Showing posts with label String Instruments. Show all posts
Showing posts with label String Instruments. Show all posts

Sunday, June 15, 2025

આર ડી બર્મનના વાદ્યવૃંદ રચનાના તંતુ વાદ્યોના ધ્યાનાકર્ષક પ્રયોગો

 

આર ડી બર્મનની શરૂઆતની ફિલ્મો - છોટે નવાબ (૧૯૬૧), ભૂત બંગલા (૧૯૬૫), તીસરા કૌન (૧૯૬૫) અને પતિ પત્ની (૧૯૬૬) - સંગીતની દૃષ્ટિએ  શાસ્ત્રીય, લોક ગીત, પ્રાદેશિક ગીતોના આધાર પર રચાતાં '૫૦ના દાયકાની હિંદી ફિલ્મોના ગીતોની કેડી પર જ રચાતાં જોવા મળે છે. જોકે વ્યાવસાયિક માપદંડો પર આર ડીની સંગીત યાત્રા હજુ સફળ નહોતી રહી. એક તરફ નિયતિ બંધ થતા દરવાજાઓ દ્વારા તેમની કસોટી કરી રહી હતી તો સાથે સાથે તેમને સફળતાની તક મળે એવી કેટલીક બારીઓ પણ ખુલ્લી મુકી રહી હતી. આવી એક બારી હતી નાસીર હુસ્સૈનની ફિલ્મ તીસરી મંઝિલ (૧૯૬૭).  આ ફિલ્મનાં પાશ્ચાત્ય ધુનો પર આધારિત ગીતોની અઢળક સફળતાએ આર ડી બર્મનની સાંગીતની કક્ષાનો દરજ્જો જ બદલી નાખ્યો. તીસરી મંઝિલ પછી આર ડી તેમની રચનાઓની બાંધણીમાં શાસ્ત્રીય, લોક ગીત, પ્રાદેશિક ગીતોનાં સંમિશ્રણને યથોચિત સ્થાન આપતા રહ્યા, પણ તેમની સમગ્ર  કારકિર્દી પર તેમની છાપ પાશ્ચાત્ય સંગીત પ્રેમી સંગીતકાર તરીકેની જ બની રહી.


કોઇ પણ પ્રકારની શૈલી પર તેમનું ગીત આધારિત હોય પણ આર ડી બર્મનની પ્રયોગશીલતા તો બરકરાર જ રહેતી. બાસુ (ચક્રબોર્તી - સેલોવાદક), મનોહરી (સિંગ - સેક્ષોફોનવાદક) અને મારૂતિ (રાવ કીર - તાલવાદક)ની તેમના સંગીત સહાયકોની ત્રિપુટીએ આર ડીના પ્રયોગોને સફળ અને સહજ રીતે અમલ મુકવામાં એટલી જ કમાલ દર્શાવી. પરિણામે, ખાસ કોઈ બાંધછોડ કર્યા વિના આર  ડી બર્મનનું સંગીત બદલતી જતી દરેક પેઢીની રૂચિને અનુરૂપ બની રહ્યું. 

આર ડી બર્મનની વાદ્યવૃંદ રચનાઓના પ્રયોગોને કેન્દ્રમાં રાખતી આ શ્રેણીમાં આજે આર ડી બર્મનના વાદ્યવૃંદ રચનાના તંતુ વાદ્યોના ધ્યાનાકર્ષક પ્રયોગો વિશે વાત કરીશું.

રજુઆતની સરળતા માટે આપણે પહેલાં ભારતીય તંતુવાદ્યોનો પ્રયોગોની નોંધ લઈશું અને તે પછી પાશ્ચાત્ય તંતુવાદ્યોના પ્રયોગોનાં કેટલાંક ઉદાહરણો જોઈશું.

સ્વાભાવિક છે કે શરૂઆત તેમના સંગીત સહાયકો પૈકી તંતુવાદ્ય નિષ્ણાત, બાસુ ચક્રબોર્તીના સેલોના જ કેટલાક અભિનવ પ્રયોગોથી કરીશું.

