Showing posts with label cyclones. Show all posts
Showing posts with label cyclones. Show all posts

Sunday, July 28, 2019

વ્યંગ્ય નજરે - "‘આયા તૂફાન’


ચોમાસાં પહેલાં પૂર્વ અને પશ્ચિમ ભારતના તટીય વિસ્તારમાં ચક્રવાતી વાવાઝોડાં સર્જાવાની ઘટના હવે વધારે ને વધારે નિયમિત અને નુકશાનકારક બનતી જાય છે. દરિયાની પાણીની સપાટીની આસપાસ થતા ઉષ્ણતામાનના ફેરફારોને કારણે સર્જાતા હવાના દબાણના અતિ પ્રબળ ફેરફારોને કારણે હવામાનશાસ્રીઓ જેને 'ઉષ્ણકટિબંધીય ચક્રવાત / tropical cyclone' કહે છે તેવી પરિસ્થિતિ પેદા થાય છે.
એટલાન્ટિક અને ઈશાન પ્રશાંત મહાસાગરમાં થતા આવા ચક્રવાતને ‘હરિકેન' કહેવામાં આવે છે, તો વાયવ્ય પ્રશાંત મહાસાગરમાં થતા ચક્રવાતને 'ટાયફૂન' અને હિંદ મહાસાગરમાં સર્જાતા ચક્રવાતને'સાયક્લોન' તરીકે ઓળખવાની પ્રથા છે. આ પ્રકારની ઘટનાઓ હવે એટલી બધી સંખ્યામાં, અને નિયમિતતામાં, થવા લાગી છે કે દરેક અલગ અલગઘટનાઓની આગવી દસ્તાવેજી ઓળખ કરવા માટે તેમનાં નામાભિધાન કરવા માટે પણ આંતરરાષ્ટ્રીય માર્ગદર્શિકા નક્કી કરવામાં આવેલી છે.
આ ચક્રવાતી તોફાનોની કથનીકરણીની દાસ્તાનો દૃશ્ય,શ્રાવ્ય તેમ જ સવિસ્તર લખાયેલાઅહેવાલોમાં ગ્રંથસ્થ કરવામાં આવે છે.[1]
અહીં આ ચક્રવાતોને વ્યંગ્યચિત્રોના દૃષ્ટિકોણથી જોવાનો પ્રયાસ છે.
+ + + + + +
વ્યંગ્યચિત્રનું માધ્યમ છે એટલે એક દૃષ્ટિકોણ રમૂજ પેદા કરવાનો તો રહેવાનો જ. Santabanta.com પરના સતીશ આચાર્યે દોરેલા આ વ્યંગ્યચિત્રમાં આ તોફાનોએ નારી જાતિ નામોથી ઓળખવાની પ્રણાલિકા પર રમૂજ કરી લેવામાં આવી છે.

+ + + + + +
A Letter from Fiji પર પ્રકાશિત થયેલા એક લેખ - Cyclone Summer - માં સમુદ્ર કિનારાના કુદરતી સાન્નિધ્યમાં રહેવાના 'ધખારા' પર કટાક્ષ છે.
+ + + + + +
આ પ્રકારનાં તોફાનો હવે એટલાં નિયમિત બની ગયાં છે કે તે ઘટનાઓને પણ 'સીઝન'ના 'સેલ' તરીકે રોકડી કરી લેવાનું પણ માણસજાત કદાચ ચૂકશે નહીં !
કાર્ટુનિસ્ટ ડેવ ગ્રાનલ્યુન્ડ @ www.davegranlund.com
+ + + + + +
ચક્રવાત તોફાનોની ઘટનાઓ નિયમિતતાથી અને વ્યાપકપણે બનવા લાગી છે તેના પર જૉ હેલરનું આ કાર્ટુન. બચાવ કામગીરીની ટીમના બે સભ્યોને પોતપોતાનાં મશીનોની ટોપલીમાં બેસીને વાત કરતા બતાવ્યા છે. તેઓ કહે છે કે આપણે એકબીજાને મળવા માટે આના સિવાય કોઈ બીજો વિકલ્પ શોધી કાઢવો જોઇએ !


જૉ હેલરનાં સાંપ્રત ઘટનાઓ પરનાં અન્ય કાર્ટુન તેમની સાઈટhttp://hellertoon.com પર જોઈ શકાય છે.
+ + + + + +
કુદરતી આફતોની વ્યાપકતાને પરેશ નાથના આ કાર્ટુનમાં પણ માર્મિકપણે દર્શાવાઈ છે. એક જગ્યાએ તોફાની પવનમાં ઊડતો,વાતાવરણના ફેરફારનો રક્ષક દુનિયામાં અન્ય જગ્યાએ પણ એવી જ પરિસ્થિતિમાં ફસાયેલા પોતાના સહકાર્યકરને ખબર આપે છે કે પોતે ત્યાં ટકી રહી શક્યો છે.
સૌજન્ય પરેશ નાથ, ખલીજ ટાઈમ્સ, યુ એ ઈ
+ + + + + +
તો મીરાસપ્રાનું આ કાર્ટુન માનવજીવનની દરેક ઘટનાને રાજકીય દૃષ્ટિકોણની નજરે જોવાની વધતી જતી મનોવૃતિ દર્શાવે છે.
મીરા સપ્રા તેમના બ્લૉગ, http://lifesacomicstrip.blogspot.com,પર વિવિધ બાબતો પર વ્યંગ્યદૃષ્ટિથી પોતાના પ્રતિભાવ જણાવતાં રહે છે.
+ + + + + +
વાવાઝોડા જેવી કુદરતી ઘટનાઓની તાવડી પર પણ રાજકીય રોટલી શેકી લેવાની મનોવૃત્તિ પર સતિશ આચાર્ય પણ વેધક કટાક્ષ કરે છે. વાવાઝોડું પણ બીનમરાઠી હોય - એ વાવાઝોડાંનું નામ 'ફ્યાન' રખાયું હતું - તો તેને પણ મુંબઈમાં પ્રવેશબંધીનો સામનો તો કરવો પડે.)


