Showing posts with label શ્રીકાંત ગૌતમ - રાગ રંગ. Show all posts
Showing posts with label શ્રીકાંત ગૌતમ - રાગ રંગ. Show all posts

Thursday, December 31, 2015

હિંદી ચિત્રપટ સંગીતના સુવર્ણ યુગથી સંકળાયેલાં બ્લૉગવિશ્વનો બ્લૉગૉત્સવ - ૧૨_૨૦૧૫



હિંદી ચિત્રપટ સંગીતના સુવર્ણ યુગથી સંકળાયેલાં બ્લૉગવિશ્વ -  ૧૨_૨૦૧૫ બ્લૉગૉત્સવ સંસ્કરણમાં આપનું સ્વાગત છે.
વર્ષ ૨૦૧૫ આ છેલ્લા અંકની શરૂઆત આપણે ગીતા દત્તને યાદ કરીને કરીશું. આમ તો આ અને તેની સાથે સંકળાયેલ અન્ય લેખ ગયા અંકમાં સમાવવા જોઈતા હતા, પરંતુ આ લેખ ગયા અંક્ને તૈયાર કરવા માટેની સમયયમર્યાદાની સીમાને એવે છેડે હતા કે તેમને ઉચિત ન્યાય મળી રહે તે માટે તેમને આ મહિનામાં સમાવવા જ વધારે યોગ્ય જણાય છે.
Four Aces and A Queen માં પરાગ સંક્લા ગીતા દત્તનાં હંસરાજ બહલ, ચિત્રગુપ્ત, બુલો સી રાની અને અવિનાશ વ્યાસ જેવા સંગીતકારોનાં  ગીતોને યાદ કરાવે છે. ગીતા દત્તનાં બહુ જ યાદ જ કરાતાં ગીતોમાં એસ ડી બર્મન કે હેમંત કુમાર કે ઓ પી નય્યરનાં ગીતોનું આધિપત્ય એટલું છે કે તેમનાં અન્ય સંગીતકારો સાથેનાં બહુ જ ઉત્કૃષ્ટ ગીતો ભૂલાવે ચડી જતાં હોય તેમ લાગે.
આ સાઈટ પર ગીતા દત્ત પરના અન્ય લેખોને પણ માણી લેવાનો આ મોકો ચૂકવા જેવો નથી !
Geeta Dutt's list of her best songs in 1957માં પ્રીતમ આન મિલોને કેમ નથી સમાવાયું તે ન સમજાય તેવું છે - સી એચ આત્મા આ ગીત પહેલાં ગાઈ ચૂક્યા હતા એટલે હશે?
Raj Kapoor - Musically માં રાજ કપૂરે પર્દા પર અલગ અલગ વાજીંત્રો વગાડતાં વગાડતાં ગાયેલાં ગીતોને યાદ કરાયાં છે. આપણે એ પૈકી ઓછાં સાંભળવા મળતાં ગીત- તેરા દિલકા મકાન (દો ઉસ્તાદ -૧૯૫૯ - મોહમ્મદ રફી, આશા ભોસલે - ઓ પી નય્યર -ની અહીં નોંધ લઈશું.
રાજ કપૂરના ૯૧મા જન્મ દિવસે, Remembering Raj Kapoor- The Showman And His 7 Iconic Heroines માં નરગીસ, નિમ્મી, સિમી ગરેવાલ, ઝીનત અમાન, ડીમ્પલ કાપડીયા, મંદાકીની અને પદ્મિની કોલ્હાપુરેને યાદ કરાયેલ છે.
C Ramchandra as Chitalkar - સંગીતકાર-ગાયકોની યાદીમાં સી રામચંદ્ર - ચીતળકરનું નામ મોખરાના ક્રમમાં ગણી શકાય. ચીતળકર તરીકે મોટા ભાગનાં ગીતો તો તેમણે પોતાનાં સ્વરબદ્ધ કરેલાં ગાયાં હતાં. તેમણે તે સિવાય મિર સાહેબ (લાલ હવેલી, ૧૯૪૪); અનિલ બિશ્વાસ (જ્વાર ભાટા, ૧૯૪૪; વીણા, ૧૯૪૮); હુસ્નલાલ ભગતરામ (અપની છાયા, ૧૯૫૦); હેમંત કુમાર(સમ્રાટ, ૧૯૫૪; લગાન, ૧૯૫૫); રોશન (બારાતી,૧૯૫૪); ઉષા ખન્ના (ફૈસલા, ૧૯૬૫); લક્ષ્મીકાન્ત પ્યારેલાલ (છૈલા, ૧૯૬૭) જેવા અન્ય સંગીતકારોનાં પણ કેટલાંક ગીતો ગાયાં હતાં. અહીં રજૂ થયેલાં ગીતો પૈકી ઓછાં સાંભળવા મળતાં કેટલાંક ગીતોને આપણે પણ યાદ કરીશું :