બાસુ ચક્રબોર્તીના સેલો પરના તેમ જ વાયોલિન સમુહ પરના સુરસમુહના વિલંબિત પ્રયોગો તેમની આગવી ઓળખ બની રહ્યા. અહીં આપણે તેમના ત્રણ એવા બહુખ્યાત પ્રયોગોની નોંધ લઈશું જેન થકી આર ડી બર્મનનાં સંગીતને પણ ચાર ચાંદ લાગી ગયા. 

'શોલે' માં ગબ્બરનો નાટ્યાત્મક પ્રવેશ

ગબ્બરની હાજરી છે એટલું સાંભળતાં લોકોના મનમાં વરૂ-શિયાળની લાળીના અવાજો સંભળાવા લાગે. ગબ્બરના ખુબ જાણીતા સંવાદ 'કિતને આદમી થે' જેટલો પાર્શ્વસંગીતનો ટુકડો દર્શકોને મોહી લેતો. આપણા માન્યામાં આવે કે અવાજ સેલોનો વિલંબિત સુરસમુહ છે. જોકે બાસુ ચક્રબોર્તીના પુત્ર, સંજીવે, એક લાઈવ કાર્યક્રમમાં શી રીતે કરાયું હતું તે બતાવ્યું છે એટલે શંકાને કોઈ સ્થાન નથી રહેતું.



રુક જાના જાન હમ સે દો બાતેં કર કે ચલી જાના - વૉરન્ટ (૧૯૭૫) - કિશોર કુમાર - ગીતકારઃ આનંદ બક્ષી - સંગીતઃ આર ડી બર્મન

ગીતના પૂર્વાલાપમાં 'રૂક રૂક જેવો જે અવાજ સંભળાય છે તે બાસુ ચક્રબોર્તીએ સેલો દ્વારા નિપજાવ્યો છે.



હમ કો યારા તેરી યારી - હમ કિસી સે કમ નહીં (૧૯૭૮) - કિશોર કુમાર, આશા ભોસલે - ગીતકારઃ મજરૂહ સુલ્તાનપુરી - સંગીતઃ આર ડી બર્મન 

આ ગીતની મધ્યલાપ અને કાઉન્ટર મેલોડીની વાદ્યગુંથણી હિંદી ફિલ્મનાં ગીતોના યુવા ચાહક વર્ગ માટે જીવનપર્યંતની યાદગીરી છે. 



આર ડી બર્મને સંતૂર, સરોદ, સારંગી, તાર શરણાઈ જેવાં અનેકવિધ ભારતીય તંતુવાદ્યોના પણ બહુ રસપ્રદ પ્રયોગો વાયોલિન સમુહની સાથે અજમાવ્યા  છે. તે પૈકી કેટલાક પ્રયોગો અહીં રજૂ કર્યા છે. 

કિતના પ્યારા વાદા હૈ ઈન મતવાલી આંખોંકા - કારવાં (૧૯૭૧) - મોહમ્મદ રફી, લતા મંગેશકર - ગીતકારઃ મજરૂહ સુલ્તાનપુરી - સંગીતઃ આર ડી બર્મન

તાર શરણાઈ હિંદી ફિલ્મોમાં મહદ અંશે મુજરાના ગીતોમાં બહુ પ્રચલિત છે. અહીં .૫૮થી .૦૯ સુધીમાં તાર શરણાઈ આનંદના ભાવોને વ્યક્ત કરવા પ્રયોજાયેલ છે. 



ઈસ મોડ પે જાતે હૈં - આંધી (૧૯૭૫) - લતા મંગેશકર, કિશોર કુમાર - ગીતકારઃ ગુલઝાર - સંગીતઃ આર ડી બર્મન 

મધ્યલાપમાં હરિપ્રસાદ ચૌરસિયાનીવાંસળી, ઝરિન દારૂવાલાની સરોદ અને જયરામ આચાર્યની સિતાર જીવનના રસ્તાઓના દુર્ગમ વળાંકોની અનુભૂતિને ઘેરી બનાવે છે.



