Showing posts with label Noor Jehan. Show all posts
Showing posts with label Noor Jehan. Show all posts

Thursday, October 6, 2022

ચર્ચાની એરણે : ૧૯૪૩નાં ગીતો - સ્ત્રી સૉલો ગીતો - નૂરજહાં, સુરૈયા, ખુર્શીદ

 નૂરજહાંનાં સૉલો ગીતો

વર્ષ ૧૯૪૩ માટે નુર જહાંના 'દુહાઈ'નાં બે અને 'નાદાન;નાં (એક જોડીયાંગીત સહિતનાં) ત્રણ સૉલો ગીત યુ ટ્યુબ પર મળી નથી શક્યાં, તો Memorable Songs of 1943 માં 'નાદાન'નાં દિલ દું કે ના દું અને રોશની અપની ઊમંગો કી મિટાકર ચલ દિયે આવરી લેવાયાં છે.

અબ તો નહીં દુનિયા મેં કહીં અપના ઠિકાના - નાદાન - ગીતકાર: જિયા સરહદી - સંગીત: દત્તા કોરેગાંવકર


એક અનોખા ગમ એક અનોખી મુસીબત હો ગયી - નાદાન - ગીતકાર: જિયા સરહદી - સંગીત: દત્તા કોરેગાંવકર

જિન્હેં કરના થા આબાદ વો બરબાદ હૈ - નૌકર - ગીતકાર: અખ્તર સેરાની - સંગીત: રફીક઼ ગઝનવી



સુરૈયાનાં સૉલો ગીતો

વર્ષ ૧૯૪૩ માટે સુરૈયાનાં એક તુ હો એક મૈં હું ઔર નદીકા કિનારા હો (કાનુન), આ મોરે સાંવરે સૈંયા મોરા જિયા લહરાયે અને મોરી ગલી, મોરે રાજા મોરી કસમ આજા રે (સંજોગ) Memorable Songs of 1943માં આવરી લેવાયાં છે.

'કાનુન'અને'સંજોગ' માટે નૌશાદે સુરૈયાનો સ્વર મહેતાબ માટે પાર્શ્વ ગાયન તરીકે પ્રયોજેલ છે. આજે હવે કદાચ નવાઈ લાગે પણ ૧૯૪૩માં સુરૈયા માત્ર ૧૩ વર્ષનાં હતાં અને મહેતાબ માંડ ૧૭-૧૮ વર્ષનાં.

પનઘટ પે, પનઘટ પે મુરલિયા બાજે - ઈશારા - ગીતકાર: ડી એન મધોક - સંગીત: ખુર્શીદ અન્વર

કોઈ ચુટકી સી મેરે દિલ મેં લિયે જાયે - સંજોગ - ગીતકાર: ડી એન મધોક - સંગીત: નૌશાદ અલી

ખુર્શીદનાં  સૉલો ગીતો

વર્ષ ૧૯૪૩ માટે ખુર્શીદનાં કોયલિયા કાહે બોલે રી, મોરા નાજ઼ુક નાજ઼ુક જિયરા અને આંખોં કે ખેલ ખેલમેં આંખેં કોઈ ચુરાકે લે ગયા (નર્સ) અને અબ રાજા ભયે મોરે બાલમ વો દિન ભુલ ગયે, બરસો રે બરસો કાલે બદરવા, ઘટા ઘનઘોર મોર મચાયે શોર અને હો દુખીયા જિયરા રોતે નૈના (આ ગીતનું સંગીત બુલો સી રાનીએ આપ્યું હતું એમ હિંદી ફિલ્મ ગીત કોશ નોંધે છે. Memorable Songs of 1943માં આવરી લેવાયેલ છે. તદુપરાંત 'નર્સ'નું એક ગીત યુ ટ્યુબ પર મળેલ નથી.