સતિશ આચાર્યએકાર્ટુનિસ્ટ તરીકેની પૂર્ણ સમયની કારકીર્દી અપનાવી તે પહેલાં એમ બી એ (ફાયનાન્સ)ની ડીગ્રી સંલગ્ન કામ તેઓ કરતા હતા.
+ + + + + +
પર્યાવરણ પરિવર્તન જેવી લાંબા ગાળાની સમસ્યાના નિવારણમાં પક્ષાપક્ષીના દોષના ટોપલા પહેરાવવાની રમત માનવી આદિકાળથી રમતો આવ્યો છે.
સૌજન્ય: રિકમૅક્કી, ઑગસ્ટાક્રોનિકલ
+ + + + + +
ખલીલ ડેન્ડિબના આ કાર્ટુનમાં માણસજાતની વાસ્તવિકતા ન સ્વીકારવાની આડોડાઈ પણ સદૈવ ચાલતી રહી છે તે વાતનો ઉલ્લેખ છે.

ખલીલડેન્ડિબ અમેરિકાના સિન્ડિકેટેડ કાર્ટુનિસ્ટ છે. તેમનાં કાર્ટુન્સ, Too Big to Failપુસ્તકરૂપે પણ પ્રકાશિત થયેલ છે.
+ + + + + +
આ પ્રકારની કુદરતી આફતોની સૌથી વધારે અસર પામતા લોકો માટે તો એ બધાને કારણે ટુંકાગાળાની જે કંઈ રાહત મળે તેનાથી ગાડું રોડવી લેવા સિવાય બીજો કોઈ ઉપાય નથી હોતો. બાકીના સમાજ માટે તો એ બધી દરરોજ બની એવી ઘટનાઓ છે જે બન્યા કરે છે અને છતાં જીવન ચાલ્યે રાખે છે. સોરિત ગુપ્તોનાં આ બે કાર્ટુન આવી જ પરિસ્થિતિ પર વેધક ધ્યાન ખેંચે છે.




બન્ને કાર્ટુન્સ - સૌજન્ય:DownToEarth
+ + + + + +
કુદરતી આફત તેનું રૌદ્ર સ્વરૂપ બતાવવાનું કોઈ કારણસર માંડી વાળે તો માણસનો પ્રતિભાવ તેની ગંભીરતાને હસી કાઢવાનો હોય છે તે હકીકત પર માનસ મૈસ્નમ બહુ સચોટપણે આપણું ધ્યાન દોરે છે.
સૌજન્ય:: ManasMaisnam @ Kangla Online
+ + + + + +
કુદરતી આફતો કુદરતી કેટલી અને માણસને કારણે કેટલી ગણવી એ ચર્ચા તો માણસજાત ચલાવ્યે જ રાખશે, કેમ કે પોતાનું હોય ત્યારે ટુંકા ગાળાના ફાયદાનું, અને સામેનાનું હોય ત્યારે લાંબા ગાળાના આદર્શોનું વિચારવું એ હવે તેની આદત બની ચુકી છે.

'રિયલક્લીઅરપોલિટિક્સ'માં કાર્ટુનિસ્ટએન્ડીમાર્લેટ્ટ તો બહુ સીધો જ સવાલ પૂછે છે -
+ + + + + +
તમારૂં શું માનવું છે? મારે, તમારે, આપણે શું કરવું જોઈએ?
આ સવાલની ગંભીરતા સમજવા માટે છેલ્લે છેલ્લે એક સૂચક વ્યંગ્યચિત્ર પર વિચાર કરીએ.
વિજ્ઞાન, અને માનવ સભ્યતાએ, તો મોટા ભાગે એવા ઉપાય વિચારવાની પ્રકૃતિ સેવી છે જેમાં દેખીતી પ્રગતિ બહુ હોય, પણ કુદરતની સાથે, કુદરતના તાલે, સીધી અને સરળ રીતે જીવવાની વાત ન હોય. 'ધ વોશિંગ્ટન પોસ્ટ'ના એક કાર્ટુનમાં ટોમટોલ્સ દાઢમાં કાંકરી રાખીને ૨૦૬૦માં થઈ રહેલી એક નવી વૈજ્ઞાનિક શોધ વડે આ મનોવૃત્તિ પર ચાબખો મારે છે.
થોમસ(ટોમ) ગ્રેગરી ટોલ્સ પુલિત્ઝર પુરસ્કાર વિજેતા કાર્ટૂનિસ્ટ છે જે મુખ્યત્વે સમાનતા અને પર્યાવરણના વિષયો પર સક્રિય પણે પોતાની કલમને બોલતી રાખે છે.
+ + + + + +
Disclaimer:
The cartoons in this post have been taken from net purely for non-commercial purpose with due credits to cartoonists as far as possible. If there is any breach of copy right, and would be brought to our notice, it will be removed from here.




[1] હોંગકોંગ વેધશાળાએ યુનાઈટેડ નેશન્સના એશિયા અને પેસિફિક ટાયફૂન સમિતિ માટે સામાન્ય જનતાની જાણ જોગ એક વિડીયો બનાવેલો છે, જે અહીં જોઈ શકાય છે.