ફુર્સત એ ઇશ્વરીય ભેટ છે. આ પળોને કુટુંબસાથે માણો કે સારી સોબતમાં ગાળો કે આ પળોમાં મનને પ્રફુલ્લિત કરે તેવું વાંચો કે દિલ ઝુમી ઉઠે તેવું સંગીત સાંભળો કે તમે હંમેશ જે કરવા ધારતા હતા પણ કરી નહોતા શકતા તે બધું જ કરો.
૧૯૪૯નાં જાણીતાં
અને ઓછાં જાણીતાં ગીતોની ચર્ચાને એરણે આપણે સ્ત્રી સૉલો ગીતોમાં સુરૈયા,ગીતા રોય, શમશાદ
બેગમઅને રાજકુમારીનાં સૉલો ગીતોને આ પહેલાં સાંભળી ચૂક્યાં છીએ.
૧૯૪૯નાં ગીતોની જે યાદી સોંગ્સ ઑફ યોર પર જોઈ હતી કે હિંદી ફિલ્મ ગીત
કોશ પર એક સરસરી નજર ફેરવી હતી ત્યારે આશા ભોસલેનાં એકાદ બે સૉલો ગીતો જ જોવા મળશે એમ ધારી લીધું હતુ.
તે જરીતે સુરીન્દર કૌરનાં સૉલો ગીતો
સાંભળ્યાં નહોતાં ત્યાં સુધી એ ગીતોમાંથી પણ અહી મૂકવા માટે મને એકાદ ગીત પણ માંડ
પસંદ પડશે તેમ જણાયું હતું. પણ હવે ઝીણવટ ભરી નજર કર્યા અને ધ્યાનપૂર્વક સાંભળ્યા
બાદ બંને માટે અલગ પૉસ્ટ પણ મૂકવી હોય તો શક્ય બને એટલાં ગીતો મળ્યાં છે. જો કે
બાકીનાં ગીતો યુટ્યુબ પર ઉપલ્બધ છે જ એટલે અહીં તો એક ફિલ્મનું એક જ ગીત લીધેલ છે.
આશા ભોસલેનાંસૉલો ગીતો
ચુપકે ચુપકે મસ્ત નિગાહેં- એક તેરી
નિશાની - સાર્દુલ ક્વાત્રા - એ શાહ
સચિન
દેવ બર્મને રચેલાં મોહમ્મદ રફી સાથેનાં યુગલ ગીતોમાં આપણે મોહમ્મદ રફી-આશા
ભોસલેનાં ૧૯૬૦ સુધીનાં ગીતો ૧૯-૭-૨૦૧૬ના રોજ
સાંભળી ચૂક્યાં છીએ. આજે હવે આ એ પછીથી આ યાત્રા પૂરી થઈ ત્યાં સુધીનાં યુગલ ગીતો
સાંભળીએ.
જો હૈ દિવાને પ્યાર કે , સદા ચલે તલવાર
પે- બાત એક રાતકી (૧૯૬૨) - પર્દા પર
કલાકારો વહીદા
રહેમાન અને સાથી કલાકારો
લોક ધુનના પ્રયોગને વણી લેતી એક બહુ જ અનોખી રચના
આજ કા દિન હૈ ફીકા ફીકા- બાત એક રાતકી (૧૯૬૨) - પર્દા પર કલાકારોજોહ્ની વૉકર અને અજાણ અદાકારા - ગીતકાર મજરૂહ સુલ્તાનપુરી
જો ઈજાજત હો તો એક બાત કહું, સુનો સુનો
જાનેમન... - બાત એક રાતકી (૧૯૬૨) - પર્દા પર કલાકારોવહીદા
રહેમાન, દેવ આનંદ અને સાથી કળાકારો- ગીતકાર મજરૂહ સુલ્તાનપુરી
વરસતા વરસાદમાં પલળતાં પલળતાં દિલને દિલથી વાત કરવાનું બહુ રોમાંચક વાતાવરણ મળી જાય
તુમસે ન મોહબ્બત કર બૈઠે - ડૉ. વિદ્યા (૧૯૬૨) - પર્દા પર કલાકારો : પ્રેમ ચોપરા, હેલન અને સાથીઓ - ગીતકાર મજરૂહ સુલ્તાનપુરી
પ્રેમ ચોપરા અને હેલનને અલગ અંદાજમાં પેશ કરતું કવ્વાલીની શૈલીમાં ગુંથાયેલ ગીત
કિસીકી મુહબ્બતમેં સબ કુછ ગવાં કે કોઈ ચીઝ પાઈ હૈ હમને
સબકુછ ગવાં કે - કૈસે કહું
(૧૯૬૪) - પર્દા પર કલાકારો - બિશ્વજીત, નંદા - ગીતકાર
શકીલ બદાયુની
નાયક અને નાયિકા અલગ અલગ જગ્યાએ ભલે હોય પણ પણ ગીતમાં તેમનો સમન્વય અફલાતુન રીતે જળવાઈ રહે એવી સિચ્યુએશન પર બનતાં આપણી ફિલ્મોનાં ગીતો હોય છે બહુ જ ઉત્કૃષ્ટ કક્ષાનાં. મુખડામાં બંને જણાની પંક્તિઓ અલગ અલગ ગવાય છે અને તેમાંથી બંનેના મનના સાવ વિરોધાભાસી સૂર પ્રગટ થાય છે. પહેલો અને બીજો અંતરો બંનેના ભાવને અલગ અલગ રજૂ કરે છે. ત્રીજા અંતરામાં બંને સાથે ગાય છે ત્યારે શબ્દો એક છે, પણ ભાવ અલગ છે.