મેરે નૈના સાવન ભાદો - મેહબૂબા (૧૯૭૬) - લતા મંગેશકર - ગીતકારઃ આનંદ બક્ષી - સંગીતઃ આર ડી બર્મન

આમ તો આખાં ગીત દરમ્યાન સરોદના સુર કાઉન્ટર મેલોડીનો સાથ પુરાવતા રહે છે, પણ ઝરીન દારૂવાલાની સરોદની સારંગી સાથેની .૧૭થી .૫૧ સુધીની જુગલબંધી પરદા પર નાયિકાની ગહન હિલચાલને વધુ રહસ્યમય બનાવે છે.



હોઠો પે બીતી બાત આયી હૈ - અંગૂર (૧૯૮૧) - આશા ભોસલે - ગીતકારઃ ગુલઝાર - સંગીતઃ આર ડી બર્મન 

ઉલ્હાસ બાપટ દ્વારા સર્જાયેલા સરોદના હળવા સુરટુકડા પૂર્વાલાપ અને મધ્યલાપના પ્રારંભને વધારે માદક વાતાવરણ બનાવવામાં સુર પુરાવે છે. 



જાને ક્યા બાત હૈ - સન્ની (૧૯૮૪) - લતા મંગેશકર - ગીતકારઃ આનંદ બક્ષી - સંગીતઃ આર ડી બર્મન 

ઉસ્તાદ સુલ્તાન ખાન દ્વારા સ્વરબદ્ધ થયેલા, .૦૩ થી .૧૦ સુધીનાસાંરંગીના રાતના અંધારાને વધારે કરૂણ બનાવે છે. 



હવે આપણે આર ડી બર્મનના પાશ્ચાત્ય તંતુવાદ્યોના કેટલાક નોંધપાત્ર પ્રયોગો વિશે વાત કરીશું. 

આર ડી બર્મને તીસરી મંઝિલ પહેલાં અને પછી પણ પાશ્ચાત્ય તંતુવાદ્યોના રસપ્રદ પ્રયોગો કર્યા છે. બન્ને પ્રકારના એક એક પ્રયોગો જોઈએઃ 

આઓ ટ્વિસ્ટ કરેં - ભૂત બંગલા (૧૯૬૫) - મન્ના ડે - ગીતકારઃ હસરત જયપુરી - સંગીતઃ આર ડી બર્મન 

કાઉન્ટર મેલોડી સંગાથમાં બાસ ગિટારની આગવી હાજરી અનુભવી શકાય છે.



ની સુલ્તાના રે પ્યાર કા મૌસમ આયા - પ્યાર કા મૌસમ (૧૯૬૯) - મોહમ્મદ રફી, લતા મંગેશકર - ગીતકારઃ મજરૂહ સુલ્તાનપુરી - સંગીતઃ આર ડી બર્મન 

પૂર્વાલાપના આલાપમાં, .૩૧ થી .૩૬, બાસ ગિટાર કાઉન્ટર મેલોડી સંગાથ કરે છે, પરંતુ આર ડીનાં સંગીતના કળાત્મક પાસાંનોજે ખયાલ .૪૧ થી .૪૬ દરમ્યાન થોડાક સુરમાં મળે છે તે આર ડીની સંગીતની સૂઝનો પરિચય કરાવવા માટે પુરતો બની રહે છે. 



પરંતુ, નિયતિએ આર ડીની સંગીત કારકિર્દીને નવી ભ્રમણકક્ષામાં લઈ જવા માટે તો તીસરી મંઝિલને નક્કી રાખેલ હશે. 

આજા આજા મૈં હું પ્યાર તેરા (તીસરી મંઝિલ, ૧૯૬૭ - મોહમ્મદ રફી, આશા ભોસલે - ગીતકારઃ મજરૂહ સુલ્તાનપુરી - સંગીતઃ આર ડી બર્મન)ના પૂર્વાલાપમાં દિલીપ નાઈકે છેડેલા ઊંચા સ્વરના, આક્રમક, ચુંબકની જેમ ધ્યાન ખેંચી લેતા સુરોએ ગિટારને, અને તેની સાથે પાશ્ચાત્ય વાદ્યોને, આર ડી બર્મનનાં સંગીતની વાદ્યવૃંદ રચનાઓમાં મોખરાનું સ્થાન સુનિશ્ચિત કરી આપ્યું.



