Showing posts with label Sardul Kwatra. Show all posts
Showing posts with label Sardul Kwatra. Show all posts

Sunday, July 17, 2016

વિસરાતી યાદો...સદા યાદ રહેતાં ગીતો : જુલાઈ, ૨૦૧૬



'વિસરાતી યાદો...સદા યાદ રહેતાં ગીતો'ના જુલાઈ, ૨૦૧૬ અંકમાં આપ સૌનું સ્વાગત છે.
આજનો અંક દેખીતી રીતે સાર્દૂલ ક્વાત્રા અંક કહેવો તો કહી શકાય. જોકે એમ થવું એ સુખદ યોગાનુયોગ જ છે..
પરંતુ શરૂઆત તો કરીએ શરૂઆત કરીએ (દાદુ) સુમન્તભાઈએ મોકલેલાં  ફિલ્મ સંગીતના વીન્ટેજ ઍરાના વીસમી સદીના૩૦ના દાયકાનાં બે ગીતોથી જેના છેડા ૪૦ના દાયકામાં પણ પહોંચે છે
દરસ બીના દુખન લાગે નૈન - મીરાબાઈ (૧૯૩૨) - બિબ્બો - એસ પી રાણે
આ ગીતની યુ ટ્યુબ પરની કડી ખોળવા જતાં, ૧૯૪૦ની ફિલ્મ સ્નેહ બંધન (ઉર્ફ - ઈન્તઝાર)માં પણ બિબ્બોના સ્વરમાં જ રજૂ થયેલું ભજન હાથ લાગી ગયું. સંગીત પન્નાલાલ ઘોષનું છે.
અબ શાદ હૈ દિલ આબાદ હૈ દિલ - યહૂદીકી લડ઼કી (૧૯૩૩) - રત્તનબાઈ - પંકજ મલ્લિક
આ ગીતની પણ યુ ટ્યુબ પરની લિંક ખોળતાં ખોળતાં ઉત્પલા સેનના સ્વરમાં રેકર્ડ થયેલું, ૧૯૪૮ની આસપાસ રજૂ થયેલું વર્ઝન સાંભળવા મળ્યું.

હવે આપણે સમીર ધોળકિયાએ યાદ કરાવેલ એક ગીત સાંભળીશું –
ચોટ  પડી દિલ પે ઐસી કે બસ યાદ કરેં - એક તેરી નિશાની (૧૯૪૯) - રાજા ગુલ - સાર્દુલ ક્વાત્રા - શર્શાર શલાની
હવે વાત કરીએ યોગાનુયોગની. હમણાં સમાંતરે આપણે '૧૯૪૯નાં ગીતો : ચર્ચાની એરણે'માં ૧૯૪૯ના ગીતોની યાદ તાજી કરી રહ્યાં છીએ. આ ગીત મેં 'અન્ય ગાયકો'નાં એકલ દોકલ સૉલો ગીતો' હેઠળ મૂકવા માટે પસંદ કર્યું હતું.પરંતુ હવે તેને અહીં રજૂ કરવાથી આજના અંકની સામગ્રી તૈયાર કરવાનો પાયો પાડવાની ભૂમિકા રચાય છે..
યોગાનુયોગના સંજોગની આગલી કડી - 'એક તેરી નિશાની'નાં બીજાં બે સ્ત્રી સૉલો ગીતો પણ મેં '૧૯૪૯નાં ગીતો : ચર્ચાની એરણે' 'અન્ય સ્ત્રી ગાયિકાઓનાં સૉલોગીતો' માટે પસંદ કરેલાં.
એમાનું પહેલું ગીત હતું ૧૯૪૯માં આશા ભોસલે ગાયેલાં ગણ્યાં ગાંઠ્યાંથી પણ ઓછાં કહી શકાય એટલા ગીતોમાંનું એક -  ચુપકે ચુપકે મસ્ત નિગાહેં
હિંદી ફિલ્મ ગીત કોષ પર આ ફિલ્મનાં અન્ય ગીતો પર નજર કરતાં ફિલ્મના અન્ય સહ-સંગીતકાર પંડિત ગોવિંદરામની આશા ભોસલેના સ્વરની રચના - તેરી કાફ઼િર જવાની કો જવાની કૌન કહેતા હૈ - ધ્યાનમાં આવી.
હવે આ બંને ગીત સાંભળતાં વેંત આશા ભોસલેએ ૫૦ અને તે પછીના દાયકાઓમાં પોતાની શૈલીની જે આગવી કેડી કંડારી એ પ્રકારનાં ગીતોની ગુંજ વાગતી જણાય છે ને....
બસ, સાર્દૂલ ક્વાત્રાનાં ગીતો વિષે વધારે શોધખોળ કરવા માટે આટલો ટકોરો પૂરતો હતો. આ પહેલાં સાર્દૂલ ક્વાત્રાનાં ગીતો ક્યાંક અહીં ક્યાંક ત્યાં એમ સાંભળ્યાં જરૂર હતાં, પણ તેમને ધ્યાનથી સાંભળવા જેટલું આકર્ષણ થયું નહોતું. આજે આપણે સાર્દૂલ ક્વાત્રાનાં જ કેટલાંક ગીતો સાંભળીશું.
સાર્દૂલ કવાત્રા પર ગુગલ પર લેખો ખોળતાં ખોળતાં, Sardul Kwatra and his Soulful Musicમાં તેમને લગતી ઘણી રસપ્રદ માહિતી મળે છે. તેમણે ૨૦ જેટલી હિંદી ફિલ્મોમાં અને બીજી પંદરેક પંજાબી ફિલ્મોમાં સંગીત આપ્યું . કેટલીક ફિલ્મોનું તો નિર્માણ પણ તેમણે જ કર્યું હતું. અહીં પસંદ કરેલાં ગીતોમાં અલગ અલગ ગાયકોના સ્વરમાં રચાયેલાં ગીતો  સાંભળવા સિવાય અન્ય કોઈ માપદંડ લીધો નથી, કારણકે આમ પણ મેં તો આ ગીતો પહેલી જ વાર સાંભળ્યાં છે.
દિલ દે કે પછતા ગયે હમ - એક તેરી નિશાની - ઉમા દેવી
ક્યોં ખેલ પ્રીત કા ખેલી - ગૂંજ (૧૯૫૨) – સુરૈયા ગીતકાર: ડી એન મધોક 