કહાની બન ગયી મોરી તુમ સંગ આંખ મીલાની - નર્સ - ગીતકાર: ડી એન મધોક - સંગીત: જ્ઞાન દત્ત

મેરે દિલ કી સુનો પુકાર, દિલ મોરા બોલ રહા હૈ - નર્સ - ગીતકાર: ડી એન મધોક - સંગીત: જ્ઞાન દત્ત


Thursday, September 16, 2021

ચર્ચાની એરણે : ૧૯૪૪ નાં ગીતો - સ્ત્રી સૉલો ગીતો - નૂરજહાં, પારૂલ ઘોષ અને હજુ બીજાં અન્ય ગાયિકાઓ

 નૂરજહાંનાં સૉલો ગીતો

૧૯૪૪માં નુરજહાંની બે ફિલ્મો હતી. Memorable Songs of 1944  માં તે પૈકી 'દોસ્ત'નાં બે સૉલો ગીતો - બદનામ મોહબ્બત કૌન કરે ઔર ઈશ્ક઼ કો રુસવા કૌન કરે અને કોઈ પ્રેમકા દે દો સંદેસા હાયે લૂટ ગયા - અને 'લાલ હવેલી'નું - ભૈયા હમારોજી અને તેરી યાદ આયે સાંવરીયા - આવરી લેવાયાં છે.

અબ કૌન મેરા, અબ કૌન મેરા - દોસ્ત - ગીતકાર: શમ્સ લખનવી - સંગીતકાર: સજ્જાદ હુસ્સૈન

અલમ પર અલમ સિતમ પર સિતમ હમ ઉઠાએ હુએ હૈ - દોસ્ત - ગીતકાર: શમ્સ લખનવી - સંગીતકાર: સજ્જાદ હુસ્સૈન

બનતી નઝર નહીં આતી તદબીર હમારી - લાલ હવેલી - ગીતકાર: મુન્શી શમ્સ લખનવી -  સંગીતકાર: મીર સાહબ


પારૂલ ઘોષનાં સૉલો ગીતો

પારૂલ ઘોષનાં 'જ્વાર ભાટા'નાં બે સૉલો ગીતો - મેરે આંગનમેં ચીટકી ચાંદની અને ભુલ જાના ચાહતી હું ભુલ નહીં પાતી - Memorable Songs of 1944  માં આવરી લેવાયાં છે.

ભાભી રૂઠે ભાઈ મનાએ….તુ રૂઠે તો બોલ દિવાની - ઈન્સાન - ગીતકાર: પંડિત ઈન્દ્ર - સંગીતકાર: જ્ઞાન દત્ત

હિંદી ફિલ્મ ગીતકોશમાં ગાયિકાનાં નામની નોંધ નથી.

જરા બંસી બજા ઓ ગીરધારી ક્રુષ્ણ મુરારી - રૌનક઼ - ગીતકાર: ઈશ્વર ચંદ્ર કપૂર - સંગીતકાર: સી. રામચંદ્ર

હિંદી ફિલ્મ ગીતકોશમાં ગાયિકાનું નામ શ્રીમતી ઘોષ તરીકે નોંધાયું છે.

કુસુમ મંત્રીનાં સૉલો ગીતો

ફિર આયી હૈ દિવાલી, ખુશી સે નાચ રહી નૈયાં - બડી બાત - સાથીઓ સાથે - ગીતકાર: સ્વામી રામાનન્દ સરસવતી  - સંગીતકાર: ફિરોઝ નિઝામી

કૌશલ્યાનાં સૉલો ગીતો

માં, પ્યારી માં, ગોદમેં તેરી ખેલા બચપન મેરા - આઈના - ગીતકાર: પંડિત ફાની - સંગીતકાર: ફતેહ અલી ખાન

કુછ બોલ બોલ પંછી, ઓ પર ખોલ ખોલ પંછી  - આઈના - ગીતકાર: પંડિત ફાની - સંગીતકાર: ફતેહ અલી ખાન /ગુલશન સુફી

તારાનાં સૉલો ગીતો

આંખેં યે કહ રહી હૈ કી….. રામ કરે કહીં નૈના ન ઉલઝે - ચાર આંખેં - ગીતકાર:  નરેદ્ર શર્મા - સંગીતકાર: અનિલ બિશ્વાસ

લીલા સાવંતનાં સૉલો ગીતો

લીલા સાવંતનાં 'કલીયાં'માં ત્રણ સૉલો ગીતો છે, પરંતુ યુ ટ્યુબ પર એક જ જોવા મળ્યું છે.

