Showing posts with label Songs of 1943. Show all posts
Showing posts with label Songs of 1943. Show all posts

Thursday, February 23, 2023

ચર્ચાની એરણે : ૧૯૪૩નાં ગીતો - મને સૌથી વધારે ગમેલ સંગીતકાર

 

૧૯૪૩નાં વર્ષનાં ગીતોની ચર્ચાની એરણે મને સૌથી વધુ પસંદ પડેલ પુરુષ સૉલો ગીતો કે સ્ત્રી યુગલ ગીતો કે પછી યુગલ ગીતોની સમીક્ષા દરમ્યાન, ૧૯૪૩નાં ગીતો ની ચર્ચા માટે મારૂં પોતાનૂં જ્ઞાન ખુબ મર્યાદીત હોવાને કારણે એ ચર્ચાઓ ખરા અર્થમાં બહુ વ્યાપક માન્યતોનું પ્રતિનિધિત્વ કરી શકે તેમ નથી એ વાતની મેં સતત નોંધ લીધેલ છે. એ સંજોગોમાં એ ચર્ચાનો આધાર પર ૧૯૪૩નાં વર્ષ માટે મારી પસંદના સંગીતકારની પસંદ કરવી સરાસર અયોગ્ય જ ગણાય. 

૧૯૪૩નાં ગીતોની ચર્ચાને એક સપ્ષ્ટ માર્ગ સુચવતી કહી શકાય તેવી પ્રવેશક લેખની તસવીર ચાર ફિલ્મો - કિસ્મત (સંગીત અનિલ બિશ્વાસ), તાનસેન (સંગીત ખેમચંદ પ્રકાશ), રામ રાજ્ય (સંગીત શંકર રાવ વ્યાસ) અને વાપસ (સંગીત આર સી બોરાલ) -  દર્શાવે છે. એટલી જ રસપ્રદ વાત એ છે કે સોંગ્સ ઑફ યોર દ્વારા શ્રેષ્ઠ સંગીતકારની પસંદ માટેના સમીક્ષા લેખ @ Best songs of 1943: Wrap Up 4 માં ટોચના ચાર સંગીતકારોનું સ્થાન આ તસવીરનૂં જ પ્રતિબિંબ ધરે છે. 

એટલે, આપણી પ્રસ્તુત  ચર્ચાને આ ચાર ફિલ્મોનાં ગીતોના આધાર પુરતી મર્યાદીત રાખવી યોગ્ય જણાય છે.

'વાપસ'નાં ગીતો, તેની બાંધણી, વાદ્યસજ્જા કે ગાયકી જેવાં લગભગ દરેક અંગમાં સંપૂર્ણપણે વિંટેજ એરાના અંત કાળની શૈલીનો જ પડઘો પાડે છે. એ સમયની વિંટેક એરાની પેઢીને એ ગીતો કદાચ ખુબ જ પસંદ પણ પડ્યાં હશે. પરંતુ સુવર્ણ યુગની તદ્દન નવી શૈલીથી જેમની પસંદ ઘડાઈ હોય એવા ફિલ્મ સંગીતના વર્ગને આ ગીતો સંભળવાં ગને પણ યેમની પસંદની એરણે એટલા પાછલા ક્રમમાં રહે કે સમયનાં વહેણમં એ ગીતો સૌથી પહેલાં જ વિસરાઈ જાય.  

લગભગ આ જ તારણ 'રામ રાજ્ય' વિશે પણ બાંધી શકાય.

'તાનસેન'નાં ગીતોમાં સદાબહાર કે એલ સાયગલનઆં પાંચ સૉલો, ખુર્શીદ સાથેનું એક યુગ ગીત તેમ જ ખુર્શીદનાં ગીતોમાં વિંટેજ એરાનાં ગીતોની જેટલી સહજ અસર જણાય એટલી જ સુવર્ણ યુગની છાંટ એ સમયના સંગીતકાર હોવા છતાં ખેમચંદ પ્રકાશની શૈલીમાં અનુભવાય છે.

'કિસ્મત'નાં ગીતોની લોપ્રિયતામાં અબ હિમાલયકી ચોટીસે લલકારા હૈ'ની સર્વકાલીન દેશપ્રેમની ભુરકીની અસર કાઢી નાખીએ તો પણ અન્ય ગીતો પણ વિંટેઅજ એરાનાં જ કહી શકાય એવાં ગાયકોના સ્વરમાં રચાયેલ અનિલ બિશ્વાસનાં ગીતોમાં અનિલ બિશ્વાસ દ્વારા સુવર્ણ યુગનો પાયો નાખતી સંગીત શૈલી અસરને કારણે  ગીતો સુવર્ણ યુગનં ગીતોન ચાહક  વર્ગને  પણ ગમી જાય એ સ્વાભાવિક લાગે છે. 

સોંગ્સ ઑફ યોર દ્વારા શ્રેષ્ઠ સંગીતકારની પસંદ માટેના સમીક્ષા લેખમાં શ્રેષ્ઠ ગીતોની સંખ્યાને આધાર લઈને @ Best songs of 1943: Wrap Up 4 માં ખેમચંદ પ્રકાશને ૧૯૪૩ન વર્ષના શ્રેષ્ઠ સંગીતકાર તરીકે ઉચિત રીતે જ પસંદ કરાયા હોવા છતાં, મારી ૧૯૪૩નાં વર્ષ માટે મારી પસંદના સંગીતકાર માટે મારી અંગત પસદ કરતી વખતે ખેમચંદ પ્રકાશ અને અનિલ બિશ્વાસ ને સરખે ત્રાજવે જ મુલવે છે.


