ગીતનું ફિલ્મમાં આ બીજું વર્ઝન છે કે કેમ તે વિશે મને માહિતી નથી.

કૈસે રોકોગે ઐસે તૂફાન કો - આનંદ મઠ (૧૯૫૧) – સંગીતકાર: હેમંત કુમાર – ગીતકાર: શૈલેન્દ્ર
'કૈસે રોકોગે તૂફાન કો'માં ગીતાબાલી એક તરફ અંગ્રેજ અફસરને પડકાર ફેંકે છે તો બીજી તરફ પોતાના પ્રેમીને પણ કટાક્ષમાં પૂછે છે. હેમંત કુમારે ગીતા દત્તના સ્વરમાં આ ટીખળની મસ્તીને ઝીલી છે. તલત મહમૂદનો પ્રત્યુત્તર સંતાતા ફરતા દેશપ્રેમી બાગીની ભાવનાને રજૂ કરે છે.

યે પ્યાર કી રાતેં યે આજ કી બાતેં - બગદાદ (૧૯૫૨) - જી એમ દુર્રાની સાથે – સંગીતકાર: બુલો સી રાની – ગીતકાર: રાજા મહેંદી અલી ખાન
ફિલ્મ અને ગીત કંઈક અંશે અજાણ્યાં છે, પણ ગીતા દત્ત અને તલત મહમૂદના અલગ સૂરોની એકસ્વર યુગલ વણાટ ગીતનં પોતમાં ઉઘડી રહે છે. જી એમ દુર્રાની ગીતના બીજા અને ચોથા અંતરામાં ગીતા દત્તનો સાથ પુરાવે છે.

ચોરી ચોરી દિલમેં સમાયા - કાફિલા (૧૯૫૨)– સંગીતકાર: હુસ્નલાલ ભગતરામ – ગીતકાર: મોતી બી.એ.
મુખડામાં તો તલત મહમૂદના ફાળે બે શબ્દોનો ટુહુકો જ કરવાનો રહે છે. અંતરામાં તલત મહમૂદની પંક્તિઓ તેમના સુરની નજ઼ાકતને અનુરૂપ સ્વરબાંધણીમાં વણી લેવાઈ છે. વાદ્યસંગીતમાં પિયાનોના સ્વર પણ બહુ આગવી શૈલીમાં ગીતનાં  માધુર્યને નીખારે છે.

શામ સુહાની નદીકે કિનારે - નિશાન ડંકા (૧૯૫૨) – સંગીતકાર: બસંત પ્રકાશ – ગીતકાર: એસ એચ બિહારી
નદી કિનારે પ્રેમની મસ્તીમાં લટાર મારતાં પ્રેમીઓની નિરાંતની બે ઘડીને સંગીતકાર પ્રખ્યાત વૉલ્ત્ઝ ધુનની મધ્ધમ લયમાં વ્યક્ત કરી છે. એકાંતની મધુર ક્ષણોમાં ઝળકી ઉઠતી એકબીજા માટેની તલપ પણ બન્ને અંતરામાં ગીતની લયમાં ઝડપ લાવીને વ્યક્ત થાય છે.

કહીં પ્રીત ભરા કોઈ ગીત ગા રહા - પાતાલ ભૈરવી (૧૯૫૨) – સંગીતકાર: ઘંટશાલ  - ગીતકાર: પંડિત ઈન્દ્ર
ફિલમનું મૂળ તેલુગુ વર્ઝન ધુમ ધુમ સફળતા વર્યું હતું.
(વેંકેટેશ્વર રાવ) ઘંટશાલ તેલુગુ ફિલ્મોના બહુજ સન્માનીય અને પ્રખ્યાત સંગીતકાર અને ગાયક હતા.
પ્રસ્તુત ગીતની બાંધણીમાં ગીતા દત્ત અને તલત મહમૂદના સ્વરનાં સહજ અંતરને તેમણે બહુ જ સરળ માધુર્યમાં રૂપાંતરિત કરી લીધેલ છે.