લે આતે બહારોં કો,રાજા લૂટ લીયા - કલીયાં - ગીતકાર: કિદાર શર્મા - સંગીતકાર: જી એ ચિસ્તી

૧૯૪૪ માટે સ્ત્રી સૉલો ગીતોમાં આ બધાં ઉપરાંત, 'કાદંબરી'માં શાન્તા આપ્ટેનાં ૬ સૉલો અને ૨ સાથીઓ સાથેનાં ગીતો હતાં. આ પૈકી યુ ટ્યુબ પર ઉપલબ્ધ ૧ માત્ર ગીત  - મેરે જનમ મરણકે સાથી ચલો ચિતા પર સો જાયે - Memorable Songs of 1944 માં આવરી લેવાયું છે. તે જ રીતે ઉત્પલા સેનનું, 'મેરી બહેન'નું ૧ સૉલો ગીત - જલ જાને દો ઇસ દુનિયા કો – અને વિમલાનું, 'મેરી બહેન'નું ૧ સૉલો ગીત - મૈં ફૂલોંકે સંગ ડોલું રે - પણ Memorable Songs of 1944 માં આવરી લેવાયું છે.

આ ઉપરાંત પણ હજુ કોઈ રડ્યાંખડ્યાં સ્ત્રી સૉલો ગીત મારી નજરમાં ન આવ્યાં હોય તેમ બનવાની શકયતા પણ છે. પરંતુ, ૧૯૪૪નાં વર્ષ માટેનાં મારાં સાવ નગણ્ય જ્ઞાનની તે મર્યાદા સ્વીકારીને ૧૯૪૪નાં સ્ત્રી સૉલો ગીતોની એરણે લીધેલી આ ચર્ચાને અહીં પુરી કરૂં છું.

Thursday, November 26, 2020

ચર્ચાની એરણે : ૧૯૪૫ નાં ગીતો - સ્ત્રી સૉલો ગીતો : નૂરજહાં

 ૧૯૪૫નાં વર્ષમાં નૂરજહાંની ત્રણ ફિલ્મો આવી. તેમણે એ ફિલ્મો માટે ગાયેલાં ગીતોમાંથી બધાં જ ગીતો ત્યારે લોકપ્રિય પણ થયાં હશે. જોકે મને તો ત્રણ ગીત એવાં જરૂર લાગ્યાં છે કે જે આજે પણ એટલાં જ જાણીતાં કહી શકાય.

બહુ જાણીતાં થયેલ ગીતો

દિયા જલાકર આપ બુઝાયા, તેરે કામ નિરાલે - બડી મા – સંગીતકાર: દત્તા કોરેગાંવકર – ગીતકાર: ઝિયા સરહદી

બૈઠી હું તેરી યાદ કા લે કર કે સહારા - વિલેજ ગર્લ – સંગીતકાર: શ્યામ સુદંર – ગીતકાર: વલી સાહબ

કિસ તરહ ભુલેગા દિલ ઉનકા ખયાલ આયા હુઆ - વિલેજ ગર્લ – સંગીતકાર: શ્યામ સુદંર – ગીતકાર: વલી સાહબ


ઓછાં સાંભળેલાં ગીતો

આ ઈંતઝાર હૈ તેરા, દિલ બેક઼રાર હૈ મેરા - બડી મા – સંગીતકાર: દત્તા કોરેગાંવકર – ગીતકાર: ઝિયા સરહદી

તુમ હમકો ભુલા બૈઠે હો, હમ તુમકો ભુલા ન સકે - બડી મા – સંગીતકાર: દત્તા કોરેગાંવકર – ગીતકાર: ઝિયા સરહદી

કિસ તરહ સે મોહબ્બતમેં ચૈન ન પા સકે - બડી મા – સંગીતકાર: દત્તા કોરેગાંવકર – ગીતકાર:અન્જુમ પિલીભીતી

યે કૌન હંસા, કિસને સિતારોંકો હસાયા - વિલેજ ગર્લ – સંગીતકાર: શ્યામ સુદંર – ગીતકાર: વલી સાહબ


સાજન પરદેસી, બાલમ પરદેસી, મન કો સતાઓ - વિલેજ ગર્લ – સંગીતકાર: શ્યામ સુદંર – ગીતકાર: વલી સાહબ

નાચો સીતારોં નાચો, અબ ચાંદ નીકલનેવાલા હૈ - ઝીનત  - સંગીતકાર: હફીઝ ખાન

બુલબુલો મત રો, યહાં આંસુ બહાના મના હૈ - ઝીનત  - સંગીતકાર: હફીઝ ખાન

આંધિયાં ગમકી યું ચલી, બાગ ઉઝડ કે રહ ગયા - ઝીનત  - સંગીતકાર: હફીઝ ખાન

આ જા રી આ , નિંદીયા - ઝીનત  - સંગીતકાર: હફીઝ ખાન


હવે પછી ખુર્શીદ અને કાનન દેવીનાં વર્ષ ૧૯૪૫ નાં સૉલો ગીતો ચર્ચાની એરણે સાંભળીશું.