૧૯૪૩નાં વર્ષ માટેની ચર્ચાની અલગ અલગ પ્રકાશિત થયેલ પૉસ્ટ્સ, ચર્ચાની એરણે : ૧૯૪૩નાં ગીતો@  Songs of Yore પર ક્લિક કરવાથી એક સાથે વાંચી/ડાઉનલોડ કરી શકાશે.

તે જ રીતે ચર્ચાની એરણે - ૧૯૪૩નાં પુરુષ સૉલો ગીતો કે સ્ત્રી સૉલો ગીતો કે યુગલ ગીતોની હાયપર લિંક પર ક્લિક કરવાથી એ અલગ અલગ વિષયનાં ગીતો વિષે વાંચવા કે ડાઉનલોડ કરી શકાય છે.

Sunday, January 29, 2023

ચર્ચાની એરણે : ૧૯૪૩નાં ગીતો - યુગલ ગીતો : મને સૌથી વધુ પસંદ પડેલ યુગલ ગીતો

૧૯૪૩નાં યુગલ ગીતોની ચર્ચાને એરણે સૌ પ્રથમ જ અંદાજ આવી જાય છે કે આ વર્ષે યુગલ ગીતોની સંખ્યા અન્ય વર્ષો કરતાં ઠીક ઠીક માત્રામાં વધારે છે. સોંગ્સ ઑફ યોરના પ્રવેશક લેખમાં રજુ થતા આંકડાઓમાં જેમનાં ગાયકોની ઓળખ થઈ શકી છે એવાં ૫૪૨ ગીતોમાંથી ૧૭૨ યુગલ ગીતો, કુલ ગીતોનો ૩૧.૪૪% હિસ્સો હોવું આ બાબતને પુષ્ટિ કરે છે.

જોકે, આ ૧૭૨ ગીતોમંથી ચર્ચાની એરણે આપણી સમક્ષ માંડ ૬૦ જેટલાં ગીત આવ્યાં. માં બીજાં ૨૭ ગીતોનો સમાવેશ થયેલ છે. આમ કુલ ઉપલબ્ધ ગીતોનો માંડ અર્ધો હિસ્સો આપણે અહીં સાંભળી શક્યાં છીએ. તદુપરાંત, જે ૬૦ ગીતો અપણે ચર્ચાની એરણે સાંભળ્યા તેમાં પણ માત્ર અરૂણ કુમારનાં ૮ અને જી એમ દુર્રાનીનાં ૬ એમ બે પુરુષ ગાયકોનાં જે બેથી વધરે યુગલ ગીતો છે. બીજા બે ત્રણ ગાયકોનાં એક થી વધારે યુગલ ગીતો છે. આમ લગભગ ત્રીજા ભાગનાં ગીતો એક એક ગાયક જોડીનાં જ યુગલ ગીતો છે.

અત્યાર સુધીની આપણી પદ્ધતિ મુજબ જો આ બધાં એક એક યુગલ ગીતને અહીં સમાવીને આ યાદી લાંબી લાચક કરવાનો કોઈ ફાયદો નથી.

તેથી વર્ષનાં સૌથી વધારે સાંભળવા લાયક યુગલ ગીતોની યાદીને વધારે સંતુલિત બનાવવાના આશયથી Best songs of 1943: Wrap Up 3 નાં Special Songs અને Best Ten Duetsમાંના યુગલ ગીતોનો પણ અહીં સમાવેશ કરેલ છે.

આમ હવે પ્રસ્તુત છે, ફિલ્મનાં નામના બારાખડી મુજબના ક્રમ અનુસાર, મારી પસંદના વર્ષ ૧૯૪૩નાં યુગલ ગીતો.

જી એમ દુર્રાની, સિતારા - ગોરી બાંકે નયન સે ચલાયે જાદુઆ - આબરૂ - ગીતકાર હસરત લખનવી- સંગીત - ગોવિંદ રામ

મોતીલાલ , અંજલિ - કાંટો સા ચુભતા હૈ - આગે કદમ - કૈલાસ મતવાલા - મસ્ટર માધવલલ, આર સી પાલ

માસ્ટર અમૃતલાલ, લીલા પવાર - હો મત પિયો છેલા તંબાકુ રે - આગે કદમ - કૈલાસ મતવાલા - માસ્ટર માધવલલ, આર સી પાલ

જી એમ દુર્રાની, કૌશલ્યા - નૈનોંમેં મૈ નૈનાં દિન્હો ડાલ, ઓ બાંકે નૈનાવાલે - અંગુરી - રામમૂર્તિ - ગુલામ મુસ્તફા ( જી એમ) દુર્રાની

વિષ્ણુપત પગનીસ, કૌશલ્યા - જો હમ ભલે બુરે હો તેરે - ભક્ત રાજ - ડી એન મધોક - સી રામચંદ્ર

ઈશ્વરલાલ, કૌશલ્યા - દો બોલ મહોબ્બતવાલે બોલો - ચિરાગ - ડી એન મધોક - ખેમચંદ પ્રકાશ

અરૂણ કુમાર, સરૈયા - બિસ્તર બીછા દિયા હૈ તેરે ઘર કે સામને - હમારી બાત - વલી સાહબ - અનિલ બિશ્વસ A

અરૂણ કુઆમર, અમીરબાઈ કર્ણાટકી - હમ ઐસી કિસ્મતકો ક્યા કહેં હાયે જો એક દિન હંસાયે એક દિન રૂલાયે - કિસ્મત - પ્રદીપ - અનિલ બિશ્વાસ

ચિતળકર, પારૂલ ઘોષ - મોરે રાજા કી ઊંચી અટરિયા - મુસ્કુરાહટ - ઈશ્વરચંદ્ર કપુર - સી રામચંદ્ર

પરેશ બેનર્જી, રાજકુમારી - ધુએંકી ગાડી ઉડાયે લિયા જાયે - નઈ કહાની - વલી સાહબ - શ્યામ સુંદર

