૧૯૪૫નાં વર્ષની ચર્ચાની એરણે જે ગીતો સાંભળવા મળ્યાં તેમાં જૂજ અપવાદોને બાદ કરતાં, બધાં જ ગીતો પહેલી જ વાર સાંભળ્યાં. આવી પરિસ્થિતિમાં વર્ષ માટેના મારી પસંદગીના સંગીતકારને નક્કી કરવા માટે જે કંઈ હિસાબી પદ્ધતિઓ અત્યાર સુધી અખત્યાર કરી હતી તે તો હવે અર્થવિહિન જણાય છે.
તેમ
છતાં, મુકામે પહોંચવું હોય તો કોઈક
માર્ગ તો શોધવો જ પડે એ ન્યાયે ૧૯૪૫નાં વર્ષમાટે મારી પસંદના પુરુષ સૉલો ગીતો, સ્ત્રી સૉલો ગીતો અને યુગલ ગીતો જે જે
સંગીતકારોએ રચ્યાં છે તેનું સંખ્યાત્મક વિશ્લેષણ કરીએ એ ઘણે અંશે ઉચિત ઉપાય જણાય
છે.
મને ગમેલાં પુરુષ સૉલો ગીતો, સ્ત્રી સૉલો ગીતો અને યુગલ
ગીતોના સંગીતકારોની આંકડાકીય તુલના
સંગીતકાર |
પુરુષ સૉલો ગીતો |
સ્ત્રી સૉલો ગીતો |
યુગલ ગીતો |
કુલ ગીતો |
બુલો
સી રાની |
૧ |
૩ |
૨ |
૬ |
ગોવિંદ
રામ |
|
૨ |
૪ |
૬ |
અમરનાથ |
|
૨ |
૧ |
૩ |
શ્રીનાથ
ત્રિપાઠી |
|
૧ |
૧ |
૨ |
જ્ઞાન
દત્ત |
|
૧ |
૧ |
૨ |
હફીઝ
ખાન |
|
૧ |
૧ |
૨ |
નિનુ
મઝુમદાર |
|
૧ |
૧ |
૨ |
જી
એ ચિસ્તી |
૧ |
૧ |
|
૨ |
ફિરોઝ નિઝામી |
૧ |
૧ |
|
૨ |
આ ઉપરાંત શાંતિ કુમાર અને પંડિત ગણપત રાવનાં મારી પસંદનાં પુરુષ સૉલો
ગીતમાં એક એક ગીતો છે. તે જ રીતે દત્તા કોરેગાંવકર, ખેમચંદ પ્રકાશ, ધીરેન
નિત્ર, અનિલ બિશ્વાસ, અરૂણ કુમાર, અને આર
સી બોરાલનાં દરેકનાં એક એક ગીત સ્ત્રી સૉલો ગીત અને સી રામચંદ્ર, નૌશાદ
અને લાલ મુહમ્મદનાં એક એક યુગલ ગીત મારી પ્સંદગીનાં ૧૯૪૫નાં ગીતોની યાદીમાં જોવા
મળે છે.
આ પ્રકારની ગણત્રીમાં વર્ષમાટે એક જ ફિલ્મનાં બહુ ઘણાં લોકપ્રિય થયાં એવાં
ગીતો આપનાર સંગીતકાર શ્યામ સુંદર )'વેલેજ ગર્લ' માટે)અહીં જોવા નથી મળતા
તેવી આ ગણત્રીની કચાશની અહીં નોંધ લેવી
ઘટે.
સોંગ્સ ઑફ યોર દ્વારા શ્રેષ્ઠ સંગીતકારની પસંદગી માટેના વિશ્લેષ્ણને રજૂ
કરતા લેખ,Best songs of 1945: Wrap Up
4માં લોકપ્રિયતાના માપદંડે
શ્યામ સુંદરને વર્ષ ૧૯૪૫ માટેના શ્રેષ્ઠ સંગીતકાર ઘોષિત કરેલ છે અને બુલો સી રાનીનાં યોગદાનની વિશેષ નોંધ
લેવાઈ છે.
૧૯૪૫નાં ગીતોની
અલગ અલગ ચર્ચાની અલગ અલગ પ્રકાશિત પૉસ્ટ્સ, ચર્ચાની
એરણે : ૧૯૪૫ ગીતો @ Songs of
Yore પર ક્લિક
કરવાથી એક સાથે વાંચી/ડાઉનલોડ કરી શકાશે.