પરિવર્તન તરફ હરણફાળ ભરીને પણ આગળ વધી શકાય અને નાનાં કદમ મુકતાં મુકતાં પણ આગળ વધી શકાય.
મહિન્દ્ર.કૉમપરની એક બ્લૉગપૉસ્ટ -- The Greenagers: Small Steps towards Change -- માં શ્રી સંજય સોંધીએ ખુબ જ સાદા શબ્દોમાં તેમની વ્યથા કહી છેઃ આપણી આસપાસના સમાજમાં નાનો સરખો પણ ફેર્ફાર કરવા માટે આપણે શું કરી શકીએ? એ કામ તો બીજાનું છે, હું એકલો /એકલી એમાં શું કરી શકીએ? [મારાં આંગણાંમાં નહીં - NIMPY - Not In My Personal Yard]
તેઓ એ દિવસની રાહ જૂએ છે જ્યારે આઇઆઇટી -ખડગપુરના અમિત જૈન જેવા - નવયુવાનો- આવા સરેક સામજીક પ્રશ્નોવિષે નાનાં, પણ નક્કર , કદમ ભરવાનુ શરૂ કરશે.