પરેશ બેનર્જી, રાજકુમારી - મન મંદિરમેં આયે બાલમ - નઈ કહાની - વલી સાહબ - શ્યામ સુંદર

પારૂલ ઘોષ , સિતારા - ફ્સલે બહાર ગાએ જા દિલમેં ગમ રૂલાએ જા - નજમા - અંજુમ પીલીભીતી - રફીક઼ ગઝનવી બી એ

એસ એન ત્રિપાઠી, રાજકુમારી - પનઘટ પર પાની ભરને - પનઘટ - રમેશ ગુપ્તા એસ એન ત્રિપાઠી

રફીક઼ ગઝનવી, મેનકા - પંછી ઊડ ચલા અપને દેશ... - પૃથ્વી વલ્લભ - પંડિત સુદર્શન - રફીક઼ ગઝનવી

કિશોર સાહુ, પ્રતિમા દાસગુપ્તા - નિરાલી દુનિયા હમારી - રાજા - રામમુર્તિ - ખાન મસ્તાના

સરસ્વતી રાણે, અમીરબઈ કર્ણાટકી - આઓ રી સુહાગન નારી મંગલ ગાઓ રે - રામ રાજ્ય - રમેશ ગુપ્તા - શંકર રાવ વ્યાસ

કમલ દાસગુપ્તા, અનિમા દાસગુપ્તા - સાવનમેં બુંદોંકી ઝાલર ડાલી - રાની - પંદિત મધુર - કમલ દાસગુપ્તા

નુર મોહમ્મ્દ ચાર્લી, સુરૈયા - ઉડતે પંછી કૌન ઉનકો બતાયે - સંજોગ - ડી એન મધોક - નૌશાદ અલી

જયશ્રી, ઝોહરાબાઈ અંબાલેવાલી - ચાંદ સા નન્હા આયે ફુલો સા ખિલ ખિલ જાયે - શકુંતલા - રતન પિયા - વસંત દેસાઈ

ખાન મસ્તાના, ઝોહરાબાઈ અંબાલેવાલી - સુહાની સુહાની હો ગયી સુહાની, સાજન અપની ઝિંદગી હો ગયી સુહાની - તલાશ - એ ક઼રીમ - ખાન મસ્તાના

આસિત બરન, બિનોતા રોય (?) - જીવન હૈ બેક઼રાર બીના તુમ્હારે - વાપસ - પંડિત ભુષણ - આર સી બોરાલ

આસિત બરન, ઈંદ્રાણી (?) - ભુલ ન જાના આજકી બાતેં - વાપસ - મુંશી ઝાકિર હુસૈન - આર સી બોરાલ

આ, અને અહીં ન સમાવયેલાં અન્ય પણ કેટલાંક યુગલ ગીતો બેશક પહેલી જ વાર સાંભળતાં ધ્યાન આકર્ષે છે, પરંતુ Best songs of 1943: Wrap Up 3 ના તારણમાં સોંગ્સ ઑફ યોર નોંધ લે છે તેમ વર્ષ ૧૯૪૩માં મોરે બાલાપનકે સાથી ભુલ જઈયો ના (કે એલ સાયગલ, ખુર્શીદ - તાનસેન - સંગીત ખેમચંદ પ્રકાશ), ધીરે ધીરે આ રે બાદલ ધીરે ધીરે ધીરે આ - ખુશીનું અને કરૂણ વર્ઝન - (અરૂણ કુમાર / અશોક કુમાર, અમીરબાઈ કર્ણાટકી -કિસ્મત - સંગીત અનિલ બિશ્વાસ) અને ભારતકી એક સન્નારીકી હમ કથા સુનાતે હૈં (યશવંત બુઆ જોશી, યશવંત નિકમ - રામ રાજ્ય - સંગીત શંકર રાવ વ્યાસ) એ ત્રણ ગીતો આજે પણ એટલી જ લોકચાહના મેળવતાં રહ્યાં છે. આ વાત સાથે મારી પણ સંપુર્ણ સહમતિ છે.

Thursday, January 19, 2023

ચર્ચાની એરણે : ૧૯૪૩નાં ગીતો - યુગલ ગીતો : સ્ત્રી - સ્ત્રી યુગલ(+) અને ત્રિપુટી(+) ગીતો

 

સ્ત્રી - સ્ત્રી યુગલ(+) ગીતો

અજ્ઞાત ગાયિકાઓ - તુ એક સુહાના સપના કિસ્મતવાલા જિસકો દેખે - મઝાક઼ – ગીતકાર: અબ્દુલ ગુલરેઝ – સંગીત: ઝહૂર રાજા

પારૂલ ઘોષ, મુમતાઝ - ભલા ક્યું ઓ, ભલા ક્યું મગર ક્યું કહેગી અપની બાત - નજમા – ગીતકાર: અંજુમ પિલીભીતીસંગીત:રફીક ગઝનવી બી એ 

પારૂલ ઘોષ, સિતારા - ફસલે બહાર ગાએ જા દિલ મેં ગમ રૂલાએ જા - નજમા – ગીતકાર: અંજુમ પિલીભીતીસંગીત:રફીક ગઝનવી બી એ 

અમીરબાઈ કર્ણટકી, મુમતાઝ  - સજન કે નૈન જાદુ બાન, હાયે મૈં વરી જાઉં - નજમા – ગીતકાર: અંજુમ પિલીભીતીસંગીત:રફીક ગઝનવી બી એ 

નુરજહાં, રાજકુમારી  - ઝૂમ  .... અય દિલ ગુલ-એ-નૌબહાર ઝૂમ - નૌકર – ગીતકાર ? - સંગીત: રફીક઼ ગઝનવી બી એ

રાજકુમારી, અજ્ઞાત ગાયિકા - પનઘટ કો ચલી પનિહારી રે - પનઘટ - ગીતકાર પંડિત ઈંદ્ર - સંગીત: એસ એન ત્રિપાઠી