દેખીયે સાહિબો .... વો કોઈ ઔર થી યે કોઈ ઔર હૈ  - તીસરી મંઝિલ (૧૯૬૭) - મોહમ્મદ રફી - ગીતકારઃ મજરૂહ સુલ્તાનપુરી - સંગીતઃ આર ડી બર્મન 

અહીં બાસ ગિટાર પૂર્વાલાપમાં હળવી સુરાવલી સર્જે છે, અને પછી સાવ સામે છેડે જઈને પહેલા અને ત્રીજા મધ્યલાપમાં ઊંચા સુરનો ઉત્તેજના પુરી પાડતો સંગાથ કરે છે. 

સંગીતના ટુકડાઓની રચના કેવી રીતે થઈ તેની an untold story ભાનુ ગુપ્તા, તેમના પોતાના (બંગાળી) શબ્દોમાં, .૧૧ થી .૫૫ સુધીમાં વર્ણવે છે..



જાને ભી દો ના ... (સાગર, ૧૯૮૫) માં તો ગિટારનો બહુ અભિનવ પ્રયોગ કરાયો છે. આંરંભના ચાર સુર બાદ બાસ ગિટાર તાલ ગિટાર બનીને તાલ વાદ્યનો સંગાથ કરે છે. અને તાલ વાદ્ય પણ ગિટાર સાથે સામાન્યપણે પ્રયોજાતાં ડ્ર્મ્સ કે બોંગોકોંગો નથી પણ તબલાં છે !



હવે એક એવો પ્રસંગ લઈએ જે ઇન્ટરનેટ પર બહુ જોવાઈ ચુક્યો છે. પરંતુ પ્રયોગાત્મકતાની  વાત આવે ત્યારે આર ડી અને તેના વાદકો સાવ વિચારી શકાય એવા પ્રયોગોને પણ અદ્‍ભૂત રીતે ગીતની બાંધણીમાં ગોઠવી દેતાં અચકાત નહીં, વાતનું પ્રમાણ પ્રસંગથી વધારે સારૂં કદાચ કોઈ મળે તેથી અહીં ફરી એક વાર નોંધ લઈશું. 

ચિનગારી કોઈ ભડકે (અમર પ્રેમ)નું રિહર્સલ ચાલી રહ્યું હતું. દરેક સાજિંદા પોતપોતાને મળેલ નોંધ મુજબ સુર સજાવી રહ્યા હતા. એવામાં ભાનુ ગુપ્તાથી એક ભુલ થઈ ગઈ. ભાનુ ગુપ્તા પણ નક્કી થયેલ યોજના મુજબ સંગીતરચના થવી જોઈએ બાબતે તો બહુ આગ્રહી હતા. એટલે ભુલ થતાં વેંત શરમાઈ ગયા. આર ડીએ પણ સુર સાંભળ્યો અને બેઠા હતા થ્યાંથી ભાનુ ગુપ્તાને કહ્યું કે મારે તો સુર જોઈએ. પછીતો અનેક પ્રસંગોએ આર ડીએ કહ્યું છે કે આવી 'અદ્‍ભુત' ભુલ તો ભાનુ કરી શકે.

સોનાની મેખ જે બહુમૂલ્ય હીરો બની ગઈ તે 'ભુલ' હતી - 



શોલેનાં ટાઈટલ સંગીતમાં ભાનુ ગુપ્તાની ગિટાર પરની કમાલ તો આપણે અનેકવાર સાંભળી હશે.  દિલ ડોલાવતી સુરાવલીની રચના કેવી રીતે થઈ ભાનુ ગુપ્તા ફરી એક વાર કરી બતાવે છે.



ભુપિન્દર સિંગના સ્વરને આપણે આર ડીના કેટલાંય ગીતોમાં સાંભળ્યો છે. ભુપિન્દર આર ડીની વાદ્યવૃંદનો પણ બહુ મહત્ત્વના સભ્ય હતા. ભુપિન્દરની ગિટાર પરની હથોટીનો આર ડીએ વાદીયાં તેરા દામન (અભિલાશા, ૧૯૬૮ - મોહમ્મદ રફી, લતા મંગેશકર) .૦૬થી .૦૮ સુધી જે ખુબીથી ઉપયોગ કર્યો છે આર ડીની વાદ્ય કલાકારની પરખની સૂઝનું પ્રમાણ છે. 