Thursday, August 8, 2019

ચર્ચાની એરણે - ૧૯૪૬નાં ગીતો - સ્ત્રી સૉલો ગીતો - નૂરજહાં


૧૯૪૬નું વર્ષ નુરજહાની અખંડ હિંદુસ્તાનની એકચક્રી કારકીર્દીના અંત પહેલાનું વર્ષ બની રહેશે એવી કલ્પના એ વર્ષનાં તેમનાં ગાયેલાં ગીતો સાંભળીને કોઇને પણ ન થાય. આ વર્ષે તેમની ત્રણ ફિલ્મો, ત્રણ જૂદા જૂદા સંગીતકારોનાં સંગીત નિદર્શનમાં રજુ થઈ. 'અનમોલ ઘડી'નાં નુરજહાં તો આજે પણ એટલી જ ચાહથી યાદ કરાય છે, પણ ઝફર ખુર્શીદે રચેલાં તેમનાં 'દિલ'નાં ગીતો અને હફીઝ ખાને રચેલાં 'હમજોલી'નાં ગીતો નુરજહાંના સ્વરની અલગ જ પેશકશ હોવા છતાં આજે પણ સાંભળવા ગમશે.
બહુ જાણીતાં થયેલ ગીતો
આજા મેરી બરબાદ મુહબ્બત કે સહારે - અનમોલ ઘડી – સંગીતકાર: નૌશાદ અલી – ગીતકાર: તન્વીર નક઼્વી

મેરે બચપનકે સાથી મુઝે ભુલ ન જાના - અનમોલ ઘડી – સંગીતકાર: નૌશાદ અલી – ગીતકાર: તન્વીર નક઼્વી 

જવાં હૈ મુહબ્બત હસીં હૈ જ઼માના - અનમોલ ઘડી – સંગીતકાર: નૌશાદ અલી – ગીતકાર: તન્વીર નક઼્વી

ક્યા મિલ ગયા ભગવાન તુમ્હેં દિલ કો દુખાકે - અનમોલ ઘડી – સંગીતકાર: નૌશાદ અલી – ગીતકાર:  તન્વીર નક઼્વી

ઓછાં સાંભળેલાં ગીતો
અય હવા જા જા જા પિયા કે ઘર જા, ક્યું ચલતી હૈ - દિલ – સંગીતકાર: ઝફર ખુર્શીદ – ગીતકાર: રાજીઉદ્દીન 

દે કે મુઝે વહ દર્દ-એ-જિગર, ભુલ ગયે ક્યા ભુલ ગયે - દિલ – સંગીતકાર: ઝફર ખુર્શીદ – ગીતકાર: રાજીઉદ્દીન

બાબા મેરે છૂટ ગયે, ચૈન મુઝે નહીં આયે - દિલ – સંગીતકાર: ઝફર ખુર્શીદ -  ગીતકાર: અર્શ

ફૂલોંમેં નઝર યે કૌન આયા, કૌન આયા - હમજોલી – સંગીતકાર: હફીઝ ખાન – ગીતકાર: અન્જુમ પીલીભીતી

યે દેશ હમારા પ્યારા, હિન્દુસ્તાન હૈ હમારા - હમજોલી – સંગીતકાર: હફીઝ ખાન – ગીતકાર: અન્જુમ પીલીભીતી

રાઝ ખુલતા નઝર નહીં આતા - હમજોલી – સંગીતકાર: હફીઝ ખાન – ગીતકાર: અન્જુમ પીલીભીતી

ભગવાન ભગવાન કબ તક તેરી દુનિયામેં અંધેર રહેગા - હમજોલી – સંગીતકાર: હફીઝ ખાન – ગીતકાર: અન્જુમ પીલીભીતી

દુખ દર્દ સે જહાં મેં કોઈ આઝાદ નહીં હૈ - હમજોલી – સંગીતકાર: હફીઝ ખાન – ગીતકાર: અન્જુમ પીલીભીતી

હવે પછીના અંકમાં આપણે ચર્ચાની એરણે ૧૯૪૬નાં વર્ષનાં ખુર્શીદ તેમ જ કાનનદેવીનાં સોલો ગીતો સાંભળીશું. 