રાજકુમારી, અજ્ઞાત ગાયિકા - અમ્મા મોરી હો, મોહે કિસન કુંવર વર દીજો - પનઘટ - ગીતકાર પંડિત ઈંદ્ર - સંગીત: એસ એન ત્રિપાઠી 

બેબી તારા, રાજકુમારી શુક્લ - ચાચી જી મોરી ચુહા કોઠેકે બીચ પનઘટ  -  ગીતકાર રમેશ ગુપ્તા - સંગીત: એસ એન ત્રિપાઠી

અમીરબાઈ કર્ણટકી, વીણાકુમારી  - હમ કિધર ચલી રે સખી  - પ્રતિજ્ઞા  - ગીતકાર ડૉ. સરદાર 'અહ' - સંગીત: ઈંદ્રવદન ભટ્ટ

 

ત્રિપુટી(+) ગીતો

ઝીનત બેગમ અને અજ્ઞાત પુરુષ અને સ્ત્રી સ્વરો - મૈં તો લહેંગા નહીં પહેનુંગી, લા દે મલમલકી સલવાર - સહારા - ગીતકાર નઝિમ પાનીપતી - સંગીત: પંડિત ગોવિંદરામ

અમીર બાઈ, પહાડી સન્યાલ, અજ્ઞાત સ્વર  - આઈ રે આઈ રે મૈં સિંગાપુર સે – ગીતકાર ? - સંગીત: અશોક ઘોષ 

Thursday, December 22, 2022

ચર્ચાની એરણે : ૧૯૪૩નાં ગીતો - યુગલ ગીતો - સ્ત્રી - પુરુષ યુગલ ગીતો [૫]

ગ઼ુલામ હૈદર, શમશાદ બેગમ - ક્યા મસ્ત હવાએં હૈ, ડાલી ડાલી નાજ઼ુક સી અદાયેં હૈ - પુંજી - - ગીતકાર? - સંગીતગ઼ુલામ હૈદર 

હિંદી ફિલ્મ ગીત કોશમાં આ યુગલ ગીત માટે પુરુષ ગાયકની ઓળખ નથી, પરંતુ સદાનંદ કામથે તે દર્શાવેલ છે, તે મુજબ અહીં દર્શાવેલ છે.

મુળચંદ, રહમતબાઈ - ગજરેવાલી નજરીયા મિલાયે જા - પ્રાર્થના - - ગીતકારડૉ. સફદર 'આહ' - સંગીતસરસ્વતી દેવી

રફીક઼ ગઝનવી, મેનકા, કોરસ - તૈલપકી નગરીમેં ગાના નહીં બજાના નહીં- ગીતકારપંડિત સુદર્શન - સંગીતરફીક઼ ગઝનવી

રફીક઼ ગઝનવી, મેનકા - પંછી ઊડ ચલા અપને દેશ….- - ગીતકારપંડિત સુદર્શન - સંગીતરફીક઼ ગઝનવી

 

કિશોર સાહુ, પ્રતિમા દાસગુપ્તા - નિરાલી નિરાલી દુનિયા હમારી- ગીતકારરામમૂર્તિ - સંગીતખાન મસ્તાના 

કિશોર સાહુ, પ્રતિમા દાસગુપ્તા - નાચ નાચ કર ઠુમક ઠુમક કર દેખ- ગીતકારરામમૂર્તિ - સંગીતખાન મસ્તાના 

નુર મોહમ્મ્દ ચાર્લી, સુરૈયા - એક દિલવાલા એક દિલવાલી - સંજોગ - - ગીતકારડી એન મધોક - સંગીતનૌશાદ અલી

નુર મોહમ્મ્દ ચાર્લી, સુરૈયા - ઉડતે હુએ પંછી કૌન ઉનકો બતાયે - સંજોગ - - ગીતકારડી એન મધોક - સંગીતનૌશાદ અલી 

ઈશ્વરલાલ, કૌશલ્યા - દેખા હૈ એક સપના સુહાના - ઝબાન- - ગીતકારડી એન મધોક - સંગીતસી રામચંદ્ર

ઈશ્વરલાલ, કૌશલ્યા - ચલ રે ચલ કહીં ખો જાયેં - ઝબાન- - ગીતકારડી એન મધોક - સંગીતસી રામચંદ્ર

Thursday, December 15, 2022

ચર્ચાની એરણે : ૧૯૪૩નાં ગીતો - યુગલ ગીતો - સ્ત્રી - પુરુષ યુગલ ગીતો [૪]

 

ખાન મસ્તાના, રાજકુમારી, કોરસ - દેખો રાર કરો ના, મિલ કે રહો જી - નગદ નારાયણ - ગીતકાર: કવિ બેક઼લ - સંગીત: શ્રીધર પર્સેકર

ખાન મસ્તાના, અમીરબાઈ કર્ણાટકી- ક્યોં બસ ગઈ આંખેં આંખોંમેં - નગદ નારાયણ - ગીતકાર: કવિ બેક઼લ - સંગીત: શ્રીધર પર્સેકર

હિંદી ફિલ્મ ગીત કોશ ગાયિકા તરીકે રાજકુમારી દર્શાવે છે.