આર ડી બર્મનની તેના સહયોગીઓની આગવી આવડત પારખવાની સૂઝ વિશે કિસ્સો પણ બહુ જાણીતો છે. 

એક હી ખ્વાબ કઈ બાર દેખા હૈ મૈને - કિનારા (૧૯૭૭) - ભુપિન્દર - ગીતકારઃ ગુલઝાર - સંગીતઃ આર ડી બર્મન

ગુલઝાર તેમના અપદ્યાગદ્ય ગીતો માટે પંકાયેલા છે. આર ડી બર્મન તો તેમને હંમેશાં કહેતા કે છાપાંનું કટિંગ મને પક્ડાવીને તેના પર ધુન બનાવવાનું કહો છો! આવું એક ગીત ગુલઝારે આર ડીને આપ્યું. ફિલ્મમાં તે સંવાદની જેમ ગવાતું બતાવવાનું હતું. આર ડી અને તેમની ટીમે બહુ મથામણ કરી પણ મેળ નહોતો પડતો. આખરે થાકીને નક્કી કરાયું કે ભુપિન્દરને બોલાવો અને કહો કે ગીત ગાવાનું છે. ભુપિન્દરને કહ્યું કે તારી રીતે ગિટારનો તાલ બેસા અને ગીતનું રિહર્સલ કર. ભુપિન્દરે ખાસ્સી એવી મહેનત કરી પછી આર ડી કહ્યું કે હવે રેકોર્ડિંગ રૂમમાં જા અને રીતે ગીત રેકોર્ડ કર.

ગીતની સાથે બહુ આવશ્ય્ક એટલો કાઉન્ટર મેલોડી સંગાથ ગોઠવવામાં આવ્યો અને ભુપિન્દરને ફાવ્યું તેમ ગીત રેકોર્ડ થયું. પણ ગીત આર ડી, ભુપિન્દર અને ગુલઝાર માટે સર્વકાલીન શ્રેષ્ઠ ગીતો પૈકી એક ગીત બની રહ્યું.  



હવે મેન્ડોલીનના અવનવા ઉપયોગનાં થોડાંક ઉદાહરણો જોઈએ.

રાત કલી એક ખ્વાબમેં આયી - બુઢ્ઢા મિલ ગયા (૧૯૭૧) - કિશોર કુમાર - ગીતકારઃ મજરૂહ સુલ્તાનપુરી - સંગીતઃ આર ડી બર્મન 

.૦૭ સુધી મેંડોલીનના થોડાક સુર, બાસ ગિટારથી પૂર્વાલાપનો ઉપાડ અને તેની સાથે ધીમું ધીમું ગણગણવું, આપણને પણ સ્વપ્નનિદ્રામાં લઈ જાય છે !



આપ કી આંખોંમેં કુછ મહેકે હુએ સે ખ્વાબ હૈ - ઘર (૧૯૭૮) - લતા મંગેશકર, કિશોર કુમાર - ગીતકારઃ ગુલઝાર - સંગીતઃ આર ડી બર્મન

.૧૩થી પ્રારંભમાં મેન્ડોલીનના મૃદુ સુર મધ્યાલાપના અન્ય તંતુ વાદ્યોના ઊંચા સુરની સાથે એક અદ્‍ભુત અનુભૂતિ સર્જે છે. 



લેખનું સમાપન એક એવાં ગીત યુગલથી કરીએ જે ટ્વિન સોંગ તરીકે બહુ પ્રચલિત સંસ્કરણો ગણાય છે. ગીત કિશોર કુમાર અને મોહમ્મદ રફીની ગાયકીની સર્ખામણી વિશે વધારે ચર્ચામાં રહ્યું છેપરંતુ, આપણને અહીં ચર્ચા સાથે કોઈ નિસબત નથી.