૧૯૬૨માં સચિન દેવ બર્મનની લતા મંગેશકરની સુલેહ થયા બાદ, ૧૯૬૫માં આવેલી 'તીન દેવીયાં'માં કિશોરકુમાર સાથેનાં બે યુગલ ગીતો સિવાય, આશા ભોસલેના સ્વરનો ઉપયોગ યદાકદા જ થતો રહ્યો અને તે પણ મોટે ભાગે કેબ્રે નૃત્ય જેવાં ગીતો માટે જ !!!! એ સ્થિતિમાં સચિન દેવ બર્મનની સિગ્નેચર ટ્યુન કહી શકાય એવું આ (આખરી) યુગલ ગીત એક બહુ મીઠો અપવાદ બની રહ્યું.
કિશોર કુમારની બીજી ઈનિંગ્સની ધમાકેદાર શરૂઆત ગણાતી ઓવર સમી આ ફિલ્મમાં પણ મોહમ્મદ રફી આશા ભોસલેના સ્વરનો જાદુ ફેલાવવામાં સચિન દેવ બર્મન પાછળ તો ન જ પડ્યા. કિશોર કુમારનાં ગીતો સ્ટેડીયમની બહાર જઇ પડેલા છક્કા સાબિત થયાં, જ્યારે મોહમ્મદ રફીનાં યુગલ ગીતો દોડીને લીધેલા છ રન સાબિત થયાં. બારીકીઓ ચાહકો માટે તો બીજા છ રન આહલાદ્ક રહ્યા પણ સામાન્ય જનતા તો સ્ટેડીયમ બહાર ગયેલા છક્કાની દીવાની બની ગઈ !
સચિન
દેવ બર્મનનાં રચેલાં ગીતોની આપણી શૃંખલા હજૂ ચાલુ જ છે. હવે પછી આપણે સચિન દેવ
બર્મને દેવ આનંદ સિવાયના કળાકારો માટે મોહમ્મદ રફીના સ્વરમાં ગૂંથેલી રચનાઓ
સાંભળીશું.
૧૯૫૭માં 'પ્યાસા' પછીથી ગીતા દત્ત તેમનાં કૌટુંબીક જીવનની અજિબોગરીબ વ્ય્સ્તતા તેમની વ્યાવસાયિક કારકીર્દી પર ગ્રહણ બનીને છવાઈ ગઈ. કહે છે કે દુનિયા બે વિકલ્પો પર જ ઘડાતી રહી છે. અહીં એક્ને થતો ફાયદો બીજાંનાં નુકસાનમાં રૂપાંતરીત થતો જ રહે છે. ગીતા દત્તની કારકીર્દી પરનાં ગ્રહણથી પડેલી ખાલી જગ્યાને આશા ભોસલે બખુબી ભરી દીધી.
સચિન દેવ બર્મન નાયિકા પરનાં આનંદ કે કરૂણ ભાવનાં સૉલો ગીતો માટે મુખ્યત્ત્વે લતા મંગેશકર પર પસંદગી ઉતારતા થઈ ગયા હતા. પણ તેમનાં,સામાન્યતઃ, બહુ જ હળવાં, મસ્તીખોર અને ચુલબુલાં યુગલ ગીતો માટે તેમની પસંદગીનું પાત્ર આશા ભોસલે બન્યાં.
આશા ભોસલેનું સચિન દેવ બર્મનનાં યુગલ ગીતોનાં ક્ષેત્રે પદાર્પણ ૧૯૫૬ની 'ફંટુશ'માં કિશોર કુમાર સાથેનાં યુગલ ગીતો દ્વારા થયેલું કહી શકાય. ૧૯૫૭ની 'નૌ દો ગ્યારહ"ના દિગ્દર્શક વિજય આનંદની ગીતોનાં ફિલ્માંકન માટે એક આગવી સૂઝ અને દૃષ્ટિ હતી એમ ભવિષ્યમાં પ્રસ્થાપિત તો જરૂર થયું હતું. પણ ભાવિનાં એંધાણ આ ફિલ્મનાં યુગલ ગીતો માટે તેમણે સચિનદાને મનાવી લીધા હોવાનું કહેવાય છે તેમાં જોવા મળે છે.