જા ઉં મૈં કહાં - પીપલી સાહબ (૧૯૫૪) લતા મંગેશકર – ગીતકાર: હસરત જયપુરી

ઝૂમ લે ગા લે ખુશીયાં મના લે - સન ઑફ અલીબાબા (૧૯૫૫) - ગીતા દત્ત, શમીંદર – ગીતકાર: પ્રેમ ધવન 
ઓ જાદૂગરને કરકે મુઝપે જૂઠા જાદૂ - એર મેલ (૧૯૬૦)  - સુધા મલ્હોત્રા - ગીતકાર: આનંદ બક્ષી 
સુન મેરી ફરયાદ - એર મેલ (૧૯૬૦) - સુમન કલ્યાણપુર 

સાર્દૂલ ક્વાત્રાએ પંજાબી ફિલ્મો માટે રચેલાં ગીતોમાં તેમની નૈસર્ગિક સૂઝ પણ ભારોભાર છલકે છે. સાંભળીએ હીર સાયલ (૧૯૬૦)નું આ એક ગીત, જેમાં આપણને તેમણે કરેલા મોહમ્મદ રફી, આશા ભોસલે, શમિંદર, મુબારક બેગમ, સુધા મલ્હોત્રા જેવાં વિવિધ ગાયકોના સ્વરના પ્રયોગ સાંભળવા મળે છે


આજના અંકનાં સમાપનમાં આપણે હંમેશ મુજબ સાર્દૂલ ક્વાત્રાનાં સ્વરબધ્ધ કરેલાં જ મોહમ્મદ રફીનાં ગીતોને સાંભળીશું.
જલતે દીપ બૂઝ ગયે - જલતે દીપ (૧૯૫૦)- ગીતકાર એમ એ તાજ
શામ સુહાની હો - કાલા ચોર (૧૯૫૬) ગીતકાર વર્મા મલિક
છોડ કે તેરી દુનિયા - મિર્ઝા સાહિબાન (૧૯૫૭)- 

આવતા મહિનાના બીજા રવિવારે આપણી યાદમાં વિસરાતાં જતાં બીજાં આવાં જ અવિસ્મરણિય ગીતો સાથે ફરી મળીશું...
તમને આવાં અવિસ્મરણીય ગીતો યાદ આવે તો જરૂરથી જણાવશો……