આજ કી રાત ભાગ મેરે જાગે, દેખું પિયા મુખ ચંદા - રતન દીપ (૧૯૫૨) - સંગીતકાર રોબિન બેનર્જી - ગીતકાર વિદ્યાપતિ
ગીત ભલે અજાણ્યું જણાય, પણ બન્ને ગાયકોની ગાયન શૈલીનાં અંતરને બરકરાર રાખીને કરાયેલ ગીતની બાંધણી હવે અજાણી નથી જણાતી. મુખડાનો ઉપાડ તલત મહમૂદ એમની શૈલીમાં કરે છે અને ગીતા દત્ત પછી તેમનો સંગાથ અંતરામાં કરે છે.

સુન લો એક કહાની - રતન દીપ (૧૯૫૨) - સંગીતકાર રોબિન બેનર્જી - ગીતકાર મહેન્દ્ર પ્રાણ ,માથુર
ફરી એક વાર સંગીતકાર તલત મહમૂદ અને ગીતા દત્તની દેખીતી રીતે વિરોધાભાસી લાગતી શૈલીનાં સાયુજ્યને સરળતાથી રજૂ કરે છે.

રતન દીપ મૂળ બંગાળીમાં ૧૯૫૧માં રજૂ થઈ હતી અને અઢળક સફળતા પામી હતી. પ્રસ્તુત ગીતનું બંગાળી વર્ઝન હેમંત કુમાર અને સુપ્રીતિ ઘોષના સ્વરોમાં છે. બન્ને વર્ઝનમાં ગાયકોની સહજ ખૂબીઓ અનુસાર ગીતની બાંધણીમાં સંગીતકારે કરેલા ફરક તરત જ ધ્યાન પર આવે છે.

ગૌણ આડવાત:ફિલ્મનું તમિળ વર્ઝન પણ બન્યું હતું.
અભિનેતા અભિ ભટ્ટાચાર્યએ હિંદી ફિલ્મોમાં પદાર્પણ આ ફિલ્મથી કર્યું હતું.
તલત મહમૂદ અને ગીતા દત્તનાં બાકીનાં યુગલ ગીતો આપણે હવે પછીના ૨૦૧૨૧ના અંકમાં પૂરાં કરીશું.
આવતા મહિનાના બીજા રવિવારે, વિસરાતી યાદોનાં ઊંડાણોમાં છૂપાઈ રહેલાં સદા જીવંત ગીતોની યાદને નવપલ્લવિત કરવા, ફરી એક વાર મળીશું.
નોંધ - અહીં સંદર્ભે લીધેલી બધી તસ્વીરોના પ્રકાશાનાધિકારો તેના મૂળ રચયિતાના અબાધિત રહે છે. અહીં આ તસ્વીરો નેટ પરથી, સાભાર, લીધેલ છે.

Thursday, September 19, 2019

ચર્ચાની એરણે - ૧૯૪૬નાં ગીતો - સ્ત્રી સૉલો ગીતો - અન્ય ગાયિકાઓ [૪]


ગીતા રોય (દત્ત) અને લતા મંગેશકર 'અન્ય' ગાયિકોની યાદીમાં જોવા મળે એટલે ૧૯૪૬નું વર્ષ વર્ષ વિન્ટેજ એરાનું જ વર્ષ છે તે સાબિત થઈ રહે.
ગીતા રોયનાં સૉલો ગીતો
મોટા ભાગના સંદર્ભો ૧૯૪૬ની ફિલ્મ 'ભક્ત પ્રહલાદ'નાં સમુહ ગીતમાં ગીત અરોયે ગાયેલી બે પંક્તિઓને તેમનાં હિંદી ફિલ્મ સંગીતમાં પદાર્પણ તરીકે સ્વીકારે છે. જોકે, હિંદી ફિલ્મ ગીત કોષમાં આ વિષે કોઈ નોંધ નથી જોવા મળતી.
અબ જાની રે પહચાની રે - ભકત પ્રહલાદ - સમૂહ ગીત – સંગીતકાર: હનુમાન પ્રસાદ
યુ ટ્યુબની ક્લિપમાં કલ્યાણી દાસને સહગાયિકા તરીકે દર્શાવાયાં છે. હિંદી ફિલ્મ ગીત કોષમાં 'સમૂહ ગીત' એટલો જ ઉલ્લેખ છે. 