Thursday, August 9, 2018

ચર્ચાની એરણે : ૧૯૪૭નાં ગીતો :: સ્ત્રી સૉલો ગીતો - ખુર્શીદ, નૂરજહાં અને કાનનદેવી


૧૯૪૭નું વર્ષ એવું છેલ્લું વર્ષ હશે જ્યારે વિન્ટેજ એરાની ગાયન શૈલી સાથે કદાચ સૌથી વધારે ઓળખાયેલાં હોય એવાં ત્રણ મહાન સ્ત્રી ગાયિકાઓનાં બોલીવુડમાં બનેલી હિંદી ફિલ્મોનાં સૉલો ગીત આપણને એક સાથે સાંભળવા મળે. કારણ આમ તો બહુ સાદું કહી શકાય - નુરજહાંનું પાકિસ્તાન માટે કાયમી સ્થળાંતર કરી જવું. પરંતુ એ જ વર્ષમાં લતા મંગેશકરનો પાર્શ્વ ગાયિકા તરીકે ઉદય થવો એક એવી ઘટના છે જે નવો ઇતિહાસ રચવાની છે. આજે જ્યારે આ આખો ઈતિહાસ આપણી સમક્ષ છે ત્યારે ચર્ચા કરવા માટે માત્ર એક સવાલ આપણી પાસે રહે છે - નુરજહાં અહીં રહી ગયાં હોત તો સ્ત્રી ગાયિકાઓના દૃષ્ટિકોણની નજરે હિંદી ફિલ્મ ગીતોનું ચિત્ર કેવું હોત?
પૉસ્ટ કદાચ થોડી લાંબી થઇ જશે, એ જોખમ સ્વીકારીને પણ, બહુ સ્વાભાવિક કારણોસર આ ત્રણે ગાયિકાઓનાં વર્ષ ૧૯૪૭નાં સૉલો ગીતો આપણે આજની આ એક જ પૉસ્ટમાં સમાવેલ છે.
ખુર્શીદ
મૈં ખોજ ખોજ કર હારી, પ્રભુજી આઈ શરન તિહારી - આગે બઢો – સંગીતકાર: સુધીર ફડકે – ગીતકાર: અમર વર્મા

ઓ ઝૂમ ઝૂમ રહા હૈ મેરા મન દેખો ઝૂમ રહા - આગે બઢો – સંગીતકાર: સુધીર ફડકે – ગીતકાર: અમર વર્મા

યહ દુનિયા પ્યારી પ્યારી રે બહ નઈ નિરાલી - આગે બઢો – સંગીતકાર: સુધીર ફડકે – ગીતકાર: અમર વર્મા
ઋત બસંતકી આઈ – અંગૂરબાલા – સંગીતકાર: રામ ગોપાલ – ગીતકાર: મિ. શ્યામ

જિસ કે મિલનેકી તમન્ન થી વો પ્યાર મિલ ગયા - મંઝધાર – સંગીતકાર: ગ઼ુલામ હૈદર – ગીતકાર: શમ્સ લખનવી
આજ મોહે સજન ઘર જાના, બલમ ઘર જાના - મંઝધાર – સંગીતકાર: ગ઼ુલામ હૈદર – ગીતકાર: શમ્સ લખનવી 
થી આજ તક મુઝસે યે હક઼ીક઼ત છૂપાઈ હુઈ - મંઝધાર – સંગીતકાર: ગ઼ુલામ હૈદર – ગીતકાર: શમ્સ લખનવી
નાચે હૈ મન મૌજ મગનમેં જ્યું નાચે હૈ મોર ચમનમેં - મંઝધાર – સંગીતકાર: ગ઼ુલામ હૈદર – ગીતકાર: શમ્સ લખનવી