Naushad’s gems before ‘Rattan’ (1944)  - સામાન્યતઃ નૌશાદની કામયાબી માટે રત્તન (૧૯૪૪) સીમાચિહ્ન ગણાય છે. 'રત્તન' પહેલાં પણ નૌશાદે લગભગ બારેક ફિલ્મોમાં ૧૨૦ જેટલાં ગીતો આપ્યાં છે. પ્રસ્તુત પોસ્ટમાં તેમાંથી ચુનંદા ગીતોને રજૂ કરાયાં છે.
અપરસ્ટૉલ પર સઈદ જાફરી (શોમા એ ચેટર્જી), શ્યામ બેનેગલ (કરણ બાલી) અને ધર્મેન્દ્ર (કરણ બાલી)ને તેમના જન્મ દિવસોના સંદર્ભમાં યાદ કરાયા છે.
૮મી ડીસેમ્બરના ધર્મેન્દ્રના જન્મદિવસના નિમિત્તે Just be yourself: Dharmendra in Guddi, and other reflections ની સાથે ધર્મેન્દ્ર પરનો આ પહેલાંનો લેખ તેમજ તેની સાથે સંકળાયેલો કહી શકાય તેવો અમિતાભ બચ્ચન પરનો લેખ પણ વાંચવો ગમશે.
૮મી ડીસેમ્બર શર્મીલા ટાગોરનો પણ જન્મ દિવસ છે. Happy Birthday Dharmendra and Sharmila Tagore! Here are our favourite films featuring the pairમાં તેમની જોડીવાળી  મુખ્ય ફિલ્મોમાં  અનુપમા (૧૯૬૬), દેવર (૧૯૬૬), સત્યકામ (૧૯૬૯), યકીન (૧૯૬૯), મેરે હમદમ મેરે દોસ્ત (૧૯૬૮,ચુપકે ચુપકે (૧૯૭૫), એક મહલ હો સપનોંકા (૧૯૭૫), તેમ જ  શર્મિલા ટાગોરની નાનકડી ભૂમિકા વાળી સન્ની (૧૯૮૪)અને ફિલ્મ જગતને કમનસીબે મૂહૂર્તથી જ આગળ ન વધેલ (ગુલઝારની) દેવદાસ (૧૯૭૬)ને યાદ કરાઈ છે.
“Thoda Sa Dil Laga Ke Dekh” - Shammi Aunty માં ગત વર્ષોની નાયિકા અને પછીથી સફળ ચરિત્ર અભિનેત્રી શમ્મી (મૂળ નામ નરગીસ રબાડી)ની કારકીર્દીને યાદ કરાઈ છે. લેખને અંતે મૂકાયેલાં ગીતોમાંનું થોડા સા મુસ્કરા કે દેખ અપના તો બના કે દેખ (મુસાફીરખાના (૧૯૫૫) - શમશાદ બેગમ સાથે - ઓ પી નય્યર) આપણે વિસરાતી યાદો...સદા યાદ રહેતાં ગીતોના ડિસેમ્બર ૨૦૧૫ના અંકમાં સાંભળ્યું છે. તે ઉપરાંત સંગદિલ (૧૯૫૨, સજ્જાદ હુસૈન, તલત મહમૂદ)નાં યે હવા યે રાત યે ચાંદનીમાં યુવાન શમ્મી સિતાર વગાડતાં જોવા મળે છે.
આપણે હવે અન્ય વિષયો પરની પૉસ્ટ્સ તરફ વળીશું.
Bengal’s Music and Its Influence in Hindi Film Music માં અન્તરા નંદા મૉન્ડલ અને પીયૂશ શર્મા આપણને ૧૪ નવેમ્બર, ૨૦૧૫ના રોજ નવી દિલ્હીમાં થયેલ Romancing the Song Meetમાંના પ્રેઝન્ટેશન દ્વારા બંગાળનાં સંગીતની હિંદી ફિલ્મી ગીતો પરની અસરનો વિગતે પરિચય કરાવે છે.
નવેમ્બર, ૨૦૧૫ના અંકમાં આપણે Learning & Creativityનાં સામયિક Silhouetteના બે એક લેખ માણ્યા હતા. આ મહિને આ સાઈટ પરની તાજેતરના કેટલાક અન્ય લેખો દ્વારા પરિચય થોડો વધારી લઈએ.
          The Pathbreaking Non-conformist – The Music of RD Burman માં ફિલ્મો ન ચાલી માટે ખોવાઈ ગયેલાં કેટલાંક ગીતોને યાદ કર્યાં છે.
          Journey Through Lata’s Melodies  કોકીલકંઠી લતા મંગેશકરનાં મીઠાં મધ જેવાં ગીતો અને લેખકના જીવનનાં ખુલતાં જતાં પાનાં સાથે સરખામણીનું  સ-રસ વિશ્લેષણ
          Madan Mohan: The Composer of the Classes - મદન મોહનની ગ઼ઝલોની દુનિયા બહારનાં વિશ્વની ખૂબીઓ
આ મહિને  અરૂણ કુમાર દેશમુખની અતુલ્સ સોંગ અ ડે પરની ત્રણ પૉસ્ટમાંના ગીતો માટે આપણા વાચક  મિત્રોનાં સૂચન આવ્યાં. એ ગીતો વિષે તો આપણે 'વિસરાતી યાદો...સદા યાદ રહેતાં ગીતો'ના  હવે પછીના અંકમાં અલગથી વાત કરીશું, પરંતુ એ લેખોમાં મૂળ વિષયને લગતા ઈતિહાસની જે વાત કહેવાઈ છે તેના ઉપર અહીં ધ્યાન આપીશું.
Tu mera copyright main teri copyright  - કિશોર કુમાર પોતે બહુ સારા ગાયક હોવા છતાં તેમણે પર્દા પર ગાયેલાં ખાસ્સાં એવાં ગીતોમાં અન્ય ગાયકોના અવાજ પાર્શ્વગાયનમાં વપરાયાના દાખલા છે. મોહમ્મદ રફીએ બીજા ગાયકોની સરખામણીમાં સૌથી વધુ ગીતો માટે કિશોર કુમારને સ્વર આપ્યો છે :