સુનો સુનો બિનતી હમારી પ્રભુ જી ભૂલ હુઈ મુઝસે ભારી - ભકત પ્રહલાદ - સમૂહ ગીત – સંગીતકાર: હનુમાન પ્રસાદ -   ગીતકાર કે સી વર્મા
અહીં પણ હિંદી ફિલ્મ ગીત કોષમાં 'સમૂહ ગીત' એટલો જ ઉલ્લેખ છે.

તુમ્હે સાજન મનાએ તુમ રૂઠ જાના - મિલન – સંગીતકાર: અનિલ બિશ્વાસ – ગીતકાર: પી એલ સંતોષી 
હિંદી ફિલ્મ ગીત કોષમાં કોઈ ગાયકનો ઉલ્લેખ નથી.

છન મેં બજેગી બાંસુરીયાં પ્રીત ભરી - મિલન – સંગીતકાર: અનિલ બિશ્વાસ – ગીતકાર: પી એલ સંતોષી
હિંદી ફિલ્મ ગીત કોષમાં કોઈ ગાયકનો ઉલ્લેખ નથી.

લતા મંગેશકરનાં સૉલો ગીતો
૧૯૪૬નાં વર્ષ માટે લતા મંગેશકર્ની હાજરી અભિનેત્રી-ગાયિકાનાં સ્વરૂપે છે.
ચિડિયા બોલે ચુન ચુન મેના બોલે હું હું હું - જીવન ધારા – સંગીતકાર: વસંત દેસાઈ – ગીતકાર: દીવાન શરાર

પ્યારે બાપુ તિરંગાકી લે લો કસમ - સોના ચાંદી – સંગીતકાર: ડી સી દત્ત
ક્લિપમાં કોરસની સાથે એક સ્પષ્ટ પુરુષ સ્વર પણ સાંભળી શકાય છે, જે યુ ટ્યુબ પર અપલોડ કરનાર પ્રમાણે એ આર ઓઝા છે. પરંતુ હિંદી ફિલ્મ ગીત કોષમાં આવો ઉલ્લેખ ન હોવાને કારણે આપણે આ ગીતને સૉલો ગીત તરીકે ગણ્યુ છે.

પિયા આયેગા ગોરી સુધ ના બિસાર - સુભદ્રા – સંગીતકાર: વસંત દેસાઈ – ગીતકાર: પંડિત સુદર્શન

સાવરીયા ઓય બાંસુરીયા ઓય બજાયે રે - સુભદ્રા – સંગીતકાર: વસંત દેસાઈ – પંદિત ઈન્દ્ર

સ્ત્રી ગાયિકાઓનાં ૧૯૪૬નાં વર્ષનાં સૉલો ગીતોની આટલી લાંબી ચર્ચા બાદ પણ હજૂ અહીં આવરી ન શકાયાં હોય એવાં ઠીક ઠીક પ્રમાણનાં સૉલો ગીતો હોઈ શકે છે. આ એવાં ગીતો છે જેના માટે હિંદી ગિત કોષમાં ગાયિકાઓનાં નામનો ઉલ્લેખ નથી થઈ શક્યો. આવાં ગીતો ખોળવાનો મેં પ્રયાસ નથી કર્યો. તે સિવાય એવાં પણ બહુ ઘણાં ગીતો છે જેની ડિજિટલ લિંક મને નથી મળી શકી.
હવે પછીના અંકમાં આપણે મને સૌથી વધારે ગમેલાં, ૧૯૪૬નાં વર્ષનાં, સ્ત્રી સૉલો ગીતોની સમીક્ષા કરીશું