પી. બેનર્જી, રાજકુમારી - ધુવેંકી ગાડી ઉડાયે લિયે જાય – નઈ કહાની - ગીતકાર: વલી સાહ્બ - સંગીત: શ્યામ સુંદર

પી. બેનર્જી, રાજકુમારી - મન મંદિરમેં આયે બાલમ – નઈ કહાની - ગીતકાર: વલી સાહ્બ - સંગીત: શ્યામ સુંદર

અશોક કુમાર, મુમતાઝ - નઝર કુછ આજ ઐસા આ રહા હૈ - નજમા - ગીતકાર: અન્જુમ પિલીભીતી - સંગીત: રફીક઼ ગઝનવી  બી એ

સુરેન્દ્ર, સાધના બોઝ - જીંદગી  …. પૈગામ લાઈ હૈ - પૈગામ - ગીતકાર: ? - સંગીત: બુલો સી રાની

એસ એન ત્રિપાઠી , સુમતિ - દૂર ચલા ચલ તૂ, કહીં દૂર ચલા ચલ - પનઘટ - ગીતકાર: રમેશ ગુપ્તા - સંગીત: એસ એન ત્રિપાઠી

એસ એન ત્રિપાઠી , રાજ કુમારી - પનઘટ પર પાની ભરને - પનઘટ - ગીતકાર: રમેશ ગુપ્તા - સંગીત: એસ એન ત્રિપાઠી

એસ એન ત્રિપાઠી , રાજકુમારી  - તુમ મેરી જીવન નૈયા હો  - પનઘટ - ગીતકાર: પંડિત ઈન્દ્ર - સંગીત: એસ એન ત્રિપાઠી

Thursday, December 8, 2022

ચર્ચાની એરણે : ૧૯૪૩નાં ગીતો - યુગલ ગીતો - સ્ત્રી - પુરુષ યુગલ ગીતો [૩]

 

ઈશ્વરલાલ, કૌશલ્યા - દો બોલ મોહબ્બતવાલે કોઇ બોલો ….  – ચિરાગ – ગીતકાર: ડી એન મધોક – સંગીત: ખેમચંદ પ્રકાશ

ઇશ્વરલાલ, કૌશલ્યા - આઓ આઓ સાજન તોહે જુલા જુલાઉં - ક઼ુરબાની - ગીતકાર: વલી સાહબ - સંગીત: ખેમચંદ પ્રકાશ

બી એસ નાનજી , લીલા સાવંત - દિવાની દિવાની યે દુનિયા દિવાની - દિવાની દુનિયા - ગીતકાર: અર્શદ ગુજરાતી - સંગીત: કે નારાયણ રાવ

શમીમ, વૃજમાલા - જવાની કી બાતોંમેં આતી હૈ તુ, વો ઉલ્જ઼્નમેં દિલ ફસાતી હૌ તુ - ગૌરી - ગીતકાર: કેદાર શર્મા - સંગીત: ખેમચંદ પ્રકાશ

શ્યામ સુંદર, રાનીબાલા - ઓ ગોરી, ઓ ગોરી, મૈં તુમસે મિલને આઉંગા - હંટરવાલી કી બેટી - ગીતકાર: એ કરીમ - સંગીત: છન્નાલાલ નાઈક

શ્યામ, સુરૈયા - એક દિલ તેરા એક દિલ મેરા, દોનોંકા એક બસેરા - કાનૂન - ગીતકાર: ડી એન મધોક - સંગીત: નૌશાદ અલી

શ્યામ, સુરૈયા - ટૂટ ગયા એક તારા મન કા - કાનૂન - ગીતકાર: ડી એન મધોક - સંગીત: નૌશાદ અલી

શ્યામ, સુરૈયા - આએ જવાની જાયે જવાની, જા કે ફિર ના આયે - કાનૂન - ગીતકાર: ડી એન મધોક - સંગીત: નૌશાદ અલી

યશવંત ભટ્ટ, નસીમ બાનો - બદનામ ન હો જાના - ખૂની લાશ - ગીતકાર: શેવાન રિઝ્વી - સંગીત: કે નારાયણ રાવ

Sunday, November 27, 2022

ચર્ચાની એરણે : ૧૯૪૩નાં ગીતો - યુગલ ગીતો - સ્ત્રી - પુરુષ યુગલ ગીતો [૨]

 

જી એમ દુર્રાની, કૌશલ્યા - નૈનોં મેં નૈનાં દીન્હો ડાલ, ઓ બાંકે નૈનોવાલે - અંગૂરી – ગીતકાર: રામ મૂર્તિ – સંગીત: ગુલામ મુસ્તફા (જી એમ) દુર્રાની

જી એમ દુર્રાની, રાજકુમારી - નૈન સે નૈન મિલાયે આઓ - દાવત - ગીતકાર: તન્વીર નક઼્વી - સંગીત:વસંત કુમાર નાયડુ

જી એમ દુર્રાની, મંજુ - લાયી રી લાયી રી ગજરે લે લો - નયી કહાની - ગીતકાર: વલી સાહબ - સંગીત: શ્યામ સુંદર

જી એમ દુર્રાની, પારૂલ ઘોષ - આન મિલો મોરે શ્યામ સાંવરે – નમસ્તે - ગીતકાર: ડી એન મધોક - સંગીત: નૌશાદ અલી

જી એમ દુર્રાની, પારૂલ ઘોષ - અંબુઆ પે પંછી બાવરા બોલે ક્યા સુનાયે હૈ – નમસ્તે - ગીતકાર: ડી એન મધોક - સંગીત: નૌશાદ અલી

જી એમ દુર્રાની,, અમીરબઈ કર્ણાટકી- મન રે મત રો કૈસે સમજાઉં – પ્રેમ સંગીત - ગીતકાર: ભરત વ્યાસ - સંગીત: એસ કે પાલ 

ખાન મસ્તાના, અમીરબાઈ કર્ણાટકી – તુ આજ કોઈ સાજન ઐસા  ગીત સુના દે - બદલતી દુનિયા - ગીતકાર: મોહન સિંહા – સંગીતખાન મસ્તાના

ખાન મસ્તાના,ઝોહરાબાઈ અંબાલેવાલી – સુહાની સુહાની હો ગયી સુહાની, સાજ્ન ઝિંદગી અપની સુહાની હો ગયી – તલાશ - ગીતકાર: એ કરીમ - સંગીત: ખાન મસ્તાના