ફિલ્મ
ગીતના બોલ
સહગાયક
સંગીતકાર
૧.
મિસ માલા (૧૯૫૪)
આશા ભોસલે
ચિત્રગુપ્ત
૨.
ભાગમ્‍ ભાગ  (૧૯૫૬)
આશા ભોસલે
ઓ પી નય્યર
૩.
ભાગમ્‍ ભાગ (૧૯૫૬)
આશા ભોસલે
ઓ પી નય્યર
૪.
રાગિણી (૧૯૫૮)

ઓ પી નય્યર
૫.
શરારત (૧૯૫૯)
અજબ હૈ દાસ્તાં તેરી અય ઝીંદગી (ખુશી અને ગ઼મનાં અલગ અલગ સ્વરૂપ ગીતો)

શંકર જયકિશન
૬.
શરારત (૧૯૫૯)
લતા મંગેશકર
શંકર જયકિશન
૭.
બાગ઼ી શહઝાદા (૧૯૬૪)
સુમન કલ્યાણપુર
બાબુલ
૮.
પ્યાર દિવાના (૧૯૭૨)

લાલા અસર સત્તાર
બીજા જે અન્ય ગાયકો એ કિશોર કુમાર માટે સ્વર આપ્યો છે તે  છે :  મન્ના ડે (ત્રણ ગીતો), એસ ડી બાતિશ (૧ ગીત), અમાનત અલી (૧ ગીત), અને આશા ભોસલે ('બાપ રે બાપ'- ૧૯૫૫)
[* અહીં જે વિડીયો ક્લિપ છે તેમાં કોઈ અન્ય કલાકાર આ ગીત ગાતા જોવા મળે છે.]
Samaa ye pyaar ka bahaar ke ye meleમાં શંકર જયકિશનનાં સૌથી વધારે સર્જનાત્મક વર્ષો - ૧૯૫૫- ૬૦ -ની ચર્ચા કરાઈ છે. લેખકનું કહેવું છે કે ૧૯૬૦ પછી સંગીતકાર બેલડીનાં ગીતોમાંથી ઘટતી જતી  મીઠાશ, અને વધતા જતા ઘોંઘાટ- ધમાલની પાછળ બંને સાથીઓ વચ્ચે વધતા જતા મતભેદ કારણરૂપ કહી શકાય.
Aa jaa aa jaa aa jaa nadiyaa kinaare  - લેખક ગણેશ અનંતરામન તેમનાં પુસ્તક "Bollywood melodies"માં જણાવે છે કે કદાચ તેમને સફળતા થોડી વધારે ઝડપથી મળી ગઈ, જેને કારણે શરૂઆતના દિવસોની મુશ્કેલીઓ જે મજબૂત જોડાણની કડીમાં ભાગ બને તેનો તેમને લાભ ન મળ્યો. શરૂમાં મળેલ રાજ કપૂરનો સર્જનાત્મક અને વ્યાવસાયિક સાથ, ઉત્કૃષ્ટ ગીતકારો તેમ જ ગાયકો અને સબાસ્ટીયન જેવા અરેન્જર્સ નો સંગાથ થવાથી તેમની સફળતાનો સિતારો બહુ ઝડપથી બુલંદ બનતો ગયો. આ પૉસ્ટમાં એ સમયના બીજા એરૅન્જર્સનો પણ બહુ સ-રસ પરિચય જાણવા મળે છે.
એક બહુ રસપ્રદ આડવાતઃ ગણેશ અનંતરામન વિષે નેટ પર ખાંખાંખોળાં કરતાં કરતાં તેમનાં એક વ્યક્ત્વય - Conviction and Leadership: Insights from the World of Bollywood Musicની વિડીયો ક્લિપ હાથ લાગી ગઈ. આ વ્યક્તવ્યમાં તેઓએ હિંદી ફિલ્મ સંગીતનાં વિશ્વાસપાત્રતા અને નેતૃત્ત્વ વિષેનાં યોગદાન માટે બહુ સૂચક વાતો કહી છે.