Thursday, June 21, 2018

ચર્ચાની એરણે : ૧૯૪૭નાં ગીતો :: સ્ત્રી સૉલો ગીતો - ગીતા રોય


૧૯૪૭નાં વર્ષ માટે ગીતા રૉયનાં સૉલો ગીતોની સંખ્યા ઘણી નોંધપાત્ર છે. અને તેમ છતાં, ખૂબ પ્રચલીત રહેલાં એવાં જૂજ ગીતો સિવાય આ બધાં ગીતો સાંભળવાની મારા માટે આ પહેલી જ તક છે.  વિન્ટેજ એરાની ગાયન શૈલીની સ્વાભાવિક અસરમાં અહીં રજૂ થતા ગીતા રોયના અવતારમાં આપણી પેઢી જેમને ગીતા દત્ત તરીકે ઓળખે છે એ ગાયિકાની ઓળખ અછતી નથી રહેતી એવી નોંધ મુકવાનું મન થઈ આવે છે તે શ્રોતા તરીકેની મારી મર્યાદા છે.
અહીં રજૂ કરાયેલાં ગીતો પૈકી ઘણાં ગીતો એવાં છે જે હિંદી ફિલ્મ ગીત કોશમાં ગીતા રોયના નામે નથી બોલતાં. પરંતુ યુ ટ્યુબ પર આ ગીતો અપલોડ કરનાર મિત્રોએ આ અંગે કંઈ વિશ્વસનીય આધાર લીધો હશે તેમ આ ગીતોને સાંભળવાથી જરૂર માની શકાય છે, સિવાય કે આજની પૉસ્ટના અંતમાં રજૂ થયેલ એક ગીત.
૧૯૪૭નાં ગીતા રોયના સૉલો ગીતોની સંખ્યા આપણી સામાન્ય લંબાઈની બે પૉસ્ટને અનુરૂપ છે, પરંતુ આપણે એ બધાં ગીતો એક જ પૉસ્ટમાં સમાવ્યાં છે. તેથી પૉસ્ટની લંબાઈ થોડી વધારે જણાય, તો તે દરગુજર કરવા વિનંતિ છે.
બહુ જાણીતાં થયેલાં ગીતો
યાદ કરોગે યાદ કરોગે ઈક દિન હમકો યાદ કરોગે - દો  ભાઈ – સંગીતકાર: એસ ડી બર્મન – ગીતકાર: રાજા મહેંદી અલી ખાન  

મેરા સુંદર સપના બીત  ગયા મૈં પ્રેમમેં સબ કુછ હાર ગયી, બેદર્દ જ઼માન જીત ગયા -  દો  ભાઈ – સંગીતકાર: એસ ડી બર્મન – ગીતકાર: રાજા મહેંદી અલી ખાન 

ઓછાં સાંભળેલાં ગીતો
આંખ મેં ક્યોં અશ્ક઼ લબ પે રહે હાય ક્યોં - ભૂખ - સંગીતકાર: અનિલ બિશ્વાસ - ગીતકાર: ડૉ. સફદર 'આહ'  

ઈસ જગમેં ગરીબોં કા નહી કોઈ ઠીકાના - ભૂખ - સંગીતકાર: અનિલ બિશ્વાસ - ગીતકાર: ડૉ. સફદર 'આહ'   

બીગડી હુઈ તક઼દીર મે આ કે બના દે - દિલ કી રાની - સંગીતકાર: એસ ડી બર્મન - ગીતકાર: ?
ક્યું બાલમ હમ સે રૂઠ ગયે ક્યૂં લગે નૈના છૂડા ગયે - દિલ કી રાની - સંગીતકાર: એસ ડી બર્મન - ગીતકાર: વાય એન જોશી  
આયેંગે આયેંગે આયેંગે મેરે મન કે બસૈયા આયેગે રે - સંગીતકાર: દિલ કી રાની - એસ ડી બર્મન - ગીતકાર: ?
મેરે પિયા તો ગયે પરદેસ રે હાય વસંત ઋતુ ક્યોં આયી - દો ભાઈ - સંગીતકાર: એસ ડી બર્મન - ગીતકાર: રાજા મહેંદી અલી ખાન  
હમેં છોડ પિયા કિસ દેશ ગયે, પિયા લૌટ કે આના ભૂલ ગયે - દો ભાઈ - સંગીતકાર: એસ ડી બર્મન -
ગીતકાર: રાજા મહેંદી અલી ખાન 