વિષ્ણુપંત પગનીસ , કૌશલ્યા - જો હમ ભલે બુરે હો તેરે - ભક્ત રાજ  - ગીતકાર: ડી એન મધોક - સંગીત: સી રામચંદ્ર

વિષ્ણુપંત પગનીસ , વાસંતી - મત કર તુ અભિમાન જૂઠી તેરી શાન - ભક્ત રાજ  - ગીતકાર: ડી એન મધોક - સંગીત: સી રામચંદ્ર

વિષ્ણુપંત પગનીસ ,શ્યામા - ભગવાન તુમ્હારી દયા સે કિતને અનજાન પહચાને - મહાત્મા વિદુર - ગીતકાર: પંડિત નરોત્તમ વ્યાસ - સંગીત: હરિશચંદ્ર બાલી

Thursday, November 24, 2022

ચર્ચાની એરણે : ૧૯૪૩નાં ગીતો - યુગલ ગીતો - સ્ત્રી - પુરુષ યુગલ ગીતો [૧]

૧૯૪૩ ના ગીતોની ચર્ચાની એરણે હવે આપણે ત્રીજાં પાસાં યુગલ ગીતોની ચર્ચા કરીશું. Best songs of 1943: And the winners are? ના પ્રવેશકમાં આપણે નોંધ્યું હતું કે ૧૯૪૩ નાં વર્ષમાં જેનાં ગાયકોની ઓળખ થઈ શકી છે તેવાં ૧૭૨ યુગલ ગીતોની વિગતો મળે છે.

અહીં આપણે Memorable Songs of 1943 માં આવરી લેવાયેલાં યુગલ ગીતોને નથી દર્શાવ્યાં.

યુગલ ગીતોની ગોઠવણી આપણે જે ક્રમમાં હિંદી ફિલ્મ ગીત કોશમાં ફિલ્મો રજુ કરાઇ છે તે ક્રમમાં રાખેલ છે. જોકે દસ્તાવેજીકરણની સરળતા માટે કરીને એ જ પુરુષ ગાયકનાં બધાં જ યુગલ ગીતો સાથે સાથે જ લઈ લીધેલ છે..

સ્ત્રી - પુરુષ યુગલ ગીતો

હવે આપણે Memorable Songs of 1944 માં જે નથી આવરી લેવાયાં એવાં ૧૯૪૪નાં વર્ષ માટેનાં સ્ત્રી-પુરુષ યુગલ ગીતોને ચર્ચાની એરણે લઈશું. અહીં પણ આપણે એ યુગલ ગીતોની જ વાત કરીશું, જેમનાં ગાયકો હિંદી ફિલ્મ ગીત કોશમાં ઓળખાયાં હોય અને જેમની જીવંત યુટ્યુબ લિંક ઉપલબ્ધ હોય.

આ શ્રેણી માટે સ્ત્રી પુરુષ યુગલ ગીતોને સૌ પ્રથમ ચર્ચાને એરણે લેવાની પ્રથા આપણે અહીં પણ અપનાવી છે.

નઝીર (અહમદ), સિતારા - પુણે સે લાઈ પાન રે, લે લો પાન રે - આબરૂ - ગીતકાર: ? - સંગીત: પંડિત ગોવિંદ રામ

આ યુગલ ગીતમાં નઝીરની ભૂમિકા અમુક સંવાદો બોલવા પુરતી જ સાંભળવા મળે છે એટલે આ ગીત સિતારાનાં સૉલો ગીતોમાં પણ આવરી લીધેલું હતું.

અમૃતલાલ, લીલા પવાર - હો મત પિયો … મત પિયો મેરે છૈલા તંબાકુડી - આગે કદમ - ગીતકાર: ? - સંગીત: માસ્ટર માધવ લાલ, રામચંદ્ર પાલ (?)

અમૃતલાલ, લીલા પવાર - મેરે ચશ્મેવાલે સરકાર, ચલે સ્કૂલ, ચલે સ્કૂલ - આગે કદમ - ગીતકાર: ? - સંગીત: માસ્ટર માધવ લાલ, રામચંદ્ર પાલ (?)

મોતીલાલ, શમશાદ બેગમ - આપ ક્યું ક્યું આપ આયે થે - તક઼દીર - ગીતકાર: માઈકલ કાદરી - સંગીત: રફીક઼ ગઝનવી બી એ

મોતીલાલ, શમશાદ બેગમ - છમ છમ …..ઘનઘોર ઘટાએં છાઈ - તક઼દીર - ગીતકાર: માઈકલ કાદરી - સંગીત: રફીક઼ ગઝનવી બી એ

હુસ્ન બાનો, હરીશ - પ્રાણોં મેં ગુંજી પ્રેમ પુકાર કિસી કી  - અમાનત - ગીતકાર: ? - સંગીત: નીનુ મઝુમદાર

અરૂણ, સિતારા - એક પરદેશી આયા, લાયા દર્દેં હજાર - અંધેરા - ગીતકાર: પંડિત ઈન્દ્ર - સંગીત: જ્ઞાન દત્ત

અરૂણ, સિતારા - ભંવરા રે હમ પરદેશી લોગ, ક્યાં જાયે પરદેશ - અંધેરા - ગીતકાર: પંડિત ઈન્દ્ર - સંગીત: જ્ઞાન દત્ત 

અરૂણ કુમાર, સુરૈયા - કરવટેં બદલતા રહતા હૈ આજ જહાં - હમારી બાત - ગીતકાર: પંડિત નરેન્દ્ર શર્મા - સંગીત: અનિલ બિશ્વાસ