Three versions of a songમાં લડકી (૧૯૫૩)નાં લતા મંગેશકર અને ગીતા દત્તનાં 'મન મચાયે શોર'નાં ટી એસ ભગવતી અને એમ એસ રાજેશ્વરીનાં તમિળ વર્ઝન અને ટી એસ ભગવતી અને પી સુશીલાનાં તેલુગુ વર્ઝનમાં થોડા થોડા ફરકની નોંધ લે છે.
સ્ક્રૉલ.ઈન પરની કેટલીક પૉસ્ટ્સ
Bollywood raags: Hindustani classical vocalists who made film musicમાં અનીશ પ્રધાન બડે ગુલામ અલીખાં, અમીરખાં સાહેબ, પંડિત ડી વી પલુસ્કર અને અન્ય શાસ્ત્રીય ગાયનના સિતારોની બોલીવુડની સફરને રજૂ કરે છે
          બેગમ અખ્તર: 'રોટી'નાં છ ગીતો   
          સરસ્વતી રાણે : બીના મધુર મધુર કછુ બોલ  
          અમીરખાં અને ડીવી પલુસ્કર : આજ ગાવત મન મેરો ઝૂમ કે  
          બડે ગુલામ અલીખાં: પ્રેમ જોગન બન કે સુન્દરી
ગયે અઠવાડીયે અમે યુટ્યુબ પરથી અનકહી (૧૯૮૫) જોઈ. તેમાં પંડિત ભીમસેન જોશીનું તુલસીદાસનું ભજન - રઘુવીર તુમકો મેરી લાજ - (સંગીતઃ જયદેવ) ગીત સાંભળવાનો લહાવો મળી ગયો હતો.

HMV studios: In Kolkata, the home of India's melodious past struggles for relevance :