અને આમ મોહમ્મ્દ રફી અને આશા ભોસલેનાં યુગલગીતોના એક બહુ જ રસપ્રદ અધ્યાયનો સચિન દેવ બર્મનનાં સંગીતવિશ્વને ચોપડે પ્રારંભ થયો.
આ જા પંછી અકેલા હૈ, સો જા
નિંદીયાંકી બેલા હૈ - નૌ દો
ગ્યારહ (૧૯૫૭) - પર્દા પર કલાકારો : દેવ આનંદ અને
કલ્પના કાર્તિક – ગીતકાર : મજરૂહ
સુલ્તાનપુરી
પીંછીના પહેલા
લસરકામાં જ ભાવિ ચિત્રનાં ફલકનો બહુ સ્પષ્ટ અંદાજ મેળવી શકાય તે બરનું, સદાબહાર, યુગલ ગીત
રૂઠવા મનાવવાનો
ક્રમ અહીં ઉલ્ટે પાટે ચાલી રહ્યો છે. રૂઠી ગયેલા નાયકનાં ઊંહું ..ઊંહુંને મોહમ્મદ
રફીએ વાચા આપી છે તો મનાવતી નાયિકાની આજીજીઓને કાલાવેલીને આશા ભોસલે તાદૃશ્ય કરી
રહ્યાં છે.
દિલવાલે...અબ તેરી ગલી તક આ પહુંચે- કાલા પાની (૧૯૫૮) - પર્દા પર કલાકારો દેવ
આનંદ, મધુબાલા - ગીતકાર મજરૂહ સુલ્તાનપુરી
વાજાંપેટી
સાથેનો નાયક અને નાચતીગાતી નાયિકાના છદ્મવેશમાં નીકળી પડેલ ફિલ્મનાં નાયક-નાયિકા
પોતાના પાઠ અદ્દલોઅદ્દલ ભજવે છે. અંતરાનાં સંગીતમાં તાલીઓના તાલને આવરી લઈને
બનાવેલ સાવ અનોખી જ ધુનનો પ્રયોગ ગીતની મજામાં અનેક ગણો વધારો કરી રહે છે.
આડવાત :
'કાલા પાની'ની બીજી નાયિકા
એક વ્યાવસાયિક નર્તકી છે. એટલે તેનાં ગીતો પણ આશા ભોસલેનાં કંઠે જ ગવડાવ્યાં હતાં
બસ, આ જ સમયમાં લતા મંગેશકર અને સચિન્દા વચ્ચે કોઇ
મુદે ગંભીર ખટરાગ પેદા થઇ ગયો હતો. એટલે ફરી પાછાં ૧૯૬૨માં સુલેહનાં બ્યુગલ
વાગ્યાં ત્યાં સુધીમાં રજુ થયેલી 'લાજવંતી' કે સુજાતા' જેવી
નાયિકાપ્રધાન ભૂમિકાવાળી, ખુબ ગંભીર સામાજિક કથાનકવાળી ફિલ્મોમાં પણ સચિન
દેવ બર્મને આશા ભોસલેના સ્વરનો અદ્ભૂત ઉપયોગ કર્યો.આ સમયનાં ગીતો આશા ભોસલેની
કારકીર્દીનાં વૉટર શેડ સમાં ગીતો માટે યાદ કરાશે.
'નટખટ ચાંદ સિતારો, હમેં ના નિહારો..હમરી યે પ્રીત નયી'ને મોહમ્મદ રફીના સ્વરના એક અલગ અંદાજમાં
પ્રીલ્યુડ તરીકે સાંભળવાનું શરૂ કરીએ ત્યારે કોઈ રીતે અંદાજ ન આવે કે પાછળ આવી
રહેલું પ્રેમના એકરારનું યુગલ ગીત આટલું મધુર, આટલું
સોહામણુંહશે.
સચિન દેવ
બર્મને અહીં ફરી એક અનોખો પ્રયોગ કર્યો છે. ગાયિકા પોતાને ભાગે આવતા મુખડાની શરૂઆત
કરતાં પમગ, મરે ગ પમગમ...ની સુરીલી તાન છેડે છે, અને તે પણ પૂરા મસ્તીના સ્વરમાં. ગાયક તો છેક
બીજા અંતરામાં દાખલ થાય છે,
અને તે પણ પેલી સરગમની અનોખી તાન
દ્વારા જ.