અરૂણ કુમાર, સુરૈયા - જીવન જમુના પાર મિલેંગે- હમારી બાત - ગીતકાર:પંડિત નરેન્દ્ર શર્મા - સંગીત: અનિલ બિશ્વાસ

અરૂણ કુમાર, સુરૈયા - સાક઼ીકી નિગાહેં શરાબ હૈ - હમારી બાત - ગીતકાર: પંડિત નરેન્દ્ર શર્મા - સંગીત: અનિલ બિશ્વાસ

અરૂણ કુમાર, પારૂલ ઘોષ - ઈન્સાન ક્યા જો ઠોકરેં નસીબકી ખા ન શકે - હમારી બાત - ગીતકાર: પંડિત નરેન્દ્ર શર્મા - સંગીત: અનિલ બિશ્વાસ

અરૂણ કુમારઅમીરબાઈ કર્ણાટકી - ધીરે ધીરે આ રે બાદલ  ધીરે ધીરે આ – કિસ્મત - ગીતકાર: પ્રદીપજી - સંગીત: અનિલ બિશ્વાસ

અરૂણ કુમાર, અમીરબાઈ કર્ણાટકી - હમ ઐસી ક઼િસ્મતકા ક્યા કરેં - કિસ્મત - ગીતકાર: પ્રદીપજી - સંગીત: અનિલ બિશ્વાસ

Thursday, November 17, 2022

ચર્ચાની એરણે : ૧૯૪૩નાં ગીતો - મને સૌથી વધારે ગમેલાં સ્ત્રી સૉલો ગીતો

 

૧૯૪૩નાં વર્ષ માટે સ્ત્રી સૉલો ગીતોને ચર્ચાની એરણે સાંભળતાં એક બાબત તો સીધે સીધી જ નજર સામે આવે છે કે આ વર્ષમાં ગાયિકાઓની સંખ્યા ઘણી વધારે છે, પરંતુ ગાયિકા દીઠ  ગીતોની સંખ્યા બહુ વધારે નથી. જોકે એવાં ગાયિકાઓ કે જેમનાં ક્યાં તો એક જ ગીતની ઓળખ થઈ શકી હોય, કે એક જ ગીત યુટ્યુબ પર મળ્યું હોય, કે પછી હિંદી ફિલ્મ ગીત કોશમાં નોંધ હોય પણ યુ ટ્યુબ પર આ ગીતો ન મળી શક્યાં હોય એ આંકડાઓ પણ નોંધપાત્ર જ કહી શકાય તેમ છે.

એ હકીકત તો સાવ દેખીતી જ છે કે ૧૯૪૩નાં વર્ષ માટે ચર્ચાની એરણે સાંભળેલાં બહુ મોટી સંખ્યાનાં ગીતો મેં તો પહેલી જ વાર સાંભળ્યાં છે. અને આમ પણ, વિન્ટેજ એરાનાં ગીતો વિશેની મારી સમજ અને મારા શોખની સહજ પ્રકૃતિથી ઘડાયેલ મારી અંગત અભિરૂચિઓનેને ધ્યાનમાં લઈએ તો, ૧૯૪૩નાં ગીત કે ગાયિકાની ખુબીઓ પારખવાનો દાવો તો હું કોઈ કાળે ન જ કરી શકું. એટલે, ૧૯૪૪નાં વર્ષ માટે, મને સૌથી વધારે ગમેલાં સ્ત્રી સૉલો ગીતોની પસંદગી મારી અંગત મર્યાદાઓથી જ સીમિત રહી હોય તે વાત પણ બહુ જ સ્પષ્ટ છે.

આ બધી લાંબી લાંબી દલીલોને એક બાજુએ મુકીને સીધી જ ભાષામાં કહીએ તો મને સૌથી વધારે ગમેલાં સ્ત્રી સૉલો ગીતો પસંદ કરવા માટે મારી પાસે કોઈ જ તાર્કિક આધાર જ નથી.

એથી, ચર્ચાને એરણે દરેક ગાયિકાનાં એક જ વાર સાંભળેલાં ગીતોમાંથી જે ગીત મને પહેલી જ વાર ગમી ગયું, તેને મેં અહીં રજૂ કર્યું છે. જે જે ગાયિકાઓનાં એક જ ગીત મળ્યું છે, એ ગીતને  અહીં ફરીથી સમાવેલ નથી.

આમ, વિગતે કરેલ ચર્ચાની એરણે જે ક્રમમાં ગાયિકાનાં ગીતો લીધાં હતાં તે જ ક્રમમાં ૧૯૪૩નાં વર્ષ માટે મને સૌથી વધારે ગમેલાં સ્ત્રી સૉલો ગીતો અહીં રજુ કરેલ છે.

અમીરબાઈ કર્ણાટકી - કિનકો ઢુંઢત નૈન સખી રી, કૌન તેરા ચિતચોર- શંકર પાર્વતી - ગીતકાર: પંડિત ઈન્દ્ર - સંગીત: જ્ઞાન દત્ત

હુસ્ન બાનો - ક્યા જમાને કી કહાની હો ગઈ - અમાનત - ? - સંગીત: નીનુ મઝુમદાર

સિતારા (દેવી) - ગાઉં ખુશી મેં ગાઉં … હા હા હા …. - નજમા - ગીતકાર: અન્જુમ પીલીભીતી - સંગીત: રફીક઼ ગઝનવી બી એ 

વત્સલા કુમઠેકર -  પ્રેમ કે હિંડોલે ડોલે - આશીર્વાદ – ? - સંગીત: અન્ના સાહબ

રાજકુમારી - મૈં હું કલી લિયાકતવાલી - પનઘટ - ગીતકાર: રમેશ ગુપ્તા - સંગીત: એસ એન ત્રિપાઠી 