તુમ બિન જાઉં કહાં - પ્યાર કા મૌસમ (૧૯૬૯) - કિશોર કુમાર - ગીતકારઃ મજરૂહ સુલ્તાનપુરી - સંગીતઃ આર ડી બર્મન

ફિલ્મમાં ગીત પહેલી પેઢીના પાત્ર (પિતા) વડે ગવાય છે. આખાં ગીતમાં વાદ્ય તરીકે મેન્ડોલિન કેન્દ્રમાં છે કેમકે પરદા પરનું પાત્ર મેન્ડોલિન વગાડતું હોય છે. અહીં મેન્ડોલિનના પ્રમુખ વાદક મનોહરી સિંઘ છે.

ગાયકની પસંદગી વિશે બન્ને વર્ગના ચાહકો વચ્ચે જેટલી ચર્ચા થઈ છે એટલી ચર્ચા ગીતનાં મોહમ્મદ રફીના સંસ્કરણ માટે કોણે મેન્ડોલિન વગાડેલ છે અને કયું વાદન વધારે સારૂં છે ચર્ચા પણ બહુ થઈ છે. વિવિધ લાઈવ કાર્યક્રમોના જે બન્ને વાદકો ચર્ચામાં રહ્યા છે તેમના વીડીયો હવે ઉપલબ્ધ છે તેના પરથી ચોક્કસપણે  સ્પષ્ટ બને છે કે કિશોર કુમારનાં સંસ્કરણ માટે મનોહરી સિંઘ અને મોહમ્મદ રફીનાં સંસ્કરણ માટે કિશોર દેસાઈએ મેન્ડોલિન લગાડેલ છે.



તુમ બિન જાઉં કહાં - પ્યાર કા મૌસમ (૧૯૬૯) - મોહમ્મદ રફી - ગીતકારઃ મજરૂહ સુલ્તાનપુરી - સંગીતઃ આર ડી બર્મન

ફિલ્મમાં સંસ્કરણ પછીની પેઢીનું પાત્ર (પુત્ર) ગીત ગાય છે. કારણકે ગીત પુત્ર બાળપણમાં પોતાના પિતાને સાંભળી સાંભળીને શીખ્યો છે એટલે ગીતની મુળ ધુનમાં કંઈ ફેરફાર કરાયો નથી. પણ હવે નવી પેઢી ગીત ગાય છે તે દર્શાવવા માટે જેમ અલગ શૈલીના ગાયક (રફી)ને લેવાયા તેમ મેન્ડોલિન પણ અલગ રીતે વાગે માટે મનોહરી સિંઘે સામેથી કિશોર દેસાઈને આમંત્રિત કર્યા. કિશોર દેસાઈની મેન્ડોલિન લગાડવાની પદ્ધતિ મુળથી અલગ રહી છે. એટલે મેન્ડોલિનના સુર તેઓ દ્વારા નિપજે તે મનોહરી સિંઘની મેન્ડોલિન વગાડવાની પદ્ધતિથી નિપજતા સુર કરતાં સાવ અલગ હોય. 

આટલું સમજ્યા પછી સંસ્કરણને ધ્યાનથી સાંભળીશું તો રફીની ગાયકી અને કિશોર દેસાઈની મેન્ડોલિન શૈલીનો તફાવત સમજાવા લાગશે.



યુટ્યુબ પર આર ડી બર્મનના અનેકવિધ તંતુવાદ્યોના અવનવા પ્રયોગોને હવે સાંભળવા મળે છે.આશા કરીએ કે બધા પ્રયોગો હવે સાંભળીશૂં ત્યારે પ્રયોગોને વધારે સારી રીતે માણી શકાશે.

આર ડી બર્મનના વાદ્યવૃંદ રચનાના ધ્યાનાકર્ષક પ્રયોગોની શ્રેણીમાં હવે પછી ફૂંક વાદ્યોના પ્રયોગો વિશે વાત કરીશું.

+                                       +                                       +

Credits and Disclaimers:

1.    The song links have been embedded from the YouTube only for the listening pleasure of music lovers. This blog claims no copyright over these songs, which vests with the respective copyright holders.

2. The photograph is taken from the internet, duly recognizing the full copyrights for the same to the either original creator or the site where they were originally displayed.