કોઈ કહે છે કે સત્યજીત રેને આ જગ્યા બહુ જ ગમતી.. પણ હવે તો એહ એમ વીનો આ સ્ટુડિયો વેરાન ભાસે છે - ચન્દ્રીમા પાલ . Fading tune - આવતે વર્ષે સંગીતના ઇતિહાસનું એક વધારે સીમાચિહ્ન કાળગર્ત થશે. મુંબઈના કાલા ઘોડા પરનાં 'રીધમ હાઉસ' તેના દરવાજા કાયમ માટે બંધ કરશે. અહીંથી લગભગ ૧૬૫૨ કે તેથી થોડા વધારે કિ.મી. દૂર ડમડમમાં એચ એમવીનો સ્ટુડિયો પણ એ જ ભાવિ તરફ આગળ વધી રહ્યો છે. [૧૯૭૪થી ૧૯૮૦ના દાયકામાં મેં પણ રીધમ હાઉસમાં ઘણી રેકર્ડ્સ સાંભળી હતી, કેટલીક ખરીદી પણ હતી. છેલ્લે, ૨૦૦૮માં કસ્ટ્મસના એક કેસ સંદર્ભમાં મુંબઈના એ વિસ્તારમાં જવાનું થયું હતું, ત્યારે રીધમ હાઉસમાંથી બે એક ફિલ્મ્સની સીડી પણ ખરીદી હતી.]
Music and the monument: Songs inspired by the Taj Mahal - વિશ્વની સાતમી અજાયબી કંઈ કેટલીય ફિલ્મો અને ગીતોનો પ્રેરણાસ્ત્રોત બની રહેલ છે.- Nate Rabe  ·  sunday sounds:
          Umie Aida : Salam Taj Mahal
          Sam Roberts : Taj Mahal
          Mighty Mo Rodgers : They Bombed the Taj Mahal!
          Taj Mahal, Pandit Vishwamohan Bhatt and N Ravikiran : Johnny Too Bad
          Django Reinhardt : Taj Mahal
The Carnatic vocalist who sings Urdu blues  - હરીહરને ગ઼ઝલ ગાયકીની નવી જ શૈલીને એક નવો આયામ બક્ષ્યો છે - Manish Gaekwad - હરીહરનની કારકીર્દી ગ઼ઝલથી શરૂ થઈ હતી. જયદેવે તેની પાસે ગમન (૧૯૭૮))માં શાહર્યારની ગ઼ઝલ અજીબ સનેહા મુઝ પર ગુજ઼રા યારોં ગવડાવી.  એ પછી હરીહરને Urdu Bluesના નામે ગ઼ઝલ ગાયકીની નવી શૈલી પ્રચલિત કરી. જૅઝ અને બ્લુસ સંગીતનાં સંમિશ્રણ વડે તેમણે યે આઈને સે (કાશ, ૨૦૦૦)ની રચના કરી. મંદ લયમાં ગીટાર અને ડ્ર્મ્સની સાથે સિતાર અને સારંગી નિઃસારવાદી વાતવરણ ખડું થાય છે.
અને હવે મુલાકાત કરીએ અન્ય પ્રકાશનો પરની નિયમિત કોલમોની :
જન્મભૂમિ પ્રવાસીની રવિવારની 'મધુવન' પૂર્તિમાં શ્રીકાંત ગૌતમની 'રાગરંગ' ના ડીસેમ્બર ૨૦૧૫ ના લેખો:


આ અંકથી આપણે અજિત પોપટની 'ગુજરાત સમાચાર'માં દર શુક્ર્વારે પ્રકાશિત થતી કોલમ 'સિને મેજિક'ના લેખોની પણ મુલાકત કરીશું.
દર મહિનાના છેલ્લા શુક્રવારે અહીં એક નવા સંગીતકારની વાત કરવામાં આવે છે. એમને નવોદિત સંગીતકારોમાં પ્રથમ ગણીએ તો કેમ૨૭-૧૧-૨૦૧૫,  અને તેના અનુસંધાને એ ફિલ્મનું સંગીત ખરેખર તો ટીમવર્કનું સર્જન કહી શકાય... -  ૨૫-૧૨-૨૦૧૫ - આપણી સમક્ષ ઈસ્માઈલ દરબારને રજૂ કરે છે.
બાકીના ડિસેમ્બર, ૨૦૧૫ના લેખોમાં આ વખતે ખય્યામનાં ગીતો કેન્દ્રમાં રહ્યાં :
ડીસેમ્બર ૨૦૧૫માં વેબ ગુર્જરીની 'ફિલ્મ ગીતની સફર'માં
પ્રકાશિત થયેલ છે.
આજના અંકના સમાપનમાં મોહમ્મદ રફીને કેન્દ્રમાં રાખીને ગજેન્દ્ર નંદ ખન્નાએ મોહમ્મદ રફીની યાદમાં તેમની ૩૧મી જુલાઈની તિથિના ઉપલક્ષમાં લખલ એક બહુ જ અનોખી પૉસ્ટ - Mohammed Rafi: For The Record-ની નોંધ લઈશું. ૧૯૭૩માં મારી વ્યાવસાયિક કારકિર્દીની શરૂઆતથી કરીને પછીનાં લગભગ દસેક વર્ષ મેં રેકર્ડ્સની ખરીદીનો શોખ બહુ સંતોષ્યો હતો. મોહમ્મદ રફીની કંઈ કેટલીય રેકર્ડ્સ પણ મેં એ વખતે ખરીદી હતી. પણ ગજેન્દ્ર નંદ ખન્નાએ જે ખજાનો રજૂ કર્યો છે તેની સામે મારો સંચય તો હવે બહુ જ ઓછો જણાય છે.  લેખ પરના પ્રતિભાવમાં અંતરા એ બહુ જ સાચું કહ્યું છે કે આ લેખ તો સંગ્રાહકોએ સંઘરી રાખવા માટેની કક્ષાનો છે. ખરેખર રફી સાહેબની સર્વતોમુખીતા અહીં સોળે કળાએ ખીલે છે !!!
૨૦૧૬નું વર્ષ આપ સહુને ખુબ જ સુખમય, આનંદમય અને મંજુલ રહો એવી શુભેચ્છા સાથે .....