ગુલશનમેં આયી બહાર, હો રસીયા લૂટ સકે તો લૂટ - કૌન પરદેસી - સંગીતકાર: અલી હુસૈન મુરાદાબાદી -ગીતકાર: મુઝ્તર બહઝાદી
દામન કો હાથ સે છૂડા કર ચલે ગયે - ક઼સમ - સંગીતકાર: સજ્જાદ હુસૈન -ગીતકાર: અન્જુમ પીલીભીતી

અય દિલ બતા કિસકો કરૂં પ્યાર - ક઼સમ - સંગીતકાર: સજ્જાદ હુસૈન -ગીતકાર: અન્જુમ પીલીભીતી
યા રબ હમારી આહમેં ઈતના અસર નહી - ક઼સમ - સંગીતકાર: સજ્જાદ હુસૈન -ગીતકાર: અન્જુમ પીલીભીતી
વો જિસકો મીટા બૈઠે વો ઉનકી હી દુનિયા થી - ક઼સમ - સંગીતકાર: સજ્જાદ હુસૈન -ગીતકાર: હમીદ હૈદરાબાદી
સુના જા કોઈ ગીત અય દિલ સુના જા - ક઼સમ - સંગીતકાર: સજ્જાદ હુસૈન - ગીતકાર: હમીદ હૈદરાબાદી  
ઓ શ્યામ મેરે ગિરધારી અબ તો દર્શન દો - મેરે ભગવાન - સંગીતકાર: સજ્જાદ હુસૈન - ગીતકાર: શેવાન રિઝ્વી
મુઝે બાવરી બાવરી લોગ કહે મૈં ગીત પિયા કે ગાતી હૂં - મેરે ભગવાન - સંગીતકાર: સજ્જાદ હુસૈન - ગીતકાર: શેવાન રિઝ્વી  
મૈં હું ફૂલોંકી રાની, કાંટોમેં રહનેવાલી - પહેલી પહેચાન - સંગીતકાર: બુલો સી રાની -ગીતકાર: પંડિત ઈન્દ્ર 
નયી બહારેં આયી તુમ હી નહીં આયે - રાસ્તા - સંગીતકાર: ઝફર ખુર્શીદ 
આયી નઝર અંધેરે મેં રોશની મુઝે - રાસ્તા - સંગીતકાર: ઝફર ખુર્શીદ -ગીતકાર: અર્શ હૈદરી 
દુખીયોં પે હૈ દુખ દર્દ કા - સાગર તરંગ - સંગીતકાર: પિયામી -ગીતકાર: પંડિત્ત ઈન્દ્ર
વો દિલ ગયા વો દિલકે સહારે ગયે - તોહફા - સંગીતકાર: એમ એ રૌફ (ઉસ્માનીઆ) - ગીતકાર: રફીક઼ ગઝનવી
આ ગીતની સૉફ્ટ ડીજિટલ લિંક નથી મળી શકી:
હંસ હંસ કે...- ઊઠો જાગો - સંગીતકાર: અઝીઝ ખાન, ઈબ્રાહીમ - ?
ખાસ નોંધ:
ઓ રાજા રે મોહે અપની બના લે રે - લીલા - સંગીતકાર: સી રામચંદ્ર - ગીતકાર: ક઼મર જલાલાબાદી 
[હિંદી ફિલ્મ ગીત કોશમુજબ આ ગીત શમશાદ બેગમે ગાયું છે, જ્યારે ઇન્ટરનેટ પરના લગભગ બધા જ સંદર્ભ તે ગીતા દત્તએ ગાયું છે તેમ જણાવે છે💭💭. વળી, ગીતને સાંભળતાં પણ ગાયીકા કોણ હશે તે (મારાથી) સ્પષ્ટ કળાતું નથી.]


હવે પછી આપણે આ શૃંખલામાં શમશાદ બેગમનાં સૉલો ગીતો સાંભળીશું.