દુનિયા ચાર દિનોકા મેલા, મત ઈસમેં ખો જાના રે - મિટ્ટી – સંગીતકાર: લાલ મુહમ્મદ + પૈગનકર – ગીતકાર: નાઝીમ પાણીપતી

ઠોકરેં ખાયી મુહબ્બત મેં પરેશાની હુઈ  - મિટ્ટી – સંગીતકાર: લાલ મુહમ્મદ + પૈગનકર - ગીતકાર મહરૂલ ક઼ાદરી

છાઈ કાલી ઘટા મેરે બાલમ અકેલે મત જઈયો - મિટ્ટી – સંગીતકાર: લાલ મુહમ્મદ + પૈગનકર - ગીતકાર મહરૂલ ક઼ાદરી

આટલાં ગીતોની ડિજિટલ લિંક નથી મળી શકી -

  • તક઼દીરમેં લિખા હૈ મેરી ઠોકરે ખાના - આગે બઢો – સંગીતકાર: સુધીર ફડકે – ગીતકાર: અમર વર્મા
  • જો દિલમેં આએ કર બંદે - મિટ્ટી – સંગીતકાર: લાલ મુહમ્મદ + પૈગનકર
  • ભારત કે રહનેવાલે હૈ, ડરતે નહીં કિસીસે - મિટ્ટી – સંગીતકાર: લાલ મુહમ્મદ + પૈગનકર

નૂરજહાં
બહુ જાણીતું થયેલું ગીત
આ જા તુઝે અફસાના જુદાઈજા સુનાએં - મિર્ઝા સાહિબાન – સંગીતકાર: પંડિત અમરનાથ + હુસ્નલાલ ભગતરામ – ગીતકાર: ક઼મર જલાલાબાદી 

ઓછાં સાંભળેલાં ગીતો
હમેં તો શામ-એ-ગ઼મમેં કાટની હૈ જિંદગી અપની - જુગનુ – સંગીતકાર: ફિરોઝ નિઝામી બી એ – ગીતકાર: અસગર  સરહદી 

આજકી રાત સાઝ-એ-દિલ પુરદર્દ ન છેડ - જુગનુ – સંગીતકાર: ફિરોઝ નિઝામી બી એ – ગીતકાર: અસગર  સરહદી

તુમ ભી ભૂલા દો મૈં ભી ભૂલા દું, પ્યાર પુરાને ગુજ઼રે ઝમાને - જુગનુ – સંગીતકાર: ફિરોઝ નિઝામી બી એ – ગીતકાર: અસગર  સરહદી

ઉમંગે દિલ કી મચલી મુસ્કરાઈ ઝિંદગી અપની - જુગનુ – સંગીતકાર: ફિરોઝ નિઝામી બી એ – ગીતકાર: અસગર  સરહદી

ક્યા યહી તેરા પ્યાર થા મુઝકો તો ઇન્તઝાર થા - મિર્ઝા સાહિબાન – સંગીતકાર: પંડિત અમરનાથ + હુસ્નલાલ ભગતરામ – ગીતકાર: ક઼મર જલાલાબાદી

કાનનદેવી
પનઘટ પે મધુ બરસાયે ગયો રે - ફૈસલા - સંગીતકાર અનુપમ ઘટક

આશા દીપ જલાયો સાજન - તુમ ઔર મૈં – સંગીતકાર: રોબીન ચેટરજી – ગીતકાર: ઝાકીર હુસૈન
આવાઝ દી હૈ કિસને યેહ કૈસી પુકાર હૈ - તુમ ઔર મૈં – સંગીતકાર: રોબીન ચેટરજી – ગીતકાર: ઝાકીર હુસૈન

આટલાં ગીતોની ડિજિટલ લિંક નથી મળી શકી:
  • હમ તુમ જો ગાતે હૈ ગીત સુહાના - તુમ ઔર મૈં – સંગીતકાર: રોબીન ચેટરજી – ગીતકાર: ઝાકીર હુસૈન
  • અય મેરે પ્રેમી યે તો કહો - તુમ ઔર મૈં – સંગીતકાર: રોબીન ચેટરજી – ગીતકાર: ઝાકીર હુસૈન
હવે પછીના અંકમાં આપણે ૧૯૪૭ના વર્ષનાં અન્ય સ્ત્રી ગાયિકાઓ અને લતા મંગેશકરનાં સૉલો ગીતો
સાંભળીશું.