કૌશલ્યા - જોલી મેરી ભર દે બાબા - ચિરાગ - ગીતકાર: વલી સાહબ- સંગીત: ખેમચંદ પ્રકાશ

નલીની જયંવત -કહેતા હૈ યે દિલ બાર બાર - આદાબ અર્ઝ - ગીતકાર: કૈલાસ જી 'મતવાલા' - સંગીત: જ્ઞાન દત્ત

સરદાર અખ્તર - હર ચીઝ યહાં કી હૈ તસલ્લી કા સહારા, તુમ પ્યારે જબ દિલ કો - ફેશન - ગીતકાર: આરઝુ લખનવી - સંગીત:  શાંતિ કુમાર

પારૂલ ઘોષ - પપીહા રે મેરે પિયા સે કહિયો જા  - કિસ્મત ગીતકાર: કવિ પ્રદીપ – સંગીત: અનિલ બિશ્વાસ

લીલા સાવંત - જીવન સપના જગ સપનેકી છાયા - નર્સ - ગીતકાર: ડી એન મધોક - સંગીત: જ્ઞાન દત્ત

નુર જહાં - દિલ દું કે ના દું - નાદાન – ગીતકાર: ઝીઆ સરહદી – સંગીત: દત્તા કોરેગાંવકર

સુરૈયા - એક તુ હો એક મૈં હું ઔર નદીકા કિનારા હોકાનુન ગીતકાર: ડી એન મધોક – સંગીત: નૌશાદ અલી

ખુર્શીદ - ઘટા ઘનઘોર મોર મચાયે શોર - તાનસેન – ગીતકાર: પંડિત ઇન્દ્ર – સંગીત: ખેમચંદ પ્રકાશ

શમશાદ બેગમ - ઓ ભુલનેવાલે મૈં તુઝે કૈસે ભુલાઉં  - પગલી – ગીતકાર: ક઼મર જલાલાબાદી / મેલારામ 'વફ઼ા' (?) - સંગીત: પંડિત ગોવિંદ રામ

સ્નેહપ્રભા પ્રધાન - આઈ મીરા પ્રભુ કે પાસ, નૈનન કે સાગર મેં લેકર દર્શનકી પ્યાસ - નયા તરાના - ગીતકાર: વલી સાહબ - સંગીત: અમીર અલી

નિર્મલા - સૈયાં ખડે મોરે દ્વાર કાર કરૂં કા કરૂં - કાનુન - ગીતકાર: ડી એન મધોક - સંગીત: નૌશાદ અલી

રાધારાની - મનમોહન મુખડા મોડ ગયે ઔર બસે બિદેસ, રોતી વૃશભાન કુમારી  - કાશીનાથ ગીતકાર: પંડિત ભુષણ -સંગીત: પંકજ મલ્લિક

માધુરી - દિયા સલાઈ  ….લાઉં દિયાસલાઈ - વકીલ સાહબ – ગીતકાર: ? – સંગીત: અન્ના સાહેબ મૈંકર / પી. મધુકર (?)

જહાંઆરા કજ્જન - આ જા સાજન આ જા સાજન સુની સિજરીયા - પ્રાર્થના  - ગીતકાર: ડૉ. સફદર 'આહ' – સંગીત: સરસ્વતી દેવી

રામ દુલારી - ચાહના હમકો તો ઉસે ચાહિયે, વો હમેં ચાહે તો ફિર ક્યા ચાહિયે - મનચલી - ગીતકાર: જી એ ચિસ્તી  /કશ્યપ (?) - સંગીત: જી એ ચિસ્તી

જયશ્રી - ઝૂલુંગી ઝૂલુંગી જીવન ભર યે જીવન ઝૂલા  -  શકુંતલા  - ગીતકાર  રતન પિયા - સંગીત: વસંત દેસાઈ

બેબી માધુરી - ભોજન કે નજારે હૈ = વિશ્વાસ – ગીતકાર: મુન્શી શામ જિલાની - - સંગીત:  ફિરોઝ નિઝામી

વિશ્ની લાલ - બરબાદ હૈ હમ, યે કિસ્મત હમારી - ચિરાગ - ગીતકાર પંડિત ઈન્દ્ર  - સંગીત:  ખેમચંદ પ્રકાશ

વાસંતી - કૈસા સુંદર સમા સુહાના, આહા આહા - ભક્ત રાજ - ગીતકાર ડી એન મધોક - સંગીત:  સી રામચંદ્ર

ગૌહર સુલ્તાના - હમેં ગમ દે કે ન જાઓ સાજન, મોરે આઓ સાજન - ઈશારા – ગીતકાર:  ડી એન મધોક - સંગીત:  ખુર્શીદ અન્વર

સોંગ્સ ઑફ યોર દ્વારા કરાએલાં સર્વગ્રાહી વિશ્લેષણ, Best songs of 1943: Wrap UP 2   માં વર્ષ ૧૯૪૩ માટે કઈ કઈ ગાયિકાઓએ કેટલાં સૉલો ગીતો ગયાં છે તેના આંકડા રજુ કરેલ છે.

તે સાથે વાંચકોનાં મંતવ્યો મુજબ જે જે ગીતો 'સૌથી વધારે ગમતાં' જણાયાં હતાં, તેમ જ Special Songs  અને Best Ten માં પણ રજુ થયેલાં ગીતો થકી આપણને હજુ કેટલાંક વધારે ગીતો સાંભળવાની તક મળે છે.

વર્ષ ૧૯૪૩ને  Best songs of 1943: Wrap UP 2 માં બહુ જ ઉપયુક્ત રીતે વિન્ટેજ એરાનાં સ્ત્રી સૉલો ગીતોની સોનાની ખાણ કહેલ છે. વર્ષ ૧૯૪૩ માટે 'શ્રેષ્ઠ ગાયિકા'નું બહુમાન સોંગ્સ ઑફ યોરે અમીરબાઈ કર્ણાટકીને આપે છે.